________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૯૩ રાગ-દ્વેષ કે સુખ-દુઃખના પરિણામ ન થતાં હોવા છતાં પણ મારામાં એ પરિણામ થાય છે, એવું મિથ્યાજ્ઞાન અને મિથ્યાશ્રદ્ધાન કરતો હોવા છતાં પણ તેમાં તો થઈ શકતા નથી. આવો એક પક્ષ અનાદિથી જીવને છે. આવો વિકલ્પાત્મક વ્યવહારનો પક્ષ તેણે પહેલા માનસિક જ્ઞાનમાંથી કાઢવો જોઈએ અર્થાત્ દૂર કરવો જોઈએ. કેમકે હું તો નિશ્ચયનયે શુદ્ધાત્મા છું. આ શુદ્ધનિશ્ચયનયની વ્યાખ્યા પછી કરવામાં આવશે. - “નિશ્ચયનયે ” શબ્દ છે ને ! તેનો અર્થ ચાલે છે. નિશ્ચયનય બે પ્રકારની છે. (૧) સવિકલ્પ નિશ્ચયનય (૨) નિર્વિકલ્પ નિશ્ચયનય. હવે જે નિર્વિકલ્પ નિશ્ચયનય છે તે શુદ્ધનિશ્ચયનય છે.. અને તે અનુભવના કાળમાં પ્રગટ થાય છે. તેની પૂર્વે નિશ્ચયનયના વિષયનો જે પક્ષ આવે છે તેને સવિકલ્પ નિશ્ચયનય કહેવામાં આવે છે.
શાસ્ત્રકાર ફરમાવે છે કે પ્રથમ તારી વિચારકોટિ બદલાવ. તારો જે શુદ્ધાત્મા છે તેના ઉપર વિચાર લગાવીને તારો ઉપયોગ લાગશે તો તો અનુભવ થઈ જશે. ઉપયોગ જો આત્મામાં લાગી જાય તો તો તને અનુભવ થઈ જશે. પરંતુ તે પહેલાં વિચારકોટિમાં શુદ્ધાત્માની સન્મુખ મનને લગાવી દેતાં પછી મનાતીત દશા થાય છે. તારો શુદ્ધાત્મા છે તેમાં આ સંસાર વિકારોનો ત્રણેયકાળ અભાવ છે. એવો તારો સ્વભાવ ત્રણેયકાળ રહેલો છે, એમ પહેલાં મનવડે આત્માના સ્વભાવને કળી લે!
મનવડે આત્માના સ્વભાવને કળી લે! તે મનવડે કળાય એવો છે. પાંચ ઇન્દ્રિયના જ્ઞાનના ઉઘાડવડે કળી શકાતો નથી. પરંતુ મનવડે કળી શકાય છે તેને સવિકલ્પ સ્વસંવેદન પણ કહેવામાં આવે છે. મનવડે કળવાની વાત શ્રી અમૃતચંદ્રદેવે પ્રવચનસારની ૮) ગાથામાં કરી છે. એમાં એમ કહ્યું કે-તારા શુદ્ધાત્માને પ્રથમ મન વડે કળી લે કે હું આવો છું? જયસેન આચાર્ય ભગવાને એ જ ગાથાની ટીકા કરતા કહ્યું કે પ્રથમ વિકલ્પ સ્વસંવેદનમાં તો તારા આત્માને લઈ લે કે “હું આવો છું.” અનુભવથી તો પછી નક્કી થશે. - નિશ્ચયનયે એટલે આત્માની સન્મુખ નજર કરીને જોઉં છું તો મારામાં રાગ દ્વેષ અને મિથ્યાત્વના પરિણામ ઉત્પન્ન જ થતા નથી–કેમકે હું તો શુદ્ધાત્મા છું. શુદ્ધભાવમાં અશુદ્ધભાવોનું ઉત્પન્ન થઈ શકવું અશક્ય છે. એ ભાવોનો શુદ્ધાત્મામાં અવકાશ જ નથી. એવો તું છો તેમ વિચારમાં તો લે ! વિચારમાં લેવાથી તારું કાંઈ બગડશે નહીં.
પ્રથમ વિચારમાં તો લે કે હું આવો છું. કેવો છું? નિશ્ચયનયે શુદ્ધજીવને એટલે મને-શુદ્ધાત્માને સમસ્ત પ્રકારના સંસાર વિકારો એટલે વિશેષકાર્યોનો સમુદાય નથી. સમુદાયનો અભાવ થાય છે તેમ નહીં. જો અભાવ થાય તો તો સદ્ભાવ થઈ ગયો. શુદ્ધાત્મામાંથી રાગનો અભાવ થયો, તો એમ સિદ્ધ થયું કે-પૂર્વે રાગનો સદ્ભાવ હતો. પરંતુ શુદ્ધાત્મામાં રાગાદિનો ત્રણેયકાળ અભાવ હોવાથી.. તે સમુદાય મને નથી. “નથી”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk