________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮)
પરિશિષ્ટ - ૩ આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. અમને એકલો સામાન્ય ભગવાન ચિદાનંદ આત્મા જ દૃષ્ટિમાં અને જ્ઞાનમાં આવે છે. અમારું અહમ્પણું એમાં છે. અમારું અહમ્ પરિદ્રવ્યમાં નથી. એ પરદ્રવ્યનું જ્ઞાન પણ શું કરીએ! કારણ કે-સવિકલ્પદશામાં આવીએ છીએ ત્યારે પરદ્રવ્ય જણાય જાય છે. આહાહા ! એ પરદ્રવ્ય જણાય છે ત્યારે અમારું છઠું ગુણસ્થાન આવે છે. પરદ્રવ્યને જાણવાનું જ્યાં બંધ કર્યું ત્યાં સાતમું ગુણસ્થાન આવી જાય છે. કરવાની તો વાત છે જ નહીં. પરંતુ છઠ્ઠી ગુણસ્થાને જાણેલો પ્રયોજનવાન હતો. હવે જ્યાં તેને જાણવાનું બંધ કરીએ છીએ ત્યાં સાતમું ગુણસ્થાન આવી જાય છે. આહાહા ! ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને હું ભાવું છું.
શ્રોતા:- જો પરદ્રવ્યને જાણવામાં છઠું ગુણસ્થાન આવી જાય તો કરવામાં તો પહેલું આવી જાય.
ઉત્તર:- કરવામાં તો મિથ્યાત્વ છે. અને સાધક તો આત્માને જાણતાં.. જાણતાં પરિણામને જાણે છે એવું જે પ્રમાણજ્ઞાન તે પ્રમાણજ્ઞાન પણ તેને ખટકયું. કેમકે સ્વપર બન્નેને જાણે છે તેવું પ્રમાણજ્ઞાન વ્યવહાર છે. તે નિશ્ચય નથી. નિયમસાર શુદ્ધોપયોગ અધિકારમાં લખ્યું છે-પરાશ્રિતો વ્યવહાર તેમાં નીચે લખે છે કે-કેવળી ભગવાન આત્માને તો જાણે છે પણ લોકાલોકને જાણે છે. તેમાં એકમાં બીજું પ્લસ કર્યું તેથી વ્યવહાર થઈ ગયો. (આત્માની સાથે લોકાલોક ઉમેર્યું તેથી વ્યવહાર થયો.) જ્યાં એક રહે છે ત્યાં નિશ્ચય રહે છે. આ વાત અપૂર્વ છે. જીવ જાણવાના ન્હાના નીચે પણ રહી ગયો છે. સ્વપર પ્રકાશક ખરું કે નહીં ? આહાહા ! અહીંયા તો કહે છે-અરે પ્રભુ ! જે પરદ્રવ્ય છે તેને જ્યાં જાણવા ગયો ત્યાં છઠું ગુણસ્થાન આવી ગયું. આહા... હા! બહુ ઊંચા પ્રકારની વાતો છે.
એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે.” શુદ્ધોપયોગમાં આત્મા ઉપાદેય છે તેમ ન લખતાં; આત્માને આત્મા ઉપાદેય છે. કોને ઉપાદેય છે? કહે–આત્માને. શું ઉપાદેય છે? આત્મા. કેવા આત્માને ? શુદ્ધોપયોગરૂપે પરિણત આત્માને. છટ્ટ ગુણસ્થાને આત્મા પરોક્ષ છે, સાતમે પ્રત્યક્ષ થાય છે. એક-એક શબ્દની કિંમત છે.
આહા ! છટ્ટ ગુણસ્થાને પરોક્ષ છે, છઠ્ઠ ગુણસ્થાન તેને ખટકયું. છટ્ટ ગુણસ્થાને આત્મા પરોક્ષપણે જણાય છે, તેથી પરોક્ષતા તેને ખટકે છે. સાતમે નિર્વિકલ્પ ધ્યાનમાં
જ્યાં આવી જાય છે ત્યાં એકદમ આનંદનો ઉભરો આવી જાય છે. તેને પ્રત્યક્ષ કહેવાય છે. પરોક્ષજ્ઞાન પણ સમ્યજ્ઞાન છે અને પ્રત્યક્ષજ્ઞાન પણ સમ્યજ્ઞાન છે, છતાં પરોક્ષજ્ઞાન છે તે હીણું જ્ઞાન છે. તેથી છઠું તેને ખટકે છે. કેમકે છઠ્ઠામાંથી સાતમાંમાં જાય તે જ મુનિ છે.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ વાત લીધી છે. મુનિનું લક્ષણ શું? સાધુનું લક્ષણ શું? જેને શુદ્ધોપયોગ પ્રગટ થાય તેને જ અમે મુનિ કહીએ છીએ. શુદ્ધપરિણતીમાં મુનિપણું રહે છે પણ તે પરોક્ષ અનુભૂતિ છે. પ્રત્યક્ષ નથી. ચોથે-પાંચમે પણ પરોક્ષ અનુભૂતિ તો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk