________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮
પરિશિષ્ટ - ૧ અને શુદ્ધનયથી શુદ્ધાત્માનો અનુભવ થાય છે... ત્યારે ( અનુભવજ્ઞાનમાં) સ્યાદ્વાદનો જન્મ થાય છે. જ્ઞાનમાં એકલો જ્ઞાયકભાવ ઉપાદેયપણે જણાય છે. તેમાં આત્મા કથંચિત્ શુદ્ધ છે અને કથંચિત્ અશુદ્ધ છે, કથંચિત્ ભેદ છે ને કથંચિત્ અભેદ છે તેવો ભાવ અનુભવના કાળમાં હોતો નથી. માટે અમારા શ્રીગુરુએ બોધ આપ્યો છે કે-તારા પરિણામને જોવાનું સર્વથા બંધ કરી દે! ત્યારે જ તને શુદ્ધાત્માના દર્શન થશે.
ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો-ભગવાને તો બે નય કહી છે ને ? એક નિશ્ચયનય અને એક વ્યવહારનય. અભેદને જાણનારી નિશ્ચયનય છે અને ભેદને જાણનારી વ્યવહારનય છે. ત્યારે આચાર્યદવ ફરમાવે છે કે જે નયથી સાધ્યની સિદ્ધિ થાય તેને પરમાત્મા જ્ઞાન અથવા નય કહે છે. જે જ્ઞાનના વ્યાપારથી વીતરાગતા પ્રગટ ન થાય અને રાગની ઉત્પત્તિ થાય તેને ખરેખર નય ન કહેતાં ઉપનય કહે છે. નયની સમીપે રહેલો જ્ઞાનનો અંશ તેને ઉપનય કહે છે.
જેમ સો માણસની વરને લઈને જાન જાય તેમાં વરરાજા એક હોય. અને સાથે એક અણવર હોય. એક વર, એક અણવર અને સાથે ૯૮ માણસની જાન હોય. સો માણસ જાનમાં આવ્યા હોય પરંતુ કન્યા વરમાળા તો એક વરરાજાના ગળામાં જ નાખે છે. વરરાજાની જોડે ઉભો છે જે અણવર તેના ગળામાં કન્યા વરમાળા નાખતી નથી.
તેમ નય બે છે તે વાત સાચી છે. આચાર્ય ભગવાન કહે છે.. એ અમને ખબર છે. પરંતુ જે નયથી સાધ્યની સિદ્ધિ થાય તેને અમે જ્ઞાન કહીએ છીએ. જેનાથી સાધ્યની સિદ્ધિ ન થાય તેને અમે ઉપનય કહીએ છીએ. જેમ વરની સાથે છે તેથી તેને અમે અણવર કહીએ છીએ. પરંતુ તે જ્ઞાનનો અંશ ત્રિકાળી સ્વભાવને પ્રસિદ્ધ નથી કરતો, તે તો નિમિત્તને, સ્વાંગને, ભેદને અને એક સમયની પર્યાયને પ્રસિદ્ધ કરે છે. તો કહે છે કેજેનાથી સાધ્યની સિદ્ધિ થતી નથી તે નય નથી. અમારું લક્ષ તો સાધ્ય ઉપર છે. જે જ્ઞાનથી સાધ્યની સિદ્ધિ થાય તેને જ અમે નય કહીએ છીએ. વળી એક જ નય છેશુદ્ધનય કે જેનાથી સાધ્યની સિદ્ધિ થાય છે.
અમે જે બીજા જીવોની વાત કરીએ છીએ તેમાં કોઈ સમ્યગ્દષ્ટિ અને કોઈ મિથ્યાષ્ટિ એમ કોઈ જીવની સાથે જોઈએ છીએ ત્યારે તેને જાણનારી નય જ અમારી પાસે નથી. વ્યવહારનય અમારી પાસે નથી, અમારી પાસે એક જ શુદ્ધનય છે. અને એ શુદ્ધનયથી ઉપાદેય ભગવાન આત્મા જાણવામાં આવ્યો તો તેના દ્વારા અમે નક્કી કર્યું કેબધા આત્મા શુદ્ધ છે અને અમારો આત્મા શુદ્ધ છે. એ જ્ઞાનમાં જગતના બધા જીવો શુદ્ધ છે તેમ જણાયું. એવું સ્વપરપ્રકાશક જ્ઞાનમાં પણ શુદ્ધ જ આવ્યું છે. સ્વપર પ્રકાશક જ્ઞાનમાં થોડા જીવો શુદ્ધ અને થોડા જીવો અશુદ્ધ તેમ નથી આવ્યું. હું શુદ્ધ અને બીજા અશુદ્ધ તેમ એક નયમાં દેખાતું નથી. જેને અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે, જે પોતાના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk