________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩)
પ્રવચન નં:- ૨ ગાથા-૩૯ એટલે દ્વેષ તેનાથી રહિત છે. પ્રીતિ અને અપ્રીતિરૂપ ભાવો તો નાશવાન છે અને મારું પદ તો શાશ્વત, અવિનાશી છે. આહા... હા ! હું તો શાશ્વત છું. મારું પદ અવિનાશી છે. આ પ્રીતિ અને અપ્રીતિના ભાવો છે તે બધા નાશવાન છે. અને હું તો અવિનશ્વર છુંમારું પદ શાશ્વત છે.
જે નિ:શેષપણે અંતર્મુખ અને નિર્ભેદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે”, “નિઃ' એટલે કાંઈ પણ બાકી રાખ્યા સિવાય, વિશેષ એટલે બહારની કાંઈપણ ચીજ બાકી રાખ્યા સિવાય, બહારનું છોડીને અંતર્મુખ છે. અહીં અંતર્મુખ કહેતાં પર્યાયની વાત નથી. અહીં તો ત્રિકાળી દ્રવ્ય અંતર્મુખ છે અને પર્યાયને બહિર્મુખ-બહિર્તત્ત્વ કહ્યું છે. આત્મા અંતર્મુખ અને નિર્ભર છે. જેમાં ગુણ-ગુણીનો ભેદ પણ નથી તેવો નિર્ભદ. પર્યાયોનો તો આત્મામાં અભાવ છે. ગુણોનો સર્ભાવ છે. પરંતુ ગુણભેદનો અભાવ હોવાથી નિર્ભેદ છું.
શું કહ્યું? ફરીને. પર્યાયનો તો મારામાં અભાવ છે. તેની વાત તો હું કરતો નથી. પરંતુ મારામાં અનંતગુણો છે અને અનંત ગુણોના ભેદ પણ વિદ્યમાન છે. એ ભેદો વિદ્યમાન હોવા છતાં પણ મારું લક્ષ ભેદ ઉપર નથી. હું તો નિર્ભદ-અભેદ સામાન્ય આત્મા છું. અહીં ગુણભેદને કાઢયા. નિર્ભદમાંથી ગુણભેદને કાઢયા. નિર્ભદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો મારો આત્મા છે. આહા.. હા! હું સુખનો સાગર છું. નિર્ભદપણે હું સુખ.. સુખ અને સુખમય છું. હું સુખવાળો નથી.. સુખમય છું.
જે નભમંડળ સમાન આકૃતિવાળો (અર્થાત્ નિરાકાર-અરૂપી) છે”, નભમંડળ એટલે આકાશને નભ કહેવાય. એ નભમંડળ સાથે દષ્ટાંત આપીને એની સાથે સરખાવે છે. જેમ આકાશ અરૂપી છે તેમ આ આત્મા પણ નિરાકાર-અરૂપી છે. જેમ આકાશ અરૂપી છે તેમ આત્મા પણ આકૃતિ વગરનો નિરાકાર-અરૂપી છે. આહા... હા! પુદ્ગલની આકૃતિ છે તે તો જડની-મૂર્તિકની આકૃતિ છે, તે આકૃતિ મારામાં નથી. ત્યારે હું કોના જેવો અરૂપી છું? જેમ આકાશ અરૂપી છે તેના જેવો હું અરૂપી છું.
ચૈતન્યામૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે”, આહા ! જ્ઞાન અને દર્શન એવું ચૈતન્ય પૂર તેના પ્રવાહથી ભરેલો તેના પ્રવાહથી સભર ભગવાન આત્મા હું છું. આત્મા ચૈતન્યરૂપી અમૃત સરોવર છે. આ શુભભાવ ઝેર છે-તે ઝેરનું ઝાડ છે. તે ઝેરથી હું શૂન્ય છું-ખાલી છું. તો હું શેનાથી ભરેલો છું? ચૈતન્ય અમૃતના પૂરથી ભરેલો છે. આત્મા ખાલીખમ નથી. તે ઝેરથી ખાલી છે પણ ચૈતન્યરસથી ભરેલો ભગવાન આત્મા છે.
જેમ ઘડો ઘી થી ભરેલો હોય તેમ આ કાશીઘાટનો ઘડો છે. દેહાકારપણે રહેલો તે દેહથી ભિન્ન છે. આત્માને દેહનો આકાર નથી. ધ્યાન કરતી વખતે આ હું દેહ પ્રમાણ છું એમ ધ્યાન કરે ને! તો કહે છે એમ નથી. આ દેહનો આકાર તે જડની વ્યંજનપર્યાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk