________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
પ્રવચન નં:- ૭ ગાથા-૪૨ છે. ઉંધમાં પણ સતતપણે શબ્દ વાપર્યો છે ને ! દિવસ ને રાત્રીનો ભેદ પાડ્યો નથીસતતપણે. કાળીચૌદશ હોય તે દિવસે પણ, આહા.. હા! તે કયાં તેનો છે, તે તો બહારની વસ્તુ છે આવી સાચી ભાવના સાધકને નિરંતર-સતતપણે હોય છે. સતતનો અર્થ કર્યો નિરંતરપણે જેમાં એક સમયનો આંતરો પડતો નથી. તેની ભાવના છૂટતી નથી. ઉપયોગ ભલે છૂટે પરંતુ ભાવના પરિણતીરૂપે જે ચાલુ છે તે છૂટતી નથી.
જેને ઉપયોગરૂપ ભાવના ભલે છૂટે પરંતુ જેને એટલે સાધક આત્માને પરિણતીરૂપ ભાવના નિરંતર વર્તે છે. એવા સાધક આત્માને ભાવનો વિષય શું કહ્યો? હું અખંડ જ્ઞાન છું તેવો વિકલ્પ નહીં, તેવો ભાવઇન્દ્રિયનો વ્યાપાર નહીં. આ ભાવઇન્દ્રિયના વ્યાપારવાળાની વાત નથી. આ તો સમજાવે છે બીજું શું કરે? સમજાવવા માટે શબ્દની રચના આવે, વિકલ્પ ઉઠે, ઇન્દ્રિયજ્ઞાનનો પણ વ્યાપાર થાય, સાંભળનારને અતીન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર ન હોય તો તે સાંભળે છે કે ઇન્દ્રિયજ્ઞાન મારામાં નથી. ઇન્દ્રિય જ્ઞાનથી શુદ્ધાત્માની ભાવના થતી નથી. તેમ સાંભળનારો લાયક-પાત્ર જીવ છે.
અમારે આ ભાઈ કહેતા હતા કે-આ પંદર દિવસમાં એવો માલ મળશે કે ઘોલનમાટે ઘણોમાલ મળશે. આ તત્ત્વ જરાક ઝાંખુ થાય એટલે પાછું સોનગઢ દોડી જવું હોં ! એ શરત છે. અહીંયા બેસી ન રહેવું! કેમકે આ સોનગઢનો માલ છે ને!
જેને એટલે સાધક આત્માને નિરંતર આવી ભાવના વર્તે છે “તે (આત્મા) સંસારના ઘોર વિકલ્પને પામતો નથી.” અહીંયા વિકલ્પ એટલે દુઃખ, તે સંસારના ઘોર દુ:ખ છે. આહા હા ! તેને આ સાધક આત્મા પામતો નથી. તે વિકલ્પ પામતો નથી તો કોને પામે છે? પરંતુ તે નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો. તેને પરિણતીમાંથી ફરીને નિર્વિકલ્પ સમાધિ આવી જાય છે. તેનો ઉપયોગ આત્મામાં જોડાય જાય છે શ્રદ્ધાનું બળ એવું છે કે-લાંબો વખત ઉપયોગ બહાર રહી શકે એમ નથી. શ્રદ્ધાના બળે ઉપયોગ અંદરમાં આવે છે.
બહેનશ્રી ભગવતીમાતાનું વચન હતું ને કે તું ઉપયોગને આત્મામાં લગાવવા જઈશ તો નહીં લાગે પરંતુ જો આત્માની રુચિ કરીશ તો ઉપયોગ સહજ અંદરમાં આવી જશે, તારે વાળવો નહીં પડે. ઉપયોગને વાળ્યો તેમ ઉપચારથી કહેવામાં આવે છે. ઉપયોગને વાળ કોણ ? ઉપયોગ વાળવાનો આત્માનો સ્વભાવ નથી. તેમાં તો કર્તા બુદ્ધિનો દોષ આવી જાય છે. જેને આત્માની રુચિ લાગી તેને રુચિના બળે ઉપયોગ અંદરમાં આવી જાય છે. રુચિ કહો કે શ્રદ્ધાનું બળ કહો બન્ને એક જ વાત છે. પછી તે સંસારના ઘોર વિકલ્પને પામતો નથી. તે નિર્વિકલ્પ શાંતિને સમાધિના ઘૂંટડા અંતરમાં ભરે છે.
નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો પર પરિણતીથી દૂર છે”, સમાધિ એટલે શાંતિ. આધિ, વ્યાધિ અને ઉપાધિથી રહિત તેને સમાધિ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk