________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૫૭
હવે આત્મા ખપે છે બીજું કાંઈ ખપતું નથી. આ ભવના હેતુ એવા દુઃખના કારણનો નાશ ક૨વાની તારી જો અભિલાષા થઈ હોય, આ દુઃખમાં તને દુ:ખ લાગ્યું હોય અને પુણ્યના ફળમાં તને દુઃખ લાગ્યું હોય, હવે તને પુણ્યના ફળમાં સુખ ન લાગતું હોય તો હવે આ ભવહેતુનો વિનાશ કરનારા એવા ધ્રુવપદને ભજ આહા આ આજ્ઞા આપે છે હોં ! ઉપદેશ નથી આપતા પરંતુ આજ્ઞા આપે છે.
આ શુદ્ધાત્માનું ભજન કરવા યોગ્ય છે તેમ ન કહ્યું. તું ભજ, તું ભજ! પરંતુ કોને ભજવું ? તો કહે–ધ્રુવપદને ભજ. ધ્રુવપદને જાણતાં આ પરિણામ અધ્રુવ છે તેમ જ્ઞાનમાં શેયપણે જણાશે. એ અધ્રુવ પરિણામ ધ્યાનમાં ધ્યેય થશે નહીં. કેમકે પરિણામ ધ્યેય થવા અસમર્થ છે. ધર્મધ્યાન અને શુકલધ્યાનના એવા જે પરિણામ છે એનું ધ્યેય તો ધ્રુવધામ પ૨માત્મા એક જ છે, બીજું કાંઈ છે નહીં. એને તું ભજ ! તેમ આદેશ આપ્યો. તું ભજ! પરંતુ કોના માટે ભજવું ? જો તને સંસારમાં દુઃખ લાગ્યું હોય, અને દુઃખથી તારે મૂકાવું હોય તો આધ્રુવપદને ભજ ! અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે?
શું કહે છે? આ શુભ અને અશુભભાવો અને આ મળેલા સંયોગો એ બધા અધ્રુવ છે. આ દેહ પણ અધ્રુવ નાશવાન છે. આ સંયોગો છે તે બધા નાશવાન અધ્રુવ છે. અરે ! એ તો અધ્રુવ છે પરંતુ શુભ અને અશુભભાવો પણ અધ્રુવ છે. અને જે સંવ૨ નિર્જરાથી આત્માનું ભજન થાય છે એ ભાવ પણ અધ્રુવ છે, એનો વિષય ધ્રુવ છે. અધ્રુવનો વિષય ધ્રુવ છે. એ સંવર, નિર્જરા પણ ભજન કરવા યોગ્ય નથી. એ જાણવા યોગ્ય છે પણ એ આત્મા છે તેમ માનવા યોગ્ય નથી.
એક ધ્રુવપદને ભજ ! અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? આહા... ! આ અધ્રુવપદ જે છે પરિણામ તેની ચિંતા તું શા માટે કરે છે ? કેમકે એતો સ્વભાવથી અધ્રુવ છે. એને તું રાખવા માંગીશ તો પણ તે રહેશે નહીં. પથારીમાં સૂતા.. વિચારે છે કે–આ વૈભવ મને જે મળ્યો છે તેને કેમ ટકાવું ? એ ચિંતા છોડી દે ! એ વૈભવ સ્વભાવથી જ અધ્રુવ છે. એ તારાં થવાના નથી પછી તે અધ્રુવની તું ચિંતા શા માટે કરે છે ? ધ્રુવને ભજ તો પર્યાય પણ એક અપેક્ષાએ ધ્રુવ એટલે મોક્ષની થઈ જશે. મોક્ષની પર્યાય ધ્રુવ થઈ એટલે ફરીથી એ પર્યાય નીચે પડીને હવે તેમાં સંસાર થશે નહીં. આહા! અધ્રુવ વસ્તુની ચિંતાથી, વિકલ્પથી તારે શું પ્રયોજન છે? મારે કાંઈ પ્રયોજન નથી. જ્ઞાનીઓ કહે છે–હું તો ધ્રુવપદને ભજું છું. અશ્રુવને જાણું છું પણ અધ્રુવને ભજતો નથી.
આહા ! પરિણામ પ્રગટ થાય છે, તે આવે ને જાય છે... તે મહેમાન છે તેમ હું જાણું છું. અને હું તો ઘરધણી છું. આ જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થયો છે તે તો મહેમાન છે. તેને હું ભજતો નથી, હું તો મારા ધ્રુવ પરમાત્માને ભજુ છું.
****
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk