________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૩૫ છે. તને ભિન્નતાની ખબર નથી. પુણ્ય-પાપથી ભિન્ન પરમાત્મા નિષ્કલંક છે તેની તને ખબર નથી. ખોટા આરોપો આપમાં? ચોરી કરે કો'ક અને શાહુકારને જેલમાં નાખમાં ભાઈ ! હું તો શાહુકાર છું મેં કાંઈ ચોરી કરી નથી. આહાહા ! રાગ મારો છે તેમ હું માનું તો ચોર ઠરી જાઉં. પરંતુ રાગ મારામાં નથી, માટે મારો નથી, માટે હું તેનો સ્વામી નથી, માટે હું તેનો કર્તા અને ભોક્તા નથી. તેનો સ્વામી તો પુગલદ્રવ્ય છે.
આ પર પરિણતી છે તે પરસ્ત્રી છે. રાગ એ પરપરિણતી અને પરસ્ત્રી છે. તેનો સ્વામી અનાદિથી પુદ્ગલ દ્રવ્ય છે. તેનો સ્વામી એક સમયમાત્ર હું થાઉં તો હું જડ બની જાઉં. પરંતુ હું તેનો સ્વામી થવા માટે અશકય છું. એટલે મારો ચૈતન્ય સ્વભાવ કાયમ માટે મારો રહી જાય છે. એક સમય પણ જડનો સ્વામી થતો નથી. જડનો સ્વામી જડ હોય. ભેંસનો સ્વામી પાડો હોય.. તેમ ગુરુદેવ કહે છે. આ તો ગુરુદેવના શબ્દો છે.
આહા.. હા ! એ દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામનો સ્વામી પુગલ છે. આ જે દેશનાલબ્ધિનો પ્રશસ્ત રાગ છે તે મળ અને મેલ છે. તેનો સ્વામી પુદ્ગલ દ્રવ્ય છે, હું તેનો સ્વામી નથી. તેના સ્વામીપણે થવું અશકય છે. પાંચ મહાવ્રતના પરિણામ મળ અને મેલ છે. તેનો સ્વામી પુદ્ગલ દ્રવ્ય છે, હું તેનો સ્વામી નથી.
હાય ! હાય ! એ પાંચ મહાવ્રતના પરિણામ છે તેને મળ અને મેલ કહે છે? તેને તમે બંધનું કારણ કહો છો? આહા ! જેને મોક્ષનું કારણ માનીને બેઠો છે નિરાંતે, તેમાં આ સત્ની વાત બહાર આવી. પાંચ મહાવ્રતના પરિણામ પણ બંધનું કારણ છે. ભાવલિંગી સંતના પાંચ મહાવ્રતના પરિણામ તે બંધનું કારણ છે. પાંચ મહાવ્રત છે તે ભાવલિંગી સંતને જ હોય છે. અજ્ઞાની જીવોને વ્યવહાર વ્રત હોઈ શકે નહીં. એતો સંધાયેલો કષાય છે. તે કષાયની મંદતા હોવાથી તે વ્યવહારવ્રત પણ નામ પામતું નથી.
પાપ એટલે પુણ્ય ને પાપ તે મળ છે. એ પર્યાયનું કલંક છે.. અને હું તો નિષ્કલંક છું. હું એ પર્યાયના કલંકથી રહિત છું. હું તો નિરાગી, નિષ્કલંક સ્વરૂપ છું.
એ કાદવને ધોઈ નાખવામાં સમર્થ ”, શું કહે છે? આ શુભરાગ તે કાદવ છે. તેને ધોવામાં સમર્થપણું છે. સમર્થ એટલે ત્રિકાળ સ્વભાવનો આશ્રય લેતાં એ મળ ધોવાય જાય છે-નાશ પામી જાય છે. ખરેખર એ મળને ધોવાનું કામ મારું નથી. એ પરિણતી મારું અવલંબન લે છે. ત્યારે તેને મળની ઉત્પત્તિ થતી નથી. એ વ્યવહાર મારા ઉપર આરોપ મૂકે છે.. કે આત્માએ મળને ધોયો. અરે ! મળને હું ઉત્પન્નેય કરતો નથી તો પછી મળને ધોવાનું એવું ધોબીનું કામ મને શું કામ સોંપો છો? હું ધોબી નથી, સાંભળતો ખરો ! હું પુણ્ય-પાપને ધોઉં તેવું ધોબીનું કામ મને ન સોંપો ! એ તો જ્યારે પરિણતી મારું અવલંબન ત્યે છે ત્યારે મળ ઉત્પન્ન થતો નથી. તેથી વ્યવહારનય એમ કહે છે કેઆત્માએ મળને ધોઈ નાખ્યો. વ્યવહારનય અન્યથા કથન કરે છે, મારો તેવો સ્વભાવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk