________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૪૩ તેરમાવાળો.. એમ રહેવા દે હવે! પર્યાયના ભેદનું લક્ષ છોડ! ત્વરિત છોડ! હમણાં છોડ! આ સમયે છોડી દે અને દ્રવ્યનું લક્ષ કર ત્યારે તને ભાન થશે કે-ઓહો ! શુદ્ધાત્મા તો એક જ પ્રકારનો છે, તેથી મને પણ જ્ઞાન એક જ પ્રકારનું પ્રગટ થયું. કેમ કે શુદ્ધાત્મા બીજા પ્રકારે છે એમ ન હોવાથી તેને જાણનારું જ્ઞાન પણ મને પ્રગટ થતું નથી.
જેમ સસલાને શીંગડા નથી તો સસલાના શીંગડાને પ્રસિદ્ધ કરનાર જ્ઞાન પણ પ્રગટ થતું નથી. સમજાય છે ? સસલાને શીંગડા જ નથી તો સસલું છે અને તેને શીંગડા છે કે કેમ બને? સસલાને શીંગડા જ નથી તો શીંગડાને જાણનારું જ્ઞાન પણ અહીંયા પ્રગટ થતું નથી. બહુ ઊંચા પ્રકારની વાત છે હોં ! આ એકદમ ટોંચની વાત છે.
આહાહા ! પરમાત્માની દૃષ્ટિ થઈ જાય તેવી વાત છે. શું કહે છે કે શુદ્ધાત્મા એક છે. શુદ્ધાત્મા એક જ છે. તે પ્રથમથી જ શુદ્ધ છે, અનાદિથી શુદ્ધ છે. વસ્તુ એક પ્રકારની છે તેથી અહીંયા જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે એક જ પ્રકારનું છે.
મારી વસ્તુ એક પ્રકારની છે તો તેને જાણનારું જે જ્ઞાન મને પ્રગટ થયું એ પણ એક જ પ્રકારનું પ્રગટ થાય છે. વસ્તુ એક પ્રકારની છે તો તેની સન્મુખ થયેલું જે જ્ઞાન છે તે એક જ પ્રકારનું છે.
વ્યવહારનય મારામાં ઉત્પન્ન થતી નથી તેનું કારણ શું? કહે છે–વસ્તુમાં બીજું પડખું નથી, વસ્તુ એક પડખાંવાળી છે, વસ્તુમાં બીજું પડખું જ નથી. પર્યાયનું પડખું દ્રવ્યમાં નથી. જો દ્રવ્યમાં પર્યાય હોય તો પર્યાયને જાણનારું જ્ઞાન પણ મને પ્રગટ થવું જોઈએ પરંતુ દ્રવ્યમાં પર્યાય નથી તેથી તેને જાણનારું જ્ઞાન પણ ઉદય પામતું નથી. એવો વ્યવહારનય પ્રગટ થતો જ નથી. તો હું કયા નયથી જાણું કે આ મિથ્યાષ્ટિ છે ને આ સમ્યગ્દષ્ટિ છે. કેમ કે વસ્તુમાં સમ્યગ્દર્શન પણ નથી અને મિથ્યાદર્શન પણ નથી વસ્તુ તો વસ્તુ છે.
આહાહા ! વ્યવહારના પક્ષવાળાને, પ્રમાણના પક્ષવાળાને ન ગોઠ તો ન ગોઠો! પણ વસ્તુ સ્વભાવ તો આમ જ છે. આ કુંદકુંદભગવાન અને આચાર્ય ભગવાનઅનુભવી સંત કહે છે. તને ન બેસે તો વિચારકોટિમાં રાખજે. આ બહુ ઊંચા પ્રકારની વાતને ધારણામાં રાખીશ તો જ્યારે તને અનુભવ થશે ત્યારે તને શ્રદ્ધાની મજબૂતી માટે તે ટેકો આપશે જ્ઞાનીના વચનો છે પરંતુ વ્યવહારના પક્ષવાળાને ન બેસે.
આહા ! આત્મા બે પ્રકારનો નથી. આત્મા એક પ્રકારનો છે. પ્રમાણનો વિષય તે અનાત્મા છે. શુદ્ધનયનો વિષય એકલોજ અને એટલો જ આત્મા છે. આહા! શુદ્ધાત્મા એક જ પ્રકારે સામે છે તેથી તેને જાણનારું જ્ઞાન પણ એક જ પ્રકારે છે. સામી વસ્તુમાં બીજો પ્રકાર નથી. શુદ્ધ અને અશુદ્ધ એવી સામેની વસ્તુ નથી. સામી વસ્તુ અશુદ્ધ નથી તેથી જીવ અશુદ્ધ છે તેમ જાણનારું જ્ઞાન પણ મને પ્રગટ થતું નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk