________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
જીવને કર્મનો બંધ થાય તો... કર્મ જડ હોવાથી આત્મા જડ થઈ જાય.
આ શું કહ્યું ? આ બધા વ્યવહારનયના વચનો શાસ્ત્રમાં ઘણાં આવશે... પણ વ્યવહારનયના ક્શનને ઓળંગી જજે. એનું લક્ષ કરીશ નહીં. નિશ્ચયનયનું ન આવે ત્યાં આંખ ઊઘાડીને વાંચજે. જ્યાં વ્યવહારનયનું ન આવે ત્યારે આંખ મીચીને જોઈ લેજે જરા, અને એમાં સમજી જાજે કે જઘન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્થાનો મને નથી. આહા ! મને કર્મનો બંધ અંતર્મુહૂર્ત માટે બંધ થયો નથી. સીત્તેર ક્રોડાકોડી કર્મનો બંધ પણ મને થતો નથી, અને તેની વચલી સ્થિતિનો મધ્યમ બંધ પણ મને નથી. બંધ રહિત-કર્મના બંધ રહિત ભગવાન આત્માનું સ્વરૂપ નિરુપરાગ છે. ત્રણેકાળ આત્મા અબદ્ધ સ્વભાવી છે. આત્મા કર્મથી બંધાયેલો દેખાતો નથી. પાઠમાં ખરેખર શબ્દ છે ને ! ખરેખર કર્મનો બંધ આત્માને નથી.
કોઈને અંદરથી ઘોડો ઊઠે કે–તો પછી વ્યવહારે બંધ થાય કે નહીં ? આહા ! આ વિચાર તેને અજ્ઞાનમાંથી ઊઠયો છે. આવો વિચાર જ્ઞાનમાંથી તેને ઉદ્ભવતો નથી. આ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો વ્યવહા૨ છે. જ્ઞાની આવા વ્યવહારની વાત કરતા હોય પરંતુ નિશ્ચય તેને લક્ષમાં હોવાથી તેને વ્યવહારનો પક્ષ રહેતો નથી. જ્યારે અજ્ઞાનીને વ્યવહારનો પક્ષ છે તેથી વ્યવહારના પક્ષથી વાત કરે છે. જ્ઞાની વ્યવહારનયથી વાત કરે છે. અજ્ઞાની વ્યવહા૨ના પક્ષથી વાત કરે છે.. એટલે તેને નિશ્ચયનો વિષય દૃષ્ટિમાંથી છૂટી જાય છે. આહા ! જ્ઞાનીઓએ પણ વ્યવહારનયની વાત બહુધા કરવા જેવી નથી.. એમ શાસ્ત્રનું વચન છે હોં !
૩૯
શાસ્ત્રનું એવું વચન છે કે-કદાચિત્ કોઈ ભૂખ્યો-તરસ્યો તત્ત્વનો આવે અને તારો સમજાવવાનો કાળ હોય એટલે કે પર્યાયનો સ્વકાળ હોય, મારામાં સમજાવવાનો સ્વકાળ આવતો નથી, પરંતુ પર્યાયનો સમજાવવાનો કદાચ સ્વકાળ હોય, તે પણ કદાચ કહ્યું, નિરંતર ન કહ્યું, તેટલા કાળ પૂરતું અભેદનો ભેદ પાડીને સમજાવવું, તેમાં પણ રાગ અને ભાવઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થાય છે... તેથી અન્યકાળે વ્યવહાર ઉત્પન્ન કરીશ નહીં. આહા ! આ જ્ઞાનીની વાત કરે છે હોં ! જ્ઞાનીને કહે છે–વ્યવહારનયની પ્રધાનતાથી બહુ તું સમજાવવામાં રોકાઈશમાં. કેમકે પૂર્વે તને વ્યવહારનો પક્ષ હતો અને વર્તમાનમાં ક્ષાયિક સમ્યગ્દર્શન નથી. ક્ષયોપશમ સમ્યગ્દર્શન છે માટે તું બહુ ચેતતો રહેજે. વ્યવહારનયને બહુ ઘુંટીશમાં કદાચિત્ તારી પર્યાયનો કહેવાનો તારો કાળ આવે તો નિશ્ચયની વાત કરજે. જો તને નિશ્ચય ઘુંટાશે તો તને પણ એ વિકલ્પ છૂટીને અનુભવ થઈ જશે. ( શ્રોતા:– બહુ સરસ. )
શું કહ્યું ? આ સ્થિતિબંધના સ્થાનો મને નથી. ‘ મને ’ તેમ બધાએ વિચારવું હોં ! તત્ત્વની વાત સાંભળતી વખતે ‘મને’ કર્મનો બંધ થતો નથી તેમ ખ્યાલમાં રાખવું.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk