________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૯
શુદ્ધ અંત:તત્ત્વ પ્રાણીઓ છે એકેન્દ્રિયથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય સુધી પ્રાણીઓ તેના ગણવામાં આવે છે. એકસો સાડી સત્તાણુલાખ અને પાછા કરોડ એવા કુળ તે જીવને નથી. તે-તે કુળમાં રહેલા તે તે જીવોને તે-તે કુળ નથી. તે-તે કુળમાં રહેલા જીવોને જે જીવતત્ત્વ સામાન્ય છે, તે સામાન્ય તત્ત્વમાં આવા કુળના ભેદોનો અર્થાત્ વિશેષોનો તેના સ્વભાવમાં ત્રિકાળ અભાવ છે. આ ભેદો કોઈના જીવ સામાન્ય નથી. મને તો નથી પરંતુ બીજાને પણ નથી આમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના આવી જાય છે સમજી ગયા?
અહીંથી સ્વર્ગમાં જાય તો સ્વર્ગનું કુળ મને નથી.. એ વર્તમાનમાં પ્રત્યાખ્યાન કરે છે. ભવિષ્યનાં પ્રત્યાખ્યાન અને વર્તમાનમાં મનુષ્ય (પર્યાય) હોય છતાં તે મનુષ્યના કુળ મને નથી–તેને આલોચના કહેવાય છે. ભૂતકાળમાં એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિમાં હું ગયો હતો ત્યારે પણ મને કુળ નહોતા-આને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આ વાત મિથ્યાત્વના પ્રતિક્રમણની ચાલે છે. તે મિથ્યાત્વનું પ્રતિક્રમણ તો કરતો નથી અને તે અવ્રતનું પ્રતિક્રમણ, કષાયનું પ્રતિક્રમણ અને યોગનું પ્રતિક્રમણ તેને હોઈ શકે નહીં. સર્વજ્ઞભગવાનના મતમાં ક્રમભંગ નથી.
પહેલું મિથ્યાત્વનું પ્રતિક્રમણ, મિથ્યાત્વની આલોચના અને મિથ્યાત્વનું પ્રત્યાખ્યાનત્યાગ હોય છે. ભાવિના કોઈ કાળમાં મિથ્યાત્વનો ભાવ મારામાં પ્રગટ થશે નહીં... આજથી હું તેના પચ્ચખાણ લઈ લઉં છું. પ્રતિજ્ઞા કરું છું કે- ભવિષ્યમાં મને મિથ્યાત્વનો ભાવ આવવાનો નથી. આહા! મિથ્યાત્વ તો ક્યાંયનું કયાંય રહી ગયું અને કષાયોનો ત્યાગ કરો, તેના માટે લઈ લ્ય પચ્ચખાણ. પચ્ચખાણ શેના? આહા ! એમને એમ લોલલોલ હાલ્યું. પાછા એવી વાત કરનારા કાન પકડનારા જીવો પણ તત્ત્વના અભ્યાસી નહીં એટલે કોઈ કાન પકડ નહીં. આહા...અને કોઈ કાન પકડવા જાય તો બીજા એમ કહે કે-અરે ! આપણા સાધુને કહેવાય ?
તે સાધુ કહે-જિનેન્દ્ર ભગવાને આમ કહ્યું છે તેમ હાંકે જિનેન્દ્રભગવાનના નામે. અમારા આવા મહાવીર હતા. મહાવીર ભગવાને આમ કહ્યું છે. અરે ! મહાવીર ભગવાને શું કહ્યું છે તે તને કાંઈ ખબર નથી. હવે યોનિની વાત આવે છે.
જે જીવ યોનિમાં જન્મે તેને યોનિ કહેવાય. જે સ્થાનમાં જીવની ઉત્પત્તિ થાય તેને યોનિ કહેવામાં આવે છે. “પૃથ્વીકાયિક જીવોનાં સાત લાખ યોનિ મુખ છે; અષ્કાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; તેજકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; વાયુકાયિક જીવોના સાત લાખ યોનિમુખ છે.” આમાં કરોડની સંખ્યા નીકળી ગઈ અને લાખ આવ્યા. નિત્ય નિગોદી જીવોનાં સાત લાખ યોનિમુખ છે; નિત્ય નિગોદ એટલે હંમેશાં નિગોદમાં રહેનારા. ચતુર્ગતિ (ચાર ગતિમાં પરિભ્રમણ કરનારા અર્થાત્ ઈતર) નિગોદી જીવોનાં સાત લાખ યોનિમુખ છે; ઈતર નિગોદ એટલે એક
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk