________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૦૩ વ્યવહાર દર્શાવ્યો છે તેમાં અજ્ઞાનીને ભાસે છે કે-વ્યવહાર દર્શાવ્યો છે ને? વ્યવહાર જીવનો ભેદ કહ્યોને ? તો નિશ્ચયનયે તે ભેદ કોના છે? તો કહે છે-નિશ્ચયનયે તે અજીવનો ભેદ છે.
તો હવે મારો પ્રશ્ન છે કે-વ્યવહારનયે જીવનો ભેદ શું છે? તો કહે છે-જ્ઞાન, દર્શન, ચારિત્ર તે ત્રિકાળી ગુણ છે. તે વ્યવહારનયે જીવનો ભેદ છે. નિશ્ચયનયે તો ગુણભેદ પણ દેખાતો નથી, ગુણી એકલો દેખાય છે. આ બહુ ઊંચા પ્રકારનો સ્વાધ્યાય ચાલે છે. કેમકે નિજ ભાવનાને અર્થે આ શાસ્ત્ર લખવામાં આવ્યું છે. અત્યારે અમારો ભાવ બીજાને સમજાવવાનો નથી.
આચાર્ય ભગવાન કહે છે-આ અમારો ઉત્તરકાળ આવી ગયો છે. હવે આ અમારો ઠરવાનો કાળ આવ્યો છે. હવે અમને પરને સમજાવવાનો વિચાર છૂટી ગયો છે.
અહીં કહે છે–ચૌદ ભેટવાળા જીવસ્થાનો તે જીવને નથી. એ જીવને નથી ત્યારે વાકય પુરું થાય છે. આ જીવસ્થાનો છે તે જીવને નથી ત્યારે પૂર્ણ વિરામ થાય છે. હવે આગળ આનાથી વધારે સૂક્ષ્મ વાત આવે છે.
“ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્યત્વ, સમ્યકત્વ, સંશિત્વ અને આહાર-એવા ભેદ સ્વરૂપ (ચૌદ) માર્ગણાસ્થાનો છે.”
આહા... હા! શું કહે છે? ક્ષાયિક સમ્યગ્દર્શન જીવને નથી. જ્ઞાનમાર્ગણામાં કેવળજ્ઞાનમાર્ગણા જીવમાં નથી. મતિ-શ્રુત તો જીવમાં નથી પરંતુ કેવળજ્ઞાનના પરિણામો પણ મારા નથી... તેથી આજથી હું તેના પ્રત્યાખ્યાન કરું છું. ભાવિકાળે જે કેવળજ્ઞાન પ્રગટ થશે તે મારામાં આવી જશે તેમ ત્રણકાળમાં બનવાનું નથી. તેના હું આજથી પ્રત્યાખ્યાન કરું છું. દષ્ટિમાંથી હું તેનો ત્યાગ કરું છું. પર્યાય મારામાં નથી, ભાવિની પર્યાય મારામાં નથી એવો ત્યાગ કરું છું તેનું નામ પ્રત્યાખ્યાન છે. વર્તમાનમાં ક્ષાયિક સમ્યગ્દર્શન અને પ્રગટ થયું છે અથવા ક્ષયોપશમ અથવા ઉપશમ તે મારામાં નથી. તેની હું આલોચના કરું છું. ભૂતકાળમાં જે સમ્યકત્વ માર્ગણાના જે છ પ્રકારના ભેદ છે તે મિથ્યાત્વમાર્ગણા છે. એ પૂર્વે મારામાં નહોતી એમ પ્રતિક્રમણ કરી લઉં છું. આહા ! આ અપૂર્વ વાત છે.
આ ભેદો જે વ્યવહારે જીવના કહ્યાં, તે ભેદો મારામાં મને દેખાતા નથી. અભેદની દૃષ્ટિમાં એ ભેદોનો મારામાં અત્યંત અભાવ છે અને મારામાં ગુણભેદ હોવા છતાં અભેદની દૃષ્ટિમાં એ ગુણભેદ પણ વિલય પામી જાય છે. ગુણભેદ દેખાતો નથી. પર્યાય તો મારામાં છે જ નહીં, પણ ગુણભેદ મારામાં છે પરંતુ અભેદને અર્થ તે ગુણભેદ પણ મને તિરોભૂત થઈ જાય છે–દેખાતો નથી.
આ બહુ ઊંચા પ્રકારની વાત છે. આહા ! એક પૈસાભાર પણ નિશ્ચયનો પક્ષ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk