________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૫૭ છે. પ્રથમથી જ એટલે કે અનાદિથી જ શુદ્ધ છે. સંતો કહે છે- અમને જ્યારે આત્માનો અનુભવ થયો તે પહેલાં જ પરના પરિણામને તો જોવાનું બંધ કર્યું હતું. કારણ કે પર જીવોની સાથે મારે કાંઈ લેવા દેવાનો સંબંધ નથી. બીજા સમ્યગ્દષ્ટિ હો કે બીજા મિથ્યાષ્ટિ હો પ્રમાણની બહાર તો જવાનું જ નથી. અમે જ્યારે સમ્યક્ સન્મુખ હતા
ત્યારે અમે બીજાના પરિણામને જોવાનું બંધ કર્યું હતું. કેમકે બીજાના પરિણામને જોવાની કોઈ ચક્ષુજ આત્મામાં નથી.
આત્મા સામાન્ય વિશેષાત્મક પદાર્થ છે અને તેને જાણનારા બે ચક્ષુ છે. એક સામાન્યને જાણનારી શુદ્ધનય અને એક વિશેષ પર્યાયને જાણનારી અશુદ્ધનય અથવા વ્યવહારનય છે. હવે પરને જાણવાનું તો મેં બંધ કરી દીધું કે બીજા જીવો શું કરે છે અને શું માને છે? કેમ આચરે છે, કેમ પરિણમે છે તેને જોવાનું મારે કાંઈ કામ જ નથી. તેને જનારી મારી પાસે ચક્ષુ જ નથી. પછી જયારે સમ્યગ્દર્શન થવાનો કાળ આવ્યો ત્યારે અમે અમારા દ્રવ્ય અને પર્યાયના સ્વરૂપનો વિચાર કરતા હતા. સવિકલ્પ પ્રમાણના પક્ષમાં આવ્યા તો પણ તેના પક્ષથી અમને આત્માનો અનુભવ નહોતો થયો. પછી અમારા શ્રીગુરુએ એમ સમજાવ્યું કે-તારા પરિણામને જોવાનું તું બંધ કરી દે! એ પરિણામને જોવાની ચક્ષુ સર્વથા બંધ કરી દે! તેમના કહેવાથી અમે અમારા પરિણામને જોવાનું બંધ કર્યું. જ્યાં પરિણામને જોવાનું બંધ કર્યું ત્યાં અમને અંતઃદૃષ્ટિ થઈ.... અને શુદ્ધનય પ્રગટ થઈ ગઈ. અતીન્દ્રિય સંવેદન જ્ઞાન અને પ્રગટ થઈ ગયું. એ ભાવશ્રુત જ્ઞાન વડે શુદ્ધાત્માની સન્મુખ થઈને કેવળ આત્માને પ્રથમ જાણ્યો. અનુભવ્યો ત્યારે એમ થયું કે-આત્માને પ્રસિદ્ધ કરનારી નય એક જ છે. બીજી કોઈ નયથી સાધ્યની સિદ્ધિ થતી નથી. એટલે જે નયથી સાધ્યની સિદ્ધિ થાય તે ખરેખર નય કહેવાય.
આહા.. હા ! જેનાથી સાધ્યની સિદ્ધિ ન થાય અને જેને જાણતાં સાધ્યની સિદ્ધિ ન થાય તે ખરેખર નય નથી. તે નિશ્ચયનય નથી પણ તેને ઉપચારથી નય કહેવામાં આવે છે. અણઉપચારે તો એક જ નય છે.. પણ ઉપચારથી બીજી નય કહેવામાં આવે છે. ખરેખર બીજી નય જ નથી પરંતુ નિશ્ચયનયની સાથે છે તો એ જ્ઞાનના અંશને કે જે ભેદને જાણનારો છે તેને ઉપચારથી નય કહેવામાં આવે છે. અણઉપચારથી તો એક જ નય છે. નયથી અનુભવ થાય છે અને ઉપનયથી સંસારનો જન્મ થાય છે.
શુદ્ધનયની સમીપે રહેલી બીજી નય તેને પરમાત્મા ઉપનય કહે છે.. , નય નથી કહતા. એ ઉપનયથી વ્યવહારનો જન્મ થાય છે ત્યારે આત્મા શુદ્ધોપયોગથી ભ્રષ્ટ થઈ જાય છે. તેમાં નુકશાન. નુકશાન ને નુકશાન જ છે, તેમાં નફાની તો વાત જ નથી. જે નયની સમીપે રહે તેને ઉપનય કહેવામાં આવે છે. ઉપનય કહો કે વ્યવહારનય કહો બન્ને એક જ છે. ખરેખર શુદ્ધાત્મામાં સ્યાદ્વાદ નથી. સ્યાદ્વાદથી તો વ્યવહારનો જન્મ થાય છે,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk