________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૧૧ (૨) પરિણતીરૂપ ભાવના. ઉપયોગરૂપી ભાવના જો અંતર્મુહૂર્ત ટકે તો તો કેવળજ્ઞાન થાય. અલ્પકાળમાં ઉપયોગ અંદરમાં જાય અને પાછો બહાર નીકળી જાય તે ઉપયોગાત્મક ભાવના તો મુનિઓને જલ્દી-જલ્દી આવે છે. ઉપયોગાત્મકભાવનામાં પંચમ ગુણસ્થાનવાળાને વખત લાગે અને ચોથા ગુણસ્થાનવાળાને વધારે વખત લાગે. ચોથાવાળાને ઉપયોગાત્મક ભાવના નિરંતર નથી પરંતુ પરિણતીરૂપની ભાવના તો નિરંતર વર્તે છે. પંચમગુણસ્થાને પણ નિરંતર વર્તે છે.
એક ઉપયોગાત્મક ભાવના શુદ્ધાત્માની હોં! નિમિત્તની ભાવના નહીં, ભેદની ભાવના નહીં. જ્ઞાનીઓ ધર્માત્માઓ નિમિત્તની-ભેદની ભાવના ભાવતા નથી. જ્ઞાનીને પાંચમહાવ્રતની ભાવના નથી. શાસ્ત્રના જ્ઞાનનો જે ઉઘાડ થયો છે તેની ભાવના તેને નથી. અતીન્દ્રિયજ્ઞાન ને જે આનંદ પ્રગટ થયો છે-એવો જે ભેદ તેની પણ ભાવના કરતા નથી. ભાવના તો એક શુદ્ધાત્માની છે. જ્ઞાનીને નિરંતર એક શુદ્ધાત્માની ભાવના હોય છે. અજ્ઞાનીને નિરંતર નિમિત્તની ભાવના હોય છે. નિમિત્તમાં બધું આવી ગયું. નિમિત્તમાં ભેદ, રાગ, પરપદાર્થ આવી ગયા. અજ્ઞાની રાત્રે સૂતો હોય તો તેને ભાવના કોની હોય ? નિરંતર અર્થાત્ ચોવીસે કલાક હોં ! ઉંઘમાં ભલે ઉપયોગ ન લગાવતો હોય તો પણ પરિણતીરૂપે ભાવના તેને નિરંતર ચાલુ છે.
હું અખંડજ્ઞાની છું” એ સદ્ભાવનાનો અર્થ કરે છે. સમ્યપ્રકારે અર્થાત્ સાચી ભાવના. ભાવના એટલે એકાગ્રતા ભાવના એક ઉપયોગરૂપ અને એક પરિણતીરૂપ તેવા બે ભેદ સાધકની દશામાં પડે છે. કેવળજ્ઞાન થયા પછી ઉપયોગાત્મક દશા છે, પછી તે ભાવના કરે છે તેવું પણ લાગુ પડતું નથી. તે વાત સાધકને લાગુ પડે છે. કેવળી ભગવાનને આત્માની ભાવના કરું છું તેમ હોતું નથી. કેમકે તેમને પૂર્ણાનંદની પ્રાપ્તિ થઈ ગઈ છે. તેમને સાધ્ય સિદ્ધ થઈ ગયું છે. કેવળજ્ઞાનને-મોક્ષ તે સાધ્ય છે-ધ્યેય નથી.
આગળ આવ્યું હતું કે-કારણસમયસાર અને કાર્યસમયસાર તેવા ઉભયસમયસારને ભજ તેમ આવ્યું ને! કારણસમયસાર તો ધ્યાનનું ધ્યેય છે. કાર્ય સમયસાર સાધ્ય છે. સાધ્ય એટલે પ્રગટ કરવા યોગ્ય હોય તેને સાધ્ય કહેવાય. એવી સાચી ભાવના. ભાવના એટલે એક નિર્વિકલ્પ અનુભવ અને એક નિર્વિકલ્પ વીતરાગી પરિણતી. આવી ભાવના તેને નિરંતર વર્તે છે. કોની ભાવના વર્તે છે? હું શુદ્ધાત્મા છું તેવી ભાવના. હું શુદ્ધાત્મા છું તેવા વિકલ્પ દ્વારા શુદ્ધાત્માની ભાવના થઈ શકતી નથી-અશકય છે. ઇન્દ્રિયજ્ઞાન દ્વારા પણ શુદ્ધાત્માની ભાવના થઈ શકતી નથી. અતીન્દ્રિયજ્ઞાન દ્વારા શુદ્ધાત્માની ભાવના પ્રથમ ઉપયોગાત્મક થાય છે.
અનાદિ મિથ્યાષ્ટિ હોય તેને પ્રથમ ઉપયોગાત્મક શુદ્ધાત્માની ભાવના થાય છે. પછી ઉપયોગ બહાર આવી જાય અને પછી તેને પરિણતીરૂપે શુદ્ધાત્માની ભાવના રહે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk