________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬O
પરિશિષ્ટ – ૧ મિથ્યાષ્ટિ ન હોય અને જીવ સમ્યગ્દષ્ટિ પણ ન હોય. તું જેને જીવ માનીને પ્રશ્ન કરે છે તેને અમે જીવ માનતા જ નથી. અમે તો શુદ્ધાત્માને જીવ માનીએ છીએ. માટે તારી ભૂલ થાય છે. તું પર્યાયથી જોવાનું બંધ કરી દે તો તારું કામ થઈ જશે. તો જ્ઞાન તમારું ખોટું થઈ જશે? અમારું જ્ઞાન ખોટું કે તારું જ્ઞાન ખોટું? તેની ખબર હુમણાં પડી જશે ! બોલ તારું જ્ઞાન સાચું છે તો તને અનુભવ થયો? ના, સાહેબ! મને અનુભવ નથી થયો. તો તારું જ્ઞાન ખોટું છે.
હવે હું તને જેમ કહ્યું તેમ કર અને પછી મારી પાસે આવ. પર્યાયને જાણનારી ચક્ષુ બંધ કરી દે, અને પછી આત્માને જો અને પછી મને કહે, સાહેબ! આપ કહેતા હતા તે વાત સાચી છે. હું આપની સામે બાંયો ચઢાવતો હતો તે મારી ભૂલ હતી. ભાઈ ! જ્ઞાનીની સામે બાંયો ચઢાવમાં તને નુકશાન થશે. જ્ઞાનીને તો કાંઈ નુકશાન થવાનું નથી.
વ્યવહારની ચક્ષુ સર્વથા બંધ કરી દે ! દ્રવ્યાર્થિક ચક્ષુ ખોલીને જો એમ કહ્યું હતું ને? વ્યવહારનય છે અને વ્યવહારનયનો વિષય પણ છે પરંતુ તે જુદી જાતનો છે. જો વ્યવહારને આગળ કરીશ તો તારો વિષય બદલી ગયો.
આ દાખલો મેં સોનગઢમાં, બેંગ્લોરમાં, મૈસુરમાં બધે આપ્યો 'તો. આત્મા એક છે અને તેના પડખાં બે છે. એક પડખું શુદ્ધ છે અને એક પડખું અશુદ્ધ છે. આમ જોઉં છું તો આત્મામાં અશુદ્ધતા લાગે છે અને આમ (બીજી બાજુ ) જોઉં છું તો આત્મામાં શુદ્ધતા ભાસે છે. ઘડીકમાં આમ જોઉં છું અને ઘડીકમાં આમ જોઉં છું. હવે શું કરવું? હું ખરેખર શુદ્ધ છું કે ખરેખર અશુદ્ધ છું. અત્યાર સુધી તો હું અશુદ્ધ છું તેમ માનીને પ્રવૃતિ કરી. પરંતુ આજે એક નવો અખતરો કરું છું.
તેને શ્રીગુરુ કહે છે કે તારો આત્મા શુદ્ધ છે, તેને જાણ તો તને અતીન્દ્રિયસુખ પ્રગટ થશે. કયારે? હમણાં. ગુરુનું વચન સાચું છે કે ખોટું તેની પરીક્ષા અનુભવથી કરવામાં શું વાંધો ! પર્યાય ઉપર દૃષ્ટિ રાખીને આમ.. આમ ( હકાર) કરતો તો, અને બીજી બાજુ શુદ્ધતાની વાત આવે ત્યાં “હા” કે “ના” કાંઈ નહોતો કરતો. “હા” પણ નહોતો પાડતો અને “ના” પણ નહોતો પાડતો. હવે શુદ્ધતાનું બીજું પડખું શ્રીગુરુએ બતાવ્યું તેમાં “ના” કહેવાની હિંમત ચાલે નહીં. અને અશુદ્ધતાની શ્રદ્ધા છે તેથી શુદ્ધતાની
હા” પડતી નથી. “ના” પાડી શકાય નહીં અને “હા” પાડવામાં મૂંઝવણ છે. કેમકે એક ઠેકાણે “હા” પાડી છે તો બે ઠેકાણે તો “હા” થાય નહીં. આ મુદ્દાની વાત છે હોં !
શ્રીગુરુ કહે છે-આત્માના બે પડખાં છે. શિષ્ય કહે બરાબર છે, એક ત્રિકાળી શુદ્ધનું પડખું અને એક વર્તમાન અશુદ્ધનું પડખું. બે પડખાં છે તેમાં અમારે શું કરવાનું? તે અનંતકાળથી શું કર્યું છે? હું અશુદ્ધ છું, હું સંસારી છું, હું રાગી છું, હું મિથ્યાષ્ટિ છું ઇત્યાદિ પડખાને જાણીને “હા' પાડતો હતો, તેનું શ્રદ્ધાન કરતો હતો. હવે આપે બીજું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk