________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૯
શુદ્ધ અંત:તત્ત્વ દેખાતો નથી. અને કોઈ સિદ્ધ પણ દેખાતો નથી. અમને કોઈ ભવિ કે કોઈ અભવિ દેખાતો નથી. બધા ભગવાન આત્મા છે તેમ જણાય છે. બધા આત્માઓ સ્વભાવે ભગવાન અને પરિપૂર્ણ છે, તેને આવરણ નથી–તેને કાટ પણ લાગતો નથી. સોનાને કાટ લાગે તો ભગવાન આત્માને કાટ લાગે. આ બહેનશ્રી નું વચન છે ને!
આહા... હા! આત્માને આવરણ નથી, ઉણપ પણ નથી અને તેને કાટ પણ ચડતો નથી. શુદ્ધનિશ્ચયનયથી મુક્તિમાં એટલે મુક્તિની પર્યાયમાં રહેલો આત્મા તેમજ સંસારની પર્યાયમાં રહેલો આત્મા તેમાં કાંઈ તફાવત નથી. એક આત્મા સિદ્ધપદમાં બિરાજે છે અને બીજો આત્મા અત્યારે નિગોદની પર્યાયમાં સંયોગમાં છે. એક સિદ્ધની પર્યાયના સંયોગમાં શુદ્ધાત્મા છે. એ શું કહ્યું? પર્યાયને સંયોગ કહ્યો કે નહીં? આહા ! જુઓ, ગુરુદેવે આ વાત ન કરી હોત અને જો બીજો કોઈ સાધક કહે કે-શુદ્ધ પર્યાય સંયોગ છે તો કોઈ માનત નહીં. પરંતુ કાળ ઊંચો કે-ગુરુદેવના શ્રીમુખેથી બધા ખુલાસાઓ થાય છે. એટલે અંદરમાં નકાર આવતો હોય તો પણ પરાણે હા પાડવી પડે. નહીંતર તે ગુરુને માનતો નથી. ગુરુના ભયે પણ “હા” પાડવી પડે. અને અંતરથી “હા” પાડે તો તો કામ થઈ જાય.
શું કહ્યું? સંસારની અને નિગોદની જે પર્યાયો છે તે પર્યાયના સંયોગમાં રહેલો શુદ્ધાત્મા, બન્નેના આત્મા, શુદ્ધનયથી સમાન છે. તેમાં કાંઈ ફરક નથી. સંયોગમાં ફેર હો તો હો ! આ ખુલાસો કર્યો કે નહીં? સંસારની પર્યાયનો સંયોગ છે જે જીવને અને બીજા જીવને સિદ્ધની પર્યાયનો સંયોગ છે. એકને પુણ્યના કારણે લક્ષ્મીનો સંયોગ છે અને બીજાને પુણ્યનું કારણ નથી તો લક્ષ્મીનો સંયોગ નથી. છતાં મનુષ્યપણે બધાં સરખાં છે કે નહીં ? કે-ફેર છે? આ દષ્ટાંત આપ્યો.
મનુષ્યપણે જોવામાં આવે તો ધનવાન હો કે નિર્ધન હો ! નિર્ધન તે પણ સંયોગ અને ધનપણ સંયોગ છે. એ બે સંયોગને ગૌણ કરો તો મનુષ્ય જાતિ અપેક્ષાએ બન્ને સમાન છે-સરખાં છે–આ દૃષ્ટાંત.
તેમ નિગોદના જીવને મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રનો સંયોગ છે. પર્યાયનો સંયોગ અને એ સંયોગમાં રહેલો તેનો શુદ્ધાત્મા તે સંયોગથી ભિન્ન છે. અને સિદ્ધની પ્રગટ થયેલી પર્યાય જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, સુખની, વીર્યની પર્યાય જે પ્રગટ થઈ છે એ પણ સંયોગ છે. એ સંયોગમાં રહેલો શુદ્ધાત્મા અને નિગોદની પર્યાયના સંયોગમાં રહેલો શુદ્ધાત્મા તે બન્નેને શુદ્ધનયથી જોવામાં આવે તો મુક્તિમાં તેમજ સંસારમાં તફાવત નથી. જીવતો બધા જ સરખા છે.. અને જે સ્વાંગ છે તેને સંયોગ કહ્યો ને?
સ્વાંગ કરતાં પણ સંયોગ ઊંચી ચીજ છે. સ્વાંગ તો જેમ ધારણ કરે અને છોડે છે. સ્વાંગમાં તો ધારણ કરવાપણું આવે અને છોડવાપણું પણ આવે. પરંતુ પર્યાયને સંયોગ કહ્યો ત્યાં વાત ખલાસ થઈ ગઈ. સંયોગ છે તે પૃથકતા બતાવે છે સ્વભાવ અને સંયોગ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk