________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૫૫ શ્લોક - ૬૪: ઉપર પ્રવચન શ્લોકાર્થ- જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત હોય, જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત થયો છે તેવો આત્મા, આવા આત્માને હવે આત્મા જ ખપે છે. તેને બીજું ખપતું નથી. આહા ! તેણે પુષ્ય ને પુણ્યના ફળના પચ્ચખાણ લીધા છે. મને પુણ્ય અને પુણ્યનું ફળ જોઈતું નથી. જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત હોય એટલે ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય અને જેને સ્વભાવની પ્રાપ્તિની ઝંખના અને લગની લાગી હોય તેવા આત્માને ભવ્યતા વડે પ્રેરિત થયો કહેવામાં આવે છે.
“તે આત્મા ભવથી વિમુક્ત થવા અર્થે નિરંતર આ આત્માને ભજો.” પરિણામમાં જે ભવનો ભાવ છે રાગાદિ એ ભાવથી વિમુક્ત થવા એટલે તેનાથી મૂકાવા માટે, વિશેષ કરીને મૂકાવા માટે, મુક્ત થવા અર્થે નિરંતર આ આત્માને ભજો. આહા ! નિરંતર હોં ! એક સમયના આંતરા વિના ભજો.
આ આત્માને એટલે ઉપાદેય આત્માને શુદ્ધભાવને તમે ભજો. કે જે આત્મા અનુપમજ્ઞાનને એટલે જેને બીજાની સાથે સરખાવી ન શકાય. ઉપમા આપવાથી તેની મતિ મપાય જાય છે. “જે આત્મા અનુપમ જ્ઞાનને આધીન છે”, આત્મા આવો છે, આત્મા આવો છે, આવો છે. આના જેવો છે અને આના જેવો છે, રહેવા દે! ભાઈ ! બીજાની સાથે સરખામણી હોઈ શકે નહીં. જે આત્મા અનુપમજ્ઞાનને આધીન છે. આહા ! આત્મા સહજજ્ઞાનને આધીન રહેલો છે. અથવા અંતર્સન્મુખ થયેલા અતીન્દ્રિયજ્ઞાનને આધીન રહેલો છે.
જે સહજ ગુણમણિની ખાણ છે”, અનંતગુણની ખાણ તેમાં રહેલી છે. આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, પ્રભુત્વ, વિભુત્ત્વ એવી અનંત.. અનંત. અનંત શક્તિથી ભરેલો છે. ગુણને મણિરત્નની ઉપમા આપી. એક એક ગુણમણિ રતન સમાન છે.
“જે સર્વ તત્ત્વોમાં સાર છે”, આહા..હા ! સાતેય તત્ત્વોમાં સારભૂત તો ભગવાન આત્મા છે. આસ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ એવા જે તત્ત્વો તે સારભૂત નથી. એક જીવવિશેષ અને એક અજીવવિશેષ અને આસ્રવ, બંધ, પુણને પાપ, સંવર, નિર્જરાને, મોક્ષ એ બધાં મળીને નવ એવા જે તત્ત્વો છે-નવપદાર્થો એમાં જે સાર એટલે ઉપાદેય ત્રિકાળી આત્મા છે.
“અને જે નિજ પરિણતીના સુખ સાગરમાં મગ્ન થાય છે.” મગ્ન થાય છે એટલે મગ્ન રહેલો છે. પોતાના સુખમાં ભગવાન આત્મા મગ્ન રહેલો છે. પછી પરિણતી પણ એનામાં લીન થતાં મગ્ન થાય છે. સુખમાં મગ્ન-લીન થાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk