________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૫૦
પ્રવચન નં:- ૧૪ ગાથા-૫૦ ૫૨મ પારિણામિકભાવ એટલે નિત્ય, શુદ્ધ ચૈતન્ય, ચૈતન્ય.. ચૈતન્ય... ચૈતન્ય.. દ્રવ્ય સામાન્ય એ સામાન્ય.. સામાન્ય.. ટંકોત્કીર્ણ એક.. એક... એક... એક.. એક તે પલટીને કોઈ કાળે બીજારૂપે ન થાય તેનું નામ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. અહીં કહે છે કે-ખરેખર એ ભાવો અમારા નથી. હું તો શુદ્ધજીવાસ્તિકાય છું અને એ બધા મારાથી જુદા છે. એ જુદા તો છે પણ તે ભાવો પુદ્ગલના છે તેથી ખરેખર તે અમારા ભાવો નથી. અમારી બુદ્ધિમાં એમ આવતું નથી કે આ પરિણામ મારા છે.. તેમ મારા શ્રદ્ધા-જ્ઞાનમાં આવતું નથી.
66
‘આમ જે તત્ત્વવેદી ” આમ જે તત્ત્વ એટલે શુદ્ધાત્માનો વેદી એટલે અનુભવી. આહા ! આમ જે તત્ત્વવેદી, તત્ત્વો નહીં પણ તત્ત્વ એકવચન છે. શુદ્ધાત્માના સ્વરૂપને જે પ્રત્યક્ષવેદે છે... અનુભવે છે.. શ્રુતજ્ઞાન વડે તે તત્ત્વવેદી છે. તે શ્રુતજ્ઞાન વડે શુદ્ધાત્માને જાણે છે. શ્રુતજ્ઞાન વડે.. અતીન્દ્રિય શ્રુતજ્ઞાન વડે, ભાવશ્રુતજ્ઞાન વડે, કેવળ શુદ્ધાત્માને જાણે છે તેવો આત્માનો અનુભવી પુરુષ “ સ્પષ્ટપણે કહે છે,” એટલે કે તે સ્પષ્ટપણે જાણે છે. આત્માને જાણીને વાણીમાં આવે છે. જાણે છે અને વાણીમાં આવે છે, તેને એમ કહેવામાં આવે છે તેમ કહે છે.
છે તો સહજ વાણી, વાણીનો કરનારો અજ્ઞાની અને વાણીનો કરનારો સાધક પણ નથી. અને દિવ્યધ્વનિ તેનો કરનારો તીર્થંકર પરમાત્મા પણ નથી. દિવ્યધ્વનિનો વ્યાપ્યવ્યાપક સંબંધ ભાષા વર્ગણાની સાથે છે પરંતુ નોકર્મની સાથે નથી. એ શબ્દની પર્યાયનો વ્યાપ્ય-વ્યાપક સંબંધ ભાષા નામની વર્ગણાની સાથે છે. તેની સાથે વ્યાપ્ય-વ્યાપક અને કર્તાકર્મ સંબંધ છે. જેમ ભીંતની સાથે કોઈ સંબંધ નથી તેમ સમજવું જોઈએ.
આમ જે તત્ત્વવેદી એટલે શુદ્ધાત્માનો જાણનાર, વેદનાર અનુભવી સ્પષ્ટપણે કહે છે. આમ જે જાણે છે કે-મારા શુદ્ધ-જીવાસ્તિકાયથી આ બધાં અન્ય એટલે અનેાં ભાવો છે. તે પુદ્ગલના ભાવો છે મારાં ભાવો નથી તેમ ભેદજ્ઞાન કરીને, અભેદઆત્માની સન્મુખ થઈને જે પુરુષ આત્માને અનુભવે છે તે સ્પષ્ટ પણે કહે છે-“ તે અપૂર્વ સિદ્ધિને પામે છે.
99
મોક્ષ છે તે સાધ્ય છે. તે ધ્યેય નથી. પૂર્ણઆનંદની પ્રાપ્તિ તેને પ૨માત્મા મોક્ષ કહે છે. તે અતિ અપૂર્વ છે એટલે કે પૂર્વે નહીં આવેલા એવા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખના જે પરિણામ પ્રગટ થાય છે એવી સ્થિતિને લીધે આ તત્ત્વવેદી પામે છે.
તે તત્ત્વવેદી કેમ થયો ? શુદ્ધ જીવાસ્તિકાયથી આ બધા પુદ્ગલદ્રવ્યના ભાવો ભિન્ન હોવાથી તે મારા નથી. કારણ આપ્યું કે–એ ચૈતન્યના પરિણામો હોવાથી તે મારા નથી. એમ ન કહ્યું. તે પુદ્ગલના ભાવો હોવાથી મારા નથી. અધ્યાત્મની વાત ઊંચા પ્રકારની હોય છે તેને ઝીલનારા બહુ થોડા જીવો હોય છે. ત્રણેકાળ વિરલ જ હોય છે. પરંતુ હોય તો
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk