Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/008044/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स પ્રતિક્રમણસૂત્રો અભિનવ વિવેચન -: વિવેચન કર્તા :મુનિ દીપરત્નસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ 8888888888888 VSSSSSSSSSSSSSSS બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: नमो नमो निम्मलदसणस्स પૂ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યોનમઃ પ્રતિક્રમણ સૂત્ર અભિનવ-વિવેચન (ભાગ-૨ સૂત્ર-૧૩ થી ૨૮) -: વિવેચન કર્તા :મુનિ શ્રી દીપરત્નસાગર તા. ૧૩-૬-૦૫ સોમવાર ૨૦૬૧, જેઠ સુદ-૬ ચારે ભાગોનું સંયુક્ત મૂલ્ય રૂ. ૮૦૦/ આગમ આરાના કેન્દ્ર”, શીતલનાથ સોસાયટી, વિભાગ-૧, ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ-૧. છ છછછછછછછa | 2|1| Page #3 -------------------------------------------------------------------------- ________________ ર પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ ભાગ-૧ ભાગ-૨ ભાગ-૩ ભાગ-૪ સૂત્ર-૧ થી ૧૨ સૂત્ર-૧૩ થી ૨૮ સૂત્ર-૨૯ થી ૩૮ સૂત્ર-૩૯ થી ૫૪ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ ટાઈપ સેટીંગ “ફોરએવર ડિઝાઈન’ માધવપુરા માર્કેટ, અમદાવાદ. ફોન નં. ૨૫૬૩૧૦૮૦ નવકાર મંત્ર થી જંકિંચિ-સૂત્ર નમુન્થુણં સૂત્રથી નાણુંમિ હંસણમિ વંદનસૂત્રથી નમોસ્તુ વર્ધમાનાટ્ વિશાલલોચન૦થી સંથારાપોરિસિ સૂત્ર મુદ્રક “નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ” ઘીકાંટા રોડ, અમદાવાદ. ફોન નં. ૨૫૫૦૮૬૩૧ અર્હત્ શ્વેત પ્રકાશન શીતલનાથ સોસાયટી-૧, ફ્લેટ નં. ૧૩, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા (પ્રતિક્રમણ સૂત્ર અભિનવ વિવેચન-૨) અ-નુક્રમણિકા ક્રમ | સૂત્રનું નામ ૧૩ | નમુત્થરં સૂત્ર ૧૪ | જાવંતિ સૂત્ર ૧૫ | જાવંત સૂત્ર | ૧૬ | નમોડર્ણતું સૂત્ર ૧૭ | ઉવસગ્ગહરં સ્તોત્ર ૧૮ | જયવીયરાય સૂત્ર ૧૯ | અરિહંત ચેઇયાણં સૂત્ર ૨૦ કલ્યાણકંદં સ્તુતિ | ૨૧ | સંસારદાવા સ્તુતિ | ૨૨ | પકૂખરવરદી સૂત્ર | ૨૩ [ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ૨૪ | વેયાવચ્ચગરાણં સૂત્ર ૨૫ | ભગવાનડું-વંદના ૨૬ | દેવસિસ પડિક્કમણે ઠાઉં સૂત્ર ૨૭ | ઇચ્છામિ ઠામિ સૂત્ર ૨૮ | નારંમિ દંસણંમિ સૂત્ર પૃષ્ઠક ૦૧૭ થી ૦૫૬ ૦૫૭ થી ૦૬૦ ૦૬૧ થી ૦૬૪ ૦૬૫ થી ૦૬૬ ૦૬૭ થી ૦૮૮ ૦૮૯ થી ૧૦૬ ૧૦૭ થી ૧૨૨ ૧૨૩ થી ૧૩૮ ૧૩૯ થી ૧૫૯ ૧૬૦ થી ૧૮૦ ૧૮૧ થી ૨૦૪ ૨૦૫ થી ૨૧૨ ૨૧૩ થી ૨૧૭ ૨૧૮ થી ૨૨૬ ૨૨૭ થી ૨૪૪ ૨૪૫ થી ૩૨૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ દ્રવ્ય સહાયકો) ૧. પરમપૂજ્ય વાત્સલ્યવારિધિ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય મિલનસાર ઉપાધ્યાય શ્રી દેવચંદ્રસાગરજી મ.સા. તથા તેમના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી દિવ્યચંદ્રસાગરજી મ.સા. તેમજ પૂજ્ય વિદુષી સાધ્વી શ્રી આત્મજયાશ્રીજીની પ્રેરણાથી “શ્રી કાંદિવલી જૈન શ્વે.મૂ.પૂ.સંઘ, કાંદીવલી વેસ્ટ, મુંબઈ” તરફથી – રૂ. ૧૧,૦૦૦/૨. પ.પૂ. સુવિશાલ ગચ્છાધિપતિશ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના પરિવારવર્તી સરળહૃદયી, શ્રુતપ્રેમી પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી “ભદ્રંકરપ્રકાશન-અમદાવાદ' તરફથી–રૂ. ૫,૦૦૦/3. પૂજ્ય શતાવધાની શ્રમણીવર્યા શ્રી અમિતગુણાશ્રીજી તથા તેમના શિષ્યરત્ના સાધવી શ્રી કલ્પગુણાશ્રીજી અને સાધ્વી શ્રી અપૂર્વયોગાશ્રીજીની પ્રેરણાથી “વસ્ત્રાપુર કરીશ્મા જેમૂ પૂજૈન સંઘ, અમદાવાદ” તરફથી – રૂ. ૧૫,૦૦૦/૪. પૂજ્ય શતાવધાની, માતૃહૃદયા સાધ્વી શ્રી અમિતગુણાશ્રીજી તથા તેમના શિષ્યરત્ના સાધ્વી શ્રી વિદિતયોગાશ્રીજીની પ્રેરણાથી “નવરંગપુરા જૈન શ્રેમપૂ. સંઘ-અમદાવાદ' તરફથી – ૭,૦૦૦/પ. પૂજ્ય ગુરુવર્યા શ્રમણી શ્રી ભવ્યાનંદશ્રીજીના શિષ્યા રત્ના ઉગ્રતપસ્વી સાધ્વી શ્રી કલ્પપ્રજ્ઞાશ્રીજીના સદુપદેશથી “શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, કાંદીવલી વેસ્ટ, મુંબઈની પ્રેરણાથી” રૂ. ૫,૦૦૦/૬. શ્રી શાપુર દરવાજા ખાંચો જૈન સંઘ, અમદાવાદ તરફથી–રૂ.૫,૦૦૦/૦ બાકી બધી રકમ - શ્રત પ્રકાશન નિધિમાંથી આપી છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ સૂચિ સંદર્ભ સૂચિ પ્રતિક્રમણસૂત્રના વિવેચનમાં ઉપયોગમાં લીધેલા સંદર્ભોની સૂચિ અલ્પપરિચિત સૈદ્ધાંતિક શબ્દકોશ અભિધાન ચિંતામણિ નામમાલા અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩ ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ચઉસરણ પયજ્ઞા ૨૩. ૨૪. ૨૫. ૨૬. અનુયોગદ્વાર સૂત્ર-વૃત્તિ આઉર પચ્ચક્ખાણ-પયન્ના આગમ કથાનુયોગ ભાગ-૧ થી ૬ આગમ સોસો ભાગ-૧ થી ૪ આચાર દિનકર આચારાંગ સૂત્ર-વૃત્તિ આવશ્યક સૂત્ર-ચૂર્ણિ આવશ્યક સૂત્ર-નિર્યુક્તિ આવશ્યક સૂત્ર-વૃત્તિ-મલયગિરિજી મૃત્ આવશ્યક સૂત્ર-વૃત્તિ-હરિભદ્રસૂરિજી મૃત્ ઉપાસકદસાંગ સૂત્ર-વૃત્તિ ઉવવાઈસૂત્ર-વૃત્તિ ઓઘનિર્યુક્તિ-વૃત્તિ કર્મગ્રંથ (ભાગ ૧ થી ૬ સંયુક્ત) કલ્પસૂત્ર (બારસા સૂત્ર) મૂળ કલ્પસૂત્ર સુબોધિકા-વિનયવિજયજી ગણધર યુગપ્રધાન દેવવંદન ચઉપ્પન્ન મહાપુરુષ ચરિય ચૈત્યવંદન મહાભાષ્ય જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર-વૃત્તિ જીવવિચાર પ્રકરણ-સાર્થ જીવાજીવાભિગમ સૂત્ર-વૃત્તિ ૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ 33. ૩૪. ૩૫. 3E 39. ૩૮ 0 ઠાણાંગ (સ્થાનાંગ) સૂત્ર-વૃત્તિ તત્ત્વાર્થાધિગમ સૂત્ર-મૂળ તત્ત્વાર્થાધિગમ સૂત્ર-અભિનવ ટીકા ત્રિષષ્ઠીશલાકા પુરુષ ચરિત્ર દશવૈકાલિક સૂત્ર-ચૂર્ણિ દશવૈકાલિક સૂત્ર-વૃત્તિ ધર્મબિંદુ-ટીકા-ભાષાંતર સહ ધર્મરત્ન પ્રકરણ-ભાષાંતર સહ ધર્મસંગ્રહ ભાગ-૧ અને ૨ ધર્મસંગ્રહમી વૃત્તિ નંદિસૂત્ર-ચૂર્ણિ નંદિસૂત્ર-વૃત્તિ નમસ્કાર સ્વાધ્યાય નવતત્ત્વ પ્રકરણ-સાર્થ નવપદ-શ્રીપાલ (વ્યાપાન) નાયાધમ્મકહા સૂત્ર-વૃત્તિ નિરયાવલિકાદિ પંચસૂત્ર-વૃત્તિ નિશીથસૂત્ર-ભાષ્ય-ચૂર્ણિ પંચવસ્તૃ-ભાષાંતર પંચાશકગ્રંથ-ભાષાંતર પન્નવણા સૂત્ર-વૃત્તિ પર્યન્ત આરાધના (પન્ના) પાક્ષિક સૂત્ર-વૃત્તિ સહિત પ્રતિક્રમણ ગર્ભ હેતુ પ્રતિક્રમણ સૂત્ર-અવસૂરિ પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભાગ-૧ થી ૩ પ્રવચન સારોદ્ધાર ભાગ-૧ અને ૨ પ્રશ્ર વ્યાકરણ સૂત્ર-વૃત્તિ ૪૧. ૪૨.] ૪૩. ૪૪. ! ૫. પર. ૫૩. ૫૪. Page #8 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ સૂચિ ૫૫. ૫૬. ૫૭. ૫૮. ૫૯. ૬૦. ૬૧. ૬૨. ૬૩. ૬૪. ૬૫. ૬૬. ૬૭. ૬૮. ૬૯. ૭૦. ૭૧. ૭૨. ૭૩. ૭૪. ૭૫. ષદર્શન સમુચ્ચય-સાર્થ ષડાવશ્યક બાલાવબોધ ૭૭. ષડાવશ્યક સૂત્રાણિ સંબોધપ્રકરણ-સાર્થ ૭૮. ૭૯. સમવાયાંગ સૂત્ર-વૃત્તિ ૮૦. સાધુ-સાધ્વી ક્રિયા સૂત્રો-સાર્થ ૮૧. ૮૨. ભગવતી સૂત્ર-વૃત્તિ ભત્તપરિણા-પયન્ના ભાષ્યત્રયમ્-સાર્થ મરણ સમાધિ પયત્રા મહાનિશીથ સૂત્ર-મૂળ મહાપચ્ચક્ખાણ-પયન્ના યતિદિનચર્યા-વૃત્તિ યોગદૃષ્ટિ સમુચ્ચય ક-અનુવાદ યોગશાસ્ત્ર સટીકરાયપ્પસેણિય સૂત્ર-વૃત્તિ લલિત વિસ્તરા-ટીક-અનુવાદ લોકપ્રકાશ ભાગ-૧ થી ૪ વર્ધમાન દ્વાત્રિંશિકા ૭૬. વિસેષાવશ્યક ભાષ્ય-ભાષાંતર વૃંદારવૃત્તિ (વંદિત્તુ સૂત્ર-ટીકા) શ્રાદ્ધદિનકૃત્ય-અનુવાદ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર-વૃત્તિ શ્રાદ્ધવિધિ પ્રકરણ-અનુવાદ શ્રીપાલ ચરિત્ર (સંસ્કૃત) શ્રીપાલ રાજાનો રાસ સૂયગડાંગ સૂત્ર-વૃત્તિ સૂરપન્નત્તિ સૂત્ર-વૃત્તિ 6 Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો અંક-૨૫૧ १-आगमसुत्ताणि-मूलं ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુકિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદ સૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. કામસોયા, ગામનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂ. ૧૫૦૦/ - દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪૭-પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઇત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂ. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ સન-૨૦૦૪ને અંતે તેની માત્ર એક નકલો બચેલી છે. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા આગમ પ્રકાશનો ३. आगमसुत्ताणि-सटीकं ૪૬-પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૫૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઇત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર ધ્યયનના વાંચનમાં સરળતા રહે છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂ. ૧૧,૦૦૦/ - મૂલ્ય હોવા છતાં તેની સન-૨૦૦૪ને અંતે માત્ર એક નકલ સ્ટોકમાં રહી છે. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્-પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકંમાં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂ. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ ५. आगमसद्दकोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું પણ પીસ્તાળીસે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ – જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું કામસુત્તળ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો તેમાં મૂળ આગમ કે આગમ-સટીકંમાં મળી જ જવાના. ६. आगमनामकोसो આગમ શકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમ સટીકંમાં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. - તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તે-તે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું ગામસુત્તાન-સરીનં તો છે જ. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા આગમ પ્રકાશનો ७. आगमसूत्र हिन्दी अनुवाद ૪૭-પ્રકાશનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તો પણ આગમના ગુજરાતી અનુવાદની ગેરહાજરીમાં તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂ. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ કામસૂત્ર-હિન્દી અનુવાદ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. હાલ ગુજરાતી અનુવાદ સર્વથા અપ્રાપ્ય હોવાથી આપ આ આગમ-હિન્દી અનુવાદ જ મેળવી શકશો. –૪ –૪ – ૮. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલું આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પદ્યોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨ ૯. આગમ કથાનુયોગ ૬-પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ" નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેક બુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦ થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણીકથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્ત્રોત જોઈ શકાય છઠ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા ગોતવી અત્યંત સરળ બને છે. પાકા પૂઠાના બાઈન્ડીંગમાં આ છ એ ભાગોમાં મેપલીથો વ્હાઈટ કાગળ વપરાયેલ છે, ડેમી સાઈઝમાં તૈયાર થયેલ અને સુંદર ઓફસેટ પ્રિન્ટીંગમાં છપાયેલ આ “આગમ કથાનુયોગ" કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશીત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. વર્તમાનકાળે લખાતા કે વંચાતા ચીલાચાલુ સાહિત્ય કે ધાર્મિક પુસ્તકોને નામે અંગત માન્યતાના પ્રક્ષેપપૂર્વક સર્જાતા સાહિત્યો કરતા આ “આગમ કથાનુયોગ” વાંચન માટે શુદ્ધ-વિશદ્ધ ધાર્મિક માહિતી અને રસિક કથાઓના સંગ્રહરૂપ હોવાથી તુરંત વસાવવા લાયક છે. બાળકોને વાર્તા કહેવામાં પણ ઉપયોગી છે. માટે આજે-જ વ-સા-વો આ “આ-ગ-મ કથા-નુ-યો-ગ” ––– – – આ હતી આગમ સંબંધી અમારા ૨૦૨ પ્રકાશનોની યાદી Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ ‘‘લઘુપ્રક્રિયા’' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૧૪ ૦ કૃદન્તમાલા ઃ આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. -- (૨) વ્યાખ્યાન સાહિત્ય : ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. ૧૩ - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણં'' નામક સજ્ઝાયમાં – આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચારિત્ર પણ પુરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તત્ત્વાભ્યાસ સાહિત્ય : ૦ તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દર્શ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રèતુ, મૂળસૂત્ર, સંધિરહિત - Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપદ્ય, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૧૪ ૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય : ૦ સમાધિમરણ : અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પર્યા, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય :૦ દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય : ૦ આગમ મહાપૂજન વિધિ ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ (૭) યંત્ર સંયોજન : ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #16 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો (૮) જિનભક્તિ સાહિત્ય :० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા - આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય :૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ (૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય :૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિક્રમણ સૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૨૫૧ પ્રકાશનો થયા છે – – – – Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ પ્રતિક્રમણ સૂત્ર અભિનવ વિવેચન સપ્તાંગ વિતરણ (પ્રતિક્રમણ સૂત્રનું આ વિવેચન અમે સાત અંગોમાં કરેલ છે...) (૧) સૂત્ર-વિષય :- સૂત્રમાં આવતા મુખ્ય વિષયનું સંક્ષિપ્ત કથન. (૨) સૂત્ર-મૂળ :- સૂત્ર મૂળ સ્વરૂપે જે પ્રમાણે હોય તે જ પ્રમાણે તેની પાઠ નોંધ જેમકે “ઇરિયાવહી સૂત્ર” છે. તો ત્યાં “ઇરિયાવહી” સૂત્ર પાઠ આપવો. (૩) સૂત્ર-અર્થ - જે મૂળ સૂત્ર હોય તેનો સીધો સૂત્રાર્થ આ વિભાગમાં છે. (૪) શબ્દજ્ઞાન :- જે મૂળ સૂત્ર હોય, તે સૂત્રમાં આવતા પ્રત્યેક શબ્દો અને તે શબ્દનો ગુજરાતી અર્થ આ વિભાગમાં નોંધેલ છે. (૫) વિવેચન :- મૂળ સૂત્રમાં આવતા મહત્ત્વના શબ્દો તથા પ્રત્યેક વાક્ય અથવા ગાથાના પ્રત્યેક ચરણોનું અતિ વિસ્તૃત વિવેચન આ વિભાગમાં કરાયેલ છે. આ વિભાગ જ અમારા પ્રસ્તુત ગ્રંથનું હાર્દ છે. તેમાં અનેક સંદર્ભ સાહિત્ય અને આગમોના સાક્ષીપાઠ આપવા પૂર્વક પ્રતિક્રમણના સૂત્રોનું વિવેચન કરાયેલ છે. (૬) વિશેષ કથન :- સૂત્રના વિસ્તારથી કરાયેલા વિવેચન પછી પણ જે મહત્ત્વની વિગતો નોંધાઈ ન હોય અથવા “વિવેચન” ઉપરાંત પણ જે મહત્ત્વની બાબતો પર પ્રકાશ ફેંકવો જરૂરી હોય તેવી “વિશેષ” નોંદો આ વિભાગમાં કરાયેલ છે. (૭) સૂત્ર-નોંધ :- આ સાતમા અને છેલ્લા વિભાગમાં સૂત્રનું આધારસ્થાન, ભાષા, પદ્ય હોય તો છંદ, લઘુ-ગુરુ વર્ણો, ઉચ્ચારણ માટેની સૂચના જેવી સામાન્ય વિગતોનો નિર્દેશ કરાયેલો છે. – આ ઉપરાગ ચોથા ભાગને અંતે “પ્રતિક્રમણ સૂત્રોમાં આવતા મૂળ પ્રાકૃત-સંસ્કૃત કે ગુજરાતી શબ્દોની સંપૂર્ણ સૂચિ આપવામાં આવેલ છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: નમો નમો નિમ્મલદંસણમ્સ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ પ્રતિક્રમણ સૂત્ર અભિનવ-વિવેચન ભાગ-બીજા સૂત્ર-૧૩ નમુત્યુશં-સૂત્ર શક્રસ્તવ-મંત્રી સૂત્ર-વિષય :- આ સૂત્રનો મુખ્ય વિષય અરિહંત ભગવંતોની ગુણ સ્મરણપૂર્વક સ્તવના છે. તેમાં પરમાત્માની અનેક વિશેષતાઓને જણાવીને તેમને નમસ્કાર કરવા પૂર્વક સ્તુતિ કરાયેલ છે. છેલ્લી ગાથામાં ભૂત-ભાવિ-વર્તમાન એવા અરિહંતોને વંદના કરેલી છે. v સૂત્ર-મૂળ :નમુત્યુ ાં અરિહંતાણં ભગવંતાણ. આઈગરાણે, તિસ્થયરાણ, સયંસંબુદ્વાણ. પુરિસરમાણે, પુરિસ-સીહાણ, પુરિસ-વર-પુંડરીઆણં, પુરિસ-વર-ગંઘ-હસ્થીર્ણ. લોગરમાણે, લોગ-નાહાણે, લોગ-હિઆણં, લોગ-પીવાણ, લોગ-પmોઅગરાણ. અભય-દયાણ, ચકુખ-દયાણુ, મગ્ન-દયાણ, સરણ-દયાણ, બોહિ-દયાણ. ધમ્મ-દયાણ, ધખ-દેસયાણ, ધમ્મ-નાયગાણું, ધમ્મ-સારહીણ, ધમ્મ-વર-ચાઉસંત-ચકવઠ્ઠીર્ણ. અપ્પડિહય વર-નાણ-દંસણધરાણ, વિયટ ઉમાણે මම ම ම ම මම [212] Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ જિણાણું જાવયાણ, તિન્નાખું તારયાણ બુદ્ધાણં બોયાણ, મુત્તાણં મોઅગાણું - સવ્વલૂણં, સવ્વદરિસીણ સિવમયલમયમસંતમકુખયમવ્હાબાહમપુણરાવિત્તિ સિદ્ધિગઈનામધેયં ઠાણે સંપત્તાણું, નમો જિણાણે જિઅ-ભયાણ. જે અ આઈઆ સિદ્ધા, જે આ ભવિસ્તૃતિ-સાગએ કાલે સંપઈઅ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ v સૂત્ર-અર્થ :નમસ્કાર થાઓ અરિહંત ભગવંતોને (જેઓ ધર્મની) શરૂઆત કરનારા છે, તીર્થની સ્થાપના કરનારા છે, પોતાની મેળે બોધ પામેલા છે. (સમજવા ખાતર હવે પછીના શબ્દોના અર્થ સીધા વાક્યો રૂપે મૂકેલા છે.) (જેઓ) પુરષોમાં ઉત્તમ છે, પુરુષોને વિશે (શૌર્યાદિ ગુણો વડે) સિંહ સમાન છે, (નિર્લેપતાને કારણે) પુરુષોને વિશે શ્રેષ્ઠ પુંડરીક-કમળ સમાન છે, પુરુષોને વિશે ગંધતિ સમાન છે. (૩) T (જેઓ) લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકોનું હિત કરનારા છે, (મિથ્યાત્વરૂપી ગાઢ અંધકારને નિવારતા હોવાથી) લોકમાં પ્રદીપ સમાન છે, (સંશય નિવારવા દ્વારા) લોકમાં પ્રદ્યોત કરનારા છે. (ઓ) અભયને દેનારા છે, (શ્રદ્ધારૂપી) નેત્રોનું દાન કરનારા છે, (મોક્ષરૂપી) માર્ગને દેખાડનારા છે, શરણ આપનારા છે, (મોક્ષરૂપી વૃક્ષના મૂલરૂ૫) બોધિ (બીજ)ને આપનારા છે. | (જેઓ વિરતિરૂ૫) ધર્મના દાતા છે, ધર્મનો ઉપદેશ દેનારા છે, ધર્મના નાયક છે, ધર્મ (રૂપી રથના) સારથી છે, (ચાર ગતિનો અંત કરનાર એવા) ધર્મરૂપી શ્રેષ્ઠ ચક્રવર્તી છે. (૬) (ઓ) સર્વત્ર અસ્મલિત કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનારા છે, (સર્વ પ્રકારે જેમનું) છદ્મસ્થપણું ચાલ્યું ગયેલ છે. (જેઓ કર્માદિ શત્રને જીતીને સ્વયં) જિન બનેલા છે અને (ઉપેદશ વડે) બીજાને જિન બનાવનારા છે, (જેઓ પોતે સંસારરૂપી સમુદ્રનો) પાર પામી ગયા છે અને બીજાને પણ પાર પમાડનારા છે, (જેઓ પોતે) બોધ પામેલા છે અને બીજાને બોધ પમાડનારા છે. (જેઓ સર્વ કર્મબંધનોથી) મુક્ત થયા છે અને બીજાને પણ મુક્ત કરાવનારા છે. | (જેઓ) સર્વજ્ઞ અને સર્વદર્શી છે, (સર્વ કંઈ જાણે છે અને જુએ છે.) – ઉપદ્રવ રહિત, અચળ, રોગરહિત, અનંત, અક્ષય, પીડારહિત અને જ્યાંથી ફરી પાછું સંસારમાં આવવું પડતું નથી તેવા પુનરાગમન રહિત એવા (૫) (૮) Page #20 -------------------------------------------------------------------------- ________________ નમુલ્યુશં-સૂત્ર-શબ્દજ્ઞાન ‘સિદ્ધિગતિ' નામના સ્થાનને પ્રાપ્ત થયેલા છે. – એવા જિત-ભય (ભયોને જિતનાર) જિનોને નમસ્કાર થાઓ. (૯) જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા છે, ભવિષ્યકાળમાં સિદ્ધ થનારા છે અને વર્તમાનકાળમાં (અરિહંતરૂપે) વિદ્યમાન છે તે સર્વેને હું (મન, વચન અને કાયા વડે) ત્રિવિધ વંદના કરું છું. (૧૦) | | શબ્દજ્ઞાન :નમુત્યુ - નમસ્કાર થાઓ - વાક્યાલંકાર રૂપ પદ અરિહંતાણં - અરિહંતોને ભગવંતાણ - ભગવંતોને આઈગરાણ - આદિ કરનારાઓને તિલ્થયરાણે - તીર્થકરોને સયંસંબુદ્વાણું - સ્વયં બોધ પામેલને પુરિસરમાણે - પુરુષોત્તમોને પુરિસસીહાણ - પુરુષ-સિંહોને, પુરુષોમાં જેઓ સિંહ સમાન છે તેઓને પુરિસ વર પુંડરીઆણું - પુરષોમાં શ્રેષ્ઠ પુંડરિક સમાન છે તેઓને પુરિસ વર ગંધહસ્થીર્ણ - પરષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન છે તેઓને લોગુત્તમાર્ણ - લોકમાં ઉત્તમ છે તેઓને લોગનાહાણ - લોકના નાથોને લોગડિઆણ - લોકનું હિત કરનારને લોગપીવાણું - લોક-પ્રદીપોને લોગપજ્જો અગરાણ - લોકમાં પ્રદ્યોત-અતિશય પ્રકાશ કરનારાઓને અભયદયાણ - અભય દેનારાઓને ચકખુદયાણું - ચક્ષુ દેનારાઓને મગ્નદયાણ - માર્ગ દેખાડનારાઓને સરણદયાણ - શરણ દેનારાઓને બોદિયાણ - બોધિ દેનારાઓને ધમ્મયાણું - ધર્મ દેનારાઓને ઘમ્મદેસયાણું - ધર્મ ઉપદેશકોને ધમ્મનાયગાણું - ધર્મના નાયકોને ધમ્મસારહીશું - ધર્મસારથીઓને ધમ્મવર-ચાઉસંત-ચક્કવીણ – ચાર-ગતિનો અંત કરનાર ઉત્તમ ધર્મરૂપ ચક્રના ધારણ કરનારાઓને અપ્પડિય-વર-નાણ-દંસણધરાણ - અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન ધારકોને વિચટ્ટ-છઉમાણે - જેમનું છદ્મસ્થપણું ચાલ્યું ગયું છે તેઓને જિહાણ-જાવયાણ - કર્મરૂપી શત્રુ જીતનારાઓને અને જીતાવનારાઓને તિજ્ઞાણં-તારયાણ - સંસાર સમુદ્ર તરેલાઓને અને તારનારાઓને મુત્તાણ-મોઅગાણ - કર્મરૂપ બંધનથી મૂકાયેલા અને બીજાને મૂકાવનારાને સવ્વલૂણ - સર્વજ્ઞોને સબૂદરિસીણું - સર્વદર્શીઓને સિવમ્ - લ્યાણરૂપ અમલમ્ - અચલ, સ્થિર અરુઅમ્ - રોગરહિત અનંતમ્ - અનંત, અંતરહિત અકુખયમ્ - અક્ષય, ક્ષયરહિત અવ્યાબાહ – અવ્યાબાધ,પીડારહિત અપુણરાવિત્તિ - જ્યાં ગયા પછી પાછા ફરવાનું હોતું નથી તેવું સિદ્ધિગઈ - સિદ્ધિ ગતિ નામધેયં - નામવાળા ઠાણું - સ્થાનને સંપત્તાણું - પ્રાપ્ત થયેલાને નમો - નમસ્કાર થાઓ જિહાણ - જિનેશ્વરોને Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ જિઅભયાણ - ભય જિતનારાને જે અ - જે વળી આઈઆ - ભૂતકાળમાં સિદ્ધા - સિદ્ધ થયા છે ભવિસ્તૃતિ - થવાના છે, થશે અણાગએ કાલે - ભવિષ્યકાળમાં સંપઈ - વર્તમાનકાળમાં અ - અને વટ્ટમાણા - વિદ્યમાન છે તે સવ્વ - સર્વે-તીર્થકરોને તિવિહેણ - મન વચન કાયાથી વંદામિ - હું વંદન કરું છું in વિવેચન :- આ સૂત્રનું સંક્ષિપ્ત વિવેચન “કલ્પસૂત્રના વ્યાખ્યાનોમાં” પ્રસિદ્ધ છે. “યોગશાસ્ત્ર અને ધર્મસંગ્રહમાં” આ વિવેચન થોડા વિસ્તારથી છે. પરંતુ અતિ વિસ્તૃત વિવેચન “લલિત વિસ્તરા” ગ્રંથમાં છે. કેમકે “લલિત વિસ્તરા' એ “નમુત્થણં' સૂત્રની જ વિશદ્ વિવેચના કરતો ગ્રંથ છે તેના પરની પંજિકા' નામક ટીકા સહિત તો તેનું કદ મહાકાય બની ગયેલ છે. આગમસૂત્રોમાં આ “નમુત્થણ” સૂત્ર અનેક સ્થાને જોવા મળે છે. આ સૂત્રનો આખો પાઠ ‘સમવાય' સૂત્ર-૧, ‘ભગવતીજી' સૂત્ર-૬, “નાયાધમ્મકહા' સૂત્ર-૫, “ઉવવાઈ સૂત્ર-૧૦, “રાયuસણીય' સૂત્ર-૫, “જીવાજીવાભિગમ' સૂત્ર૧૮૦, જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર-૨૨૭ આદિ આગમોમાં છે. કલ્પસૂત્રમાં તો આ પાઠ હોવાનું પ્રસિદ્ધ જ છે. આ ઉપરાંત કેટલાંક આગમોમાં આ પાઠ સંક્ષેપ રૂપે પણ જોવા મળે છે. વૃત્તિકારોએ પણ આ સૂત્રના શબ્દોની પરિભાષાને સુંદર રીતે સ્પષ્ટ કરેલી છે. શક્રસ્તવ તેમજ પ્રણિપાતદંડક નામે ઓળખાતા આ સૂત્રનું વિવેચન તેના પ્રત્યેક શબ્દોને આશ્રીને કરવાનો અહીં કિંચિંત્ પ્રયત્ન માત્ર જ છે • નમુત્યુ – નમસ્કાર થાઓ. અહીં બે શબ્દો છે નમ: અને તુ. – પાઠાંતર નોંધ :- નમોડલ્થ - (નમુત્યુ ને બદલે નમોડલ્થ કહે છે.) ૦ નમ: (નમુ કે નમો) નમસ્કાર. આ પદનો અર્થ વિસ્તારપૂર્વક સૂત્ર-૧ નમસ્કાર મંત્ર'માં અપાઈ ગયેલ છે. – નમ: એ પૂજા કરવી અર્થમાં “અવ્યય' છે. “પૂજા' શબ્દ દ્રવ્યથી અને ‘ભાવથી સંકોચ અર્થમાં છે. તે “નમ્રતા’ કે ‘નમવું અર્થ ધરાવે છે. – દ્રવ્ય સંકોચ - હાથ, પગ, મસ્તક વગેરે શરીરના અવયવો નમાવવા. – ભાવ સંકોચ - મનને નિર્મળ કરી કૃતજ્ઞતા, બહુમાનથી ચૈત્યવંદનમાં જોડવું તે અર્થાત્ દ્રવ્યથી અને ભાવથી નમ્ર થવું તે. ૦ ત્યુ ( સુ) હો, થાઓ. ૦ નમુત્યુ – આ શબ્દ ધર્મસંગ્રહ, યોગશાસ્ત્ર આદિમાં ‘નમોહ્યુ’ પાઠથી પ્રસિદ્ધ છે. હૈમ વ્યાકરણના “: સંયો' સૂત્ર મુજબ પ્રાકૃતમાં જોડાક્ષરની પૂર્વનો સ્વર હ્રસ્વ થાય છે, માટે નમોલ્યુ ને બદલે “નમુત્યુ થયું છે. છતાં નમીત્યુ પાઠ પણ યોગ્ય જ છે. - ‘નમુત્યુ એ એક પ્રાર્થના છે. તે હૃદયની શુદ્ધિ કરનારી હોવાથી ધર્મવૃક્ષનું Page #22 -------------------------------------------------------------------------- ________________ નમુત્થણં-સૂત્ર-વિવેચન ખાસ બીજ છે. – અહીં ‘ત્યુ' (કસ્તુ) “થાઓ' એમ કહીને પ્રાર્થનાનું સૂચન છે. આ શબ્દોથી ભાવનમસ્કારની પ્રાર્થના રજૂ થઈ છે. તેના દ્વારા એમ કહે છે કે ભાવ નમસ્કારનો હું દાવો કરી શકતો નથી, પણ મને તે કરવાનું મળો એ માટે પ્રાર્થના કરું છું. આ પ્રાર્થના દ્વારા ભાવ નમસ્કારની દુર્લભતા સૂચવે છે. એ કરવાનું સામર્થ્ય, એ કરવાની યોગ્યતા મળવી અતિ દુષ્કર છે. - નમસ્કાર કરનાર વ્યક્તિ ભાવનમસ્કાર કરતા એવું જ વિચારે કે હું સીડીના છેલ્લે પગથીયે છું. હજી ઉપર ને ઉપર જવાનું છે, વધુને વધુ ચઢીયાતા ભાવો સુધી પહોંચવાનું છે. માટે “નમસ્કાર થાઓ' એમ પ્રાર્થના કરી. • - વાયાલંકાર રૂપે વપરાયેલ પદ. – આ પદ/અવ્યય માત્ર વાક્યની શોભા અર્થે છે. • રિહંતા - અરિહંતોને. – આ પદનું વિવેચન સૂત્ર-૧ “નમસ્કાર મંત્ર'માં જુઓ. - પાઠાંતર - મહંતાણં આગમ ગ્રંથો, લલિત વિસ્તરા આદિમાં મહંતાઈi પાઠ મળે છે. તેમજ પાઠાંતર રૂપે ‘રિહંતાઈ' પણ માન્ય છે. – અહીં “અરિહંત' શબ્દનો સંબંધ નન: સાથે છે. તેથી “અરિહંતોને મારા ભાવ નમસ્કાર થાઓ – એવો અર્થ સમજવાનો છે. – વ્યાકરણના નિયમ પ્રમાણે નમ: શબ્દના યોગે ચોથી વિભક્તિ થાય. પણ પ્રાકૃતમાં ચોથી વિભક્તિને બદલે છઠી વિભક્તિનો પ્રયોગ થાય છે. તે માટે સિદ્ધહેમ વ્યાકરણમાં “વતુટ્ય: પછી' એમ સૂત્ર છે. “નમુત્યુ” ના સમગ્ર પાઠમાં અરિહંતોના બધાં જ વિશેષણોમાં સર્વ સ્થળે છટ્ઠી વિભક્તિનો પ્રયોગ છે, તે ચોથીના અર્થમાં સમજવો. – અહીં બહુવચનવાળો “અરિહંતો' એમ પ્રયોગ પણ સકારણ છે. (૧) “અરિહંતો' એવો બહુવચન પ્રયોગ “અરિહંત-ભગવંતના એકપણાનો નિષેધ કરીને અનેક અરિહંતો છે અર્થાત્ ભગવંતો અનેક છે એક નથી, તેમ અનેક ઈશ્વરવાદને જણાવવા માટે છે. (૨) નમસ્કરણીય પાત્રોના બહુપણાને લીધે નમસ્કાર કરનારને (થતા). ફળમાં અતિશયપણાને જણાવવા માટે છે. મત નિરસન : – પતંજલિ, ન્યાય, વૈશેષિક દર્શન વગેરે એક ઈશ્વરમાં જ માને છે તે મતનું નિરસન અહીં બહુવચનવાળા “અરિહંતો' શબ્દથી કરેલ છે. ઈશ્વર અર્થાત્ ભગવંતો અનેક છે તેવું જણાવે છે. બીજું “અરિહંત' શબ્દથી રાગ-દ્વેષાદિજન્ય કર્મોને હણી નાંખ્યા છે જેણે. આ અર્થને સ્વીકારતા જેઓ ઈશ્વરને કર્તા હર્તા માને છે, જગન્ના સંચાલક માને છે, તે મતનું પણ નિરસન થઈ જાય છે. કેમકે જેમને કર્મ નથી, રાગ-દ્વેષ નથી તેમને Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ આ બધી જંજાળ કે જગની માયાનું પ્રયોજન શું ? વળી બહિરાત્મદશા' અર્થાત્ બાહ્ય કાયાદિકને જ સર્વસ્વ માનવાની અવસ્થા હોય તેમને માટે આ પ્રપંચો ઠીક છે. પણ જે જીવ અંતર્ આત્મદશા તરફ વળે છે, મોક્ષની ઈચ્છા જાગે છે તો તે આત્મા ઉપરના કર્મના આવરણો ઘટાડવા પ્રવૃત્ત થાય, વધારવા નહીં. જ્યારે ઈશ્વર જો કર્તા-હર્તા કે સર્જનહાર બને તો કર્મના આવરણો વધવાના છે ઘટવાના નથી. અંતર આત્મદશાથી પરમાત્મદશાએ પહોંચેલ જીવને તો આત્મા દેહાદિ સંબંધથી જ રહિત થઈ જાય છે. પછી દેહજન્ય પ્રવૃત્તિ રહેવાની જ ક્યાંથી ? એ રીતે અરિહંત પદ થકી ઈશ્વરના કર્તા-હર્તા અને સંચાલકપણાના મતનો નિષેધ કર્યો છે. • ભગવંતાણં - ભગવંતોને. – આ શબ્દનું વિવેચન જુઓ સૂત્ર-૫ ‘ઇરિયાવહી'માં. – “ભગવંત’ શબ્દ અરિહંતના વિશેષણરૂપે મૂકાયેલ છે. અરિહંતના નામ, સ્થાપના, કવ્ય, ભાવ આદિ અનેક પ્રકારો છે. તેમાંથી “ભાવ અરિહંત'ને ગ્રહણ કરવા માટે આ વિશેષણ મૂકાયું છે. – ‘ભગ’ શબ્દના છ અર્થોના નામ પૂર્વે ‘ઇરિયાવહી' સૂત્રમાં કહ્યા છે. (૧) સમગ્ર ઐશ્વર્ય :- ભક્તિપૂર્વક નમ્રભાવે ઇન્દ્ર શુભ કર્મનો બંધ કરાવનારા આઠ પ્રાતિહાર્યો કરે છે તે અરિહંતનું સમગ્ર ઐશ્વર્ય જાણવું. (૨) સમગ્ર રૂપ :- સર્વ દેવો પોતાની સર્વ શક્તિથી માત્ર અંગુઠા જેટલું રૂપ બનાવે તો પણ તે રૂપ ભગવંતના રૂપ પાસે અંગારા (કોલસા) સમાન દેખાય છે તેવા અતિશયરૂપથી યુક્ત. (૩) સમગ્ર યશ :- રાગદ્વેષાદિ અંતરંગ શત્રુઓને, સુધાદિ પરિષહોને તથા દેવ વગેરેએ કરેલા ઉપસર્ગોને જીતવા માટે ફોરવેલા આત્મ પરાક્રમથી પ્રગટ થયેલો, શાશ્વતો અને ત્રણે લોકને આનંદકારી એવો ભગવંતોનો યશ જાણવો. (૪) સમગ્ર લક્ષ્મી :- ઘાતકર્મોનો વિચ્છેદ કરવામાં સમર્થ એવા પોતાના પરાક્રમથી પ્રગટ કરેલી - સંપૂર્ણ સુખ સંપત્તિથી ભરપુર કેવલજ્ઞાનાદિ રૂપ તીર્થંકરપદની લક્ષ્મી તે અરિહંતની સમગ્ર લક્ષ્મી જાણવી. (૫) સમગ્ર ધર્મ :- ભગવંતને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ અને દાન, શીલ, તપ, ભાવમય એવો જે બાહ્ય અભ્યતર મહાયોગ તે રૂપ સમગ્ર ધર્મ. (૬) સમગ્ર પ્રયત્ન :- એકરાત્રિની આદિ મહાપ્રતિમાઓના ભાવોઅધ્યવસાયોમાં હેતુભૂત અને તે તે કર્મોનો એકી સાથે નાશ કરનારા એવા કેવલી આદિ સમુદ્દઘાતો (પ્રયત્નો), મન, વચન, કાય યોગોનો નિરોધ તથા તે નિરોધને યોગે પ્રગટ કરેલી આત્માની શૈલેશી અવસ્થા વગેરે કાર્યોથી પ્રગટપણે ઓળખાતો ઉત્કૃષ્ટ આત્મવીર્યથી કરેલો જે પ્રયત્ન છે. ( આ પ્રમાણે ઐશ્વર્યાદિ છ પ્રકારનો ‘ભગ’ જેઓને છે તે ભગવંત એવા ભગવંત-અરિહંતને નમસ્કાર થાઓ. ૦ સ્તોતવ્ય સંપદા :- સ્તુતિ કરવા યોગ્ય કોણ કેવા હોય ? તે Page #24 -------------------------------------------------------------------------- ________________ નમુત્થણં-સૂત્ર-વિવેચન જણાવવા માટે આ બે પદો અરિહંત અને ભગવંત મૂક્યા છે. – ‘મા’ શબ્દના ચૌદ અર્થો પણ જોવા મળે છે. તે આ પ્રમાણે છે – સૂર્ય, જ્ઞાન, મહિમા, યશ, વૈરાગ્ય, મુક્તિ, રૂપ, બળ, પ્રયત્ન, ઇચ્છા, લક્ષ્મી, ધર્મ, ઐશ્વર્ય અને યોનિ. આ ચૌદ અર્થોમાં પહેલો સૂર્ય અને છેલ્લો યોનિ એ બે અર્થ સિવાય બાકીના બારે અર્થો ભગવંતને લાગુ પડે છે, જેમકે જ્ઞાનવાનું, મહિમાવાનું, યશવાનું, વૈરાગ્યવંત ઇત્યાદિ. (૧) જ્ઞાનવાનું :- ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારથી મતિ, શ્રત, અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હોય, દીક્ષા લે ત્યારથી મન:પર્યવ એ ચોથા જ્ઞાનથી યુક્ત થાય અને છાઘસ્થિક કર્મો ખપ્યા પછી કેવળજ્ઞાની બને. (૨) મહિમાવાન્ :- ભગવંતના કલ્યાણકો સમયે નારકીના જીવોને પણ સુખ ઉપજે, નિત્ય ગાઢ અંધકારવાળી નારકીમાં પણ પ્રકાશ થાય, તેઓ ગર્ભમાં આવે પછી કુળમાં ધન, સમૃદ્ધિ આદિની વૃદ્ધિ થાય, તેમના પ્રભાવે વિવિધ ઉપદ્રવો, રોગ, આતંક આદિ ઉપશાંત થઈ જાય ઇત્યાદિ મહિમા જાણવો. (૩) યશવાનું :- “ભગ' શબ્દના છ અર્થોમાં લખાઈ ગયું છે. (૪) વૈરાગ્યવંત :- ભગવંત જ્યારે દેવ અને નરેન્દ્રની લક્ષ્મી ભોગવે છે. ત્યારે પણ તેનાથી વિરક્ત હોય છે, તેમાં લગાર પણ આનંદ પામતા નથી. કામભોગોથી વિરક્ત થઈ જ્યારે ચારિત્ર પામે છે ત્યારે આ ભોગોનું શું પ્રયોજન છે ? એ પ્રમાણે ભગવંત વૈરાગ્ય પામેલા હોય છે. સુખ-દુઃખમાં કે ભવ-મોક્ષમાં સમાનભાવે ઔદાસીન્ય ઈચ્છો છો ત્યારે પણ તમે વૈરાગી છો. આ પ્રમાણે ત્રણે અવસ્થામાં અરિહંતો વૈરાગ્યના અતિશયવાળા હોય છે. (૫) મુક્તિવાળા :- સમગ્ર કલેશના નાશરૂપ તે મુક્તિ. (૬) રૂપવાનું :- “મ' શબ્દના છ અર્થોમાં લખાઈ ગયું છે. (૭) બળવાનું - મેરૂપર્વતને દંડ અને પૃથ્વીને છત્રરૂપ બનાવવાનું સામર્થ્ય હોવાથી તેઓ મહાનું બળવાનું કહેવાય છે. (૮) પ્રયત્નવાનું :- “મ' શબ્દના છ અર્થોમાં જુઓ. (૯) ઇચ્છાવાનું - જન્માંતરોમાં દેવભવમાં અને તીર્થંકરપણાના ભાવમાં દુઃખરૂપ કાદવમાં ખૂંચેલા જગતને બહાર ખેંચી કાઢવાની પ્રબળ ઇચ્છા. (૧૦) લક્ષ્મીવાનું - “મા' શબ્દના છ અર્થોમાં જુઓ. (૧૧) ધર્મવાન્ :- “મ' શબ્દના છ અર્થોમાં જુઓ. (૧૨) ઐશ્વર્યવાન્ :- “મા” શબ્દના છ અર્થોમાં જુઓ. આવા જ્ઞાનાદિ બાર પ્રકારે “ભગ'થી યુક્ત હોવાથી ભગવંત કહેવાય છે. પ્રથમ પદોમાં સ્તોતવ્ય સંપદા કહી. હવે “અરિહંત ભગવંતો કયા હેતુથી સ્તુતિ કરવા યોગ્ય છે? તેને જણાવનારી બીજી હેતુસંપદાનું વર્ણન છે – આ સંપદામાં ત્રણ પદો છે. આઈગરાણે, તિસ્થયરાણ, સયંસંબદ્વાણ. • સારૂારા :- આદિ કરનારાઓને. આદિ કરવામાં હેતુભૂત થનારાઓને, Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ શ્રતધર્મ કે દ્વાદશાંગીની આદિ કરનારાઓને – આદિ કરનાર કે આદિ કરવામાં હેતુભૂત થનાર તે “આદિકર' તેઓને. - - ‘આદિ'પદ અહીં શ્રતધર્મ કે દ્વાદશાંગીની આદિનું સૂચન કરે છે. જો કે દ્વાદશાંગી કોઈપણ કાળે ન હતી કે નથી કે નહીં હોય તેવું નથી. કેમકે અર્થથી તે નિત્ય છે. પ્રવાહથી તે અનાદિ છે, પણ પ્રત્યેક તીર્થંકરના સમયમાં તેની સૂત્ર સ્વરૂપ રચના પુનઃ પુનઃ થતી હોય છે, તેમાં શબ્દોથી પરિવર્તન પણ હોઈ શકે છે. તેથી વ્યવહારનયની દૃષ્ટિએ તેની આદિ મનાય છે. કેમકે દ્વાદશાંગી અર્થથી શાશ્વતી છે, સૂત્રથી શાશ્વતી નથી. – સર્વ તીર્થકરો પોતપોતાના તીર્થમાં આદિના કરનારા હોવાથી વિવાર કહ્યા છે. (લોગસ્સ સૂત્રમાં ભગવંત “ઋષભનું વિવેચન જુઓ). – મત નિરસન :- સાંખ્ય દર્શન વાળાઓ ભગવાનને સર્વથા અકર્તા માને છે. કેમકે તેઓનું સૂત્ર છે કે – “માઁSSત્માં' આત્મા કર્તા નથી. તેમના આ મતનો નિષેધ કરીને કથંચિત્ કતૃત્વ પ્રતિપાદન કરવાની ઇચ્છાથી ‘મહિર' શબ્દનો પ્રયોગ કર્યો છે. – ૩રૂર/પદ અરિહંતનું વિશેષણ છે. અનાદિ કાળથી અરિહંતો પણ જન્મ, શરીર, સુખદુઃખ આદિ તથા કર્મબંધ કરવાના સ્વભાવવાળા હોય. પણ પુરુષાર્થ કરી પોતાના કર્મોની નિર્જરા કરતા-કરતા તેઓ “અરિહંત' પદ સુધી પહોંચ્યા છે. પછી પોતાના તીર્થની અપેક્ષાએ ધર્મની આદિના કરનારા બન્યા છે. . – પાઠભેદથી – નાટિકાર પાઠ પણ મળે છે. • “હિત્યરા” તીર્થકરોને, તીર્થકરોને. - આ શબ્દનું વિવેચન સૂત્ર-૮ લોગસ્સમાં થઈ ગયેલ છે. – તીર્થને સ્થાપે કે તીર્થન કરે તે તીર્થકર કે તીર્થકર કહેવાય છે. - તીર્થ શબ્દ ચતુર્વિધ સંઘ, પ્રથમ ગણધર આદિ અર્થમાં ગ્રહણ થાય છે. – જેના વડે સંસારસાગર તરાય તે તીર્થ. આ તીર્થનો ‘પ્રવચન' એવો પણ અર્થ કરાયેલ છે. સંઘને પણ તીર્થ કહેલ છે. આ તીર્થના કર્તા તે તીર્થકર. - મત નિરસન :- કેવલીપણું થયા પછી તુરંત મોક્ષ થાય જ. એમ માનનાર વેદપ્રધાન ધાર્મિકતાવાળા કોઈને પણ તીર્થ-કર્તા માનતા નથી. તેઓ માને છે કે જ્યાં સુધી સર્વ કર્મોનો ક્ષય ન થાય, ત્યાં સુધી કોઈને પણ કેવલજ્ઞાન થાય નહીં અને કેવળજ્ઞાન થાય ત્યારે સંપૂર્ણ કર્મોનો ક્ષય થતો હોવાથી તરત મોક્ષ જ થાય. તેથી તીર્થ કરવાનું કોઈ કારણ રહેતું નથી એટલે તેઓ “અ-તીર્થકર' હોય. તેમના આ મતને ખોટો છે તેમ જણાવવા માટે અરિહંતોનું એક વિશેષણ મૂક્યું – તિર્થયરા' અર્થાત્ તીર્થની સ્થાપના કરનારાઓને. ૦ લઇ દષ્ટાંત :- ભગવતી મલ્લિ અને જે દિવસે પ્રવજ્યા ગ્રહણ કરી, તે જ દિવસે અપરાભકાળ સમયે દિવસના પશ્ચિમ ભાગે અશોકવૃક્ષ નીચે પૃથ્વી શિલાપટ્ટક પર ઉત્તમ સુખાસને શુભ પરિણામ અને પ્રશસ્ત અધ્યવસાયો તથા Page #26 -------------------------------------------------------------------------- ________________ નમુત્થણં-સૂત્ર-વિવેચન ૨૫ પ્રશસ્ત લેગ્યાએ વર્તતા –૪–૪–૪– કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે કાળે તે સમયે બધાં દેવોનું આસન ચલાયમાન થયું. દેવોએ આવીને સમવસરણની રચના કરી, મલ્લિનાથ અરહંત દેવતા રચિત સમવસરણમાં બિરાજમાન થઈને ધર્મદેશના આપી. ત્યારે જિતશત્રુ આદિ છ રાજાઓ પણ ધર્મદેશના સાંભળવા આવેલા હતા. મલ્લિનાથ અરિહંતે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરી, ત્યારપછી તીર્થની સ્થાપના થઈ. મલ્લિનાથ પ્રભુએ તીર્થની સ્થાપના કરી. તેમાં ‘ભિષક' આદિ શ્રમણો, બંધુમતી આદિ શ્રમણીઓ, કુંભ આદિ શ્રમણોપાસકો અને પ્રભાવતી આદિ શ્રમણોપાસિકા રૂપ ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના થઈ. તેમજ “ભિષક' આદિ ૨૮ગણધરોએ પરમાત્માની અનુજ્ઞાપૂર્વક પ્રત્યેક અલગ-અલગ દ્વાદશાંગીની રચના કરી. | (આ રીતે પ્રત્યેક તીર્થંકરો કેવળજ્ઞાન પછી તીર્થની સ્થાપના કરે છે.) -૦- સંપૂર્ણ કર્મોના ક્ષય વિના કેવળજ્ઞાન ન થાય તેવી માન્યતા પણ ખોટી છે, કેમકે કર્મોના મૂળ આઠ ભેદો બતાવેલા છે. જેમાં ચાર કર્મોને છાઘસ્થિક કે ઘાતકર્મો કહેવાય છે અને ચાર કર્મોને ભવોપગ્રાહી કે અઘાતી કર્મ કહેવાય છે. તેમાં જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર છાઘસ્થિક કર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્યારે મોક્ષ તો બાકીના “ભવોપગ્રાહી ચાર કર્મોનો ક્ષય થાય ત્યારે થાય છે. તેથી જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે નિયમો તેઓ તીર્થ કરવાનું કે સ્થાપવાનું કાર્ય કરી શકે છે. તેમાં કોઈ વિરોધ આવતો નથી. એ પ્રમાણે તેમનું તીર્થંકરપણું વ્યાજબી જ છે. જ્યારે સર્વકર્મથી મુક્ત થઈ જાય તેવા જીવને મુક્તાવસ્થામાં તીર્થ કરવાનું તો જૈનદર્શન પણ માનતું નથી. ૦ લલિતવિસ્તરામાં જણાવે છે કે, આગમ ધાર્મિક અર્થાત્ આગમ એટલે કે વેદશાસ્ત્રોને જ મુખ્ય કરનારા ધાર્મિક. તેઓ કોઈ ધર્મસ્થાપકને માનતા નથી. તેમના મતે વેદો જ ધર્મ પ્રતિપાદક છે. પણ કોઈ પુરુષ ધર્મપ્રણેતા નથી, મીમાંસકો પણ માને છે કે, “ધર્મ' એ વેદના વાક્યથી જણાય છે. ધર્મ આદિ અતીન્દ્રિય વસ્તુ છે. તે માટે વેદો પ્રમાણભૂત છે. અતીન્દ્રિય વસ્તુઓનો કોઈ સાક્ષાત્ દૃષ્ટા સર્વજ્ઞ પુરુષ જગમાં સંભવી શકતો નથી, તો કોઈ પુરુષ તેનો પ્રણેતા ક્યાંથી હોય ? વેદવાદીઓના આ કથનને “ખોટું છે' તેમ બતાવવા અહીં અરિહંતને “તીર્થકર વિશેષણથી ઓળખાવવામાં આવેલા છે. અરિહંતોએ પૂર્વભવે અચિંત્ય પ્રભાવવાળું તીર્થકર નામકર્મ બાંધેલ હોય છે. આ નામકર્મનું વેદના કેવલ તીર્થને કરવાથી જ થાય છે, અન્ય કોઈ રીતે આ કર્મ વેદી શકાતું નથી. (આવા જ કારણે) અંતકૃત્ કેવલી હોઈ શકે છે પણ તીર્થકરો કદાપી અંતકૃત્ હોતા નથી. અર્થાત્ કેવળજ્ઞાન અને મોક્ષ સાથે જ થઈ જતાં (અંતમુહૂત્તમાં થઈ જતા) હોય તેવા કેવલી હોઈ શકે પણ તીર્થકરો કદાપી કેવળજ્ઞાન થતાંની સાથે જ મોક્ષમાં જતા નથી. કેમકે તેઓને તીર્થંકર નામકર્મનો ઉદય હોય છે. જે કર્મનું વેદન કર્યા સિવાય કદાપી મોક્ષે જઈ શકાતું નથી. Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ વીતરાગતો રાગ-દ્વેષ રહિત હોય છે, તેમને તીર્થ કરવાનું પ્રયોજન શું ? આવો સ્વાભાવિક પ્રશ્ન થાય. પણ વીતરાગતા પ્રગટવા માટે માત્ર ચાર કર્મોનો ક્ષય જરૂરી છે, જ્યારે નામકર્મ તો ભવોપગ્રાહી કર્મ છે. તેનું વેદન કે ભોગવટો તો કેવળજ્ઞાન પછી પણ બાકી જ રહે છે. તેને ભોગવ્યા વિના નિર્જરા ન થાય, તેવું એ નિકાચિતકર્મ છે. તો પછી મોક્ષ થાય ક્યાંથી ? આ તીર્થંકર નામકર્મનો ઉદય સહજભાવે તીર્થની સ્થાપના કરાવે છે. એટલે તો અરિહંતોને તીર્થ કરવાના સ્વભાવવાળા કહ્યા છે. તેઓ સ્વભાવથી તીર્થ રચના કરે છે કોઈ રાગ-દ્વેષ કે આતુરતા-ઉમળકાથી નથી કરતા. ૦ તિત્ત્વવરાળ ને બદલે તિત્ત્વ રાાં પાઠ પણ મળે છે. ૨૬ ૦ સર્વ-સંબુદ્ધાળું :- સ્વયં બોધ પામેલાઓને, આપમેળે જ્ઞાન પામેલાને. યં એટલે સ્વયં, પોતાની મેળે અને સંબુદ્ધ એટલે સમ્યક્ રીતે બોધ પામેલાઓને. ‘જેઓ પોતાની મેળે સમ્યક્ પ્રકારે બોધ પામેલા છે તેને.' બોધની પ્રાપ્તિ બે પ્રકારે બતાવી છે (૧) નિસર્ગથી અને (૨) અધિગમથી. તીર્થંકર પરમાત્મા નિયમા નિસર્ગથી અર્થાત્ આપમેળે બોધ પામનારા હોય છે. જો કે ભવાંતરમાં તેઓને ગુરુ આદિનો સંયોગ નિમિત્તભૂત હોય છે. પણ તીર્થંકરના ભવમાં તેઓને અન્યના ઉપદેશની અપેક્ષા હોતી નથી અને તીર્થંકરના ભવમાં પણ લોકાંતિક દેવો ભગવંતને ‘તીર્થ પ્રવર્તાવો” એ પ્રમાણે શબ્દો કહે છે તે કેવળ વૈતાલિક-વચનરૂપ છે. ઉપદેશ રૂપ નથી. લોકાંતિક દેવોનો એ શાશ્વત આચાર છે, માટે તેમ કરે છે. — ― – મત નિરસન :- સદાશિવવાદી એવું માને છે કે ‘સદાશીવની કૃપાથી બોધ પમાય છે.' મહેશની મહેરબાનીથી બોધ-જ્ઞાન અને નિયમ થાય છે ઇત્યાદિ. તેઓનું આ કથન અસત્ય છે, તેમ જણાવવા માટે અરિહંતોનું વિશેષણ મૂક્યું - સર્વ સંવૃદ્ધાળું. પર ઉપદેશ વિના જ તથાભવ્યત્વ વગેરે કારણરૂપ સામગ્રીના પરિપાકથી જેઓએ પોતાની મેળે જ યથાર્થ સ્વરૂપમાં એ તત્ત્વને જાણ્યું છે, તે સ્વયં બોધ પામેલા અરિહંતોને મારા નમસ્કાર થાઓ. ૦ આ પ્રમાણે – જે જે હેતુથી અરિહંત ભગવંતો સ્તુતિ કરવા લાયક છે, તે તે હેતુને સામાન્યરૂપે બતાવનાર સામાન્ય હેતુરૂપ આ ‘સ્તોતવ્યહેતુ” નામની ત્રણ પદ રૂપ બીજી સંપદા કહી. હવે તેના જ વિશેષ હેતુ રૂપ એવી ‘સ્તોતવ્ય વિશેષહેતુ' નામની ત્રીજી સંપદા કહે છે. જેમાં પુરિસુત્તમાણં, પુરિસસીહાણું, પુરિસવરપુંડરીયાણું, પુરિસવરગંધહત્થીણું એ ચાર પદોને દર્શાવેલા છે. અહીં ગ્રહણ કરાયેલા ચારે પદોમાં ‘પુરિસ’ એવું પદ સામાન્ય છે તે પુરિસ એટલે શું ? ‘પુર’ એટલે ‘શરીરમાં', શયનાત્ એટલે શયન કરવાથી તે પુરુષ કહેવાય છે. તેનો અર્થ છે વિશિષ્ટ પુણ્યકર્મના ઉદયથી ઉત્તમ આકૃતિવાળા શરીરમાં વાસ કરનારા જીવો તે પુરુષ. ૦ પુરિમુત્તમાળ - પુરુષોમાં જેઓ ઉત્તમ છે તેઓને. - Page #28 -------------------------------------------------------------------------- ________________ નમુત્થણં-સૂત્ર-વિવેચન ૨૭ – સહજ તથાભવ્યત્વાદિ ભાવથી પરોપકાર, ગાંભીર્ય આદિ સદ્ગુણોમાં અન્ય પુરુષો કરતાં શ્રેષ્ઠ તે પુરુષોત્તમ કહેવાય. - પુરુષોની મધ્યે તે-તે અતિશય રૂપ-આદિ તથા ઉર્ધ્વવર્તિપણાને લીધે અરિહંતો પુરુષોત્તમ કહેવાય છે. ૦ મત નિરસન :- બોદ્ધો માને છે કે, “જગતમાં કોઈ જીવ અયોગ્ય નથી' સર્વ જીવો એક જ પ્રકારના છે. તેમના આ મતનું નિરાકરણ કરવા માટે અરિહંતોનું વિશેષણ મૂક્યું – “પુરિસુત્તમા ' ૦ ‘લલિત વિસ્તરો' ગ્રંથમાં જણાવે છે કે, શ્રી જિનેશ્વર પરમાત્માનો આત્મા અનાદિકાળથી આ સંસારમાં દશ વિશેષતાથી યુક્ત હોય છે– (૧) પરાર્થવ્યસનિનઃ – પરોપકાર કરવાના વ્યસનવાળા. અરિહંતનો આત્મા તે-તે ભવમાં સામગ્રીના અભાવે ક્રિયારૂપે ભલે પરોપકારી ન દેખાય, પરંતુ ગુણરૂપે, સ્વરૂપ યોગ્યતારૂપે પરોપકાર-વ્યસન મુક્ત જ હોય છે. તેથી તેવો ભવ, વિચારક મન, પરોપકારના સંયોગ ઇત્યાદિ સામગ્રી મળતાં મુખ્યપણે પરોપકાર કરવામાં રસિક હોય છે. ૦ લઘુ દૃષ્ટાંત - ભગવંત શાંતિનાથ પૂર્વભવે જ્યારે મેઘરથ રાજા હતા. તેઓ એક વખત પૌષધ ધારણ કરીને રહેલા હતા. તે વખતે ભયથી વ્યાકુળ એક કબુતર તેમના ખોળામાં આવીને પડ્યું. તેણે મનુષ્યની ભાષામાં રાજાનું શરણું માંગ્યું. રાજાએ કહ્યું કે, તું ભયભીત ન થઈશ. મારા ખોળામાં સુખેથી રહી શકીશ. તેટલામાં એક બાજપક્ષી ત્યાં આવ્યું. તેણે રાજાને કહ્યું, હે દેવ ! આ કબૂતર મારું લક્ષ્ય છે, તમે તેને છોડી દો. રાજાએ કહ્યું હે બાજ! હું કોઈપણ સંજોગોમાં આ પક્ષી તને નહીં આપું કેમકે તે મારા શરણે આવેલું છે. વળી દરેક જીવને પોતાના પ્રાણ પ્રિય હોય છે. ત્યારે તે બાજ પક્ષીએ મનુષ્ય ભાષામાં મેઘરથ રાજાને કહ્યું કે, આ કબુતરે મારાથી ભયભીત થઈને આપનું શરણ સ્વીકાર્યું છે, પણ ભુખના દુઃખથી વ્યથિત એવો હું કોનું શરણ લઉં ? જો તમે આ કબુતરનું રક્ષણ કરો છો તો મારું પણ રક્ષણ કરો. ત્યારે મેઘરથ રાજાએ કબુતરનો જીવ બચાવવા કહ્યું, હું તને આ કબૂતરના પ્રમાણ જેટલું મારું માંસ કાપીને આપું, જેથી તારે ભૂખથી તડપવું ન પડે. બાજે તે વાત કબૂલી. પછી રાજાએ ત્રાજવાના એક પલ્લામાં કબૂતરને મૂક્યું, બીજા પલ્લામાં પોતાના શરીરમાંથી માંસ કાપીને મૂક્યું. જેમ-જેમ રાજા માંસ મૂકતો ગયો તેમ તેમ કબૂતરવાળા પલ્લાનો ભાર વધતો ગયો. તેથી રાજા જાતે જ એક પલ્લામાં બેસી ગયો. ત્યારે એક દેવ પ્રગટ થયો અને રાજાની પ્રશંસા કરતા બોલ્યા કે, હે રાજન્ ! તમે એક જીવના રક્ષણ માટે તમારા પોતાના પ્રાણને તૃણ સમાન પણ ગણતા નથી, તમને ધન્ય છે. આ છે તીર્થકરના જીવોનું પરોપકાર-વ્યસન. (૨) ઉપસર્ગનતસ્વાર્થી :- સ્વાર્થને ગૌણ કરનાર. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ અરિહંતના જીવો સ્વાર્થને ગૌણ કરનારા હોય છે. સ્વાર્થને નહીં જ સાધનારા એમ નહીં પણ “ગૌણ કરનારા' શબ્દ મૂક્યો છે. (૩) તિક્રિયાવિત્ત :- સર્વત્ર ઉચિત ક્રિયાને આચરનારા હોય. અરિહંતના જીવના કાર્યો અને વ્યવહારાદિ ઔચિત્યપૂર્ણ હોય. જેમકે ભગવંત મહાવીરનો જીવ નયસાર જંગલમાં પણ જમવા પહેલાં અતિથિને શોધે છે. અટવીમાં ભૂલા પડી ગયેલા મુનિ મળી જતાં જાતે જ તેમની ભક્તિ કરે છે. જાતે જઈને માર્ગે ચડાવે છે. આ બધું ઔચિત્ય કહેવાય. (૪) કાનમાવા :- અરિહંતો દીનતા વિનાના હોય છે. – સંપત્તિ હોય ત્યારે ચાલી જશે તેવી ભયભીતતા નહીં, આપત્તિ આવે ત્યારે અધીરતા, હિંમત હારવાપણું નહીં, રાંક કે ગરીબડાપણું નહીં. અદીનમનથી આત્માને અનુશાસિત કરનારા હોય. (૫) સત્તામિળ :- સફળ કાર્યનો જ આરંભ કરનારા. – એવા કાર્યને હાથમાં લેનારા હોય છે કે જે સફળ નીવડે, નિષ્ફળ પ્રયત્નોને નહીં કરનારા હોય છે. આ ગુણની પાછળ દીર્ધદર્શિતા, પ્રેક્ષાપૂર્વકારિતા આદિ ગુણો કામ કરતા હોય છે. (૬) સદાનુશયા :- અપકારી પર અત્યંત ક્રોધને ધારણ નહીં કરનારા. – અરિહંતો અપકારી ઉપર પણ અપકાર કરવાની દૃઢ બુદ્ધિવાળા હોતા નથી. સંસારી જીવ છે તેથી ક્યારેક કોઈને શિક્ષા કરવાની બુદ્ધિ થાય પણ ખરી પણ તે ક્ષણવાર માટે, સ્થિર નહીં. ગાંઠ વાળી રાખવા જેવી દઢ અપકારબુદ્ધિ નહીં. કેમકે અરિહંતો કોમળ હૃદયવાળા, સહિષ્ણુ અને ઉદારદિલ હોય છે. (૭) કૃતજ્ઞતાપતયે : – કૃતજ્ઞતા ગુણના સ્વામી હોય છે. - અરિહંતો ક્યારેક જ કૃતજ્ઞતા દાખવે એમ નહીં પણ સિદ્ધ કૃતજ્ઞતાવાળા હોય છે. અલ્પ પણ ઉપકારને નહીં ભૂલનારા અને અવસરે પ્રત્યુપકાર કરનારા હોય છે. આ ગુણ તેમનો વિકસાવેલા નહીં પણ જીવનસિદ્ધ ગુણ છે. (૮) અનુપહત વિત્તા: – દુષ્ટવૃત્તિઓથી નહીં હણાયેલા ચિત્તવાળા. - અરિહંતોનો જીવ ચિત્તનો ઉપઘાત અર્થાત્ ઉત્સાહ ભંગ, મનોભેદ, બુદ્ધિવિપર્યાસ, નિરાશા, ચંચળમન આદિ થવા દેતા નથી. (૯) વેવડ-વૈદુનિનઃ – દેવ, ગુરુનું બહુમાન કરનારા. – અરિહંતોનો જીવ સહજપણે વિનય-વિવેકથી સંપન્ન હોય છે, જેના લીધે તેઓ દેવ, ગુરુ પરત્વે આદરયુક્ત અને બહુમાન ભાવવાળા હોય છે. (૧૦) મીરાશયા: – ગંભીર આશય અર્થાત્ ચિત્તના ભાવવાળા. - અરિહંતોનો જીવ લુક કે છીછરા ભાવોવાળા નહીં પણ ગંભીર-ઊંડો વિચાર કરનારા હોય છે. ગંભીર આશયને કારણે પોતાના ગુણ કે વિશેષતાને બહાર ગાનારા નથી હોતા. વાણી કે વર્તન પણ ગંભીરતા યુક્ત હોય છે. આવા દશ વિશિષ્ટગુણો સહજપણે અરિહંતના જીવોમાં અનાદિથી હોય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ નમુત્થણં-સૂત્ર-વિવેચન ૨૯ તેથી તેમને પરષો મધ્યે ઉત્તમ પુરુષ કહ્યા છે. “ભવ્યત્વ' સર્વે આત્માઓનું સમાન હોય છે. પણ પ્રત્યેક ભવ્ય આત્માઓની મુક્તિ સમાન કાળે અને સમાન સામગ્રીઓથી થતી નથી. તેથી પ્રત્યેકનું “તથાભવ્યત્વ' ભિન્ન ભિન્ન પ્રકારનું માનવું પડે છે. શ્રી જિનેશ્વર દેવોનું સહજ ‘તથાભવ્યત્વ' સર્વ કરતા ઉત્તમ હોય છે. જેમ જેમ સામગ્રીનો યોગ મળતા “તથાભવ્યત્વ' પરિપાક પામે તેમ તેમ તેમની ઉત્તમતા બહાર આવતી જાય છે. - જેમ જાતિવંત રત્ન હોય તે મેલું હોય, ધુળમાં રગદોળાયેલું હોય તો પણ તે કાચ કરતા ઉત્તમ અને મૂલ્યવાનું જ હોય છે. કાચ ગમે તેટલા સુંદર હોય પણ તે રત્નની તુલના કરી શકતા નથી. તે રીતે અરિહંતો અનાદિકાળથી સહજ સ્વરૂપે જ સર્વજીવોમાં ઉત્તમ હોય છે. • પુરિસીહા - પુરષોમાં જેઓ સિંહ સમાન છે તેઓને – જે રીતે સિંહ શૌર્ય આદિ ગુણો વડે યુક્ત હોય છે, તેમ તીર્થંકર દેવો કર્મરૂપી શત્રનો ઉચ્છેદ કરવામાં શૂર, તપશ્ચર્યામાં વીર, રાગ તથા ક્રોધાદિ વૃત્તિઓના નિયંત્રણમાં ગંભીર, પરીષહો સહન કરવામાં ધીર, સંયમમાં સ્થિર ઉપસર્ગોથી નિર્ભય, ઇન્દ્રિય વર્ગથી નિશ્ચિત અને ધ્યાનમાં નિષ્પકમ્પ હોય છે. - પુરુષ એવા એ સિંહ તે પુરુષસિંહ. લોકમાં પણ સિંહ તેના શૌર્યથી અતિ પ્રકૃષ્ટ, અભ્યાગત મનાય છે. તેના શૌર્ય ગુણની ઉપમાથી અરિહંતને સિંહ સમાન ગણવામાં આવેલ છે. - જેમકે ભગવંત મહાવીર બાલ્યાવસ્થામાં હતાં, બાળકો સાથે રમી રહ્યા હતા. તે વખતે ઇન્દ્ર તેમના શૌર્ય ગુણની પ્રશંસા કરી, ત્યારે કોઈ દેવ તે વાતને માનતો નથી. તેથી બાળ મહાવીરની પરીક્ષા કરવા આવે છે. બધાં બાળકો સાથે તે પણ રમવા લાગે છે. રમતા-રમતા તે દેવ બોલી ઉઠે છે અને હું હાર્યો અને વર્તમાન (મહાવીર) જીત્યા. પછી રમતના નિયમ પ્રમાણે તે બાળક બનેલા દેવે વર્તમાનને ખભે બેસાડીને ઊંચકવા પડે છે ત્યારે તે દેવ વર્તમાનને બીવડાવવા માટે પોતાનું શરીર મોટું-મોટું કરતા ઊંચો તાડ જેવો બની જાય છે તે સમયે વર્ધમાન (મહાવીર) તે દેવના બીવડાવવા છતાં લેશમાત્ર ડર્યા નહીં પણ જોરદાર-કઠિન એવા મુઠીના પ્રહાર વડે તે દેવના મસ્તકને એવી પીડા પહોંચાડી કે તે દેવ કુન્જ બની ગયો. અર્થાત્ તેનું કદ હતું એવું જ નાનું થઈ ગયું. આ રીતે અરિહંતોનો શૌર્ય ગુણ જાણવો. ૦ મત નિરસન :- જેઓ બાહ્ય અર્થની સત્તાને જ સત્ય માનનારા છે અને ઉપમાને અસત્ય માનનારા છે, તેવા સાંકૃતાચાર્યના શિષ્યો કહે છે કે, જેઓ સ્તુતિને યોગ્ય છે, તેઓને કોઈની ઉપમા અપાય નહીં કેમકે “ઉપમા હીન કે અધિક હોવાના કારણે કોઈની ઉપમા આપવી તે અસત્ય છે. તેમના આ મતનું ખંડન કરતા ‘પુરિયસીહાળ' એવું વિશેષણ અરિહંતો માટે મૂક્યું. ૦ લલિત વિસ્તરામાં પુરુષસિંહ' ઉપમાને સમજાવવા દશ લક્ષણ કા. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ (૧) શૂર :- જેમ સિંહ એકલો પણ મોટામોટા હાથીઓથી જરા પણ ગભરાયા વિના તેઓની સામે શૌર્ય દાખવે છે. સિંહની ગર્જના માત્ર પણ હાથીઓને થથરાવી દે છે. તે રીતે ભગવંત પણ કર્મરૂપી શત્રુઓ સામે શૂર હોય છે. (૨) ક્રૂર :- સિંહ જે રીતે હાથીઓનો ઉચ્છેદ કરવામાં ભારે ક્રૂર હોય છે, તે પ્રમાણે પ્રભુ કર્મ શત્રુઓનો ઉચ્છેદ કરવામાં ભારે ક્રૂર હોય છે. કર્મોનો ખાત્મો કરવામાં કઠોર મનવાળા અને બાહ્ય અત્યંતર તપમાં મગ્ન રહેનારા હોય છે. (૩) અસહિષ્ણુ :- જેમ સિંહ ગમે તેવા દુશમનને પણ સહી શકતો નથી, પોતાની ગુફામાં કે નજરમાં તેઓનું અવસ્થાન ચલાવી લેતો નથી. તેમ અરિહંતો ક્રોધ, માન, માયા, લોભને સહી શકતા નથી. કષાયોનું લેશમાત્ર અસ્તિત્વ સહી શકતા નથી. (૪) વીર્યવાનું :- અરિહંતો રાગાદિ પ્રત્યે અથાગ વીર્ય પ્રગટાવવામાં સિંહ જેવા છે. જેમ સિંહ મોટા હાથીઓની સામે જરાપણ પાછીપાની કર્યા વિના પરાક્રમથી લડીને તેમનો નાશ કરી દે છે. તેમ પ્રભુ રાગદ્વેષાદિને ભગીરથ વીર્યથી આક્રમી તેનો ધ્વંસ કરી દે છે. (૫) વીર :- જેમ સિંહ વનવાસ, વન પર્યટન આદિ એકલો અને વીરતાથી કરે છે, તેમ અરિહંત પણ વિહાર, તપક્રિયા, પ્રતિમા ધ્યાન આદિ, કોઈની પણ સહાય વિના અને વીરતાથી કરે છે. (૬) અવજ્ઞાવાળા - જેમ સિંહ શિકારી માનવો કે જંતુગણને શુદ્ર ગણીને અવજ્ઞા દૃષ્ટિથી જોતો બેપરવાહ ચાલે છે, તેમ અરિહંતો પણ સુધા, તૃષા, ટાઢ, તડકો, ડાંસ, અપમાન આદિ પરીષહોને શુદ્ર ગણીને અવગણે છે. (૭) નિર્ભય :- જેમ સિંહ એકલો હોય તો પણ મદોન્મત્ત હાથીઓના મોટા ટોળાથી પણ ભય પામતો નથી, મરણ પર્યન્ત તેમનો સામનો કર્યે જાય છે. એવી રીતે અરિહંત પરમાત્મા દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી ગમે તેવા ભયંકર ઉપસર્ગોમાં લેશ માત્ર ભયભીત થતા નથી, ગમે તેવા કષ્ટમાં નિર્ભયપણે તેની સામે સમભાવથી અણનમ ઉભા રહે છે. (૮) નિશ્ચિત્ત :- જેમ સિંહ પોતાના આહારાદિ કે અન્ય વિષયોમાં નિશ્ચિત હોય છે. તેમની પ્રાપ્તિ કે ટકવા વિશે કોઈ ચિંતા કરતા નથી, તેમ અરિહંતો પણ રુચિકર કે અરુચિકર આહાર, સ્થાન આદિ વિશે નિશ્ચિત્ત હોય છે. (૯) અખિન્ન :- જેમ સિંહ પોતાના માર્ગ અને કાર્યમાં ખેદ-કંટાળો લાવતો નથી, ભાગ્યે જ એ ઉદ્વિગ્ન હોય છે, તેમ અરિહંત પરમાત્મા પણ સંયમ માર્ગની સાધનાને જ પોતાનું કાર્ય બનાવેલ હોય, તેમાં કદી ખેદ, કંટાળો, ઉદ્વેગ ન પામે. (૧૦) નિષ્કપ :- જેમ સિંહ પોતાના ઇષ્ટ કાર્યમાં ચંચળ નહીં પણ સ્થિર હોય છે, તેમ અરિહંત પરમાત્મા પણ ધ્યાનમાં અત્યંત સ્થિર રહે છે. તેમાં લેશમાત્ર ચંચળતા કે સહેજ પણ સ્કૂલના પામતા નથી. માટે તે સિંહ સમાન છે. ૦ પુરિવરકુંડલા :- પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીક સમાન છે તેઓને. Page #32 -------------------------------------------------------------------------- ________________ નમૃત્યુાં-સૂત્ર-વિવેચન ૩૧ – પુંડરીક શબ્દનો એક અર્થ છે - શ્વેત કમળ. કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે, જળથી વૃદ્ધિ પામે છે. છતાં તે બંનેને છોડીને ઉપર રહે છે. તે રીતે અરિહંતો સંસારરૂપી કાદવમાં ઉત્પન્ન થાય છે, દિવ્ય ભોગરૂપી જળથી વૃદ્ધિ પામે છે, છતાં તે બંનેને છોડીને તેનાથી અલિપ્ત રહે છે. કમળ જેમ સ્વભાવથી સુંદર, ચક્ષુને આનંદ આપનાર તથા લક્ષ્મીના નિવાસ સ્થાનરૂપ છે. તેમ અરિહંત પરમાત્મા ચોત્રીશ અતિશયોથી શોભતા, પરમાનંદના હેતુરૂપ તથા ગુણ સંપદાઓના નિવાસસ્થાન હોય છે. – પુંડરીક એટલે સહસ્રપત્ર ધવલ (શ્વેત) કમળ, શ્વેત કમળ સમાન પુરુષ એટલે પુરુષવર પુંડરીક. જેમ કમળ શ્વેત હોય છે, તેમ ભગવંતના માંસ અને રૂધીર પણ ધવલ (શ્વેત) હોય છે. વળી તે અશુભતા રહિત હોય છે. સર્વ અનુભાવોને ધારણ કર્તા હોવાથી શુદ્ધત્વ આદિ યુક્ત હોવાથી પુંડરીક સમાન હોય છે. ૦ મત નિરસન :- સુચારુના શિષ્યો માને છે કે ભગવંતો સજાતીય ઉપમાવાળા હોવા જોઈએ, વિજાતીય ઉપમાથી ઉપમાનના ધર્મો ઉપમેયમાં આવી પડવાથી ભગવાનના પુરુષપણા આદિનો અભાવ થશે. તેઓ કહે છે કે – “વિરુદ્ધ ઉપમાને યોગે ઉપમેયમાં ઉપમાના ધર્મો ઘટાવતાં ઉપમેયની વાસ્તવિકતા રહેતી નથી.'' તેમના આ મતનું ખંડન કરતા કહ્યું કે, પુરસવરપુંડરીઞળ - પુરુષ છતાં શ્રેષ્ઠ પુંડરીક જેવા અરિહંતોને મારા નમસ્કાર થાઓ. જેમ ઉત્તમ ગુણોને કારણે કમળનું સેવન (ઉપભોગ) તિર્યંચો, મનુષ્યો અને દેવો પણ કરે છે. તેમ કેવળજ્ઞાનાદિ ઉત્તમ ગુણોના કારણે ભવ્ય પ્રાણીઓ પણ અરિહંતને સેવે છે (પર્યાપાસના કરે છે) તેથી મોક્ષસુખની પ્રાપ્તિમાં અરિહંતો કારણ બને છે. માટે અરિહંતો શ્રેષ્ઠ કમળ સમાન છે. આ પ્રમાણે ભિન્ન જાતીય કમળની ઉપમા આપવા છતાં અર્થમાં કોઈ વિરોધ નહીં હોવાથી ‘સુચારુ’ના શિષ્યો વિજાતીય ઉપમામાં જે દોષ બતાવે છે તેનો અહીં સંભવ નથી. - - ૦ લલિત વિસ્તરા વિવેચનમાં આઠ રીતે કમળ અને અરિહંત પ્રભુની સમાનતા દર્શાવતા કહ્યું છે કે, (૧) જેમ કમળ કાદવમાં જન્મે છે તેમ અરિહંતો કર્મોરૂપી કાદવમાં જન્મે છે. (૨) જેમ કમળ પાણીથી વૃદ્ધિ પામે છે તેમ અરિહંતો પણ સંસારના દિવ્યભોગોરૂપી જળથી વૃદ્ધિ પામે છે. (૩) કમળની માફક અરિહંત પણ ‘‘કાદવ અને જળ’’થી બહાર રહે છે. (૪) જેમ કમળ શોભાયમાન દેખાય છે તેમ અરિહંતો પણ તેમના અતિશયોથી શોભે છે. (૫) કમળ એ જેમ લક્ષ્મીનું નિવાસ સ્થાન છે તેમ અરિહંત પણ વિશિષ્ટ ગુણ સંપત્તિનું નિવાસસ્થાન છે. (૬) જેમ કમળ નેત્રોને આનંદકારી છે તેમ અરિહંતો પણ સમ્યગ્દર્શનાદિ રૂપ આનંદકારી છે. (૭) જેમ કમળ વિશિષ્ટ ગુણોને લીધે તિર્યંચ-નર-દેવોથી સેવ્ય છે, તેમ અરિહંતો પણ કેવળજ્ઞાનાદિ ગુણને કારણે સેવ્ય છે. (૮) કમળ જેમ સુખનું કારણ છે તેમ અરિહંતો પણ શાશ્વત સુખનું કારણ છે ૦ પુરસવરપંચતત્ત્વીળ :- પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાનને— Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ – કુંજર કે કરિવરને સૂંઢરૂપી હસ્ત હોય છે, તેથી તે હસ્તી કહેવાય છે. આ હસ્તીના ભદ્ર, મંદ્ર, મૃગ આદિ અનેક ભેદો છે. તેમાં જે હાથીની ગંધમાત્રથી સામાન્ય હાથીઓ દૂર ભાગી જાય, તે ‘ગંધહસ્તી' કહેવાય છે. અરિહંતોને ગંધહસ્તીની ઉપમા એટલા માટે અપાઈ છે કે તેઓના વિહારરૂપી પવનની ગંધથી જ સ્વચક્ર, પરચક્ર, દુષ્કાળ, મહામારી આદિ દૂર ભાગી જાય છે. મત નિરસન :- બૃહસ્પતિના શિષ્યો માને છે કે ૩૨ ‘પહેલાં સામાન્ય ગુણ, પછી વિશિષ્ટ પછી તેથી વિશિષ્ટ' એમ યથાક્રમે ઉત્તરોત્તર ગુણોનું વર્ણન કરવું જોઈએ, એ ન્યાયે પહેલાં હીનગુણવાળી અને પછી અધિક ગુણવાળાની ઉપમા આપવી જોઈએ. જો વ્યાખ્યામાં આવો ક્રમ ન સચવાય તો જેની વ્યાખ્યા કરવી હોય તે પદાર્થ પણ ક્રમ વિનાનો બની જાય અને ગુણો ક્રમશઃ વૃદ્ધિ પામે છે, તેથી તે ઠરે છે. તેઓ કહે છે કે, ‘જેના વિકાસમાં ક્રમ નથી તે વસ્તુ અસત્ અસત્ (ખોટી) છે. તેથી અરિહંતના ગુણોનો પણ વિકાસ ક્રમિક છે, એમ જણાવવા માટે પહેલા સામાન્ય અને પછી વિશિષ્ટ ઉપમા આપવી જોઈએ.' - તેમના આ મતનું ખંડન કરતાં કહે છે કે, “પુસિવર બંધથીળ’’ આ પદથી અરિહંતને ‘પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન' એમ કહીને તેઓને મારો નમસ્કાર થાઓ' એમ કહ્યું. આ ઉપમા દ્વારા ‘ક્ષુદ્ર હાથીઓને નસાડવા' વગેરે ધર્મો દ્વારા ગંધહસ્તિની સાથે અરિહંતનું સમાનપણું દર્શાવ્યું છે. પહેલાં અરિહંતને સિંહની ઉપમા આપી, પછી કમળની અને પછી ગંધહસ્તિની ઉપમા આપી. ગંધહસ્તિથી સિંહ બલિષ્ટ છે. છતાં અક્રમથી પહેલા સિંહની અને પછી ગંધહસ્તિની ઉપમા આપી. તે દ્વારા એવું સૂચિત કર્યું કે, બૃહસ્પતિના શિષ્યોનો મત ખોટો છે. વસ્તુતઃ સામાન્ય કે વિશિષ્ટ સઘળા ગુણો પદાર્થમાં પરસ્પર સાપેક્ષપણે - સાથે જ રહે છે. તેથી ગુણીની સ્તુતિ ક્રમથી કે ક્રમરહિત કરવામાં કોઈ દોષ નથી. એ પ્રમાણે પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક અને પુરુષવર ગંધહસ્તીના વિશિષ્ટ ધર્મના યોગે જ નિયમા અનાદિ ભવોમાં, ચારિત્ર સ્થિતિમાં અને મોક્ષમાં સ્તવવા યોગ્ય સ્વભાવસંપત્તિની સિદ્ધિ થાય છે. સ્તોતવ્ય સંપત્તિની જ આ અસાધારણ સ્વરૂપ હેતુ સંપદા છે એમ લલિત વિસ્તરામાં કહ્યું છે સંક્ષેપમાં કહીએ તો – પુરિમુત્તમાળ આદિ ચાર પદોથી અરિહંત ભગવંતોની સ્તુતિના વિશેષ હેતુઓ જણાવ્યા. આથી જ તેનું નામ “સ્તોતવ્ય વિશેષ હેતુ સંપદા'' છે. એ રીતે ત્રીજી સંપદા પૂર્ણ થઈ હવે સ્તુતિ કરવા યોગ્ય તે અરિહંત દેવો સામાન્ય રીતે લોકમાં કેવા ઉપયોગી છે ? તે જણાવવા પાંચ પદોવાળી ‘સ્તોતવ્ય સામાન્ય ઉપયોગ'' નામની ચોથી સંપદાનું વર્ણન કરે છે. જે માટે પ્રયોજાયેલ પદો છે – ‘લોગુત્તમાણં, લોગનાહાણું, લોગહિયાણં, લોગપઈવાણું, લોગપજ્જોઅગરાણં. આ પદોની વ્યાખ્યા આ પ્રમાણે છે– - ૦ હોમુત્તમાનં -- જેઓ લોકમાં ઉત્તમ છે તેઓને. - લોકમાં વિશ્વમાં જેઓ ઉત્તમ છે, તેઓ લોકોત્તમ' કહેવાય છે, તેવા - ---- Page #34 -------------------------------------------------------------------------- ________________ નમુત્થણ-સૂત્ર-વિવેચન ૩૩ NTB ‘લોકોત્તમ અરિહંતોને' આ પદથી નમસ્કાર કરાયેલ છે – અહીં લોક શબ્દથી ભવ્ય પ્રાણીરૂપ લોક લેવાનો છે. અન્યથા અભવ્યની અપેક્ષાએ સર્વ ભવ્યો ઉત્તમ જ છે, તેથી અરિહંત પરમાત્માની ઉત્તમતા સાબિત થઈ શકે નહીં. એટલે કે અરિહંતો ભવ્ય આત્માઓના સમૂહરૂપ લોકમાં સકલ કલ્યાણના કારણભૂત વિશિષ્ટ ભવ્યત્વને ધારણ કરનારા હોવાથી ઉત્તમ છે. – ભગવંતો માત્ર પુરુષોમાં જ ઉત્તમ છે તેમ નહીં, પરંતુ સકલ જીવલોકમાં પણ ઉત્તમ છે. અહીં “લોક' શબ્દથી તિર્યંચ, મનુષ્ય, નારક, દેવરૂપ લક્ષણવાળા જીવલોકને ગ્રહણ કર્યો છે. તેમાં ઉત્તમ કહ્યા છે. અરિહંતો ચોત્રીશ બુદ્ધાતિશય આદિ અસાધારણ ગુણ સમૂહને ધારણ કરનારા હોવાથી સકલ સુર, અસુર, ખેચર, નર, સમૂહ દ્વારા નમન કરાતા હોવાથી લોકમાં ઉત્તમ કહેવાય છે. – “જે શબ્દો સમૂહવાચક હોય, તે શબ્દો તે સમૂહના અમુક અવયવ (અંશ) વિભાગના પણ વાચક હોય” એવું શબ્દશાસ્ત્રનું કથન છે. તેથી અહીં લોક શબ્દથી “સર્વ ભવ્યજીવોમાં ઉત્તમ' એમ સમજવું. જો કે ધર્માસ્તિકાયાદિ પાંચ અસ્તિકાયના સમૂહવાળા ક્ષેત્ર (ચૌદ રાજ)ને લોક કહેવાય છે. તો પણ અહીં તીપુત્તમા - માં “લોક” શબ્દને શબ્દશાસ્ત્રના ન્યાયનુસાર સર્વ ભવ્ય પ્રાણીઓ રૂ૫ જ લોક' સમજવો. કેમકે ભગવંતને અહીં ઉત્તમ કહ્યા છે, તે ઉત્તમતા સમાન જાતિવાળાઓમાં હોય તો યોગ્ય છે. આથી જ તેઓ સજાતીય એવા ભવ્ય જીવોમાં ઉત્તમ છે તેમ કહ્યું. તે એ કારણે સાચું છે કે, સર્વ ભવ્ય પ્રાણીઓમાં સકલ કલ્યાણના કારણભૂત ‘તથાભવ્યત્વ' ભાવ તો માત્ર ભગવંતમાં જ હોય છે. તેમને નમસ્કાર થાઓ. ૦ લલિત વિસ્તરામાં જણાવે છે કે, “ભવ્યત્વ એટલે મોક્ષપ્રાપ્તિની યોગ્યતા' તે અનાદિ પારિણામિક ભાવ છે. તથાભવ્યત્વ તો પ્રત્યેક જીવનું જુદા જુદા પ્રકારનું હોય છે. કેમકે જીવોને ધર્મબીજ વગેરેની સિદ્ધિ થાય છે તે ભિન્ન ભિન્ન કાળ આદિમાં થાય છે. એ રીતે વ્યક્તિભેદે ભિન્ન ભિન્ન સ્વરૂપે રહેલ ભવ્યત્વને તથાભવ્યત્વ કહે છે. અર્થાત્ વિશિષ્ટ ભવ્યત્વ એ જ તથાભવ્યત્વ. તેમાં અરિહંતો સર્વોત્તમ હોવાથી તેમને લોકોત્તમ કહ્યા છે. તો નાહા - લોકના નાથોને. લોકના નાથ તે લોકનાથ, તેઓને. – લોક શબ્દથી અહીં રાગાદિ ઉપદ્રવોથી રક્ષણીય વિશિષ્ટ ભવ્યલોક સમજવાનો છે. તેમનો યોગ અને ક્ષેમ કરવા વડે અરિહંત દેવો લોકનાથ કહેવાય છે. બીજાધાન (બીજ એટલે સમ્યકત્વ અને તેનું આધાન એટલે સ્થાપન), બીજોદુભેદ અને બીજનું પોષણ વગેરે યોગ છે અને ઉપદ્રવોથી રક્ષણ તે ક્ષેમ છે. (સૂત્ર-૧૧ “જગચિંતામણિ'માં “નાના' શબ્દનું વિવેચન જોવું.). – લોક શબ્દનો અર્થ અહીં “સંજ્ઞિભવ્યલોક' અર્થ લેવો. તેના “નાથ'. - નાથ તે કહેવાય, કે જે અપ્રાપ્ય વસ્તુને પ્રાપ્ય કરાવવારૂપ યોગને અને પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરવારૂપ લેમને કરે. અહીં અરિહંતને લોકના નાથ કહ્યા તે પણ [2] 3] Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ સર્વ ભવ્ય પ્રાણીરૂપ લૉકની અપેક્ષાએ નહીં. કારણ કે ભવ્યોમાં પણ જે ‘જાતિભવ્ય' આદિ હોય છે. તેઓનો યોગ-ક્ષેમ ભગવંતથી પણ થઈ શકતો નથી. જો તેમ થાય તો સર્વેનો મોક્ષ થઈ જાય. પણ ભગવંત તેવા ભવ્ય પ્રાણીઓના યોગ-ક્ષેમ કરનારા નાથ થઈ શકતા નથી. ભગવંત તો જેમનામાં ધર્મબીજની સ્થાપના વગેરે ગુણો પ્રગટ થવાથી બીજા ભવ્ય જીવોની અપેક્ષાએ જેઓ ભિન્ન છે, તેમના નાથ થઈ શકે છે. ૦ તોદિગાનં – લોકનું હિત કે કલ્યાણ કરનારાઓને, લોકનું હિત કરે તે ‘લોકહિતકર' તેઓને. ‘લોકહિતકર અરિહંતોને મારા નમસ્કાર થાઓ' એવો અર્થ અહીં સમજવો. અહીં ‘‘લોક'' શબ્દથી વ્યવહાર રાશિમાં આવેલો સર્વ પ્રાણિવર્ગ સમજવાનો છે. ‘‘હિત' એટલે આત્મહિત કે કલ્યાણ. અરિહંત પરમાત્મા સમ્યક્ પ્રરૂપણા વડે વ્યવહાર રાશિમાં આવેલા સર્વ પ્રાણિવર્ગનું કલ્યાણ કરે છે. ‘લોક' અર્થાત્ એકેન્દ્રિયાદિ પ્રાણિ વર્ગ. તેનું હિત અર્થાત્ આત્યંતિક રક્ષા. જે પ્રકર્ષ પ્રરૂપણા દ્વારા શક્ય બને છે. - - ‘લોક’ શબ્દથી અહીં ચૌદરાજલોકગત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના વ્યવહાર રાશીના સર્વે જીવો સમજવા. ભગવંત સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગનો ઉપદેશ કરીને તે સર્વ જીવોનું સ્વથી કે પરથી થતા દુઃખોથી રક્ષણ કરે છે. માટે વ્યવહાર રાશીના સર્વ જીવોરૂપ લોકના હિતકારક કહ્યા. (ચૈત્યવંદન મહાભાષ્ય આદિમાં ધર્માસ્તિકાય વગેરે પાંચ અસ્તિકાયના સમૂહરૂપ ચૌદ રાજલોકના સ્વરૂપનો ઉપદેશ કરનાર હોવાથી તેઓને લોકનું હિત કરનારા એમ કહ્યા છે.) ૦ લલિત વિસ્તરામાં લોક શબ્દના બે અર્થ બતાવ્યા છે (૧) સાંવ્યવહારિક આદિ પ્રકારમાં વહેંચાયેલ પ્રાણિલોક. (૨) પંચાસ્તિકાય સ્વરૂપ સઘળો લોક. અહીં અલોકનો પણ લોકમાં જ સમાવેશ છે. કેમકે આકાશાસ્તિકાય એ લોક અલોક ઉભય સ્વરૂપ છે. આવા પ્રકારના લોકને હિતરૂપ. - ૦ લઘુ દૃષ્ટાંત ભરતક્ષેત્રના છ એ ખંડની સાધના કરી પાછા આવેલા ભરત ચક્રવર્તીએ પોતાના અટ્ઠાણું ભાઈઓને દૂત મોકલીને સંદેશો આપ્યો કે મારી આજ્ઞાનો તમે સ્વીકાર કરો. તેઓએ ઉત્તર આપ્યો કે તને પણ પિતાએ રાજ્ય આપ્યું છે અને અમને પણ પિતાએ રાજ્ય આપ્યું છે. અમે પિતાને પૂછીશું. તેઓ જેમ કહેશે તેમ કરીશું. બધાં ભાઈઓ ભેગા થઈને ભગવંત પાસે ગયા. ભગવંતને પૂછયું, ત્યારે ભગવંતે તેઓને ભોગથી નિવર્તવા માટે ધર્મ ઉપદેશ કહ્યો. મુક્તિ સમાન કોઈ સુખ નથી તેમ જણાવ્યું. ત્યારપછી ઋષભદેવ ભગવંતે તેમને અંગારદાહકનું દૃષ્ટાંત આપ્યું. દૃષ્ટાંતનો ઉપનય કરતા ભગવંતે મનુષ્યલોકના અશુચિમય, અલ્પકાલિક, તુચ્છ, વિરસ કામભોગોની પ્રરૂપણા કરી ત્યારે અટ્ઠાણુ ભાઈઓ તેથી સમ્યગ્ બોધ પામ્યા. તે બધાંએ દીક્ષા ગ્રહણ કરી. -- Page #36 -------------------------------------------------------------------------- ________________ નમુત્થણં-સૂત્ર-વિવેચન ૩૫ આ રીતે સમ્યક્ પ્રરૂપણા દ્વારા તે બધાંનું હિત કરનારા થયા. • તાપવાળું – લોક પ્રદીપોને. લોકમાં પ્રકાશ કરનાર મહાદીપકોને. - લોક એટલે સંક્ષિ-લોક અથવા સંક્ષિ-પ્રાણીઓનો સમૂહ. પ્રદીપ એટલે વિશેષ પ્રકાશ આપનારો દીવો. અરિહંત પરમાત્માની દેશના સમસ્ત જ્ઞય ભાવોને પ્રકાશનારી હોવાથી તથા હેય અને ઉપાદેયનો બોધ કરાવનારી હોવાથી સંજ્ઞી પ્રાણીઓના હૃદયમાં રહેલો મિથ્યાત્વરૂપ ગાઢ અંધકાર ભેદી નાખે છે, તેથી તેમને માટે તેઓ પ્રદીપ-સમાન બને છે. – લોક અર્થાત્ વિશિષ્ટ તિર્યંચ, નર, દેવ રૂ૫ લોક. તેમના અંત તિમિરને નિવારવાને માટે પ્રકૃષ્ટ પદાર્થ પ્રકાશ કરનારા હોવાથી પ્રદીપ. એવા લોકપ્રદીપ અરિહંતોને મારા નમસ્કાર થાઓ. – લોકને પ્રદીપની જેમ પ્રકાશ આપનારા. લોક શબ્દથી વિશિષ્ટ સંજ્ઞીપંચેન્દ્રિય જીવોરૂપ લોક સમજવો. કેમકે ભગવંત તેવા વિશિષ્ટ સંજ્ઞીજીવોમાં તે-તે પ્રકારની દેશનારૂપી જ્ઞાનનાં કિરણો વડે મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ કરીને યથાયોગ્ય શૈયભાવોનો પ્રકાશ કરે છે. અહીં વિશિષ્ટ સંજ્ઞી જીવોને અંગે જ ભગવંતનું પ્રદીપપણું-પ્રકાશપણું ઘટે છે. કેમકે સમવસરણમાં સર્વેને પ્રતિબોધ થતો નથી. દીવો અંધને પ્રકાશ કરી શકતો નથી તેમાં તેનું અંધત્વ કારણ છે, તેમ ભગવંત પણ અન્ય જીવોને પ્રકાશ કરી શકે નહીં તેમાં તેનું ઘનમિથ્યાત્વરૂપ અંધત્વ કારણભૂત જ છે. * ૧ તોપો રા - લોકમાં પ્રદ્યોત કરનારાઓને. - લોકમાં પ્રદ્યોત કરનાર તે લોક-પ્રદ્યોતકર. ‘લોક' શબ્દથી અહીં વિશિષ્ટ ચૌદપૂર્વધરો સમજવાના છે. તેમના હૃદયમાં રહેલા જીવાદિતત્ત્વ વિષયક સૂક્ષ્મતમ સંદેહોનું નિરાકરણ તથા વિશિષ્ટ બોધ અરિહંત પરમાત્મા દ્વારા થાય છે, તેથી અરિહંતો તેમને માટે પ્રદ્યોતકર બને છે. પૂર્વધરોમાં પણ તત્ત્વસંવેદનની વિશિષ્ટતાને લીધે તારતમ્ય હોય છે. તેથી અહીં જીવાદિ તત્ત્વોનું જેમાં યથાર્થ પ્રદ્યોતીકરણ થાય તેવા વિશિષ્ટ પૂર્વધરોનું જ સૂચન છે. – લોકને સૂર્યની માફક પ્રદ્યોત કરનારાને. એવા લોક પ્રદ્યોતકર અરિહંતોને મારા નમસ્કાર થાઓ. લોક શબ્દથી પૂર્વે કહ્યા મુજબ ચૌદપૂર્વી(ગણધરો) લેવા. કેમકે તેઓમાં જ નિશ્ચયથી સમકિત હોવાથી સૂર્યની જેમ ભગવંતો તેઓને તત્ત્વોનો પ્રકાશ કરે છે. અહીં પ્રકાશ કરવા યોગ્ય જીવાદિ સાત (કે નવ) તત્ત્વો સમજવા. આ તત્ત્વોને યથાર્થ રીતે તેઓ જ જાણી શકે કે જેઓમાં વિશિષ્ટ યોગ્યતા હોય. આ તત્ત્વોનો પ્રકાશ પણ સર્વ પૂર્વધરોમાં સરખો સંભવી શકતો નથી. કારણ કે વૃદ્ધ પરંપરાથી સંભળાય છે કે – ચૌદ પૂર્વધરો પણ પરસ્પર છ સ્થાન વૃદ્ધિ-હાનિની તરતમતાવાળા હોય છે. આ છ સ્થાન (છ ઠાણ) તે – (૧) અનંત ભાગ વૃદ્ધિ, (૨) અસંખ્યાત ભાગ વૃદ્ધિ, (૩) સંખ્યાત ભાગ વૃદ્ધિ, (૪) સંખ્યાતગુણ વૃદ્ધિ, (૫) અસંખ્યાતગુણ વૃદ્ધિ, (૬) અનંત ગુણવૃદ્ધિ. એ રીતે છે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ સ્થાન હાનિ જાણવી. જેથી તે સર્વેને જીવાદિ તત્ત્વોનો પ્રદ્યોત સમાન થઈ શકતો નથી. અહીં પ્રદ્યોત' એટલે વિશિષ્ટ પ્રકારના નય-નિપાદિથી સંપૂર્ણ તત્ત્વજ્ઞાનના અનુભવની યોગ્યતા. એ યોગ્યતા વિશિષ્ટ ચૌદ પૂર્વધરોમાં જ હોય છે. – લલિત વિસ્તરા ટીકામાં જણાવે છે - લોક શબ્દથી જો કે પ્રકરણાનુસાર ભવ્યલોકનું ગ્રહણ થાય છે, પણ અહીં “લોક' શબ્દથી ઉત્કૃષ્ટ બુદ્ધિવાળો જીવલોક જ ગ્રહણ કરવાનો છે. વિશિષ્ટ પ્રકાશ માત્ર ગણધરોને જ થાય છે. માત્ર ત્રણ પદો ઉપૂત્રે ૩ વા, વિમે ડું વા, ધૂવે રૂ વા.” પ્રાપ્ત કરીને સમગ્ર દ્વાદશાંગીની રચના કરી દે છે. અહીં તીર્થકરો સિવાય આ ત્રિપદીનું બીજા કોઈ ઉચ્ચારણ કરી શકતા નથી, ગણધરો સિવાય બીજા કોઈને ત્રિપદીથી આટલો બોધ પણ થઈ શકતો નથી. ગણધરોની માફક ભગવંતના બીજા શિષ્યો પણ ચૌદ પૂર્વો સહિત દ્વાદશાંગીના જ્ઞાતા હોય છે. પણ તે બધા માટે અરિહંતો પ્રદ્યોતકર થતા નથી. કેમકે ઉત્કૃષ્ટ પ્રકાશ માત્ર દ્વાદશાંગીના પ્રણેતા ગણધર મહર્ષિને જ થાય છે. અન્ય ચૌદપૂર્વ અધ્યેતાને થતો નથી. ૦ આ પ્રમાણે લોકોત્તમ વગેરે પાંચ પ્રકારે પરોપકારક હોવાથી સ્તોતવ્ય સંપદાની “સામાન્ય ઉપયોગ" નામની પાંચ પદની આ ચોથી સંપદા કહી. હવે આ સંપદાના હેતુઓ જણાવનારી “ઉપયોગ હેતુ સંપદા” નામની પાંચમી સંપદા કહે છે. અભયદયાણ, ચક્ખુદયાણું, મગ્નદયાણ, સરણયાણ, બોડિયાણ. (આ સૂત્રમાં “સરવયાળ' શબ્દ પછી સમવાય નામના આગમમાં તેમજ કલ્પસૂત્રમાં નવરિયા' પાઠ પણ છે.) - હવા – જેમ ચાર પદોમાં “પુરિસ' શબ્દ આરંભે આવતો હતો, પછી પાંચ પદોમાં “ત્નો' શબ્દ આરંભે આવ્યો હતો. તેમ હવે પછીના પાંચ (કે છે) પદોમાં “રા' શબ્દ અંતે આવે છે. (અહીં પાંચ કે ‘વિકલ્પ છ' એટલા માટે કહ્યું કે, જો માત્ર “ઉપયોગ હેતુ”રૂપ પાંચમી સંપદાનો વિચાર કરો તો સમવાયાં ના સૂત્ર-૧માં ‘નીવદયા' એવો છઠો ‘રવા' વાળો શબ્દ છે અને પ્રસ્તુત નમુત્યુvi સૂત્રનો જ વિચાર કરીએ તો હવે પછીની છઠી સંપદામાં પણ થમ્પયા પદથી યાપ પ્રયોગ છે.) યા શબ્દનો અર્થ “દેનારા' અથવા “આપનારાઓને છે. • સમયથા – સર્વ જીવોને અભય દેનારાઓને. – અભયને દેનારા તે “અભયદ' તેવા અરિહંતોને નમસ્કાર. – અભય અર્થાત્ “ભયનો અભાવ'. ભય એટલે ભીતિ, બીક, ડર, આ ભય એ મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતો આત્માનો એક પ્રકારે અધ્યવસાય છે. જીવની અત્યંત અવિકસિત સ્થિતિમાં પણ ભય' નામક સંજ્ઞારૂપે તે દૃષ્ટિગોચર થાય છે. જેમકે રીસામણી નામની વનસ્પતિના પાનને સ્પર્શ થતાં જ તે એટલી બધી ભય પામે છે કે તેની પાંદડીઓ ઝડપથી બીડાઈ જાય છે. આવો ભય મુદ્ર જંતુથી લઈને પશુપક્ષી સુધી તથા મનુષ્ય આદિમાં પણ જણાઈ આવે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ નમુલ્યુશં-સૂત્ર-વિવેચન ૩૭ – આ ભય સ્થાનોને ઠાણાંગ સૂત્ર-૬૦૦ અને સમવાય સૂત્ર-૭માં સાત પ્રકારે વિભાજીત કરાયેલ છે. તેથી સામાન્યથી એવું વિધાન કરાતું હોય છે કે અરિહંતો આ સાત પ્રકારના ભયોને દૂર કરનારા છે. પરંતુ મુખ્યતાએ તો એક જ અર્થ મહત્ત્વનો છે કે અરિહંતો સર્વ જીવોને અભય-દેનારા છે. (સાત ભયોમાં ઠાણાંગ અને સમવાયાંગમાં માત્ર એક જ ભેદ છે – પાંચમાં ભયરૂપે ઠાણાંગમાં “વેદના ભય' કહ્યો છે, જ્યારે સમવાયાંગમાં ‘આજીવિકાભય’ કહેલો છે.) (૧) ઇહલોક ભય :- સજાતીય ભય, મનુષ્યને મનુષ્યથી ભય હોવો તે. (૨) પરલોક ભય :- વિજાતીય ભય, તિર્યંચ આદિ અન્ય જાતિનો ભય. (૩) આદાન ભય :- દ્રવ્ય આશ્રીત, ધન-સંપત્તિ આદિ ચોરો વડે લુંટાઈ જવાનો અથવા દ્રવ્ય અપાર ભય. (૪) અકસ્માત ભય :- બાહ્ય નિમિત્ત નિરપેક્ષ, આગ, જળપ્રલય, ભુકંપ ઇત્યાદિ કારણે અકસ્માત થવાનો ભય. (૫) વેદના ભય :- રોગ, વ્યાધિ આદિ કારણે થતી પીડાનો ભય. (અથવા આજીવિકા ભય :- અર્થ નિવડના સાધનો છૂટી જવાનો ભય) (૬) મરણ ભય :- મૃત્યુ પામવાનો, મરણ આવવાનો ભય. (૭) અશ્લોક ભય :- અપકીર્તિ થવાનો ભય. -૦- (અથવા) જ્ઞાની પુરુષો કૃતિ' નામે ઓળખાતા ધર્મભૂમિકાના કારણભૂત આત્માના વિશિષ્ટ સ્વાથ્યને પણ ‘અભય' કહે છે. તેની પ્રાપ્તિ પણ અરિહંત પરમાત્મા થકી જ થાય છે. કેમકે તેઓ ગુણના પ્રકર્ષને પ્રાપ્ત થયેલા હોય છે. તથા અચિંત્ય શક્તિથી યુક્ત હોય છે. - સમવાય સૂત્ર-૧ વૃત્તિમાં જણાવે છે કે, પૂર્વે તો નાહ વિશેષણ વપરાયું. આ વિશેષણ તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ માટે પણ તે-તે તીર્થિકના મતે સંભવે છે. તો પછી “અરિહંતો'માં વિશેષતા શું રહેશે ? તેના ઉત્તરમાં સમયવયાનું કહ્યું, જે ભયને આપતા નથી તે.” પ્રાણનું હરણ કરવામાં રસિક એવા ઉપસર્ગ કર્તા પ્રાણીને પણ ભય આપતા નથી અથવા આવા પ્રાણીથી પણ ભય રહેતો નથી માટે તેઓ ‘મય' છે. બીજી વ્યાખ્યા એ રીતે આપી છે કે, સર્વ પ્રાણીના ભયનો પરિહાર કરતી એવી દયા જેનામાં રહેલી છે તેથી તેઓ ‘સામવેદ' કહેવાય છે. આવી દયા વિષ્ણુ-શંકર આદિમાં હોતી નથી. તેથી અભયદાતા એવા અરિહંતને નમસ્કાર કરવાનું કહ્યું. ૦ લલિતવિસ્તરા ટીકામાં જણાવે છે કે – અભય, ચક્ષુ, માર્ગ આદિ પ્રાપ્ત થવામાં અરિહંતો જ કારણભૂત છે. જ્યારે મોક્ષે જવા પૂર્વે ચરમાવર્ત-છેલ્લા યુગલ પરાવર્ત કાળમાં જીવ આવે ત્યારે જ તેને ભવનિર્વેદ જાગે. ભવ નિર્વેદ એટલે સંસાર પર અરુચિ, ભવ્યાત્માને જ્યારે આવી અરુચિ જાગે તો જ અરિહંત પરમાત્મા પર બહુમાન થાય. બહુમાનથી મિથ્યાત્વ-મોહનીયાદિ કર્મોનો ક્ષયોપશમ થાય છે, ત્યારે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ અભય, ચક્ષુ, માર્ગ, શરણ આદિ ધર્મની પ્રાપ્તિ થાય. પછી જ સમ્યગૂ દર્શનાદિ મોલોપયોગી ધર્મની પ્રાપ્તિ થઈ શકે. તેથી અરિહંતનું બહુમાન પ્રથમ જરૂરી છે. અભય, ચક્ષુ, માર્ગ આદિ ક્રમશઃ પ્રાપ્ત થનારા ગુણો છે. અર્થાત્ અભય આવે તો ચક્ષુ પ્રગટે, ચક્ષુ આવે તો જ માર્ગ હોય, તો જ શરણ અને તો જ બોધિ જન્મે. તેથી પહેલું અભય અર્થાત્ આત્મસ્વાથ્ય જરૂરી છે. આ આત્મસ્વાથ્ય વૃતિ’ સ્વરૂપ છે. તે વૃત્તિની પ્રાપ્તિ પૂર્વે કહ્યા મુજબ અરિહંત થકી પ્રાપ્ત થાય છે. માટે અરિહંતો “અભયદાતા' છે. ૦ લઘુ દૃષ્ટાંત – (ભગવંતનો કારુણ્યભાવ કે અભયદાન ગુણ સંદર્ભમાં) ભગવંત અરિષ્ટનેમિ જ્યારે કુમારાવસ્થામાં હતા ત્યારે તેમનું અતુલબલ જોઈને કૃષ્ણ વાસુદેવે તેમનાં વિવાહ કરાવવાનો સંકલ્પ કર્યો. ઉગ્રસેન રાજા પાસે જઈને રાજીમતી કન્યા માટે માંગણી કરી. વિવાહ માટે સંમત થતા બંને પક્ષે વિવાહની તૈયારી શરૂ થઈ. અરિષ્ટનેમિકુમારની જાન જોડવામાં આવી. જ્યારે અરિષ્ટનેમિ વિવાહ અર્થે ઉગ્રસેન રાજાને ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં જાનૈયાઓના ભોજન માટે સેંકડો પશુ-પક્ષીઓને એકઠા કર્યા હતા. વાડામાં બંધ કરાયેલા પશુઓના કરુણરૂદનથી અરિષ્ટનેમિનું હૃદય દ્રવી ઉર્યું. તે સર્વે જીવોને મરણના ભયથી શોકગ્રસ્ત જાણીને તે સર્વે જીવોને ભયમુક્ત કરવાનાં ભાવથી (અભયદાન બુદ્ધિથી) વિવાહોત્સવને ધિક્કારી પોતાનો રથ પાછો વાળવા સારથીને કહી દીધું. ત્યાંથી પાછા વળી ગયા. આ છે અરિહંત પરમાત્માનો “અભયદાતાપણાનો ગુણ.' • રવરફુચાi – શ્રદ્ધારૂપી ચક્ષુ(નેત્રો) દેનારાઓને. – ચક્ષને આપે તે “ચક્ષુઈ’ કહેવાય છે. અહીં ‘ચક્ષુ' શબ્દથી ભાવચક્ષુ અથવા શ્રદ્ધારૂપી નેત્રો સમજવાના છે. કારણ કે તેની પ્રાપ્તિ વિના કલ્યાણકર વસ્તુતત્ત્વનું દર્શન થતું નથી. ધર્મરૂપી કલ્પવૃક્ષના અવંધ્ય બીજ જેવી ઉત્તમ પ્રકારની શ્રદ્ધા અરિહંત દેવો થકી જ પ્રાપ્ત થાય છે, તેથી તેઓને વરવુ' કહ્યા છે. ૦ સમવાય સૂત્ર-૧ની વૃત્તિમાં જણાવે છે કે – અરિહંતો માત્ર અભયદાનપણાના ગુણથી માત્ર અપકાર કરનારાના અનર્થનો પરિહાર કરતા નથી પણ અર્થની પ્રાપ્તિ પણ કરાવે છે. તે દર્શાવવા માટે તેમને “વહુય' પણ કહ્યા છે. ‘ચક્ષુ' અર્થાત્ શ્રુતજ્ઞાન. જેના વડે શુભ-અશુભ વિભાગ કરીને તે આપે છે માટે તેમને ચક્ષુદય કહ્યા. તેઓ શ્રત અને શ્રદ્ધારૂપી ચક્ષુના દાતા છે. – વવવુદયાપ એટલે ચક્ષુદાતાને. અહીં તત્ત્વજ્ઞાનમાં કારણભૂત વિશિષ્ટ આત્મધર્મરૂપ ચક્ષુ સમજવા બીજાઓ તેને “શ્રદ્ધા' કહે છે. જેમ ચક્ષુ વિનાનો જીવ પદાર્થને જોવા માટે અયોગ્ય છે, તેમ શ્રદ્ધા રહિત આત્મા પણ તત્ત્વના દર્શન માટે અયોગ્ય છે – તત્ત્વને સમજી શકતો નથી. વળી આવી માર્ગાનુસારી શ્રદ્ધા કંઈ સહેલાઈથી પ્રગટ થતી નથી. મિથ્યાત્વરૂપી અંધકાર મંદ પડે ત્યારે જ પ્રગટે છે. કલ્યાણ-ચક્ષુ સમાન તે શ્રદ્ધા પ્રગટ થવાથી જીવને વાસ્તવિક તત્ત્વનું દર્શન થાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ નમુત્થણં-સૂત્ર-વિવેચન ૩૯ ધર્મરૂપી કલ્પવૃક્ષના અવંધ્યબીજરૂપી આ શ્રદ્ધા અરિહંત દ્વારા જ થાય છે. માટે શ્રદ્ધારૂપ ચક્ષુને દેનારા એવા (વરવુદયા) અરિહંતોને નમસ્કાર થાઓ કહ્યું. • માયા – માર્ગ દેખાડનારાઓને, માર્ગના દાતાને. – માર્ગ દેનારને “માર્ગદ' કહેવાય છે. અહીં માર્ગ શબ્દથી વિશિષ્ટ ગુણ સ્થાનકની પ્રાપ્તિ કરાવનારો કર્મનો સ્વાભાવિક ક્ષયોપશમ સમજવાનો છે. જેની પ્રાપ્તિ તીર્થંકર પરમાત્મા દ્વારા જ થાય છે, માટે તેને મહિય કહ્યા. – વૃત્તિકાર મહર્ષિ કહે છે કે, “માર્ગ' અર્થાત્ સમ્યગુ દર્શનજ્ઞાન ચારિત્રાત્મક પરમપદ રૂપ પથ દેનાર છે માટે અરિહંતોને “વિય' કહ્યા છે. - યોગશાસ્ત્રમાં મહયાઇi નો અર્થ કર્યો – “મોક્ષમાર્ગ દેનારને.” અહીં માર્ગ એટલે - સર્પના દરની જેમ સીધો, વિશિષ્ટ ગુણસ્થાનકને પ્રાપ્ત કરાવનાર અને સ્વરસવાહી' (આત્મસ્વરૂપનો અનુભવ કરાવનાર) એવો કર્મનો ક્ષયોપશમ વિશેષ. (ક્ષયોપશમ અર્થાત્ ઉદયમાં આવેલા કર્મોનો ક્ષય અને સત્તામાં રહેલા કર્મોનો ઉપશમ). આવી અવક્ર અર્થાત્ સરળ મોક્ષ સાધનાને અનુકૂળ ચિત્તની પ્રવૃત્તિને માર્ગ કહ્યો છે. - બીજા મતે જે ચિત્ત પ્રવૃત્તિ “મોક્ષમાં હેતુ હોય, જે “સ્વરૂપે મોક્ષસાધક' હોય. જેનું પરિણામ કે ફળ પણ “મોક્ષ' હોય એ રીતે હેતુથી, સ્વરૂપથી અને ફળથી જે શુદ્ધ હોય, તેવી ચિત્ત પ્રવૃત્તિને “સુખા' કહે છે અને તે “માર્ગ છે. તેના અભાવે યથાયોગ્ય ગુણસ્થાનની પ્રાપ્તિ થતી નથી. કારણ કે માર્ગની વિષમતાથી ચિત્તની સ્કૂલના થાય, તેથી ગુણોની પ્રાપ્તિમાં વિઘ્નો આવે. આ માર્ગ ભગવંત થકી જ પ્રાપ્ત થાય. તેથી ‘મા ’ એવા અરિહંતને નમસ્કાર થાઓ-તેમ કહ્યું. – ચૈત્યવંદન મહાભાષ્ય ગાથા-૩૦૦માં કહ્યું, “શ્રી જિનેશ્વરે સમ્યગદર્શનથી મોક્ષમાર્ગ જોયો, જ્ઞાન વડે પ્રાપ્ત કર્યો તથા ચારિત્રથી તેઓ મોક્ષમાર્ગે ચાલ્યા. બીજાઓને પણ (અરિહંતો) એમ કરાવનાર હોવાથી તેઓ માર્ગદાતા છે. (આ પદના વર્ણન માટે લલિતવિસ્તરા ટીકામાં ઘણું જ વિસ્તારથી અને તર્કબદ્ધ વર્ણન છે. જે ખાસ જોવાલાયક છે.) • સરગવા – શરણ દેનારાઓને, આશ્રય આપનારાઓને. – શરણ એટલે પીડિતને રક્ષણ આપવું. તે આપનારને “શરણદ' કહે છે. અતિ પ્રબળ રાગાદિ દોષો વડે જેઓ સતત પીડાનો અનુભવ કરી રહ્યા છે, તેવા પ્રાણીઓને તત્ત્વચિંતન એ સાચું આશ્વાસન છે, સાચું શરણ છે. કેમકે તેના વડે જ શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઉહાપોહ અને તત્ત્વ અભિનિવેશ આદિ બુદ્ધિના ગુણો પ્રાપ્ત થાય છે. આ ગુણો તત્ત્વ ચિંતનરૂપ અધ્યવસાય વિના યથાર્થ રીતે પ્રગટી શકતા નથી. પરંતુ માત્ર આભાસરૂપે જ વ્યક્ત થાય છે, જે સાચું આત્મહિત સાધવા માટે અસમર્થ છે. - તત્ત્વ ચિંતનરૂપ સાચું શરણ જેને અન્ય લોકો ‘વિવિદિષા' કહે છે. તે અરિહંત પરમાત્મા દ્વારા જ પ્રાપ્ત થાય છે, તેથી તેઓ “શરણદય' કહેવાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ એવા સરપલિ અરિહંતને નમસ્કાર થાઓ - કહ્યું. – વૃત્તિકાર મહર્ષિ કહે છે – શરણ એટલે ત્રાણ. અજ્ઞાનરૂપી ઉપદ્રવથી ઉપયત થયેલા જીવોનું રસાસ્થાન એ પરમાર્થથી નિર્વાણ છે અરિહંતો તે આપનારા હોવાથી તેને શરણદય કહે છે. – યોગશાસ્ત્ર ગ્રંથ અનુસાર – ભયથી પીડિતની રક્ષા કરવી, તે શરણ કહેવાય છે. આ સંસારરૂપ ભયંકર અટવીમાં અતિક્લિષ્ટ રાગદ્વેષાદિથી પીડાતા જીવોને દુઃખોની પરંપરાથી થતા ચિત્તના સંક્લેશ રૂપ મુંઝવણમાં આત્માને તત્ત્વ ચિંતનના અધ્યવસાયો જ સુંદર આશ્વાસન આપનાર હોવાથી તે શરણરૂપ છે. (આ પદનો વિસ્તાર ‘લલિત વિસ્તરા ટીકામાં ખાસ જોવા યોગ્ય છે.) (રવિયા પછી સમવાયાંગ, કલ્પસૂત્ર આદિમાં નીવદયા પદ આવે છે, જો કે પ્રચલિત સૂત્રમાં આ પદનો ઉલ્લેખ નથી.) ૦ વોદિયા – બોધિ દાતાને, બોધિ આપનારાઓને. – જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિને “બોધિ' કહે છે. તેનો પ્રચલીત પર્યાય સમ્યગ્દર્શન છે. (જો કે ઠાણાંગ સૂત્ર-૧૬૪માં બોધિના ત્રણ ભેદ કહ્યા છે - દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચારિત્રબોધિ) રાગ-દ્વેષની નિબિડ ગાંઠનો અપૂર્વકરણરૂપી અધ્યવસાય દ્વારા છેદ થવાથી બોધિની પ્રાપ્તિ થાય છે. આ સમ્યગદર્શનના પ્રથમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકય એ પાંચ લક્ષણો છે. સમ્યગ્દર્શનને બીજાઓ ‘વિજ્ઞપ્તિ' કહે છે. તે અરિહંત પરમાત્મા થકી પ્રાપ્ત થતું હોવાથી અરિહંતોને “બોધિદ' કા. – બોધિ એટલે જિનેશ્વર કથિત ધર્મની પ્રાપ્તિ. આ બોધિ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ અધ્યવસાયજન્ય સામર્થ્યને ફોરવવાના યોગે પૂર્વે નહીં ભેદાએલ રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ થવાથી પ્રગટ થનારું અને પશ્ચાનુપૂર્વી ક્રમે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય લક્ષણો જેમાં પ્રગટેલા છે, તે તત્ત્વાર્થની શ્રદ્ધારૂપ સમ્યગુર્શન સમજવું. – “બોધિ' શબ્દની વ્યાખ્યા ‘અરિહંત ચેઈયાણં' સૂત્રમાં પણ જોવી. - બોધિનો અર્થ સમ્યગૂ દર્શન કર્યો. સખ્યમ્ દર્શનની વ્યાખ્યા કરતા તત્ત્વાર્થ સૂત્રકારે લક્ષણ બાંધ્યું કે, “તત્ત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગદર્શન.” આ તત્ત્વાર્થની શ્રદ્ધાના બે અર્થો છે. (૧) તત્ત્વભૂત પદાર્થની શ્રદ્ધા અને (૨) તત્ત્વથી અર્થ શ્રદ્ધા. તેમાં (૧) તત્ત્વભૂત” શબ્દ એટલે મૂક્યો કે, ઇત્તર દર્શનો પણ જીવ, અજીવ, સંસાર, મોક્ષ આદિ પદાર્થોને માને છે, પણ તેઓ તેને એકાંત અમુક સ્વરૂપવાળા જ માનતા હોવાથી તે સમ્યગ્દર્શન નથી. પરંતુ સર્વજ્ઞ ભગવંતે સંગત સર્વ સ્વરૂપવાળા કહેલા એવા જીવ, અજીવ આદિ તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધા એ જ સમ્યગુ દર્શન છે. (૨) “તત્ત્વથી અર્થ શ્રદ્ધા કહ્યું તેનો અર્થ એ કે સર્વજ્ઞ ભગવંતે પદાર્થોને ઓળખાવ્યા. પણ તેની શ્રદ્ધા તત્ત્વથી કરવી જોઈએ. માત્ર પૌદ્ગલિક ઇચ્છા, કીર્તિ-પ્રતિષ્ઠા કે માન્યતા ખાતર નહીં પણ તે જ નિઃશંક સત્ય છે જે Page #42 -------------------------------------------------------------------------- ________________ નમુન્થુણં-સૂત્ર-વિવેચન સર્વજ્ઞ ભગવંતે કહ્યું છે એવી હાર્દિક શ્રદ્ધા હોવી જોઈએ. ૦ અભયદયાણં આદિ પાંચે પદોનો સાર ૪૧ અભય, ચક્ષુ, માર્ગ, શરણ અને બોધિદ આ પાંચેય ભાવો અપુનર્બંધકને પ્રાપ્ત થાય છે. પુનર્બંધકને યથાર્થ સ્વરૂપમાં તે પ્રગટ થતા નથી. અપુનર્બંધક એટલે - મિથ્યાત્વમોહનીય આદિ તે તે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જેને હવે પછી બંધાવાની નથી તે અપુનર્બંધક, જ્યારે આવા કર્મોની સ્થિતિ ઓછી થવા છતાં પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિ જેને બંધાવાની છે તે પુનર્બંધક. અરિહંતો અભય, ચક્ષુ આદિ પાંચેને દેનારા છે, તે કથન સત્ય જ છે પણ આવું દાન તેઓ અપુનર્બંધકને કરે છે એમ સમજવું. આ ભાવો ઉત્તરોત્તર પૂર્વપૂર્વના ફળરૂપ છે. તે આ પ્રમાણે – અભયનું (ધૃતિનું) ફળ ચક્ષુ, ચક્ષુનું (શ્રદ્ધાનું) ફળ માર્ગ, માર્ગનું (સુખાનું) ફળ શરણ, શરણનું (વિવિદિષાનું) ફળ બોધિ છે. આવી બોધિ (વિજ્ઞપ્તિ) અરિહંતથી જ પ્રાપ્ત થાય છે. ૦ આ પાંચ પ્રકારના દાનથી ચોથી ઉપયોગસંપદાની સિદ્ધિ છે. તેથી ઉપયોગસંપદામાં હેતુરૂપ પાંચ પદની આ પાંચમી ‘‘ઉપયોગ હેતુસંપદા'' કહી હવે સ્તોતવ્ય સંપદાના જ વિશેષ ઉપયોગરૂપ છઠ્ઠી ‘‘વિશેષોપયોગ સંપદા'' કહે છે. જેમાં પાંચ પદો છે — ધમ્મદયાણું, ધમ્મદસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણું અને ધમ્મવરચાઉદંતચક્કવટ્ટીણં. - ૭ મ – આ પાંચે પદોમાં ‘ધમ્મ’ શબ્દનો પ્રયોગ થયો છે. ધર્મ શબ્દથી અહીં ચારિત્ર ધર્મ લેવાનો છે. (અન્યથા ‘ધર્મ' શબ્દનો પ્રયોગ સૂત્ર-૮ ‘લોગસ્સ સૂત્ર'માં થયો જ છે. તેનું વિવેચન પણ ત્યાં કરેલું જ છે.) અહીં ધમ્મ શબ્દવાળા પાંચ પદોથી જણાવે છે કે, અરિહંત પરમાત્મા તાત્ત્વિક ધર્મના દાતા છે, તાત્ત્વિક ધર્મના ઉપદેશક છે, તાત્ત્વિક ધર્મના નાયક છે, તાત્ત્વિક ધર્મના સારથી છે અને શ્રેષ્ઠ ધર્મશાશક છે. - ૦ ધમ્માનં ધર્મ દેનારાઓને, ધર્મ પમાડનારાઓને. ધર્મ શબ્દ અહીં ‘ચારિત્ર ધર્મ' અર્થમાં સ્વીકૃત્ થયો છે. ચારિત્ર ધર્મના બે ભેદો છે. સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ. તેમાં સાધુધર્મ સર્વ સાવદ્યયોગની વિરતિરૂપે છે અને શ્રાવકધર્મ દેશવિરતિરૂપે છે. આ બંને પ્રકારનો ધર્મ અરિહંત દેવો દ્વારા જ પ્રવર્તે છે એટલે તેમને ‘ધર્મદ' ધર્મ દેનારા કહ્યા છે. વૃત્તિકાર મહર્ષિ જણાવે છે કે – ધર્મ અર્થાત્ દુર્ગતિમાં પડતા પ્રાણીઓને દુર્ગતિમાં પડતા અટકાવી રાખે તે ધર્મ. આ ધર્મ શ્રુત અને ચારિત્ર સ્વરૂપ છે. · ચારિત્ર કે વિરતિ ધર્મની પ્રાપ્તિમાં બીજા હેતુઓ હોવા છતાં અરિહંત દેવો પ્રધાન કે મુખ્ય હેતુ સ્વરૂપ છે, તેથી તેને ‘ધર્મદાતા' કહ્યા છે. આવા ‘ધવ’ અરિહંતને નમસ્કાર થાઓ - તેવું અહીં જણાવે છે. - લલિત વિસ્તરામાં શ્રાવકધર્મ અને સાધુધર્મની સુંદર વ્યાખ્યા અપાઈ છે. અરિહંત પરમાત્મા જે ધર્મને આપે છે તે બંને ધર્મોનું સ્વરૂપ શું છે ? Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ (૧) શ્રાવક ધર્મ :- અણુવ્રત આદિ બાર વ્રત અને અગિયાર શ્રાવક પડિમાની ક્રિયા થકી સિદ્ધ થાય છે. તેમજ સાધુધર્મના તીવ્ર અભિલાષરૂપ આત્મ પરિણામ સ્વરૂપ છે. (૨) સાધુ ધર્મ :- સામાયિક આદિમાં રહેલી વિશુદ્ધિ ક્રિયાથી અભિવ્યક્ત થાય છે. તે અમૃતતુલ્ય સમસ્તજીવના હિતના આશય રૂપ આત્મ પરિણામ રૂપ છે. આ ધર્મ ઔદયિક ભાવે નહીં પણ લાયોપથમિક ભાવે કરવાનો છે. • ઘસાઈ – ધર્મની દેશના આપનારાઓને, ધર્મના ઉપદેશકોને. – અરિહંત પરમાત્મા શ્રેષ્ઠ કોટિના ધર્મોપદેશ હોય છે. તેમના દ્વારા અપાતી ધર્મ દેશના થકી જ ધર્મનું પ્રવર્તન થાય છે. વળી પરમાત્માની વાણી પાત્રીશ અતિશયોથી યુક્ત હોય છે. (જેનું વર્ણન સૂત્ર-૧ નવકારમંત્ર'માં થઈ ગયેલ છે.) આવી અતિશયયુક્ત વાણીથી અરિહંતો ધર્મનો ઉપદેશ આપતા હોવાથી તેઓને થHલય કહ્યા છે. આવા ધર્મદેશક અરિહંતોને નમસ્કાર થાઓ. – ધર્મનું દાન ધર્મ દેશના થકી થાય છે. જીવોની યોગ્યતા અનુસાર, સુંદર રીતે સફળ દેશના દેતા હોવાથી, તેઓ સાચા ધર્મદેશક કહેવાય છે. • ઘમનાયTI – ધર્મના નાયકોને, ધર્મના સ્વામીને. – ધર્મના નાયક. અહીં નાયક શબ્દનો અર્થ “સ્વામી’ એવો કરાયેલ છે. – અરિહંત પરમાત્માઓ ચાર કારણે ધર્મના સ્વામી કે નાયકરૂપે કહેવાયા છે - (૧) ધર્મને વશ કરવાથી, (૨) તેનો ઉત્કર્ષ પામવાથી, (૩) તેના ઉત્કૃષ્ટ ફળને ભોગવવાથી અને (૪) તેને વ્યાઘાતરહિતપણે અનુભવવાથી. અહીં – (૧) ચારિત્રને વિધિપૂર્વક પામવું, તેનું નિરતિચારપણે પાલન કરવું અને તેનું યોગ્ય પાત્રને ઉચિત દાન કરવું તે ધર્મને વશ કરવાની ક્રિયા છે. (૨) સર્વોત્કૃષ્ટ સાયિકભાવે ચારિત્રમાં સ્થિર થવું તે ધર્મના ઉત્કર્ષને પામવાનું રહસ્ય છે. (૩) તીર્થંકર પદ એ ધર્મનું ઉત્કૃષ્ટ ફળ છે, અને (૪) અવંધ્ય પુણ્યબીજના યોગે તેઓ વ્યાઘાત રહિતપણે ધર્મને પ્રાપ્ત થયેલા છે. – વૃત્તિકાર મહર્ષિ કહે છે કે, અરિહંતોનો ધર્મદેશકપણાનો ગુણ બતાવ્યો આ ગુણ ધર્મસ્વામિત્વથી છે, નટની જેમ કથા કરવાનો નથી. ધર્મનો અર્થ તેમણે કર્યો – “ક્ષાયિક જ્ઞાનદર્શન ચારિત્રાત્મક ધર્મ.” તેનું યથાવત્ પાલનકર્તા હોવાથી તેઓ ધર્મના સ્વામી-નાયક કહેવાય છે. • ઘમસરહs ધર્મ (રૂપી રથના) સારથીઓને. – ધર્મ શબ્દનો અર્થ પૂર્વે જણાવ્યો. આ ધર્મરૂપી રથનું સમ્યક્ પ્રકારે પ્રવર્તન, પાલન આદિ કરતા હોવાથી અરિહંત દેવો ધર્મના સારથી ગણાય છે. જે રીતે સારથી ઉન્માર્ગે જતા રથને વાળીને માર્ગે લાવે છે, તેમ અરિહંતો પણ કોઈનો ધર્મરૂપી રથ ઉન્માર્ગે જતો હોય તો તેને માર્ગે ચડાવીને સ્થિર કરે છે. માટે તેઓ ધર્મસારથી કહેવાય છે. - વૃત્તિકાર મહર્ષિ જણાવે છે – જેમ રથનો સારથી રથનું, રથિકનું અને Page #44 -------------------------------------------------------------------------- ________________ નમુત્થણં-સૂત્ર-વિવેચન ૪૩ અશ્વોનું રક્ષણ કરે છે, તે રીતે અરિહંત પરમાત્મા ચારિત્ર ધર્મોના અંગોનું જેવા કે સંયમ, આત્મ, પ્રવચન આદિનું ધર્મોપદેશ આદિ થકી રક્ષણ કરતા હોવાથી તેઓને ધર્મસારથી કહ્યા છે. – અરિહંતદેવો ચારિત્ર ધર્મની સ્વ-પરમાં સમ્યગુ પ્રવૃત્તિ કરવા-કરાવવાથી, તેનું પાલન કરવા-કરાવવાથી અને ઇન્દ્રિયોરૂપ ઘોડાઓનું દમન કરનાર-કરાવનાર હોવાથી ધર્મરથના સાચા સારથી કહેવાય છે. ૦ લઘુ દૃષ્ટાંત :- કલ્પસૂત્ર પરની વ્યાખ્યામાં મહોપાધ્યાય વિનયવિજયજી મહારાજ અહીં મેઘકુમારનું દૃષ્ટાંત આપીને “ધર્મસારથી' વિશેષણ જણાવે છે– મેઘકુમારે શ્રમણ ભગવંત મહાવીરની વાણી સાંભળી, વૈરાગ્ય ભાવ થયો અને પોતાના માતા-પિતા ધારિણી અને શ્રેણિક રાજા સાથે ઘણાં જ લાંબા અને તાત્ત્વિક સંવાદ પછી અનુમતિ પ્રાપ્ત કરી, દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાનો પહેલો દિવસ છે. રાત્રિના સંથારો કર્યો ત્યારે તેમનો સંથારો છેક જવા-આવવાના માર્ગ પાસે આવ્યો. સ્વાધ્યાય, માત્રુ આદિ ક્રિયા અર્થે જતા-આવતા સાધુના પગની ધૂળથી મેઘકુમાર મુનિનો સંથારો ભરાઈ ગયો. તેઓ ક્ષણવાર પણ નિદ્રા પામી ન શક્યા, તેમને આર્તધ્યાન શરૂ થયું. તેમણે વિચાર્યું કે સવારે ભગવંત પાસે જઈશ. ઘેર પાછા જવાની અનુમતિ માંગીશ. સવારે જ્યારે તેઓ શ્રમણ ભગવંત મહાવીર પાસે પહોંચ્યા ત્યારે ભગવંતે મેઘમુનિને મધુર સ્વરે સંબોધીને કહ્યું, હે મેઘ ! તમે રાત્રિના દુર્ગાન કરેલું છે શું તમને પાછા ઘેર જવાનો વિચાર આવેલો ? મેઘમુનિએ તેમને હા કહી. ત્યારે ભગવંતે મેઘકુમારના બે પૂર્વ ભવો કહ્યા. જેમાં તે હાથીરૂપે જન્મેલા હતા. પછી હાથીના ભાવમાં મેઘકુમારે એક સસલા પ્રત્યેની કરુણાથી અઢી દિવસ સુધી એક પગ ઊંચો રાખી મૂકેલ તે વાત યાદ કરાવી. મેઘમુનિએ પણ જાતિસ્મરણ જ્ઞાનથી તે વાત જાણી. પછી ભગવંતના શાતાદાયી વચનો સાંભળીને પુનઃ ધર્મમાર્ગમાં સ્થિર થયા. આ રીતે અરિહંતો ઉન્માર્ગે જતાં ધર્મરથને ફરી માર્ગે ચડાવે છે અને ધર્મમાં સ્થિર કરે છે, માટે તેમને ધર્મસારથી કહ્યા છે. • ઘમ વર વાત વવદ્દીર્ણ – ચાર ગતિનો અંત કરનાર ઉત્તમ ધર્મરૂપ ચક્રને ધારણ કરનારાઓને. – જેમ ચક્રવર્તી રાજા પોતાના ચક્રરત્ન વડે ત્રણ તરફ સમુદ્ર અને ચોથી તરફ મહાપર્વત એ ચાર પ્રકારે અંત પામતી પૃથ્વીને જીતી લે છે. તે રીતે અરિહંત પરમાત્મા ધર્મરૂપી ચક્ર વડે નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિનો નાશ કરીને (અંત કરીને) અનુત્તર એવી પાંચમી ગતિ આપે છે. તેથી ધર્મચક્રને શ્રેષ્ઠ ચક્ર કહ્યું છે. કેમકે આ ચક્રથી અવિનાશી, અનુપમ સુખના અક્ષય ભંડાર સમાન સિદ્ધિગતિની પ્રાપ્તિ થાય છે. અથવા છ ખંડની સાધના કરનારા રાજ્ય ચક્રવર્તીઓ કરતાં ચાર ગતિનો Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ નાશ કરનારા ધર્મચક્રવર્તીઓ એટલે કે અરિહંત પરમાત્મા દરેક રીતે શ્રેષ્ઠ છે. કેમકે રૂપ, સામર્થ્ય, બળ, વીરતા, ઉદારતા અને મહાનુભાવતામાં કોઈપણ ચક્રવર્તી તેમની બરાબરી કરી શકતો નથી. અથવા ચારિત્રધર્મ એ ઉભયલોકમાં ઉપકારક હોવાથી અત્યંત શ્રેષ્ઠ છે અને તે દાન, શીલ, તપ અને ભાવ વડે ભવનો અંત કરે છે, તેથી ચતુરંત છે. અથવા કપિલ આદિ પ્રણીત અન્ય ધર્મચક્રોની અપેક્ષાએ જે ધર્મચક્ર શ્રેષ્ઠ છે અને જે ચાર ગતિઓનો અવય નાશ કરનાર છે. એવા ચાર ગતિનો અંત કરનાર ઉત્તમ ચક્રવર્તી અરિહંતોને નમસ્કાર. – વૃત્તિકાર મહર્ષિ કહે છે કે, ત્રણ તરફ સમુદ્ર અને ચોથી તરફ હિમવાનું પર્વત એ ચારેનો અંત અર્થાત્ પર્યન્ત તેના સ્વામીત્વથી ચાતુરંત કહેવાય છે તેવા આ ચક્રવર્તી તે ચાતુરંત ચક્રવર્તી. શ્રેષ્ઠ એવો તે ચાતુરંત ચક્રવર્તી અર્થાત્ મહાનું એવો રાજા કહેવાય. એ જ રીતે ધર્મના વિષયમાં શ્રેષ્ઠ ચાતુરંત ચક્રવર્તી તે “ધર્મ વર ચાતુરંત ચક્રવર્તી”. જેમ પૃથ્વીના શેષ રાજા કરતાં અતિશયને ધારણ કરનાર ચક્રવર્તી હોય છે, તેમ ભગવંત પણ ધર્મના વિષયમાં શેષ પ્રણેતાઓની મધ્યે અતિશયવંત હોવાને લીધે ચક્રવર્તી જ કહેવાય છે. – યોગશાસ્ત્રમાં આ પદની વ્યાખ્યા કરતા જણાવે છે કે, ધર્મ એટલે પ્રસ્તુત ચારિત્ર. આ ધર્મરૂપ ચક્ર કષ, છેદ, તાપ એ ત્રણ કોટિથી અત્યંત શુદ્ધ હોવાથી બોદ્ધો વગેરેએ બતાવેલા ધર્મચક્રની અપેક્ષાએ “શ્રેષ્ઠ' છે. વળી ચક્રવર્તીનું ચક્ર આ લોકમાં જ હિત કરે છે, જ્યારે વિરતિરૂપ ધર્મચક્ર તો ઉભયલોકમાં હિત કરે છે. માટે તેનાથી શ્રેષ્ઠ છે. વળી ચક્રવર્તીનું ચક્ર જેમ શત્રને હરાવે છે તેમ આ વિરતિધર્મ રૌદ્રધ્યાન-મિથ્યાત્વ વગેરે ભાવશત્રુઓનો નાશ કરનાર છે. એવું ધર્મચક્ર જેઓને પ્રાપ્ત છે તે ભગવંતને ધર્મ વર ચાતુરંત ચક્રવર્તી કહ્યા. અહીં કલ્પસૂત્રકારે – તીવો તાનું સરખું છું ઘા શબ્દો મૂક્યા છે. પછી પૂડિયે પાઠ છે. (ઉક્ત વ્યાખ્યાના ઘણાં શબ્દો પરિભાષા જેવા છે, તેની વિસ્તૃત વ્યાખ્યા અને સમજ માટે લલિત વિસ્તરા ટીકા ખાસ જોવા લાયક છે.) ૦ આ પ્રમાણે સ્તોતવ્ય સંપદાની જ ‘વિશેષ ઉપયોગ' નામની આ છઠી સંપદા કહી. હવે સાતમી સ્વરૂપ હેતુસંપદા કહે છે. તેમાં મુખ્ય બે પદો છે – “અપ્પડિહય વરનાણદંસણધરાણ’ અને ‘વિયટ્ટછઉમાશં'. • સદિય-વના-હંસા-થરાખi – અપ્રતિહત વર જ્ઞાન અને દર્શન ધારણ કરનારાઓને, અપ્રતિહત કેવલજ્ઞાન કેવલદર્શન ધારકોને. – વસ્તુનો વિશેષ અવબોધ તે જ્ઞાન, વસ્તુનો સામાન્ય અવબોધ તે દર્શન. કેવલ્યને પામવાથી તે “વર'-શ્રેષ્ઠ કહેવાય છે. સર્વત્ર તે અખ્ખલિત રહેવાથી અપ્રતિહત ગણાય છે. આવા અપ્રતિહત (અખ્ખલિત) શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનને (કેવલજ્ઞાન કેવલદર્શનને) ધારણ કર્તા. Page #46 -------------------------------------------------------------------------- ________________ નમુત્થણં-સૂત્ર-વિવેચન ૪૫ આત્માનો સ્વ-ભાવ સર્વ વસ્તુઓને જોવા-જાણવાનો છે. જ્યારે આત્મા પર રહેલાં સર્વ પ્રકારના આવરણો દૂર થાય છે ત્યારે આત્માનો સ્વભાવ પ્રગટ થાય છે. અહીં પ્રથમ જ્ઞાન અને પછી દર્શનને ગ્રહણ કરવાનું સકારણ છે. કેવલજ્ઞાનાદિ સર્વ લબ્ધિઓ સાકારોપયોગ એટલે જ્ઞાનોપયોગથી યુક્ત આત્માને પ્રગટ થાય છે, પણ દર્શનોપયોગથી યુક્ત આત્માને પ્રગટ થતી નથી. – વૃત્તિકાર મહર્ષિ જણાવે છે કે, પૂર્વે જણાવેલ થમ્પયા આદિ પાંચે વિશેષણો અર્થાત્ ધર્મદાયકત્વ આદિ પાંચે વિશેષણો પ્રકૃષ્ટ જ્ઞાનાદિ યોગ હોય ત્યારે જ થાય છે. તેથી પૂડિય વરનાહિંસTધરામાં કહ્યું. પૂડિય - અર્થાત્ અપ્રતિકત. પર્વત, કોતર, ફૂટ આદિ દ્વારા પણ અખ્ખલિત અથવા અવિસંવાદી હોવાથી અપ્રતિહત કહેવાય છે. વરનાગવંતન – સાયિક એવા જ્ઞાનદર્શન હોવાથી (કેવલજ્ઞાન, કેવલદર્શનને કારણે) વર' એટલે પ્રધાન જ્ઞાન-દર્શન કહેવાય છે. ઘર - ધારણ કરનાર. અપ્રતિહત જ્ઞાન-દર્શનના ધારક. – મત નિરસન - બૌદ્ધો એવું માને છે કે, “જગતની સઘળી વસ્તુને ભાવોને જાણો કે ન જાણો ઇષ્ટતત્ત્વને જાણો જ.' આવા વિધાન દ્વારા બૌદ્ધો સર્વજ્ઞમાં “સર્વ પદાર્થોનું નહીં, માત્ર ઇષ્ટ તત્ત્વનું જ જ્ઞાન માને છે. તેમના આ મતનું ખંડન કરતાં કહ્યું છે – અપ્પડદયવરના વંસUધરા. કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં સ્કૂલના નહીં પામનારા હોવાથી અપ્રતિકત' કહ્યા. તથા સર્વ આવરણકર્મોનો ક્ષય થવાથી ક્ષાયિક ભાવે પ્રગટેલાં માટે શ્રેષ્ઠ - એવા વિશેષ બોધરૂપ કેવળજ્ઞાનને અને સામાન્ય બોધરૂપ કેવળદર્શનને જેઓ ધારણ કરે, તેઓ અપ્રતિકતવર જ્ઞાનદર્શનધરા કહેવાય છે. તેઓના જ્ઞાનદર્શન સર્વથા આવરણોથી મુક્ત હોવાથી તેઓ સર્વ જ્ઞેયોનું જ્ઞાન-દર્શન કરાવનારા છે. (ઉક્ત સંક્ષેપ કથનને જિજ્ઞાસુઓએ લલિત વિસ્તરાટીકામાં પૂર્ણ વિસ્તારથી જોવું ખરેખર હિતાવહ છે. ત્યાં આ સર્વે પરિભાષાનું સૂક્ષ્મતમ વર્ણન છે.) • વિદ્છ૩મા :- જેમનું છદ્મસ્થપણું ચાલ્યું ગયેલ છે તેઓને. - વિટ્ટ – વ્યાવૃત્ત અર્થાત્ ચાલ્યું ગયેલું. છા એટલે આવરણ. ઘાતી કર્મોરૂપી આવરણ. બીજા શબ્દોમાં કહીએ તો – જેમનું છદ્મસ્થપણું ચાલ્યું ગયું છે, તેઓને. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર (ઘાતી) કર્મો જ્યાં સુધી પૂરેપૂરાં ક્ષય ન પામે ત્યાં સુધીની અવસ્થાને છદ્મસ્થાવસ્થા કહેવાય છે. આ અવસ્થા ચાલી જાય તેને ‘વિયછમ' કહેવાય છે. – વૃત્તિકાર મહર્ષિ કહે છે કે, જે છઘવાનું છે (ઘાતકર્મ રહિત છે) તે મિથ્યાઉપદેશીત્વને કારણે ઉપકારી થતા નથી. તેથી નિચ્છઘતાના પ્રતિપાદનને માટે જણાવે છે કે, આવરણના અભાવે નિચ્છઘતા આવે છે. વિટ્ટ એટલે નિવૃત્ત કે અપગત (ચાલી ગયેલું). છS - શઠત્વ કે આવરણ. જેનું છાત્વ ચાલી જાય તેને વિયટ્ટ છ3મ કહે છે. રાગ આદિનો જય કર્યો હોવાથી તેમને માયારૂપી આવરણોનો Page #47 -------------------------------------------------------------------------- ________________ ४६ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ અભાવ હોય છે. ૦ મતનિરસન :- જેઓ ઈશ્વરને છઘસ્થ (જન્મ લેનારા) માને છે. તેઓ કહે છે, જ્ઞાની અને ધર્મતીર્થને કરનારા પણ ઈશ્વર મોક્ષને પામીને ફરી પાછા તીર્થની રક્ષા માટે સંસારમાં આવે છે - જન્મ લે છે. તેઓના મતનું ખંડન કરતા અહીં વિયછડમ કહે છે. છઘ એટલે આત્માના જ્ઞાનાદિ ગુણોને ઢાંકનારાં જ્ઞાનાવરણીયાદિ કર્મો તથા તેવા કર્મબંધને કારણે જીવની સંસારી (અશુદ્ધ) અવસ્થા અર્થાત્ કર્મ અને સંસાર તે છા.' આ છઘ જેઓના ટળી ગયા છે તેઓ વ્યાવૃત્તછદ્મા કહેવાય છે. તેવા વિયટ્ટ93મ અરિહંતને નમસ્કાર થાઓ. તેથી સમજવાનું એ છે કે, જ્યાં સુધી સંસાર (છઘ)નો ક્ષય ન થાય, ત્યાં સુધી મોક્ષ થતો નથી અને મોક્ષ થયા પછી જન્મ લેવાનું રહેતું નથી. કેમકે જન્મવા માટે તેમને કોઈ કારણ રહેતું નથી. કોઈ એમ કહે છે કે, પોતે સ્થાપેલા ધર્મતીર્થનો નાશ કે ઉપદ્રવ કરનારા જ્યારે પાકે, ત્યારે તેઓનો પરાભવ કે દંડ કરવો વ્યાજબી હોવાથી તેઓ ફરી જન્મ લે છે. આ બચાવ પણ અજ્ઞાનરૂપ છે, કારણ કે મોહ-મમત્વ વિના તીર્થનો રાગ થયો. તેનો પરાભવ ન સહેવો કે તેની રક્ષા કરવી વગેરે વિકલ્પો આત્માને થાય જ નહીં. આવા વિકલ્પો મોહજન્ય છે અને “આવો મોહ હોવા છતાં તેઓનો મોક્ષ છે કે, મોક્ષ થવા છતાં પણ આવો મોહ છે.” એમ કહેવું તે પણ એક અજ્ઞાનજન્ય પ્રલાપ માત્ર છે - અસત્ય છે. આ રીતે અહીં અવતારવાદનું ખંડન કરવામાં આવે છે. હવે આઠમી સંપદા – “નિજ-સમ-ફલદ-સંપદા' નામની સંપદા જણાવે છે. તેમાં ચાર પદો છે – (૧) જિણાણે જાવયાણ, (૨) તિજ્ઞાણે તારયાણં, (૩) બુદ્ધાણં બોયાણ અને (૪) મુત્તાણું મોઅગાણ. • જિના નવયામાં – જિનને, જાપકને. જિતનારાઓને અને જિતાવનારાઓને. – રાગાદિ-દોષો જે સ્વાનુભવ સિદ્ધ છે અને જે સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ છે, તેને તીર્થંકર દેવો પૂર્ણતયા જીતી લે છે, એટલું જ નહીં પણ તેઓ સદુપદેશ આદિ વડે અન્યને પણ એવું બળ સમર્પે છે કે જેથી તેઓ પણ રાગાદિદોષોને જીતી લેવામાં સમર્થ થાય છે. - “નિન’ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૮ લોગસ્સ સૂત્રમાં કરાયેલી છે. – વૃત્તિકાર મહર્ષિ જણાવે છે કે, છઘરહિતપણું “રાગ આદિ'ના જયથી પ્રાપ્ત થાય છે. તેથી કહે છે – જીતે છે અર્થાત નિવારે છે રાગદ્વેષોને માટે તેઓ જિન કહેવાય છે. રાગાદિ જયના ઉપાયના જ્ઞાનપૂર્વક તેઓ બીજાને પણ રાગ-દ્વેષ જીતવામાં પ્રેરક બને છે. ૦ મત નિરસન :- અવિદ્યાવાદીઓ કહે છે, “જગતુ માત્ર ભ્રાંતિરૂપ છે. તેથી અસત્ કે અવિદ્યા છે. એમ સર્વ ભાવોને માત્ર જીવની ભ્રમણારૂપ માને છે. તેઓ Page #48 -------------------------------------------------------------------------- ________________ નમુત્થણં-સૂત્ર-વિવેચન અરિહંત દેવોને પણ પરમાર્થથી કાલ્પનિક-અસત્ સ્વરૂપ માને છે. તેઓના મતનું ખંડન કરતાં કહે છે – નિHIM નાવિયા આદિ. “રાગાદિ શત્રુઓના વિજેતા હોવાથી 'જિન' છે પ્રાણી માત્રને વિશે રાગદ્વેષાદિ ભાવો અનુભવસિદ્ધ હોવાથી તે ભ્રમણા કે કલ્પના માત્ર નથી. પરંતુ રાગ-દ્વેષ વગેરે સત્ છે. તેઓનો વિજય કરનારા “જિન” પણ સત્ છે. (બુદ્ધોનો મત, તેની ચાર શાખા, તેમના સમર્થક અને તેમના મતનું ખંડન ઇત્યાદિ વિગતો લલિતવિસ્તરા ટીકામાં લંબાણથી અને તર્કબદ્ધ જોવા મળે છે.) • તિન્ના તારાઈ - તીર્ણોને, તારકોને. – જેઓ સ્વયં સંસારસમુદ્ર તરી ગયા છે તેઓને તથા જેઓ અન્યને (પણ) સંસાર સમુદ્રથી તારે છે તેઓને શ્રી તીર્થકર દેવો સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપી પ્રવડણ વડે સંસારસમુદ્રને તરી ગયા છે તથા બીજાઓને પણ પોતાના અચિંત્ય પ્રભાવ અને અતિશયવાળી દેશના વડે તારે છે. ૦ મત નિરસન :- અનંત નામના વાદીના શિષ્યો માને છે કે, કાળ જ આખા જગતનું (સર્વ ભાવોનું) પરાવર્તન-ફેરફાર કરે છે. આ મતનું ખંડન કરતા કહે છે – ‘તિન્નાઇ તારયા' સ્વયં સંસાર સમુદ્રથી તર્યા છે અને બીજાને પણ તારે છે. અરિહંતો તીર્ણ છેતરી ગયા છે. તેથી તેઓને સંસારમાં ફરી અવતરવાનું સંભવ જ નથી. જો મુક્ત (આત્મા) પણ ફરી અવતરે તો મુક્તિ જ અસત્ય ઠરે; મુક્ત આત્મા સંસારી બનતો નથી. તેથી જ તેઓ યથાર્થ તરેલા છે. આ કારણે કાળા જ પરાવર્તન કરે છે, તે મત ખોટો છે. કેમકે સિદ્ધો કાળને પણ ખાઈ જનારા છે. એક વખત મોક્ષે ગયેલા અરિહંતને કાળ પણ કશું પરાવર્તન કરાવી શકતો નથી. ૦ યુદ્ધા વદવાઈ – બુદ્ધોને અને બોધકોને. – અજ્ઞાનરૂપી નિદ્રામાં પોઢેલાં આ જગતમાં અરિહંત પરમાત્મા અન્ય કોઈના ઉપદેશ વિના જ સ્વસંવિદિત જ્ઞાન વડે જીવ-અજીવાદિ તત્ત્વોને જાણે છે તથા બીજાઓને તેનો બોધ કરે છે, તેથી તેઓ બુદ્ધ-બોધક કહેવાય છે. તેઓને બુદ્ધાણંબોલ્યાણ અરિહંતોને-નમસ્કાર થાઓ. ૦ મતનિરસન :- અમુક મીમાંસકો માને છે કે જ્ઞાન પરોક્ષ છે. તેથી તેમના મતે તરેલા અને તારનારા ભગવંતો પણ બોધવાળા કે બોધ કરાવનાર હોતા નથી. તેઓ કહે છે કે, વસ્તુ તો પ્રત્યક્ષ દેખાય છે પણ બુદ્ધિ પ્રત્યક્ષ દેખાતી નથી, માટે બુદ્ધિ આત્માથી પરોક્ષ છે. જો પ્રત્યક્ષ હોય તો પદાર્થોની જેમ તે પણ દેખાવી જોઈએ. તેમની આ માન્યતા અસત્ છે તે જણાવવા વૃદ્ધાનં વોહયા પદ મૂકેલ છે. અર્થાત્ અરિહંતો સ્વયં બોધવાળા છે અને બીજાને બોધ કરાવનારા છે. અજ્ઞાનરૂપી નિદ્રામાં ઊંઘતા આ જગતમાં ભગવંતોએ, જે જ્ઞાન પોતાને તથા પદાર્થોને પણ જણાવે છે, તે પોતાના જ સ્વપ્રત્યક્ષ જ્ઞાનદ્વારા અને કોઈ બીજાના ઉપદેશ વિના જ જીવ-અજીવ આદિ તત્ત્વોને જાણ્યા છે, તેથી તેઓ બુદ્ધ છે. જેમ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ દીવો અદૃશ્ય રહે અને પદાર્થોને બતાવે એ બનતું નથી. તે પોતાનો અને અન્ય પદાર્થોનો સ્વ-પર પ્રકાશક છે. તેમ અરિહંતો પણ સ્વ-પર પ્રકાશક છે. જેઓ એમ કહે છે કે, ઇન્દ્રિયો દેખાતી નથી છતાં પદાર્થોનું જ્ઞાન કરાવે છે, તેમ જ્ઞાન પણ પરોક્ષ છતાં પદાર્થોનું જ્ઞાન કરાવી શકે છે. તો આ મત પણ ભ્રામક છે. કેમકે પદાર્થ જ્ઞાન કરાવનારી ઇન્દ્રિયો ભાવઇન્દ્રિયો છે. તે ભાવઇન્દ્રિયો જ્ઞાનરૂપ હોવાથી આત્માને પ્રત્યક્ષ છે જ. વળી કહ્યું પણ છે કે, જે જ્ઞાનને પ્રત્યક્ષ જણાતું નથી, તેનાથી પદાર્થનું જ્ઞાન પણ થતું નથી. પ્રત્યક્ષ જ્ઞાન જ પદાર્થ જ્ઞાયક છે. આ રીતે ભગવંતમાં બુદ્ધપણું સિદ્ધ થાય છે. (આ પદનું વિસ્તૃત અને તર્કબદ્ધ વિવેચન લલિત વિસ્તરામાં છે.) • કુત્તા નોમi – મુક્તોને અને મોચકોને. – વિચિત્ર પ્રકારના વિપાકોને આપનાર વિવિધ કર્મોના બંધનથી અરિહંત પરમાત્મા મુક્ત થયેલા છે, એટલે તેઓ કૃતકૃત્ય કે નિષ્ઠિતાર્થ છે. અન્યને પણ તેઓ કર્મના બંધનોથી મુક્તિ અપાવે છે. ૦ લઘુ દષ્ટાંત :- ઋષભદેવ ભગવંતે જ્યારે દીક્ષા લીધી ત્યારે મરૂદેવા માતા પુત્રના વિરહને લીધે અત્યંત વ્યથિત હતા. પુત્રના શોકમાં અવિરત રૂદન કરતા અવિશ્રાંત અશ્રુજલથી તેમનાં નેત્રોમાં પડલ બાઝી ગયા. ભરતે ભગવંતના કેવળજ્ઞાનના સમાચાર સાંભળ્યા ત્યારે સર્વદ્ધિ સહિત વંદન કરવા જતી વખતે મરૂદેવા માતાને પણ હાથી પર બેસાડી ભરત રાજા નીકળ્યો. જ્યારે તેઓ સમવસરણ નજીક પહોંચ્યા ત્યારે ભગવંત અમૃતમય દેશના આપી રહ્યા હતા. તે દેશના વચન અને દેવદુંદુભિનો નાદ આદિ પરમાત્માનો દિવ્ય વૈભવ કાન વડે અનુભવતા મરૂદેવા માતા રોમાંચિત થઈ ગયા. આનંદના અશ્રુઓ ધસી આવ્યા. નેત્રમાં બાઝેલા પડલ ધોવાઈ ગયા. ઋષભદેવ પ્રભુના છત્ર-ચામરાદિ લક્ષ્મી જોઈ, મરૂદેવા માતાને થયું કે મોહથી વિહળ બનેલા પ્રાણીને ધિક્કાર છે, ખરેખર ! સ્નેહને ધિક્કાર છે. ઋષભદેવ પરમાત્માની દેશના અને અતિશયયુક્ત દિવ્ય વૈભવ જોઈને ઉત્પન્ન થયેલ નિર્વેદ ભાવ સંવેગમાં પલટાયો, શુક્લ ધ્યાનની ધારાએ ચડ્યા. તે જ ક્ષણે મરૂદેવા માતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આયુષ્યનો લય પણ એ જ વખતે થતા મરૂદેવી માતાના ભવોપગ્રાહી (અઘાતી) કર્મો પણ ક્ષય પામ્યા. હાથી પર આરૂઢ થયેલા તેઓ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ ગયા અર્થાત્ મોક્ષે સિધાવ્યા. એ રીતે આ અવસર્પિણીકાળમાં તેઓ આ ભરતક્ષેત્રમાં પ્રથમ મુક્ત (સિદ્ધ) થયા. – વૃત્તિકાર મહર્ષિ જણાવે છે - મુક્ત અર્થાત્ બાહ્ય અત્યંતર ગ્રંથિના બંધનથી મુક્ત થયેલા. મોચક અર્થાત્ બીજાને પણ તે રીતે મૂક્ત કરાવનાર. એવા મુક્ત અને મોચક અરિહંતોને નમસ્કાર. ૦ મત નિરસન :- જેઓ “બ્રહ્મામાં લીન થઈ જવું એ જ મુક્તિ છે' એવું માને છે તે સંતપનના શિષ્યો ભગવંતને પણ વાસ્તવિક મુક્ત માનવા તૈયાર નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ નમુત્થણં-સૂત્ર-વિવેચન ૪૯ તેઓ કહે છે, બ્રહ્મામાં મળી ગયેલા આત્માઓની સ્થિતિ પણ બ્રહ્માવત્ સમજવી. તેમના આ મતનું ખંડન કરતાં કહ્યું કે, મુત્તા મલાઈ અર્થાત્ કર્મબંધનોથી સ્વયં મુક્ત થયેલાને અને બીજાને મુક્ત કરાવનારાને. જે કર્મોનું ફળ ચાર ગતિરૂપ સંસાર છે, તે વિચિત્ર કર્મોના બંધનથી છૂટેલા હોવાથી ભગવંત મુક્ત છે. તેઓનું કાર્ય પૂર્ણસિદ્ધ થયેલું છે. તેઓ માને છે તેમ જગકર્તા (બ્રહ્મા)માં મળી જવાથી આત્માની કાર્યપૂર્ણતા થતી નથી. કારણ કે તેઓના મતે બ્રહ્માને પુનઃ જગત્ રચવાનું હોવાથી તેનું કાર્ય તો અધુરું જ હોય છે. વળી જગત્ રચવામાં એકની હીન અને બીજાની ઉત્તમ આદિ અવસ્થાઓ બનાવવાથી બ્રહ્મામાં રાગદ્વેષની પણ સિદ્ધિ થાય છે. તેમજ કોઈ કોઈનામાં ભળી જાય તે પણ અસત્ય છે, કારણ કે તેમ થવામાં બ્રહ્માનો કે બ્રહ્મામાં ભળનાર આત્માનો, બેમાંથી એકનો અભાવ થાય છે. તેથી જગતકર્તામાં ભળી જવાનું માનવું તે અજ્ઞાનમૂલક કે અસત્ય છે. આત્મા સ્વયં જ કર્મથી મુક્ત થાય છે. -૦- આ રીતે “જિણાણ-જાવયાણ' આદિ ચાર પદોની આઠમી સંપદા પૂર્ણ થઈ. હવે નવમી અને છેલ્લી મોક્ષસંપદાને જણાવતા કહ્યું છે કે, સવ્વલૂર્ણ સબૂદરિસીણ સિવું અયલ અરુએ અસંત અકુખયં અવ્યાબાડું અપુણરાવિત્તિ સિદ્ધિ ગઈ નામધેય ઠાણે સંપત્તાણં નમો જિણાણે જિઅભયાણ. • સવ્વલૂર્ણ સબૂદરિસીણ – સર્વજ્ઞોને, સર્વદર્શીઓને. – સર્વને જાણે તે સર્વજ્ઞ, સર્વને દેખે તે સર્વદર્શી. – અહીં સર્વ શબ્દ “લોકાલોક વ્યાપી સર્વદ્રવ્યો અને તેના સર્વ પર્યાયોના અર્થમાં સમજવાનો છે. અરિહંત પરમાત્માના જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોનો સંપૂર્ણ રીતે લય થયેલો હોવાથી તેઓ સર્વ દ્રવ્યોને તથા તેના સર્વ પર્યાયોને જાણી શકે છે તથા જોઈ શકે છે. – સર્વજ્ઞતાની સિદ્ધિ માટે જૈનદર્શની દ્વારા વિપુલ સાહિત્ય રચના થઈ છે. ૦ મત નિરસન :- બુદ્ધિના યોગે જ્ઞાન થાય છે - એમ માનનારા સાંખ્યદર્શનવાળા ભગવંતને સર્વજ્ઞ અને સર્વદર્શી માનતા નથી. તેઓ એમ માને છે કે, બુદ્ધિથી વિચારેલા અર્થને આત્મા જાણે છે. (સ્વયં આત્મા જ્ઞાન-દર્શન કરી શકતો નથી.) તેઓની માન્યતાનું ખંડન “સલ્વમૂui સવ્વરિલી' પદથી થાય છે. આત્માનો સ્વભાવ જાણવાનો અને જોવાનો છે જ, પણ કમ્મરૂપ આવરણો આડે આવવાથી તે પોતાના સ્વભાવનો ઉપયોગ કરી શકતો નથી. આવરણો ખસી ગયા પછી કોઈની પણ સહાય વિના જ જ્ઞાન-દર્શનરૂપ સ્વ-સ્વભાવથી જ સર્વ જાણે છે અને જુએ છે. યોગદૃષ્ટિ સમુચ્ચય શ્લોક-૧૮૨માં પણ કહ્યું છે કે, જીવ સ્વયં શુદ્ધ પ્રકૃત્તિથી જ ચંદ્રસમાન છે, ચંદ્રના કિરણોની જેમ આત્માને વિજ્ઞાન છે અને ચંદ્રની આડે આવતાં વાદળોની જેમ તેની આડે આવતાં કર્મરૂપ વાદળો છે. વળી એવું પણ એકાંત નિત્ય નથી કે, બુદ્ધિરૂપી કારણ વિના આત્માને Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ બુદ્ધિના ફળરૂપ વિજ્ઞાન ન જ હોય. કારણ કે કાર્યની સિદ્ધિ સુધી જ કારણ ઉપયોગી છે, પછી તેની આવશ્યકતા નથી. જીવને પણ કર્મના આવરણો તૂટ્યાં ન હોય ત્યાં સુધી ભલે બુદ્ધિરૂપ કારણની આવશ્યકતા રહે, પણ સંપૂર્ણ આવરણો તૂટવાથી આત્માનો જ્ઞાનસ્વભાવ પ્રગટ થતાં બુદ્ધિ ઉપયોગી નથી. જેમ તરવાની સહજ શક્તિ ન હોય તેઓને ભલે તુંબડુ કે નાવડી આદિ ઉપયોગી હોય, પણ જેઓને તરવાની સહજશક્તિ પ્રગટી છે તેવા મનુષ્યો, જળચરો આદિ નાવડી વિના જ તરી શકે છે, તેમ અરિહંતો પણ સહજ જ્ઞાન-દર્શનગુણો પ્રગટ્યા પછી બુદ્ધિ વિના જ સર્વ કંઈ જાણી-દેખી શકે છે. માટે બુદ્ધિના યોગ વિના પણ તેઓ સર્વજ્ઞ અને સર્વદર્શી જ છે. ૫૦ (આ પદનું વિવેચન - વિવિધ શંકા-સમાધાનો સહિત લલિત-વિસ્તરા ગ્રંથમાં તો જોવાલાયક છે જ. પણ સર્વજ્ઞ સિદ્ધિના અનુસંધાને રચાયેલ ‘સર્વજ્ઞ સિદ્ધિ’, ‘સન્મતિતર્કવિવરણ', ‘સર્વજ્ઞતાવાદ’, ‘પ્રમાણમીમાંસા', ‘સર્વજ્ઞશતક' આદિ ગ્રંથો પણ મનનીય છે.) ૦ આત્માને સર્વગત અર્થાત્ વ્યાપક માનનારાઓ કોઈ મુક્ત આત્માને પણ સર્વગત માને છે, અમુક સ્થાને જ રહે છે એમ માનતા નથી. તેઓ કહે છે કે, આકાશની જેમ સર્વ સંતાપ રહિત મુક્ત આત્માઓ પણ સર્વત્ર રહે છે. તેમના મતનું ખંડન કરતાં અહીં જણાવેલ છે કે, સિવમયત્તમરુઝમાંતમવયમવ્યાવાહ મપુળરવિત્તિસિદ્ધિારૂ નામધેય ઢાળ સંપત્તાળ. આ સમગ્ર વાક્યના પ્રત્યેક શબ્દોની વ્યાખ્યા આ પ્રમાણે છે– ♦ શિવમ્ - વિનો-ઉપદ્રવોથી રહિત. જેમાંથી સર્વ અપાયો- ઉપદ્રવો દૂર થયા છે, તે શિવ. (એવું મોક્ષ સ્થાન) अयलम् અચલ એટલે સ્થિર. જે ચલિત થવાના ગુણથી રહિત છે તે અચલ કહેવાય. જેમાં સ્વાભાવિક કે પ્રાયોગિક કોઈપણ પ્રકારની ચલનક્રિયાનો સંભવ નથી તે અચલ. (એવું મોક્ષસ્થાન) • ગમ્ વ્યાધિ અને વેદનાથી રહિત. અરુજ એટલે વ્યાધિ-વેદના રહિત એમ કહ્યું કારણ કે મોક્ષમાં શરીર અને મનનો અભાવ છે. વ્યાધિનું મૂળ શરીર છે અને વેદનાનું મૂળ મન છે. • અનંતમ્ – અનંત એટલે અંતરહિત. કોઈપણ કાળે જેનો અંત નથી તે અનંત અથવા ત્યાં રહેલા આત્માઓને અનંત વિષયોનું અનંત કાળનું જ્ઞાન હોય છે, માટે તે અનંત કહેવાય છે. (એવું મોક્ષ સ્થાન) - • લાયન્ અક્ષય એટલે જેનો કદાપિ ક્ષય થતો નથી કે જેમાં કદાપિ હાનિ કે ઘટાડો થતો નથી અથવા નાશ પામવાના કારણો નહીં હોવાથી કદી નાશ નહીં પામનારું અથવા શાશ્વતું કેમકે ત્યાં સાદિપર્યવસિત સ્થિતિ છે. (એવું મોક્ષસ્થાન) બીજો અર્થ છે ગક્ષત - પરિપૂર્ણ-પૂર્ણિમાના ચંદ્રમંડલની જેમ. -- अव्वाबाह અવ્યાબાધ એટલે પીડા રહિત. કર્મજન્ય પીડાથી રહિત. મોક્ષ સ્થાનમાં કર્મરહિતપણું હોવાથી કર્મ જનિત કોઈ પીડા થતી નથી. Page #52 -------------------------------------------------------------------------- ________________ નમુત્થણ-સૂત્ર-વિવેચન ૫૧ • સપુનરાવિત્તિ – જે તે માટે પુનરાવત્તિયં એવો પણ પાઠ મળે છે. અપુનરાવૃત્તિ અથવા અપુનરાવર્તિક એટલે જ્યાં ગયા પછી પાછું ફરવાનું હોતું નથી (તેવું સ્થાન-મોક્ષ) અથવા સંસારભ્રમણના બીજભૂત એવા કર્મનો અભાવ હોવાથી પુનર્ભવ કે પુર્નજન્મ રૂપ અવતારનો જેમાં અભાવ છે તે. -૦- ‘શિવ થી અપુનરાવૃત્તિ' વિશેષણો જેને માટે કહેવાય છે, તેવા વિશેષ્ય પદ ‘સિદ્ધિગતિનો હવે ઉલ્લેખ કરાય છે. એટલે કે “સિદ્ધિગતિ કેવી ? તો જે શિવ, અચલ, અરજ આદિ વિશેષણોથી યુક્ત છે તેવી • સિદ્ધિ-નામધેયં - સિદ્ધિગતિ નામવાળા. - જ્યાં આત્મા સમાપ્ત પ્રયોજનવાળો અર્થાત્ કૃતકૃત્ય હોય છે. એવા સ્થાનને કે જે સ્થાન ચૌદ રાજલોક (સમગ્ર જગતુ)ની ઉપરના અંત ભાગમાં છે, જેને સિદ્ધિ અને મુક્તાત્માઓનું ત્યાં ગમન થતું હોવાથી ગતિ કહેવાય છે. માટે સિદ્ધિગતિ એવા ઉત્તમ નામવાળું. - જ્યાં ગયા પછી જીવોને કંઈ કરવાનું પ્રયોજન બાકી રહેતું નથી, તે સિદ્ધિ, તે સ્થાન જવા યોગ્ય હોવાથી ગતિ તરીકે ગણના પામે છે. એટલે કે સિદ્ધ થયેલા જીવોની જ્યાં ગતિ થાય છે, તે સિદ્ધિગતિ, તે નામવાળા. • તા – સ્થાનને. આત્માઓ જ્યાં સ્થિર રહે તે સ્થાન. જેને વ્યવહારનયથી “સિદ્ધિક્ષેત્ર' કહેવાય છે. કહ્યું છે કે, “અહીં મનુષ્યલોકમાં છેલ્લા શરીરનો ત્યાગ કરીને ત્યાં સિદ્ધિક્ષેત્રમાં જઈને કાયમ માટે સ્થિરતાથી વસે છે.” માટે વ્યવહારનયથી તેને સિદ્ધિક્ષેત્ર કહ્યું છે. નિશ્ચયનયથી તો સર્વ કર્મરૂપ અનાદિ આનંબરનો મેલ ઉતારીને આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં રહે છે. માટે “સ્વરૂપની પ્રાપ્તિ એ જ મોક્ષ અને એ જ મોક્ષસ્થાન કહેવાય છે. કેમકે સિદ્ધો તેમાં સ્વ-રૂપમાં જ રહે છે, રમે છે અને સ્વરૂપનો જ આનંદ ભોગવે છે. નિશ્ચયનયથી તો સર્વે પદાર્થો પોતાના સ્વરૂપમાં જ રહે છે. કોઈ દ્રવ્ય પોતાના મૂળ સ્વરૂપને છોડતું નથી - એમ કહેલું છે. પૂર્વે જણાવેલા શીવ, અચલ, અરુજ આદિ વિશેષણો પરમાર્થથી સ્થાનને નહીં, પણ મુક્ત આત્માને લાગુ પડે છે. તો પણ સ્થાન અને સ્થાનીનો અભેદ હોવાથી ઉપચારથી ત્યાં રહેનારા સ્થાનીનાં લક્ષણો સ્થાનમાં પણ લાગુ પડી શકે છે. આવા પ્રકારના (સિદ્ધિગતિ) સ્થાન પામેલા અર્થાત્ સંપૂર્ણપણે કર્મક્ષય થવા રૂપ સંસારી અવસ્થા નાશ થવાથી સ્વાભાવિક આત્મસ્વરૂપે પ્રગટ થવાથી આત્માનું શુદ્ધ સ્વરૂપ પામેલા, આવા આત્માને જો વ્યાપક માનવામાં આવે તો અહીં જણાવ્યું તેવા વ્યવહાર અને નિશ્ચયરૂપ સિદ્ધિસ્થાનની તેને પ્રાપ્તિ થઈ શકે નહીં. જેઓ ક્ષેત્રથી સર્વ વ્યાપક નથી તેઓને જ સંસારી અવસ્થાના ત્યાગરૂપ મોક્ષઅવસ્થા અથવા સિદ્ધિગતિ નામક સ્થાન પ્રાપ્ત થાય છે. - સંપત્તાનું – પ્રાપ્ત થયેલાને. આ શબ્દ પૂર્વના પદોની સાથે વિચારવાનો છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ પર પ્રતિક્રમણ સૂત્ર વિવેચન૨ તે મુજબ (સિદ્ધિગતિ નામના સ્થાનને) પ્રાપ્ત થયેલાને “એવો સળંગ અર્થ થશે. આવા પૂર્વોક્ત વિશેષણોયુક્ત અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ-એવું કહે છે. -૦- આ સૂત્રમાં આદિમાં અને અંતમાં નમસ્કાર કર્યો છે. તેથી વચ્ચેના પદોમાં પણ બધે નમસ્કાર સંબંધ જોડવો. વળી ભયોને જિતનારા પણ એ અરિહંતો જ છે, બીજાઓ નહીં - એમ પ્રતિપાદન કરવા ઉપસંહાર કરતાં કહે છે – “નમો જિહાણ જિઅભયાણ.” • નમો નિખi જિ-ભચાi ભયોને જિતનાર એવા જિનોને નમસ્કાર હો. અહીં જે “નમો’ શબ્દ છે, તેનું વિવેચન સૂત્ર-૧ “નમસ્કાર મંત્ર'માં થઈ ગયેલ છે અને નિન શબ્દનું વિવેચન સૂત્ર-૮ લોગસ્સ સૂત્ર'માં થઈ ગયેલ છે. આ સૂત્રમાં પણ નમો અને નિખા બંને શબ્દો આ પહેલા આવી ગયા છે. નિન-મયા - ‘અભયદયાણં' શબ્દની વ્યાખ્યામાં “મય' શબ્દનો અર્થ અને તેના સાત પ્રકારોનું વર્ણન કરાયેલ છે. નિમ-મયા એટલે આવા સર્વે ભયોને જિતનાર. સંસારરૂપ પ્રપંચથી નિવૃત્ત થયેલા હોવાથી કોઈપણ ભય જેઓને નથી, સર્વે ભયોનો જેઓએ ક્ષય કરેલો છે – એવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. ( સમવાય, રાયuસેણીય, જીવાજીવાભિગમ એ ત્રણ આગમ સૂત્રોમાં નમુત્થણ માં આ નમો નિ નિગમયા પાઠ જોવા મળતો નથી. તેમજ તેની પૂર્વે સંપત્તાપ શબ્દ છે, ત્યાં પણ શસ્તવરૂપ આગમ પાઠોમાં બધે “સંપાવિહામ' એવો પાઠ જોવા મળે છે.) • ને ૩ ૩ સિદ્ધાં. વાળી ગાથા. – આ ગાથા અત્રે નમુત્થણે સૂત્રમાં અંતે છે જ. પણ આગમ સૂત્રોમાં કોઈપણ સ્થાને નમુત્થણમાં અંતે જોવા મળતી નથી. કલ્પસૂત્રમાં પણ નથી. લલિત વિસ્તરામાં પણ નોંધાયેલ નથી. યોગશાસ્ત્રમાં ત્રીજા પ્રકાશમાં વિવરણમાં જણાવે છે કે, “પ્રણિપાતદંડક પછી (અર્થાત્ નમો નિણાાં નિરામયા પદ પછી) અતીત, અનાગત, વર્તમાન જિનોને વંદન કરવા માટે કેટલાંક આ ગાથાને બોલે છે. - જિનદત્તસૂરિ રચિત ચૈત્યવંદન કુલકની વૃત્તિમાં આ ગાથાના સંબંધમાં જણાવ્યું છે કે, જે 31 પ્રજ્ઞા સિદ્ધ ગાથા આગમ સંબંધીની ન હોવા છતાં પણ પૂર્વશ્રતધરે રચેલી હોવાથી...તે ગાથાને બોલે. જિનચંદ્રસૂરિના શિષ્ય તરુણપ્રભસૂરિએ વિ.સં. ૧૪૧૧માં રચેલ પડાવશ્યક વૃત્તિમાં આ ગાથાના કર્તા વિષયક નોંધ કરતા તેને ઉમાસ્વાતિએ રચેલી છે, તેવું જણાવે છે. જ્યારે સંવત ૧૪૬૮માં વર્તમાનસૂરિ રચિત આચારદિનકર ગ્રંથમાં આ ગાથાને ગીતાર્થ મુનિઓએ કહેલી છે તેમ જણાવ્યું. ૦ ને મ માં સિદ્ધા – ભૂતકાળમાં જેઓ સિદ્ધ થયા છે. મવિરસંતિ HITU વાળે - ભવિષ્યકાળમાં જે સિદ્ધ થશે. સંપર્ફે ૩ વટ્ટમાણI - વર્તમાનકાળે જેઓ વિદ્યમાન છે તે. , , ગાાં Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૩ નમુત્થણ-સૂત્ર-વિવેચન સર્વે તિવUT વંમિ - સર્વેને મન, વચન, કાયાએ વંદુ છું. આ ગાથા દ્વારા ભૂતકાળમાં થઈ ગયેલા, ભવિષ્યમાં થનારા અને વર્તમાનકાળે વિચરતા એવા સર્વે અરિહંતોને વંદના કરાયેલ છે. આ જ પ્રકારનો પાઠ સૂત્ર-૧૧ “ચિંતામણિ' ની ગાથા-૩માં તીય કંપડ઼ય પદથી આવી ગયેલ છે. નમુત્યુ રિહંતાણ થી આરંભીને નિલમયા સુધી આ રીતે ભાવ જિનોની સ્તુતિ કરાઈ છે અને છેલ્લી ગાથામાં ત્રણે કાળના સર્વે દ્રવ્ય જિનોને પણ વંદના કરવામાં આવેલ છે. 1 વિશેષ કથન :- નમુત્યુનું સૂત્રનું શબ્દશઃ વિવેચન કરાયું. પણ આ સૂત્રમાં રહેલી, સૂત્ર સંબંધી એવી કેટલીક વિશેષ હકીકતો જણાવવાનું આવશ્યક છે. ગણધર રચિત અને અનેક આગમોમાં સ્થાન પામેલ એવા આ સૂત્ર પર હરિભદ્રસૂરિ રચિત લલિતવિસ્તરા ટીકા તો પ્રસિદ્ધ છે જ. તદુપરાંત ચૈત્યવંદનમહાભાષ્ય, દેવવંદનભાષ્ય, યોગશાસ્ત્ર આદિમાં પણ તેનું વિવેચન અથવા તેની અંતર્ગતુ રહેલી હકીકતોનું કથન જોવા મળે છે. આવી વિશેષકથન રૂપ બાબતોને અહીં જણાવવામાં આવી છે. સૂત્રનું નામ :- આ સૂત્રનું “નમુત્થણ' નામ તો માત્ર આદ્ય શબ્દને કારણે પ્રસિદ્ધ થયું છે, પણ તેને શક્રસ્તવ અને પ્રણિપાતદંડક રૂપે પણ ઓળખાવાએલ છે. શક્રસ્તવ :- શક્ર કે ઇન્દ્ર કરેલી સ્તવના. તે કાળે તે સમયે શક્ર નામના સિંહાસન પર બેસનારો સૌધર્મેન્દ્ર શુક્ર સૌધર્મ દેવલોકમાં, સૌધર્માવલંસક વિમાનમાં, સુધર્માસભામાં બેઠેલો હતો. આ સંપૂર્ણ જંબૂદ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાન વડે જોતો હતો. તે સમયે શ્રમણ ભગવંત મહાવીર જંબૂદ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ ભારતના બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં કોડાલગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયેલા જુએ છે. જોઈને તે ઇન્દ્ર હર્ષિત થયો, સંતુષ્ટ થયો. ચિત્તમાં આનંદ પામ્યો. પ્રીતિયુક્ત મનવાળો થયો (ઇત્યાદિ). તે ઇન્દ્ર ઉત્સુકતાથી સિંહાસનેથી ઉઠ્યો. ઉઠીને પાદપીઠથી નીચે ઉતર્યો. પછી ઉત્તમ રત્નોની જડેલી પાદુકાઓને નીચે ઉતારી, એક વસ્ત્રનું ઉત્તરાસંગ કર્યું. અંજલિપૂર્વક બે હાથ જોડી, તીર્થકરની દિશામાં સાત, આઠ પગલાં ચાલીને પોતાનો ડાબો ઢીંચણ ઊંચો રાખે છે, જમણા ઢીંચણને ભૂમિતલ પર લગાડીને પોતાના મસ્તકને ત્રણ વખત ભૂમિતલ પર મૂકે છે, નમસ્કાર કરે છે. પછી શરીરને કિંચિત્, નમાવીને, ભુજાને સંકોચે છે, પછી બે હાથ જોડી-દશ નખ ભેગા કરી - મસ્તકે આવર્ત કરી મસ્તકે અંજલિ જોડીને સૌધર્મેન્દ્ર આ પ્રમાણે બોલ્યો નમુત્યુvi રિહંતાણં –૪–૪–૪–૪– નમો નિણા નિષમા' આ રીતે શક્ર અરિહંતોના ચ્યવન, જન્મ આદિ કલ્યાણકોના સમયે પોતાના વિમાનમાં રહીને સર્વ અરિહંતોની તેમના-તેમના જન્માદિ કલ્યાણકના પ્રસંગોમાં Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ સ્તુતિ કરતા હોવાથી આ સૂત્રને ‘શક્રસ્તવ' કહેવામાં આવે છે. પ્રણિપાત દંડક : – આ નમુત્થણ સૂત્ર કહ્યા પછી પ્રણિપાત એટલે કે નમસ્કાર કરાતો હોવાથી નવસંપદાવાળા આ નમુત્થણં' સૂત્રને પ્રણિપાત દંડક' કહે છે. – આ સૂત્રની યોજના અરિહંત પરમાત્માને વિશિષ્ટ રીતે પ્રણિપાત વંદના કરવા માટે જ થયેલી છે તેથી તેને પ્રણિપાત દંડક સૂત્ર કહેવાય છે. તેનું પ્રણિપાત દંડક નામ' છે તેવો ઉલ્લેખ યોગશાસ્ત્ર, લલિતવિસ્તરા દેવવંદનભાષ્ય, ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાં પણ થયેલ જોવા મળે છે. ૦ સંપદા અને પદો : નમુત્થણું સૂત્ર નવ સંપદા અને તેત્રીશ પદોમાં રજૂ થયેલ છે. જો કે આ ગણતરી નો નિ નિગમયા સુધીની છે. કેમકે દશમી ગાથા કે જે નહિ છંદમાં છે, તેની ગણતરી યોગશાસ્ત્ર, લલિતવિસ્તરા, ધર્મસંગ્રહ આદિમાં કરાયેલ નથી. અન્યથા નેક કા સિદ્ધા આદિ પદો અને તેની સંપદા પણ આમાં ઉમેરવી પડે. યોગશાસ્ત્રની વૃત્તિમાં ત્રીજા પ્રકાશમાં “નમુત્થણ'નું વિવરણ છે. હેમચંદ્રાચાર્યજી મહારાજે સંપદાનું વર્ણન કર્યું છે, તે આ પ્રમાણે છે – શકસ્તવમાં બે, ત્રણ, ચાર, ત્રણ વખત પાંચ, બે, ચાર અને ત્રણ એ પ્રમાણે તેત્રીશ આલાપકોવાળી નવ સંપદાઓ છે. સંપદા એટલે અર્થનું વિશ્રામ સ્થાન અથવા અર્વાધિકાર. જેનાથી સંગત રીતે અર્થ જુદો પડાય તે “સંપ - સંપદા કહેવાય છે. સંબંધ ધરાવતા શબ્દોવાળો પાઠ ‘આલાપક' કહેવાય છે. (૧) સ્તોતવ્ય સંપદા - એટલે સ્તુતિ યોગ્ય પદ સમૂહ. જેમાં અરિહંતાણં અને ભગવંતાણં બે પદો છે. આ સંપદા સ્તુતિનો વિષય કોણ છે તેને સૂચવે છે. સ્તોતવ્ય - સ્તુતિ પાત્રની જાણકારી માટે તેને પ્રથમ મૂકેલ છે. (૨) ઓઘ સંપદા :- જેને હેતુ સંપદા કે સામાન્ય હેતુ સંપદા કહે છે તે ત્રણ પદની છે – આઇગરાણ, તિસ્થયરાણ, સયંસંબુદ્વાણ, સ્તુતિ યોગ્ય પાત્રની જાણકારી થયા પછી, આ સ્તુતિ પાત્રતાના સામાન્ય હેતની જાણકારી માટે જિજ્ઞાસા થાય છે. તેથી બીજી સંપદામાં સામાન્ય હેતુ જણાવ્યા. (૩) ઇતરહેતુ સંપદા :- જેને સ્તોતવ્ય વિશેષ હેતુ સંપદા કે અસાધારણ હેતુ સંપદા કહે છે. તેમાં ચાર પદો છે પુરિયુત્તમ આદિ ચાર. સ્તુતિ પાત્રના સામાન્ય હેતુ જાણ્યા પછી વિશેષ હેતુ જાણવાની જિજ્ઞાસા થાય છે. તે જણાવવા આ ત્રીજી સંપદા બતાવી છે. (૪) ઉપયોગ સંપદા :- જેને સ્તોતવ્ય સામાન્ય ઉપયોગ સંપદા પણ કહે છે. વિશેષ હેતને જાણ્યા પછી પણ જિજ્ઞાસા થાય છે કે, આ સ્તોતવ્ય ભગવંતનો સામાન્ય ઉપયોગ શો છે? કેમકે વિદ્વાનો પરંપરાએ ફળપ્રધાન કાર્યપ્રવૃત્તિ કરનારા Page #56 -------------------------------------------------------------------------- ________________ નમુત્થણં-સૂત્ર-વિશેષ કથન ૫૫ હોય છે. આ સંપદામાં નીત્તમાં આદિ પાંચ પદો છે. (૫) તહેતુ સંપદા :- તેને ઉપયોગ હેતુ સંપદા પણ કહે છે. તેમાં પાંચ પદો છે – મયવયાપ થી વહિવવા. સામાન્યોપયોગ જાણવા છતાં વિદ્વાનોને તૃપ્તિ થતી નથી. તેઓને એ સામાન્યોપયોગના હેતુને જાણવા ઇચ્છા થાય છે. તે જણાવવા માટે સમયડયા આદિ પાંચ પદો મૂક્યા. જેથી સ્તોતવ્યના ઉપયોગની પાછળના સંગીન કારણો જાણી શકે. (૬) સવિશેષોપયોગ સંપદા :- સામાન્ય ઉપયોગની જાણકારી છતાં જેઓને એવી જિજ્ઞાસા થાય કે શું આ જ ઉપયોગ હેતુ છે કે વિશેષ પણ કોઈ ઉપયોગ હેતું હશે ? તેમની આ જિજ્ઞાસા સંતોષવાને માટે પાંચ પદોની સંપદા બતાવી તે ઘમ્પયાં આદિ “ધબ્બ' શબ્દવાળા પાંચ પદો છે. (૭) સ્વરૂપ હેતુ સંપદા :- વિશેષ ઉપયોગની જાણકારી પછી પણ વિદ્વાનોને થાય છે કે આ સ્તોતવ્ય દેવનું સ્વરૂપ શું છે ? અને શું તેવું સ્વરૂપ સકારણ છે ? તેઓ વિશેષ નિશ્ચયપ્રિય હોવાથી તેમને આવી જિજ્ઞાસા થાય છે. તેથી બે પદોની એવી આ સંપદા – “અપ્પડિહય વરનાણદંસણ ધરાણ અને વિયટ્ટ છઉમાશં" બે પદોની છે. (૮) નિજ-સમ-ફલદ સંપદા :- જેને આત્મતુલ્ય પરફલ કર્તૃત્વ સંપદા પણ કહે છે. આ સંપદામાં ચાર પદો છે. નિના નવિયાપ થી મુત્તા મોકIIM. સ્વરૂપ હેતુ જાણ્યા પછી પણ વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે કે, સ્તોતવ્ય ભગવંત પોતાના જેવું ફળ બીજાને પણ આપી શકે છે કે કેમ ? તેમની આ જિજ્ઞાસાને સંતોષવા માટે ચાર પદોની આ સંપદા બતાવી કે જેમાં પરમાત્મા જે પોતે પામે છે તે જિનપણું, તિર્ણપણું, બુદ્ધપણું અને મુક્તપણે બીજાને પણ પમાડવામાં સમર્થ નિમિત્તરૂ૫ છે, તે જણાવે છે. (૯) મોક્ષ સંપદા :- આટલું જાણ્યા પછી છેલ્લે એ જિજ્ઞાસા રહે છે કે, સ્તોતવ્યનો પ્રધાન ગુણ કયો ? તેઓ કયું ફળ પામ્યા હતા ? ઇત્યાદિ. આ સંપદામાં ત્રણ પદો મૂકેલા છે. સવ્વલૂ થી નિમાયા. ૦ શક્રસ્તવનું સ્થાન, ચૈત્યવંદન કે સ્તવ-સ્તુતિની મહત્તા : જે સ્થાન સામાયિકમાં “કરેમિભંતે' સૂત્રનું છે, તેવું જ મહત્ત્વ પૂર્ણ કે પ્રધાન સ્થાન ચૈત્યવંદનની ક્રિયામાં “શક્રસ્તવ' અર્થાત્ “નમુહૂર્ણ સૂત્રનું છે. તેથી જ સત્યવાદ્ય વંvi - ચૈત્યવંદન શક્રસ્તવાદિ યુક્ત હોય છે તેમ કહેવાયેલ છે. ઇષ્ટ સિદ્ધિનું મૂલ ઉપાસના છે, ઉપાસનાનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધાનો વિકાસ કરનારું સાધન ચૈત્યવંદન છે. તેથી ઇષ્ટસિદ્ધિમાં ચૈત્યવંદનનું આલંબન અતિ મહત્ત્વનું છે, મહાનિશીથ સૂત્રમાં પણ કહ્યું છે કે, દરેક શ્રાવકે પ્રતિદિન ત્રણ વખત ચૈત્યવંદન કરવું જોઈએ. પ્રાતઃકાળે, મધ્યાહન ભોજન પૂર્વે અને નિદ્રાધીન થતાં પહેલાં. ચૈત્યવંદનથી આત્માના અધ્યવસાયો ઘણાં જ નિર્મળ થાય છે, છેલ્લે ભવભ્રમણથી મુક્ત થવાય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ શક્રસ્તવ શબ્દથી નમુન્થુણંને ‘સ્તવ’' માનતા આ સ્તવની મહત્તા જણાવતા ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, તે સમ્યકત્વની શુદ્ધિ કરનાર છે. સૂત્ર-નોંધ : ૫૬ આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે. આ સૂત્ર અનેક આગમોમાં છે, જે પ્રારંભે વિવેચનમાં જણાવ્યું છે. નિઝમયાળ સુધીમાં સંપદા નવ, પદ તેત્રીશ, ગુરુવર્ણ-૩૩, લઘુવર્ણ૨૬૪ અને સર્વ વર્ષોં-૨૯૭ છે. - ― નૈ ઞ ઞર્વંગ વાળી ગાથા પ્રક્ષેપ ગાથા છે, આગમોમાં નથી. છતાં શ્રુતધર કે પૂર્વર્ષિ રચિત હોવાથી સન્માન્ય જ છે. ઉચ્ચારણોની દૃષ્ટિએ પૂર્વે કહ્યા મુજબ જોડાક્ષર, અનુસ્વાર આદિનું તથા વિશેષમાં સંપદા પૂર્વક સૂત્ર બોલવાનું લક્ષ રાખવું જોઈએ. - X-X Page #58 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૪ જાવંતિ ચેઈયાઇ સૂત્ર સર્વ ચૈત્ય વંદન સૂત્ર સૂત્ર વિષય :- આ સૂત્ર થકી સ્વર્ગ, તિર્છા અને પાતાળ એ ત્રણે લોકમાં રહેલા સર્વે જિન ચૈત્યોની વંદના કરાયેલ છે. - સૂત્ર-મૂળ : જાવંતિ ચેઇયાઈ, ઉદ્ધે અ અહે અ તિરિઅલોએ અ; સવ્વાઇં તાઇં વંદે, ઇર સંતો તત્વ સંતાઇ. (૧) = સૂત્ર-અર્થ :- ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્થાલોકમાં રહેલા જેટલાં પણ ચૈત્યો (જિનાલયો) હોય, તે સર્વેને અહીં રહેલો એવો હું ત્યાં રહેલા સર્વ ચૈત્યોની વંદના કરું છું (વંદુ છું). ૫૭ (જો ચૈત્યનો જિનપ્રતિમા અર્થ સ્વીકારીએ તો ત્રણે લોકમાં રહેલી સર્વે જિનપ્રતિમાઓને વંદના કરું છું તેવો અર્થ પણ થાય છે. જુઓ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ ગાથા ૪૪નો અર્થ અને વિવેચન) – શબ્દજ્ઞાન : - જાવંતિ જેટલાં ઉદ્ધે - ઉર્ધ્વલોકમાં અહે - અધોલોકમાં સવ્વાઇં - સર્વે બધાં/બધી વંદે વંદન કરું છું સંતો - રહેલો, રહીને – વિવેચન : આ સૂત્ર ‘જંકિંચિ’ સૂત્રની માફક ફક્ત એક ગાથાનું એવું નાનું સૂત્ર છે. અન્ય આગમોમાં કે આવશ્યક સૂત્ર નામક આગમમાં તે ક્યાંય જોવા મળતું નથી, નિર્યુક્તિમાં પણ ઉલ્લેખ નથી. તેથી પછીની રચના જણાય છે. જો કે વંદિત્તુ સૂત્રની ગાથા-૪૪માં આ ગાથા જોવા મળે છે. · ચેઇઆઇ - ચૈત્યો, જિનપ્રતિમાઓ અ - અને તિરિઅલોએ - તિર્થાલોકમાં તાઇં - તે (ચૈત્ય/પ્રતિમા) ઇટ્ટ - અહીં તત્વ સંતાઇ - ત્યાં રહેલાને ૦ ખાતિ - જેટલાં. આ સંખ્યાવાચી વિશેષણ છે. જે હવે પછીના ચૈત્યો પદની સંખ્યાના નિર્ધારણ માટે વપરાયેલ પદ છે. ૦ ચેવડું - ચૈત્યો. ચૈત્ય શબ્દથી જિનાલય કે જિનમંદિરનું ગ્રહણ થાય છે. પરંતુ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર અર્થાત્ વંદિત્તુ સૂત્રની ટીકામાં શ્રી રત્નશેખરસૂરિજી Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ મહારાજે ચૈત્યનો અર્થ જિન પ્રતિમા કરેલ છે. તેથી ચૈત્યો એટલે જિનાલયો અથવા જિનપ્રતિમાઓ એવો અર્થ થશે. ૫૮ -૦- હવે જો ચૈત્યનો અર્થ જિનાલય લઈએ તો : - - અહીં શાશ્વત ચૈત્યો લેવા કે અશાશ્વત ચૈત્યો, તેવી કોઈ જ સ્પષ્ટતા નથી માટે શાશ્વત અને અશાશ્વત બંને પ્રકારના ચૈત્યો - જિનાલયોનું ગ્રહણ કરવું જોઈએ. – જગચિંતામણિ સૂત્ર-૧૧ની ગાથા-૩માં શાશ્વત ચૈત્યોનો ઉલ્લેખ તો થયો જ છે. તેથી શાશ્વત ચૈત્યો સંબંધી વિવરણ ત્યાં જોવું. જંકિંચિ સૂત્ર-૧૨ના પૂર્વાર્ધમાં ‘તીર્થ’ શબ્દથી જિનાલયનો ઉલ્લેખ આવે છે. તેના વિવેચનમાં શાશ્વત કે અશાશ્વત સર્વે ચૈત્યોની સમજ વિસ્તારથી અપાયેલી છે. -- હવે જો ચૈત્યનો અર્થ જિનપ્રતિમા સ્વીકારીએ તો : અહીં પણ શાશ્વત કે અશાશ્ર્વતની કોઈ સ્પષ્ટતા નહીં હોવાથી તે બંને પ્રકારના જિનપ્રતિમાનું ગ્રહણ કરવું જોઈએ. શાશ્વત જિનપ્રતિમા સંબંધી વિસ્તૃત વિવરણ ‘જગચિંતામણિ' સૂત્ર૧૧ માં કરાયેલ છે, ત્યાં જોવું. તે સિવાય ‘સકલતીર્થ' સૂત્રમાં પણ આ વિષયમાં ઉલ્લેખો આવે જ છે. · સૂત્ર-૧૨ ‘જંકિંચિ' સૂત્રમાં ઉત્તરાર્ધમાં ‘“નિવિવારૂં’’ શબ્દથી જિનપ્રતિમાઓનો ઉલ્લેખ છે, તેના વિવરણમાં શાશ્વત-અશાશ્વત બંને પ્રકારની જિનપ્રતિમાઓનું વિવેચન કરાયેલ છે. - અહીં એક વાત નોંધપાત્ર છે કે, જે ‘શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર-અર્થદીપિકા ટીકા''ને આધારે અહીં ચૈત્યનો જિનપ્રતિમા અર્થ સ્વીકારેલ છે. તે ટીકામાં તો માત્ર શાશ્વત પ્રતિમાજીની જ ત્રણે લોકની સંખ્યા દર્શાવેલ છે. પરંતુ ખાતિ શબ્દથી ‘‘જેટલાં પણ’' અર્થ વિચારતા સર્વે કોઈ જિનાલયોને તથા જિનપ્રતિમાજીને વંદના કરવી જોઈએ એ દૃષ્ટિએ અહીં શાશ્વત-અશાશ્વત બંને પ્રકારના ચૈત્યો તથા જિનપ્રતિમાજીનું ગ્રહણ કરેલ છે. વળી આ ટીકામાં પણ પૂર્વે શાશ્વત અને અશાશ્વત બંને ચૈત્યોની વંદના કરેલી જ છે. -૦- જેનો ઉલ્લેખ સંખ્યામાં થઈ શકતો નથી તેવા અસંખ્યાત ચૈત્યો અને અસંખ્યાત જિનપ્રતિમાજી પણ જ્યોતિષ્ક અને વ્યંતરોના સ્થાનમાં છે તે સર્વેની પણ વંદના સમજી લેવી- તેમ વંદિત્તુ સૂત્ર-ટીકામાં જણાવે છે. ઉર્દૂ - ઉર્ધ્વલોકમાં, દેવલોકમાં. ચૌદ રાજલોક પ્રમાણ ક્ષેત્રલોકમાં ઉપરના સાત રાજલોક (૯૦૦-યોજન સિવાયના) છે તેમાં બાર દેવલોક, નવત્રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનો આવેલા છે. આ બધાં વિમાનોમાં ચૈત્યો અને પ્રતિમાજી આવેલા છે. તે રૂપ ઉર્ધ્વલોક અહીં સૂચિત કરાયેલ છે. ૦ TM - અધોલોકમાં, ભવનપતિ આદિના ભવનોમાં. Page #60 -------------------------------------------------------------------------- ________________ જાવંતિ ચેઈયાઇં-સૂત્ર-વિવેચન ૫૯ સમભૂતલા પૃથ્વીની નીચે ૯૦૦ યોજન પછીનો બાકીનો જે સાત રાજ લોક ભાગ છે, તેને અધોલોક કે પાતાળલોક કહે છે. પ્રસિદ્ધ વાત મુજબ ત્યાં ભવનપતિના ભવનોમાં આવેલા શાશ્વત ચૈત્યોનો અને જિનપ્રતિમાઓનો ઉલ્લેખ અધોલોકની ચૈત્ય વંદનામાં આવે છે, પરંતુ – - અધોલોમાં ત્રણ પ્રકારના સ્થાનોમાં ચૈત્યોનો ઉલ્લેખ વંદિત્તુ સૂત્રની ટીકામાં રત્નશેખરસૂરિજીએ કરેલો જોવા મળે છે. (૧) ભવનપતિના ભવનોમાં આવેલા ચૈત્યો. (૨) મહાવિદેહની કુબડીવિજયમાં આવેલા ચૈત્યો. (૩) વ્યંતરોના આવાસોમાં આવેલા અસંખ્યાત ચૈત્યો. તિરિગોપુ - તિર્થાલોકમાં, મધ્યલોકમાં. સમભૂતલા પૃથ્વીથી પ્રમાણાંગુલ (એક પ્રકારનું માપ)થી ૯૦૦ યોજન ઉપર સુધી અને ૯૦૦ યોજન નીચે સુધી એમ ૧૮૦૦ યોજનમાં આવેલો અને એક રાજલોક પ્રમાણ વિસ્તારવાળો એવો તિર્થાલોક છે. આ લોક ઉર્ધ્વ અને અધોલોકની મધ્યમાં આવેલો હોવાથી તે મધ્યલોક પણ કહેવાય છે. — · અહીં માત્ર મનુષ્યલોક જ અર્થ કરવો અધુરો છે કેમકે મનુષ્ય લોકની બહાર નંદીશ્વરદ્વીપ, કુંડલદ્વીપ, રૂચકદ્વીપમાં પણ શાશ્વત ચૈત્યો જ છે. ફક્ત શાશ્વત ચૈત્યો-પ્રતિમાઓનો ઉલ્લેખ સૂત્ર-૧૧ ‘જગચિંતામણિ'માં છે જ. પણ શાશ્વત અશાશ્વત બંને સંબંધી સમજણ માટે સૂત્ર-૧૨ ‘જંકિંચિ' સૂત્રનું વિવેચન જોવું. - ૦ સાતાનું વઢે - તે સર્વેને હું વંદન કરું છું. તે સર્વે અર્થાત્ ઉર્ધ્વ, અધો, તીર્થા લોકમાં રહેલા સર્વે ચૈત્યો એટલે કે સર્વે જિનાલયો અને સર્વે જિનપ્રતિમાજીને હું વંદના કરું છું. -- ૦ રૂઠ સંતો તત્વ સંતારૂં – અહીં રહેલો એવો હું, ત્યાં રહેલાંને. “અહીં રહેલો એવો હું' આ વાક્ય ભક્તિભાવથી ઉન્નસિત ચિત્તવાળો વ્યક્તિ બોલે છે અર્થાત્ વંદન કરવાની ભાવનાવાળો બોલે છે. “ત્યાં રહેલાને” - એ શબ્દોનો સંબંધ ત્રણે લોકમાં રહેલા સર્વ ચૈત્યો - અર્થાત્ સર્વે જિનાલયો અને સર્વે જિનપ્રતિમાઓની સાથે છે. - સારાંશ – હું અહીં રહીને ત્યાં રહેલા સર્વે ચૈત્યોની ભાવ વંદના કરું છું. વિશેષ કથન : શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રની અર્થદીપિકા ટીકામાં જણાવે છે કે, સમ્યક્ત્વની શુદ્ધિ અર્થે ત્રણે લોકમાં રહેલા શાશ્વતા-અશાશ્વતા સ્થાપના જીનને વંદના કરવા માટે આ ગાથાની રચના થયેલી છે. ― - ‘જાવંતિ ચેઇયાઇં’ નામથી પ્રસિદ્ધ આ સૂત્રમાં સર્વે ચૈત્યોની વંદના કરાયેલી હોવાથી આ સૂત્રને “સર્વ ચૈત્ય વંદન સૂત્ર' પણ કહે છે. • જિનપ્રતિમા આત્મબોધ માટેનું એક અગત્યનું સાધન છે. તેના પ્રત્યેની Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ નિસીમ ભક્તિ આ ગાથા વડે પ્રદર્શિત કરાયેલ છે. – આ સૂત્ર “ગાથા' છંદમાં છે. - સૂત્ર-નોંધ : – આ સૂત્રનું કોઈ આગમિક આધારસ્થાન તો જાણવામાં આવેલ નથી. પણ વંદિત્ત સૂત્રની ગાથા-૪૪ આ પ્રમાણે જ છે. – આ સૂત્રમાં ગાથા-૧, સંપદા-૪, પદ-૪, ગુરુવર્ણ-૩, લઘુવર્ણ-૩૨ અને સર્વે વર્ણો મળીને-૩૫ છે. - આ સૂત્ર પ્રાકૃત ભાષામાં રચાયેલ છે. – આ સૂત્રના ઉચ્ચારણમાં મુખ્યત્વે અનુસ્વાર ભૂલો થતી જોવા મળી છે. જેમકે “સવ્વાઇ'ને બલે સવ્વાઇ, “સંતાઇ'ને બદલે સંતાઇ આદિ. જોડાક્ષરમાં ‘ઉઢ', શબ્દ સ્પષ્ટ બોલાવો જોઈએ. આ ભૂલો પ્રત્યે લક્ષ્ય આપવું. X - Y Page #62 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૬ જાવંત કે વિ સાહૂ સૂત્ર સર્વ સાધુ વંદન સૂત્ર = સૂત્ર-વિષય :- આ સૂત્રમાં સર્વ કર્મભૂમિમાં રહેલા અર્થાત્ ભરત, ઐરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા સર્વે સાધુને નમસ્કાર કરાયેલ છે. " સૂત્ર-મૂળ : જાવંત કે વિ સાહૂ, ભરહેરવય-મહાવિદેહે અ; સવ્વસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણં. ॥ સૂત્ર-અર્થ : (1) ભરત, ભૈરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા જે કોઈ સાધુ ત્રણ દંડથી અટકેલા છે તેઓને હું (મન, વચન, કાયાથી) ત્રિવિધે વાંદુ છું. ” શબ્દજ્ઞાન :જાવંત - જેટલા સાહૂ - સાધુઓ એરવય ઐરવત ક્ષેત્રમાં - અ - અને, (અન્યત્ર રહેલ) પણઓ - પ્રણત, નમેલો ત્રણ દંડથી તિદંડ ૬૧ કે વિ - કોઈ પણ ભરહ - ભરતક્ષેત્રમાં મહાવિદેહે - મહાવિદેહ ક્ષેત્રમાં સવ્વેસિ ર્સિ - તે સર્વેને તિવિહેણ વિરયાણં - ત્રણ પ્રકારે વિરામ પામેલાને – વિવેચન : આ સૂત્ર પણ ‘જંકિંચિ' અને ‘જાવંતિ ચેઇયાઇ'ની માફક એક નાનું સૂત્ર છે. જે રીતે તે સૂત્રોમાં જિનાલય અને જિનપ્રતિમાજીને વંદના કરાયેલ છે, તે રીતે આ સૂત્ર દ્વારા સાધુ ભગવંતોને વંદના કરાયેલ છે. સૂત્ર-૧૧ ‘જગચિંતામણિ' સૂત્રમાં ઉત્કૃષ્ટા મુનિ ભગવંતોની અને વર્તમાનકાળે વિહરમાન મુનિ ભગવંતોની સંખ્યા દર્શાવી છે. પણ આ સૂત્રમાં કર્મભૂમિમાં વસતા સર્વે મુનિ મહારાજોની વંદના કરાયેલ છે. આ સૂત્રનો ઉલ્લેખ પણ અન્ય કોઈ આગમોમાં કે આવશ્યક સૂત્ર નામના આગમમાં ક્યાંય પણ થયેલ નથી. નિર્યુક્તિમાં પણ આ સૂત્રનું કોઈ સૂચન જોવા મળતું નથી. માત્ર વંદિત્તુ સૂત્રની ગાથા-૪૫ મુજબ આ સૂત્ર જણાય છે. • ખાવંત - જેટલા, આ સંખ્યાવાચી શબ્દ છે. જે ‘સાદૂ’ શબ્દની સંખ્યા નિર્ધારણ કરવા માટે વપરાયેલા વિશેષણ સ્વરૂપ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ ♦ . વિ - કોઈપણ, આ બંને શબ્દો પણ ‘સારૂં’ સાથે સંબંધિત છે. ♦ સારૂં - સાધુઓ. અહીં સાધુ શબ્દથી ઉપલક્ષણથી સાધ્વી પણ લેવા. પૂર્વે જેટલા અને જે કોઈપણ શબ્દ સાથે આ પદને જોડવાનું છે. જેટલા અર્થાત્ સંખ્યાની દૃષ્ટિએ જેટલી સંખ્યામાં સાધુ છે, તે બધાં જ સાધુ (અને સાધ્વી) અને ‘જે કોઈપણ' શબ્દથી સાધુઓના વિશિષ્ટ ગુણો અને ભિન્ન ભિન્ન સ્થિતિ આધારે અનેક પ્રકારના સાધુઓનું અહીં ગ્રહણ કરાય છે. જેમકે - કેવલજ્ઞાની, ઋજુમતિ અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાની, સામાન્ય કે પરમ અવધિયુક્ત અવધિજ્ઞાની, વિશિષ્ટ શ્રુતધર-ચૌદપૂર્વી, દશપૂર્વી, નવપૂર્વી ઇત્યાદિ, દ્વાદશાંગધર, એકાદશાંગધર ઇત્યાદિ. તદુપરાંત જિનકલ્પી કે સ્થવીર કલ્પી, યથાલકિ, (યથાખ્યાત) પરિહાર વિશુદ્ધિ, સામાયિક ચારિત્રધર, વિશિષ્ટ લબ્ધિવંત જેવા કે વિદ્યાચારણ, જંઘાચારણ, પદાનુસારિલબ્ધિધર, વૈક્રિયલબ્ધિધર, આશીવિષલબ્ધિધર, પુલાક, નિર્પ્રન્થ, સ્નાતક, ગણિ, આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક ઇત્યાદિ સર્વે સાધુ. - સાધુ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧ ‘નમસ્કારમંત્ર’માં જોવી. भरवय महाविदेहे अ - ભરતક્ષેત્ર, ભૈરવત ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા. અહીં ક્ષેત્રને આશ્રીને ત્રણ નામો જણાવ્યા છે. સૂત્ર-૧૧ ‘ઝાચિંતાળિ’ માં ‘“ભૂમિર્દિ’ શબ્દની વ્યાખ્યા અવસરે આ ક્ષેત્રનુ કથન કરાયેલું છે. જંબુદ્વીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુ સહિત ગણતા નવ મોટા ક્ષેત્રો છે કે જેને વર્ષક્ષેત્રો કહે છે. આ નવ ક્ષેત્રોમાં ત્રણ ક્ષેત્રો ભરત, ઐરવત, મહાવિદેહ એ ત્રણેને કર્મભૂમિ કહી છે. જ્યાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, સાધુ, સાધ્વી આદિનું અસ્તિત્વ હોય છે. સમગ્ર મનુષ્યલોકનો વિચાર કરીએ તો તેમાં અઢી દ્વીપ અને બે સમુદ્રોનો સમાવેશ થાય છે. કોઈપણ મનુષ્યનો જન્મ (કે મૃત્યુ) આ અઢી દ્વીપમાં જ થાય છે. તેમાં જંબૂદ્વીપ તે ફરતો લવણ સમુદ્ર અને તેને ફરતો ધાતકી ખંડ દ્વીપ છે. ધાતકી ખંડને ફરતો કાલોલધિ સમુદ્ર અને તેને ફરતો પુષ્કરાવર્ત્ત દ્વીપ છે. આ પુષ્કરાવર્તની મધ્યમાં માનુષોત્તર પર્વત છે. ત્યાં મનુષ્યક્ષેત્ર પૂર્ણ થતું હોવાથી પુષ્કરાવર્ત્તદ્વીપ અડધો જ લેવાનો છે, માટે અઢી દ્વીપ કહ્યા છે. આ અઢીદ્વીપને આશ્રીને ક્ષેત્રોની વિચારણા કરીએ તો - જંબુદ્વીપમાં જે ત્રણ કર્મભૂમિ ક્ષેત્રો જણાવ્યા. તે જ ભરત-ઐરવત અને મહાવિદેહ ધાતકી ખંડ પૂર્વમાં પણ છે અને ધાતકી ખંડ પશ્ચિમમાં પણ છે અર્થાત્ ત્યાં બબ્બે ભરત, બબ્બે ઐરવત, બબ્બે મહાવિદેહ છે. એવી જ રીતે પુષ્કરવરદ્વીપાર્ધમાં પણ બબ્બે ભરત, ઐરવત, મહાવિદેહ છે. તેથી બધાં મળીને પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ એમ ૧૫-કર્મભૂમિ ક્ષેત્રો થાય છે. આ પંદર કર્મભૂમિઓમાં રહેલા સર્વે સાધુઓની ગણના કરવાની છે. તદુપરાંત મહાવિદે પછી મૂકાયેલ ઝૂ શબ્દની શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રમાં ૬૨ — --- Page #64 -------------------------------------------------------------------------- ________________ જાવંત કે વિ સાહૂ-સૂત્ર-વિવેચન કરાયેલી વ્યાખ્યા પણ મનનીય છે. કેમકે ત્યાં સ શબ્દ ફક્ત “અને' અર્થમાં નથી, પણ સમુચ્ચય અર્થમાં છે. ત્યાં રત્નશેખરસૂરિજી જણાવે છે કે, “ગ' શબ્દથી વ્યંતરાદિ દેવો વડે હરણ થવું, નંદીશ્વરાદિહીપે યાત્રાર્થે જવું વગેરે-વગેરે કારણે તે ૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્ય ક્ષેત્રની બહાર અથવા ત્રીશ અકર્મભૂમિમાં અથવા છપ્પન્ન અંતર્લીપમાં રહેલા સર્વે પ્રકારના સાધુઓને ગ્રહણ કરવા. – અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં જન્મેલા મનુષ્યોને “યુગલિક ધર્મ હોવાથી તેમને સાધુપણું-વિરતિભાવ સ્પર્શી શકતો નથી. એટલે કે ૧૫-કર્મભૂમિઓમાં જ સાધુપણું પ્રાપ્ત થઈ શકે છે. પણ કર્મભૂમિમાં રહેલા સાધુઓનું પણ અકર્મભૂમિ કે અંતર્લીપ આદિમાં ગમન શક્ય છે. તેથી ત્યાં ગયેલા સાધુઓનું પણ ગ્રહણ “' શબ્દથી કરેલ છે. સર્વેસિં તેસિં – તે સર્વેને. અહીં “તે' સર્વનામ પૂર્વે કહેવાયેલ સાધુમહારાજો માટે વપરાયેલ છે. તે સર્વે એટલે તે બધાં જ સાધુઓને. • વખો - પ્રણત, નમેલો (એવો હું) – શબ્દાર્થ પ્રમાણે “નમેલો' અર્થ જરૂર થાય, પણ સમગ્ર વાજ્યાર્થિનો વિચાર કરીએ તો “નમ્યો છું' કે “નમસ્કાર કર્યો છે' અર્થ થશે. • તિવન – ત્રણ પ્રકારે, ત્રણ કરણથી (મન, વચન, કાયાથી) – આ શબ્દની વ્યાખ્યા પૂર્વે સૂત્ર-૯ “કરેમિભંતે'માં થયેલી છે. - આ પદનો સંબંધ “પનો સાથે છે. મન, વચન, કાયાથી નમસ્કાર કર્યો છે. – બીજા મતે આ શબ્દથી કરણ, કરાવણ, અનુમોદન અર્થ લેવો જે “ત્રિદંડ' સાથે સંબંધિત છે. • તિવંદુ-વિયા – ત્રણ દંડથી જેઓ વિરામ પામેલા છે, તેઓને. - ઠાણાંગ સૂત્ર-૧૩૪ અને સમવાય સૂત્ર-૩ની વૃત્તિમાં ‘ફંડ' શબ્દની વ્યાખ્યા કરાયેલ છે. “જેનાથી આત્મા દંડાય તે દંડ.” હિંસા આદિ સાવદ્ય પ્રવૃત્તિ વડે આત્મા દંડાય છે. તેના ત્રણ ભેદ કહ્યા. કેમકે દંડ ત્રણ પ્રકારે થાય છે. મનથી, વચનથી, કાયાથી. તેથી મનોદંડ, વચનદંડ, કાયદંડ એવા ત્રણ ભેદો કહેવાયા છે. સાધુ જીવનના મુખ્ય લક્ષણોમાંનું એક લક્ષણ છે. આ ત્રણ દંડથી વિરમવું તે. - સાધુ કોઈને પણ મનથી દડે નહીં, વચનથી દડે નહીં અને કાયાથી પણ દડે નહીં. આવી રીતે જેઓ ત્રણ દંડથી વિરામ પામેલા છે તેવા લક્ષણ યુક્ત અથવા તો “ભાવસાધુ''ને અહીં ગ્રહણ કરવાનું સૂચન છે. – ટૂંકમાં “તિરંડવિયા” શબ્દ સાત્ ના વિશેષણરૂપે મૂકાયો છે. -૦- જેમને વંદન કરીએ છીએ તે સાધુ લક્ષણથી ત્રણ દંડથી વિરત હોય, સ્થાનથી ભરત, ઐરાવત, મહાવિદેહ ક્ષેત્રમાં હોય, ‘૩' શબ્દથી તેઓ ભારત આદિ પંદર કર્મભૂમિ સિવાયના ક્ષેત્રમાં પણ ગયા હોય અને ગાવિંત વિ શબ્દોથી જેટલી પણ સંખ્યામાં હોય તે બધાંને મન, વચન, કાયાથી નમસ્કાર કર્યો છે. (અથવા ત્રણે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ પ્રકારના દંડનું સેવન કરતા-કરાવતા કે અનુમોદતા નથી તેવા સાધુને વંદન કરું છું.) વિશેષ-કથન : ‘જાવંત કે વિ સાહૂ’ નામથી આ સૂત્રની ઓળખ તો તેના આદ્ય શબ્દોને કારણે અપાય છે. પરંતુ આ સૂત્રમાં સર્વ પ્રકારના સાધુને વંદન કરવામાં આવેલ છે, તેથી તેને ‘સવ્વસાહૂ વંદનસૂત્ર' પણ કહે છે. અરિહંતો અને અરિહંત પ્રતિમાઓની માફક સાધુઓ પણ આત્મ-બોધ થવામાં અતિ ઉપકારક નિમિત્ત છે. કેમકે અરિહંત ચૈત્ય જેમ સ્થાવર તીર્થ છે, તેમ સાધુઓ પણ જંગમતીર્થ કહ્યા છે. તેથી તેમના પ્રત્યેનું સન્માન, પૂજ્યભાવ અને અંતરંગ ભક્તિ મનુષ્યોને ચારિત્રભાવ ના જન્મદાતારૂપ કે વૃદ્ધિમાં પ્રબળ નિમિત્ત છે. તેથી તેમને વંદન કરવામાં આવેલ છે. - શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિમાં આ સૂત્રને મુનિ વંદના ના હેતુથી રચાયેલ ગાથારૂપે રજૂ કરાયેલ છે. = સૂત્ર-નોંધ : આ સૂત્રનો ઉલ્લેખ આવશ્યક સૂત્ર નામક આગમમાં કે અન્ય કોઈ આગમમાં થયેલો નથી. પણ વંદિત્તુ સૂત્રની ૪૫-મી ગાથા રૂપે ઉલ્લેખ પામેલ ગાથા એ જ આ સૂત્ર છે. આ સૂત્ર ‘ગાહા’ નામક છંદમાં રચાયેલ છે. ભાષા પ્રાકૃત છે. આ સૂત્રમાં ૧-ગાથા, ૪-૫૬, ૪-સંપદા, ૧-ગુરુવર્ણ, ૩૭-લઘુવર્ણ મળીને સર્વ વર્ણ-૩૮ છે. - Page #66 -------------------------------------------------------------------------- ________________ નમોડર્ણ-સૂત્ર સૂત્ર-૧૬, નમોડહંત સૂત્ર 'પરમેષ્ઠિ નમસ્કારસૂત્ર I સૂત્ર-વિષય :- આ સૂત્ર થકી અરિહંતાદિ પંચ પરમેષ્ઠિને સંક્ષેપમાં નમસ્કાર કરવામાં આવેલ છે. | સૂત્ર-મૂળ : નમોડર્વત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ - સૂત્ર-અર્થ :અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુઓને નમસ્કાર હો. શબ્દજ્ઞાન :નમો - નમસ્કાર થાઓ સાઈત - અરિહંતોને સિદ્ધિ - સિદ્ધ (મોક્ષે ગયેલ) ૩ાવાર્ય - આચાર્યોને ઉપાધ્યાય - ઉપાધ્યાયોને સાધુગઃ - સાધુઓને વિવેચન :નમો - સૂત્ર-૧ “નમસ્કાર મંત્ર', સૂત્ર-૧૩ “નમુત્થણં'માં જુઓ. ત્ - સૂત્ર-૧ નમસ્કાર મંત્રમાં “અરિહંતાણં' પદમાં જુઓ. આ પદ રિહંત શબ્દથી સૂત્ર-૮ “લોગસ્સ'માં અને સૂત્ર-૧૩ “નમુત્થણમાં પણ આવી ગયેલ છે. ૦ સિદ્ધ - સૂત્ર-૧ નમસ્કારમંત્રમાં વિવેચન જોવું. સૂત્ર-૮ ‘લોગસ્સ', સૂત્ર૧૩ “નમુત્થણ'માં પણ આ શબ્દ આવેલ છે. ૦ લાવાર્થ – સૂત્ર-૧ નમસ્કારમંત્રમાં ‘આયરિયાણં' પદનું વિવેચન જોવું. સૂત્ર-૨ “પંચિંદિય'માં પણ તેમના ગુણોનું વર્ણન છે. ૦ ૩૫Tધ્યાય - સૂત્ર-૧ નમસ્કાર મંત્રમાં ઉવજ્ઝાયાણં' પદ જુઓ. ૦ સર્વસાધુ – સૂત્ર-૧ નમસ્કાર મંત્રમાં પાંચમાં પદનું વિવેચન જોવું. આ શબ્દ સૂત્ર-૧૧ “જગચિંતામણિ' અને સૂત્ર-૧૫ “જાવંત કે વિસાહૂ' એ બંનેમાં પણ આવી ગયેલ છે. –૦- સંક્ષેપમાં પંચ પરમેષ્ઠિને આ સૂત્રથી નમસ્કાર કરાયેલ છે. જે નમસ્કાર મંત્રના પાંચ પદોનું જ સ્વરૂપ છે, માટે પુનઃ વિવેચન કરેલ નથી. તેનું વિસ્તૃત વિવેચન સૂત્ર-૧ “નમસ્કાર મંત્ર'માં જોવું. [2] 5] Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ i વિશેષ કથન : – ચૈત્યવંદનમાં ઉવસગ્ગહરં સ્તોત્ર પૂર્વે અથવા સ્તવન બોલતા પહેલા આ સૂત્ર બોલાય છે. – સ્તુતિ ચતુષ્કમાં પણ પહેલી અને ચોથી સ્તુતિ બોલતા પહેલા આ સૂત્ર બોલવાની પરંપરા છે. – મધ્યમ કે લઘુ ચૈત્યવંદનમાં પણ થોયની પૂર્વે બોલાય છે. – પ્રતિક્રમણમાં વિશાલ લોચન દલ, નમોસ્તુ વર્ધમાનાય કે સંસાર દાવનલ પૂર્વે તથા મૃતદેવતા આદિ સ્તુતિ પૂર્વે, સ્તવન પૂર્વે, લઘુશાંતિ કે બૃહત્ શાંતિ પૂર્વે ઇત્યાદિ સ્થાને આ સૂત્ર બોલાય છે. - પૂજાઓ વગેરેમાં, પૂજનોના મંત્રોચ્ચાર પૂર્વે ઇત્યાદિ અનેક પ્રસંગે મંગલચરણ રૂપે આ સૂત્ર બોલાય છે. – પરંપરાગત રીતે એવી લોકોક્તિ પ્રસિદ્ધ થયેલી છે કે આ સૂત્ર શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીએ પૂર્વોમાંથી ઉદ્ભૂત કરેલું છે. - સાધ્વીજીઓ તથા બહેનોને આ સૂત્ર બોલવાનો નિષેધ છે. સૂત્ર-નોંધ :– આ સૂત્રની ભાષા સંસ્કૃત છે. – આ પાઠની નોંધ સં. ૧૩૬૪માં રચાયેલ વિધિપ્રપામાં, સં. ૧૩૮૩માં રચાયેલ ચૈત્યવંદનકુલક-વૃત્તિમાં, સં. ૧૪૬૮માં આચાર દિનકરમાં ઇત્યાદિ ગ્રંથોમાં ચૈત્યવંદન વિધિમાં આ સૂત્રનો ઉલ્લેખ તેની પ્રાચીનતા દર્શાવે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર સ્તોત્ર સૂત્ર-૧) ઉવસગહર સ્તોત્ર આ ઉવસગ્ગહર-થોત્ત (૧) (૨) (૩) . સૂત્ર-વિષય :- આ શ્રી પાર્શ્વનાથ ભગવંતનું સ્તોત્ર (સ્તવના) છે. તેનાથી સર્વ વિનો દૂર થાય છે. ચમત્કારિક એવા આ સ્તોત્રની પહેલી ગાથામાં પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ છે, બીજી ગાથામાં “લિંગ' મંત્રનું વર્ણન છે, ત્રીજી ગાથામાં મંત્ર કરતા પણ પ્રભુના નમસ્કારના પ્રભાવનું કથન છે. ચોથી ગાથામાં સમ્યકત્વની મહત્તા છે, પાંચમી ગાથામાં સમ્યકત્વ માટેની પ્રાર્થના કરેલ છે. - સૂત્ર-મૂળ :ઉવસગ્ગહર પાસે, પાસ વંદામિ કમ્મ-ધણ-મુક્ક; વિસર-વિસ-નિન્નાસ, મંગલ-કહ્યાણ-આવાસં. વિસર-ફુલિંગ-મંત, કંઠે ધારેઇ જો સયા મણુઓ; તસ્સ ગહ-રોગ-મારી-દઠ-જરા-જંતિ-ઉવસામં. ચિઠઉ દૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ; નર-તિરિએસ વિ જીવા, પાવંતિ ન દુકુખ દોગચ્યું. તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ-કપ્પપાયવમહિએ; પાવંતિ અવિધેણં, જીવા અયરામર ઠાણે. ઈઅ સંયુઓ મહાયસ ! ભક્તિભર નિબમરણ હિઅએણ; તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ. v સૂત્ર-અર્થ : (જેઓ) ઉપસર્ગોનો નાશ કરનાર છે પાર્થનામક યક્ષ જેમને સેવક છે અથવા જેઓ ભક્તજનોને સમીપ છે, (જેઓ) કર્મના સમૂહથી મૂક્ત છે, ઝેરી પ્રાણીઓના ઝેરનો નાશ કરનાર છે, મંગલ અને કલ્યાણના આવાસરૂપ છે તેવા પાર્થપ્રભુને હું વંદન કરું છું. (૧) જે મનુષ્યો (પાર્શ્વપ્રભુના નામવાળા) ઝેરનો નાશ કરનાર સ્કૂલિંગ મંત્રને હંમેશા કંઠને વિશે ધારણ કરે છે, તેના દુષ્ટ ગ્રહ, રોગો, મરકી, દુષ્ટ જ્વર. (વગેરે સર્વે ઉપદ્રવો) શાંત થાય છે - નાશ પામે છે. (૨) (હે ભગવંત !) વિસહરલિંગ' મંત્ર તો દૂર રહો, આપને કરેલ નમસ્કાર પણ ઘણા ફળવાળો છે. (જેના પ્રભાવે) મનુષ્ય અને તિર્યંચગતિમાં પણ જીવો કુખ અને દરિદ્રતા પામતા નથી. (૩) (૪) Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ (હે ભગવન્!) ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી (પણ) ચડિયાતું આપનું સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાથી જીવો નિર્વેિદનપણે અજરામર સ્થાનને અર્થાત્ મોક્ષને પ્રાપ્ત કરે છે. (૪) હે મહાયશસ્વી પ્રભુ ! ભક્તિના સમૂહથી પૂર્ણ ભરેલા હૃદયથી (મેં આપની) સ્તુતિ કરી, તો હે પાર્શ્વજિનચંદ્ર ! ભવોભવ (મને) બોધિ-સમ્યક્ત્વ આપજો. (એટલું જ હું માંગુ છું.) શબ્દજ્ઞાન :ઉવસગ્ગહર - ઉપસર્ગોને હરનાર પાસ - પાર્શ્વ યક્ષ જેનો સેવક છે,સમીપ છે પાસ - પાર્શ્વનાથ ભગવંતને વંદામિ - હું વંદન કરું છું કમાણે મુક્યું - કર્મસમૂહથી મુક્ત વિસહર વિસ - વિષધરનું ઝેર નિત્રાસં - નાશ કરનાર મંગલ - મંગલ કલ્લાણ - કલ્યાણ, આરોગ્ય આવાસં - ઘર સમાન વિસર-ફલિંગ મત - “વિસર-લિંગ" નામના મંત્ર વિશેષને કંઠે - કંઠને વિશે, ગળામાં ધારેઈ - ધારણ કરે છે જો સયા - જે સદા (નિરંતર) મણુઓ - મનુજ, મનુષ્ય તસ્સ - તેના ગહ - ગ્રહ રોગ - રોગ મારી - મરકી કુદMRI - દુષ્ટ જ્વર (તાવ) જંતિ - જાય છે, પામે છે વિસામ - ઉપશાંતિને, ઉપશમને ચિઠઉ-દૂરે - દૂર રહો મંતો - (એ) મંત્ર તુજુગ - તમને (કરેલો) પણામો વિ - નમસ્કાર પણ બહુફલો - ઘણાં ફળવાળો હોઈ - છે, થાય છે નરતિરિએસ - મનુષ્ય-તિર્યંચમાં જીવા - જીવો, આત્માઓ પાવંતિ - પામે છે ન - નહીં દુકુખ દોગથ્ય - દુઃખ તથા દારિદ્રને તુહ - તમારું, આપનું સમ્મત્તે - સખ્યત્વસગર્ દર્શન લહે - પાગ્યેથી, પ્રાપ્ત થયેથી ચિંતામણિ - ચિંતામણિરત્ન કમ્પપાયવ - કલ્પવૃક્ષથી પણ અબmહિએ - અધિક ચડિયાતું પાવતિ - પામે છે અવિપૅણ - વિદન વિના અયરામર - અજરામર, મોક્ષ ઠાણ - સ્થાનને ઇઅ - આ પ્રમાણે સંયુઓ - સ્તવાયેલા મહાયસ - હે મહાયશસ્વી ! ભક્તિભર - ભક્તિના સમૂહથી નિબભરેણ - પૂર્ણ ભરેલા હિઅએણ - હૃદયે કરીને તા - તે કારણથી દેવ - હે દેવ ! દિજ - આપો બોહિં - બોધિ, સમ્યકત્વ ભવભવે - પ્રત્યેક ભવમાં પાસજિણચંદ - હે પાશ્વ જિનચંદ્ર Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર સ્તોત્ર-વિવેચન ૬૯ n વિવેચન : સ્તોત્રના પ્રારંભિક શબ્દ “ઉવસગ્ગહર' પરથી આ સ્તોત્ર “વલાદ” નામથી ઓળખાય છે. પ્રાકૃતમાં તેને ‘વસાદર થોત્ત' કહે છે. નવસ્મરણમાં બીજા સ્મરણરૂપે સ્થાન પામેલું, પરમ મંગલરૂપ અને મંત્રગર્ભિત એવું આ પ્રભાવક સ્તોત્ર છે. પ્રસિદ્ધ પરંપરાનુસાર તેની રચના પૂજ્ય ભદ્રબાહુસ્વામી દ્વારા કરાયેલ છે. પરમાત્મા સન્મુખ કરાતા ચૈત્યવંદનમાં પણ સ્તવનને અંતે બોલવાની પરંપરાવાળા આ સ્તવનારૂપ સ્તોત્રનું દૈનિક ક્રિયામાં પણ અનેરું સ્થાન છે. પ્રાતઃકાલીન પ્રતિક્રમણમાં, પચ્ચક્ખાણ પારતી વખતે, ભોજન પછીના ચૈત્યવંદનમાં અને રાત્રે સંથારા પોરિસીમાં કે શ્રાવકને સામાયિક પારતી વખતે એમ અનેક પ્રસંગે ઉપયોગી થતા એવા આ સૂત્રનું વિવિધ અર્થસભર વિવેચન અહીં રજૂ કરીએ છીએ • વાસદ પાસં - ઉપસર્ગોને દૂર કરનાર પાર્શ્વયક્ષ જેમનો સેવક છે તે. અહીં બે પદો છે - ૩વસહિર અને પસં. બંનેનો અલગ અલગ અર્થ અને સંયુક્ત અર્થ એમ બંને રીતે વિચારણા કરવી આવશ્યક છે. ૦ ૩પ એટલે વિન, હાનિ, વ્યાધિ આદિ થાય પણ આગમિક રીતે તેનો અર્થ વિચારીએ તો જેના વડે કરીને જીવ પીડા આદિ સંબંધવાળો થાય તેને ઉપસર્ગ કહેવાય છે. આ ઉપસર્ગોના ત્રણ કે ચાર ભેદ તેની આગમ આદિ વ્યાખ્યાઓમાં જોવા મળે છે. (૧) દેવકૃત, (૨) તિર્યચકૃત્ (૩) મનુષ્યવૃત્ અને ઠાણાંગ સૂત્રકારે આ ત્રણ સિવાય ચોથો આત્મસંવેદનીય નામે ઉપસર્ગ પણ કહ્યો છે. – દેવકૃત્ ઉપસર્ગ - હાસ્યથી, કેષથી, પરીક્ષા માટે અને મિશ્રરૂપે કરાયેલ. – મનુષ્યવૃત્ ઉપસર્ગ - હાસ્યથી, કેષથી, પરીક્ષા માટે અને અબ્રહ્મચર્યના સેવન નિમિત્તે કરાયેલ હોય છે. – તિર્યચકૃત્ ઉપસર્ગ - ભયથી, પ્રàષથી, આહાર હેતુથી અને પોતાના બચ્ચા, ગુફા કે માળાના રક્ષણની બુદ્ધિથી કરાયેલ હોય છે. – આત્મસંવેદનીય ઉપસર્ગ પણ ચાર પ્રકારે જોવા મળે છે– ૧. ઘટ્ટનથી - આંખમાં રજ આદિ પડે, ગળામાં કંઈક ખૂંચી જાય. ૨. પ્રપતનથી - ધ્યાનથી ન ચાલતા પડે આખડે, તેથી પીડા ઉપજેતે. 3. સ્તંભનથી - બેઠા, ઉભા કે સૂતા રહેવાથી પગ ખંભિત થઈ જાય તો. ૪. શ્લેષ્ણથી – પગ વાળીને વધુ સમય બેસતા પગ અકડાઈ જાય છે. અથવા કોઈપણ ભેદ ન ગણતા - જેના યોગે જીવ પીડા પામે તે રૂપ ઉપસર્ગ એટલો જ અર્થ સ્વીકારીએ તો તેવા ઉપસર્ગને - ઉપદ્રવને જે દૂર કરે તેને ઉપસર્ગહર કહેવાય છે. ૦ હર - હર એટલે હરણ કરનાર કે દૂર કરનાર. ૦ પાસ શબ્દના વિવિધ અર્થો જુદા જુદા વૃત્તિકારે કર્યા છે. (૧) જો આ શબ્દને પાર્શયલ' અર્થમાં સ્વીકારીએ તો ‘રસમદર' શબ્દ તેનું વિશેષણ થશે. તે મુજબ - શાસનનો અધિષ્ઠાયક હોવાથી વિદ્ગોનો નાશ Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ કરનાર કે ઉપદ્રવોને દૂર કરનાર એવો જે ‘પાર્શ્વ’ નામો યક્ષ. – ઉપસર્ગોને દૂર કરનાર પાર્શ્વ નામનો યક્ષ (જેમનો સેવક છે એવા) ઉપસર્ગોને દૂર કરનાર પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર અને પદ્માવતી આદિ જેની સમીપમાં રહેલા છે એવા) 6. -૦- પ્રશ્ન :- ‘ઉવસગ્ગહર' એ વિશેષણ પાર્શ્વ યક્ષ માટે કેમ વપરાયું ? -૦- ઉત્તર :- અહીં પાર્શ્વનાથ ભગવંતના સામર્થ્ય વિશે તો શંકા જ નથી, પણ તેમના મ્કત એવા યક્ષ દેવ પાર્શ્વ પણ ઉપસર્ગ હરવા સમર્થ છે, તેમ બતાવે છે, કેમકે પાર્શ્વનાથ ભગવંતની ભક્તિપૂર્વક સ્તવના કરતા ભક્તોના ઉપસર્ગો પાર્શ્વ યક્ષ પણ પ્રભુની સ્તવનાથી સંતુષ્ટ થઈને નિવારે છે. વળી ચતુર્વિધ સંઘની સ્થાપના થાય ત્યારે શાસનરક્ષક યક્ષ યક્ષિણીની પણ સ્થાપના થઈ જ જાય છે. તે દેવદેવીનું કાર્ય શાસનના આરાધકો પર આવતા વિઘ્નોનું નિવારણ કરવાનું છે. તેમજ ભગવંત તો વિતરાગ છે, કર્મસમૂહથી મૂક્ત છે, તેથી વિઘ્ન આદિનું નિવારણ કાર્ય તો શાસનરક્ષક દેવો જ કરવાના છે, માટે ‘ઉવસગ્ગહર' એ પાર્શ્વ યક્ષના વિશેષણરૂપે પ્રયોજાયેલ છે. આ પાર્શ્વયક્ષ શ્યામ વર્ણવાળો, હાથી જેવા મુખવાળો, સર્પની ફણાથી મંડિત મસ્તકવાળો, કાચબાના વાહનથી યુક્ત, ચારભુજા સહિત, જમણા બે હાથ બીજોરા અને સર્પ યુક્ત, ડાબા બે હાથ નોળિયા અને સર્પથી યુક્ત છે. (૨) બીજા મતે પરમાત્મા પોતે અચિંત્ય માહાત્મ્યવાળા કલ્પવૃક્ષ કે ચિંતામણી રત્ન સમાન છે. (આ વાત સૂત્ર-૧૧ ‘ચિંતામણિ’ માં પણ આવે જ છે અને સૂત્ર-૮ ‘લોગસ્સ સૂત્ર'ના વિવેચન અવસરે પણ જણાવાયેલ છે.) તેથી પાસું શબ્દનો અર્થ ‘પાર્શ્વયક્ષ' ન કરતા તેને ભગવંત પાર્શ્વના વિશેષણ રૂપે જ અર્થ કરીને પણ કેટલાંક વૃત્તિકારો જણાવે છે કે– ૦ પાસ (પાર્શ્વ) એટલે ‘સમીપ’. = · ઉપસર્ગોને દૂર કરનારા (દેવો) સમીપમાં છે જેમને એવા અથવા – ઉપસર્ગોને દૂર કરનારું સામીપ્ય છે જેમનું એવા. ૦ પાસ (પશ્ય) એટલે ‘જોનારા’. ત્રણે કાળમાં વર્તતી વસ્તુઓના સમૂહને જુએ તે પશ્ય (પાસ). ૦ પાસ એટલે જેની આશાઓ સંપૂર્ણપણે ચાલી ગઈ છે તેવાને, આકાંક્ષા વિનાનાને. (પ્રમાતા આશા યસ્ય સ) ૦ પાસ એટલે પરમૈશ્વર્ય યુક્ત. - આ રીતે ‘પાસ' શબ્દ જુદા જુદા અર્થોમાં વ્યાખ્યાયિત થયો છે. પણ આ દરેક વ્યાખ્યામાં વસાહર શબ્દ ભગવંત પાર્શ્વના વિશેષણરૂપ છે. ૦ પ્રશ્ન :- જો વસાહર અને વાણં બંને જુદા જુદા દ્વિતીયા એકવચન રૂપ ગણીશું તો તો (૧) ઉપસર્ગનું હરણ કરનાર અને ભક્તજનોને જે સમીપ છે, તેવા બંને વિશેષણો પાર્શ્વનાથના થઈ જશે જે વિભક્તિ મુજબ યોગ્ય જ છે. પણ જો Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સ્તોત્ર-વિવેચન ઉવસગ્ગહરંપાસું એવું એક પદ ગણીને વસાહતું શબ્દને વાસં - પાર્શ્વયક્ષનું વિશેષણ ગણીશું તો પછી તે બહુવ્રીહિ સમાસથી નિષ્પન્ન એવું સામાસિક પદ બની જશે. તો પ્રશ્ન એ છે કે - ત્યાં વસાદર એવું દ્વિતીયા એકવચન કઈ રીતે થાય ? શ્રી જિનપ્રભસૂરિજી અર્થકલ્પલતા વૃત્તિમાં જણાવે છે કે, અહીં હૈં ઉપર આવેલો અનુસ્વાર દ્વિતીયાના એકવચનનો સૂચક નથી પણ આર્ષના નિયમાનુસાર અલાક્ષણિક છે. માટે વ્યાકરણના નિયમનો કોઈ બાધ આવશે નહીં. ♦ પાસું - પાર્શ્વનાથને, આ ચોવીસીમાં ભરતક્ષેત્રમાં થયેલા ત્રેવીશમાં તીર્થંકર ભગવંત પાર્શ્વનાથને (નામના રહસ્ય માટે સૂત્ર-૮ ‘લોગસ્સ’ જોવું.) આખી ગાથામાં મૂળ અર્થ એટલો જ લેવાનો છે કે પાસ વામિ હું પાર્શ્વનાથ ભગવંતને વંદન કરું છું. પણ પાર્શ્વનાથ પ્રભુ કેવા છે ? તેના વિશેષણો માટે બીજા બધાં પદો મૂક્યા છે. જેમકે વસાહä પાસ, कम्मघणमूकं विसहरविसनिन्नासं ने मंगलकल्लाणआवासं. ૦ ભગવંત પાર્શ્વ કોણ ? - ૭૧ આ અવસર્પિણીકાળમાં આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચોવીશ તીર્થંકરો થયા છે. તેમાંના તેવીસમાં તીર્થંકર તે આ પાર્શ્વનાથ ભગવંત. આ અવસર્પિણીનો ચોથો આરો જ્યારે ૩૫૩ વર્ષ અને ૭-માસ જેટલો બાકી હતો, ત્યારથી આરંભીને તે ૨૫૩ વર્ષ અને ૭ માસ જેટલો બાકી રહ્યો ત્યાં સુધીનો અર્થાત્ ૧૦૦ વર્ષનો સમયગાળો એ પાર્શ્વનાથનો અસ્તિત્વકાળ હતો. ભગવંત પાર્શ્વના પિતાનું નામ અશ્વસેન હતું, માતાનું નામ વામાદેવી હતું. તેમનો જન્મ ઇ.સ. પૂર્વે ૮૭૬માં વારાસણી અર્થાત્ કાશીનગરીમાં થયો હતો. ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ ઇ.સ. પૂર્વે ૭૭૬માં બિહારમાં સમેત શિખરગિરિ પર નિર્વાણ પામ્યા હતા. તેઓ પુરુષાદાનીય અને પ્રગટપ્રભાવી વિશેષણોથી શાસ્ત્રમાં મશહુર થયા છે. આજે ભારતભરમાં જેના સૌથી વધુ તીર્થો વિદ્યમાન છે અને નવસ્મરણમાં પણ ત્રણ-ત્રણ સ્મરણો પાર્શ્વનાથ પ્રભુના જોવા મળે છે. મંગલિક પ્રતિક્રમણ તથા નંદીની ક્રિયામાં ઉપધાન, દીક્ષા, પદવી, યોગાદિ ક્રિયામાં પણ તેમનું જ ચૈત્યવંદન કરવામાં આવે છે. એવા પાર્શ્વનાથ ભગવંતની વંદના કરવાની છે. થાય -૦- જો કે અર્થકલ્પલતાવૃત્તિ પાસું શબ્દના બે અર્થો કર્યા છે. એક તો ઉપરોક્ત પાર્શ્વનાથ ભગવંત અને બીજું જો દેવ-દેવી અર્થમાં આ સ્તોત્રનું અર્થઘટન કરીએ તો ાસ એટલે પદ્માવતી. જેના હાથમાં પાશ છે તે અર્થાત્ પદ્માવતી દેવી. (પણ આ બીજો અર્થ અન્ય કોઈ વૃત્તિકારે કરેલ નથી.) ♦ વૈવામિ - હું વંદન કરું છું, નમસ્કાર કરું છું, સ્તવું છું. આ પદ સૂત્ર-૩ ‘ખમાસમણ’માં, સૂત્ર-૮ ‘લોગસ્સ'માં આવી ગયું છે. • उवसग्गहरं पासं पासं वंदामि આ આખા વાક્યના અર્થો આ પ્રમાણે - Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ (૧) ઉપસર્ગને હરણ કરનાર પાર્થ નામનો યક્ષ જેમનો સેવક છે તેવા પાર્શ્વનાથ ભગવંતને હું વંદન કરું છું – અથવા (૨) ઉપસર્ગને દૂર કરનારા ધરણેન્દ્ર આદિ દેવો જેમની સમીપમાં રહે છે તેવા પાર્શ્વનાથ ભગવંતને હું વંદન કરું છું - અથવા (૩) ઉપસર્ગોને દૂર કરનારા તથા ભક્તજનોને માટે જેઓ સમીપ છે તેવા પાર્શ્વનાથ ભગવંતને હું વંદન કરું છું - અથવા (૪) ઉપદ્રવોને હરનારા તથા ત્રણે કાળમાં વર્તતી વસ્તુ (દ્રવ્ય)ને (કેવળજ્ઞાન-કેવળદર્શન વડે) જોનાર (જાણનાર) ભગવંત પાને વંદના કરું છું - અથવા (૫) ઉપસર્ગોન - ઉપદ્વવોને હરનારા તથા જેની આશાઓ સંપૂર્ણપણે ચાલી ગઈ છે તેવા નિરવકાંક્ષ પાર્થપ્રભુને હું વંદના કરું છું. • મેઘધનુદ – ગાઢ કર્મોથી મૂકાયેલા (એવા) – આ ભગવંત પાર્શ્વના વિશેષણરૂપે પ્રયોજાયેલ શબ્દ છે. – H - જે કરાય તે કર્મ. આત્મા સુધી ખેંચાઈને આવતી અનંતાનંત કાર્પણ વર્ગણાને પણ કર્મ જ કહે છે, જે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારે છે. ૦ મેઘ – ઘન કર્મો. ઘન એટલે ગાઢ, ભારે, નિબિડ ઇત્યાદિ. ૦ મુ - મૂકાયેલાને. | મુ એટલે મુક્ત કે રહિત. – સમગ્ર પદના અર્થો આ પ્રમાણે કરાયેલા છે. (૧) કર્મો મેઘ-વાદળ જેવા છે અને (પાર્શ્વનાથ ભગવંતનો) આત્મા ચંદ્ર જેવો છે. વાદળથી ઢંકાયેલા ચંદ્રની માફક આત્મા કર્મોથી ઢંકાયેલ હતો, પણ તેમાંથી હવે ભગવંત પાર્થ મુક્ત થયા છે. (તેવા) (૨) દીર્ધકાળ પર્યત રહેનારા અથવા બહુ પ્રદેશવાળા એવા (ઘાતી) કર્મોને ઘનકર્મ કહ્યા છે. તેનાથી મુક્ત થયેલા એવા). (૩) જેમના ઘાતકર્મો ક્ષય પામવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે તેવા. – અહીં ઘUT શબ્દ વિશેષણ છે, છતાં આર્ષવથી પરનિપાત થયો છે. તે કારણે ઘાછમ્મ ને બદલે “મેઘ' શબ્દ બન્યો છે. હવે જેઓ આ સમગ્ર સ્તોત્રને દેવ-દેવીના અર્થમાં ઘટાવે છે તેવી અર્થકલ્પલતાની એક વ્યાખ્યામાં મેધામુ શબ્દનું શ્રાચઘનમુક્ઝામ રૂપાંતર કરીને અર્થ કર્યો – પોતાના દિવ્ય મનોહર દેહદ્વારા જોનારાઓને પ્રમોદ ઉત્પન્ન કરનારીને. • વિસદવિનિન્ના – વિષધરના ઝેરનો નાશ કરનારા અથવા મિથ્યાત્વ આદિ દોષોને દૂર કરનારા. ૦ વિદર – એટલે વિષધર. જે વિષ અર્થાત્ ઝેરને ધારણ કરે તે. – આ વિષધર બે પ્રકારના છે. દ્રવ્યવિષધર અને ભાવ વિષધર. તેમાં દ્રષ્ટિવિષ, આશીવિષ ઇત્યાદિ અનેક પ્રકારના સર્પો છે, તે દ્રવ્ય વિષધર કહેવાય છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ તથા કષાય આદિ દોષોને ભાવ વિષધર Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સ્તોત્ર-વિવેચન ૭૩ કહેવાય છે. – પાર્શ્વનાથ ભગવંતના નામથી યુક્ત મંત્રોરૂપી વચનો ‘દ્રવ્યવિષધર'નું વિષ દૂર કરે છે અને તેના દેશના વચનો “ભાવવિષધર'નું વિષ દૂર કરે છે. આ રીતે તેઓ બંને પ્રકારના ઝેરનો નાશ કરનાર છે. – અહીં સર્પને બદલે “વિષધર' શબ્દ પ્રયોગ સકારણ થયો છે. સર્પ નિર્વિષ અને વિષસહિત બંને પ્રકારે હોય છે. અહીં વિષસહિત સર્પનું જ ગ્રહણ કરવાનું હોવાથી ‘વિષધર' શબ્દ ગ્રહણ કર્યો છે. - મંત્રથી વિષનો નાશ થવાની વાત વર્તમાન જગમાં ભલે સ્વીકાર્ય ન લાગે પણ માંત્રિકોને આ વાત સુપ્રતિત છે ભક્તામર, કલ્યાણમંદિર આદિ સ્તોત્રોમાં પણ ઝેર ઉતારવાના મંત્રો આવેલા છે. ૦ વિસ એટલે વિષ કે ઝેર. ભાવથી વિસ એટલે મિથ્યાત્વ આદિ ૦ નિન્ના - નાશ કરનારાને, (ઝેરનું) હરણ કરનારાને. – ‘વિસહરસિનિત્રાસં' પદનો બીજો પણ અર્થ કરાયેલો છે – તેમાં એવું કહે છે કે, વિષ અર્થાત્ પાણી. આ અર્થમાં મણિકર્ણિકા નામના ઘાટનું જળ (પાણી) સમજવું. ‘હા’ શબ્દથી ઘર કે ગૃહ અર્થ લીધો. ગૃહ એટલે નિવાસ. મણિકર્ણિકના ઘાટે જેનો નિવાસ છે તેવો કમઠ તાપસ, વારાણસીમાં વસનારા પંચાગ્નિતપનું આચરણ મણિકર્ણિકાના કિનારે કરતાં દેખાય છે તેમ અર્થકલ્પલતા વૃત્તિમાં કહ્યું છે. વિસહર પછી ‘વિસ' શબ્દનું સંસ્કૃત રૂપાંતર “વૃત્ત' થયેલ છે. વૃષ નો અર્થ ધર્મ કર્યો છે, કેમકે લૌકિકો તેને ધર્મ તરીકે સ્વીકારે છે. જેમાં તે તાપસો ‘પંચાગ્નિ તપ લક્ષણ' ધર્મ કરે છે. નિમ્નશ એટલે નાશ કરનાર. કમઠ તાપસના પંચાગ્નિતપ લક્ષણરૂપ અધર્મનો નાશ કરનાર. કેમકે કમઠ જ્યારે પંચાગ્નિ તપ તપી રહ્યો હતો, ત્યારે અગ્નિમાં બળતા કાષ્ઠના પોલાણમાં અંદર બળી રહેલા સર્પને (ભગવંત) પાર્થકુમારે દેખાડીને માતાના તથા લોકોના મનમાં તે તપનો અધર્મરૂપે નિશ્ચય કરાવવા દ્વારા જે ભગવંત ‘વિષગૃહ વૃષ નિર્નાશ' કહેવાયા (તેમને). – ‘વિસહર વિસ નિન્નાસ' શબ્દ દેવ-દેવીમાં ઘટાવીએ તો આ શબ્દ ધરણેન્દ્રનો વાચક છે. કેમકે “વિષધર' એટલે મેઘ. કેમકે વરસાવેલ મેઘ-પાણીનો પોતાની ફણાના છત્ર વડે વારણ કરનાર - તે ધરણેન્દ્ર. • પંપનાવી – મંગલ અને કલ્યાણના આવાસરૂપ – આ પણ ભગવંત પાર્શ્વનાથ માટે વપરાયેલું એક વિશેષણ છે. – મંત્ર - આ શબ્દની વ્યાખ્યા જુઓ સૂત્ર-૧ “નમસ્કાર મંત્ર'. - છઠ્ઠી - કલ્યાણ, આરોગ્ય, નિરૂપદ્રવતા, સંપત્તિનો ઉત્કર્ષ. – વાસ - નિવાસ કે રમણીય સ્થાન. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ મંગલ અને કલ્યાણના નિવાસરૂપ એવા પાર્શ્વનાથ ભગવંત છે. તેમના દર્શન, વંદન, પર્યાપાસના, ભક્તિ આદિ કરનાર આત્મા મંગલ અને કલ્યાણનાં પાત્ર બને છે. જેથી વિપત્તિઓનું ઉપશમન અને સંપત્તિનો ઉત્કર્ષ થવામાં (સુખ પ્રાપ્તિમાં) ભગવંત પાર્શ્વનાથ નિમિત્તભૂત છે. – પૂર્વે વિશેષણ મૂક્યું “વિસર-વિસ-નિન્નાસ" પણ જેમને દ્રવ્યથી કે ભાવથી વિષધરનો ઉપદ્રવ ન થયો હોય કે અલ્પ હોય તેવા જીવો માટે ભગવંત (પાર્થ) શું વિશેષતા ધરાવે છે ? તે જણાવવા માટે આ વિશેષણ મૂક્યું – “માનામાવા'. ભગવંત વિપત્તિઓનું ઉપશમન (મંગલ) તથા સંપત્તિઓનો ઉત્કર્ષ (કલ્યાણ) કરનારા છે. - દેવ-દેવી અર્થમાં આ સ્તોત્રની વિચારણા કરતી વ્યાખ્યામાં કહ્યું છે કે, મંત્ત પાજ્ઞISSવાકં એવું પણ સંસ્કૃત રૂપાંતર આ પદનું થઈ શકે છે. જેમાં મંજિત્ત્વ એટલે મંગલ કરવામાં તત્પર એવી જે આજ્ઞા. સાજ્ઞા એટલે ભગવંતનું શાસન. શીવાસ શબ્દમાં ઉમા એટલે સંપૂર્ણતયા અને વાસ એટલે વાસના કે ભાવના – “કલ્યાણકારી ભગવંતની આજ્ઞાથી ભાવિત છે મન જેમનું એવા ધરણેન્દ્ર, પાર્શ્વયક્ષ, પદ્માવતી એવા ત્રણેને.” એ પ્રમાણે અર્થ કરેલ છે. (જો કે તે જ ટીકાકારે પાર્શ્વનાથની વંદના' અર્થમાં “મંગલ અને કલ્યાણના આવાસરૂપ' એવા ભગવંત અર્થ પણ કર્યો જ છે.) આ રીતે ભગવંત પાર્શ્વની વિવિધ વિશેષણો પૂર્વક વંદના કરવા સંબંધી પહેલી ગાથાનું વિવેચન પૂર્ણ થયું. હવે બીજી ગાથામાં તેમના મંત્ર દ્વારા થતા લાભોનું વર્ણન કરાયેલ છે. • વિસદર-ત્તિન-મi - “વિસહર લિંગ' નામના મંત્રને – પાર્શ્વનાથ પ્રભુના નામથી યુક્ત એવો આ મંત્ર છે. તે આ પ્રમાણે- ૐ ह्रीं श्रीं नमिऊण पास विसहर वसह जिण फुलिंग ह्रीं श्रीं नमः આ મંત્ર વિસર ફૂલિંગ નામે ઓળખાય છે. તે “મંત્રરૂપે કહેવાયેલ હોય તેનો અર્થ કરાતો નથી. પંચાશક-૧૩ની અભયદેવસૂરિજી કૃત ટીકામાં કહ્યું છે કે, જે દેવ વડે અધિષ્ઠિત હોય અથવા જેની સિદ્ધિ માટે અન્ય સાધનોની અપેક્ષા ન હોય તેવી વિશિષ્ટ અક્ષર રચનાને મંત્ર કહે છે. - પંચકલ્પ ભાષ્યમાં પણ કહ્યું છે કે, “મંત્ર' એ પાઠ માત્રથી સિદ્ધ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર બૃહદુવૃત્તિમાં પણ શાંત્યાચાર્યજી જણાવે છે કે, જેની આદિમાં ૐકાર હોય છે અને અંતમાં સ્વાહા હોય છે, તેવો હીં કાર આદિ વર્ણ વિન્યાસવાળો તે મંત્ર કહેવાય છે. આ મંત્રોની સિદ્ધિ અનેક સંખ્યામાં જાપ કરવાથી તથા વિધિપૂર્વક પૂજનાદિથી થાય છે. આ મંત્ર સિદ્ધિથી અનેક પ્રકારના કાર્યો કરી શકાય છે. તે માટે વિશેષાવશ્યક ભાષ્યની કોટ્ટાચાર્ય કૃત્ ટીકામાં જણાવેલ છે કે, મંત્ર વડે આકાશગમન આદિ કાર્ય પ્રત્યક્ષ સિદ્ધ જણાય છે તે કાર્ય મંત્રાલરોની પરિપાટી Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સ્તોત્ર-વિવેચન ૭૫ ક્રમરચનામાં નિબદ્ધ થયેલા દેવતાની પ્રસન્નતા વડે થાય છે. - બીજી ગાથાનો આરંભ “વિસર ફૂલિંગ મંત” શબ્દોથી આ કારણે જ થયો છે. વિસર અને ફૂલિંગ શબ્દો જેમાં છે તેવા મંત્રને. (ગણવાથી જુદા જુદા લાભ થાય છે. આ મંત્ર મૂળ તો અઢાર અક્ષરી છે. “મિ પર વિસદર વર્લ્ડ નિ નિં.'' ઉવસગ્ગહર સ્તોત્ર સૂત્રાત્મક હોવાથી અહીં બીજી ગાથામાં માત્ર સૂચન કર્યું છે પણ સંપૂર્ણ મંત્ર લખ્યો નથી. પ્રસ્તુત મંત્રને જુદા જુદા વૃત્તિકારોએ જુદી જુદી રીતે હીં ઇત્યાદિ બીજમંત્રોનો આગળ-પાછળ ઉપયોગ કરીને આ મંત્ર ગણવા જણાવેલ છે. જેથી આ મંત્ર જુદી જુદી છ-સાત રીતે જોવા મળે છે. (જે વર્ણન જિજ્ઞાસુઓએ “ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વાધ્યાય” પુસ્તકથી જાણવું.). ૦ મંત્ર એટલે જે મનનું રક્ષણ કરે અથવા ગુપ્ત રીતે કહેવાય છે. – પાર્શ્વનાથને આશ્રીને અર્થ કરતા એવું કહ્યું છે કે, ‘વિસર ફૂલિંગમ' નામના આ મંત્ર વિશેષમાં જેનો સંનિવેસ થયેલ છે એવા સં - તમને અર્થાત્ પાર્શ્વનાથ ભગવંતને. (અહીં વિસદરનિયામં અને તે જુદા પાડેલ છે.) – આ મંત્રમાં વિહિર અને કૃતિ શબ્દોનો અર્થ અનુક્રમે “સર્પો અને ‘અગ્નિકણો' થાય છે. ઉપલક્ષણથી સર્વે ઉપદ્રવો થાય છે. એટલે આ મંત્ર સર્વે ઉપદ્રવોનું નિવારણ કરે છે તે સૂચવવા આ બંને શબ્દો ગાથામાં મૂકાયા છે. વળી આ મંત્ર ધરણેન્દ્ર, પદ્માવતી અને પાર્શ્વયક્ષથી અધિષ્ઠિત હોવાને કારણે તે મહિમાવંત અને નિશ્ચિતુ ફળદાયક છે. માનતુંગસૂરિજી મહારાજે રચેલ “નમિઊણ સ્તોત્ર'ની છેલ્લી ગાથામાં કહ્યું છે કે, આ અઢાર અક્ષરી મંત્રનો જાપ કરવાથી પરમપદમાં રહેલા પાર્શ્વનાથ પ્રભુ ધ્યાનમાં પ્રત્યક્ષ થાય છે. • વરે ઘરેફ નો સંય મજુવો - જે મનુષ્ય સદા કંઠમાં ધારણ કરે. ૦ વડે ઘરે - કંઠને વિશે કે ગળામાં ધારણ કરે. – તેની વ્યાખ્યા વૃત્તિકારે બે રીતે બતાવી – (૧) આ મંત્રને કંઠસ્થ કરે અને અહોનિશ તેનો જાપ કરે. (૨) મંત્રને યંત્ર સ્વરૂપે લખી માદળિયામાં નાખી જે પોતાના ગળામાં ધારણ કરે. (અથવા ધારણ કરાવે.) ૦ ની સયા મજુમો - જે મનુષ્ય સદાકાળ (હંમેશાં કે નિરંતર) - અહીં “યા' શબ્દ આ મંત્રના નિરંતર જાપનું સૂચન કરે છે. – મો શબ્દનો અર્થ સામાન્યથી તો “મનુષ્ય' થાય છે. કેમકે મનુષ્ય યોનિમાં જ મંત્ર સાધના કે મંત્રપાઠ સરળતાથી સંભવે છે. મgો શબ્દનો બીજો અર્થ “માંત્રિક' કરાયો છે. મંત્રને જાણનારો એટલે કે તેના આમ્નાય, વિધિ આદિને જાણનારો એમ સમજવું. • તસ - તેના, આ મંત્રને કંઠમાં ધારણ કરનારના અથવા આ મંત્રને કંઠસ્થ કરી તેનો નિરંતર જાપ કરનારના. • નારીગરા - ગ્રહ, રોગ, મારી, દુષ્ટ-જ્વર. – આ પદો દ્વારા મંત્ર જાપ કરનારને કયા કયા ઉપદ્રવોનું નિવારણ થાય છે Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ તે વાત જણાવેલ છે. તે આ પ્રમાણે ૦ ૮ (પ્રહ) અશુભ ગ્રહો કે નડતરો. – સામાન્યથી સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ એ નવ ગ્રહોની ગણના કરીને તેની શુભાશુભ અસરો તે-તે મનુષ્યના જીવનમાં થતી હોય છે. તે અશુભ અસરોનું નિવારણ આ મંત્રથી થાય છે. – ગ્રહોથી અહીં ગોચરથી અશુભ એવા સૂર્યાદિ ગ્રહો અથવા તો ભૂત, પ્રેત, પિશાચ, બ્રહ્મરાક્ષસ વગેરેના આવેશ કે વળગાડ સમજવો. - દ્વિજપાર્ષદેવગણિ ઉવસગ્ગહરં સ્તોત્ર લઘુવૃત્તિમાં જણાવે છે કે સૂર્ય આદિ ૮૮ ગ્રહો ગ્રહણ કરવા. (તેમાંનો કોઈપણ અશુભ ગ્રહ નડતરરૂપ હોય તે માટે આ મંત્રનો જાપ ઉપશાંતિ પમાડે છે.). ૦ રા - સ્વાથ્યનો ભંગ થવો તેને રોગ કહેવાય છે. આ રોગમાં વાત, પિત્ત, કફ જન્ય તથા સન્નિપાત જન્ય વ્યાધિના ભેદો સમજવાના છે. - સિદ્ધિચંદ્રગણિ રોગ શબ્દથી ખાંસી, શ્વાસ, ભગંદર, કોઢ વગેરે મહારોગોનું ગ્રહણ કરવું તેમ જણાવે છે. - નાયાધમ્મકહા આગમમાં સોળ મહારોગોના નામો જણાવેલા છે - ૧. શ્વાસ, ૨, ખાંસી, ૩. તાવ, ૪. દાહ, ૫. કટિશૂળ, ૬. ભગંદર, ૭. હરસ, ૮. અજીર્ણ, ૯. નેત્રશૂળ, ૧૦. ઉર્વશૂળ, ૧૧. અરુચિ, ૧૨. નેત્રપીડા, ૧૩. કર્ણપીડા, ૧૪. ખુજલી, ૧૫. જલોદર અને ૧૬. કોઢ. ૦ માર - અભિચાર કે મારણપ્રયોગથી ફાટી નીકળેલ રોગ કે મરકી. – અર્થકલ્પલતા વૃત્તિ મુજબ - મારી એટલે સર્વવ્યાપક મૃત્યરૂપ અશિવ. – હર્ષકીર્તિસૂરિ કહે છે - મારી એટલે મરકીનો ઉપદ્રવ.. – જે રોગ લાગુ પડવાથી મનુષ્યો મોટા પ્રમાણમાં શીઘ મરવા લાગે છે. – મારી એટલે શુદ્ર યંત્ર, મંત્ર તથા યોગિની દ્વારા કરાયેલ મહાભયંકર ઉપસર્ગ, તાવ, રોગ તથા સર્વવ્યાપી મૃત્યસ્વરૂપ અશિવ. ૦ ટુ-નરી - આ શબ્દનો અર્થ બે રીતે થઈ શકે છે - (૧) દુષ્ટ વર અને (૨) દુષ્ટ અને જરા બંનેને અલગ-અલગ માનીને. – દુષ્ટ વરો – દાહવર, વાતવર, પિત્તજવર, વિષમજવર, નિત્યજ્વર, વેળાજ્વર (એકાંતરીયો, તરિયો, ચોથિયો તાવ), મુહૂર્તજ્વર, શીતજ્વર આદિ તાવો (વરો) સમજવા. – દુષ્ટ એટલે દુષ્ટનો – ખરાબ માણસો, શત્રુઓ, કોપાયમાન થયેલા રાજા વગેરે સમજવાના છે અને જ્વર એટલે સર્વ પ્રકારના તાવ જાણવા. • નંતિ કવેસાસં - ઉપશાંતિને પામે છે, ઉપશમી જાય છે. – અહીં હવામં શબ્દપ્રયોગ ઉસમેં ને સ્થાને થયેલો છે. - ૩વસામું એટલે શાંતિને, ઉપશાંતિને. નંતિ - પામે છે, થાય છે. – જો કે દ્વિજપાર્શચંદ્ર વૃત્તિમાં જણાવે છે કે, ઉપશાંત થાય છે શબ્દનો Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સ્તોત્ર-વિવેચન ૭૭ અર્થ પીડા કરવા સમર્થ થતા નથી, એ પ્રમાણે કરવો. એટલે કે મારી, રોગ, દુષ્ટ જ્વર વિનાશ પામે છે, અને ગ્રહો વગેરે શાંત થઈ જાય છે. – ૩ - નિશ્ચયપૂર્વક. સામે - વશગામિપણું. ગ્રહ આદિ સર્વે આ મંત્રથી વશ થાય છે. – આ રીતે બીજી ગાથામાં વિસહર કૃલિંગ શબ્દ ગર્ભિત મંત્રના નિત્ય જાપની મહત્તા જણાવી. હવે ત્રીજી ગાથામાં ભગવંત પાર્શ્વને કરાયેલ એક નમસ્કાર પણ મંત્રજાપ કરતા વધુ ફળદાયી છે તે જણાવે છે • વિકટ ટૂરે સંતો – (ઉપરોક્ત) મંત્ર તો દૂર રહો – - બીજી ગાથામાં વર્ણવેલ “નમિઝા પાસ વિસરર વસહ નિ[ફન્નિા” મંત્રનો જાપ કે કંઠે ધારણ કરવાની વાત તો દૂર રહો અર્થાત્ આ મંત્ર કરતા પણ વધુ ફળદાયી શું છે ? તે આગળના પદમાં જણાવે છે. – મંત્ર તો પુરશ્ચરણ, ઉત્તર ચરણ, હોમ, તપ, જપ આદિ પ્રક્રિયાથી સિદ્ધ કરાતો હોવાથી કષ્ટદાયી છે અથવા તમારા નામથી ગર્ભિત આ મંત્રથી નિર્દિષ્ટ ફળો પ્રાપ્ત થાય તેમાં તો કશું જ આશ્ચર્ય નથી. - તેથી આ મંત્રની વાત તો એક તરફ રહી (પણ). • તુ પણાનો વિ વહુ હો - તમને કરેલો પ્રણામ પણ ઘણો જ ફળદાયી થાય છે. (આ ફળનું વર્ણન પછીના ચરણમાં છે) ૦ તુન્સ - તમને કરેલો, તમારો. ૦ પUાનો - પ્રણામ, નમસ્કાર. (વિશુદ્ધ ભાવથી કરાયેલો નમસ્કાર) – અહીં પ્રણામ શબ્દ એકવચનમાં છે, તેનો અર્થ - એક જ વખત કરાયેલો નમસ્કાર પણ બહુ ફળદાયી થાય છે. (આવું જ કથન સૂત્ર-૨૩ ‘સિદ્ધાણં બુદ્ધાણં'માં રૂક્ષો વિ નમુનો ગાથા-૩માં કરાયેલ છે.) ૦ વિ એટલે પણ. “પણ' શબ્દપ્રયોગ અન્ય દર્શન, પૂજન, વંદન, આજ્ઞાપાલન આદિની ફળદાયિતાના સ્વીકાર સાથે પ્રણામની મહત્તા જણાવે છે. અર્થાત્ પરમાત્માની પર્યાપાસના આદિ ફળદાયી છે જ પણ પ્રણામ પણ ફળદાયી છે. ૦ વહનો દોડ઼ - ઘણાં ફળવાળો થાય છે. જેમકે - સૌભાગ્ય, આરોગ્ય, ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, દ્વિપદ, ચતુષ્પદ, રાજ્ય, સ્વર્ગ આદિ. -૦- અહીં જે નમસ્કાર કરવાનું કહ્યું છે તે પ્રકૃષ્ટ કોટિનો એટલે કે વિશુદ્ધ શ્રદ્ધાપૂર્વકનો હોવો જોઈએ. આ પ્રણામ કે નમસ્કાર ઉપરોક્ત અનેક ફળ તો આપે છે. પણ બીજુ શું આપે ? તે હવેના પદમાં જણાવે છે– • નર-તિરહુ પિ નવા પાવંતિ ન દુર રોકાઇ - મનુષ્ય ગતિ અને તિર્યંચ ગતિમાં પણ જીવો દુઃખ તથા દુર્ગતિને પામતા નથી ૦ નરસિરિયું - મનુષ્ય અને તિર્યંચ ગતિમાં. અહીં નર શબ્દથી મનુષ્ય ગતિ લીધી છે અને તિરિય શબ્દથી તિર્યંચ ગતિ લીધી છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ – હર્ષકીર્તિસૂરિ ઉવસગ્ગહરં સ્તોત્રની વ્યાખ્યામાં “નર તિરિએસ' શબ્દની વ્યાખ્યા કરે છે “મનુષ્યરૂપી તિર્યંચો' મનુષ્ય હોવા છતાં પશુ સમાન જીવન જીવતા જેવા કે બાળક, ગોવાળીયા આદિ (પણ દુઃખ દારિદ્રને પામતા નથી). – જો કે એક જ વખત વિશુદ્ધ ભાવથી અને શુદ્ધ શ્રદ્ધાથી ભગવંતને પ્રણામ એટલે પ્રકૃષ્ટ નમસ્કાર કરનાર જીવને માટે સૂત્ર-૨૩ 'સિદ્ધાણં બુદ્ધાણં'ની ગાથા૩ માં તો કહ્યું છે કે તે જીવ સંસાર સાગરથી તરી જાય છે. છેવટે તે નિયમો સમ્યકત્વ પામે છે. સમકિતી આત્મા વૈમાનિક સિવાય ક્યાંય ઉત્પન્ન થતો જ નથી. પણ જો પૂર્વે આયુષ્ય બંધાઈ ગયું હોય અને સમ્યકત્વ પછી પ્રાપ્ત કરે તો તે મનુષ્ય કે તિર્યંચ ગતિમાં પણ જાય. જો આ બંને ગતિને પામે, તો પણ તે ત્યાં દુઃખ કે દારિદ્રને પામતો નથી, તેમ આ પદ દ્વારા સૂચવેલ છે. ૦ વિ - પણ. અહીં વિ શબ્દ વિસ્મયસૂચક છે. તે એવું સૂચવે છે કે મનુષ્ય અને તિર્યંચના ભાવોમાં દુઃખ અને દારિદ્ર હોય તે સંભવિત નથી. પણ વિસ્મયની વાત એ છે કે તમને પ્રણામ કરનાર કદાચ મનુષ્ય કે તિર્યંચમાં જાય તો પણ ત્યાં દુઃખ કે દુર્દશાને પામતા નથી. ૦ નીવા - જીવો, આત્માઓ. - આ શબ્દનું વિવેચન જુઓ સૂત્ર-૫ ‘ઇરિયાવહી.' ૦ ૧ પાવંત - પામતા નથી. પ્રાપ્ત કરતા નથી. ૦ ટુર્વાદ્ય - દુઃખ અને દારિદ્ર કે દૌભાગ્યને. – 'દુઃખ' શબ્દથી અહીં શારીરિક અને માનસિક એમ બંને પ્રકારના દુઃખો સમજવાના છે. “દારિદ્ર' શબ્દથી “નિર્ધનતા' અર્થ લેવાનો છે. – તીર્ઘ ને બદલે કયાંક તો' શબ્દ પણ પાઠાંતર રૂપે વપરાયો છે. તેનો અર્થ દૌર્ભાગ્ય થાય છે. દૌર્ભાગ્ય એટલે ખરાબ ભાગ્યવાળા હોવું અને દુર્ભગપણું એટલે કોઈને ન ગમવાપણું અર્થ થાય. – વાદ્ય એટલે દુર્ગતિનો જે ભાવ કે પરિણામ સંપત્તિનો નાશ થવો, પ્રતિષ્ઠાનો નાશ થવો કે એકાએક દરિદ્રાવસ્થામાં મૂકાઈ જવું તે દૌર્ગત્ય કહેવાય. – અર્થકલ્પલતા વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે આ સમગ્ર ગાથાનો અર્થ જો દેવ-દેવીના પક્ષે કરવામાં આવે તો – ત્યાં પ્રસાદાભિમુખપણું પ્રણામ શબ્દનો અર્થ કરેલ છે. ત્યાં કહે છે કે, મંત્ર તો દૂર રહો, તમારું એટલે કે પાર્શ્વયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્રનું પ્રસાદાભિમુખપણું' પણ ઘણું ફળદાયક થાય. -૦- આ રીતે ગાથા-૩માં ભગવંત પાર્શ્વના નમસ્કારનું મહત્ત્વ જણાવ્યું. હવે ચોથી ગાથામાં સમ્યક્ત્વ પામીને મોક્ષ સ્થાન મેળવે છે, તે કથન છે. • તુદ સમજે છે - તમારું સમ્યક્ત્વ પામવાથી. ૦ તુK - તમારું. આ શબ્દ અહીં પાર્શ્વનાથને આશ્રીને વપરાયેલ છે. (જો કે વાસ્તવમાં “અરિહંત માત્રનું' અર્થ ઘટી શકે. કેમકે જૈનશાસન વ્યક્તિલક્ષી સમ્યકત્વમાં માનતું જ નથી. તે ગુણવાચી પદ જેમકે અરિહંત, સિદ્ધ આદિને Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ઉવસગ્ગહર સ્તોત્ર-વિવેચન આશ્રીને સમ્યકત્વ માને છે. પણ ભક્તિ ભરપુર હૃદયથી સ્તવના, સ્તુતિ આદિ થતા હોય ત્યારે તથા પ્રભાવ દર્શાવવા માટે આવા પ્રયોગો આર્ષવથી થતા જોવા મળે છે. તેમાં કશું જ અનુચિત નથી.) - આ શબ્દ દેવ-દેવી પક્ષે થતાં અર્થઘટનમાં પાર્શ્વયક્ષ, પદ્માવતી દેવી અને ધરણેન્દ્ર માટે વપરાયેલ છે, પણ ત્યાં “મિત્ત' નો અર્થ સમ્યકત્વ ન થાય. ૦ સમ્મત્તે - સમ્યક્ત્વ ૦ 7 - પ્રાપ્ત થવાથી. – સમ્યક્ત્વ એ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે. તેમાં “સમ્યકૂ' શબ્દ પ્રશંસા કે અવિરુદ્ધભાવને દર્શાવે છે. સખ્યપણાનો ભાવ તે “સમ્યકત્વ' કહેવાય છે. સમ્યકૂનો બીજો અર્થ જીવ પણ કર્યો છે. જીવનો ભાવ, તેના અવિરુદ્ધ પ્રશંસનીય શુદ્ધ પરિણામ તે સમ્યકત્વ કહેવાય છે. – શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યરૂપ આત્માનો જે પરિણામ તે સમ્યક્ત્વ કહેવાય છે. મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમથી તે ઉત્પન્ન થાય છે. સામાન્ય વ્યવહારમાં શુદ્ધ શ્રદ્ધા અર્થમાં આ શબ્દ પ્રયોજાય છે. – ઉમાસ્વાતિજી મહારાજ અને હરિભદ્રસૂરિજી મહારાજ “તત્ત્વોના અર્થની શ્રદ્ધા તે સમ્યક્ત્વ કે સખ્યમ્ દર્શન' છે તેમ જણાવે છે. - તત્ત્વની વ્યાખ્યા બે પ્રકારે છે. (૧) પરમાર્થથી - જીવ, અજીવ (પુણ્ય, પાપ) આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત (નવ) તત્ત્વો છે. આ તત્ત્વોના સદ્ભાવમાં શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ છે. (૨) વ્યવહારથી સુદેવ, સુગુરુ, સુધર્મમાં શ્રદ્ધા રાખવી તે સમ્યક્ત્વ છે. – ઉવસગ્ગહરં સ્તોત્રના વૃત્તિકારે પણ કહ્યું છે કે, સમ્યક્ત્વ એ મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમ, ક્ષય કે ઉપશમથી ઉત્પન્ન થનારો એવો વિશિષ્ટ ગુણ છે. જે વિશિષ્ટ જ્ઞાનસ્વરૂપ છે અથવા તો દેવ, ગુરુ, ધર્મતત્ત્વના નિશ્ચયરૂપ છે. – બાર વ્રત ઉચ્ચરતા કે શ્રાવક વિધિમાં અને દીક્ષા સમયે પણ સમ્યક્ત્વ ઉચ્ચરવા માટે ત્રણ વખત આ ગાથા બોલાય છે અરિહંતો મહ દેવો, જાવજીવે સુસાડુણો ગુરુણો; જિણપન્નાં તત્ત, ઇઅ સમ્મત્ત મએ ગહિય. - જ્યારે દેવ-દેવીના અર્થમાં આ સ્તોત્રનું અર્થઘટન થાય છે ત્યારે સમસ્ત પદનો અર્થ સાંમત્ય, સંમતપણું કે વલ્લભપણું અર્થ કરેલ છે. • ચિંતા-બાય-મણિ - ચિંતામણિ અને કલ્પવૃક્ષથી પણ વધુ. ૦ વિંતામણિ - શબ્દની વ્યાખ્યા - જુઓ સૂત્ર-૧૧ “જગચિંતામણિ.' ૦ પૂપાયવ - કલ્પવૃક્ષ ઇચ્છિત ફળને દેનારા (દશ પ્રકારના) વૃક્ષો. – આ વાક્ય પ્રયોગ સમ્યક્ત્વની મહત્તા દર્શાવવા માટે થયેલ છે. તે મુજબ ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળું તમારું સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે એવો અર્થ છે. ત્યારે શું ? હવે પછીના પદોમાં કહ્યું છે. – સમ્યક્ત્વની મહત્તા દર્શાવતી આ ઉપમામાં કહ્યું છે - ચિંતામણિ રત્ન Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ અને કલ્પવૃક્ષ ઐહિક અને ચિંતવેલું ફળ જ આપે છે, જ્યારે સમ્યક્ત્વ તો પારલૌકિક ફળ આપે છે અને ચિંતવ્યાથી વિશેષ ફળ આપે છે. – ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ આ લોક સંબંધી સર્વ ચિંતિત વસ્તુ આપી શકે છે, પણ સ્વર્ગ કે અપૂવર્ગના સુખો આપી શકતા નથી, જ્યારે પાર્શ્વનાથ ભગવંતનું સમ્યક્ત્વ તો સ્વર્ગ અને મોક્ષનાં સુખ આપી શકે છે માટે તેને અભ્યધિક ફળદાયી કહ્યું છે. – દેવ-દેવીઓના અર્થમાં આ સૂત્રના અર્થો ઘટાવનાર વૃત્તિકાર આ પદનો અર્થ કરતા કહે છે - મનથી ચિંતિત રસને પૂરવામાં તત્પર એવા જે ભોજન અને પાન મેળવી આપનાર તમારું વલ્લભપણું પ્રાપ્ત થવાથી. • પાવતિ વિશે નવા વરીમાં ટi - જીવો વિનરહિત એવા અજરામર સ્થાન અર્થાત્ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૦ પાવૅતિ - પામે છે, પ્રાપ્ત કરે છે. ૦ વિધેvi - વિદનરહિત, સરળતાથી, નિર્વિદને. – જીવ સમ્યકત્વ પામે પણ મોક્ષે ન પહોંચે ત્યાં સુધીના સંસારભ્રમણ દરમિયાન મનુષ્ય જન્મ, આર્યદેશ, પરિપૂર્ણ પંચેન્દ્રિયતા, જિનધર્મની પ્રાપ્તિ, સરનો યોગ, ધર્મશ્રવણેચ્છા ઇત્યાદિ સર્વે અનુકુળતા પામે છે જેથી તેને મુક્તિની પ્રાપ્તિમાં કોઈ વિદન આવે તેવા સંયોગો ઉત્પન્ન થતા નથી. ૦ નીવા - જીવો, પ્રાણીઓ. અહીં જીવ શબ્દથી ભવ્ય પ્રાણિઓ લેવા. – “જીવ' શબ્દની વિશેષ વ્યાખ્યા સૂત્ર-૫ ‘ઇરિયાવહીમાં જોવી. ૦ યરામ ઠાઇ અજરામર સ્થાનને અર્થાત્ મોક્ષને. – જ્યાં વૃદ્ધાવસ્થા કે મરણ નથી એવું સ્થાન, મુક્તિરૂપી સ્થાન. – લોકના અગ્રભાગે “સિદ્ધશિલા' આવેલી છે, ત્યાં સિદ્ધિગતિ પામેલા સઘળા જીવો સ્થિર થાય છે. એટલે તે સ્થાન “મોક્ષ' કહેવાય છે. – અજરામર સ્થાન એટલે કે મોક્ષપ્રાપ્તિ માટેની પૂર્વશરત છે સમ્યકત્વપ્રાપ્તિ. સમ્યક દર્શન આવે પછી જ સમ્યકજ્ઞાન પ્રાપ્ત થઈ શકે પછી જ સમ્યક ચારિત્ર પ્રાપ્ત થઈ શકે પછી મોક્ષની પ્રાપ્તિ થાય. પણ મોક્ષ પ્રાપ્તિનો પાયો સમ્યકત્વથી નિશ્ચિત થાય માટે આ પૂર્વેના પદમાં ‘તમારું સમ્યકત્વ પ્રાપ્ત થવાથી' એવું વાક્ય મૂક્યું છે. – દેવ-દેવીના અર્થમાં ઘટાવતા અહીં “શ્રેષ્ઠ સામ્રાજ્ય આદિને પામે છે. આ રીતે ચોથી ગાથામાં સમ્યકત્વથી મોક્ષ સુધીના વિશિષ્ટ ફળનું કથન કરીને હવે પાંચમી ગાથામાં ભગવંત પાસે સમ્યકત્વની પ્રાર્થના કરી છે. ૦ રૂ સંયુકો મહીયર - આ પ્રમાણે સ્તવાયેલા હે મહાયશસ્વી ! ૦ રૂષ - આ પ્રમાણે, પૂર્વોક્ત પ્રમાણે ૦ સંથકો- સ્તવાયેલા, સારી રીતે સ્તવના કરાયેલ કે વર્ણવેલ. – અહીં “મારા વડે’ એ પદ અધ્યાહારથી જાણવું અર્થાત્ મારા વડે એ પ્રમાણે સારી રીતે ખવાયેલા કે વર્ણવાએલા. Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર સ્તોત્ર-વિવેચન ૦ મણીયસ - હે મહાયશસ્વી ! હે મહાકીર્તિવાળા ! પુરિસાદાનીય ! - કૈલોક્યમાં ફેલાઈ ચૂકેલા યશવાળા ! -૦- અહીં બીજી રીતે પણ વ્યાખ્યા કરાઈ છે. તેમાં “મહાયશ'ને બદલે અમહાયશ' પદ ગ્રહણ કર્યું છે. તેનો અર્થ આ રીતે કર્યો કે – સમ એટલે રોગ, હીં એટલે તેને હણે તે, મા એટલે પાપ, સ્થતિ એટલે તેનો અંત કરે છે. અહીં ‘મહાયસ' શબ્દના પૂર્વનો , સંથો શબ્દના શો માં લોપ થવાથી સંયુમો મહીયસ એ પ્રમાણે થાય છે. હે રોગ અને પાપનો નાશ કરનારા (પાર્શ્વપ્રભુ ) એ પ્રમાણે મેં તમારી સ્તવના કરી છે. • મત્તિકમર નિવમ દિવM - ભક્તિથી ભરપુર હૃદય વડે. ૦ મત્તિકમર - ભક્તિથી ભરપુર, ભક્તિનો સમૂહ. ૦ નિમM - ભરેલ. (ભક્તિના સમૂહથી) ભરેલ (એવા) - આ પદ હવે પછીના દિયUT' શબ્દનું વિશેષણ છે. જેમાં “ભક્તિનો અર્થ અંતરંગ પ્રીતિ થાય છે. ગુણોના બહુમાનથી અંતઃકરણમાં ઉત્પન્ન થયેલ પ્રીતિને ભક્તિ કહે છે. શ્રી જિનેશ્વર દેવની ભક્તિથી પૂર્વના અનેક ભવોના સંચિત કરેલા કર્મો ક્ષય પામે છે, એવી દ્રવ્ય અને ભાવ સ્વરૂપ ભક્તિથી ભરપુર. ૧૦ હિયUM - હૃદય વડે, અંત:કરણથી, મનથી. -૦- આ સમગ્ર પદ સ્તવના કે સ્તુતિના પ્રાણ સ્વરૂપ છે. પાર્શ્વનાથ પ્રભુની જે કંઈ સ્તવના પહેલી ચાર ગાથામાં કરી, તેની કબુલાત કે સ્વીકૃતિ કે સ્મૃતિ રૂપે પાંચમી ગાથાના આરંભમાં લખ્યું - રૂમ સંયુકો મહાયસ. (જુઓ સૂત્ર-૮ લોગસ્સ'માં પણ આ જ પદ્ધતિએ ‘વં મU મિથુમા’ પદ આવે છે.) પણ ત્યાં સુધી આ સ્તવના દ્રવ્યથી છે કે ભાવથી, એવું કંઈ સ્પષ્ટ કર્યું નથી. જ્યારે અહીં પ્રગટ સ્વરૂપે કહે છે કે, “ભક્તિના સમૂહથી ભરેલ હૃદય-અંતઃકરણ વડે મેં સ્તવના કરી' અર્થાત્ આ સ્તવના કેવળ ભક્તિ બુદ્ધિથી છે, સ્વાર્થ કે લાલસાથી નહીં. • તા કે વિજ્ઞ વહિં મ મ પર જિવંત - તેથી હે દેવ ! જિનોમાં ચંદ્ર સમાન એવા હે પાર્થપ્રભુ ! ભવોભવ મને બોધિ આપો. ૦ તા - તેથી. (ભક્તિના સમૂહથી ભરપુર એવા અંતઃકરણ વડે મેં આપની સ્તવના-સ્તુતિ કરેલી છે, તેથી) ૦ વેવ - હે દેવ! આ પદ પાર્થપ્રભુના સંબોધન રૂપે છે. વૃત્તિકારે પણ અહીં વેવ શબ્દનો અર્થ દેવલોકના દેવરૂપે કર્યો નથી, પણ “જે ત્રણે જગના લોકો વડે ખવાય તે દેવ.” અર્થાત્ દેવાધિદેવના અર્થમાં ‘દેવ' શબ્દ લીધો છે. ટેવ - સકલ રાગાદિ મલરૂપ કલંકથી રહિત, સર્વે જીવોના યોગ અને ક્ષેમના વહન કરનારા, શસ્ત્રાદિ ઉપાધિથી રહિત હોવાથી પ્રસન્નતાના પાત્ર, જ્યોતિરૂપ, દેવાધિદવ, સર્વજ્ઞ એવા વિશિષ્ટ આત્મા. ૦ વિજ્ઞ - આપો. દેજો - ખરેખર, પરમાત્મા કશું આપતા નથી, તો પણ અહીં “આપો’ એમ કહેવાયું તેનું સ્પષ્ટીકરણ પૂર્વે સૂત્ર-૮ “લોગસ્સ'માં ‘આરુગ્ગ [2] 6] Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ બોહિ લાભ સમાપિ વરમુત્તમ દિતુ' પદોના વિવેચનમાં કરેલ છે, ત્યાંથી ખાસ જોવું. ૦ વોટું - બોધિ, સમકિત, જિનપ્રણિત ધર્મની પ્રાપ્તિ. – બોધિ' શબ્દના વિવેચન માટે જુઓ ‘લોગસ્સ' સૂત્ર-૮. – અહીં બોધિ શબ્દનો અર્થ રત્નત્રયીની અથવા જૈનધર્મની પ્રાપ્તિ એ પ્રમાણે કરાયો છે. રત્નત્રયી એટલે સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચારિત્ર. ૦ મમવે - ભવોભવમાં, પ્રત્યેક ભવમાં. - જ્યાં સુધી મુક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રત્યેક ભવમાં. ૦ પાસ હે પાર્શ્વ ! ત્રેવીસમાં તીર્થંકર પરમાત્મા. ૦ નિર્વિવું - જિનોમાં ચંદ્ર સમાન. – જિન એટલે સામાન્ય કેવલી. વિશેષ અર્થ “લોગસ્સ' સૂત્રમાં જૂઓ. – ચંદ્ર - શ્રેષ્ઠતા સૂચક વિશેષણ છે, કેવલીરૂપ જિનોમાં શ્રેષ્ઠ એવા. -૦- આ રીતે પાંચમી અને છેલ્લી ગાથામાં ભગવંત પાર્થની પાસે બોધિ અર્થાત્ સમ્યકત્વ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી છે, આ પ્રાર્થનાને અમે આ સ્તોત્રના હાર્દરૂપ કથન ગણીએ છીએ. સમગ્ર સ્તોત્રનું માંત્રિકરૂપે માહાસ્ય તો સર્વત્ર પ્રસિદ્ધ અને વિદિત જ છે. પણ “સમ્યકત્વ' પ્રાપ્તિના ધ્યેય માટે કરાતી આ સ્તવના છે, આ સ્તોત્રમાં અજરામર એવા મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરાવવા સમર્થ એવો નમસ્કાર કરવાનું સૂચન છે, તે સર્વ કથનો વિસરાઈ ન જાય, ગૌણ ન થઈ જાય તે લક્ષ્ય જ મહત્ત્વપૂર્ણ છે. આ વિશેષ-કથન : ‘વિવેચન' વિભાગમાં સ્તોત્રના શબ્દોનું વિસ્તૃત અર્થઘટન કરાયું, તો પણ આ સ્તોત્ર કે સ્મરણ વિશે ઘણી જ હકીકતો અનુક્ત જ રહી છે. તેમાંની કેટલીક મહત્ત્વપૂર્ણ હકીકતોનું ધ્યાન દોરવાનો અહીં ‘વિશેષકથન'માં અમે પ્રયાસ કરીએ છીએ જેવી કે (૧) સ્તોત્રની ઉત્પત્તિ સંબંધે પ્રચલિત કથા, (૨) સ્તોત્રના મહત્ત્વને પ્રતિપાદિત કરતી કથા, (૩) આ સ્તોત્ર પર રચાયેલ વૃત્તિ આદિ, (૪) પાઠાંતર નોંધ, (૫) છંદ, (૬) નવસ્મરણોમાં સ્થાન, (૭) નિત્ય ક્રિયાવિધિમાં સ્થાન, (૮) રચના સમય. (૧) આ સ્તોત્રની ઉત્પત્તિ સંબંધી પ્રચલિત કથા : આચાર્ય ભદ્રબાહુસ્વામીને વરાહમિહિર નામે એક ભાઈ હતા. તેણે પણ જૈન દીક્ષા લીધી હતી. પણ ગુરુએ જ્યારે યોગ્યતા અનુસાર ભદ્રબાહુસ્વામીને આચાર્ય પદવી આપી અને વરાહમિહિર મુનિને આચાર્ય પદવી ન આપી ત્યારે નારાજગીથી તેણે જૈન દીક્ષાનો ત્યાગ કર્યો. જ્યોતિષશાસ્ત્ર દ્વારા પોતાની મહત્તા સ્થાપિત કરી વિચરવા લાગ્યો. તે પ્રસંગે-પ્રસંગે જૈન સાધુઓની નિંદા કરતો હતો. કોઈ વખતે રાજાને ત્યાં પુત્ર જન્મ થયો. બધાં જ તેની વધાઈ આપવા આવ્યા, પણ ભદ્રબાહુ સ્વામીજી ન ગયા (કારણ કે જૈન સાધુનો એ આચાર નથી) ત્યારે પણ વરાહમિહિરે રાજાના કાન ભંભેર્યા કે જૈન સાધુ તમારો આદર કરતા નથી. Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સ્તોત્ર-વિશેષ કથન ૮૩ વરાહમિહિરે રાજપુત્રનું આયુષ્ય કુંડલી બનાવીને ૧૦૦ વર્ષનું જાહેર કર્યું હતું. રાજાએ જ્યારે ભદ્રબાહુ સ્વામીજીને પૂછાવ્યું કે રાજમાં પુત્રનો જન્મ થયો ત્યારે તમે કેમ ન આવ્યા ? ત્યારે ભદ્રબાહુસ્વામીજીએ ઉત્તર મોકલ્યો કે નકામું બે વખત શા માટે જવું? આ પુત્ર તો આજથી સાતમે દિવસે બિલાડીના મુખેથી મરણ પામવાનો છે. વરાહમિહિરના રાજપુત્રના ૧૦૦ વર્ષ જીવવાના ફળકથનથી હર્ષિત થયેલો રાજા આ સાંભળીને શંકિત થયો. તેણે નગરની બધી જ બિલાડીને દૂર મોકલાવી દીધી. પુત્રની રક્ષા માટે ચોકી પહેરો ગોઠવી દીધો. સાતમા દિવસે એવું બન્યું કે, ધાવમાતા બારણામાં બેઠા બેઠા તે પુત્રને સ્તનપાન કરાવતા હતા, તેવામાં અકસ્માત્ જ બારણાની ઉપરનો ઉલાળીયો પડ્યો. તે બાળકના મસ્તક ઉપર પડતાં જ બાળક મરણ પામ્યો. વરાહમિહિર તો આ બનાવથી ઘણો જ વિલખો પડી ગયો. તે વખતે ભદ્રબાહુ સ્વામી રાજાને મળવા અને આશ્વાસન આપવા ગયા. સંસારનું સ્વરૂપ સમજાવી રાજાને સાંત્વના આપી. રાજાએ તેમના જ્યોતિષ જ્ઞાનની પ્રશંસા કરી કેમકે પૂર્વે પણ આ રીતે બીજા બનાવો વખતે વરાહમિહિર ખોટો પડેલ હતો અને ભદ્રબાહુ સ્વામીજી સાચા ઠર્યા હતા. પછી રાજાએ પૂછયું કે, બાળકનું મરણ થશે, તે વાત તો સાચી પણ બિલાડીથી મરણ થશે તે વાત સાચી કેમ ન પડી ? ત્યારે આચાર્ય ભગવંતે બારણાનો લાકડાનો ઉલાળીયે મંગાવ્યો. તેના છેડા પર બિલાડીનું મુખ હતું. આ પ્રસંગે પછી વરાહ મિહિરની ઘણી જ અપભ્રાજના અને નિંદા થવા લાગી. લોકોનો તિરસ્કાર જોઈ, તે જંગલમાં ચાલ્યો ગયો. તેને મનમાં ઘણો જ દ્વેષ વધી ગયો. તે મૃત્યુ પામ્યો. પણ બાળતપના કારણે તે મરીને વ્યંતર દેવ થયો. ત્યારપછી તેણે જૈન સંઘમાં, નગરમાં મહામારીનો રોગ ફેલાવ્યો. માણસો ટપોટપ મરવા લાગ્યા. ત્યારે ભદ્રબાહુસ્વામીજીએ “ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી. સંઘને મુખ-પાઠ કરવા કહ્યું. આ ઉપસર્ગહર સ્તોત્રનો પાઠ કરવાથી મહામારીનો ઉપદ્રવ દૂર થયો ત્યારથી આ ઉપસર્ગહર એવું ૩વસાફર સ્તોત્ર પ્રચલિત થયું. (૨) આ સ્તોત્રનું મહત્ત્વ પ્રતિપાદિત કરતી કથા :(પ્રિયંકર રાજાની મૂળકથા તો મોટી છે, અહીં તેનો સંક્ષેપ રજૂ કર્યો છે.) મગધ દેશમાં અશોકપુર નામે નગર હતું. ત્યાં અશોકચંદ્ર રાજા હતો. તેને અશોકમાલા નામે પટ્ટરાણી હતી. તેમને અરિચૂર, રણજૂર, દાનશૂર નામના ત્રણ પુત્રો હતા. અરિશ્રના વિવાહ મહોત્સવ નિમિત્તે રાજાએ સૂત્રધાર, ચિત્રકાર, સુવર્ણકારોને બોલાવ્યા. પાટલિપુત્રથી આવેલા સુવર્ણકારોને એવું દેવતાઈ વરદાન હતું કે, તેમના ઘડેલા આભુષણો જે પહેરે તે જો રાજ્યને યોગ્ય હોય તો તેને રાજ્ય મળે, જો રાજ્ય યોગ્ય ન હોય તો તેનું માહાસ્ય વધે. જો પહેરનાર રાજા હોય તો તે રાજાઓનો મહારાજા બને. રાજાએ તેમની વાતથી ખુશ થઈને તેમને અપૂર્વ હાર બનાવવા આજ્ઞા કરી. Page #85 -------------------------------------------------------------------------- ________________ ८४ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ છ મહિને હાર તૈયાર થતાં રાજ્યસભામાં લવાયો. રાજા તે જોઈને ઘણો પ્રસન્ન થયો. હારનું ‘દેવવલ્લભ' નામ રાખ્યું. શુભ મુહૂર્ત રાજાએ હાર પહેરવાનો આરંભ કર્યો. કોઈને છીંક આવતા રાજાએ હાર ગ્રહણ ન કર્યો. ફરી જ્યારે હાર મંગાવ્યો ત્યારે ભંડારીએ કહ્યું કે હાર ભંડારમાં દેખાતો નથી. ઘણી તપાસ પછી હાર ન મળતા રાજાએ જ્યોતિષીને પૂછયું ત્યારે ભૂમિદેવ નામના જ્યોતિષે કહ્યું કે, આ હાર જેની પાસેથી મળશે, તે તમારી પાટે રાજા થશે. રાજાએ વિચાર્યું કે તે મારા પુત્રો સિવાય કોઈ હશે તો તેને ફાંસી આપીશ. આ તરફ પાસદત્ત નામનો કોઈ શ્રાવક પૂર્વે શ્રીમંત હતો પણ પછી નિર્ધન થઈ ગયેલો. તેથી નગરનો ત્યાગ કરેલો. તેમને ત્યાં પુત્ર જન્મ થયો. પણ એક જ વર્ષમાં મૃત્યુ પામ્યો. ત્યાંથી નીકળીને તે પાસદને પત્નીના આગ્રહથી અશોકપુર જવાનું નક્કી કર્યું. પણ કાંટો વાગતા અપશુકન માની નગરમાં ન જતાં ત્યાં જ રોકાઈ ગયો. કોઈ રાત્રે પાસદત્તની પત્નીને સ્વપ્ન આવ્યું કે ભૂમિ ખોદતા એક ચકચકીત અને વીંધાયા વિનાનું મોતી મળ્યું. પછી કોઈ શુભ વેળાએ તે પ્રિયશ્રીએ એક પુત્રને જન્મ આપ્યો. કોઈ દિવસે પાસદત્ત અને પ્રિયશ્રી તે પુત્રને લઈને અશોકપુર જવાને નીકળ્યા. ત્યાં આમ્રવૃક્ષ નીચે વિશ્રાંતિ લીધી ત્યારે આકાશવાણી થઈ કે પંદર વર્ષ બાદ આ બાળક પોતાના પુણ્યબળે આ નગરનો રાજા થશે. ફરી આકાશવાણી થઈ કે આ બાળક ઘણું જ જીવશે અને તેને અઢળક સંપત્તિ મળશે. પાસદત્ત અને પ્રિયશ્રીએ આકાશ તરફ જોયું ત્યારે ઉપર રહેલો દેવ બોલ્યો કે હું તમારો મરણ પામેલો પુત્ર છું અને તમે સંભળાવેલ નવકાર મંત્રના પ્રભાવે ધરણેન્દ્રના પરિવારમાં દેવ થયો છું. તમે આ બાળકનું નામ પ્રિયંકર રાખજો, વિપત્તિમાં અહીં આવી મને યાદ કરજો તો હું આવીશ. કોઈ વખતે પાસદત્તની પત્ની પ્રિયશ્રીને ભૂમિમાંથી નિધાન મળ્યું. રાજાએ તે દેવી નિધાન પાસદરના પુન્યનું ફળ હોવાથી તેને આપી દઉં. પછી કાળક્રમે પાસ દત્ત શેઠ બન્યો. શ્રીમંતોમાં તેની ગણના થવા લાગી. પ્રિયંકરને ઉપાધ્યાય પાસે ભણવા મૂક્યો. શાસ્ત્ર કુશળ બન્યો, ધર્મ અધ્યયન કરી સારો શ્રાવક પણ બની ગયો. પછી ગુરુએ તેને યોગ્ય આત્મા જાણી ઉવસગ્ગહર સ્તોત્ર પાઠ કરવા માટે કહ્યું. ક્રમશઃ તેને સ્તોત્ર સિદ્ધ થઈ ગયું. તે જે-જે કાર્ય કરે તે સફળ થવા લાગ્યું. પ્રિયંકરે પોતાના પિતાને વ્યવસાયથી મુક્ત કર્યા, પોતે જ વ્યાપાર શરૂ કર્યો. કોઈ વખતે શ્રીવાસ ગામે ઉઘરાણી ગયેલો. ત્યાં ભીલ લોકોએ પકડીને બાંધી દીધો. ત્યારે પ્રિયંકરે ઉવસગ્ગહર સ્તોત્રનો એકાગ્ર ચિત્તે જાપ શરૂ કર્યો. તે વખતે પલ્લીમાં આવેલા એક જ્યોતિષીએ પલ્લીપતિને કહ્યું કે, તેને જે બંધનમાં નાંખ્યો છે તે પ્રિયંકર દેવતાના પ્રભાવથી અશોકપુરનો રાજા થશે. પલ્લીપતિએ પ્રિયંકરને છૂટો કર્યો. સત્કાર કરી જવાની રજા આપી અને પોતાની પુત્રી વસુમતી તેની સાથે પરણાવી. ધન, ઘોડા, વસ્ત્રાદિ પણ આપ્યા. Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સ્તોત્ર-વિશેષ કથન ૮૫ ત્યારે પ્રિયંકર વિચારે છે કે ખરેખર ! આ ઉવસગ્ગહરનો જ પ્રભાવ છે. કોઈ વખતે તેને અત્યંત શુભ લક્ષણો યુક્ત સ્વપ્ન આવ્યું. ઉપાધ્યાયને સ્વપ્નનું ફળ પૂછવા ગયો. શુકનો પણ બધાં અનુકૂળ થયા જોઈને ઉપાધ્યાયે પોતાની સોમવતી નામની પુત્રી કુમારને આપી. પ્રિયંકરના પિતાને કહ્યું કે, પ્રિયંકર રાજા થશે. ( કોઈ વખતે પ્રિયંકરનો પડોશી ધનદત્ત નામે કોટિપતિ હતો. તેને બે પુત્રો અને ચાર પુત્રીઓ હતી. તેણે નવું મકાન બનાવ્યું. તેમાં ચોથે દિવસે સુતો હતો ત્યારે સવારે જાગ્યો ત્યાં પોતાના આંગણામાં પલંગને જોયો. ધનદત્ત આશ્ચર્ય પામ્યો. ફરી-ફરી આ બનાવ બન્યા કર્યો. તેણે મંત્રવેત્તાઓને બોલાવ્યા. પણ તેનાથી તો પરિણામ વિપરિત આવ્યું. પ્રિયંકરે તેને ચિંતાતુર સ્થિતિમાં જોયો. ચૈત્રી અઠાઈમાં પ્રિયંકરે તે નવા મકાનમાં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પધરાવી વિધિ સહિત મૌનપણે રોજનો ૫૦૦ ઉવસગ્ગહરનો જાપ એકાગ્રચિત્તે કર્યો તેના પ્રભાવે ધનદત્તના મકાનમાં રહેતો દુષ્ટ વ્યંતર ચાલ્યો ગયો. ત્યારે ધનદત્તે પ્રિયંકરને પોતાની શ્રીમતી નામે પુત્રી પરણાવી. કેટલાક કાળે હિતકર શ્રેષ્ઠીએ આ બધી વાત જાણી. તેમની દીકરી કોઈ શાકિની વડે ગ્રહણ કરાયેલી હતી. પ્રિયંકરે આઠમ અને ચૌદશે પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ ઉવસગ્ગહરનો જાપ શરૂ કર્યો. ધીમે ધીમે તે કુમારીને ફાયદો થવા લાગ્યો. કોઈ વખતે કોઈ યક્ષ બ્રાહ્મણના રૂપે આવ્યો. તેણે પ્રિયંકરને પોતાની માયાથી ફસાવી વચન માંગ્યું કે હિતકર શ્રેષ્ઠીની કન્યાનો ઉપચાર ન કરવો, ત્યારે પ્રિયંકરે પૂછયું કે, આ કન્યાએ તારું શું બગાડેલ છે ? ત્યારે યક્ષે કહ્યું કે, તેણે મારી મૂર્તિને પથરો કહી મોં બગાડેલ હતું. પ્રિયંકરે મિષ્ટવચનથી તે યક્ષના કોપને શાંત કર્યો. ઉવસગ્ગહરના પ્રભાવથી તે યક્ષે કન્યાને મુક્ત કરી, પ્રિયંકરને પક્ષીઓની ભાષા જાણવાની વિદ્યા આપી. મંત્રીએ પણ પોતાની યશોમતી કન્યા પ્રિયંકરની સાથે પરણાવી. કોઈ સમયે અશોકચંદ્ર રાજાના બે પુત્ર અરિશૂર અને રણશૂર મરણ પામ્યા. દેવતાના વચનથી રાજાએ પ્રિયંકરને રાજસિંહાસન પર સ્થાપિત કર્યો. તેનો રાજ્યાભિષેક થયો. શત્રુ રાજાઓ પણ તેને વશ થયા. સાતમે દિવસે રાજા અશોકચંદ્ર પણ મૃત્યુ પામ્યો. પ્રિયંકર રાજાને ઉવસગ્ગહર સ્તોત્રના ગણવાના પ્રભાવથી આ લોકમાં જ સર્વ ઇષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત થઈ. પ્રિયંકર રાજા રાત્રિના એક પ્રહર પર્યત રોજ ધ્યાનપૂર્વક ઉવસગ્ગહર સ્તોત્રનું ગણન કરવા લાગ્યો. કોઈ વખતે ધરણેન્દ્ર પોતે પોતાની ઋદ્ધિ દેખાડવા રાજાને લઈ ગયેલો. ત્યાં તેણે એક ઓરડામાં ઉવસગ્ગહર સ્તવને ગણતા દેવને જોયો હતો. એવી વિવિધ ઋદ્ધિને જોતાં તેઓ દશ દિવસ ત્યાં રહેલા, પછી ધરણેન્દ્ર જ તેમને તેમના નગરમાં મૂકી ગયો. કાળક્રમે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકે તે પ્રિયંકર રાજા સમૃદ્ધિવાળો દેવ થયો. ક્રમ કરીને મહાવિદેહ મોક્ષે જશે. આ રીતે ઉવસગ્ગહર સ્તોત્રના પ્રભાવે સર્વ સંપદાની પ્રાપ્તિ થાય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ (૩) ઉવસગ્ગહરં સ્તોત્ર પર રચાયેલ વિવિધ નૃત્યાદિ : ઉવસગ્ગહર સ્તોત્ર પર વિવિધ નૃત્યાદિ રચાયા છે, તેની માહિતી કંઈક આ પ્રમાણે છે – (૧) બૃહવૃત્તિ, જે વિક્રમની બારમી સદી પૂર્વે રચાઈ છે પણ તેના કર્તાનો નિર્ણય થઈ શક્યો નથી. (૨) લઘુવૃત્તિ - બારમી સદીમાં રચાઈ છે. તેના કર્તા પૂર્ણચંદ્ર સૂરિ છે. (૩) વૃત્તિ - બારમી સદીમાં રચાઈ, જે કીજ પાર્થ દેવગણિની છે, (૪) વિ.સં. ૧૩૬૫માં જિનપ્રભસૂરિએ “અર્થકલ્પલતા” ટીકા રચી. (૫) ૧૫મી સદીમાં જયસાગર ગણિએ વૃત્તિ રચી, (૬) ૧૭મી સદીમાં સિદ્ધિચંદ્ર ગણિએ ટીકા રચી, (૭) ૧૭મી સદીમાં હર્ષકીર્તિસૂરિએ વૃત્તિ રચી, (૮) ૧૭મી સદીમાં કોઈ અજ્ઞાત કર્તાની રચેલી લઘુવૃત્તિ છે. આ સિવાય પણ ત્રણેક ટીકા કે અવચૂરિનો ઉલ્લેખ જોવા મળેલ છે. આ રીતે બારમી સદી પૂર્વેથી આજ પર્યન્ત “ઉવસગ્ગહરં સ્તોત્ર' પર વૃત્તિ, ટીકા કે અવમૂરિ રૂપે ઘણાં કાર્યો થયા છે. (૪) પાઠાંતર નોંધ : (૧) ગાથા-૩માં સુવq ટોળાં માં ઢોરાં શબ્દને બદલે પાઠાંતર રૂપે વોમાં' એવો પાઠ પણ મળે છે. (૨) ગાથા-પમાં ત્તિ-મર એવો પણ પાઠ મળે છે અને મહિમર એવો પાઠ પણ જોવા મળે ચે. (૩) ગાથા-૪માં સન્મત્તે પછી જે “ન’ શબ્દ છે તેને બદલે ‘’ એવો શબ્દ પણ જિનપ્રભસૂરિ કૃત્ વૃત્તિમાં છે. (૪) ગાથા-પમાં રૂમ શબ્દને બદલે રૂચ જોવા મળે છે. (૫) ગાથા-પમાં ‘હિયUM' ને બદલે હિમ' જોવા મળે છે. ચોથો અને પાંચમો પાઠભેદ અનેકાર્થરત્નમંજૂષામાં નોંધાયેલ છે. (૫) છંદ :- સામાન્યથી આ સ્તોત્ર “ગાહા' છંદમાં આવેલ છે. – વિશેષથી કહીએ તો (ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય પુસ્તકની નોંધ મુજબ) પહેલી ગાથા છંદ વિદ્યુત્ નામક ગાહા'માં, બીજી ગાથા છંદ માલા નામક ગાડામાં, ત્રીજી ગાથા છંદ વિદ્યુત નામક ગાહામાં, ચોથી ગાથા “છંદ માગધી નામક ગાહામાં અને પાંચમી ગાથા છંદમાલા નામક ગાહામાં છે. આ પાંચે ગાથાના છંદ-બંધારણ સહિતનું સંપૂર્ણ વિવરણ જાણવા માટે જિજ્ઞાસુઓ તે ગ્રંથના પૃષ્ઠ ૧૨૭ થી ૧૩૧ જોઈ શકે છે. (૬) નવ સ્મરણોમાં સ્થાન : તપાગચ્છની વર્તમાન પ્રણાલિ મુજબ “નવસ્મરણો' કહ્યા છે. (૧) નવકાર મંત્ર, (૨) ઉવસગ્ગહરં સ્તોત્ર, (૩) સંતિકર, (૪) તિજયપહુત, (૫) નમિઊણ, (૬) અજિતશાંતિ સ્તવન, (૭) ભક્તામર સ્તોત્ર, (૮) કલ્યાણમંદિર સ્તોત્ર અને (૯) બૃહત્ (મોટી) શાંતિ. આ નવે સ્મરણો બેસતા વર્ષે માંગલિકમાં બોલાય છે, શાંતિ સ્નાત્રાદિ વિશિષ્ટ વિધાનોમાં ત્રિકાળ આ નવે સ્મરણોનો પાઠ કરવામાં આવે Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સ્તોત્ર-વિશેષ કથન ૮૭ છે. આવા મહા માંગલિકરૂપ નવે સ્મરણોમાં ઉવસગ્ગહર સ્તોત્ર એ બીજા સ્મરણરૂપે સ્થાન પામેલું છે. (૭) નિત્ય ક્રિયાવિધિમાં સ્થાન :ઉવસગ્ગહરં સ્તોત્રનું નિત્ય ક્રિયાવિધિમાં અનેરું સ્થાન છે. જેમકે– (૧) પ્રતિક્રમણમાં સ્થાન – રોજ વહેલી સવારે કરાતા રાઈ પ્રતિક્રમણમાં ચૈત્યવંદનમાં જગચિંતામણિથી જયવીયરાય મધ્યે ઉવસગ્ગહરં બોલાય છે. – સાંજના પ્રતિક્રમણમાં શ્રાવકો સામાયિક (કે પૌષધ) પારે ત્યારે પણ ચૈત્ય વંદન સૂત્રોમાં ઉવસગ્ગહરં બોલાય છે. - પકિખ, ચૌમાસી, સંવત્સરી પ્રતિક્રમણમાં સક્ઝાયમાં નવકારમંત્ર પછી અને સંસારદાવા, સ્તુતિ પૂર્વે ઉવસગ્ગહરં બોલાય છે. (૨) પચ્ચકખાણ પારતી વખતે કરતા ચૈત્યવંદનમાં બોલાય છે. (3) ભોજન/ગૌચરી પછીના ચૈત્યવંદનમાં પણ બોલાય છે. (૪) રાત્રિપૌષધ કે સાધુક્રિયામાં સંથારા પોરિસિમાં બોલાય છે. (૫) સામાન્યથી પરમાત્મા સન્મુખ થતા ચૈત્યવંદનમાં પણ સ્તવન બોલ્યા પછી ઉવસગ્ગહરં બોલવાની પરંપરા અત્યારે ચાલી રહી છે. | (૬) ક્વચિત્ જો સંધ્યા પ્રતિક્રમણ અવસરે કોઈ નુતન સ્તવન બોલે કે અન્ય ગચ્છના કર્તાનું સ્તવન બોલે તો ત્યારપછી ઉવસગ્ગહરં બોલવાની પરંપરા ઘણા સ્થાને જોવા મળેલી છે. (૮) રચના કાળ :- જો કે આ સ્તોત્રના રચયિતા ભદ્રબાહુ સ્વામી વિશે વિદ્વાનો મતભેદ ઉભો કરીને બીજી સદી કે છઠી સદીનો રચનાકાળ હોવા વિશે પોતાની માન્યતાના સમર્થનમાં પુષ્ટ દલીલો કરે છે, ભિન્ન ભિન્ન રચના સમયના વિધાનો કરે છે અથવા રચનાકાળ વિશે પ્રશ્નાર્થ ઉભો કરે છે. પરંતુ વિક્રમ સંવત ૧૩૬૫માં જિનપ્રભસૂરિજીએ ઉવસગ્ગહર સ્તોત્ર પર અર્થકલ્પલતા નામની વૃત્તિની રચના કરી તેમાં તેઓ તો સ્પષ્ટ અભિપ્રાય આપતા એક જ વાતનો નિર્દેશ કરે છે કે, ઉવસગ્ગહરં સ્તોત્રના પ્રણેતા શ્રી ભદ્રબાહુસ્વામી વીર નિર્વાણની બીજી શતાબ્દિમાં થયા છે. - આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીનો જન્મ વીર સંવત ૯૪માં થયો હતો. ૪૫ વર્ષનો ગૃહસ્થ પર્યાય હતો. ત્યારપછી વી.સં. ૧૩૯માં તેમણે દીક્ષા લીધી. ૧૭ વર્ષ મુનિપણે રહ્યા. વીર સંવત ૧૫૯માં તેઓ યુગપ્રધાન આચાર્ય બન્યા. ૧૪ વર્ષ યુગપ્રધાન આચાર્યરૂપે રહ્યા. વીર સંવત ૧૭૦ સુધી તેઓ રહ્યા. તેથી આ સ્તોત્ર રચના વીર સંવત ૧૫૬ થી ૧૭૦ મધ્યે થઈ હોવી જોઈએ, તેવું અનુમાન થઈ શકે છે. (૯) ગાથા સંખ્યા : વર્તમાનકાળે પાંચ ગાથાનું ‘ઉવસગ્ગહર' સ્તોત્ર જોવા મળે છે. તે પહેલા જ ગાથાનું હતું, સાત ગાથાનું હતું તેવા ઉલ્લેખો પણ મળે છે. જ્યારે નવ ગાથાનું, તેર ગાથાનું સત્તરગાથાનું અને વીસ કે એકવીસ ગાથાનું મુદ્રિત થયેલું ઉવસગ્ગહર Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨ સ્તોત્ર વર્તમાનકાળે પણ નજરે ચડે છે. સત્તાવીશ ગાથાવાળું ઉવસગ્ગહરં સ્તોત્ર પણ શ્રી ધીરજલાલ ટોકરથી એ તેના પુસ્તકમાં મુદ્રિત કરાવેલું છે. એ રીતે ગાથા સંખ્યાના ભેદથી આ સ્તોત્ર જોવા મળતું હોવા છતાં મૂળભૂતપણે પાંચ ગાથાનું સ્તોત્ર વર્તમાનમાં સ્વીકૃત થયેલું છે, સ્વાધ્યાયરૂપે ક્રિયારૂપે, મહામાંગલિકરૂપે આ પાંચ ગાથાનું સ્તોત્ર જ બોલાય છે. સૂત્ર-નોંધ :– આ સૂત્ર આવશ્યક સૂત્ર સહિતના કોઈ આગમમાં નથી તે સ્પષ્ટ છે. - ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીની રચના હોવા વિશે પૂર્વે ઉલ્લેખ કર્યો જ છે. છતાં તે વિશેના મતભેદ જોતા બહુશ્રતો જ પ્રકાશ પાડી શકે. - આ સૂત્ર પ્રાકૃત ભાષામાં રચાયેલું છે. જે અર્ધમાગધી ભાષામાં છે. તો પણ કોઈ વિદ્વાનું તેને જૈન મહારાષ્ટ્રી (પ્રાકૃત)માં પણ જણાવે છે. – આ સૂત્રની પાંચ ગાથા, ૨૧ ગુર વર્ણ, ૧૬૪ લઘુવર્ણ અને સર્વે મળીને ૧૮૫ વર્ણોની સૂત્ર રચના છે. – આ સૂત્ર (સ્તોત્ર) મંત્રગર્ભિત હોવાથી તેના ઉચ્ચારણોમાં સંપૂર્ણ શુદ્ધિ જળવાઈ રહે તેનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. વળી તેની પ્રત્યેક ગાથામાં જોડાક્ષરો હોવાથી ઉચારમાં જોડાક્ષર છૂટી ન જાય તે બાબત લક્ષ્ય આપવું વિશેષ આવશ્યક બને છે. —-X— — —– Page #90 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય સૂત્ર સૂત્ર-૧૮) જય વીયરાય સત્ર પ્રણિધાન સૂત્ર | સૂત્ર-વિષય :- આ સૂત્રમાં વીતરાગ પરમાત્મા પાસે ભવનિર્વેદ, માર્ગાનુસારિતા આદિ ઉત્તમ ગુણોની માંગણી કરવામાં આવી છે, તેમજ દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય આદિ માટે પ્રાર્થના કરાયેલ છે. સૂત્ર-મૂળ :જય વીયરાય ! જગ ગુર !, હોઉ મમં તુહ પભાવઓ ભયનં ; ભવ-નિવ્વઓ મમ્મા-મુસારિઆ ઇઠ ફલ સિદ્ધિ. લોગ-વિરુદ્ધ-ચ્ચાઓ, ગુરજણ-પૂઆ-પત્થકરણ ચ; સુહગુરજોગો તÖયણ - સેવણા આભવમખંડા. વારિજ્જઈ જઈ વિ નિયાણ-બંધણ વીયરાય ! તુહ સમએ; તહ વિ મમ હુ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું. (૩) દુકખકુખઓ કમ્મકુખઓ, સમાહિ-મરણં ચ બોલિ-લાભો અ; સંપwઉ મહ એએ, તુહ નાહ ! પણામ કરણેણં સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે પ્રધાન સર્વ ધર્માણ, જૈન જયતિ શાસનમ્ (૫) સૂત્ર-અર્થ : હે વીતરાગ ! હે જગતના ગુરુ ! જય પામો, હે ભગવંત! આપના પ્રભાવથી મને (૧) સંસારથી નિર્વેદ (કંટાળો કે વૈરાગ્ય), (૨) માર્થાનુસારીપણું અને (૩) ઇષ્ટ ફળની સિદ્ધિ પ્રાપ્ત થાઓ. (-તથા-) -(૧) (૪) લોકથી વિરુદ્ધ (આચરણ)નો ત્યાગ, (૫) ગુરુજનની પૂજા (આદર), (૬) પરોપકાર કરણ, (૭) સદ્ગુરુનો યોગ અને (૮) તેમનાં વચનોની સેવા, જ્યાં સુધી હું આ સંસારમાં રહું ત્યાં સુધી અખંડપણે પ્રાપ્ત થાઓ. (૨) હે વીતરાગ ! આપના પ્રવચનમાં (શાસ્ત્રમાં) જો કે નિયાણું બાંધવાની મનાઈ ફરમાવાઈ છે, તો પણ આપનાં ચરણોની સેવા મને ભવોભવ પ્રાપ્ત થજો (તેવી મારી અભિલાષા છે.) -(૩) હે નાથ ! આપને પ્રણામ કરવાથી દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિ મરણ અને સમ્યક્ત્વની પ્રાપ્તિ મને થાઓ. સર્વ મંગલોમાં મંગલરૂપ, સર્વ કલ્યાણના કારણરૂપ, સર્વ ધર્મોમાં પ્રધાનભૂત -(૪) Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ એવું જૈનશાસન જયવંતુ વર્તે છે. i શબ્દજ્ઞાન :જય - જય પામો, વિયરાય - હે વીતરાગ ! જગ ગુરુ - હે જગદ્ ગુરુ ! હોઉ - હોજો, થાઓ મમં - મને તુહ - તમારા, આપના પભાવઓ - પ્રભાવથી ભયd - હે ભગવન્! ભવનિÒઓ - ભવનિર્વેદ મમ્માણસારિઆ - માર્ગાનુસારિતા ઇટુઠફલસિદ્ધિ - ઇષ્ટ ફળની સિદ્ધિ લોગવિરુદ્ધચ્ચાઓ - લોકવિરુદ્ધ-ત્યાગ ગુરજણપુઆ - ગુરુજનની પૂજા પરત્થરણું – પરોપકાર કરણ સુહગુર જોગો - સદ્ગનો યોગ તÖયણ - તેમના વચનની સેવણા - સેવા, આચરણ આભd - સંસારમાં રહું ત્યાં સુધી અખંડા - અખંડિતપણે વારિઈ - નિવારે છે, નિષેધ છે જઈ વિ - જો કે, યદ્યપિ નિયાણ - નિદાન, નિયાણું બંધણું - બંધન, બાંધવું તે સમએ - શાસ્ત્રમાં, આગમમાં તહ વિ - તથાપિ, તો પણ મમ હુજ્જ - મને હોજો સેવા - સેવા, ઉપાસના ભવભવે - ભવોભવને વિશે તુમ્હ - તમારા, આપના ચલણાણ - ચરણોની દુકુખખઓ - દુઃખનો ક્ષય કમ્મકુખઓ - કર્મનો ક્ષય સમાધિમરણ - સમાધિમરણ ચ - અને બોડિલાભો - બોધિનો લાભ અ - અને સંપwઉ - પ્રાપ્ત થાઓ મહ, એએ - મને, એ નાહ - હે નાથ ! પણામ - પ્રણામ, નમસ્કાર કરણેણં - કરવાથી સર્વમંગલ - સર્વ મંગલોમાં માંગલ્ય - મંગળરૂપ સર્વકલ્યાણ - બધાં કલ્યાણનું કારણે - કારણ, કારણભૂત પ્રધાન - પ્રધાન, મુખ્ય સર્વધર્માણાં - સર્વ ધર્મોમાં જૈન - જૈન, જિનોનું જયતિ - જય પામે છે શાસનમ્ - શાસન, પ્રવચન વિવેચન :- “જયવીયરાય' એવા આદ્ય અક્ષરોને કારણે આ નામથી પ્રસિદ્ધ અને પ્રણિધાન હોવાથી પ્રણિધાનસૂત્ર' કહેવાતા આ સૂત્રમાં ભગવંત પ્રત્યે વિવિધ પ્રાર્થનાઓ કરાયેલ હોવાથી પ્રાર્થના સૂત્ર' નામે પણ ઓળખાતા આ સૂત્રનું વિવેચન લલિતવિસ્તરા વૃત્તિ, પંચાશક વૃત્તિ, યોગશાસ્ત્ર વૃત્તિ, ધર્મસંગ્રહ, ષડાવશ્યક બાલાવબોધ તથા તેના કોઈ કોઈ શબ્દોની આગમિક વ્યાખ્યાનુસાર આ પ્રમાણે છે– ૦ પ્રણિધાન – પ્રણિધાન, અંતઃકરણની વિશુદ્ધ ભાવના. - મનની વિશિષ્ટ એકાગ્રતા, પ્રશસ્ત અવધાન કે દૃઢ અધ્યવસાયોને Page #92 -------------------------------------------------------------------------- ________________ જય વયરાય સૂત્ર-વિવેચન પ્રણિધાન કહેવામાં આવે છે. – નિશીથચૂર્ણિમાં જણાવે છે કે, પ્રણિધાન, અધ્યવસાય કે મનની સ્થિરતા એ બધાં એકાર્થક શબ્દો છે. – “જે વિશુદ્ધ ભાવનાથી પ્રધાન છે, જેમાં મન વીતરાગના વિષયમાં અર્પિત થયેલ છે તથા શક્તિ મુજબ ક્રિયા ચિન્હથી જે યુક્ત છે તેને મુનિએ પ્રણિધાન કહેલું છે. • નવ વરિય! બાપુ! હે વીતરાગ ! હે જગના ગુરુ ! તમે જયવંતા વર્તે, આપનો જય થાઓ. ૦ નય - આ શબ્દ માટે જુઓ સૂત્ર-૧૧ “જગચિંતામણિ' ગાથા-૩. – જય પામો, જયવંતા વર્તા, આપનો જય થાઓ. (આ પ્રાર્થના છે.) ૦ પ્રશ્ન :- વીતરાગ પરમાત્મા તો જય પામેલા છે જ તો શું આપણે તેને આશીર્વાદ આપવાના છે ? આપણા કહેવાથી જય થવાનો છે ? – ના. લલિત વિસ્તરાના વિવેચનમાં જણાવે છે કે આ પ્રાર્થના છે આશીર્વચન નથી. ભગવંત તો પરમપુરુષ છે, ઉત્તમપુરુષ છે. આપણે તેમને આશીર્વાદ આપનાર કોણ ? અહીં આપણે (૧) આશંસા (અભિલાષા) વ્યક્ત કરીએ છીએ. હે ભગવંત ! આપ મારા હૃદયમાં વિજયવંતા રહો કે જેથી કારમા આંતર્ શત્રુઓ મારા હૃદયમાંથી ભાગી જાય. (૨) હરિભદ્રસૂરિજી આ શબ્દોને આમંત્રણ વચન ગણાવે છે અને તે ભાવ સંનિધાન માટે છે. હૃદયમાં વીતરાગનું ભાવથી સંનિધાન અર્થાત્ નિકટતા, સાંનિધ્ય, નિશ્રા હોવી તે. હાલ તેઓનું દ્રવ્યથી સાંનિધ્ય તો આપણે ભરતક્ષેત્રમાં નથી, પણ ભાવથી આપણી પાસે જ છે, સંનિહિત જ છે એવી જે આકાંક્ષા છે, તેને ભાવ સંનિધાન કહે છે. – શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે, ધર્મસંગ્રહમાં પણ તે વાત છે, પંચાશકમાં પણ છે કે, “જયવંતા રહો” એ શબ્દથી વીતરાગને જગદ્ગુરુને પોતાની બુદ્ધિમાં-જ્ઞાનમાં લાવવા માટેનું આમંત્રણ છે, આ પ્રમાણે એક પ્રાર્થના વચન છે. – નંદીસૂત્રની મલયગિરિજી ટીકામાં સૂત્ર-૧ “નયે વિ૦ માં પણ કહે છે કે, ઇન્દ્રિય વિષય કષાય ઘાતકર્મ પરિષહ ઉપસર્ગાદિ શત્રુગણનો પરિજય કર્યો હોવાથી આવા સર્વાતિશાયિ ભગવંત જોતાની સાથે જ પ્રણામને યોગ્ય હોવાથી તેમને ગતિ કહ્યું છે. - આવો જ શબ્દ પ્રયોગ નય કે નયાય શબ્દથી ભગવતીજી સૂત્રમાં, કલ્પસૂત્રમાં કે અન્ય આગમોમાં ભગવંતને પ્રાર્થના માટે, સાંનિધ્ય માટે, ભક્તિસૂચક વચનો રૂપે ઇન્દ્રો દ્વારા, લોકાંતિક આદિ દેવો દ્વારા, રાજા આદિ મનુષ્યો દ્વારા થયેલો જોવા મળે છે. ક્યાંક ભક્તિથી નિર્ભર હદય વડે આશીર્વાદરૂપે પણ દર્શાવે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ૦ વયરીવે – હે વીતરાગ ! રાગ-દ્વેષ રહિત એવા. – ર્વત - એટલે ચાલ્યો ગયો છે રાગ જેનો તે વીતરાગ'. – રાગ શબ્દથી અહીં મોહ, મમત્વ, આસક્તિ આદિ સમજવાના છે. વળી રાગ હોય ત્યાં તેષ પણ જરૂર હોય છે. રાગ નષ્ટ થતાં તેષ પણ નષ્ટ થાય છે. તેથી “વીતરાગ' શબ્દથી રાગ અને દ્વેષ એ બંનેનો અભાવ જાણવો. વીતરાગ એ અરિહંત પરમાત્મા માટેનું એક સંબોધન છે. – પિંડનિર્યુક્તિ-૩૯માં વીતરાગનો અર્થ સર્વજ્ઞ અને ભગવંત કર્યો છે. ૦ ગઇ હે જગશ્રુ !, ત્રણ જગના ગુરુ. – આ શબ્દનું વિવેચન સૂત્ર-૧૧ “જગચિંતામાણિ' ગાથા-૧માં જોવું. – અરિહંત પરમાત્મા જગના સર્વ મનુષ્યોને યોગ્યતા પ્રમાણે વસ્તુતત્ત્વનો યથાર્થ ઉપદેશ કરે છે. તેથી તેઓ જગના ગુરુ કહેવાય છે. -૦- એ રીતે વીતરાગ તથા જગગુરુ શબ્દોથી ભગવંતને સંબોધન કરીને કે આમંત્રણ આપવા દ્વારા ભક્તજન પોતાની ભાવના વ્યક્ત કરતા આગળ બોલે છે કે, રોહ માં તુ માવો ભવહે ભગવન્! આપના પ્રભાવથી - સામર્થ્યથી મને હોજો-મને થાઓ – પ્રાપ્ત થાઓ. દોડ - હો, હોજો, થાઓ. આ ક્રિયાપદ છે. માં - મને. જેઓ પ્રણિધાન-પ્રાર્થના કરી રહ્યા છે, તે પોતા માટે કહે છે. તુદ - આપના, તમારા. (અર્થાત્ વીતરાગ ભગવંતના) Tમાવો - પ્રભાવથી, સામર્થ્યથી. – પ્રભાવ એટલે પ્રતાપ, તેજ, શક્તિ કે સામર્થ્યથી (પ્રાપ્ત થાઓ) – શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે, વીતરાગ ભગવંત કોઈ પર રોષ કે તોષ કરતા નથી, તો પણ તેમના અવલંબનથી તેમના ઉપાસકો-આરાધકો આત્મશક્તિનો અપૂર્વ વિકાસ સાધી શકે છે. તેથી આ બધાં જ લાભો તેમના સામર્થ્યથી જ પ્રાપ્ત થયેલા ગણાય છે. – આ વિષયમાં વિશેષ વિવેચન “લોગસ્સ સૂત્રમાં કરાયું જ છે. – શેષ કથન આ આઠે પ્રાર્થનાઓને અંતે પણ કરવાનું છે. મથવું - હે ભગવન્! “ભગવંત' શબ્દનું વિવેચન “લોગસ્સ'માં જોવું. હવે પહેલી ગાથાના ઉત્તરાર્ધમાં અને બીજી ગાથામાં આઠ બાબતોની પ્રાપ્તિ ભગવંતના પ્રભાવથી થવા માટેનો નિર્દેશ છે. તે આ પ્રમાણે– (૧) મનિāો - ભવ નિર્વેદ, સંસાર પરથી કંટાળો. – સંસારનો ત્યાગ કરવાની ઇચ્છા, જન્મ મરણથી કંટાળો. – યોગશાસ્ત્રવૃત્તિમાં જણાવે છે કે વસ્તુતઃ જીવ સંસારના દુઃખોથી થાકતો નથી ત્યાં સુધી તેનો મોક્ષનો ઉદ્યમ વાસ્તવિક થતો નથી. કેમકે જે સંસારથી કંટાળ્યો નથી, તેનો સંસારનો રાગ હોવાથી મોક્ષ માટે ઉધમ કરે તો પણ તે સાર્થક બનતો નથી. તેનો ઉદ્યમ જડની ક્રિયા જેવો ઉદેશ શૂન્ય હોય છે. માટે આ પ્રથમ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૯૩ જય વિયરાય સૂત્ર-વિવેચન પ્રાર્થના યોગ્ય જ છે. – ભવનિર્વેદ એટલે સંસારનો વિરાગ (રાગ જવો તે), ફરી વખત જન્મ લેવાનો અણગમો કે અનિચ્છા. જ્યાં જન્મ છે ત્યાં જરા અને મૃત્યુ અવશ્ય છે. જન્મના અભાવથી જરા અને મૃત્યુનો અભાવ આપોઆપ થવાનો જ છે. તેને જ અજર-અમર' અવસ્થા કહેવાય છે. તેથી તત્ત્વતઃ આવી અવસ્થા પ્રાપ્ત કરવાની તાલાવેલી એ જ “ભવનિર્વેદ' છે. – મવ એટલે સંસાર કે જન્મ નિર્વે એટલે વૈરાગ્ય, અનાસક્તિ, વિરક્તિ કે ઉદાસીનતા. સંસારના ભોગાદિને અસાર સમજવા અને તેમાં આસક્ત ન થઈ આત્માભિમુખ થઈ ઉચ્ચ આત્મવિકાસ માટે જ પ્રયત્ન કરવો. આવી ઉદાસીનતા પ્રાપ્તિ પછી જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે યથાર્થ પ્રયત્ન થઈ શકે છે. સમ્યગ્દર્શનના લક્ષણોમાં પણ ‘નિર્વેદ' એક લક્ષણ કહ્યું છે. – આવો ભવ નિર્વેદ માત્ર ગૃહસ્થી કે સમકિતી માટે જ નહીં પણ વિરતિ પાખ્યા પછી પણ પ્રાર્થવા યોગ્ય છે. કેમકે “ભવનિર્વેદ' એ તરતમતા વાળી બાબત છે. જ્યાં સુધી વીતરાગભાવ પ્રગટે નહીં ત્યાં સુધી ઉત્તરોત્તર સાધ્ય છે. કેમકે લાયોપથમિક ભાવે પ્રાપ્ત આ નિર્વેદ શાયિક ભાવ ન પામે ત્યાં સુધી અપૂર્ણ છે. માટે મુનિઓએ પણ “ભવનિર્વેદની પ્રાર્થના કરવાની છે. – માત્ર ધર્મ, ધર્મક્રિયા ગમતી હોય તે જ પુરતું નથી, સંસાર અને સંસારના પદાર્થો, વિષયો, ભવભ્રમણ આદિ સર્વે પરત્વે અનાસક્તિ-વિરક્તિ પણ જોઈશે. ૦ લઘુ દષ્ટાંત :- રાજા શ્રેણિક અને રાણી ધારિણીના પુત્ર મેઘકુમારને જ્યારે દીક્ષા ગ્રહણ કરવાની ભાવના થઈ. માતાપિતા સાથે તેનો સંવાદ થયો. ત્યારે ધારિણી રાણી તેને દીક્ષા ન લેવા સમજાવે છે અને મેઘકુમાર ધારિણી માતાની દરેક વાતનો પ્રત્યુત્તર આપતા જે વચનો કહે છે. તેમાં મેઘકુમારનો ભવનિર્વેદ ભારોભાર પ્રગટ થઈ રહ્યો છે. હે માતા ! આપ જે કહો છો તે યોગ્ય છે. પણ આ મનુષ્યજીવન અધુર, અનિત્ય, અશાશ્વત, વિનશ્વર, આપત્તિઓથી વ્યાપ્ત છે. વીજળીની માફક ચંચળ છે, પાણીના પરપોટા અને તૃણના અગ્રભાગે રહેલા જલકણ સમાન અનિત્ય, સંધ્યાની લાલિમાની જેમ સ્વપ્નદર્શન સમાન છે. વળી કોણ જાણે છે કે પહેલા કોણ જશે? પછી કોણ જશે? નિશ્ચયથી મનુષ્ય કામભોગ અશુચિ છે, અશાશ્વત છે. પિત્ત, કફ, શુક્ર, શોણિતને ઝરાવનારું છે, આ હિરણ્ય આદિ ધનદ્રવ્ય પણ અગ્નિસાધ્ય, ચોરસાધ્ય રાજ્યસાધ્ય, દાયસાધ્ય, મૃત્યુસાધ્ય છે. ઇત્યાદિ અનેક પ્રકારે સંસાર અને સંસારી પદાર્થોની અસારતા જણાવી. ત્યારપછી માતાપિતાની અનુમતિ પામી મેઘકુમારે શ્રમણ ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ કરી. એક માસિક, બે માસિક આદિ ભિલુપ્રતિજ્ઞાઓની આરાધના કરી. જ્યારે તેમનું શરીર શુષ્ક, રુક્ષ, માંસરહિત હાડકાં કડકડથતાં હોય તેવું થઈ ગયું Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ત્યારે ભગવંતની અનુજ્ઞાપૂર્વક વિપુલપર્વતે જઈને અનશન કર્યું. એક માસનું અનશન અને સંલેખના પૂર્વક સમાધિયુક્ત થઈને કાળધર્મ પામ્યા. પછી વિજય નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહે જન્મ લઈને મોક્ષે જશે. (૨) મધુરિમા – માર્ગાનુસારિપણું, માર્ગાનુસારિતા. - અસત્ આગ્રહ (દુરાગ્રહ)રૂપ ઉન્માર્ગને છોડવાપૂર્વક તત્ત્વ કે સત્ય માર્ગને અનુસરવાપણું તે માર્ગાનુસારિતા. – પંચાશક ટીકામાં કહે છે - મોક્ષ માર્ગનું અનુસરણ તે માર્ગાનુસારિતા. – યોગશાસ્ત્ર - મિથ્યાત્વના વિજયથી ઉત્પન્ન થયેલ તત્ત્વાનુમારિપણું. -૦- જ્યાં સુધી જીવ પૌગલિક ભાવનાઓનો ત્યાગ કરીને આધ્યાત્મિક ભાવનાનું સેવન કરતો નથી અર્થાત્ જીવાદિ તત્ત્વમાં શ્રદ્ધા રાખવાપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરતો નથી, ત્યાં સુધી તે મોલ તરફ પ્રયાણ કરી શકતો નથી. તેથી તત્ત્વનું અનુસરવું તે જ મોક્ષ માર્ગનું અનુસરણ છે. – ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે કે, માર્ગ એટલે આગમ-નીતિ, અથવા સંવિગ્ર અર્થાત્ મોક્ષમાર્ગના અભિલાષી એવા અનેક લોકોએ આચરેલું છે. એ બંનેને અનુસરનારી જે ક્રિયા તે “માર્ગાનુસારિણી' કહેવાય છે. – લલિત વિસ્તરા વિવેચનમાં લખે છે કે બીજી આશંસા (અભિલાષા) છે માગનુસારિતાની, માગનુસારિતા એટલે તત્ત્વને અનુસરવું તે. એક વખત “ભવનિર્વેદ' સંસારનો કંટાળો જાગ્યો, પછી સંસારમાં રહેવું તો ગમશે નહીં, તો જવું ક્યાં ? કયા માર્ગે ચાલવું ? વક્રતા છોડી સરળ માર્ગે જવું. ચારિત્રધર્મ કે નીતિના માર્ગે ચાલવું. કેમકે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ માર્ગને અનુસરનારા જીવો સદ્ગતિને પામે છે. (૩) હૃત્તિ સિદ્ધિ :- ઇષ્ટ ફળની સિદ્ધિ, મનોવાંછિત ફળની સિદ્ધિ. – એક વખત ભવનિર્વેદ જાગે, પછી માર્ગાનુસારિતા આવે અને આત્મ વિકાસ કે આત્મોન્નતિની ઇચ્છાવાળો જીવ હોય તેને માટે મોક્ષ એ જ ઇષ્ટ ફળ છે. આ ઇષ્ટ ફળ રૂપ મોક્ષની સિદ્ધિ માટે જ પુરુષાર્થ કરવો જોઈએ. - કોઈ ઇષ્ટનો અર્થ “આ ભવના' હિતકર અને ફળ-પ્રયોજનોની સિદ્ધિ એવો પણ કરે છે. તેમના મતે આ લોકના કાર્યો સિદ્ધ થતાં ચિત્તની સ્વસ્થતા આવે છે. ચિત્ત સ્વાથ્યથી મોક્ષનાં કાર્યોમાં જીવ પ્રગતિ કરી શકે છે. વિકજનો દ્વારા કહેવાયેલ આ અર્થનો અસ્વીકાર ન કરીએ તો પણ જેમને ખરેખર ભવનિર્વેદ જાગ્યો છે, તેવા જીવો જ્યારે માર્ગાનુસારિતાને પ્રાપ્ત કરે છે ત્યારપછી તેમનો પુરષાર્થ આ લોકના કાર્યો માટે નિશ્ચયથી હોઈ શકે નહીં. તેમનો પુરુષાર્થ કેવળ “મોક્ષ' અર્થે જ હોય. તેમના માટે ઇષ્ટ ફળ એ માત્ર મોક્ષ હોય. તેમની પ્રવૃત્તિ પણ આવા જ ઇષ્ટફળ માટે હોય. - લલિત વિસ્તરામાં પણ ઇફળસિદ્ધિનો અર્થ “અવિરોધી ફળની ઉત્પત્તિ એવો જ કર્યો છે. અવિરોધી એટલે ચિત્તની પ્રસન્નતા રહે તેવું. પણ તે ચિત્તની Page #96 -------------------------------------------------------------------------- ________________ જય વિયરાય સૂત્ર-વિવેચન ૯૫ પ્રસન્નતા ઇડલૌકિક પદાર્થોની સિદ્ધિથી ન મળે. કેમકે ધન, દૌલત, રૂપ આદિ પદાર્થો તો અનિત્ય છે, અશાશ્વત છે, આત્માનું લક્ષ્ય તો શાશ્વત કે નિત્ય તત્ત્વની પ્રાપ્તિ હોવું જોઈએ. જો સંસારી પદાર્થોને જ ઇષ્ટફળ માનશે તો તેને ‘ભવનિર્વેદ' થયો જ કેમ કહેવાશે ? (૪) તો વિરુદ્ધાળો – લોકથી વિરુદ્ધ આચરણનો ત્યાગ. – જે કાર્યો લોકમાં દુષ્ટ કે નિંદ્ય મનાતા હોય તેનો ત્યાગ કરવો તે. – પંચાશકમાં જણાવે છે કે – (૧) કોઈની પણ નિંદા કરવી તે લોકવિરુદ્ધ છે. તેમાં પણ ગુણવાનોની નિંદા વિશેષતયા લોક વિરુદ્ધ છે. સરળ માણસોની ધર્મકરણીમાં થતી ભૂલોની હાંસી કરવી કે લોકોમાં પૂજનીય હોય તેની હલકાઈ કે અપમાન કરવા તે. (૨) જેના ઘણાં વિરોધી કે વૈરી હોય તેની સોબત કરવી, દેશ, કાળ, કુળ વગેરેના આચરણોનું ઉલ્લંઘન કરવું, દેશ, જાતિ, કુળને ન શોભે તેવો ઉભટ વેશ પહેરવો, ભોગ કરવા આદિ તથા દાન-તપ આદિ કર્યા પછી જાહેરમાં મોટાઈ દેખાડવી. (૩) સાધુ કે સજ્જનો પર સંકટ આવે તેમાં ખુશી થવું, સામર્થ્ય છતાં બચાવવા માટે ઉદ્યમ ન કરવો - આ સર્વે લોકવિરુદ્ધ કાર્યો છે, તેનો ત્યાગ કરવો જોઈએ. - લોક એટલે શિષ્ટજનોનો સમુદાય. આવો સમુદાય જેની નિંદા કરે તેવી સર્વ કોઈ પ્રવૃત્તિ તે લોકવિરુદ્ધ. તેનો ત્યાગ કરવો તે. – લોકોના ચિત્તમાં સંક્લેશ ઉભો કરે, ખેદ, દ્વેષ, દુર્ભાવ ઉત્પન્ન કરે તેવા કાર્યો, તેવા વચનો કે તેવા અનુચિત્ત વ્યવહાર, તેનો ત્યાગ કરવો. (૫) કુળન પૂના :- ગુરુજનોની પૂજા - તેમના વિનય આદિ. – ગુરુ વર્ગની ઉચિત સેવારૂપપૂજા, “ગુરુ' શબ્દથી મુખ્યતાએ તો ધર્માચાર્યનું જ ગ્રહણ થાય છે, તો પણ અહીં માતા-પિતાદિને પણ “ગુરુ'રૂપે જાણવા. કેમકે યોગબિંદુ ગાથા-૧૧માં હરિભદ્રસૂરિજી જણાવે છે કે, માતા, પિતા, વિદ્યાગુરુ અને તેમના જ્ઞાતિજનો-બંધુજનો તથા વૃદ્ધો અને ધર્મોપદેશકો એ બધાંને સપુરુષો “ગુરુ'' માને છે. - ગુરુજન પૂજા એટલે વડીલો પરત્વેનો આદરભાવ. તેઓ પરત્વેનો વિનય, સેવા, ભક્તિ કરવી તે રૂ૫ પૂજા (૬) પત્થર – પરોપકાર કરવો તે. – બીજાનું ભલું થાય તેવી પ્રવૃત્તિ કરવી તે પરાર્થકરણ કહેવાય. - ઘર એટલે બીજાનાં, ૩૫ર્થ એટલે પ્રયોજન, કરણ એટલે પ્રવૃત્તિ. બીજાનું ભલું કરવું તે પરાર્થ-કરણ અથવા પરોપકાર કહેવાય છે. આવું પરોપકાર કરણ બે પ્રકારે છે – (૧) લૌકિક અને (૨) લોકોત્તર. લૌકિક પરોપકાર અન્ન, વસ્ત્ર, ઔષધ, ધન આદિ જરૂરિયાતની વસ્તુઓ આપવાથી થાય છે જ્યારે લોકોત્તર પરોપકાર ધર્મમાર્ગનો ઉપદેશ, માર્ગમાં સ્થિરીકરણ અને ક્રમિક આત્મવિકાસના માર્ગે ચડાવવાથી થાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ – લોકોના જીવનના પ્રયોજનને સારવું એટલે કે પરહિત કરવું તે. – શ્રાવકના ૩૬ કર્તવ્યોમાં આ સત્તરમું કર્તવ્ય છે અને શ્રાદ્ધ ગુણોમાં 33મો ગુણ છે – પરોપકાર'. ૦ લઘુ દૃષ્ટાંત :- ખંધક ઋષિઓ ભગવંત મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. તેમના ૫૦૦ શિષ્યો હતા. અનુક્રમે તેઓ ગીતાર્થ થયા. કોઈ દિવસે ભગવંતને પૂછ્યું કે, હે ભગવન્! આપની આજ્ઞા હોય તો બધાં શિષ્યો સાથે મારી બહેનના દેશમાં જાઉં. ભગવંતે કહ્યું, સર્વેને મરણાંત ઉપસર્ગ થશે. ત્યારે ખંધકઋષિએ ફરી પૂછયું કે ભગવન્! ઉપસર્ગમાં અમે આરાધક થઈશું કે વિરાધક? ભગવંતે કહ્યું કે, તમને છૉડીને બધાં આરાધક થશે. ખંધકઋષિએ પુનઃ પ્રશ્ન કર્યો– તે બધાં કોના નિમિત્તે આરાધક થશે ? ભગવંતે કહ્યું, તમારા નિમિત્તે. ખંધકઋષિએ વિચાર્યું કે મારા નિમિત્તે જો પ૦૦ સાધુઓ આરાધક થતા હોય તો તેનાથી વિશેષ રૂડું શું ? પરોપકારના આદર્શ સાથે બંધક ઋષિ પહોંચ્યા કુંભકાર નગરના ઉપવનમાં. ત્યાં નગરનો રાજમંત્રિ પાલક હતો. પાલકમંત્રીને પૂર્વે ખંધકઋષિ સાથે વાદ-વિવાદ થયેલો હતો. તેથી તેના મનમાં વૈરની ગાંઠ હતી. તેણે વૈર લેવાનો ઉત્તમ સમય માની કપટ જાળ બિછાવી. ખંધક ઋષિ પર ખોટું આળ ચડાવ્યું. રાજાએ પણ ક્રોધથી કહી દીધું કે, મંત્રીશ્રી ! તમને યોગ્ય લાગે તે સજા આ સાધુઓને કરો. પાલકે એક એક સાધુને પાણીમાં નાંખી પીલવાના શરૂ કર્યા. ખંધક ઋષિએ બધાં શિષ્યોને એવી ઉત્તમ નિર્ધામણા કરાવી, એટલો સુંદર બોધ આપ્યો કે સમભાવમાં સ્થિર થયેલા સાધુઓ કેવળજ્ઞાન પામી મોક્ષે જવા લાગ્યા. છેવટે એક બાળમુનિ બાકી રહ્યા ત્યારે ખંધકઋષિએ પાલકને ઘણી વિનંતી કરી કે આ બાળમુનિને મરતા હું જોઈ શકીશ નહીં, પાલક ન માન્યો ત્યારે બંધક ઋષિએ ક્રોધથી નિયાણું કર્યું, હું આખા નગરને બાળીને ભસ્મ કરનારો થાઉં. બાળમુનિને સુંદર નિર્ધામણા કરવી, બાળમુનિ મોક્ષે સિધાવ્યા. પછી અંધકષિ મરીને અગ્નિકુમાર દેવ થયા. નગર આખાને બાળીને ભસ્મ કરી દીધું. પ૦૦ શિષ્યોના મોક્ષ માટે પોતાનું વિરાધકપણું કબુલીને પણ પરોપકાર કરવા તૈયાર થયા. આ કહેવાય “પરોપકારપણું'. (૭) સુહાનીનો - સારા ગુરુનો સંયોગ, સદ્ગરનો યોગ મળવો તે. – ભવનિર્વેદ, માર્ગાનુસારિતા, લોકવિરુદ્ધ ત્યાગ આદિની પ્રાપ્તિરૂપ લૌકિક ઉત્તમતાને પામેલો જીવ લોકોત્તર ધર્મમાં અધિકારી થાય છે. તેથી લોકોત્તર યોગ્યતા જણાવતા કહ્યું, શુભ ગુરુનો યોગ (આદિ) – પવિત્ર ચારિત્રવાળા ધર્માચાર્ય-ગુરુનો યોગ કે નિશ્રા મળવી તે. – ઉત્તમ ગુણવાળા ગુરુનો યોગ - સાધુજનોનો પરિચય અને નિશ્રા. - કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મને અનુસરતા પંચ મહાવ્રતધારી સાધુને શુભગર કે સદ્ગુરુ કહેવાય છે. તેમનો સંયોગ પરમ ભાગ્યોદયે મળે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય સૂત્ર-વિવેચન (૮) તત્રેયન સેવા - તેમના (સદ્ગુરુના) વચન પ્રમાણે ચાલવું તે. – સગુનો યોગ પ્રાપ્ત થયા પછી તેમની આજ્ઞાનું પાલન કરવું તે. કેમકે સદ્ગુરુ કદાપિ અહિતકર આજ્ઞા કરે નહીં, માટે તેમના વચનની સેવના કરવી. – યોગશાસ્ત્રમાં જણાવે છે કે, આ આઠમી અભિલાષા “અપ્રમત્તસંયત' થયા પહેલાં રાખવાની, કારણ કે “અપ્રમત્ત સંયતાને તો મોક્ષની પણ અભિલાષા રહેતી નથી. – “આજ્ઞા એ જ ધર્મ એ વચનાનુસાર સદગુરુનો યોગ સાંપડ્યા પછી તેમની આજ્ઞાનુસાર ચાલવું - તેનું પાલન કરવું તેને તવાન સેવા નામની આઠમી અભિલાષા કહી છે. • મવમવંડ – જ્યાં સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડે ત્યાં સુધી. ૦ મવમ્ - પંચાશક ટીકામાં તેનો અર્થ કર્યો સંસાર ભ્રમણ છે ત્યાં સુધી અને સર્વ એટલે સંપૂર્ણ, પુરેપુરી. ખંડિત કે અપૂર્ણ નહીં ૦ મોક્ષ ન થાય ત્યાં સુધી પરિપૂર્ણપણે તે સામવમવં. -૦- ભવનિર્વેદ આદિ જે આઠ અભિલાષા ઉપર કહી તે ક્યાં સુધી ? તે વિશે લલિતવિસ્તરા વૃત્તિમાં જણાવે છે કે આ આઠે અભિલાષાઓ માત્ર એક જ વખત કે થોડો સમય માટે કરવામાં આવતી નથી પણ જીવનભર એટલે કે સંસારકાળ પર્યન્ત મને અવશ્ય હોજો. આટલું કલ્યાણ પ્રાપ્ત થાય તો અવશ્યજલ્દીથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અન્યથા એક વખત ભવનિર્વેદ થયો પછી ફરી ભવરાગ થશે. માર્ગાનુસારિતા આવ્યા પછી ફરી અમાર્ગ કે અતત્ત્વનું અનુસરણ આવશે. માટે અખંડપણે મોક્ષ પર્યન્ત જ આ માંગણી કરી. ૦ આ આઠે અભિલાષા ફળે કઈ રીતે ? લલિતવિસ્તરામાં શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે, આઠે અભિલાષા અચિંત્ય ચિંતામણિરૂપ ભગવંતના પ્રભાવથી- સામર્થ્યથી ફળે છે. જીવે પુરુષાર્થ તો અવશ્ય કરવાનો જ છે પણ આ પુરુષાર્થ-પ્રયત્ન ભગવંતના પ્રભાવથી ફળે છે. જેમ ચિંતામણિરત્ન કશી પ્રવૃત્તિ ન કરતું હોવા છતાં તેની આરાધના લોકોના મનોવાંછિતને પૂર્ણ કરનારી થાય છે, તે રીતે અરિહંત પરમાત્મા અચિંત્ય ચિંતામણિ સમાન છે, તેમની ભક્તિ, આરાધના, પર્થપાસના આદિથી ઉક્ત આઠે વસ્તુ સિદ્ધ થાય છે. અરિહંત પરમાત્મા પરત્વેની શ્રદ્ધા અને ભક્તિથી પ્રવૃત્તિ કરતો જીવ કદાપિ અહંકારી-ઘમંડી બનતો નથી, પુરુષાર્થનું સાતત્ય જળવાય છે, પરમાત્માના જીવન અને કાર્યો તથા ઉપદેશ નજર સમક્ષ રહેતા શ્રદ્ધા વધુને વધુ મજબુત બની રહે છે. તેમના પ્રભાવે જ કલ્યાણ થાય તેવી બુદ્ધિથી કૃતજ્ઞતા ભાવ પ્રગટે છે. મન, વચન, કાયાનું પ્રણિધાન એ સમસ્ત શુભ અનુષ્ઠાનનું કારણ છે અને પ્રણિધાનનું અંતિમ ફળ મોક્ષ છે. વળી આ આશંસામાં અપ્રશસ્ત એવા રાગ, દ્વેષ કે મોહનો અભાવ હોવાથી તે નિયાણારૂપ નથી. પ્રણિધાન કરવાથી જ પ્રવૃત્તિ થાય [2] 7] Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ - વિનોનો જય થાય છે અને ફળની પ્રાપ્તિ થાય છે ઇત્યાદિ કારણોથી પ્રણિધાનરૂપ એવા આ સૂત્રમાં ઉપરોક્ત આઠ અભિલાષાઓ જણાવીને તે ભગવંતના પ્રભાવથી ફળે છે તેમ નિવેદન કર્યું છે. ઉપરોક્ત વિવેચન પહેલી બે ગાથાનું કર્યું. તે ગાથા બોલવાની વિધિ મુક્તાશક્તિ મુદ્રાએ છે. અર્થાત્ બે હાથને છીપના આકારે જોડી મસ્તકે - લલાટે રાખવાના અને શસ્તવ મુદ્રાપૂર્વક બેસીને (અથવા ચોમાસી દેવવંદનમાં ઉભા-ઉભા પણ) આ બે ગાથાનું ઉચ્ચારણ થાય છે. સંવત ૧૫૦૧માં હેમહંસ ગણિ રચિત પડાવશ્યક બાલાવબોધમાં જણાવે છે કે આ પહેલી બે ગાથા ગણધર કૃત્ છે. અન્ય ગાથા પૂર્વાચાર્ય કૃત્ છે. (તેથી પણ કદાચ વિધિમાં એવો ઉલ્લેખ હોય કે પ્રથમ બે ગાથા મુક્તાશુક્તિમુદ્રાએ બોલવી. બીજી ગાથાઓ યોગમુદ્રાએ બોલાય છે. વળી લલિત વિસ્તરા, દેવવંદન ભાષ્ય, યોગશાસ્ત્ર, પંચાશક આદિ ગ્રંથોમાં પણ પહેલી બે ગાથાનું જ વિવેચન છે. પછીની ત્રણે ગાથાનો ઉલ્લેખ ત્યાં જોવા મળતો નથી. હવેની બે ગાથામાં પણ આવી જ પ્રાર્થનાઓ કરાઈ છે. તે બંને ગાથાનું સાથે વિવેચન અહીં રજૂ કરીએ છીએ • વારિ વિ - જો કે નિષેધ કરેલો છે - ના પાડી છે. ૦ વારિત્ર - વાર્યુ છે, નિષેધ કરેલો છે, ના પાડી છે. ૦ નટ્ટુ વિ - જો કે, યદ્યપિ. – આ પદોનો સંબંધ હવે પછીના નિવાબવંધ સાથે છે. (નિદાનબંધનનો) જો કે નિષેધ કરવામાં આવેલો છે - મનાઈ ફરમાવી છે. • નિયા-વંથ - નિદાન બંધન, નિયાણું બાંધવું તે. - ધર્માનુષ્ઠાનના ફળની પ્રાપ્તિ માટેની અભિલાષા અથવા સંકલ્પ વિશેષ ને નિયાણું કે નિદાન કહેવાય છે. જે કરવાની મનાઈ છે. ૦ નિદાનના પ્રકારો – નિદાન કે નિયાણાનું વર્ણન દસાશ્રુતસ્કંધ નામના આગમમાં દશમી દશા “આયતિસ્થાન'માં સુંદર રીતે કરાયેલ છે. અન્ય ગ્રંથોમાં પણ તેનું વર્ણન આવે છે તે મુજબ સંક્ષેપથી ત્રણ પ્રકારે અને વિસ્તારથી નવ પ્રકારે નિયાણાના ભેદોનું વર્ણન જોવા મળે છે– -૦- ત્રણ પ્રકારે નિયાણું : (૧) ઇહલોક નિદાન :- આ લોક સંબંધી સૌભાગ્ય, રાજ્ય, બળ અને રૂપસંપદાની અભિલાષા ધર્માનુષ્ઠાનના ફળરૂપે કરવી તે. (૨) પરલોક નિદાન :- વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવાની કે ઇંદ્રાદિ પદવી મેળવવાની અભિલાષા કે સંકલ્પ કરવો તે. (૩) કામભોગ નિદાન :- ધર્મકરણી કર્યા બાદ ભવોભવમાં શબ્દાદિ કામભોગ માટેની અભિલાષા કરવી તે. -૦- નવ પ્રકારે નિયાણું : Page #100 -------------------------------------------------------------------------- ________________ જય વિયરાય સૂત્ર-વિવેચન (૧) રાજાપણું :- દેવલોક તો સાક્ષાત્ જોયો નથી પણ રાજા જ બળદેવ છે, માટે તપના બળે હું રાજા થઉં, આવા પ્રકારનું નિયાણું કરવું. (૨) શ્રેષ્ઠી થવું :- રાજાને તો ઘણી ચિંતા હોય, પણ ધનિક લોકો સુખી હોય છે. માટે તેવા ઉચ્ચકુળમાં શ્રેષ્ઠીને ત્યાં હું પુત્રપણે ઉત્પન્ન થઉં તેમ વિચારવું તે બીજું નિયાણું જાણવું. (૩) સ્ત્રીપણું :- કોઈ એવું વિચારે કે પુરુષપણામાં તો વ્યાપાર, સંગ્રામ આદિ અનેક પ્રકારના કષ્ટો રહેલા છે, તેથી સ્ત્રીનો અવતાર મળે તો સારું. (૪) પુરુષપણું :- સ્ત્રીનો જન્મ તો નીચ ગણાય માટે સર્વકાર્ય કરવામાં સમર્થ એવા પુરુષપણાને પામું, તો આ પણ એક પ્રકારે નિયાણું જ છે. કેમકે આપણે તો નિર્વેદની સ્થિતિ પામવી છે. (૫) પરપ્રવિચાર :- મનુષ્યના કામભોગની પ્રક્રિયા તો અપવિત્ર - અશુચિમય છે. તેના કરતાં દેવપણું મળે તો સારું. જેથી દેવી સાથે ભોગ ભોગવી શકાય તે પરપ્રવિચાર નિયાણું કહ્યું (૬) સ્વપ્રવિચાર :- દેવપણું પામ્યા પછી બીજી દેવી ભોગવવામાં કષ્ટ છે, તેના કરતાં હું પોતે જ દેવ-દેવી બંને રૂપ વિક્ર્વી ભોગ ભોગવું તે યોગ્ય છે, માટે હું તેવા પ્રકારનો દેવ બનું એવું નિયાણું કરવું. T (૭) અલ્પ વિકારીપણું - કામભોગથી વૈરાગ્ય પામી કોઈ એવું વિચારે કે તપના પ્રભાવે હું અલ્પવિકારી દેવ બનું તો આવું નિયાણું કરનાર કદાચ દેવપણું પામે, તો પણ ત્યાંથી ચ્યવીને પછી દેશવિરતિપણે પામે નહીં. (૮) દરિદ્રીપણું - દ્રવ્યવાન્ પુરુષને રાજા, ચોર, અગ્નિ વગેરેનો મહાભય રહે છે. તેમ સમજી એવું નિયાણું કરે કે હું અલ્પારંભ દરિદ્રી થાઉં. (૯) શ્રાવકપણું :- મુનિને દાન આપવામાં પ્રીતિવંત હોય અને વ્રતધારી શ્રાવક થવા માટે વિચારણા કરે તે નવમું નિયાણું. આવું નિયાણું કરનાર દેશવિરતિપણું તો કદાચ પામી જાય પણ સર્વ વિરતિપણું પામતો નથી. આ રીતે નવ પ્રકારે નિયાણાનું સ્વરૂપ જણાવે છે. દસાગ્રુતસ્કંધ નામક આગમમાં પણ નિયાણાનું સ્વરૂપ નવ પ્રકારે બતાવેલ છે, પણ તેનું સ્વરૂપ ઉક્ત નવ ભેદો કરતા થોડું જુદા પ્રકારે છે. પણ તેમાં મહત્ત્વની વાત એ કરી છે કે (૧) નિયાણું કરનાર જીવ તેમના સુઆચરિતસંયમ અને તપ આદિના ફળરૂપે જો પુન્યનો યોગ હોય તો જ નિયાણું કર્યા મુજબનું ફળ પામી શકે છે. પણ નિયાણું કરવાથી પાપનો બંધ અવશ્ય થાય જ છે. (૨) જો નિયાણા પ્રમાણેનું ફળ પામી પણ જાય તો પણ આ નવે નિયાણા એવા છે કે તેનાથી ફળ પામ્યા પછીના ભવે મોક્ષ થતો નથી. અર્થાત્ નિયાણું કર્યા પ્રમાણેનો ભવ મળી ગયા પછી, બીજે ભવે તે જીવનો મોક્ષ કદાપિ થતો નથી. તે જીવો દુર્લભ બોધિ પણ થાય છે. • વીરા ! તુદ સન - હે વીતરાગ ! તમારા શાસ્ત્રોમાં-આગમમાં. ૦ “વીતરાગ’ અને ‘તુહ' શબ્દની વ્યાખ્યા પહેલી ગાથામાં કરાઈ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨ ૦ સમય – વ્યવહારમાં સમય શબ્દ કાળ કે વખતના અર્થમાં વપરાય છે. સૈદ્ધાંતિક રીતે ‘સમય' એટલે “કાળનો અતિ સૂક્ષ્મ ભાગ’ એવો અર્થ કરાય છે. પણ અહીં સમય શબ્દ સિદ્ધાંત-આગમ કે પ્રવચનના અર્થમાં વપરાયેલ છે. પંચાશક ગ્રંથમાં પણ સમય એટલે “સિદ્ધાંત' અર્થ જ છે. આ રીતે ગાથા-૩ના પૂર્વાર્ધનો અર્થ – “હે વીતરાગ ! આપના શાસનમાં અથવા આપના આગમશાસ્ત્રોમાં જો કે નિયાણું કરવાની મનાઈ છે.” એ પ્રમાણે થયો. પણ પછી શું ? તે ઉત્તરાર્ધમાં તથા ગાથા-૪માં કહે છે. • તદ વિ મન સેવા ભવે ભવે તુષ્ઠ રતા - તો પણ મારે તો ભવોભવમાં તમારા ચરણોની સેવા પ્રાપ્ત થાઓ. ૦ તર વિ - તથાપિ, તો પણ. ૦ મન દુઝ - મને હોજો - મળજો ૦ સેવા - સેવા, ભક્તિ, ઉપાસના ૨ મ મ - પ્રત્યેક ભવમાં ૦ તદ વર્તi - આપના ચરણોની, તમારા કદમોની અહીં ઉપાસકના ભાવો પ્રગટ થયા છે, હે ભગવન્! આપના પ્રવચનમાં, સિદ્ધાતમાં, આગમમાં નિયાણું કરવાની અર્થાત્ સુઆચરિત તપ, સંયમ કે ક્રિયારૂપ ધર્માનુષ્ઠાનના ફળની માંગણી કે સંકલ્પ કરવાની મનાઈ છે તે વાત હું જાણું જ છું, તો પણ મોક્ષ ન થાય ત્યાં સુધી હું પ્રત્યેક ભવમાં આપના ચરણોની સેવા મળે તેવી અભિલાષા રાખું છું. – આવી અભિલાષા એ એક પ્રકારની પ્રાર્થના છે. તે વાસ્તવિક રીતે નિયાણું નથી પણ “સમ્યકત્વ' છે. આવી પ્રાર્થના શ્રી હેમચંદ્રાચાર્યજી કે શ્રી હરિભદ્રસૂરિજીએ પણ તેમની રચનાઓમાં કરી છે, તેમાં કોઈ નિદાન બંધન થતું નથી પણ પરમાત્માના સાંનિધ્યની ઝંખના છે. કોઈપણ જીવ અપ્રમત્તગુણ સ્થાનકે ન પહોંચે ત્યાં સુધી આવી પ્રાર્થનામાં કંઈ ખોટું નથી. ત્યારપછી (ગાથા-૪માં પણ) આવી બીજી ચાર પ્રાર્થનાઓ છે. (૧) તુવર - દુઃખનો ક્ષય, દુઃખનો નાશ. – શારીરિક અને માનસિક દુઃખોનો નાશ કે તેનો અભાવ થવો તે. – દુઃખનો નાશ બે રીતે થઈ શકે છે (૧) સર્વથા અને (૨) આંશિક. સર્વથા દુઃખનો નાશ તો અશાતા વેદનીય કર્મના સર્વથા ક્ષયથી જ થાય છે પણ આંશિક દુઃખ ક્ષય તો ક્ષયોપશમ ભાવે અનેક વખત થાય. જો જીવ સંસાર અને જન્મ, જરા, મરણને જ દુઃખરૂપ માને તો તેના કારણરૂપ એવા કર્મોનો જ ક્ષય કરવો પડે છે, તે માટે પછીનું પદ મૂકયું છમ્મવવો . – દુઃખ ને એક સ્થિતિ કે સંવેદનરૂપે વિચારવામાં આવે તો તેની અનુભૂતિનો સંબંધ મન સાથે રહે છે. આપણે ઘણી પરિસ્થિતિમાં દુઃખને અનુભવીએ છીએ, પણ સાચી સમજણ અને વીતરાગના માર્ગને પામેલો જીવ એ જ સ્થિતિને દુઃખરૂપ માનતો નથી અથવા જે સ્વરૂપે શરીર, મન, સમાજ આદિની સ્થિતિ સન્મુખ આવે તેને સ્વીકારીને જીવે છે ત્યાં 'દુ:ખલય'ની બીજી વ્યાખ્યા મુજબ દુ:ખની Page #102 -------------------------------------------------------------------------- ________________ જય વિયરાય સૂત્ર-વિવેચન ૧૦૧ અનુભૂતિનો અભાવ સમજવો. (૨) યમો - કર્મનો ક્ષય, કર્મનો અભાવ. – સંસારમાં પરિભ્રમણ કરાવનાર, અનેક પ્રકારના દુઃખ, દુર્ગતિ, દુર્ભાગ્ય આદિનો અનુભવ કરાવનાર કર્યો છે. તેનો ક્ષય થાઓ. – કર્મનો ક્ષય કે નિર્જરા પણ બે પ્રકારે છે (૧) સર્વથા, (૨) દેશથી. દેશથી કર્મનો ક્ષય તો થતો જ રહે છે અને પ્રયત્નપૂર્વક પણ ખપાવાય છે પણ સર્વથા કર્મલય માટે પુરુષાર્થ અને વીતરાગના માર્ગનું અનુસરણ અત્યંત જરૂરી છે. કર્મના સર્વથા અભાવથી જ દુઃખનો સર્વથા અભાવ થઈ શકે છે. તે માટે પહેલા સંવર' તત્ત્વની સાધનાથી આવતા કર્મોને રોકવા પડે છે અને પછી કે સાથે સાથે ‘નિર્જરા તત્ત્વની ઉપાસનાથી વળગેલાં કર્મોને ખેરવવાના અર્થાત્ ક્ષય કરવાનો હોય છે. – “કર્મનો સર્વથા લય' તેને જ તત્ત્વાર્થ સૂત્રકારે “મોક્ષ' કહ્યો છે. તેથી કર્મનો સર્વથા ક્ષય એ સ્પષ્ટતયા મોક્ષની અભિલાષા જ છે. (૩) સમાહિર - સમભાવપૂર્વકનું મૃત્યુ. - સમાધિ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૮ “લોગસ્સ'માં પણ કરાઈ છે. – મરણ એટલે આયુષ્યનો ક્ષય, પ્રાણોનું વિસર્જન. - સમાધિમરણ માટે એક, ત્રણ, છ, દશ, સોળ આદિ બાબતોનું પૂર્વાચાર્યોએ વિવરણ કરેલું છે. જેમકે – (૧) ચિત્તની સ્વસ્થતા કે આત્માના અધ્યવસાયોની નિર્મળતા મરણ સમયે હોવી તે, (૨) ત્રણ પ્રકારમાં દુષ્કૃત ગર્ણ, સુકૃત્ અનુમોદના અને ચાર શરણા એ ત્રણ બાબત ગણાવી છે. - સમાધિ મરણની પ્રાપ્તિ માટે નંદનમુનિના ભવે ભગવંત મહાવીરના જીવે કરેલી આરાધનામાં છ બાબતો હતી – (૧) અતિચાર આલોચના, (૨) ક્ષમાપના, (૩) શુભ ભાવના, (૪) ચાર શરણા, (૫) નમસ્કાર, (૬) વોસિરાવવું-અનશન. - સમાધિ મરણ માટે પર્યન્ત આરાધનામાં દશ અધિકારો કહ્યા છે – (૧) અતિચાર આલોચના, (૨) વ્રત સ્મરણ, (૩) જીવ ખામણા, (૪) અઢાર પાપસ્થાનક વોસિરાવવા, (૫) ચાર શરમાં, (૬) દુષ્કૃત ગર્ણ, (૭) સુકૃત અનુમોદના, (૮) શુભ ભાવના, (૯) અનશન, (૧૦) નવકાર રટણ. – પાસચંદમુનિ રચિત આરાધનામાં આવા ૧૬ અધિકાર છે. – બીજી પણ અનેક રીતે સમાધિમરણની આરાધના કહેવાઈ છે. સારાંશરૂપે કહીએ તો – જેના વડે ચિત્તની સમાહિત સ્થિતિ કે વિક્ષેપરહિત અવસ્થા પ્રાપ્ત થાય કે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનાં યોગ્ય આરાધન થકી સ્વયંભૂ પ્રગટ થાય, આત્મા મોક્ષ પ્રત્યે સ્થાપિત કરાય તેવું પંડિતમરણ' તે સમાધિ મરણ. આવું સમાધિ મરણ હે પ્રભુ ! મને આપની કૃપાથી પ્રાપ્ત થાઓ. ૦ લઘુ દષ્ટાંત :- ધર્મનાથ ભગવંતના શાસનમાં સમવસરણ રચાયું હતું Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ ત્યારે એક ઉંદર પાદપીઠ નજીક આવ્યો, ભૂમિ પર મસ્તક મૂકી પોતાની ભાષામાં કંઈક કહેવા લાગ્યો. ભગવંતે પર્ષદાને કહ્યું કે, પૂર્વભવે સાધુજીવન કરતાં ઉંદરના જીવનને ધન્ય ગણેલું તેના ફળરૂપે આ ઉંદરપણું પામ્યો છે. ઉંદરે પણ ભગવંતના વચનથી જાણ્યું કે પોતે આવી દુર્ગતિ કેમ પામ્યો ? ત્યારપછી તે ઉંદર વનસ્થલી જવા નીકળ્યો. તે વિચારવા લાગ્યો કે અહો આ સંસાર કેવો દુઃખના છેડાવાળો છે ? જીવોના ચિત્ત પણ કેવા ચંચળ છે ? હવે મારે એ જ શ્રેષ્ઠ છે કે નવકારમંત્રની સહાય લઉં, મરીને જ્યાં વિરતિ પ્રાપ્ત થાય ત્યાં જન્મ. એમ વિચારી ઉંદર પોતાના દરના એક ભાગમાં જઈ સર્વ આહારના પચ્ચક્ખાણ કરી, સંસારને દુઃખમય જાણી ભગવંતનું વચન યાદ કરતો રહ્યો. ત્યાં રણની ઉંદરી ચોખા લાવીને મૂકે છે ત્યારે ઉંદરે વિચાર્યું કે દુરંતમંત લક્ષણવાળા હે જીવ ! અનાદિકાળથી જીવને આહારસંજ્ઞા લાગી છે. હવે આહાર ત્યાગ કરી સંસાર તરવાનું નાવ મેળવ. એમ વિચારી આહાર જોઈને લેશમાત્ર હર્ષિત ન થયો. ત્યારે જુદી જુદી ઉંદરીઓ તેને મનાવવા તેને આલિંગન આદિ ઘણી ક્રિયા કરે છે. ૧૦૨ આ વખતે તે ઉંદર વિચારે છે કે આ સ્ત્રીઓ પુરુષને નરકમાં મોકલનારી અને સ્વર્ગમાં વિઘ્ન સમાન છે, સંસારમાં દુઃખનું કારણ છે એમ વિચારી ક્ષોભ પામ્યા વિના ત્રીજે દિવસે મૃત્યુ પામશે, સમાધિમરણના પ્રભાવે મિથિલા નગરીના મિથિલા રાજાની ચિત્રા નામે મહાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ત્યાં મિત્રકુમાર નામ પડાયું. આઠ વર્ષનું પૂર્ણ આયુ થતાં સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો, દીક્ષાના ભાવો ઉત્પન્ન થયા, ત્યાં જ અપૂર્વકરણ, ક્ષપકશ્રેણિ, અનંત એવા કેવળજ્ઞાન કેવળદર્શન ઉત્પન્ન થયા. કેવલોત્પત્તિ સાથે આયુકર્મનો ક્ષય થતાં અંતકૃત્ કેવલ થયા. એક વખતનું સમાધિમરણ અનેક ભવોને અટકાવનારું બન્યું. સર્વથા દુઃખના ક્ષય અને કર્મના ક્ષય માટે આવું સમાધિમરણ મને હે વીતરાગ પ્રભુ ! આપના પ્રભાવથી પ્રાપ્ત થાઓ. (૪) વોહિનામ બોધિલાભ, સમ્યકત્વની પ્રાપ્તિ. વૌધિ - શબ્દની વ્યાખ્યા સૂત્ર-૮ ‘લોગસ્સ’ સૂત્રમાં કરાયેલી છે. સમકિત કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, મોક્ષમાર્ગનાં સાધનોનો લાભ. સર્વથા દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય કે પંડિતમરણ યુક્ત એવા સમાધિ મરણની પ્રાપ્તિ માટે બોધિનો લાભ આવશ્યક છે. આ ચારે વસ્તુની પ્રાપ્તિ થાય કઈ રીતે ? તે જણાવવા ચોથી ગાથાનું છેલ્લું પદ મૂક્યું – સંપન્ન૩ માઁ ઝં તુહ નાહ ! પળામ ળેળ હે નાથ ! આપને પ્રણામ કરવાથી મને આ બધું પ્રાપ્ત થાઓ. ૦ તુરૢ નાહ ! હે નાથ ! (હે ભગવંત !) તમને-આપને. નાહ (નાથ) શબ્દની વ્યાખ્યા જુઓ સૂત્ર-૧૧ ‘જગચિંતામણિ'માં. • पणाम करणेणं પ્રણામ કરવાથી, નમસ્કાર કરવાથી. ● संपजउ मह एअं www - - - . આ બધું મને સાંપડજો - સંપ્રાપ્ત થજો. Page #104 -------------------------------------------------------------------------- ________________ જય વિયરાય સૂત્ર-વિવેચન ૧૦૩ ચોથી ગાથાના આ આખા ઉત્તરાર્ધમાં પરમાત્મા પાસે એક પ્રાર્થના રજૂ કરી છે પણ ઉપાસક પોતાની ઇચ્છિત એવી આધ્યાત્મિક વસ્તુની પ્રાપ્તિ માટે પણ અંતે તો ભગવંતના પ્રણામ ને જ સાધનરૂપ માને છે - તેથી શબ્દો મૂક્યા કે હે નાથ તમને પ્રણામ કરવાથી આ બધું મને પ્રાપ્ત થાઓ. – પ્રણામનો અર્થ નમસ્કાર કરીએ તો સૂત્ર-૧માં “નમો’ શબ્દ અને સૂત્ર૧૩માં પણ “નમો' શબ્દની વ્યાખ્યા કરી જ છે.. – પ્રમ - શબ્દ જ લઈએ તો પ્રકૃષ્ટતયા નમન કરવું તે. – આવું પ્રકૃષ્ટ નમન ચૈત્યવંદન ભાષ્યમાં ત્રણ પ્રકારે જણાવેલું છે – (૧) અંજલિબદ્ધ - બે હાથ જોડી અંજલિ કરી પ્રણામ કરવો. (૨) અર્ધાવનત - કેડથી નમીને હાથ વડે ભૂમિનો સ્પર્શ કરીને પ્રણામ કરવા. (૩) પંચાંગ - બે ઢીંચણ, બે હાથ, મસ્તક પાંચે અંગ જમીનને સ્પર્શે તેવી રીતે ખમાસમણ - પ્રણિપાતની ક્રિયા કરી પ્રણામ કરવો. હવે છેલ્લી ગાથામાં અંત્યમંગલરૂપ શ્લોક છે. જેમાં જૈન શાસનની મહત્તા દર્શાવવામાં આવી છે. જો કે આ સર્વ મંન માન્ય શ્લોક લઘુશાંતિ અને મોટી શાંતિ એ બંનેને અંતે પણ આવે જ છે. તે આ પ્રમાણે છે ૦ સર્વ-સંત-બાંન્ચ - સર્વે મંગલોમાં મંગલરૂપ – આ સમગ્ર પદ જૈનશાસનના વિશેષણરૂપે મૂકાયેલ છે. જેમાંના માત્ર શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧ “નવકારમંત્ર'માં કરાયેલ છે. – લૌકિક અને લોકોત્તર સર્વ મંગલોમાં પણ મંગલરૂપ. ૦ સર્વ-વેચાણ-વાર - સર્વે કલ્યાણોના કારણરૂપ. – કલ્યાણ શબ્દને પ્રાકૃતમાં છેલ્લી કહે છે. શબ્દની વ્યાખ્યા પૂર્વે સૂત્ર-૧૭ “ઉવસગ્ગહરમાં કરાયેલ છે. આ શબ્દનો પ્રયોગ સૂત્ર-૨૦ “છાવવું માં પણ આવશે. – સ્વર્ગ, અપવર્ગ (મોક્ષ) આદિ સર્વ કલ્યાણોના કારણરૂપ. – આ સમગ્ર પદ પણ જૈનશાસનનું વિશેષણ છે. • પ્રધાન સર્વ ઘળાં - સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ કે ઉત્તમ - આ પદ પણ વિશેષણરૂપ જ છે. પણ તેમાં ઘર્મ શબ્દના અર્થ વિશે કોઈ સ્પષ્ટ વિધાન પ્રાપ્ત થયેલ નથી. એક પડાવશ્યક બાલાવબોધમાં એમ જણાવેલ છે કે, “દુનિયાના સર્વે ધર્મોમાં જિનેશ્વરોએ પ્રરૂપેલો જિનધર્મ સર્વોત્તમ-શ્રેષ્ઠ છે. • નૈનં ગતિ શાસનમ્ - જૈન શાસન જયવંતુ વર્તે છે. – જૈન શાસન - જિનોનું પ્રવચન, જિનેશ્વરની આજ્ઞાઓ કે જિનેશ્વરની આજ્ઞાનુસાર પ્રવર્તતો ચતુર્વિધ સંઘ – પૂર્વેના ત્રણ પદો વિશેષણો રૂપ છે અને આ વિશેષ્ય પદ છે. – જયવંતા એવા જૈન શાસનને ઉત્તમ મંગલરૂપ, કલ્યાણના કારણ રૂપ અને Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સર્વે ધર્મોમાં પ્રધાન કહેવામાં આવેલ છે. – વિશેષ કથન : પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ આ સૂત્રને પ્રાર્થના સૂત્ર પણ કહે છે કેમકે શ્રી વીતરાગ ભગવંત પાસે વિશિષ્ટ પારમાર્થિક પ્રાર્થના આ સૂત્રમાં કરવામાં આવી છે. આ સૂત્ર બોલવામાં બે પદ્ધતિ છે. પ્રથમ બે ગાથા મુક્તાશક્તિ નામની મુદ્રાપૂર્વક એટલે કે બે હાથને છીપનો આકાર થાય તે રીતે જોડીને લલાટે રાખવા. પછી બે ગાથા બોલવી. પછી હાથ મુખ પાસે લાવીને યોગમુદ્રાએ અર્થાત્ દશે આંગળી પરસ્પર પરોવી, બંને કોણીઓ પેટ પર ગોઠવી બીજી ત્રણ ગાથા બોલવી. આ સૂત્રનો દૈનિક ક્રિયામાં ઉપયોગ પ્રતિક્રમણ, ચૈત્યવંદનાદિ કરતી વખતે થાય છે. તે આ પ્રમાણે - (૧) વહેલી સવારમાં (રાત્રિ) પ્રતિક્રમણમાં ચૈત્યવંદનોમાં – (ત્રણ વખત) આરંભે એક વખત અને અંતે બે વખત. (૨) પરમાત્મા સન્મુખ (મધ્યમ) ચૈત્યવંદન કરતી વેળાએ. (૩) દેવવંદન કે જે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કહેવાય છે તેમાં. (૪) પચ્ચક્ખાણ પારતી વખતે કરાતા ચૈત્ય વંદનમાં. (૫) ભોજન (આહાર) કર્યા પછી કરાતા ચૈત્યવંદનમાં (૬) રાત્રે સંથારા પોરિસી ભણાવાય ત્યારે તેમાં (અને શ્રાવકો જો માત્ર પ્રતિક્રમણ કરતા હોય તો સામાયિક પારતી વખતે. આ સિવાય પણ જ્યારે જ્યારે મધ્યમ કે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરાય ત્યારે ત્યારે જયવીયરાય સૂત્ર બોલવામાં આવે છે. વિશિષ્ટ ક્રિયારૂપે ચૌમાસીના, મૌન એકાદશીના, જ્ઞાનપંચમીના, દીવાળીના, ચૈત્રીપૂનમના, ગણધરોના આદિ દેવવંદનોમાં પણ બોલાય છે. ૦ પરમાત્મા ભક્તિ આ સૂત્ર પ્રણિધાનરૂપ કહેવાયું છે. કેમકે આ સૂત્રનો ઉપયોગ ચૈત્યવંદન ક્રિયામાં થાય છે, ચૈત્યવંદનનો આધાર ‘શુભ-પ્રણિધાન ઉપર રહેલો છે. આ સૂત્રમાં તેવું પ્રણિધાન મુખ્ય હોવાથી તેને પ્રણિધાન સૂત્ર કહેવાય છે. ૦ આ સૂત્રમાં સર્વ પ્રથમ પરમાત્માને વીતરાગ અને જગદ્ગુરુ એવા સંબોધનથી આમંત્રિત કરાયા છે. તેમને હૃદયમાં સ્થાપન કરીને અથવા તેમની સન્નિહિતતાને સ્વીકારીને પછી તે અરિહંતોના પ્રભાવથી કે તેમના શાસનના પ્રભાવથી આઠ વસ્તુઓની પ્રાપ્તિ થવા માટે પ્રાર્થના કરાઈ છે. જેમાં (૧) ભવ નિર્વેદ, (૨) માર્ગાનુસારિતા, (૩) ઇષ્ટફળસિદ્ધિ, (૪) લોકવિરુદ્ધનો ત્યાગ, (૫) ગુરુજન પૂજા, (૬) પરાર્થ કરણ, (૭) શુભ ગુરુનો યોગ અને (૮) ગુરુવચન સેવના (પાલન) એ આઠનો સમાવેશ થાય છે. આ આઠે પ્રાર્થનામાં પાયારૂપ તત્ત્વો ત્રણ મૂક્યા. (૧) ભવ નિર્વેદ, (૨) માર્ગાનુસારિતા, (૩) ઇષ્ટ ફળ સિદ્ધિ. કેમકે જ્યારે જીવને સંસારનો સંસારના પદાર્થોનો કંટાળો આવે એટલે કે તેના તરફ વિરક્તિ જાગે ત્યારે તે ‘પ્રણિધાન' Page #106 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય સૂત્ર-વિશેષ કથન ૧૦૫ સુધી પહોંચે છે. પછી પ્રવૃત્તિ રૂપે તે મોક્ષરૂપી માર્ગનું અનુસરણ કરે છે. એ રીતે અનુસરતા-અનુસરતા આગળો વધતો જીવ વિનોનો જય કરી મોક્ષરૂપ ઇષ્ટ ફળની સિદ્ધિને પ્રાપ્ત કરે છે. આ સિદ્ધિની પ્રાપ્તિ માટે પાંચ કર્તવ્યો મૂક્યા – (૧) લોક વિરુદ્ધ ત્યાગ, (૨) ગુરુજન પૂજા, (૩) પરાર્થકરણ, (૪) શુભગુરુનો યોગ, (૫) ગુરુવચન સેવના. જ્યારે વ્યક્તિ લોકવિરુદ્ધનો ત્યાગ કરે છે ત્યારે તે નિંદ્ય પ્રવૃત્તિથી દૂર થતો જાય છે, બીજાના દોષ જોવાની વૃત્તિ બંધ થાય છે, કોઈની અવજ્ઞા કરતો અટકી જાય છે. ત્યારપછી ગુરુજન અર્થાત્ વડીલોની પૂજા એટલે કે તેમના પ્રત્યેનો આદર અને સન્માન કરતા કરતા તે જીવમાં વિનય અને કૃતજ્ઞતાનો ગુણ પ્રગટ થાય છે અને પરાર્થકરણ' દ્વારા બીજાનું ભલું કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ થકી તે કારુણ્ય ભાવનાવાળો બને છે. આ રીતે તેના મન, વચન, કાયાની શુદ્ધિ થયા બાદ સદ્ગુરુના સતત સંયોગથી અને તેમના સદુપદેશ અનુસાર ચાલવાની-વર્તવાની શરૂઆત કરે છે ત્યારે તેને વધારે ભવો કરવા પડતા નથી. કેમકે સૂત્રમાં ઉપરોક્ત આઠે અભિલાષાઓ કોઈ એક દિવસ કે અમુક સમય માટે કરવામાં નથી આવી પણ ત્યાં ‘સામવમવંડી' કહ્યું છે. તેથી જ્યાં સુધી કે જેટલો કાળ સંસારમાં ભ્રમણ કરે ત્યાં સુધી આઠે વસ્તુઓ જાતે મળતી રહે તેવી પ્રાર્થના પૂર્વક તે પ્રણિધાન કરી રહ્યો છે. આગળની ગાથાઓમાં પણ પરમાત્માના ચરણની નિત્ય સેવના દ્વારા તેણે દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને બોધિલાભની જ માંગણી કરી છે, એક વખત બોધિનો લાભ થાય પછી સખ્યત્વી જીવનું મરણ પ્રાયઃ સમાધિયુક્ત બને. સમાધિમરણ પામેલા જીવનું ભવભ્રમણ ઘણું જ ઓછું થઈ જાય છે. તે જીવ કર્મનો ક્ષય કરવા ઉદ્યત બને છે. કર્મનો ક્ષય થતા દુઃખનો પણ ક્ષય થાય છે. માત્ર પૂર્વ શરત યાદ હોવી જોઈએ કે “ભવોભવ પરમાત્માના ચરણની સેવના''થી આ બધી પ્રાર્થના ફળે છે. ૦ સૂત્ર સંબંધી સાહિત્ય(૧) લલિત વિસ્તરા-ચૈત્યવંદન વૃત્તિમાં પહેલી બે ગાથા પર વિવેચન છે. (૨) પંચાશક ગ્રંથમાં પણ પહેલી બે ગાથા પર વિવેચન છે. (૩) યોગશાસ્ત્રના સ્વોપજ્ઞ વિવરણમાં પણ બે ગાથાનું વિવેચન છે. (૪) ધર્મસંગ્રહમાં પણ બે ગાથાના વિવરણનો સંગ્રહ છે. (૫) દેવવંદન ભાષ્યમાં પણ પહેલી બે ગાથાની ગણના છે. (૬) ચૈત્યવંદન મહાભાષ્યમાં પાંચે ગાથા છે પણ ક્રમ જુદો છે. (૭) પડાવશ્યક બાલાવબોધોમાં પાંચે ગાથાના અર્થો મળે છે. (૮) છેલ્લી માંગલિક ગાથા તો સ્પષ્ટતયા પ્રક્ષેપ જણાય છે, કેમકે તેનો પ્રક્ષેપ લઘુશાંતિ અને મોટી શાંતિના અંતે પણ થયો છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ - સૂત્રનોંધ :– આ સૂત્ર આવશ્યક આદિ કોઈ આગમમાં જોવા મળતું નથી. - સંવત ૧૫૦૧માં હેમહંસગણિ રચિત બાલાવબોધમાં જણાવ્યા મુજબ આ સૂત્રની પહેલી બે ગાથા ગણધરકૃત છે પછીની ત્રણ ગાથા પૂર્વાચાર્ય કૃત્ છે. – આ સૂત્રની પહેલી વાર ગાથા “ગાહા' છંદમાં અને આર્ષ પ્રાકૃત ભાષામાં છે જ્યારે છેલ્લી ગાથા “સિલોગો' છંદમાં અને સંસ્કૃતમાં છે. - આ સૂત્રમાં સંપદા-૨૦, ગાથા-૫, પદ-૨૦, ગુરુવર્ણ-૧૯, લઘુવર્ણ૧૭૨ છે. – ઉચ્ચારમાં જોડાક્ષર કે અનુસ્વારની ભૂલો તો જોવા મળે જ છે. પણ મોટે ભાગે જઈ વીરાય બોલતા હોય છે “જય વીયરાય' બોલવું જોઈએ. — - X — X Page #108 -------------------------------------------------------------------------- ________________ અરિહંત-ચેઈયાણં સૂત્ર સૂત્ર-૧૯ અરિહંત-ચેઈયાણં સૂત્ર ચૈત્યસ્તવ સૂત્ર # સૂત્ર-વિષય :- આ સૂત્ર અરિહંત ચૈત્યો કે અર્હત્ પ્રતિમાઓ અર્થે કાયોત્સર્ગ માટે રચાયેલ છે. જેમાં કાયોત્સર્ગના વંદન આદિ છ કારણો અને તે વખતે રાખવી જોઈતી શ્રદ્ધા આદિ પાંચ ભાવના કે સાધનોનું વર્ણન છે. - સૂત્ર-મૂળ : અરિહંત-ચેઈયાણ કરેમિ કાઉસ્સગ્યું. વંદણ વત્તિયાએ, પૂઅણ વત્તિયાએ, સક્કાર વત્તિયાએ, સમ્માણ વત્તિયાએ, બોહિલાભ વત્તિયાએ, નિરુવસગ્ગ વત્તિયાએ. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુહાએ, વડુમાણીએ; ઠામિ કાઉસ્સગ્ગ, – શબ્દજ્ઞાન :અરિહંત - અરિહંત, અર્હત્ કરેમિ - કરું છું, કરવા ઇચ્છુ છું વંણવત્તિયાએ - વંદન નિમિત્તે સક્કારવત્તિયાએ સત્કાર નિમિત્તે બોહિલાભવત્તિયાએ - બોધિ નિમિત્તે સહાએ શ્રદ્ધા વડે - ॥ સૂત્ર-અર્થ : અરિહંત ચૈત્યો (અર્હત્ પ્રતિમાઓ)ની વંદનાદિ અર્થે હું કાયોત્સર્ગ કરું છું. (કરવાને ઇચ્છુ છું.) (૧) વંદન નિમિત્તે, પૂજન નિમિત્તે, (વસ્ત્રાદિથી) સત્કાર નિમિત્તે, (સ્તુતિ આદિથી) સન્માન નિમિત્તે, બોધિલાભ નિમિત્તે, ઉપસર્ગરહિત સ્થાન અર્થાત્ મોક્ષના નિમિત્તે (હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું) ·(2) વધતી જતી એવી શ્રદ્ધા વડે બુદ્ધિ વડે - ધૃતિ વડે-ધારણા વડે અને અનુપ્રેક્ષા વડે હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું. - (3) - ૧૦૭ ધીઈએ - ધૃતિ-ધીરજ વડે અણુપ્તેહાએ - અનુપ્રેક્ષા વડે ઠામિ - રહું છું, સ્થિર થાઉં છું - (૧) (૨) (૩) ચેઈયાણું - ચૈત્યોની, પ્રતિમાઓની કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગ પૂઅણવત્તિયાએ - પૂજન નિમિત્તે સમ્માણવત્તિયાએ - સન્માન નિમિત્તે નિરુવસગ્ગવત્તિયાએ - મોક્ષ નિમિત્તે મેહાએ - મેધા-બુદ્ધિ વડે ધારણાએ - ધારણા વડે વઢમાણીએ - વૃદ્ધિ પામતી કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગમાં Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨ : વિવેચન : કાયોત્સર્ગ માટે પૂર્વે બે સૂત્રો આવ્યા. સૂત્ર-૬ ‘તસ્સઉત્તરી' અને સૂત્ર-૭ “અન્નત્થ' સૂત્ર જેમાં કાયોત્સર્ગના ઉત્તરીકરણ આદિ ચાર કરણો અને વસિUi આદિ આચારોનું વર્ણન કરાયેલ છે. તેમજ તે સૂત્રોના વિવેચનમાં કાયોત્સર્ગનો અર્થ, સ્વરૂપ, મહત્ત્વ, સમય આદિ અનેક વિષયોનું વિસ્તૃત વિવરણ કરવામાં આવેલ છે. અરિહંત ચેઇયાણ' નામક આ સૂત્રમાં પણ કાયોત્સર્ગ કરીશ એવી પ્રતિજ્ઞા જણાવીને કયા સાધનો અને કયા નિમિત્તે કાયોત્સર્ગ પ્રવૃત્તિ કરવાની છે તેની વિચારણા કરાયેલ છે. અરિહંત ચેઇયાણં સૂત્ર ચાર હિસ્સામાં વહેંચાયેલ છે. (૧) કાયોત્સર્ગ પ્રતિમા - કરેમિ કાઉસ્સગ્ગ – “હું કાયોત્સર્ગ કરીશ' એવી પ્રતિજ્ઞા છે. (૨) છ નિમિત્તો - “વંદણવત્તિયાએ' આદિ છ નિમિત્તોથી કે છ કારણોથી આ કાયોત્સર્ગ કરવાનો છે. (૩) પાંચ સાધનો - આ કાયોત્સર્ગ માટે પાંચ સાધનો બતાવાયા છે. તે મુજબ - સદ્ધાએ, મેહાએ આદિ પાંચ સાધન વડે કાયોત્સર્ગ કરવાનો છે. (૪) કાયોત્સર્ગ પ્રવૃત્તિ - 'ઠામિ કાઉસ્સગ્ગ' દ્વારા પૂર્વોક્ત છ નિમિત્તો અને પાંચ સાધનો વડે કાયોત્સર્ગની પ્રવૃત્તિ કરવાની છે. આટલી “ભૂમિકા' પછી અહીં સૂત્રના પ્રત્યેક શબ્દોની વિવેચના આવશ્યક સૂત્રની ચૂર્ણિ અને વૃત્તિને આધારે કરેલ છે. તેમજ આ સૂત્ર સંબંધી અનેક વિશેષ કથનીય બાબતો વિશેષ કથન' વિભાગમાં નોંધી છે. • કાયોત્સર્ગ પ્રતિજ્ઞા - રિહંત વૈયા કરેમિ વિરામ ૦ રિહંત - આ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧ નમસ્કાર મંત્રમાં જોવી. ૦ ૨M - ચૈત્યો - જિનાલયો કે જિનપ્રતિમાજી. આ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧૪ “જાવંતિ ચેઈઆઈમાં જોવી. ૦ રિહંત વેફયા - અર્વતોના ચૈત્યો કે અરિહંત પ્રતિમાઓ. – અહીં “ચૈત્ય' શબ્દ પ્રતિકૃતિ કે પ્રતિમાના અર્થમાં વપરાયેલો છે. આવશ્યક ચૂર્ણિકાર કહે છે કે ચૈત્ય એટલે કાષ્ઠકર્માદિ પ્રતિકૃતિ. – આવશ્યક વૃત્તિમાં પણ કહે છે કે, અશોક આદિ આઠ મહાપ્રાતિહાર્ય રૂપ પૂજાને યોગ્ય હોવાથી તેઓ અત્ત કહેવાય છે. આ શબ્દ તીર્થકરોનો પર્યાયવાચી શબ્દ છે. ચૈત્યનો અર્થ પ્રતિમાલક્ષણ કર્યો છે. અહીં આ રીતે ચૈત્ય શબ્દની વ્યુત્પત્તિ જાણવી. વિત્ત એટલે અંતઃકરણ, તેને ભાવ કે કર્મમાં પણ પ્રત્યય લાગી ચૈત્ય શબ્દ બન્યો. અહંતોની પ્રતિમા ચિત્તમાં પ્રશસ્ત સમાધિ ઉત્પન્ન કરતી હોવાથી તેને ચૈત્ય કહે છે. - લલિત વિસ્તરામાં પણ જણાવે છે કે, ચિત્તને સમાધિ ઉત્પન્ન કરનારાં Page #110 -------------------------------------------------------------------------- ________________ અરિહંત-ચેઈયાણં સૂત્ર-વિવેચન ૧૦૯ ભાવ અન્તોની પ્રતિમાઓને અત્ ચૈત્ય કહે છે. - યોગશાસ્ત્રમાં આ જ વ્યાખ્યા થોડા વિસ્તારથી બતાવી - અંતઃકરણ એટલે ચિત્ત. ચિત્તનો ભાવ કે તેનું કાર્ય તેને ચૈત્ય કહે છે. સિદ્ધહેમ વ્યાકરણ સૂત્ર૭/૧/પ૯ મુજબ ‘ટ્ય' પ્રત્યય લાગવાથી ચૈત્ય બને છે. તેનું બહુવચન ચૈત્યો થાય છે. અરિહંતોની પ્રતિમાઓ ચિત્તમાં સમાધિરૂપ ભાવને ઉત્પન્ન કરનારી હોવાથી (સાધનમાં સાધ્યનો ઉપચાર કરીને) તેને પણ ચૈત્ય કહેવામાં આવે છે. – ઉવવાઈ સૂત્રમાં ચૈત્ય નો અર્થ “દેવાયતન' કર્યો છે. બૃહત્કલ્પસૂત્રમાં જિનબિંબ કર્યો છે. ૦ વમ - કરું છું, કરવા ઇચ્છું છું. જુઓ સૂત્ર-૯ “રેમિ ભંતે'. ૦ વાઉસ - કાયોત્સર્ગ. વિવેચન જુઓ સૂત્ર-૬ “તસડત્તરી’. -૦- આવશ્યક સૂત્ર વૃત્તિમાં જણાવે છે કે, વરેમિ એ પહેલા પુરુષ એકવચનનું રૂપ છે. જે બોલનાર વ્યક્તિ પોતા માટે બોલે છે અને વાયો - શરીરનો ત્યાગ. કઈ રીતે ? નિયત આકાર ધારણ કરીને (પદ્માસન કે ઉભા ઉભા કે જિનમુદ્રા આદિ) સ્થાન, મૌન, ધ્યાન ક્રિયા સિવાયની અન્ય સર્વ ક્રિયાનો પરિત્યાગ. -૦- યોગશાસ્ત્રમાં આ વ્યાખ્યાને વધુ સ્પષ્ટ કરી છે - “જ્યાં સુધી જિનમુદ્રાવાળા મારા શરીરથી કાઉસ્સગ્ન કરું ત્યાં સુધી કાયાથી અમુક આકાર, વચનથી મૌન અને મનથી ધ્યાન (સૂત્રપાઠ અને અર્થના આલંબન રૂપધ્યાન) એ ત્રણ સિવાય બાકીની મન, વચન, કાયાની સર્વ ક્રિયાઓનો ત્યાગ કરું છું. આ પ્રમાણે આ પાઠથી પ્રતિજ્ઞા કરી. અહીં આવશ્યક વૃત્તિકાર જણાવે છે કે, અત્ ચૈત્યોનો કાયોત્સર્ગ શા માટે કરવાનો? તેની સ્પષ્ટતા સૂત્રમાં નથી, પણ રિહંત વેરૂયા શબ્દ પછી “મંડૂકહુતિ ન્યાયે પછીના બે પદ છોડીને વંદનપ્રત્યય આદિ પદનો સંબંધ જોડવો. એટલે અત્ ચૈત્યોના વંદન આદિ નિમિત્તે કાયોત્સર્ગ કરું છું તેમ જાણવું. હવેના છ શબ્દોથી કાયોત્સર્ગનો હેતુ, નિમિત્ત કે કારણો જણાવ્યા છે – (૧) વંદન, (૨) પૂજન, (૩) સત્કાર, (૪) સન્માન, (૫) બોધિલાભ, (૬) નિરપસર્ગ. આ છે નિમિત્તોથી કે છ હેતુઓથી કાયોત્સર્ગ કરું છું. આ છ એ શબ્દોમાં સામાન્ય એવો શબ્દ છે “વરિયાઈ'. વરિયાએ એટલે શું ? આવશ્યક વૃત્તિકાર કહે છે કે વત્તિય એટલે પ્રત્યય. જેનો અર્થ છે તે નિમિત્તે, મને કાયોત્સર્ગથી આ ફળ કઈ રીતે પ્રાપ્ત થાય તેવી ભાવના. યોગશાસ્ત્ર આદિમાં આ જ વાત જણાવી છે કે વરિયાપુ એ પ્રત્યય નું આર્ષ પ્રયોગથી થયેલ રૂપ છે. તેનો અર્થ નિમિત્તે અથવા (વંદનાદિ) થાઓ અથવા કાયોત્સર્ગથી મને (વંદનાદિનો) લાભ મળો. એમ સમજવું. (૧) વંતરિયાઈ વંદન પ્રત્યય વડે, વંદનના નિમિત્તે, વંદન માટે. – વંદન એટલે પ્રણામ, નમસ્કાર, અભિવાદન આદિ. તે બે પ્રકારે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ દ્રવ્યથી મસ્તક નમાવવું, હાથ જોડવા વગેરે. ભાવથી સામા વ્યક્તિની મહત્તા અને પોતાની લઘુતાનો સ્વીકાર કરવો. નામસ્મરણ, સ્તુતિ, નમન આદિ તથા મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ એ વંદન છે. આવશ્યક વૃત્તિકાર કહે છે વંદન એટલે અભિવાદન. તેનો ભાવાર્થ કાયા, વાણી, મનની પ્રશસ્ત પ્રવૃત્તિ છે. કાયોત્સર્ગ દ્વારા મને ચૈત્યો-પ્રતિમાઓના વંદનનો લાભ થાઓ. અથવા ચૈત્યોની વંદના નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું એમ અર્થ સમજવો. ભાવના :- તીર્થંકર પરમાત્માનો જીવ દેવલોકમાંથી ચ્યવીને માતાના ગર્ભમાં આવે ત્યારે ત્રણે ભુવનમાં આનંદની લહેર ઉઠે. દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થાય. અવધિજ્ઞાન વડે નિરખતો શક્રેન્દ્ર અત્યંત હર્ષિત થઈને બે હાથ જોડી, મસ્તકે અંજલી કરી તુષ્ટ મન વડે નમ્રુત્યુર્ણ અરિહંતાણં આદિ વિવિધ શબ્દોથી પ્રભુની ઉત્કૃષ્ટ વંદના કરે છે. - આ કે આવી ઉત્કૃષ્ટ વંદનાનો લાભ આ કાયોત્સર્ગથી મને થાઓ. (૨) બળવત્તિયા! - પૂજનના પ્રત્યય વડે, પૂજન નિમિત્તે, પૂજન માટે. પૂજન એટલે પૂજા, આરાધના કે ઉપાસના. તે બે પ્રકારે છે. દ્રવ્યથી સુગંધી ચૂર્ણ, કેશર, બરાસ, પુષ્પ આદિથી કરાય તે, ભાવથી-વિનય અને ભક્તિ દ્વારા પૂજાય તે. આવશ્યક વૃત્તિકાર કહે છે - ગંધ-માલ્ય આદિ વડે અર્ચન કરવું તે પૂજન. આ જ વ્યાખ્યા લલિતવિસ્તરા, યોગશાસ્ત્ર આદિમાં પણ કહી છે. આવા પૂજન નિમિત્તે કે પૂજનનો લાભ થાય તે હેતુથી કાયોત્સર્ગ કરું છું. ભાવના :- જ્યારે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય ત્યારે સમગ્ર વિશ્વમાં આનંદનું વાતાવરણ છવાઈ જાય છે. ઇંદ્રાદિ દેવો પોતાના કલ્પ મૂજબ અરિહંત પરમાત્માને મેરુ પર્વત પર લઈ જાય છે, ત્યાં રત્નમયી શીલા પર સ્નાત્ર વડે જિનેશ્વરનો અભિષેક કરે છે. ઇત્યાદિ... હું આવી પૂજા કરનારો ક્યારે બનું ? તે નિમિત્તે કાયોત્સર્ગમાં ચિંતવના કરે. (૩) સારવત્તિયા! - સત્કાર પ્રત્યય વડે, સત્કાર નિમિત્તે, સત્કાર માટે. સત્કાર એટલે આદર કરવો તે. દ્રવ્યથી સત્કાર એટલે આસન આપવું, વંદન કરવું, ભોજન-પાન કે વસ્ત્રાદિ આપવા વગેરે ભાવથી સત્કાર એટલે મનમાં ઉત્કટ આદરભાવ રાખવો તે. - આવશ્યક વૃત્તિકાર જણાવે છે કે, સત્કાર એટલે ઉત્તમ વસ્ત્ર, આભરણ આદિ વડે અર્ચન કરવું તે. (આ જ અભિપ્રાય યોગશાસ્ત્ર આદિ ગ્રંથકારોનો છે.) સત્કાર શબ્દના વિવિધ આગમોમાં કરાયેલા અર્થો : - (ઉત્તરાધ્યયન) સત્કાર એટલે અર્ધ આસનાદિ આપવું તે. (ઠાણાંગ) સત્કાર એટલે સ્તવન વંદનાદિ કે વસ્ત્રાદિ વડે કરાય તે. Page #112 -------------------------------------------------------------------------- ________________ અરિહંત-ચેઈયાણં સૂત્ર-વિવેચન ૧૧૧ (ઓહનિસ્તુત્તિ) સત્કાર એટલે વંદન-અભ્યત્થાન આદિ. (ભગવતી) સત્કાર એટલે વંદનાદિ વડે આદર કરવો, વસ્ત્રાદિનું દાન દેવું. (આવશ્યક) સત્કાર એટલે અભ્યત્થાન, આસનદાન, વંદન, અનુવ્રજનાદિ. – આવા સત્કાર નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. ૦ ભાવના :- તીર્થંકર પરમાત્મા ઊંચા રાજવંશી કુલોમાં જન્મે છે. ઉત્કૃષ્ટ પુન્ય પ્રકૃત્તિને લીધે સદા સર્વદા દ્રવ્ય અને ભાવથી આદર સત્કાર પામે છે. તેઓ દેશના દેતા વિરમે ત્યારે લોકો ચોખા વડે પ્રભુને વધાવે છે. અહીં લોકો એટલે ચક્રવર્તીથી માંડીને સામાન્ય રાજા પર્યન્ત જે દેશના સાંભળવા આવેલા છે. તેમજ શ્રાવક-નગરજન સર્વે (શાલી) ચોખા વડે વધાવે છે. શુદ્ધ જળ વડે રાંધેલા ચોખા, અર્ધ ફૂલેલા ચોખાને રત્નના થાળમાં ભરી સર્વ શૃંગાર સજી સૌભાગ્યવંતી સ્ત્રીના મસ્તક પર ધારણ કરાવે, દેવતા તેમાં સુગંધી દ્રવ્ય નાંખે. અનેક પ્રકારના ગીત-વાદ્ય પૂર્વક તે બલિ પરમાત્મા પાસે લઈ જવામાં આવે, સમોસરણના પૂર્વ ધારેથી તેનો પ્રવેશ કરાવે. બલિપાત્ર આવે ત્યારે પરમાત્મા ક્ષણવાર દેશના દેતા વિરમે. ચક્રવર્તી કે રાજા આદિ શ્રાવકો તે બલિ સામે ત્રણ પ્રદક્ષિણા આપે. પરમાત્માના ચરણો પાસે આવી પૂર્વ દિશામાં ઉભા રહી પ્રૌઢ મુષ્ટિ વડે સર્વે દિશાઓમાં તે બલિ ફેંકવા વડે કરીને પરમાત્માને વધાવે છે. ત્યારે તેનો અડધો ભાગ આકાશમાં દેવતા ગ્રહણ કરી લે છે. ચોથો ભાગ બલિના કર્તા આગેવાન લે છે. બાકીનો ચોથો ભાગ લોકો જેમ મળી શકે તેમ લઈ લે છે. આવા બલિનો માત્ર એક કણ માથે મૂકે તો પણ સર્વ રોગ શમી જાય છે. છ માસ સુધી નવો રોગ થતો નથી, જિન પ્રતિમાને થતી અંગરચના કે વસ્ત્રાભૂષણ વડે પણ સત્કાર કરાય છે. આવો દ્રવ્ય કે ભાવ સત્કારનો લાભ મને ક્યારે મળે તેવું કાયોત્સર્ગમાં ચિંતવે. ૦ પ્રશ્ન :- આવશ્યક વૃત્તિકારે અને તદનુસારે યોગશાસ્ત્રમાં પણ અહીં એક સંશય ઉભો કરે છે કે, (જો ગંધમાલ્યાદિથી અર્ચન એ પૂજન કહેવાય અને વસ્ત્ર આભરણાદિથી અર્ચન એ સત્કાર કહેવાય તો) આ બંને કૃત્યો તો દ્રવ્યપૂજા રૂપ છે. મુનિઓને તે ઉચિત નથી અને શ્રાવકોને તો સાક્ષાત્ તે તે દ્રવ્યોથી પૂજન-સત્કાર કરી શકાતો હોવાથી કાયોત્સર્ગ દ્વારા પૂજન-સત્કારની પ્રાર્થના તેને પણ નિષ્ફળ છે. સમાધાન :- સાધુને સ્વયં દ્રવ્ય પૂજનનો નિષેધ છે અને કરે તો પણ પ્રાયશ્ચિત્ત આવે. આ વાત સત્ય છે. પણ સાધુને ઉપદેશ દેવાનો કે અનુમોદના કરવાનો નિષેધ નથી. શ્રાવક માટે તો કહ્યું જ છે કે, સર્વ વિરતિને ન પામેલા શ્રાવકને સંસાર ઘટાડવા માટે દ્રવ્ય સ્તવ યોગ્ય જ છે. વળી જિનમંદિરનું નિર્માણ, જિનમૂર્તિ પધરાવવી, જિર્ણોદ્ધાર કરાવવા આદિનો ઉપદેશ તો સાધુએ કરવાનો અધિકાર છે જ. વળી બીજાએ કરેલ સત્કાર આદિની અનુમોના પણ સાધુ કરે તો તેનો નિષેધ નથી. ટૂંકમાં સાધુને પૂજા સત્કારની પ્રાર્થનાનો નિષેધ નહીં હોવાથી અને શ્રાવકને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ દ્રવ્ય સ્તવ ઉપરાંત કાયોત્સર્ગ દ્વારા આવી પ્રાર્થનાથી વિશેષ લાભનું કારણ હોવાથી કાયોત્સર્ગમાં કોઈ દોષ નથી. (ભાવ પૂજા કે ભાવ સત્કારરૂપે તો દોષનો પ્રશ્ન જ થતો નથી.) સન્માન પ્રત્યય વડે, સન્માન નિમિત્તે, સન્માનાર્થે. સન્માન એટલે સ્તુતિ, સ્તવના કે ગુણકિર્તન. તે દ્રવ્યથી વાણી વડે અને ભાવથી વિનય વડે થાય છે. (४) सम्माणवत्तियाए W આવશ્યક વૃત્તિ મુજબ- સ્તુતિ આદિ વડે ગુણોત્કીર્તન કરવું તે સન્માન. અહીં સ્તુતિ-સ્તવનાદિ કરવું તે સન્માન જાણવું. બીજા કહે છે કે, માનસિક પ્રીતિ (બહુમાન)ને સન્માન કહેવાય. તે સન્માન નિમિત્તે અથવા મને સન્માનનો લાભ મળે તે ભાવથી કાયોત્સર્ગ કરું છું. ભાવના :- તીર્થંકર પરમાત્મા સંસારમાં રહ્યા છતાં ભાવથી તેમાં લેપાતા નથી. ભોગો પણ કર્મ ખપાવવા માટે જ ભોગવે છે, છતાં વિરક્ત રહે છે અને લોકાંતિક દેવોની વિનંતી સહ પોતાનો પ્રવ્રજ્ય કાળ અવધિજ્ઞાનથી જાણવા વડે તેઓ સંસારનો ત્યાગ કરી પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે. તેઓના દીક્ષા-નાણ આદિ કલ્યાણકો સમયે મહોત્સવપૂર્વક દેવો ઉજવણી ભારે સન્માનપૂર્વક કરે છે. મને આવા ઉત્કૃષ્ટ સન્માનનું નિમિત્ત ક્યારે મળે તેવું કાયોત્સર્ગ થકી ચિંતવે. (૫) વોહિતામવૃત્તિયાપુ - બોધિલાભના નિમિત્તે, બોધિલાભ માટે. વોદિ શબ્દનું વિવેચન સૂત્ર-૮ ‘લોગસ્સ'માં જુઓ. વોહિનામ શબ્દ માટે સૂત્ર-૧૮ ‘જયવીયરાય' જુઓ. અર્હત્ પ્રણિત ધર્મની પ્રાપ્તિ કે પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ તે બોધિલાભ. તેના નિમિત્તે કાયોત્સર્ગ કરું છું. આવશ્યક વૃત્તિકાર કહે છે કે, વંદન, પૂજન, સત્કાર, સન્માન પણ કયા હેતુથી કરવામાં આવે છે ? બોધિલાભને માટે કરાય છે. બોધિલાભ એટલે અરિહંત ભગવંતે કહેલા ધર્મની પ્રાપ્તિ. તે પ્રાપ્ત કરવા માટે વંદન આદિ ચારે કરવા. ૦ ભાવના :- દીક્ષા લઈને તીર્થંકર પરમાત્મા દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચારિત્રબોધિ વડે અનુક્રમે શુક્લ ધ્યાનમાં આરૂઢ થઈને ચાર ઘાતીકર્મનો ક્ષય કરી કૈવલ્યઋદ્ધિને પ્રાપ્ત કરે છે. તેથી કાયોત્સર્ગમાં ચિંતવવું કે જે બોધિ વડે પરમાત્માને પણ કૈવલ્ય ઋદ્ધિ મળી, તે બોધિ મને પણ પ્રાપ્ત થાઓ. निरुवसग्ग પણ આ બોધિલાભ પણ શા માટે ? તેનો ઉત્તર આપે છે ત્તિયાળુ - નિરૂપસર્ગ સ્થિતિની પ્રાપ્તિ માટે. (૬) નિવત્તળવત્તિયા - નિરુપસર્ગ અર્થાત્ મોક્ષના નિમિત્તે. – ઉપસર્ગ એટલે ઉપદ્રવ, તેનાથી રહિતપણું તે નિરુપદ્રવ સંસારમાં સૌથી મોટો ઉપદ્રવ તે જન્મ, જરા, મરણ છે. જન્મ, જરા, મરણ રહિતતા એટલે મોક્ષ અને તે મોક્ષ પ્રાપ્ત કરવાની ભાવથી કાયોત્સર્ગ કરું છું. ૦ ભાવના :- તીર્થંકર પરમાત્મા તીર્થની સ્થાપના કરી તીર્થંકર નામકર્મનો --- - - Page #114 -------------------------------------------------------------------------- ________________ અરિહંત-ચેઈયાણં સૂત્ર-વિવેચન ૧૧૩ ઉપભોગ કરે છે. પણ જ્યારે નિર્વાણ સમય નજીક આવે ત્યારે શૈલેશીકરણ કરી સર્વ યોગોને રૂંધી ‘અયોગીકેવલી' નામક ચૌદમાં ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. પછી ધનુષમાંથી બાણ છૂટે તેમ શરીરમાંથી આત્મા છૂટીને ઉર્ધ્વગતિ વડે સિદ્ધશિલાએ પહોંચે છે અને નિરુપસર્ગ સ્થિતિ પામે છે. આવી નિરુપસર્ગ સ્થિતિ એટલે કે મોક્ષ મને ક્યારે મળે ? તેમ કાયોત્સર્ગ કરતી વખતે ચિંતવે. ૦ લઘુ દૃષ્ટાંત :- દ્વારિકા નામે નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ નામે રાજા હતો. તેને ધારિણી નામે રાણી હતી. તેઓના એક પુત્રનું નામ ગૌતમ હતું. કોઈ વખતે અત્ અરિષ્ટનેમિ દ્વારિકામાં પધાર્યા. સમવસરણ રચાયું. ચારે નિકાયના દેવો આવ્યા, કૃષ્ણ પણ નીકળ્યા, તે વખતે જનસમૂહના શબ્દો અને જનકોલાહલને સાંભળીને અને જોઈને ગૌતમકુમાર પણ નીકળ્યા. ધર્મશ્રવણ કર્યા પછી દીક્ષા લેવાની ભાવના જાગી. માતા-પિતાની અનુમતિને પામીને દીક્ષા ગ્રહણ કરી. ભગવંત અરિષ્ટનેમિના સ્થવીરો પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અનેક પ્રકારનો તપ કર્યો. ત્યારપછી ભગવંતની આજ્ઞા લઈને ભિક્ષુપ્રતિમાની આરાધના કરી. બારે ભિક્ષુપ્રતિમાની આરાધના કર્યા પછી ગુણરત્ન સંવત્સર નામે મહાનું તપ કર્યો. પોતાની કાયા કૃશ થયેલી જાણીને ભગવંત પાસે અનશન કરવાની આજ્ઞા માંગી. ભગવંતની આજ્ઞાપૂર્વક શત્રુંજય પર્વત પર Wવીરો સાથે જઈને અનશન સ્વીકાર્યું. કાયોત્સર્ગમાં લીન થઈ ગયા. એ રીતે એક માસના અનશનપૂર્વક કાયાના મમત્વનો ત્યાગ કરીને રહેલા એવા ગૌતમ મુનિ અંતે કેવળી થઈને નિરુપસર્ગ સ્થિતિ એટલે મોક્ષને પામ્યા. આ રીતે કાયોત્સર્ગ દ્વારા વંદન, પૂજન, સત્કાર, સન્માન એ બધાં હેતુઓ જણાવ્યા તે તો યોગ્ય જ છે. પણ આ બધા હેતુ સિદ્ધ જેને માટે કરવાના છે તે બોધિલાભની પ્રાપ્તિ અને અંતે મોક્ષરૂપ ફળ પામવું તે જ કાયોત્સર્ગનો મુખ્ય હેતુ છે, તે સિદ્ધ કરવા પુરુષાર્થ કરવો જોઈએ. આવશ્યક વૃત્તિકાર જણાવે છે કે - આ રીતે, ઉક્ત નિમિત્તોથી કાયોત્સર્ગ કરતો હોવા છતાં જો તે જીવ શ્રદ્ધા આદિ પાંચ સાધનોથી રહિત હોય તો તેની અભિલાષા-ઇષ્ટ પ્રયોજન સિદ્ધ થઈ શકતું નથી. તેથી કાયોત્સર્ગની સિદ્ધિ માટે જરૂરી એવા પાંચ સાધનો જાણવા જરૂરી છે. આ પાંચ સાધનો છે – શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા. પણ સૂત્રકારે તેની સાથે એક સુંદર અનુસંધાન જોડી દીધું વાળી, શબ્દ થકી. વડ્ડમાળીસદ્ધU, વમળીમેહા, ઇત્યાદિ સમજવું. ૦ વરાળ એટલે વધતી જતી, વૃદ્ધિ પામતી. – આ શબ્દ ભલે શ્રદ્ધાદિ પાંચ સાધનોને અંતે મૂકાયો, પણ તે પાંચે સાધનો સાથે સંબંધ ધરાવે છે. તેથી “શ્રદ્ધા' આદિ કાયોત્સર્ગના સાધન ખરા, પણ અહીં માત્ર “શ્રદ્ધા-આદિ' કહીશું તો અર્થ અપૂર્ણ રહેશે. પુરો અર્થ લેવા માટે વધતી જતી [2] 8] Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રદ્ધા, વધતી જતી મેઘા એમ સમજવું જોઈએ. — આ શ્રદ્ધા આદિ પાંચે સાધનોનું વિવરણ આ પ્રમાણે છે— (૧) સહાપ્ શ્રદ્ધા વડે. . - મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમથી મનમાં જે નિર્મળતા પ્રગટે છે, તે ‘શ્રદ્ધા' કહેવાય છે અથવા - ચિત્તમાં રહેલા સંશય (એટલે કે સંદેહ કે શંકા), વિપર્યવ (એટલે કે વિપરિત ભાવો) આદિ દોષો દૂર થઈને સત્ય સિદ્ધાંતો પ્રત્યે સદ્ભાવ ઉત્પન્ન થવો તત્ત્વો પર અભિરુચિ થવી એ ‘શ્રદ્ધા' છે. શ્રદ્ધા એટલે રુચિ, સ્વકીય અભિલાષા કે ચિત્તની પ્રસન્નતા. - યોગશાસ્ત્ર વૃત્તિમાં કહ્યું છે કે, શ્રદ્ધા એ મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારી અને ઉદકપ્રાસાદ મણીની જેમ ચિત્તને સ્વચ્છ કરનારી છે. જેમ જલકાંતમણી જળાશયમાં નાખતાં કચરાને દૂર કરે છે, તેમ શ્રદ્ધા-સંશયાદિ દોષરૂપ કચરાને દૂર કરી ચિત્તને સ્વચ્છ કરે છે. આવા શ્રદ્ધારૂપી સાધન વડે હું કાયોત્સર્ગ કરું છું. એટલે કે કોઈના બળાત્કારથી નહીં પણ મારી જ રુચિ કે ચિત્ત પ્રસન્નતાથી કાઉસ્સગ્ગ કરું છું. ૦ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩માં શાસ્ત્રકાર મહર્ષિ ચાર વસ્તુને દુર્લભ ગણાવે છે. જેમાં શ્રદ્ધાને પણ દુર્લભ ગણાવી છે પ્રાણીઓને ચાર પરમ અંગોની પ્રાપ્તિ થવી દુર્લભ છે (૧) મનુષ્યત્વ એટલે મનુષ્યપણાની પ્રાપ્તિ, (૨) શ્રુતિ એટલે સમ્યક્શાસ્ત્ર સાંભળવાનો યોગ, (૩) શ્રદ્ધા, જીવ, અજીવ આદિ તત્ત્વોની પ્રતીતિ અને (૪) સંયમી જીવન ગાળવાનો પુરુષાર્થ. — — -- પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ ― મનુષ્યત્વ અને શાસ્ત્રશ્રવણ મળ્યા પછી પણ શ્રદ્ધા થવી દુર્લભ છે. તે શ્રદ્ધા થઈ પણ જાય, તો પણ અહીં કાયોત્સર્ગ સાધનરૂપે પૂરતું નથી. કેમકે અહીં તો વધતી જતી શ્રદ્ધા વડે' કાયોત્સર્ગ કરવાનો છે. -- – પ્રશ્ન :- ‘શ્રદ્ધા'રૂપ સાધનાના વિવરણમાં ન તુ વમિયોગેન બળાત્કારથી નહીં (પણ સ્વરૂચિથી) એમ કેમ લખ્યું ? સમાધાન :- સુરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજી શ્રદ્ધાદિ પાંચ સાધનોને સમજાવતા પહેલા પાંચ 7 કાર મૂક્યા છે. કાયોત્સર્ગ કઈ રીતે કરવો ? (૧) બળાત્કારથી નહીં પણ ‘શ્રદ્ધા' વડે. (૨) જડતા નહીં પણ ‘મેધા' (બુદ્ધિ) વડે. (૩) રાગાદિની આકુળતાથી નહીં પણ ‘ધૃતિ’' વડે. (૪) ચિત્તની શુન્યતાથી નહીં પણ ‘ધારણા' વડે. (૫) પ્રવૃત્તિ માત્રથી નહીં પણ સમજણ-ચિંતન અને ‘અનુપ્રેક્ષા' વડે. આ રીતે પાંચ ‘ન’-કારથી પાંચ સાધનો પ્રગટ કર્યા. તેમાં પ્રથમ સાધન એવા ‘શ્રદ્ધા’નું વિવરણ કર્યું. હવે મેધા આદિ ચાર સાધનોનું વિવરણ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ અરિહંત-ચેઈયાણ સૂત્ર-વિવેચન (૨) મેદાઇ – મેધા વડે, બુદ્ધિ વડે, પ્રજ્ઞા વડે. – મેધા એટલે ઉત્તમ શાસ્ત્રોને સમજવામાં કુશળ, પાપશાસ્ત્રોને છોડી દેનારી એવી જ્ઞાનાવરણીય કર્મના લયોપશમથી પ્રગટેલી બુદ્ધિ કે જે આત્માનો ગુણ વિશેષ છે, જેને “મેધા' કહે છે. એ મેધાપૂર્વક નહીં કે જડતાથી અથવા મેધા વડે એટલે અસમંજસપણે (જેમ-તેમ) નહીં પણ વિધિ આદિની મર્યાદામાં રહીને કાઉસ્સગ્ગા કરું છું. – મેધા એટલે હેય-ઉપાદેયના જ્ઞાનવાળી બુદ્ધિ કે પ્રજ્ઞા. – મેધાનો સામાન્ય અર્થ તીવ્ર બુદ્ધિ થાય છે, પણ વિશિષ્ટ અર્થમાં જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિને મેધા કહે છે. – લલિત વિસ્તરામાં મેધાનો અર્થ કરતા કહ્યું છે કે, ગ્રંથને ગ્રહણ કરનારા આત્માના પટુ પરિણામ એટલે જ્ઞાનાવરણીય કર્મના લયોપશમથી થતો એક પ્રકારનો ચિત્ત-ધર્મ. – હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર કરનારી જે પ્રજ્ઞા તે મેધા. આ રીતે મેધા એટલે “સમજણ' જેમાં કાયોત્સર્ગ મારે માટે કરણીય છે, આચરણીય છે, તેવું જ્ઞાન થાય છે. શ્રદ્ધાની સાથે મેધા પણ જરૂરી છે. કેમકે શ્રદ્ધા પુરેપુરી હોય, પણ મેધા ન હોય તો અજ્ઞાનતાથી પાપપ્રવૃત્તિ થઈ પણ જવાની. તેથી વધતી જતી શ્રદ્ધા સાથે વધતી જતી મેધા વડે કાયોત્સર્ગ કરે. કેમકે સૂક્ષ્મ અને વિશદ સમજણથી ચિત્તને એક પ્રકારનું સમાધાન પ્રાપ્ત થાય છે, કે જે પ્રવૃત્તિની સ્થિરતા માટે ઉપયોગી છે. (૩) fથg - ધૃતિ વડે, વ્યાકુળતા રહિત સ્થિતિ વડે. – ધૃતિ એટલે ધીરજ, મનનું પ્રણિધાન કે વ્યાકુળતા રહિત સ્થિતિ. – મનની સમાધિરૂપ ધીરજ વડે કાઉસ્સગ્ન કરું છું નહીં કે કોઈપણ પ્રકારના રાગ-દ્વેષથી આકુલપણે. મનની સમાધિરૂપ ધીરજ એવો અર્થ એટલા માટે ઉપયોગી છે કે, આત્મસાધનાના કઠોર માર્ગમાં અનાદિકાળના સંસ્કારો આપણી આરાધનામાં આવે આવે છે. તેથી શ્રદ્ધા સાથે જેમ મેધા આવશ્યક છે, તેમ ધૃતિ-ધીરજ પણ જરૂરી જ છે. જો ધીરજ નહીં હોય તો માર્ગમાં અટકી જવાશે. લઘુદષ્ટાંત :- મીસરના રાજકુમારને દુશ્મન રાજા પકડી ગયા. બધાં કેદીની જેમ તેને પણ કામ સોંપાયું. રાજકુમારે કહ્યું મને ગાલીચા બનાવતા આવડે છે. મને તે કામ સોંપશો તો તમને ઘણું ધન મળશે. એક ગાલીચો બનાવ્યો. રાજાને સારી કિંમત મળી. રાજકુમારે કહ્યું મારા દેશમાં વેચશો તો હજી વધુ કિંમત મળશે. ગાલીચો મીસર વેચાવા ગયો. રાજા સમજી ગયો કે કારીગર મીસરનો જ છે. ગાલીચાના મોં માગ્યા દામ આપ્યા. કેટલાંક સમય પછી રાજકુમારે ગાલીચામાં મીસરથી કેદખાના સુધીનો નકશો બનાવીને સંદેશો લખી દીધો. મીસરના રાજાને ખ્યાલ આવતાં જ તેણે હુમલો કરી રાજકુમારને છોડાવી લીધો. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ કાયોત્સર્ગમાં પણ આવી વૃતિ જરૂરી છે. જેથી શ્રદ્ધા અને મેધારૂપ સાધન વડે આરંભાયેલ કાયોત્સર્ગરૂપી યાત્રા માર્ગમાં ન અટકે. – ધૃતિ એટલે મનનું સુપ્રણિધાન-એકાગ્રપણું. જેના વડે લાભના નિમિત્તોમાં ચિત્ત હર્ષાવેશમાં આવતું નથી, હાનિને કારણે શોકમાં ડૂબતું નથી, પણ ધર્મમાં સુસ્થિર રહે છે. – આ ગુણને લીધે દીનતા તથા ઉત્સુકતાનો અભાવ થાય છે અને ગંભીરતા તથા ઉદારતા પ્રકટે છે. તેથી ‘વધતી જતી વૃતિ વડે' એમ કહ્યું. (૪) ધારા :- ધારણા વડે, સ્મૃતિ વડે. – કાયોત્સર્ગ માટે શ્રદ્ધા, મેધા, ધૃતિ પછી ચોથું સાધન છે ધારણા. – “ધારણા'પૂર્વક એટલે અરિહંત પરમાત્માના ગુણોના સ્મરણ કરવા દ્વારા કાઉસ્સગ્ન કરું છું, નહીં કે શૂન્ય ચિ. – ધારણાના ઘણાં અર્થો થાય છે. પણ લલિત વિસ્તરામાં તેનો અર્થ કયો છે - એક વખત ગ્રહણ કરેલા વિષયને ન ભૂલવા તે ધારણા. – ધારણા એટલે ધ્યેયની અવિસ્મૃતિ. કેમકે કાયોત્સર્ગનું ધ્યેય ભૂલાઈ જાય તો શ્રદ્ધા, મેધા, ધૃતિ ત્રણે સાધનો અધુરા રહેશે. – જો કે મતિજ્ઞાનના ચાર ભેદોમાં પણ ચોથો ભેદ “ધારણા' કહ્યો છે. તત્ત્વાર્થ વૃત્તિમાં તેનો અર્થ કર્યો છે – પોતપોતાના વિષય પ્રમાણે પ્રતિપત્તિ, મતિમાં સ્થિર થવું અને અવધારણ-યાદ કરવું તે ધારણા – નંદીસૂત્રમાં ધારણાનો અર્થ કર્યો - જાણેલા અર્થને અવિસ્મૃતિ પૂર્વક ધારણ કરી રાખવો તે. (૫) બુUિ - અનુપ્રેક્ષા વડે, તત્ત્વચિંતન વડે, વિચારણા વડે. – અનુપ્રેક્ષા એટલે અરિહંતોના ગુણોને વારંવાર ભાવનાપૂર્વક વિચારતો કાઉસ્સગ્ન કરું છું, નહીં કે જડતાથી કે સમજણ રહિતપણે. – અનુપ્રેક્ષા એટલે અનુચિંતન. તત્ત્વના અર્થનું અનુચિંતન અથવા ભાવના ભાવવી તે અનુપ્રેક્ષા કહે છે. - શબ્દ, પાઠ અથવા તેના અર્થનું ચિંતન-મનન કરવું તે અનુપ્રેક્ષા. – વિવિધ આગમોમાં અનુપ્રેક્ષા શબ્દના અર્થો આ પ્રમાણે કરેલ છે– ૦ બાવાર - મનુ એટલે પશ્ચાદુ પ્રેક્ષા એટલે જોવું, સ્મૃતિ ૦ માવતી - ધર્મધ્યાન પછીનું પર્યાલોચન તે અનુપ્રેક્ષા. ૦ સર્વજનિ - જે મનમાં પરિવર્તન કરે પણ વાણીથી ન બોલે. ૦ વરશ્ય - ધ્યાન કાળે જે ભાવવામાં આવે છે તે અનિત્યાદિ ભાવના. ૦ સ્થાનો - સૂત્રાર્થનું અનુસ્મરણ, ધ્યાન પછી કરાતી ભાવના. ૦ થાન - સૂત્રની જેમ અર્થનું પણ વિસ્મરણ થઈ શકે છે, તેથી તેને પણ વારંવાર સ્મરણ કરવા રૂપ, ચિંતનિકા. ૦ મોનિત્તિ - ગ્રંથ અને અર્થનું ચિંતન. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ અરિહંત-ચેઈયાણં સૂત્ર-વિવેચન -૦- અનુપ્રેક્ષા ભિન્નભિન્ન સ્વરૂપે – (૧) અનુપ્રેક્ષા એ અહીં કાયોત્સર્ગ માટેના એક સાધનરૂપ છે. (૨) અનુપ્રેક્ષા એ પાંચ પ્રકારના સ્વાધ્યાયનો એક ભેદ છે. – ઉત્તરાધ્યન સૂત્રમાં અધ્યયન ૩૦ માં વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકહા એમ ચોથા ભેદરૂપે કહેવાયેલ છે. – તત્ત્વાર્થ સૂત્રમાં આ પાંચ ભેદમાં તેનો ત્રીજો ક્રમ કહેવાયો છે. (૩) ધર્મધ્યાન પછી કરાતા એક પર્યાલોચનારૂપે પણ અનુપ્રેક્ષા કહી છે. (૪) ભાવના સ્વરૂપે - ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા-ભાવનાઓ કહી છે. – વૈરાગ્ય ભાવના રૂપે અનિત્યાદિ બાર ભાવનાઓ કરી છે.. – આવી વધતી જતી અનુપ્રેક્ષા વડે હું કાયોત્સર્ગ કરું છું. -૦- શ્રદ્ધાથી મેધા, મેધાથી ધીરજ, ધીરજથી ધારણા, ધારણાથી અનુપ્રેક્ષા થાય છે. આ પાંચેની વૃદ્ધિ પણ આ ક્રમમાં જ થાય છે. ૦ આ રીતે પહેલા - પ્રતિજ્ઞારૂપે “કરેમિ કાઉસ્સગ્ગ' કહ્યું, પછી કાઉસ્સગ્ગ માટેના છ નિમિત્તો જણાવ્યા. પછી કાઉસ્સગ્ગના પાંચ સાધનો જણાવ્યા અને સૂત્રનો ચોથો-છેલ્લો હિસ્સો છે - પ્રવૃત્તિ. તે માટે કહે છે– ૦ ટન વહસ - કાયોત્સર્ગમાં સ્થિર થાઉ છું. ૦ આખા સૂત્રનો વાક્યર્થ સારાંશરૂપે મૂકીએ તો - શ્રદ્ધા આદિ પાંચ સાધનો દ્વારા વંદન આદિ છ ને માટે હું કાઉસ્સગ્ન કરું છું. ૩ ૦ પ્રશ્ન - સૂત્રના આરંભે વરેમિ ફાઉસ કહ્યું જ છે. તો અંતે ફરી ટીમ છાસમાં કહેવાની શી જરૂર ? -૦- સમાધાન :- પહેલા જે કહેવાયું તે પ્રતિજ્ઞારૂપ કથન હતું. છેલ્લે જે કહેવાયું તે પ્રવૃત્તિરૂપ કથન છે – બીજું - નિ હાઉસ માં જે વરેમિ મૂક્યું તે હમણાં જ કરીશ કે કરવા ઇચ્છું છું એવા સંકલ્પનો ભાવ પ્રગટ કરે છે. ત્યાં સિદ્ધહૈમના સૂત્ર સત્ સાથે સત્ વત્ વા મુજબ વર્તમાન સમીપમાં હોય તે વર્તમાનરૂપ ગણાય છે. એ ન્યાયે અહીં વરેમિ મૂકહ્યું છે. જ્યારે છેલ્લે ‘મ blહસ્તમ' કહ્યું. ત્યાં તો સ્પષ્ટતયા પ્રવૃત્તિનો આરંભ જ કરવાનો છે. તેથી કામ - “રહું છું' કે “સ્થિર થાઉ છું' અર્થ મૂક્યો. i વિશેષ કથન :- સૂત્ર સાથે સંબંધિત પણ અર્થ અને વિવેચનમાં અનુક્ત એવી કેટલીક મહત્ત્વની બાબતોનું અહીં કથન આવશ્યક છે – (૧) સવ્વલોએનું રહસ્ય, (૨) “અરિહંત ચેઇયાણં' એટલું જ કેમ ? (૩) દૈનિક ક્રિયાદિમાં અરિહંત ચેઇયાણ કયા કયા ? (૪) દંડકો કયા કયા? (૫) સૂત્રનું નામ “ચૈત્યસ્તવ' કેમ ? (૬) ચૈત્યવંદનની મહત્તા (૭) વંદનથી મોક્ષના ક્રમનો તાર્કીક સંબંધ. • સવ્ય પદ – ‘અરિહંત ચેઇયાણં' સૂત્રનું જે આધાર સ્થાન છે તેગાવશ્યક સૂત્ર નું ૪૭મું સૂત્ર છે. પણ ત્યાં આ સૂત્રની શરૂઆત “સલ્વતો' શબ્દથી Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ કરી છે. લલિતવિસ્તરામાં પણ ‘સવ્વલોએ'થી જ આ સૂત્રનો આરંભ થાય છે. તો સૌ! એટલે શું ? અને પ્રસ્તુત સૂત્ર ‘અરિહંત ચેઇયાણં’ અને ‘સર્વીલોએ અરિહંત ચેઇયાણં' એ બંનેમાં અર્થની દૃષ્ટિએ અને ક્રિયાની દૃષ્ટિએ શો તફાવત ? પહેલા સવ્વનો શબ્દનો અર્થ વિચારીએ ૦ સવ્વલોએ એટલે સર્વ લોકમાં. ૦ અહીં ‘લોક' શબ્દનો અર્થ આવશ્યક વૃત્તિકારે કર્યો તે - કેવળજ્ઞાનથી જે પ્રકાશમાન થાય છે - દેખાય છે તે લોક. ચૌદરાજ પ્રમાણ લોક અહીં ગ્રહણ કરવો. કહ્યું છે કે, જે ક્ષેત્રમાં ધર્મ આદિ દ્રવ્યોની (ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, જીવ અને કાળ) પ્રવૃત્તિ હોય છે તે દ્રવ્યોથી યુક્ત તે લોક કહેવાય છે અને તેનાથી વિપરિત (આ દ્રવ્યો ન હોય તે) અલોક કહેવાય છે. સર્વ શબ્દથી અધો-તિર્થા અને ઉર્ધ્વ ત્રણ ભેદથી પણ લોક કહ્યો છે. તેથી કરીને અધોલોકમાં ચમર આદિના ભવનોમાં, તીર્થાલોકમાં દ્વિપ, પર્વતો, જ્યોતિષ્ક વિમાનાદિમાં તેમજ ઉર્ધ્વલોકે સૌધર્માદિ સર્વે કલ્પે ચૈત્યો (જિનાલયો તથા જિનપ્રતિમાઓ) રહેલા છે તે અર્હત્ ચૈત્યો-પ્રતિમાઓ અહીં ગ્રહણ કરવાના છે. લલિત વિસ્તરામાં આ જ અર્થનો થોડો વિસ્તાર છે– સઘળાએ લોકનાં અર્હત્ ચૈત્યોનાં વંદન આદિ નિમિત્તે કાયોત્સર્ગ કરવા માટે આ ‘સર્વીલોએ અરિહંત ચેઇયાણં' કહેવામાં આવે છે. — • લલિતવિસ્તરા કર્તા એ સવ્વ અને તોજ શબ્દની વ્યાખ્યાતો આવશ્યક વૃત્તિ અનુસાર જ કહેલી છે. વિશેષમાં જિનચૈત્ય સંખ્યા ત્યાં જણાવી છે. જે આપણે સૂત્ર-૧૧ ‘જગચિંતામણી' અને સૂત્ર-૧૨ ‘જંકિંચિ'માં જણાવેલ છે. ૦ હવે ‘અરિહંત ચેઇયાણં’ અને ‘સર્વીલોએ અરિહંત ચેઇયાણં' એ બંનેમાં અર્થ અને ક્રિયાની દૃષ્ટિએ શો તફાવત છે તે જોઈએ- આ ચર્ચા લલિતવિસ્તરા તથા તેની વૃત્તિને આધારે કરેલ છે. (૧) ક્રિયારૂપે દેવવંદનાદિમાં ચાર કાયોત્સર્ગમાંનો પહેલા કાઉસ્સગ્ગ કરીએ ત્યારે માત્ર ‘અરિહંત ચેઇયાણં' બોલાય છે અને લોગસ્સ બોલ્યા પછી બીજો કાયોત્સર્ગ કરતા પહેલા ‘સવ્વલોએ અરિહંત ચેઈયાણં' બોલાય છે. (૨) ‘અરિહંત ચેઇયાણં' બોલી કરાતા કાયોત્સર્ગમાં કોઈ એક તીર્થંકર પરમાત્માને આશ્રીને સ્તુતિ બોલાય છે. જ્યારે ‘સવ્વલોએ અરિહંત' પછી સર્વ જિનને આશ્રીને સ્તુતિ બોલાય છે. ચૈત્યવંદન ભાષ્ય ગાથા-૨૩ની વ્યાખ્યામાં પણ મધ્યમ ચૈત્યવંદનની વ્યાખ્યા કરતા અધ્રુવ સ્તુતિ અને ધ્રુવ સ્તુતિ એવા બે ભેદ કહ્યાં. ત્યાં જણાવે છે કે ભિન્ન ભિન્ન તીર્થંકર અથવા ચૈત્યસંબંધી જે પહેલી થોય તે અશ્રુવ સ્તુતિ કહેવાય. ત્યારપછી ‘લોગસ્સ' સૂત્ર બોર્લી તે ચોવીશ ભગવંત (તથા અન્ય સર્વે ભગવંતો)ની સ્તવના રૂપે બોલાય તે ધ્રુવ સ્તુતિ કહેવાય. Page #120 -------------------------------------------------------------------------- ________________ અરિહંત-ચેઈયાણં સૂત્ર-વિશેષ કથન ૧૧૯ – આ જ વાતની વિશેષ સ્પષ્ટતા ચૈત્યવંદનભાષ્ય ગાથા-૬૧ અને તેની વ્યાખ્યામાં પણ જોવા મળે છે. જેમાં દેવવંદનના ત્રીજા અધિકારમાં એક ચૈત્ય કે એક જિન સંબંધી થોય અરિહંત ચેઇયાણ બોલ્યા પછીના પ્રથમ કાઉસ્સગ્નમાં છે અને સવ્વલોએ અરિહંત ચેઇયાણ બોલ્યા પછીના બીજા કાઉસ્સગ્નમાં સર્વ જિન સંબંધી થોય બોલવી તેમ પાંચમાં અધિકારમાં કહ્યું છે. (૩) ઉપરોક્ત મુદ્દા-૨નો સાર એ છે કે “અરિહંત ચેઇયાણં'માં એક ચૈત્ય અને “સવ્વલોએ અરિહંત ચેઇયાણમાં સર્વ ચૈત્ય અર્થાત્ એક પ્રતિમા અને સર્વ પ્રતિમાને આશ્રીને કાયોત્સર્ગ થાય છે. તેથી સ્તુતિનો સંબંધ પણ એ રીતે જ જોડાય છે. પહેલા એક ચૈત્ય કે એક જિનની અને પછી સર્વ ચૈત્ય કે સર્વ જિનની સ્તુતિ બોલાય છે. આ એક સુંદર તાર્કિક સંબંધ છે. આ સંબંધ સિદ્ધાંત અનુસાર રચાયેલ સર્વ સ્તુતિ ચતુષ્કમાં જોવા મળે છે. (અપવાદ રૂપે ક્યાંક એકથી વધુ જિન કે વધુ પદ પણ પહેલી સ્તુતિમાં દેખાય છે.) (૪) લલિતવિસ્તરામાં આ જ કથન તર્કથી સમજાવેલ છે – “મૂળ ચૈત્ય સમાધિનું કારણ હોવાથી મૂળનાયકની પ્રતિમાની વંદનાદિ નિમિત્તે કાયોત્સર્ગ પહેલા કર્યો પછી સર્વ અરિહંત તે સમાધિકરણ ગુણવાળા હોઈ સર્વલોકનું ગ્રહણ કર્યું." - જે નિકટના જિનપ્રતિમા છે, પરિચિત્ત છે તે શીઘ સમાધિનું કારણ છે કેમકે અનેકવાર તેના દર્શનનો, સ્મરણનો, વંદનાદિનો લાભ લીધો હોવાથી તેમને ચિત્તસ્થ કરવા સહેલા છે. તેથી જલ્દી સમાધિ આપે છે માટે તેમનું સ્થાન પહેલું મુક્યું છે. બીજા ક્રમે સર્વલોકના અહેતુ ચૈત્યોને મૂક્યા કેમકે તે પણ સમાધિ પ્રદાયક તો છે જ. બીજા કાયોત્સર્ગ પછી બોલાતી સ્તુતિમાં સર્વજિનની વંદના આદિ દ્વારા “' શબ્દનો ભાવ દઢ બને છે. • આ સૂત્રમાં ‘રિહંત રેફયા' એકલું જ કેમ ? આવો પ્રશ્ન સ્વાભાવિક છે કે જો આધારસ્થાનમાં સંધ્ધનો શબ્દ છે તો પછી અહીં એકલું અરિહંત ચેઇયાણ કેમ ? (૧) પરંપરાગત રૂપે આ રીતે જ આ સૂત્ર જોવા મળે છે તે મુખ્ય વાત. (૨) આ પરંપરા પણ ઘણી જ પ્રાચીન છે. કેમકે યોગશાસ્ત્ર, પંચાશક, ધર્મસંગ્રહ ઇત્યાદિ ગ્રંથોમાં “અરિહંત ચેઇયાણં' પાઠ છે જ. (૩) ચૈત્યવંદન ભાષ્યમાં તો બંને પ્રકારના “અરિહંત ચેઇયાણં'નો ઉલ્લેખ, ઉદ્દેશ અને કાર્ય-કારણ સંબંધ સહ વિવરણ છે. (૪) વર્તમાન પ્રણાલિ મુજબ મધ્યમ ચૈત્યવંદનમાં અંતે એક જ સ્તુતિ બોલાય છે. તેમાં જે-તે જિનનું ચૈત્યવંદન હોય તેમની સ્તુતિ બોલવાની મુખ્યતા હોવાથી સવ્વનો મૂકેલ નથી. • દેનિક ક્રિયામાં “અરિહંત ચેઇયાણનું સ્થાન -૦- પ્રતિક્રમણ - રાત્રિ પ્રતિક્રમણમાં છ આવશ્યક પછી થતા દેવવંદનમાં અને દેવસિક પ્રતિક્રમણમાં આરંભે કરાતા દેવવંદનમાં આ સૂત્ર બોલાય છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ - સવ્વલોએ પૂર્વક કહીએ તો તે રાત્રિ અને દેવસિક પ્રતિક્રમણમાં બબ્બે વખત બોલાય છે – (૧) દેવવંદનમાં, (૨) જ્ઞાનાદિ શુદ્ધિઅર્થે થતા લોગસ્સ પછીના કાયોત્સર્ગમાં. -૦- દેવવંદન નિત્ય આરાધના વિધિરૂપે કરાતા દેવવંદનમાં તો બંને વખત ચાર થોયના જોડામાં આ સૂત્રનું સ્થાન સુનિશ્ચિત્ત જ છે. -૦- ચૈત્યવંદન - નિત્ય ચૈત્યવંદના પ્રભાતે રાત્રિપ્રતિક્રમણમાં થતી સીમંધર સ્વામીની અને સિદ્ધાચલ તીર્થની - બંનેમાં તો આ સૂત્ર આવે જ છે. તદુપરાંત પ્રાતઃકાલીન ચૈત્યવંદન ક્રિયા જે જિનાલયમાં કરાય છે તેમાં પણ જઘન્યથી એક વખત તો અરિહંત ચેઇયાણ આવશે જ. વિશેષ ભક્તિરૂપે જેટલા ચૈત્યવંદનો કરો તેટલા અને ઉભયકાળ કે ત્રિકાળ કરો તો તેટલી વખત પ્રત્યેક ચૈત્યવંદનમાં બોલાય જ. -૦- ત્રણમાંથી કોઈ પણ ચૈત્યવંદન કરો - જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ ત્રણેમાં અરિહંત ચેઇયાણનું સ્થાન અચળ જ છે. ૦ દંડકો કયા કયા છે ? - અરિહંત ચેઇયાણ દંડક કહેવાતો હોવાથી આ પ્રશ્ન થયો. - ચૈત્યવંન ભાષ્યમાં - (૧) શકસ્તવ, (૨) ચૈત્યસ્તવ, (૩) નામસ્તવ, (૪) શ્રુતસ્તવ અને (૫) સિદ્ધસ્તવ એ પાંચને “દંડક' સંજ્ઞાથી જણાવ્યા છે. જેમાં શક્રસ્તવ એટલે નમુત્થણે સૂત્ર, ચૈત્ય સ્તવ એટલે અરિહંત ચેઇયાણં સૂત્ર, નામસ્તવ એટલે લોગસ્સ સૂત્ર, શ્રુતસ્તવ એટલે પુકખરવરદી - સૂત્ર અને સિદ્ધસ્તવ એટલે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર આ રીતે પાંચે દંડકસૂત્ર જાણવા આ સૂત્રને ચૈત્યસ્તવ કેમ કહ્યું ? આ સૂત્રમાં અરિહંતના ચૈત્યોની સ્તવના અથવા ગુણોત્કીર્તન મુખ્ય હોવાથી “ચૈત્યસ્તવસૂત્ર કહેવાય છે. ચૈત્યવંદન ભાષ્યમાં પણ તેને વેર-થય’ કહ્યું છે. જેનું સંસ્કૃત રૂપાંતર “ચૈત્યસ્તવ' જ થાય છે. • ચૈત્યવંદનની મહત્તા : આ સૂત્ર ચૈત્ય-સ્તવ કહેવાય છે. વળી લઘુ-મધ્યમ કે બૃહત્ એ ત્રણે ચૈત્યવંદનમાં અરિહંત ચેઇયાનું સ્થાન છે. તો ચૈત્યની વંદના સ્વરૂપ આ સૂત્રના વિશેષ કથનમાં ચૈત્યવંદનની મહત્તા શું છે ? તે જોઈએ – ચૈત્યવંદનનો મુખ્ય હેતુ ભક્તિ દ્વારા “ભાવસમાધિ' પ્રાપ્ત કરવી તે છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ચોથા પંચાશકમાં જણાવેલ છે કે - વિધિપૂર્વક કરાયેલું ચૈત્યવંદન કર્મવિષને દૂર કરવા માટે પરમમંત્ર તુલ્ય છે. એમ સર્વજ્ઞો કહે છે. - લાયોપથમિક ભાવ વડે પરમ આદરથી કરવામાં આવેલું ચૈત્યવંદનરૂપ શુભ અનુષ્ઠાન તથાવિધ કર્મના દોષથી કદાચ ભંગ થઈ જાય તો પણ તે શુભભાવની વૃદ્ધિ કરનારું છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ અરિહંત-ચેઈયાણં સૂત્ર-વિશેષ કથન ૧૨૧ - - – જિજ્ઞાસા પણ અહીં શુદ્ધ ચૈત્યવંદનાનું લક્ષણ છે. આ જિજ્ઞાસા નિર્વાણના ઇચ્છુકોને માટે સમ્યગૂજ્ઞાનના કારણ રૂપે પ્રસિદ્ધ છે. – શ્રી મહાનિશીથ સૂત્ર નામના આગમમાં પણ કહ્યું છે કે (જુઓ સૂત્રપ૯૫, ૫૯૬) પ્રથમ તેણે ચૈત્યોને જણાવવા જોઈએ ૪–૪–૪– જાવજજીવ ત્રણે કાળ ત્વરા રહિતપણે, શાંત અને એકાગ્ર ચિત્તથી ચૈત્યોના દર્શન-વંદન કરવા. અશુચિ, અશાશ્વત, ક્ષણભંગુર એવા મનુષ્યપણાંનો આજ માત્ર સાર છે. દરરોજ સવારે ચૈત્ય અને સાધુના વંદન અને દર્શન ન કરું ત્યાં સુધી મુખમાં પાણી પણ ન નાંખવું. બપોરે ચૈત્યાલયમાં દર્શન ન કરું ત્યાં સુધી મધ્યાહન ભોજન ન કરવું. સાંજે પણ ચૈત્યના દર્શન કર્યા સિવાય સંધ્યાકાળનું ઉલ્લંઘન ન કરવું. આવા પ્રકારના અભિગ્રહ જાવજીવ પર્યન્ત (ગુરએ) કરાવવા. • વંદનથી મોક્ષ સુધીના ક્રમનો તાર્કિક સંબંધ. અરિહંત ચેઇયાણં સૂત્રમાં કાયોત્સર્ગ માટેના છ નિમિત્તો રજૂ કર્યા - વંદન, પૂજન, સત્કાર, સન્માન, બોધિલાભ અને નિરુપસર્ગ સ્થિતિ અર્થાત્ મોક્ષ, આ વંદનથી મોક્ષનો સંબંધ આ રીતે વિચારી શકાય સૌ પ્રથમ પોતાના અંતઃકરણમાં અર્હત્ પ્રતિમાનું - સ્થળ આકૃતિનું ભક્તિભાવથી વંદન કરવાનું છે. વંદનની ભાવનાને પ્રબળ બનાવીને પછી તેમના પૂજનની ભાવનાને વિકસાવવાની છે. જ્યારે એ ભાવના યોગ્ય રીતે વિકસ્વર થાય, ત્યારે તેના સત્કારની - આદરની ભાવના ખીલવવાની છે. અરિહંત પરમાત્માના ગુણો પરત્વે પૂર્ણતયા આદરભાવના પ્રગટ થાય તેવો પુરુષાર્થ કરવાનો છે. એ પુરુષાર્થ સફળ થાય ત્યારે અરિહંતોના સન્માનાર્થે તેમના અપૂર્વ ગુણો પ્રત્યે બહુમાનની ઉત્કટ ભાવના પ્રગટ કરવાની છે. વંદન, પૂજન, સત્કાર, સન્માનના ભાવોની ઉત્કટતાનું એ પરિણામ આવશે કે અરિહંત દેવો દ્વારા પ્રરૂપિત-પ્રજ્ઞાપિત જીવનના વિકાસ માર્ગમાં પરમ શ્રદ્ધા પ્રગટશે. તેમના દ્વારા દર્શિત અને કથિત મોક્ષમાર્ગ અને તેનાં સાધનોને પ્રાપ્ત કરવાની ઇચ્છા તીવ્ર બનશે અને એ ભાવનાનું અંતિમ પ્રયોજન તો નિરુપસર્ગ સ્થિતિ એટલે કે મોક્ષ પ્રાપ્તિ જ છે. તેથી તેનો અંતર્ભાવ મોક્ષની અભિલાષામાં જ થવો જોઈએ. v સૂત્ર-નોંધ :– આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે. – આ સૂત્ર સ્પષ્ટતયા આગમિક છે. તે આવશ્યક સૂત્રના અધ્યયન-૫ કાયોત્સર્ગનું સૂત્ર-૪૭ છે. – આ સૂત્ર સંબંધી વિવરણ આવશ્યક સૂત્ર ચૂર્ણિ, આવશ્યક સૂત્રની હારિભદ્રીય વૃત્તિ, આવશ્યક નિર્યુક્તિ તથા નિર્યુક્તિ દીપિકામાં છે. તે ઉપરાંત ગ્રંથોમાં - લલિત વિસ્તરા-વૃત્તિમાં, યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણમાં, વૃંદારવૃત્તિમાં, ધર્મસંગ્રહમાં, ચૈત્યવંદન મહાભાષ્યમાં આદિ ગ્રંથોમાં અદ્યાપિ ઉપલબ્ધ છે. - આ સૂત્રમાં ત્રણ સંપદા, પંદર પદો, સોળ ગુરુવર્ણો, ૭૩-લઘુવર્ણો Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨ મળીને સર્વે વર્ણો-૮૯ થાય છે. – આ સૂત્રનો ત્રણ પ્રકારે ઉપયોગ જોવા મળે છે. (૧) અરિહંત ચેઇયાણબોલીને, (૨) “સબૂલોએ' બોલીને અરિહંત ચેઇયાણરૂપે (૩) અરિહંત ચેઇયાણ ન બોલીને સીધું જ વંદણવત્તિયાએથી શરૂ કરીને ઠામિ કાઉસ્સગ્ગ પર્યન્ત બોલીને. -- તસ્સ ઉત્તરી સૂત્ર પછી જેમ અન્નત્થ સૂત્ર બોલાય છે. તેમ આ ત્રણે પ્રકારે બોલાતા સૂત્ર પછી અન્નત્થ સૂત્ર જોડાયેલું રહે છે. – ઉચ્ચારની દૃષ્ટિએ “ચેઇયાણં'નો, વત્તિયાએ' શબ્દનો અને કાઉસ્સગ્ગ' શબ્દનો ઉચ્ચાર ઘણો ખરો અશુદ્ધ જોવા મળે છે. તેમજ જોડાક્ષરની ભૂલો તો થતી જ હોય છે. તે ન થાય તે માટે લક્ષ્ય આપવું. - X —- X Page #124 -------------------------------------------------------------------------- ________________ “કલ્લાણ-કંદ સ્તુતિ સૂત્ર-૨) ‘‘કલાણ-કંદં'' સ્તુતિ પંચજિન સ્તુતિ | સૂત્ર-વિષય :- ચાર ગાથાની આ સ્તુતિમાં પહેલી ગાથામાં શ્રી ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી એ પાંચ જિનની સ્તુતિ થાય છે. બીજી ગાથા સર્વે જિનેન્દ્રોની સ્તુતિ માટે છે. ત્રીજી ગાથામાં શ્રુતજ્ઞાનની સ્તુતિ કરાયેલ છે. ચોથી ગાથા વડે મૃતદેવી સરસ્વતીની સ્તુતિ કરવામાં આવેલ છે. 1. સૂત્ર-મૂળ :કવાણ-કંદં પઢમં જિણિદં, સંતિ તઓ નેમિજિર્ણ મુણિદં; પાસે પયાસ સુગુણિક્કઠાણ, ભીઈ વંદે સિરિવઢમાણે. (૧) અપાર-સંસાર-સમુદ-પાર, પત્તા સિવં દિંતુ સુઇક સાર; સલ્વે જિણિંદા સુરવિંદ-વંદા, કલ્લાણ-વધીણ વિસાલ-કંદા. (૨) નિવ્વાણ-મગે વર-જાણ-કપું, પણાસિયાસેસ - કુવાઈ - દર્પ, મયં જિણાણે સરણે બુહાણ, નમામિ નિચ્ચે તિજગપ્પહાણ. (૩) કું હિંદુગોકુખીર તુસાર વત્રા, સરોજ હસ્થા કમલે નિસત્રા; વાઈસરી પુલ્વય-વચ્ચ-હત્થા, સુહાય સા અ૭ સયા પસન્થા. (૪) સૂત્ર-અર્થ :કલ્યાણના મૂળરૂપ પહેલા તીર્થકર (ઋષભદેવ) જિનેન્દ્રને, (સોળમાં તીર્થંકર) શાંતિનાથને, ત્યારપછી (બાવીસમાં તીર્થંકર) મુનિઓમાં ઇન્દ્ર સમાનમુનીન્દ્ર નેમિનિને, (ત્રણે ભુવનમાં) પ્રકાશરૂપ તથા સમગ્ર સદ્ગણોના સ્થાનરૂપ (તેવીસમાં તીર્થકર) પાર્શ્વનાથને તથા શ્રી વડે યુક્ત એવા (ચોવીશમાં તીર્થકર) વર્ધમાન (મહાવીર સ્વામીને) હું ભક્તિપૂર્વક વંદન કરું છું. (જેઓ) અપાર એવા સંસારપી સમુદ્રને પાર પામેલા (છે), દેવોના સમૂહ વડે પણ (જેઓ) વંદાએલા (છે), કલ્યાણરૂપી વેલડીના પરમમૂળ સમાન (છે) એવા સર્વે જિનેન્દ્રો, મને ઉત્તમ અને અપૂર્વ સારરૂપ મોક્ષ આપો. (૨) (જે) નિર્વાણ અર્થાત્ મોક્ષમાર્ગમાં (પ્રયાણ કરનાર માટે) ઉત્તમ યાનવાહન સમાન (છે), સમગ્ર કુવાદીઓના અહંકારનો નાશ કરનાર (છે), વિદ્વાનોને શરણરૂપ (છે), ત્રણે લોકમાં (જ) શ્રેષ્ઠ (છે); તેવા જિનમતને - જિનેશ્વર દેવોના સિદ્ધાંતને હું નમસ્કાર કરું છું. (૩) Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ મચકુંદ-મોગરાના ફૂલ (જેવી), (પૂર્ણ ખીલેલા) ચંદ્ર (જેવી), ગાયના દૂધ (જેવી), બરફના સમૂહ (જેવી) શ્વેતવર્ણી કાયાવાળી, કમળ ઉપર બેઠેલી, (જેના) એક હાથમાં કમળ છે અને બીજા હાથમાં પુસ્તક ધારણ કરેલ છે તે; પ્રશસ્ત-શ્રેષ્ઠ એવી વાગેશ્વરી-સરસ્વતી દેવી અમને સદા સુખ આપનારી થાઓ. (૪) – શબ્દજ્ઞાન : કલ્યાણના ૧૨૪ કક્ષાણ પઢમં પ્રથમ, આદિ સંતિ - શાંતિનાથને નેમિજિણ - નેમિજિનને પાસ - પાર્શ્વનાથને સુગુણિક્ક - સદ્ગુણોના એક ભત્તીઈ - ભક્તિથી, ભક્તિપૂર્વક સિરિ - શ્રી, (શ્રી વડે યુક્ત) પાર કે છેડા વિનાના અપાર સમુદ્ર - સમુદ્રના, સાગરના પ્રાપ્ત થયેલા પત્તા કિંતુ - આપો સારં - - - - સારરૂપ સુર-વિંદ - દેવતાઓના સમૂહથી કલ્લાણ - કલ્યાણરૂપી વિસાલ - વિશાળ, મોટા નિવ્વાણમર્ગ - મોક્ષ માર્ગમાં જાણ-કü - વાહન સમાનને અસેસ બધાં, સઘળાં દુષ્યં - દર્પને, અહંકારને જિણાણું - જિનેશ્વરોના બુહાણું - વિદ્વાનો, પંડિતોને તિજગપ્પહાણં કુંદ - મચકુંદનું ફૂલ ગોક્ખીર - ગાયનું દૂધ વન્ના - (શ્વેત) વર્ણવાળી કમલે નિસન્ના - કમળ પર બેઠેલ - - પુત્થયવગ્ગ - પુસ્તકોનો સમૂહ સુહાય - સુખને માટે અમ્ફસયા અમારા-હંમેશા કંદું - કંદ અથવા મૂળને જિણિમાં - જિનેન્દ્રને, જિનવરને તઓ - ત્યારપછી ઉત્તમ, શ્રેષ્ઠ પણાસિય - નાશ કરાયેલ કુવાઈ - કુવાદીઓના – મયં - મતને, સિદ્ધાંતને સરણં - શરણરૂપ નમામિ-નિચ્ચું - હું નિત્ય નમું છું ત્રણ જગત્/ત્રણ લોકમાં જે પ્રધાન-શ્રેષ્ઠ છે તેઓને ઇંદુ - ચંદ્ર (પૂર્ણ ખીલેલો ચંદ્ર) તુસાર - બરફનાં સમુહ જેવા સરોજહત્યા - હાથમાં કમળ છે તે વાઇસરિ - વાગેશ્વરી-સરસ્વતી મુણિĒ - મુનીંદ્ર (નૈમિજિન)ને પયાસં પ્રકાશના કરનારાને ઠાણું - સ્થાનરૂપને વધે - વંદુ છું, વંદન કરું છું વજ્રમાણે - વર્ધમાન સ્વામીને સંસાર - સંસારરૂપી પાર - પારને, છેડાને સિર્વ - શિવ-મોક્ષપદને સુઇક્ક - શ્રુતિના એક-અપૂર્વ સવ્વ જિણિંદા - સર્વે જિનેન્દ્રો વંદા - વંદાએલા, વંદન યોગ્ય વલ્લીણ - વેલના, લતાના કંદા - મૂળસમાન – વર - હાથમાં ધારણ કરેલ છે તે તે (સરસ્વતી) દેવી પસત્થા - પ્રશસ્તા, ઉત્તમ ત્યા સા - - Page #126 -------------------------------------------------------------------------- ________________ “કલ્લાણ-કંદં” સ્તુતિ-વિવેચન વિવેચન : થઈ કે થોયને સ્તુતિ પણ કહે છે. તે મોટે ભાગે એક શ્લોક પ્રમાણ હોય છે. (ક્યારેક થોડી મોટી પણ હોય છે.) તે ચારની સંખ્યામાં ગોઠવાયેલ હોય ત્યારે સ્તુતિ ચતુષ્ક કે થોયનો જોડો કહેવાય છે. તે લઘુ કે મધ્યમ ચૈત્યવંદનને અંતે બોલાય ત્યારે તેનો પ્રથમ શ્લોક કે પ્રથમ પદ્ય જ મુખ્યત્વે બોલાય છે. જો ઉત્કૃષ્ટ ચૈત્યવંદન (દેવવંદન)માં બોલાય તો થોયના જોડારૂપે ચાર વખત એક-એક શ્લોક પ્રમાણે બોલાય છે. સ્તવનની માફક સ્તુતિ (થોય) પણ પરમાત્માની ભાવ પૂજાનું મહત્ત્વનું અંગ છે. અર્થગંભીર સ્તુતિ દ્વારા પદાર્થ જ્ઞાન તો પ્રાપ્ત થતું જ હોય છે, પણ તે ભાવપૂજા રૂપે પ્રયોજાય છે ત્યારે કર્મવિષને દૂર કરવા માટે પરમમંત્ર સમાન નીવડે છે. અહીં વિવેચનમાં ‘કલ્લાણ કંદં’ આદિ શબ્દોના અર્થ અને વિવરણ પૂર્વે આટલી ભૂમિકા નોંધવાનું કારણ એ છે કે આપણે સૂત્રોને બદલે અહીં સ્તુતિનું વિવેચન જોવાનું છે. ‘કલાણ કંદં' સ્તુતિ ચતુષ્ક-થોયના જોડા રૂપે રજૂ થયેલ છે. એટલે જ આ “કક્ષાણ કંદું-સ્તુતિ” નામે પ્રસિદ્ધ છે. જો કે ક્યાંક તે ‘પંચજિન સ્તુતિ’ નામે પણ પ્રસિદ્ધ છે. વળી સ્તુતિ ચતુષ્કનું જે ધોરણ છે કે પહેલા અધિકૃત્ જિન સ્તુતિ, પછી સામાન્ય જિન સ્તુતિ, પછી જ્ઞાન-શ્રુતની સ્તુતિ અને ચોથી દેવ કે દેવીને આશ્રીને બોલાતી સ્તુતિ, તે ધોરણ પણ અહીં જળવાયેલ છે. તેઓને कल्लाण-कंद કલ્યાણના કંદ કે મૂળ ને. - - કલ્યાણરૂપી વૃક્ષના મૂળને, જેઓ કલ્યાણ કરવામાં મુખ્ય કારણભૂત આ પ્રથમ જિનેશ્વર માટે વપરાયેલ વિશેષણ છે. ૧૨૫ રાળ શબ્દ સૂત્ર-૧૭ “ઉવસગ્ગહરં’ની ગાથા-૧માં આવેલ છે. – ‘કલ્લાણ' એટલે આરોગ્ય કે નિરુપદ્રવતા, શ્રેય કે આત્મોદ્ધાર. ‘કંદ' એટલે મૂળ અથવા કારણ — ‘કલાણ કંદ’ – જેઓ અન્યનું કલ્યાણ કરવાની શક્તિ ધરાવે છે, અન્યનું કલ્યાણ કરવાની નિષ્ઠાવાળા છે અથવા અન્યનું કલ્યાણ કરવામાં કારણભૂત છે તે ‘કહ્યાણ કંદ’ કહેવાય છે. - - આગમમાં ‘છાળ’ શબ્દના જુદા જુદા અર્થો જોવા મળે છે— (૧) આવશ્યક કલ્યાણ એટલે આરોગ્યને આણવું તે. (૨) જીવાજીવાભિગમ - કલ્યાણ એટલે એકાંત સુખ. (૩) સૂયગડાંગ - કલ્યાણ એટલે ઇષ્ટાર્થ ફળની સંપ્રાપ્તિ. (૪) ઉત્તરાધ્યયન - કલ્યાણ એટલે શુભ અથવા મુક્તિનો હેતુ. (૫) ભગવતી કલ્યાણ એટલે શ્રેય કે નિરોગતાનું કારણ અનર્થના ઉપશમનો હેતુ, અર્થ પ્રાપ્તિ. (૬) દશવૈકાલિક - કલ્ચ એટલે મોક્ષ, તેને ‘ગળ’ એટલે આપે તે કલ્યાણ. . - Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ (૭) સ્થાનાંગ (૮) જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ -૦- આવા કલ્યાણના કંદ સ્વરૂપ - પદ્મમં નિખિદ્ - ને. • पढमं जिणिदं પહેલા જિનેન્દ્રને, આદિ-નાથને. – પઢમં - પ્રથમ, પહેલા. અહીં સંખ્યાવાચી કે ક્રમવાચી પદ રૂપે આ શબ્દ મૂકાયો છે. આ જંબુદ્વીપના આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીમાં જેઓ પહેલા છે, તે અર્થાત્ ઋષભદેવ ભગવંતને. નિળિવું - જિનેન્દ્રને, જિનવરને. ‘નિન’ શબ્દના અર્થ માટે જુઓ સૂત્ર૮ ‘લોગસ્સ' ગાથા-૧. પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ -0 કલ્યાણ એટલે સમૃદ્ધિ, મંગલ સ્વરૂપ. - સામાન્ય કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદ પૂર્વધર આદિ બધાંને પણ જિન તો કહ્યાં જ છે. પણ આ સર્વે જિનોમાં ઇન્દ્ર સમાન હોવાથી અરિહંત પરમાત્માને જિનેન્દ્ર કહ્યાં છે. કલ્યાણ એટલે તથા પ્રકારે વિશિષ્ટ ફળદાયી. પૂર્વ પશ્ચાત્ સંબંધની દૃષ્ટિએ સમગ્ર અર્થ આ પ્રમાણે થશે કે, કલ્યાણના કારણરૂપ એવા પહેલા તીર્થંકર ઋષભદેવને (હું ભક્તિ પૂર્વક વંદન કરું છું) કેમકે છેલ્લે મત્તીફ ચંદ્રે પદ આવે છે. ૭ અંતિ - સોળમાં તીર્થંકર શાંતિનાથ ભગવંતને. - - સંતિ - નો અર્થ શાંતિ થાય છે. પણ અહીં આગળ-પાછળ બીજા પણ ભગવંતોના નામો આપીને વંદના કરાઈ છે, તેથી સંતિ અહીં શરૂપે નહીં પણ ખાસ નામ રૂપે છે તેમ સ્વીકારવું જોઈએ. વળી સૂત્ર-૮ ‘લોગસ્સ'માં પ્રત્યેક તીર્થંકરના નામનો સામાન્ય અને વિશેષ અર્થ નોંધ્યો ત્યારે ત્યાં જણાવેલ છે કે, માતાના ગર્ભમાં આવ્યા ત્યારે સર્વ ઉપદ્રવો શાંત થઈ ગયા તેથી તેમનું શાંતિ એવું નામ રખાયું હતું. - ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીમાં સોળમાં તીર્થંકર રૂપે થયેલા એવા આ શાંતિનાથ ભગવંતને (હું ભક્તિપૂર્વક વંદન કરું છું.) ૦ તો - ત્યારપછી. (છંદના માત્રા મેળ પુરતો આ શબ્દ પ્રયોજાયો છે. અર્થની દૃષ્ટિએ તેમાં કોઈ વિશેષતા નથી. ૦ મિનિળ મુખિવું - બાવીશમાં તીર્થંકર નેમિજિન મુનીંદ્રને. અહીં મુળિંદ્ર એ નેમિજિનના વિશેષણરૂપ શબ્દ છે. જો કે ખરેખર વિશેષ્ય તો નેમિ જ છે. બિન પણ વિશેષણ રૂપ છે. નૈમિ - આ ભરતક્ષેત્રની આ ચોવીસીના બાવીશમાં તીર્થંકર, તેમનું મૂળ નામ તો ‘અરિષ્ટનેમિ' છે, પણ તેઓ ‘નૈમિ’ નામથી પણ ઓળખાય છે. જેમકે સૂત્ર-૧૧ જગચિંતામણિમાં ગાથા-૩માં ‘નૈમિનિ' જ લખ્યું છે. બૃહત્ શાંતિમાં પણ ‘નૈમિ’ જ લખ્યું છે. - - ‘નેમિ' એટલે ચક્રની ધારા. જેઓ અરિષ્ટ-અશુભનો નાશ કરવામાં ચક્રની ધારા સમાન છે, તે નેમિનાથ. Page #128 -------------------------------------------------------------------------- ________________ “કવાણ-કંદ” સ્તુતિ-વિવેચન ૧૨૭ – જેમની માતાએ સ્વપ્નમાં રત્નજડિત, રિઝ રત્નમય ચક્રધારા જોઈ હતી, તેથી તેઓ અરિષ્ટનેમિ કહેવાયા. મૂળ તો રિષ્ટનેમિ થાય પણ રિષ્ટ શબ્દ અમંગલનો સૂચક છે. તેથી અમંગલના પરિવારને માટે પૂર્વે “અ' લગાડી “અરિષ્ટનેમિ' કર્યું. - લોગસ્સ સૂત્ર-૮માં નેમિનાથના નામનું રહસ્ય જણાવેલ જ છે. પણ વિશેષણરૂપે નેમિનાથના બે વિશેષણો પ્રસિદ્ધ છે. (૧) બાલ બ્રહ્મચારી નેમિકુમાર પરણ્યા ન હતા, પણ કુંવારા અવસ્થામાં જ દીક્ષા ગ્રહણ કરેલી અને (૨) યદુકુલનંદન - યાદવ કુળમાં જન્મીને મોક્ષે પધાર્યા હતા તેથી યાદવકુલના વંશજ તરીકે યદુકુલ નંદન કહેવાતા હતા. ૦ નિન - નેમિ સાથે લાગેલો શબ્દ છે “જિન” આ શબ્દની વ્યાખ્યા પૂર્વે સૂત્ર-૮ લોગસ્સમાં થયેલી જ છે. ત્યાં જોવી અહીં તો બિન શબ્દ અરિહંત કે ભગવંતનો સૂચક છે. તેટલું સમજવું પૂરતું છે. ૦ મુદ્ર - મુનીન્દ્ર, મુનિઓના ઇન્દ્ર અર્થાત્ તીર્થકર. – મુનિ - સામાન્યથી સાધુ, શ્રમણ, યતિ, નિર્ગસ્થ, મુનિ, અણગાર, ભિક્ષુ ઇત્યાદિ સર્વે પર્યાય શબ્દો છે. – મુનિ શબ્દની વ્યાખ્યા આગમોમાં જુદી જુદી રીતે કરાયેલ છે– – પહેલા સંસ્કૃત વ્યાખ્યા જોઈએ કેમકે આ વ્યાખ્યા (૧) પ્રજ્ઞાપના, (૨) આવશ્યક, (૩) સૂયગડાંગ, (૪) વિશેષાવશ્યક આદિમાં આપેલ છે. “મનુત્તે जगतस्त्रिकालावस्थामिति मुनिः – ઉત્તરાધ્યયન - મુનિ એટલે તપસ્વી, સર્વવિરતિને સારી રીતે જાણતા હોવાથી તે મુનિ કહેવાય છે, સર્વ સાવદ્યવિરતિને સારી રીતે જાણતા હોવાથી તે મુનિ કહેવાય છે. – દશવૈકાલિક - સાવદ્ય (પ્રવૃત્તિ)માં મૌન સેવે છે માટે તે મુનિ છે. – ભગવતીજી - તત્વને જાણતા હોવાથી તે મુનિ છે. -૦- ભગવંત - મુનિઓમાં ઇંદ્ર સમાન અર્થાત્ સર્વશ્રેષ્ઠ હોવાથી તેમને મુનીન્દ્ર કહ્યા. એવા મુનીન્દ્ર જિન નેમિનાથ ભગવંતને (હું ભક્તિથી વંદના કરું છું.) • પરં પારં સુખack - સમગ્ર સદ્ગણોના એક સ્થાન રૂપ એવા તથા સમગ્ર પદાર્થને પ્રકાશનારા કે પ્રકારૂપ એવા પાડ્યું. ૦ પાઉં - આ ભરતક્ષેત્રની આ અવસર્પિણીના ત્રેવીસમાં તીર્થંકર, પાર્થને. – “પાર્થ' નામનું રહસ્ય સૂત્ર-૮ લોગસ્સ'માં જોવું. – જેઓ બધી વસ્તુને પાસે રહેલી હોય તેમ નિહાળી શકે તે પાર્થ. - જેમની માતાએ રાત્રિમાં અંધકાર હોવા છતાં પાસેથી-પડખેથી પસાર થતા કૃષ્ણ સર્પને જોયા હતો, ગર્ભના પ્રભાવે તેમ થયું હોવાથી પુત્રનું પાર્થ' નામ રાખવું તેમ નકકી કરેલ, માટે પાર્શ્વ. - પાર્શ્વનાથ સંબંધી જાણકારી માટે સૂત્ર-૧૭ “ઉવસગ્ગહર' જુઓ. Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ ૦ પયાસં - પ્રકાશ સ્વરૂપ, પ્રકાશ કરનારા, પ્રકાશનારા. કેવળજ્ઞાનની પ્રાપ્તિને લીધે તેઓ સમગ્ર જગતના સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયો જાણતા હોવાથી તેને પ્રકાશનારા છે. ૧૨૮ — અથવા કૈવલ્ય ઋદ્ધિ પ્રાપ્ત થવાથી ઉત્પન્ન થયેલા અતિશયોને કારણે પૂર્વ સ્વરૂપે પ્રકાશે છે માટે પ્રકાશરૂપ એવા. અથવા તીર્થંકરોનું રૂપ એટલું બધું ઝળહળાટ યુક્ત હોય છે કે તેમની સન્મુખ જોવું દુષ્કર હોય છે. ભામંડલ રૂપ અતિશયથી તેમનું રૂપ-તેજ સંહરી લેવાય છે. માટે તેમના તેજને કારણે પ્રકાશ સ્વરૂપ એવા. - . સુમુનિઘ્ધાળું - સદ્ગુણોના એક સ્થાન રૂપ, જ્યાં બધાં જ સદ્ગુણો એકત્ર થયા છે તેવા (પાર્શ્વપ્રભુ). સુમુળ - સમ્યક્ ગુણ, સદ્ગુણ કે શોભન ગુણ તે સુગુણ. इक्कठाण એક સ્થાન, એકત્ર થવાનું જે અદ્વિતીય સ્થાન. બધાં જ સગુણોને એકત્ર થવા માટેના સ્થાનરૂપ હોવાથી તેમને ‘‘સુગુÊકઠાણ’” એવું વિશેષણ અપાયેલ છે. આપણાં ઘણાં કવિવર આચાર્યાદિ મુનિરાજોએ પરમાત્માને ‘અનંતગુણ'' હોવાનું કથન તેમના ચૈત્યવંદન, સ્તવન આદિમાં કર્યું જ છે. જેમકે જ્ઞાનવિમલ સૂરિ સ્તવનમાં લખે છે– --- - - “એક એક પ્રદેશ તાહરે - ગુણ અનંતનો વાસ રે' ૦ મીડ઼ સઁવે - હું ભક્તિપૂર્વક વંદના કરું છું. મત્તીર્ - ભક્તિથી, અંતરની શ્રદ્ધાથી, હૃદયના ઉલ્લાસથી. વંà - હું વંદુ છું. વઢે - જુઓ સૂત્ર-૮ ‘લોગસ્સ’. આ પદ બધાં જ તીર્થંકરો સાથે સાંકળવાનું છે. (૧) પ્રથમ જિન આદિનાથ, ૧૬માં શાંતિનાથ, ૨૨માં નેમિનાથ, ૨૩માં પાર્શ્વનાથ આ ચાર તીર્થંકરોનો ઉલ્લેખ થઈ ગયો છે અને હવે આ પહેલી ગાથાના ચોથા ચરણમાં છેલ્લે ચોવીશમાં મહાવીર સ્વામી આવે છે. આ પાંચેને ભક્તિપૂર્વક હું વંદના કરું છું તેમ સમજી લેવાનું છે. • સિરિવદ્ધમાનું શ્રી વર્ધમાનને, શ્રી મહાવીર સ્વામીને. ૦ સિરિ - શ્રી. શ્રી એટલે - લક્ષ્મી, શોભા, વિભૂતિ કે સિદ્ધિ. • શ્રી શબ્દ પરમાત્માની અતિશયાદિ ઋદ્ધિ, પૂજ્યતા, સન્માન આદિ ભાવ દર્શાવે છે. ‘શ્રી’થી યુક્ત એવા - ‘વર્તમાન' સ્વામી એવો અર્થ થશે. વજ્રમાળ - આ શબ્દ પૂર્વે ‘લોગસ્સ' સૂત્ર-૮માં આવી ગયેલ છે. આ ચોવીસીના ચોવીશમાં તીર્થંકર પરમાત્મા છે. તેઓ મહાવીર સ્વામી નામથી પ્રસિદ્ધ છે. જન્મનું નામ ‘વર્ધમાન' હતું અને આગમોમાં ‘શ્રમણ ભગવંત મહાવીર' એવા નામથી અનેક સ્થાને ઉલ્લેખ પામેલા છે. ૦ આ રીતે આ સ્તુતિ ચતુષ્કની પહેલી ગાથામાં ભગવંત ઋષભ, - - - Page #130 -------------------------------------------------------------------------- ________________ કવાણ-કંદ” સ્તુતિ-વિવેચન ૧૨૯ શાંતિ, અરિષ્ટનેમિ, પાર્થ અને વર્તમાન એ પાંચ જિનેશ્વરોની સ્તુતિ કરવામાં આવી છે. સંઘાચાર ભાષ્યની ટીકામાં આ સ્તુતિને અધિકૃત જિનની સ્તુતિ કહેવામાં આવેલ છે. સામાન્યતયા જે તીર્થંકર પરમાત્માને આશ્રીને મધ્યમ કે બૃહતું ચૈિત્યવંદન કરાતું હોય તેમને આશ્રીને પહેલી સ્તુતિ બોલાય છે. જે અહીં પાંચ જિનને આશ્રીને બોલાયેલ છે. હવે સર્વ જિનને આશ્રીને બીજી સ્તુતિનું વિવેચન કરીએ છીએ– • પર સંસાર સમુદ પાર - અ-પાર સંસાર સમુદ્રના કિનારાને૦ સપR - જેનો પાર નથી અર્થાત્ કિનારો નથી તે અપાર કહેવાય. – જેનો પાર પામવો મુશ્કેલ છે તે. જેના કિનારે પહોંચવું અતિ દુર્ગમ અથવા અશક્ય છે તે “અપાર' કહેવાય. આ “સંસાર' શબ્દનું વિશેષણ છે. ૦ સંસાર - સંસાર એટલે સંસરણ કે પરિભ્રમણ. – જેમાં એક ગતિમાંથી બીજી ગતિમાં જવાની ક્રિયા અવિરતપણે અને અખ્ખલિતપણે ચાલુ છે, તેને સંસાર કહેવાય છે. અહીં “ગતિ' શબ્દ દ્વારા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર પ્રકારની ગતિ સમજવી. – ઠાણાંગ સૂત્રમાં સંસારનો અર્થ કર્યો છે. “ગતિચતુષ્ક', “મનુષ્યાદિ પર્યાયમાંથી નારકાદિ પર્યાયમાં જવું તે. – જીવાજીવાભિગમ સૂત્ર - સંસાર એટલે નારક, તિર્યંચ, મનુષ્ય, દેવના ભવભ્રમણ લક્ષણરૂપ સંસરણ. ૦ સમુદ્ - સમુદ્ર – જે મુદ્રાથી એટલે મર્યાદાથી વર્તે છે તે સમુદ્ર. - જે ઘણાં જ ઉદક અર્થાત્ પાણીથી યુક્ત છે તે સમુદ્ર કહેવાય. – સમુદ્રને સાગર, દરિયો, ઉદધિ, જલધિ, જલનિધિ, સિંધુ, રત્નાકર સરિસ્પતિ ઇત્યાદિ અનેક નામે ઓળખવામાં આવે છે. ૦ સંસારમુ - સંસારરૂપી સમુદ્ર. જેમ સમુદ્ર અગાધ જલ વડે ભરપુર છે, તેમ સંસાર પણ અનંત જન્મોની યુક્ત, અનંત દુઃખની રાશિ અને અનંતભવ સમુહોથી વ્યાપ્ત છે. – જન્મ-મરણની આ અનંતતા સમુદ્રના અનંત જળરાશિ સાથે સારશ્ય ધરાવતી હોવાથી સંસારને સમુદ્રની ઉપમા અપાયેલી છે. ૦ પર - પાર એટલે કિનારો કે તટ. – સમુદ્ર એટલે સમુદ્રનો તટ અથવા સમુદ્રનો કિનારો. – સંપરસમુદUR એટલે સંસારરૂપી સમુદ્રનો તટ કે કિનારો. – આ સંસારપી સમુદ્રનો કિનારો કે પાર જલ્દી પામી શકાય તેવો હોતો નથી, તેથી તેને “અપાર' કહેવામાં આવે છે. – આ સમગ્રપદ સાથે આ ગાથાના બીજા ચરણનો પહેલો શબ્દ સંબંધ ધરાવે છે. - પત્તા', પત્તા એટલે પ્રાપ્ત થયેલા. • પd - (જેઓ) અપાર એવા સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત થયેલા છે. અહીં [2] 9] Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ વત્તા' શબ્દનો અર્થ છે. “પ્રાપ્ત થયેલા”. જે પહેલા ચરણ સાથે જોડાયેલ છે અને “અપાર સંસારસમુદપાર પત્તા” એ આખું વાક્ય સર્વે જિનેન્દ્રોના વિશેષણ સ્વરૂપે વપરાયેલ છે. • સિવં હિંદુ - શિવ, કલ્યાણ, મોક્ષપદને આપો. ૦ ‘સિવ' શબ્દ આ પૂર્વે સૂત્ર-૧૩ “નમુત્થણ'માં આવી ગયો છે. ૦ ‘હિંદુ' શબ્દ આ પૂર્વે સૂત્ર-૮ ‘લોગસ્સ'માં આવી ગયો છે. – ‘હિંત' શબ્દથી પ્રાર્થના કરાયેલ છે કે મને “સિવં' મોક્ષ' સુખ આપો. • સુદ-સાર - શ્રુતિના અથવા સર્વ પવિત્ર વસ્તુના એક સારરૂપ. – અહીં પ્રાકૃતમાં જે “સુ” શબ્દ છે તેના બે અર્થો - સંસ્કૃત રૂપાંતરો થઈ શકે છે. સુવું એટલે શ્રુતિ અને “સુરૂ' એટલે શુરિ. -જો “સુ' શબ્દથી શ્રુતિ અર્થ ગ્રહણ કરવામાં આવે તો – “કૃતિ' - “શું' ક્રિયાપદનો અર્થ છે “સાંભળવું ભૂયતે રૂતિ કુતિ: જે સંભળાય છે તે શ્રુતિ અથવા જે સાંભળવા યોગ્ય છે તે શ્રુતિ. – શ્રુતિ શબ્દનો અર્થ વેદ, કાન, શાસ્ત્ર ઇત્યાદિ થાય છે. પણ અહીં શ્રુતિ શબ્દ દ્વારા “શાસ્ત્ર” અર્થનું ગ્રહણ કરવું તે અભિપ્રેત છે. -૦- હવે જો ‘સુ' શબ્દથી શુદ્ધિ અર્થ ગ્રહણ કરવામાં આવે તો– શુવિ શબ્દનો અર્થ છે પવિત્ર કે પવિત્રતા. – મૂળ ક્રિયાપદ છે “શુદ્'. શુન્ એટલે શોધવું કે મળનું શોધન કરવું તે શુચિ' શબ્દથી “પવિત્રતા' અર્થ કરાયેલ છે. – અહીં “શુચિ' શબ્દ “ભાવ-શુચિ' અથવા “અંતર શુચિ'ના અર્થમાં પ્રયોજાયેલ છે. શુચિ દ્રવ્યથી અથવા બાહ્યપણે પણ હોય અને ભાવથી અથવા અત્યંતરપણે પણ હોય છે. પરંતુ દ્રવ્ય કે બાહ્ય શુચિમાં માત્ર નહાવું, ધોવું કે સ્વચ્છ રહેવાનો સમાવેશ થાય છે. તેથી તે અર્થ અહીં સ્વીકાર્ય નથી. જ્યારે ભાવશુચિ કે અત્યંતર શુચિમાં અંતરમાંથી કષાયરૂપી કચરો બહાર કાઢી નાંખવો અથવા હિંસા-અસત્ય આદિ દોષોને દૂર કરવાનો સમાવેશ થાય છે. તેથી “શુચિ' શબ્દમાં “ભાવશુચિ'નો અર્થ જ અભિપ્રેત છે. ૦ - એક સુ શબ્દમાં ‘સુ' શબ્દ સાથે જોડાયેલા શબ્દ રૂઢ છે. – એક એટલે અદ્વિતીય, ઉત્તમ કે શ્રેષ્ઠ. ૦ HR - સારરૂપ સાર એટલે નિચોડ કે સત્ત્વ - જ્યારે કોઈપણ વસ્તુમાંથી બિનજરૂરી પદાર્થને દૂર કરીને તેનો વિશિષ્ટ ગુણવાળો ભાગ જ એકત્ર કરવામાં આવે છે, ત્યારે તેનો નિચોડ અથવા સત્વ કે અર્ક કાઢવામાં આવે તેને “સાર" કહેવાય છે. આવી સારરૂપ વસ્તુ મૂલ્યવાનું અથવા વધારે ગુણવાનું હોય છે. - વ્યવહાર દૃષ્ટાંતથી “સાર' શબ્દને સમજવા પ્રયત્ન કરીએ તો એમ કહી શકાય કે, જેમ સાકર કરતાં સેકેરીન અનેકગણી વધુ ગળી હોય છે. ગળો કરતાં Page #132 -------------------------------------------------------------------------- ________________ “કલ્લાણ-કંદ” સ્તુતિ-વિવેચન ૧૩૧ ગળોનું સત્ત્વ અનેકગણું વધારે ગુણકારક હોય છે અને ગુલાબ કરતાં ગુલાબનું અત્તર અનેકગણું વિશેષ સુવાસિત હોય છે. એ રીતે “શુચિ પવિત્રતા કરતા પવિત્રતાનો સાર અનેકગણો ચડિયાતો હોય છે. પવિત્રતાનો ઉત્તમ સાર એ પવિત્રતાની પરાકાષ્ઠા છે. ૦ સુફસાર - શ્રુતિના એક સારરૂપ કે પવિત્રતાના સારરૂપ. – શાસ્ત્રોમાં જેને અદ્વિતીય સારરૂપે વર્ણવેલું છે તેવું. - પવિત્રતાના અદ્વિતીય સારરૂપ કે શ્રેષ્ઠ સત્વરૂપ. -૦- આ પદ “સિવ’ મોક્ષપદના વિશેષણ રૂપ છે. સમગ્ર પદને સાથે વિચારતા આ પ્રમાણે અર્થ થાય કે શાસ્ત્રના અદ્વિતીય સારરૂપ અથવા સર્વ પવિત્ર વસ્તુના સારરૂપ એવા મોક્ષપદને આપો. તલ્લે જિવા સુરવિંદ વંલા - દેવતાઓના સમૂહ વડે વંદન કરવા યોગ્ય કે વંદાયેલા સર્વે જિનેન્દ્રો. – અહીં સવ્વ નિખંલા અને સુવં ચંદ્રા બંને અલગ-અલગ રીતે વિચારવા જરૂરી છે. કેમકે - સવ્વ નિખિલા નું એક વિશેષણ બીજી ગાથાના પહેલા ચરણમાં હતું, બીજું વિશેષણ આ ત્રીજા ચરણમાં છે અને ત્રીજું વિશેષણ આ ગાથાના ચોથા ચરણમાં છે. ૦ સર્વે - સર્વે, બધાં. ૦ નિકા - જિનેન્દ્રો. ‘બિન' શબ્દ માટે જુઓ સૂત્ર-૮ લોગસ્સ'. જુઓ સૂત્ર-૧૧ “જગચિંતામણી', નિતિ’ આ સૂત્રની ગાથા-૧માં જુઓ. ૦ સુરવિંદ્ર વંતા - જેમાં ‘કુર' શબ્દનો અર્થ છે દેવો, દેવતાઓ. વિંદ્ર એટલે વૃંદ, સમૂહ. (તેના વડે) વં - વંદાયેલા અથવા વંદન કરવાને યોગ્ય. (આ પદ નિMિવા' શબ્દનું વિશેષણ છે.) – “કુર' - જે પ્રણામ કરનારા ભક્તોને સારી રીતે અભિલષિત અર્થ અથવા ઇચ્છિત વસ્તુને આપે છે, તેને સુર કે દેવતા કહેવાય છે – અથવા જેઓ વિશિષ્ટ ઐશ્વર્ય વડે દીપે છે તે “સુર” કહેવાય. – આ સુર ના દેવ, દેવતા, અમર ઇત્યાદિ પર્યાય નામો છે. ૦ અરવિંદ્ર - દેવોનો સમૂહ કે દેવોનો સમુદાય. – જેઓ દેવતાના સમુહ વડે વાંદવા યોગ્ય કે વંદાયેલા છે તેવા (જિનેન્દ્રો)ને સુરવિંદ્ર વંદ્વા કહેવામાં આવે છે. • હાઇ-વણી વિસાત-સંતા - કલ્યાણરૂપી વેલ કે લતાના વિશાળ કંદ કે મોટા મૂળ સમાન (એવા જિનેન્દ્રો) ૦ છન્યા - કલ્યાણ, જુઓ ગાથા-૧ “કલ્લાણ કંદ' ૦ વર્ણી - વેલ, લતા. – જે વનસ્પતિ વૃક્ષ કે મંડપના આધારે લાંબી પથરાતી જાય કે વધતી જાય અને ઊંચે ચડે તે વેલ કહેવાય છે. જેમકે જાઈ, જુઈ, ચમેલી, માધવી ઇત્યાદિ. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ – “કલાણ વલણ' એટલે કલ્યાણરૂપી વેલ કે લતાના. ૦ વિસાન - વિશાળ, મોટા ૦ રુંવા - કંદ કે મૂળ. જુઓ ગાથા-૧ “કલાણ કંદં' – જે મૂળ મોટું કે વિશાળ હોય તેને મૂળ કે કંદ કહેવાય છે. સમગ્ર ગાથાનો ભાવ સાથે વિચારીએ તો આ બીજી ગાથામાં ત્રણ બાબતોનો સમાવેશ થયેલો છે – (૧) સર્વે જિનેન્દ્રો કે તીર્થકરો. (૨) જિનેન્દ્રના ત્રણ વિશેષણ અને (૩) મોક્ષ આપો તેવી પ્રાર્થના. (૧) જેઓ અપાર એવા સંસારરૂપી સમુદ્રને પાર પામેલા છે– (૨) જેઓ દેવોના સમૂહને પણ વાંદવા યોગ્ય છે પૂજ્ય છે– (૩) જેઓ કલ્યાણરૂપી લતાના વિશાળ મૂળ કે કારણ રૂપ છે – એવા સર્વે તીર્થંકર પરમાત્માઓ – સર્વ પવિત્ર વસ્તુના સારરૂપ એવો મોક્ષ મને આપો. -૦- હવે આ સ્તુતિ ચતુષ્કની ગાથા-૩નું વિવેચન જોઈએ • નિવ્યાપ- યર-બાઇ-વેણે - નિવાર્ણ માર્ગમાં ઉત્તમ વાહન સમાન અથવા મોક્ષ માર્ગમાં પ્રધાન યાન-રથ તુલ્ય. – આ સમગ્ર ચરણ એ “જિનમત’ કે ‘જિનશાસન'નું વિશેષણ છે. ૦ નિવ્વાણ - મોક્ષ. નિર્વાણ શબ્દનો અર્થ સકલ કર્મબંધનથી મુક્તિ અથવા મોક્ષ થાય છે. જન્મ, જરા, મરણરૂપ ભવભ્રમણથી મુક્ત થઈને હંમેશાને માટે સિદ્ધિગતિમાં જવું તેને નિર્વાણ કહે છે. – આવા નિર્વાણને પ્રાપ્ત કરનાર જીવને ફરી કર્મ વડે બંધાવાનું રહેતું નથી કે ફરી જન્મ ધારણ કરવો પડતો નથી. – સૂયગડાંગ તથા સમવાય નામક આગમમાં “નિવ્વાન' શબ્દનો અર્થ કરતા કહ્યું છે – “ઘનઘાતિ કર્મ ચતુષ્ટયના ક્ષય વડે કેવળજ્ઞાન પ્રાપ્તિ.” - પ્રશ્રવ્યાકરણ - મોક્ષ, તેનો હેતુ તે નિર્વાણ. - નાયાધમ્મકહા - સકલકર્મના વિરહથી ઉત્પન્ન સુખ તે નિર્વાણ. – આવશ્યક નિર્યુક્તિ - નિવૃત્તિ, સકલકર્મ ક્ષયથી ઉત્પન્ન આત્યંતિક સુખ - આવશ્યક વૃત્તિ - બાકી રહેલા કર્મરૂપી રોગના જવાથી જીવનું સ્વરૂપે અવસ્થાન અર્થાત્ મુક્તિપદ તે નિર્વાણ. – ઉત્તરાધ્યયન વૃત્તિ - કર્મરૂપી અગ્રિના સર્વથા શાંત થઈ જવાથી જીવોને જે શાતા-શાંતિ પ્રાપ્ત થાય તે નિર્વાણ કહેવાય. ૦ મ - માર્ગ, પથ, રસ્તો. ૦ નિવ્વાણુમ - નિર્વાણનો માર્ગ, મોક્ષ પ્રાપ્તિનો રસ્તો. – જંબૂતીપપ્રજ્ઞપ્તિ - અસાધારણ રત્નત્રયરૂપ તે નિર્વાણ માર્ગ. – ભગવતીજી - સકલકર્મના વિરહથી ઉત્પન્ન થતો સુખનો ઉપાય. ૦ વર - શ્રેષ્ઠ, ઉત્તમ (આ “નાશબ્દનું વિશેષણ છે.) Page #134 -------------------------------------------------------------------------- ________________ કલાણ-કંદં સ્તુતિ-વિવેચન ૧૩૩ ૦ ના - યાન, વાહન, રથ ૦ વM - કલ્પ એટલે સમાન, સદશ, તુલ્ય. • સિવાસ-રુવારૂ-ટુi - જેણે કુવાદીઓનું અભિમાન સંપૂર્ણપણે નષ્ટ કરેલ છે તેને - અથવા - સમગ્ર કુવાદીઓના અભિમાનનો સર્વથા નાશ કરનાર છે તેને. (આ બીજુ ચરણ પણ “જિનમત'નું વિશેષણ છે.) ૦ નાલય - એટલે નાશ કરાયેલો. ૦ રૂસિય - એટલે વિશેષ અથવા પ્રકૃષ્ટતયા નાશ કરાયેલો. ૦ સેમ - બાકી રહેલા, બધાં, જેમાં શેષ કંઈપણ બાકી નથી તેવા. ૦ યુવાડું - કુવાદી, કુત્સિતવાદી કે કુતર્કવાદી, મિથ્યાવાદી. – વાદ - એટલે સિદ્ધાંતની ચર્ચા કરવી કે શાસ્ત્રાર્થ કરવો તે. આવો વાદ ન્યાયશાસ્ત્રના સ્થાપિત પ્રમાણો કે ધોરણો અનુસાર કરાય છે. – વાદી - એટલે જેઓ વાદ કરનાર છે તે વાદી કહેવાય છે. - કુવાદી - એટલે જેઓ વાદશાસ્ત્રથી વિરુદ્ધ વર્તનારા છે તે. -૦- અથવા તો જેઓ જિજ્ઞાસા બુદ્ધિથી, સત્યશોધનની દૃષ્ટિએ કે સ્વસમય અને પરસમયની ચર્ચા દ્વારા શાસ્ત્ર ચર્ચા કરે છે તે વાદી. -૦- જેઓ વાદ કરવા ખાતર કે ફક્ત વિવાદ બુદ્ધિથી વાદ કરે છે તેઓ કુવાદી કહેવાય છે જેમને ફક્ત ખંડન પ્રવૃત્તિમાં જ રસ હોય છે. બીજી રીતે વાદી અને કુવાદીનો ભેદ કરીએ તો સમ્યફ કે મિથ્યા શાસ્ત્રને આધારે આ ભેદ થઈ શકે. સર્વજ્ઞકથિત સિદ્ધાંત અથવા જિનમત અનુસરીને વાદ કરવો તે સમ્યકૂવાદ કહેવાય. આવો વાદ કરનારને સમ્યગૂ વાદી કહેવાય છે. જ્યારે મિથ્યામતિએ પ્રરૂપેલા સિદ્ધાંતો કે સ્થાપેલા શાસ્ત્રોને અનુસરીને વાદ કરવો તે કુવાદ' કહેવાય. આવો વાદ કરનારા કુવાદી-મિથ્યાવાદી કહેવાય છે. ૦ ટj - દર્પ એટલે અભિમાન, અહંકાર, ગર્વ આદિ. - ત્રીજી ગાથાના આ બીજા ચરણનો સમગ્રતયા અર્થ વિચારીએ તો તેનો ભાવ એવો છે કે, જિનેશ્વર દેવે પ્રરૂપેલ મત કે સ્થાપીત સિદ્ધાંત સ્યાદ્વાદ કે અનેકાંતવાદથી યુક્ત છે. આ અનેકાંતવાદને આધારે કંઈપણ એકાંતપણે ન વિચારતા પ્રત્યેક વસ્તુને અનેકાંતપણે મૂલવવામાં આવે છે. જેથી “આમ જ છે' અથવા “આમ નથી જ' એ રીતે ન વિચારતા ભિન્ન ભિન્ન અપેક્ષા અનુસાર વસ્તુની વિચારણા થાય છે. જેમકે “આત્મા' તે “નિત્ય છે' એમ પણ કહેવાય અને “નિત્ય નથી' એમ પણ કહેવાય. કેમકે દ્રવ્યરૂપે આત્મા નિત્ય છે અને પર્યાયરૂપે આત્મા અનિત્ય છે. આ રીતે અનેકાંતવાદ અનેક યુક્તિથી ભરપૂર છે. તેની પાસે કુવાદી કે કુતર્કવાદીનું કંઈ ચાલતું નથી. તેઓના એકાંતવાદી અભિગમ ટકી શકતા નથી. એકાંતવાદનું ખંડન કરવા આ અનેકાંતવાદ સમર્થ છે. તેથી “જિનમતાને સમગ્ર કુવાદીના અભિમાનનો સંપૂર્ણ નાશ કરનાર કહ્યો છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨ - માં વિના સરખે યુi - ત્રીજી ગાથાના આ બીજા ચરણને બે વિભાગમાં જોવું પડશે. (૧) મયં વિનાનું અને (૨) સરdi ગુદાઇi કેમકે “મર્યા જિહાણં' એ વિશેષ્ય પદ છે અને “સરણ બુહાણં' એ વિશેષણ પદ છે. ૦ ૧ લિપાઈi - જિનનો મત, અરિહંતનું શાસન ૦ મી - એટલે મત, સિદ્ધાંત, દર્શન, શાસન ઇત્યાદિ. ૦ નિVIIM - જિનોનો, અરિહંતોનો, તીર્થકરોનો. – ‘વિન’ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૮ “લોગસ્સ'માં થયેલી છે. – નિ[M-મય - જિનેશ્વરોનો સિદ્ધાંત, જિનમત, જૈનદર્શન. -૦- આ વિશેષ્ય પદના વિશેષણ રૂપે ત્રીજુ ગાથાનું પહેલું આખું ચરણ છે; બીજું પણ આખું ચરણ છે, જ્યારે ત્રીજા ચરણનો ઉત્તરાર્ધ જ આ પદનું વિશેષણ છે “શરણે બુહાણ'. બુધોને શરણરૂપ. ૦ સર - શરણરૂપ, આશ્રયરૂપ, આધારરૂપ. - આ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧૩ નમુત્થણ'માં આવી ગયેલ છે. ૦ વુહા - બુધોને, પંડિતોને, વિદ્વાનોને. - વધુ એટલે જાણવું. બુધ એટલે જે સારી રીતે જાણે છે તે. અર્થાત પંડિત, તત્ત્વજ્ઞ, વિદ્વાન્. કોઈપણ વિષયમાં નિપુણતા ધરાવનાર એ સર્વે “બુધ' કહેવાય છે. જેનું પ્રાકૃત રૂપ ગુઢ થાય છે. – આવા બુધજનોને જે શરણ કરવા યોગ્ય છે (તે જિનમત) • નમિ નિરં તિજન-બાનું - ત્રીજી ગાથાનું આ ચોથું ચરણ પણ બે ભાગમાં વિચારણીય છે. કેમકે તેનો પૂર્વાર્ધ ભાગ છે “નમામિ નિચ્ચે અને ઉત્તરાર્ધ છે “તિજગપ્પહાણ'. તેમાં ઉત્તરાર્ધ પદ તિજગપ્પહાણં' એ ‘બિનમત' નું વિશેષણ પદ છે. જ્યારે નમામિ' શબ્દ ક્રિયાપદ છે. જે બોલનાર વ્યક્તિ અથવા પહેલો પુરુષ-કર્તા સ્વ ઇચ્છાથી બોલે છે. ૦ નમામિ - હું નમસ્કાર કરું છું, હું નમું છું. – અહીં “નમ્' ક્રિયાપદ નમસ્કાર કે નમન કરવાના અર્થમાં છે. જેનું પહેલા પુરુષ એકવચનનું રૂપ “નમજિ બનેલું છે. ૦ નિર્ધા - નિત્ય, રોજ, પ્રતિદિન, હંમેશા. ૦ તિન પૃહા - ત્રણ જગમાં પ્રધાન, શ્રેષ્ઠ છે તેને. - આ પદ પૂર્વે કહ્યા પ્રમાણે જિનમતના વિશેષણ રૂપે છે. – તિન - ત્રણ જગતું. ઉર્ધ્વ-તીર્જી અને અધોલોકને અથવા તો સ્વર્ગ, મૃત્યુ અને પાતાળલોકને ત્રણ જગત્ કહેવામાં આવે છે. - પહાણ - પ્રધાન અર્થાત્ શ્રેષ્ઠ કે ઉત્કૃષ્ટ કે મુખ્ય. ત્રણ જગમાં જે પ્રધાન છે (તેવા જિનમતને) ત્રીજી આખી ગાથાનો પરમાર્થ વિચારીએ તો - આ ગાથાને ત્રણ મુખ્ય ભાગોમાં વિભાજીત કરી શકાય – (૧) વિશેષણો, (૨) જિનમત, (૩) નમન. Page #136 -------------------------------------------------------------------------- ________________ ‘“કલ્લાણ-કંદં' સ્તુતિ-વિવેચન (૧) વિશેષણો - જે મોક્ષમાર્ગને વિશે ઉત્તમ એવા વાહન સમાન છે. જે સમગ્ર કુવાદીઓના અહંકારનો નાશ કરનાર છે. જે વિદ્વાન્-પંડિતજનોને શરણ કરવા યોગ્ય છે. - જે ત્રણ જગમાં વર્તતા સર્વ મતો કરતા ઉત્તમ-શ્રેષ્ઠ છે. (૨) જિનમત – ઉપરોક્ત વિશેષણો ધરાવતા એવા જિનમત-જૈનદર્શનને - (૩) નમન હું નિત્ય - હંમેશા નમસ્કાર કરું છું. હવે આ સ્તુતિ ચતુષ્કની ચોથી ગાથાનું વિવેચન કરીએ છીએ કે જેમાં શ્રુતદેવતા- (સરસ્વતી)ને નમસ્કાર કરવામાં આવેલ છે. • વિદુ-ગોવસ્ત્રીર-તુસાર-વન્ના ચોથી ગાથાના આ પહેલા ચરણમાં શ્રુતદેવીના વર્ણને જણાવતી ઉપમાઓ આપેલી છે. ૦ ૬ - મચકુંદના પુષ્પ અર્થાત્ મોગરો. ૦ તુ - ચંદ્રમા, ૦ તુસાર - હીમ, બરફ -- ૧૩૫ - ૦ શોક્ષીર - ગાયનું દૂધ ૦ વત્રા - વર્ણવાળી શ્રુતદેવી મોગરો, ચંદ્ર, ગાયનું દૂધ, હીમ જેવી શ્વેત વર્ણવાળી છે. ૦ સરોગ હત્યા મને નિસન્ના - ચોથી ગાથાના આ બીજા ચરણમાં પણ શ્રુતદેવીના બે વિશેષણોનો ઉલ્લેખ છે. • सरोज हत्था હાથમાં કમળને ધારણ કરનારી. - સરોન - એટલે કમળ. તે સરોવરમાં ઉત્પન્ન થતું હોવાથી તેને સરોજ કહેવામાં આવે છે. - हत्था જેના એક હાથમાં છે તે. ० कमले निसन्ना કમલની ઉપર બેઠેલી. - નિસન્ના - આ શબ્દમાં મૂળ ક્રિયાપદ નિ + વ્ છે. તેનું ભૂત કૃદંતનું રૂપ બન્યું છે, નિષા જે પ્રાકૃતમાં “નિક્ષત્ર” કહેવાય છે. પણ શ્રુતદેવીનું અર્થાત્ સ્ત્રીલિંગી વિશેષણ હોવાથી નિતન્ના એવું આ કારાંત રૂપ થયું. ૦ વાર્ડ્સરી-પુચવવા હત્થા - ચોથી ગાથાના ત્રીજા ચરણમાં વિશેષ્ય અને વિશેષણ એ બે પદો છે. સ્તુતિના કર્તાએ બીજી, ત્રીજી અને ચોથી એ ત્રણે ગાથામાં આ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. ત્રણે ગાથામાં ત્રીજા ચરણમાં વિશેષ્યનો ઉલ્લેખ કર્યો છે. તે પણ પૂર્વાર્ધમાં. ત્રણે ગાથાના ત્રીજા ચરણના ઉત્તરાર્ધમાં તો વિશેષણ જ છે. ૦ વાર્ડ્સરી - જેના માટે પ્રચલિત પરંપરાગત શબ્દ છે વારી. - જેનો અર્થ છે વાગીશ્વરી, શ્રુતદેવી કે સરસ્વતી. વાળ્ એટલે ભાષા અથવા વાણી કે વાચા. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ફેસર અર્થાત્ ઈશ્વરી અથવા અધિષ્ઠાત્રી. આ દેવી જુદા જુદા નામથી પ્રસિદ્ધ છે. જેવા કે – મૃતદેવતા, મૃતદેવી, વાગુદેવી, વાગ્યાદિની, વાણી, બ્રાહ્મી, ભારતી, શારદા, સરસ્વતી ઇત્યાદિ જેમાંથી સરસ્વતી' નામ વિશેષ પ્રસિદ્ધ છે. – આ સરસ્વતી દેવીના જ વિશેષણોનો ચોથી ગાથામાં ઉલ્લેખ છે. ૦ પુસ્થય વર્ષા થા - જેનો (બીજો) હાથ પુસ્તકમાં વ્યગ્ર-રોકાયેલો છે અથવા જેના (બીજા) હાથમાં પુસ્તકનો સમૂહ છે તેવી (મૃતદેવી) અહીં પુસ્થળે એટલે “પુસ્તક' અર્થ પ્રસિદ્ધ છે. પણ વા શબ્દનું સંસ્કૃત રૂપાંતર બે પ્રકારે થઈ શકે છે. વ્યગ્ર અને વ. જો વ્યગ્ર અર્થ લઈએ તો “તેનો બીજો હાથ પુસ્તકથી રોકાયેલો છે' એવો અર્થ થશે અને જો વર્ગ' અર્થ લઈએ તો ‘તેના બીજા હાથમાં પુસ્તકનો વર્ગ અર્થાત્ એકથી વધુ પુસ્તકો રહેલા છે' તેવો અર્થ થશે. ચોથી ગાથાના બીજા ચરણમાં “સરોજ હત્યા' વિશેષણ છે અને ત્રીજા ચરણમાં ‘પુત્થય વર્ગી હત્થા' વિશેષણ છે. તેથી મૃતદેવી-સરસ્વતીના બે હાથ છે અને એક હાથમાં કમળ તથા બીજા હાથમાં પુસ્તકવર્ગ રહેલો છે તે પ્રમાણે અર્થ કરાયો છે. અન્યથા ગાથામાં તો બંને સ્થાને “હલ્યા' શજ છે. જેનો એક હાથ કે બીજો હાથ એવો અર્થ થઈ શકે નહીં. • સુહાય તા ૩ સયા પત્થા - આ ચોથા ચરણમાં પ્રાર્થના છે અને બે ભાગ અલગ વિચારીએ તો પૂર્વાર્ધમાં પ્રાર્થના અને ઉત્તરાર્ધમાં શ્રુતેદવી-સરસ્વતીનું વિશેષણ છે. ૦ મુદાય - સુખને માટે સ - તેણી, મૃતદેવી ૦ પૃષ્ઠ - અમને સયા - સદા, હંમેશા ૦ પસંસ્થા - પ્રશસ્તા, વખણાયેલી, ઉત્તમ અહીં ઉપસત્થા’ શબ્દ એ મૃતદેવી-સરસ્વતીનું વિશેષણ છે, જ્યારે બાકીના પદો સરસ્વતી પાસે પ્રાર્થના સ્વરૂપ છે-” હે મૃતદેવી ! તમે અમને સદા-હંમેશા સુખ આપનારી થાઓ.” આ ચોથી ગાથાનો પરમાર્થ વિચારીએ તો - આ ગાથામાં પણ ત્રણ બાબતો નજરે ચડે છે – (૧) વિશેષણો (૨) પ્રાર્થના (1) પ્રાર્થ્યવ્યક્તિ. (૧) વિશેષણો – - શ્રુતદેવીના વર્ણના શ્વેતપણાને જણાવતી ઉપમાઓ. – શ્રુતદેવીના બંને હાથમાં શું - શું રહેલું છે તે જણાવતા શબ્દો. - શ્રુતદેવી ક્યાં બિરાજમાન થયા છે તે જણાવતું પદ. - મૃતદેવી પ્રશસ્ત કે શ્રેષ્ઠ છે તેવું કથન. (૨) પ્રાર્થના – – અમને સદા સુખ આપનારી થાઓ. Page #138 -------------------------------------------------------------------------- ________________ “કઘાણ-કંદં' સ્તુતિ-વિશેષ કથન ૧ ૩૭ (૩) પ્રાર્થ્ય વ્યક્તિ – – સા એવા સર્વનામ દ્વારા મૃતદેવીનો ઉલ્લેખ કર્યો છે. વિશેષ-કથન : આ એક સ્તુતિ ચતુષ્ક છે. તેમાં વિશેષ-કથનરૂપે ખાસ કંઈ નોંધપાત્ર કથન નથી. સામાન્યથી સ્તુતિ બંધારણ, કોઈક પાઠભેદ, મૃતદેવીની મહત્તા જેવા સામાન્ય ઉલ્લેખ થઈ શકે. સ્તુતિનું સામાન્ય બંધારણ એ પ્રમાણે હોય છે કે તેમાં ચાર ગાથા કે શ્લોક કે પડ્યો હોય છે. જેમાંનું પ્રથમ પદ્ય-સ્તુતિ મૂળનાયક કે અધિકૃત જિન કે આરાધ્ધપદને ઉદ્દેશીને બોલાય છે. સ્તુતિ ચતુષ્કની બીજી સ્તુતિ સર્વે જિનને આશ્રીને રચાયેલ હોય છે. જેમ અહીં “અપાર સંસાર” વાળી સ્તુતિમાં “સલ્વે જિણિંદા” શબ્દથી સર્વ જિનેશ્વરોની સ્તુતિ કરવામાં આવેલ છે. સ્તુતિ ચતુષ્કની ત્રીજી સ્તુતિ જ્ઞાનની છે, શ્રુતજ્ઞાનને આશ્રીને રચાયેલી હોય છે. જેમ અહીં “નિવ્વાણમગ્ગ" સ્તુતિ દ્વારા જિનમત'ની સ્તવના-પ્રશંસા કરવામાં આવેલ છે. સ્તુતિ ચતુષ્કની ચોથી સ્તુતિ શાસન દેવ-દેવીને આશ્રીને અથવા વૈયાવચ્ચ કરનારા દેવોના ઉપયોગાથે બોલાય છે. આ સ્તુતિમાં પણ ચોથી સ્તુતિ વાગેશ્વરી - મૃતદેવીને આશ્રીને રચાયેલ છે. – દેવવંદન, પ્રતિક્રમણ આદિ ક્રિયામાં જે કોઈ સ્તુતિઓ બોલાય છે. તે દરેક સ્તુતિ ચતુષ્કમાં ચારે સ્તુતિમાં ઉપરોક્ત ધોરણ જાળવીને જ સ્તુતિની રચના કરાયેલ છે. તે દરેક સ્તુતિમાં સામાન્ય જિન, સર્વજિન, શ્રુતજ્ઞાન અને શાસનદેવતા એ ચારે ક્રમ ધોરણ સચવાયેલ હોય છે. ૦ પાઠ ભેદ નોંધ :– ગાથા ચારમાં – વરવાર અને વીર બંને પાઠ જોવા મળે ચે. – વન્ના અને નિસગ્ના શબ્દોને સ્થાને વUT અને નિસUT એવો પાઠ હોવો જોઈએ એ પ્રમાણે પણ એક મત છે. – પ્રસિદ્ધ પાઠ મુજબ વારિરિ શબ્દ છે. પ્રબોધટીકાકાર વાર પાઠ હોવાનું જણાવે છે. એક સ્થાને “વારિ’ પણ જોવા મળેલ છે. મૃતદેવી-સરસ્વતીની મહત્તા – અહીં ચોથી સ્તુતિમાં રજૂ થયેલ મૃતદેવી-સરસ્વતીના સ્વરૂપમાં આસનરૂપે કમળનો ઉલ્લેખ છે. હાથમાં પણ કમળ અને પુસ્તકો હોવાનો ઉલ્લેખ કરાયેલો છે. કમળ એ મલિનતાને દૂર કરનારું કે નિર્મળતાનું પ્રતિક છે. જ્યારે પુસ્તકો એ શ્રુતના પ્રતિકરૂપ હોવાથી જડતાને દૂર કરનારા છે. આ રીતે હૃદયની પવિત્રતા તથા બુદ્ધિને જ્ઞાનપ્રકાશ આપવા માટે મૃતદેવી સમર્થ છે. તે કારણે તેમની આરાધના ઇષ્ટ મનાયેલ છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ પૂર્વાચાર્યોના જીવનની કથનીમાં શ્રી બપ્પભટ્ટસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી મલયગિરિજી આદિ અનેક આચાર્યોએ વાગદેવી, મૃતદેવી સરસ્વતીની આરાધના કરેલી હોવાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તેઓએ આરાધનાના બળે અગાધ શ્રત આરાધના કરેલી હતી. હેમચંદ્રાચાર્યજી, મલયગિરિજી આદિએ તો જૈન જગને વિપુલ અને અદ્ભુત સાહિત્યની ભેટ પણ ધરેલી છે. - સૂત્ર-નોંધ :– આ સ્તુતિની ભાષા પ્રાકૃત છે. – આ સ્તુતિ આવશ્યક આદિ કોઈપણ આગમમાં પ્રાપ્ત થતી નથી. – પ્રબોધ ટીકા કર્તાએ એવો ઉલ્લેખ કરેલ છે કે આ સ્તુતિ સંવત ૧૭૫૧માં શ્રી જિનવિજયજીએ રચેલા ષડાવશ્યક-બાલાવબોધના અંતભાગમાં સ્તુતિ-સંગ્રહમાં આપેલી છે. – આ સ્તુતિના આદ્ય શબ્દો “કલ્લાણ કંદંખને કારણે આ સ્તુતિ “કલ્લાણ કંદ” નામથી ઓળખાય છે. તેમાં પહેલી સ્તુતિમાં આદિ-શાંતિ, નેમિ, પાર્થ, વીર એ પાંચ જિનોની સ્તુતિ હોવાથી આ સ્તુતિને “પંચજિન સ્તુતિ' પણ કહે છે. – આ સ્તુતિના છંદ ઉપજાતિ છે. બીજો મત એવો છે કે આ સ્તુતિ ચતુષ્કની પહેલી સ્તુતિ ઉપેન્દ્રવજ છંદમાં છે બીજી ત્રણ સ્તુતિ ઉપજાતિ છંદમાં છે. xx Page #140 -------------------------------------------------------------------------- ________________ સંસારાદાવાનલ-સ્તુતિ ૧૩૯ (સત્ર-૨ સારાકાવાનલ-રાતિ મહાવીર - સ્તુતિ @ @ સૂત્ર-વિષય : ખરેખર આ સૂત્ર નથી સ્તુતિ છે, જેની ચાર ગાથાઓ કે પદ્યો છે. પ્રથમ પદ્યમાં ભગવંત મહાવીરની સ્તુતિ છે. બીજા પદ્યમાં સર્વ જિનેશ્વરોની સ્તુતિ છે. ત્રીજા પદ્યમાં જ્ઞાનની સ્તુતિ છે. ચોથા પદ્યમાં શ્રુતદેવી-સરસ્વતીની સ્તુતિ છે. સૂત્ર-મૂળ :- (સ્તુતિ) સંસાર - દાવાનલ - દાહ - નીર, સંમોહ - ધૂલી - હરણે સમીરં; માયા - રસા - દારણ - સાર - સીરં, નમામિ વીર ગિરિ - સાર - ધીરે. ભાવાવનામ - સુર - દાનવ - માનવેન, ચૂલા - વિલોલ - કમલાવલિ - માલિતાનિ; સંપૂરિતાભિનત - લોક - સમીહિતાનિ, કામ નમામિ જિનરાજ - પદાનિ તાનિ બોધાગાર્ધ સુપદ - પદવી - નીર પૂરાભિરામ, જીવા હિંસા વિરલ - લહરી - સંગમાગાહદેહં; ચૂલા - વેલ ગુરુગમ - મણી સંકુલ દૂરપાર, સારં વરાગમ-જલ નિહિં સાદર સાધુસેવે આમૂલાલોલ - ધૂલી - બહુલ - પરિમલા લીટ-લોલાલિમાલા, ઝંકારારાવ - સારા મલદલ - કમલાબાર - ભૂમિ - નિવાસે; છાયા - સંભાર - સારે ! વરકમલ - કરે ! તાર - હારાભિરામે, વાણી - સંદોહ - દેહે ! ભવ - વિરહ - વર દેહિ મે દેવિ ! સાર. (૪) 1 સૂત્ર-સાર : સંસારરૂપી દાવાનળના તાપને શાંત કરવામાં પાણી સમાન, મોહ-અજ્ઞાનરૂપી ધૂળને દૂર કરવામાં - ઉડાડી દેવામાં પવનસમાન, કપટ-માયારૂપી પૃથ્વીને ખોદવામાં તીણ હળ સમાન અને મેરુ પર્વત સમાન ધીરજવાન્ એવા મહાવીર ભગવંતને હું નમસ્કાર કરું છું. ભાવપૂર્વક નમસ્કાર કરનારા દેવો - દાનવો અને માનવોના સ્વામીઓ અર્થાત્ Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ દેવેન્દ્રો દાનવેન્દ્રો અને નરેન્દ્રોના મુગટમાં રહેલા ચપળ કમળની શ્રેણિઓ વડે પૂજાયેલ, જેમના પ્રભાવથી નમન કરનારા લોકોના મનોવાંછિતો સારી રીતે પૂર્ણ થયેલા છે, એવા તે પ્રભાવશાળી જિનચરણોને હું અત્યંત શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરું છું. (૨) આ આગમરૂપી સમુદ્ર અપરિમિત જ્ઞાન વડે ગંભીર છે, લલિત પદોની રચનારૂપ જળ વડે મનોહર છે, જીવોની દયારૂપ નિરંતર તરંગોથી-મોજાંઓથી ભરપૂર હોવાના લીધે અગાધ છે - જેમાં પ્રવેશ કરવો કઠિન છે, ચૂલિકાઓ રૂપી વેળા - ભરતીથી યુક્ત છે, આલાપક મોટા સટશ પાઠો રૂપી રત્નોથી ભરપૂર છે, જેનો સંપૂર્ણ પાર પામવો મર્મ સમજવો અત્યંત મુશ્કેલ છે (કેમકે તેનો કિનારો ઘણો દૂર છે) તેવા વીર પરમાત્માના ઉત્તમ આગમરૂપી સમુદ્રની હું આદરપૂર્વક સેવના કરું છું. (3) મૂળપર્યંત ડોલાયમાન, પરાગની અત્યંત સુગંધમાં આસક્ત થયેલ ચંચળ ભમરાઓની શ્રેણિઓના ગુંજારવ વડે શોભાયમાન, સુંદર-નિર્મળ પાંખડીવાળા કમલરૂપી ગૃહમાં આવેલા ભવનમાં રહેનારી, કાંતિના સમૂહવડે સુશોભિત, હાથમાં સુંદર કમળને ધારણ કરનારી, દેદીપ્યમાન હાર વડે અત્યંત મનોહર, દ્વાદશાંગી રૂપ વાણીના સમૂહ યુક્ત દેહવાળી - દ્વાદશાંગીની અધિષ્ઠાત્રી હે શ્રુતદેવી ! તમે મને ઉત્તમ મોક્ષરૂપી વરદાન આપો. (૪) ૧૪૦ સંસાર - સંસારરૂપી · - – શબ્દજ્ઞાન : દાહ દારણ તાપને (શાંત કરવામાં) સંમોહ - મોહ, અજ્ઞાનરૂપી સમીર પવન, વાયુ સમાન ખોદવામાં, વિદારવામાં નમામિ - હું નમસ્કાર કરું છું ગિરિસાર - મેરુ પર્વત જેવા ભાવ - ભાવ-ભક્તિપૂર્વક સુર - દેવો, વૈમાનિક આદિ માનવ - મનુષ્યો, માનવીઓ ચૂલા - મુગટ (ને વિશે રહેલા) કમલાવલિ - કમળની શ્રેણી સંપૂરિત સારી રીતે પૂરેલ લોક - લોકોનો, ભક્તોના - - - કામ પદાનિ - ચરણોને બોધાગાÜ - ઘણું, ખૂબ, અત્યંત - જ્ઞાન વડે ગંભીર - દાવાનલ વનનો અગ્નિ નીરં - પાણી સમાન ધૂલી હરણે - ધૂળને દૂર કરવામાં માયા-રસા કપટરૂપ પૃથ્વીને સાર-સીરું - તીક્ષ્ણ હળસમાન વીરું - મહાવીર સ્વામીને ધીરું - ધીરજવાળા, સ્થિર અવનામ - નમસ્કાર કરનાર દાનવ - દાનવ, અસુર ઈન - સ્વામીઓના વિલોલ - ચપળ, ડોલાયમાન માલિતાની - પૂજાએલાં અભિનત - સારી રીતે નમેલા સમીહિતાની - મનોવાંછિતોના જિનરાજ - જિનેશ્વરોના તાનિ તે. તેમના સુપદ સારા કે લલિત પદોની Page #142 -------------------------------------------------------------------------- ________________ સંસારાદાવાનલ-સ્તુતિ-શબ્દજ્ઞાન ૧૪૧ પદવી - રચનારૂપી નીર-પુર - પાણીના સમૂહ વડે અભિરામ - મનોહર જીવાહિંસા - જીવ દયારૂપ અવિરલ - નિરંતર, અંતરરહિત લહરી - તરંગ, મોજાના સંગમ - જોડણ, મળવાથી અગાહ - અગાધ, મુશ્કેલ પ્રવેશ દેહં - શરીરવાળા, દેહયુક્ત ચૂલાવેલ -- ચૂલિકારૂપ વેળાવાળા ગુરુ-ગમ - મોટા સરખા પાઠ મણિ-સંકુલ - રત્નોથી ભરેલી દૂર-પાર - દૂર કિનારાવાળા સાર - ઉત્તમ, શ્રેષ્ઠ વીર - મહાવીર પ્રભુના આગમ - આગમરૂપી જલનિધિ - સમુદ્રને, દરિયાને સાદર - આદર સહિત સાધુ - સારી રીતે સેવે - હું એવું છું આમૂલ – મૂળ સુધી આલોલ - કંઈક ડોલતું ધૂલી - પરાગ કે રજ ની બહુલ પરિમલ - ઘણી સુગંધમાં આલીઢ - આસક્ત થયેલા લોલ - ચપળ, ચંચળ અલિ - ભ્રમરાઓની માલા - શ્રેણીઓના ઝંકાર - ગુંજારવના આરાવ - શબ્દ કે રવ વડે અમલ - નિર્મલ, મલરહિત દલ - પાંદડાવાળું, પાંખડીવાળું કમલ - કમળરૂપી અગાર ભૂમિ - ઘરની ભૂમિમાં નિવાસે - રહેનારી છાયા સંભાર - કાંતિના સમૂહથી સારેવર - સુશોભિત - ઉત્તમ કમળ-કરે - હાથમાં કમળવાળી તાર-હાર - દેદીપ્યમાન હારથી અભિરામે - મનોહર, સુશોભિત વાણી - દ્વાદશાંગીરૂપ વાણીના સંદોહ - સમૂહરૂપી દેહે - શરીર કે દેહવાળી ભવવરિડ - મોક્ષરૂપી વર - વરદાનને દેહિ મે - મનો આપો દેવિ - મૃતદેવી ! સાર - ઉત્તમ, શ્રેષ્ઠ - વિવેચન :- યાકિની મહત્તા ધર્મસુનુ શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી રચિત આ સ્તુતિ છે. “કલાણ કં' સ્તુતિના વિવેચન અને વિશેષકથનમાં જણાવ્યા મુજબ આ પણ સ્તુતિ ચતુષ્ક છે. આ સ્તુતિમાં પણ પહેલી સ્તુતિ અધિકૃતુ જિન-મહાવીર સ્વામીની છે. બીજી સ્તુતિ સર્વ જિનને આશ્રીને છે, ત્રીજી સ્તુતિ શ્રુતજ્ઞાનઆગમની છે અને ચોથી સ્તુતિ શ્રત દેવતાની છે. (જે અંગેનું ઘણું જ વિવેચન સૂત્ર-૨૦ ‘કલાણ કંઠં'માં થઈ ગયેલ છે.) હવે આ ચારે સ્તુતિનું વિવેચન ક્રમશઃ અહીં કરેલ છે– પહેલી સ્તુતિમાં ચાર ચરણ છે. જેમાં ચોથા ચરણમાં આવેલ “નમન' ક્રિયાપદ છે અને વીર કર્મ છે. તે સિવાય બધાં પદો વીર - ભગવંત મહાવીરસ્વામીના વિશેષણો છે. “હું ભગવંત મહાવીરસ્વામીને નમસ્કાર કરું છું” એ ક્રિયા છે. તે ભગવંત મહાવીરસ્વામી કેવા છે ? તે વિષયમાં આ સ્તુતિના Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ પહેલા, બીજા, ત્રીજા ચરણમાં તથા ચોથા ચરણના ઉત્તરાર્ધમાં ભગવંત મહાવીર સ્વામીના વિશેષણો છે તે આ પ્રમાણે– • સંસાર-વિનિન - વાહ - નીરં સંસારરૂપી દાવાનલના દાહને શાંત કરવામાં અથવા ઓલવવામાં પાણી સમાન (એવા ભગવંત મહાવીર)ને. ૦ સંસાર - સંસાર, ભવભ્રમણ, ચતુર્ગતિરૂપ. – આ શબ્દનું વિવેચન સૂત્ર-૨૦ “કલ્લાણ કંદમાં આવી ગયેલ છે. - આગમોમાં “સંસાર' શબ્દની વિવિધ વ્યાખ્યા આ પ્રમાણે છે– - સ્થાનાંગ સૂત્ર - સંસાર એટલે ચારગતિરૂપ, મનુષ્યાદિ પર્યાયમાંથી નારકાદિ પર્યાયમાં સંસરણ કરવું તે સંસાર. જીવાજીવાભિગમ સૂત્ર - નારક, તિર્યંચ, નર, દેવના ભ્રમણ લક્ષણરૂપ એક ગતિમાંથી બીજી ગતિમાં સંસરવું તે સંસાર. આ જ વ્યાખ્યા દશવૈકાલિક અને પ્રજ્ઞાપના સૂત્રમાં પણ આપી છે. ૦ યુવાન - દાવાનળ, વન કે જંગલમાં પ્રગટેલો અગ્નિ – હાવ એટલે જંગલ કે વન કે અરણ્ય. મનન એટલે અગ્નિ. ૦ ટાદ - દાહ, તાપ, દાઝવું, બળવું, ગરમી કે સંતાપ. – જેમ દાવાનળ પ્રગટે ત્યારે તેનો દાહ-તાપ બાળે છે. તેમ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ સંતાપ પણ સંસારરૂપી દાવાનલમાં દાહરૂપ છે. જેમાં પાધિ એટલે વિવિધ પ્રકારની માનસિક પીડા. ‘વ્યાય' એટલે વિવિધ પ્રકારની શારીરિક પીડા અને ઉપાધિ એટલે વિવિધ પ્રકારની આવી પડેલી બાહ્ય આપત્તિઓ કે મુશ્કેલીઓ એવો અર્થ થાય છે. -૦- સંસારને અહીં દાવાનલની ઉપમા આવી છે. સંસાર એ જ દાવાનલ સ્વરૂપ છે. જેમ દાવ-જંગલના અગ્નિ બાળે છે કે સંતાપે છે, તેમ સંસારરૂપી દાવાનલ પણ આત્માને સંતાપે છે - બાળે છે. તેથી તેને દાહ કહે છે. – સંસારનું બાહ્ય સ્વરૂપ - માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, સ્વજન, સંબંધી, વડીલ, ગુરુ આદિ અનેક પ્રકારે સંબંધોથી ગૂંથાયેલું જીવન એ સંસાર છે. વ્યાપાર, કળા, કૃષિ, હુન્નર ઇત્યાદિ સર્વે બાહ્ય સંસાર છે. – સંસારનું અત્યંતર સ્વરૂપ - ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિઅરતિ, ભય, શોક, જુગુપ્સા ઇત્યાદિ તથા વિષય-વિકારાદિ જેમાં અનુભવાય તે સંસારનું અત્યંતર સ્વરૂપ છે. – કોઈપણ જીવ સંસારના આ બાહ્ય અને અત્યંતર સ્વરૂપને કારણે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિમાં સંસરણ-પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણ એ જ જીવ માટે દાવાનલનો દાહ બની રહે છે. – આ સંસારરૂપી દાવાનલના દાહને ઓળવવામાં કે શાંત કરવામાં કે બૂઝવવામાં નીર સમાન એવા. ૦ નીર - એટલે જળ, પાણી, વારિ, સલિલ ઇત્યાદિ. Page #144 -------------------------------------------------------------------------- ________________ સંસારાદાવાનલ-સ્તુતિ-વિવેચન ૧૪૩ - આ વિશેષણ ભગવંત મહાવીરનું છે. ભગવંત મહાવીરને સંસારરૂપી દાવાનલના દાહને શાંત કરવા કે બૂઝવવામાં જળ સમાન કહ્યા છે. કેમકે આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધ તાપને શાંત કરવામાં કે બાહ્ય-અત્યંતર એવા સંસારના દાડથી બળી રહેલા જીવોને શીતળતા અર્પવાનું કામ ભગવંત મહાવીર કરે છે. માટે તેમને “નીર-સમાન' હોવાની ઉપમા આપી છે. • સંમોદ-પૂર્વી-દર સમીર - અજ્ઞાનરૂપી ધૂળને દૂર કરવામાં – તેનું હરણ કરવામાં પવન સમાન (એવા ભગવંત મહાવીરને) ૦ સંમોટું - જે ભાવને લીધે બુદ્ધિ યોગ્યાયોગ્ય તત્ત્વનો નિર્ણય કરી શકતી નથી તે “મોડ' કહેવાય છે. આ મોહ જ્યારે પ્રબળ બને ત્યારે તેને સંમોહ કહેવાય છે. “સંમોહ'ની સ્થિતિમાં બુદ્ધિ ઘણી જ વિકલ બની જાય છે. તેથી જ તેને અજ્ઞાન કે વિપરિત જ્ઞાન કહેવામાં આવે છે. – સંમોહ એટલે મહામોહનીય કર્મ કે તજન્ય અજ્ઞાન – સ્થાનાંગ સૂત્ર - મોહભાવનાથી જનિત તે સંમોહ કહેવાય છે. – ભગવતી સૂત્ર - સંમોહ એટલે મૂઢતા. – અનુયોગદ્વાર સૂત્ર - કર્તવ્ય-અકર્તવ્ય વિવેકાભાવ. ૦ યૂનિ - ધૂળ, રજ, કચરો ૦ દર - દૂર કરવામાં, ઉડાડવામાં -૦- આ જે “સંમોહ'રૂપી ધૂળ છે તેનું હરણ કરવામાં કે દૂર કરવામાં ૦ સમીર - પવનને, વાયુને. -૦- અહીં ભગવંત મહાવીરની ઉપમા જણાવતા વિશેષણરૂપે “સમીર શબ્દનો પ્રયોગ થયેલો છે. કેમકે જેમ ધૂળને દૂર કરવાનું કે ઉડાડી લઈ જવાનું કામ પવન કરે છે, તેમ સંમોહ, અજ્ઞાન, મિથ્યાત્વ કે મૂઢતારૂપી ધૂળને દૂર લઈ જવાનું કે ઉડાડવાનું કામ ભગવંત મહાવીર કરે છે. – મોહનીય કર્મના પ્રભાવ હેઠળ જીવ વ્યામોહિત કે સંમોહિત થાય છે. પછી તેના જ્ઞાન-દર્શન વિપરીત બને છે. અથવા તો મિથ્યામોહનીય દર્શનથી યુક્ત અને તર્જન્ય અજ્ઞાનથી યુક્ત બને છે. જ્યાં સુધી આવા વિપરીત જ્ઞાન અને દર્શનથી યુક્ત હોય ત્યાં સુધી જીવ શુદ્ધ સમ્યકત્વને પામતો નથી કે આત્માનો વિકાસ સાધી શકતો નથી. તેથી આવા સંમોહરૂપ કર્મકચરાને દૂર કરવો જરૂરી છે. આ કર્મ કચરાને દૂર કરવાનું કાર્ય ભગવંત કરે છે, તેથી તેઓને “સમીર' અર્થાત્ કર્મકચરો ઉડાડનાર પવનની ઉપમા અપાઈ છે. • માયા-ર-વર-સરિ-સીર - માયારૂપી જમીનને ખોદી નાંખવામાં તીણ હળ સમાન (એવા ભગવંત મહાવીરને). – જેમ પહેલા ચરણમાં સંસારને દાવાનલની ઉપમા અપાઈ છે, બીજા ચરણમાં સંમોહને ધૂળની ઉપમા અપાઈ છે તેમ આ ચરણમાં પૃથ્વીને માયા દ્વારા ઓળખાવવામાં આવેલ છે. પણ માયા એટલે શું? ૦ માયા - સામાન્યથી માયા એટલે છળ, કપટ, દગો, શઠતા ઇત્યાદિ અર્થો Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ થાય છે. કષાયની દૃષ્ટિએ માયા એ ત્રીજો કષાય છે, આઠમું પાપસ્થાનક છે. આવશ્યક વૃત્તિ - માયા એટલે સર્વત્ર સ્વવીર્યને છૂપાવવું તે. સૂયગડાંગ વૃત્તિ - માયા એટલે છેતરવાની બુદ્ધિ. નાયાધમ્મકહા વૃત્તિ - માયા એટલે બીજાને ઠગવાની વૃત્તિ ઉત્તરાધ્યયન વૃત્તિ - સ્વ-પર વ્યામોહને ઉત્પન્ન કરતી શઠતા પ્રજ્ઞાપનાવૃત્તિ - માયાથી નિવર્તિત જે કર્મ મિથ્યાત્વ આદિ પણ માયા છે. ૦ રસ એટલે પૃથ્વી, ભૂમિ કે ધરતી -૦- માયા-સી એટલે “માયા'રૂપી પૃથ્વી કે ભૂમિ. તેનું ટાર ૦ વાર - વિદારવું, તોડવું, ટુકડા કરવા, ફાડી નાખવું ઇત્યાદિ જે ક્રિયા તે બધાંને “દારણ” કહેવામાં આવે છે. ૧૦ સર એટલે ઉત્તમ થાય પણ અહીં તીણ અર્થ ગ્રહણ કરવો. ૦ તીર - એટલે હળ. -૦- સર-૨ - તીણ હળ સમાન આ વિશેષણ ભગવંત મહાવીર માટે વપરાયેલ છે. તેનો રહસ્યાર્થ એ છે કે - જેમ તીક્ષ્ણ હળ વડે અર્થાત્ હળના અગ્રભાગ વડે જેમ પૃથ્વી-ભૂમિ ખોદાય છે, ઉત્તમ પ્રકારના હળ વડે જે રીતે ભૂમિના કઠણ પડો પણ ખોદાઈ જાય છે - ટુકડા થઈ જાય છે - વિદારાય છે, તેમ ભગવંત મહાવીર માયારૂપી પૃથ્વીના પડોને શીધ્ર ભેદી નાંખનારા છે. હવે આ પહેલી ગાથાનું ચોથું ચરણ લઈએ, તો તેમાં પૂર્વાર્ધમાં શ્રી વીર પરમાત્માને નમસ્કાર કરાયેલ છે અને ઉત્તરાર્ધમાં ભગવંત મહાવીરનું વિશેષણ અપાયેલ છે. તે આ પ્રમાણે – નાભિ વર - “િિર-સાર-થર ૦ નમામિ - હું નમસ્કાર કરું છું, હું વંદન કરું છું. ૦ વીર - ભગવંત મહાવીર પરમાત્માને. – “વીર’ શબ્દ પૂર્વે સૂત્ર-૧૧ “જગચિંતામણી'માં આવી ગયેલ છે. - હું વીર પરમાત્માને નમસ્કાર કરું છું. કેવા વીર પરમાત્મા ? ૦ િિર - પર્વત, પહાડ, શૈલ ઇત્યાદિ. ૦ સર - ઉત્તમ, શ્રેષ્ઠ... પર્વતોમાં શ્રેષ્ઠ તે મેરુપર્વત. ૦ થીર - ધીર, વૈર્યવાનું (એવા ભગવંત મહાવીરને) અહીં થીર શબ્દ ભગવંત મહાવીરનું વિશેષણ છે. પણ થર કેવા ? મેરુ. પર્વત જેવા સ્થિર, જેમ મેરુ પર્વતને કોઈ ચલિત કરી શકે તેમ નથી, તેમ ભગવંત મહાવીરને પણ કોઈ ચલાયમાન કરી શકે તેમ નથી. – પર્વતોમાં ઉત્તમ હોવાથી તેને “મેરુ પર્વત' કહ્યો છે, કેમકે મેરુપર્વત સર્વશ્રેષ્ઠ છે. વળી મેરુપર્વતના ૧૬ નામો જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ નામક આગમમાં અપાયેલા છે. તેમાંનું એક નામ ગિરિરાજ છે માટે પણ અહીં ઉત્તમ ગિરિનો અર્થ ગિરિરાજ કરીને “મેરુ પર્વત” એમ કહ્યું છે. આ પહેલી ગાથા ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. (૧) ભગવંતના Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ સંસારાદાવાનલ-સ્તુતિ-વિવેચન વિશેષણો, (૨) વિશેષ્યરૂપે ભગવંતનું નામ અને (૩) નમસ્કાર. (૧) વિશેષણો – – સંસારરૂપી દાવાનલના તાપને શાંત કરવામાં જળ સમાન– - મહામોહનીય કર્મરૂપી ધૂળને ઉડાડી દેવામાં પવન સમાન– માયારૂપી પૃથ્વીને ખોદી નાંખવામાં તીક્ષ્ણ હળ સમાન– મેરુ પર્વત સરખા ધીર-વૈર્યવાનું કે અચળ - (એના) (૨) વિશેષ્ય – - ભગવંત મહાવીર સ્વામીને. (૩) નમસ્કાર – - હું નમસ્કાર કે વંદના કરું છું. બીજી ગાથામાં પણ ક્રિયાપદ તો ‘નાભિ' જ છે. નિન/ન-પનિ' એ કર્મ છે અને કામ' અવ્યય છે. જ્યારે બાકીના બધાં પદો “જિનરાજપદાનિ'ના વિશેષણરૂપે પ્રયોજાયેલ છે. આ ગાથા સર્વ જિનની સ્તુતિરૂપે છે, તેમાં જિનેશ્વર પરમાત્માના ચરણોને નમસ્કાર કરતાં. આ ચરણો કેવા છે ? તેનું વર્ણન કરાયેલ છે. પહેલી ગાથામાં છે, તેવી જ રચનાપદ્ધતિ હરિભદ્રસૂરિજીએ આ ગાથામાં પ્રયોજી છે. તેના પહેલા ત્રણ ચરણમાં વિશેષણો મૂક્યા છે અને ચોથા ચરણમાં વિશેષ્યપદ, ક્રિયાપદ આદિ મૂક્યા છે તે આ પ્રમાણે - માવાવનામ-સુર-નવ-માનવેન - ભાવથી નમેલા એવા સુરેન્દ્ર, દાનવેન્દ્ર અને માનવેન્દ્રના– આ પંક્તિ અહીં અધુરો અર્થ પ્રગટ કરે છે. તેનો સંબંધ બીજા ચરણ સાથે છે. પહેલા બંને ચરણ મળીને એક સંપૂર્ણ અર્થવાળું વિશેષણ બનેલ છે. ૦ ભાવ - સદુભાવ કે ભક્તિભાવ, અંતના બહુમાનપૂર્વક. ૦ પ્રવનામ - નમેલા, નમસ્કાર કરાતા. -૦- માવાવનામ - ભાવભક્તિ વડે નમેલા એવા – (કોણ ? –) ૦ સુ-વનવ-માનવ - “સુર' એટલે દેવો, ‘દાનવ' એટલે અસુરો અને 'માનવ' એટલે મનુષ્યો, નરો - તેમના. અહીં ‘કુર' શબ્દથી ઉપાસકદશા વૃત્તિ મુજબ “લુ રાબતે’ - જે સારી રીતે પ્રકાશે છે તે સુર એટલે કે “દેવ' એવો અર્થ થાય છે. રાનવ શબ્દનો અર્થ ઉત્તરાધ્યયન વૃત્તિમાં “ભુવનપતિ' એવો કર્યો છે.જે આદ્ય એવા અસુરકુમાર ભુવનપતિને કારણે “અસુરકુમારો' અર્થથી પ્રસિદ્ધ છે. આગમોમાં પણ અનેક સ્થાને એવું વાક્ય જોવા મળે છે કે, ભગવંતે દેવોઅસુરો અને માનવોની પર્ષદામાં ધર્મ કહ્યો. તેથી પણ દાનવ શબ્દથી અહીં અસુરો એવા અર્થનું ગ્રહણ યોગ્ય જ છે. ૦ રૂન - દેવ, દાનવ, માનવ સાથે આ શબ્દ જોડાયેલો છે. રૂન નો અર્થ [2|10| Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ સ્વામી, ઇન્દ્ર, પતિ ઇત્યાદિ પ્રસિદ્ધ છે. ‘ના’ શબ્દ પૂર્વના ત્રણે શબ્દો સાથે જોડવાનો છે. જેમકે - લેવેન, યાનવેન, માનવેન એટલે દેવેન્દ્ર, દાનવેન્દ્ર કે અસુરેન્દ્ર અને માનવેન્દ્ર કે નરેન્દ્ર એવો અર્થ થશે. આ ચરણનો સંબંધ બીજા ચરણ સાથે જોડાયા પછી અર્થ સ્પષ્ટ થશે– ૦ ચૂના-વિજ્ઞોન-મનાવત્તિ-માહિતાનિ - મુગટમાં રહેલી ચપળ કમલોની શ્રેણિ વડે પૂજાયેલા (એવા જિન ચરણોને) આ રીતે પ્રથમ બંને ચરણથી એક પૂર્ણ વિશેષણ બન્યું છે. આ વિશેષણનું વિશેષ્ય છે. ‘બિનરાખવાનિ’ જે ચોથા ચરણમાં આવે છે. ૦ જૂના - ચૂડા, શિર, મસ્તક કે શિખાનું આભૂષણ અર્થાત્ મુગટ. ૦ વિલોન - ચપળ, વિશેષ પ્રકારે ડોલતી કે દેદીપ્યમાન-વિકસ્વર. ૦ મતાત્તિ - કમળની આવલિ અર્થાત્ શ્રેણિ કે પંક્તિ કે માળાઓ. ૦ માહિતાનિ - પૂજાયેલા. 1 --. પહેલું અને બીજું ચરણ સાથે લેવાથી પુરો અર્થ પ્રગટ થાય છે. તે આ પ્રમાણે - ‘ભાવપૂર્વક નમસ્કાર કરનારા દેવો, દાનવો, માનવોના સ્વામીઓના મુગટમાં રહેલા ચપળ કમળની શ્રેણિ વડે અથવા દેદીપ્યમાન-વિકસ્વર કમળોની માળાઓ વડે પૂજાયેલાં' (આ સમગ્ર વાક્ય નિનવાનિ નું વિશેષણ છે.) સંપુરિતાભિનત-ભોજ-સર્જનહિતાનિ - જેમણે (જે જિનચરણોએ) નમન કરનાર જનોના મનોવાંછિતોને સંપુરિત - સંપૂર્ણ કર્યા છે તેમને. (તે જિનેશ્વરના આ સમગ્ર પદ જિનચરણના વિશેષણરૂપ છે. ♦ ચરણોને). O સંપૂરિત - સમ્યક્-પૂરિત, સારી રીતે પૂરેલા - પૂર્ણ કરેલાં. ૦ મિનત- નમન કરનાર, નમસ્કાર કરનાર, નમેલાં. - ૦ શો - માણસો, લોકો, ભક્તજનો, સેવકો. ૦ યમિનતો - એટલે નમેલા ભક્તજન. કારણ કે તેઓજ હૃદય અથવા અંતઃ કરણના સાચા ભાવોલ્લાસથી નમે છે. -૦- લોહ્ર શબ્દ સૂત્ર-૧ ‘નમસ્કાર મંત્ર'માં ‘નૌ' શબ્દથી, સૂત્ર-૮ ‘લોગસ્સ'માં ‘સ્રો' શબ્દથી, સૂત્ર-૧૧ ‘જગચિંતામણિ''માં તો શબ્દથી, સૂત્ર૧૨ ‘જંકિંચિ’'માં ‘સ્રોપ્’ શબ્દથી. સૂત્ર-૧૩ ‘નમુન્થુણં'માં ‘નોTM’ શબ્દથી, સૂત્ર૧૪ ‘‘જાવંતિ’'માં ‘નો’ શબ્દથી, સૂત્ર-૧૮ ‘‘જયવીયરાય''માં તો। શબ્દથી આવી ગયેલ છે. સૂત્ર-૨૨ “પુખ્ખરવર”. સૂત્ર-૨૩ “સિદ્ધાણં બુદ્ધાણં ઇત્યાદિ સૂત્રોમાં પણ લોક શબ્દનો પ્રયોગ થયો છે. આ દરેક સૂત્રોમાં ‘લોક' શબ્દના અર્થમાં જ્યાંજ્યાં ભિન્નતા છે, ત્યાંત્યાં તે ભિન્ન-ભિન્ન અર્થોનો નિર્દેશ કર્યો છે, તે પ્રમાણે અહીં ‘‘લોક'' શબ્દનો અર્થ ‘ભક્તજનો કે સેવકજનો' થાય છે. તેમ અર્થ-નિર્દેશ સમજવો. ૦ સહિતાનિ એ સહિત શબ્દનું બહુવચનનું રૂપ છે. જેમાં સમ્ એ ઉપસર્ગ છે અને હિતુ એ કૃદન્ત છે. સîહિત એટલે સારી રીતે કે સમ્યક્ પ્રકારે ઇચ્છેલું Page #148 -------------------------------------------------------------------------- ________________ સંસારાદાવાનલ-સ્તુતિ-વિવેચન ૧૪૭ એવો અર્થ થાય છે. જેને અભીષ્ટ, અભિલષિત કે મનોવાંછિત પણ કહે છે. • મું નમામિ બિનરાનપાન તાનિ - એવા તે જિનેશ્વરોના ચરણોને હું ખૂબ-અત્યંત ભાવથી નમસ્કાર કરું છું. – પૂર્વે ત્રણ ચરણોમાં વિશેષણો હતા. આ ચરણમાં તેનું વિશેષ્ય પદ ‘નિર/નવનિ' મૂકાયું છે. તેમજ નમામિ શબ્દથી ક્રિયા જણાવી છે. તાનિ સર્વનામ છે અને કામું - અવ્યય છે. ૦ ગ્રામ - ઘણું, ખૂબ, અત્યંત. ૦ નમામિ - હું નમસ્કાર કરું છું. (ગાથા-૧માં પણ આ પદ છે.) ૦ બિનરપવાન - જિનેશ્વરના - સર્વે અરિહંતોના ચરણો. ૦ તાનિ - તેમને, તે. આ રીતે આ બીજી ગાથામાં મુખ્ય ત્રણ ભાગ જોવા મળે છે. (૧) બે વિશેષણો, (૨) વિશેષ્ય પદ, (૩) નમસ્કાર. (૧) વિશેષણો - બે. – ભાવથી નમેલા દેવેન્દ્ર, દાનવેન્દ્ર, માનવેન્દ્રના મુગટમાં રહેલ ચપળકમળની શ્રેણિઓ વડે પૂજાયેલા (એવા તેમજ) - જેણે નમસ્કાર કરનાર લોકોના મનોવાંછિત સારી રીતે પૂર્ણ કર્યા છે તે (૨) વિશેષ્ય પદ – જિનેશ્વરના ચરણોને (૩) નમસ્કાર – હું અત્યંત ભાવથી નમસ્કાર કરું છું. આ સ્તુતિ ચતુષ્કની ત્રીજી ગાથા-સ્તુતિ શ્રુતજ્ઞાન-આગમ સંબંધી છે. આ સ્તુતિમાં પણ શ્રીમાન્ હરિભદ્રસૂરિજી મહારાજે પહેલા ત્રણ ચરણમાં વિશેષણો પ્રયોજેલ છે. ચોથા ચરણમાં સેવે ક્રિયાપદ છે, સાવર અને સાધુ એ બંને ક્રિયા વિશેષણો છે અને સારું એ વિશેષણ પદ છે. - પહેલા ત્રણે ચરણોમાં વપરાયેલ વિશેષણો “વીરાગગજલનિધિં” શ્રી મહાવીર સ્વામીના આગમો રૂ૫ સમુદ્ર' પદના વિશેષણો છે. સ્તુતિના બંધારણા મુજબ આ સ્તુતિ શ્રુતજ્ઞાન-આગમની છે. વધાધું સુપતિપદવી-નીરપૂમરામં - જ્ઞાન વડે ગંભીર અને સારા પદોની રચનારૂપી પાણીના સમૂહ વડે મનોહર (એવો વીરાગમ-જલનિધિ) ૦ વોઘાઘ - બોધ એટલે જ્ઞાન, ૦ થ એટલે ઊંડુ કે ગંભીર. – બોધાગાધ એટલેજે જ્ઞાન વડે ગંભીર છે તે. આ પદ “વીરાગમજલનિધિ"નું વિશેષણ છે. જેમ સમુદ્રમાં અગાધ જળ હોય છે, તેમ આગમરૂપ સમુદ્રમાં અગાધ જ્ઞાન રહેલું છે, જેમકે જિનાગમોમાં અનેકાનેક વિષયોનું વર્ણન આવે છે. તેમાં દ્રવ્યાનુયોગ, કથાનુયોગ, ગણિતાનુયોગ, ચરણાનુયોગ એવા ચાર અનુયોગો આવે છે. વિષયરૂપે કહીએ તો તત્ત્વજ્ઞાન, ભૂગોળ, વિજ્ઞાન, ઇતિહાસ, Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ પદાર્થજ્ઞાન, નગર રચના, ગણિત, કાળવિભાગ ઇત્યાદિ અનેક વિષયો આવે છે. ષડૂદ્રવ્યો કે પંચાસ્તિકાય દ્વારા જીવ-અજીવનું સૂક્ષ્મતમ વર્ણન આવે છે. એ રીતે તેમાં રહેલું જ્ઞાન અપરિમિત કે અગાધ છે. Tધ - એટલે છીછરું, જે વસ્તુનું તળિયું નજરે દેખાતું હોય તે. HTTધ - એટલે જેનું તળિયું દેખાતું ન હોય, જે કેટલું ઊંડુ છે તે જણાતું ન હોય અર્થાત્ જેની અધોભૂમિ અને સામસામા કિનારા જોઈ શકાતા ન હોય, તેને અગાધ' કહેવામાં આવે છે. સારાંશ - જ્ઞાનથી અગાધ એવા (આગમ સમુદ્રનું હું સેવન કરું છું.) ૦ સુપર્વ - સુંદર પદ, લલિત પદ, સુઝુ પદ, સારું પદ (તેની) ૦ gવી - એટલે રચના, યોગ્ય ગોઠવણ (તે રૂપી) ૦ નિર-પુર - નીર એટલે જળ, પાણી તેના પુર - સમૂહ (વડ) ૦ મરામ - મનોહર, સુંદર – આ સંપૂર્ણ પદ આગમ સમુદ્રનું વિશેષણ છે. - જે રીતે સમુદ્રમાં પાણીનો સમૂહ ઘણો હોય છે. તેથી વિપુલ જલપ્રવાહને કારણે તે ઘણો જ મનોહર લાગે છે. તેમ ભગવંત મહાવીરના આગમોરૂપી જલનિધિ અર્થાત્ સમુદ્ર-મહાસાગર સુંદર પદોની રચનારૂપ નીર વડે ભરપુર હોવાથી તે ઘણો જ મનોહર લાગે છે. સારાંશ - સુંદર પદોની રચનારૂપી નીરના સમૂહ વડે મનોહર (એવા આગમ સમુદ્રનું હું સેવન કરું છું.) • ગવાહિંસા:વિરત-રી-સંમાહિદં - જીવદયાના સૂક્ષ્મવિચારો રૂપી ઉપરાઉપરી જળતરંગોના સંગમને લીધે જેનો દેહ અગાધ-ગંભીર છે તેને– (તે આગમ સમુદ્રનું-હું સેવન કરું છું.) ૦ નીવ - જીવ - જે જીવે છે તે જીવ. – સૂત્ર-૫ “ઇરિયાવહી'માં આ શબ્દની વ્યાખ્યા જોવી. ૦ હિંસા - હિંસા ન કરવી તે. દયા, કરુણા આદિ. - જીવ પોતે મરતો નથી, પણ જે દેહને ધારણ કરીને જીવ રહે છે, તે દેહનું છેદન, ભેદન, મરણ થાય છે. જે દેહને કોઈ પણ પ્રકારે પીડા, વેદના, દુઃખ આદિ પહોંચે છે તે દેહના ઉપચારથી આવા જીવયુક્ત દેહને પણ “જીવ'રૂપે ઓળખવામાં આવે છે. એટલે જ્યારે “જીવની હિંસા” શબ્દ પ્રયોજાય છે ત્યારે જીવે ધારણ કરેલા દેહની હિંસા એવો અર્થ સમજવાનો છે. પ્રમાદવશાત્ પણ કોઈપણ પ્રાણીના દેહને તેના જીવથી જુદો પાડવો, તેના અંગોપાંગનું છેદન-ભેદન કરવું કે તેને કોઈપણ પ્રકારે કષ્ટ પહોંચાડવું ઇત્યાદિ સર્વે હિંસા કહેવાય છે. (તેનું વિસ્તારથી વર્ણન સૂત્ર-૫ “ઇરિયાવડી માં કરાયેલ છે ત્યાં જોવું) આ પ્રકારની હિંસાથી વિરમવું કે અટકવું તે “અહિંસા' કહેવાય છે. આ જીવ-અહિંસાને જીવદયા પણ કહે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ સંસારાદાવાનલ-સ્તુતિ-વિવેચન ૦ વરત્ત - નિરંતર કે ઉપરાઉપરી. જે છૂટું છવાયું હોય તેને “વિરલ કહેવાય છે. તેથી જે આંતરારહિત, નિરંતર કે સતત હોય તેને “અવિરલ કહેવામાં આવે છે. આવી જે અવિરલ– ૦ નદી - લહેર, તરંગ, મોજું. (તેનો) ૦ સામ - સંગમ, જોડાણ, એકઠાં થવું. - જ્યાં જળનું એક તરંગ કે લહેર શમે ત્યાં બીજી લહેર ઉઠે અને બીજી લહેર શમે ત્યાં ત્રીજી લહેર ઉઠતી હોય તેને લહેરોનો સંગમ કહેવાય છે. - આવો લહેરોનો સંગમ થવાની ક્રિયા જ્યાં અવિરતપણે ચાલુ રહેતી હોય તેને “અવિરલ-લહરી-સંગમ” કહેવામાં આવે છે. ૦ ૩Tહ-ઢ - જેમાં પ્રવેશ થવો મુશ્કેલ કે અશક્યવત્ હોય તેવો દેહ. - જ્યાં અવિરતપણે જળના તરંગો ઉછળતા રહેતા હોય ત્યાં પ્રવેશ કરવો અત્યંત કઠિન હોવાથી તેને “અગાધ' અપ્રવેશ્ય દેહવાળો કહેવાય છે. -૦- અહીં “જીવ-અહિંસા" અને “અવિરલલહરી સંગમ” બંનેના સમન્વય દ્વારા “અગાહદેહ'નો સંબંધ આગમસમુદ્ર સાથે જોડાયેલો છે. – અહિંસાનો સિદ્ધાંત પ્રાયઃ સર્વે વૈદિક આદિ ધર્મમાં સ્વીકૃત થયો છે. આર્ય સંસ્કૃતિમાં જૈનદર્શનમાં અહિંસાના સિદ્ધાંતની અતિ સૂક્ષ્મતમરૂપે વિચારણા કરવામાં આવેલ છે. માત્ર સ્પર્શ ઇન્દ્રિય ધરાવતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ જેવા એકેન્દ્રિય સ્થાવર જીવોને પણ કોઈપણ રૂપે વિરાધવા નહીં - દુ:ખ પહોંચાડવું નહીં તેને અહિંસા કહી છે. દશવૈકાલિક જેવા આગમમાં અહિંસાને મુખ્ય ધર્મ સ્વરૂપે પ્રતિપાદિત કરાયેલ છે. આ અહિંસા ધર્મનો અમલ આચાર અને વિચાર બંને રૂપે કરવાનો છે. આચારથી જીવદયા કે જીવ-કરુણા એ અહિંસા છે. સ્વાદ્વાદ એ વિચારથી અહિંસા છે. વિચારની દૃષ્ટિએ સ્યાદ્વાદ કે અનેકાંતવાદ એ ઘણો સૂક્ષ્મ છે તેથી સામાન્ય જ્ઞાન કે બુદ્ધિ ધરાવનારને તેમાં પ્રવેશ કરવો કઠિન છે. આચારથી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યન્તના જીવોની સૂક્ષ્મતમ અહિંસા-કોઈપણ પ્રાણની વિરાધનાથી બચવું, તે પણ ઘણું કઠિન છે. તેથી તેમાં પ્રવેશ કરવો મુશ્કેલ છે. તેથી જ આગમો અને સમુદ્રની અહીં તુલના કરાઈ છે. જેમ સમુદ્રમાં અનેક તરંગોનું નિરંતર વહેવું તેમાં પ્રવેશને દુષ્કર બનાવે છે, તેમ જીવની અહિંસારૂપી સૂક્ષ્મ સિદ્ધાંતનું આચારવિચારથી પાલન આગમમાં પ્રવેશ કરવામાં અર્થાત્ આગમોને આત્મસાત્ કરવામાં વિનરૂપ બને છે. ૦ લઘુ દૃષ્ટાંત – દ્વારિકા સળગી ગયા પછી ત્યાંથી નીકળી જંગલના રસ્તે પાંડુ મથુરા નગરી તરફ પ્રયાણ કરી રહેલા કૃષ્ણ મહારાજાને માર્ગમાં ઘણી જ ભુખ-તરસ લાગી હતી, ત્યારે ભાઈ બળદેવ તેમના માટે અન્ન અને જળની શોધમાં નીકળ્યા અને જરાકુમારના હાથેથી છૂટેલ બાણ કૃષ્ણ મહારાજાના પગમાં લાગવાથી અત્યંત પીડા અને વેદનાયુક્ત થયેલા કૃષ્ણનો અંતિમ સમય નજીક Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ આવ્યો ત્યારે અત્યંત શાંત વદને અંતિમ આરાધના કરે છે. નજીકમાંથી ઘાસ એક કરી સંથારો બનાવે છે સંથારા પર બેસીને મસ્તકે અંજલિ કરે છે. વિનયપૂર્વક ઉત્તરાસંગ કરે છે સંવેગ યુક્ત થઈને જિનેશ્વર મહારાજાનું સ્મરણ કરે છે. ત્યારપછી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુને તેમના-તેમના ગુણોનું સ્મરણ કરવા પૂર્વક નમસ્કાર કરે છે. ત્યારપછી પરમ ઉપકારી અને ભવરૂપી મહાકૂપમાંથી બહાર કાઢનાર અરિષ્ટનેમિ ભગવંતના ચરણ કમળમાં નમસ્કાર કરે છે. ભગવંત અરિષ્ટનેમિ તથા ગણધરાદિ સાધુની કોઈ આશાતના થઈ હોય તો તેનું મિચ્છામિ દુક્કડું આપે છે. પ્રાણાતિપાતાદિ અઢારે પાપસ્થાનકોનું પણ મિચ્છામિદુક્કડમ્ આપે છે. જીવોની ક્ષમાપના કરે છે. આ પ્રમાણે સંવેગિત મનથી અને વાણીથી બોલતા કૃષ્ણ મહારાજા પગમાં બાણની વ્યાધિને અધિકતાથી સહન કરતા બીજાના-સુકૃતોની અનુમોદના અને પોતાના દુષ્કતોની ગર્તા કરે છે. જિનેશ્વર પરમાત્માનું શરણ ગ્રહણ કરે છે. આવી સંવેગમય અવસ્થામાં પણ જેવો અંત સમય આવ્યો, ભુખ, તરસ, બાણની વેદના અસહ્ય બની, મધ્યાહ્નનો તાપ અને દ્વારિકાના દહનનું સાક્ષાત્ સ્મરમ થયું. માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, સ્વજન આદિનો વિયોગ યાદ આવ્યો ત્યારે જીવ-દયા કે કરુણાના ભાવો ચાલ્યા ગયા, સંવેગ યુક્ત મન ખેદયુક્ત બન્યું ને વિચારવા લાગ્યા કે, એક લંગોટીયા તાપસથી આટલો ભયંકર પરાજય ! હવે જો દ્વૈપાયન ક્યાંય મળે તો તેના નગર, ફળ, રિદ્ધિ બધાંનો હું નાશ કરી દઈશ. આ છે આગમને આત્મસાત્ કરવામાં દુષ્કરપણું. ક્ષણવાર પહેલા ઉત્તમ અંતિમ સાધના કરતો જીવ પણ સ્યાદ્વાદના સિદ્ધાંતને સમજવાને બદલે આર્તધ્યાનમાં સરી ગયો અને નરકરૂપી દુર્ગતિને પામ્યો. જીવ-અહિંસાને બદલે જીવ હિંસાના વિચારોએ તેને ઉન્માર્ગે ચડાવી દીધો. તેથી જ આ ત્રીજી સ્તુતિના ત્રીજા ચરણમાં આગમરૂપી સમુદ્રનું વિશેષણ બતાવ્યું કે • પૂના-ચેન્ન મુદ-ન-મ-સંયુતં દૂર-પાર - ચૂલિકાઓ રૂપી વેલોવાળા, મોટા સમાન આલાપકો-પાઠોરૂપી રત્નોથી ભરેલા, જેનો કિનારો દૂર છે (એવા આગમરૂપી સમુદ્રની હું સેવના કરું છું.) ૦ વૃત્તા-વેનં - ચૂલિકારૂપી તટ-કિનારાવાળા. “ચૂલા" એ જ “વેલા” – ધૂના જેને ચૂલિકા પણ કહે છે. તે આગમ અને સમુદ્ર બંને સાથે સંબંધ ધરાવે છે. “ચૂલા" શબ્દના અનેક અર્થોમાં એક અર્થ ‘શિખા' થાય છે. જ્યારે વેળા અર્થાત્ “ભરતી' આવે ત્યારે સમુદ્રના પાણી ઊંચે ચડે છે, શિખા જેવા આકાર પણ ધારણ કરે છે. “ચૂલા' શબ્દનો બીજો અર્થ ચૂલિકા અર્થાત્ શાસ્ત્રનો પરિશિષ્ટ ભાગ કે પૂર્વે કહેલા અને નહીં કહેલા વિષયોનો સંગ્રહ એમ પણ થાય છે. – વેના એટલે વેળા અથવા ભરતી. - વૂની એ જ વેત્તા એટલે કે ચૂલા (શિખા) રૂપી ભરતી. જેમાં સમુદ્રમાં ચૂલારૂપી વેળા હોય છે, તે જ રીતે આગમોમાં પણ ચૂલિકારૂપી ભરતી છે. જેમ Page #152 -------------------------------------------------------------------------- ________________ સંસારાદાવાનલ-સ્તુતિ-વિવેચન ૧૫૧ દશવૈકાલિક અને મહાનિશીથ. બંને આગમોમાં છેલ્લે બે-બે ચૂલિકા છે. સૂત્રોની દૃષ્ટિએ નંદી અને અનુયોગદ્વારને પણ ચૂલિકા સૂત્રો કહેવાય છે. બારમાં અંગ દૃષ્ટિવાદમાં પણ ચૂલિકા હતી ઇત્યાદિ. - સારાંશ - ચૂલિકારૂપી વેળા (ભરતી)વાળા આગમસમુદ્રને હું સેવું છું. ૦ પુરુ-મ-પ-સંd - ઉત્તમ કે મોટા આલાપકો-પાઠો રૂપી મણિથી ભરેલ (એવા આગમસમુદ્રને હું સેવું છું). – ત્રીજી ગાથાના ત્રીજા ચરણમાં આગમ સમુદ્રનું આ બીજું વિશેષણ છે. જે આગમને અને સમુદ્રને બંનેને લાગુ પડે છે, તે આ રીતે ૦ ગુરુ એટલે મોટા, વિશાળ કે શ્રેષ્ઠ. (એવા–) ૦ મ - એક સરખા પાઠવાળા આલાપકોને ગમ' કહે છે. અથવા આલાપક એટલે “સંબંધ ધરાવતા શબ્દોવાળા પાઠો.' જો કે “મ' શબ્દનો અર્થ - આગમોમાં આ પ્રમાણે જોવા મળે છે– - સ્થાનાંગ વૃત્તિ - ગમ એટલે સદશ પાઠ. – નંદી વૃત્તિ - આદિ, મધ્ય કે અંતમાં કિંચિત્ વિશેષતા સાથે વારંવાર તે જ સૂત્રનું ઉચ્ચારણ ગમ' કહેવાય છે, અને એટલે પરિચ્છેદ કે પ્રકાર. – ઉત્તરાધ્યયન વૃત્તિ – જેના વડે વસ્તુનું સ્વરૂપ જણાય તે ગમ અર્થાત્ પ્રરૂપણા ભગવતી વૃત્તિ - “ગમ' એટલે વ્યાખ્યા. નાયાધમ્મકહા-વૃત્તિ - “ગમ' એટલે વાચનાવિશેષ કે પાઠ. નિશીથચૂર્ણિ - “ગમ' એટલે આગમ. - આવા અનેક અર્થોમાં અહીં ગમ' એટલે આલાપક-સદશપાઠ એવો અર્થ સ્વીકારવામાં આવેલ છે. ૦ મળિ - મણિ (રત્નવિશેષ) ૦ સંત - ભરેલ, ભરપુર – ગુરુ એટલે કે શ્રેષ્ઠ કે વિશાળ એવા “'-આલાપક રૂપ મણિથી ભરેલ. – અહીં શ્રેષ્ઠ આલાપકોને મણિની ઉપમા અપાઈ છે. જેમ સમુદ્ર મણિરત્નો આદિથી ભરપુર હોય છે, સમુદ્રના તળીયે ઘણાં મણિ-રત્નાદિ પડેલા હોવાથી તેને રત્નાકર કહેવામાં આવે છે. તેથી અહીં સિંધુ એવું વિશેષણ સમુદ્ર માટે વપરાયેલ છે. તે જ રીતે આગમો પણ શ્રેષ્ઠ આલાપકોથી ભરેલા છે. માટે આગમસમુદ્રમાં શ્રેષ્ઠ આલાપક મણિરત્નોનું સંકુલ છે તેમ કહ્યું અને “આગમ સમુદ્ર' શબ્દની સાર્થકતા આ વિશેષણ થકી દર્શાવી. ૦ તૂર-- જેનો કિનારો ઘણો દૂર છે તેવા (આગમ સમુદ્રને) – ટૂર - દૂર, છેટો અને પર એટલે પાર, કાંઠો કે કિનારો. – આ પણ “આગમજલનિધિ"નું જ વિશેષણ છે. જેમાં સમુદ્રનો કિનારો ઘણો દૂર-દૂર હોય છે, તેના એક છેડેથી બીજો છેડો જોઈ ન શકાય તેટલા તેના કિનારા પરસ્પરથી છેટે હોય છે. તેથી સમુદ્રને દૂર-પાર' કહેવાય છે. તે જ રીતે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ આગમનો પાર પામવો પણ ઘણો દૂર છે. કહ્યું છે કે આચારાંગ સૂત્ર ૧૮૦૦૦ પદ પ્રમાણ છે. પછી પછીના અગિયારે અંગ સૂત્રો તેનાથી બમણાં-બમણાં પદ પ્રમાણ હોય છે. અર્થાત્ સૂયગડાંગ ૩૬૦૦૦ પદ પ્રમાણ, ઠાણાંગ-૭૨૦૦૦ પદ પ્રમાણ, સમવાયાંગ ૧,૪૪,૦૦૦ પદ પ્રમાણ વગેરે. એ જ રીતે બારમાં અંગમાં ચૌદ પૂર્વેનું પ્રમાણ જણાવતા કલ્પસૂત્ર વૃત્તિકાર કહે છે કે, પહેલું પૂર્વ એક હાથી શાહી પ્રમાણથી લખાય તેટલું મોટું હોય છે. બીજું પૂર્વ બે હાથી શાહી પ્રમાણથી લખાય તેટલું મોટું હોય છે, ત્રીજું પૂર્વ ચાર હાથી શાહી પ્રમાણથી લખાય તેટલું મોટું હોય છે. ચોથું પૂર્વ આઠ હાથી શાહી પ્રમાણ... એ રીતે બમણું-બમણું ચૌદ પૂર્વ સુધી સમજી લેવું. આટલા વિશાળ પ્રમાણ આગમનો પાર ક્યારે પામી શકાય ? ૦ લઘુ દૃષ્ટાંત આર્યરક્ષિતની માતાએ દૃષ્ટિવાદ ભણવાનું કહ્યું. ત્યારે આર્યરક્ષિતે દીક્ષા લીધી. વજ્રસ્વામી પાસે તેઓ ભણવા ગયા. અધ્યયન શરૂ થયું. થોડાં જ કાળમાં આર્યરક્ષિત મુનિ નવ પૂર્વે ભણી ગયા. દશમું પૂર્વ ભણવાનો આરંભ થયો. ત્યારે વજ્રસ્વામીજીએ કહ્યું. આ પ્રમાણે પરિકર્મ છે. તે ઘણું જ સૂક્ષ્મ અને ગાઢ છે. તેણે ચોવીશ યવિક (અઘ્યયનો એક ભાગ વિશેષ) ગ્રહણ કર્યા. પણ આર્યરક્ષિતે યવિકા અધ્યયન કરતાં ઘણી જ અધૃતિથી પૂછ્યું, હે ભગવન્ ! દશમું પૂર્વ હજી કેટલું બાકી છે ? ત્યારે વજ્રસ્વામીએ ઉપમા દ્વારા સમજાવ્યું કે સમુદ્ર જેવડાં પૂર્વમાંથી તું હજી બિંદુ જેટલું ભણ્યો છે. મેરુપર્વત જેટલા જ્ઞાનમાંથી માત્ર સરસવના દાણા જેટલું જ્ઞાન તેં પ્રાપ્ત કરેલ છે. ત્યારે આર્યરક્ષિત મુનિ વિષાદગ્રસ્ત થઈ ગયા. તેણે વિચાર્યું કે આ દશમાં પૂર્વને પાર પામવાની મારામાં શક્તિ ક્યાં છે ? આ લઘુ દૃષ્ટાંત આગમના ‘દૂર-પાર'' વિશેષણને સાર્થક કરે છે. ♦ સાર વીરામ-નનિધિ સાર સાધુ સેવે - ત્રીજી ગાથાના આ ચોથા ચરણમાં સારું એ ‘આગમસમુદ્ર’'નું વિશેષણ છે. ‘“વીરામ નનિધિ’’ એ પૂર્વોક્ત સર્વે વિશેષણોથી વિશેષિત એવું વિશેષ્યપદ રૂપ કર્મ છે અને ક્ષેત્રે ક્રિયાપદ છે કે જેનાં સાવરે સાધુ એ ક્રિયા વિશેષણો છે. ૦ સાર ઉત્તમ, શ્રેષ્ઠ (એવા આગમ સમુદ્રને) ૦ વીર્ - ભગવંત મહાવીર સ્વામીને સંક્ષેપમાં વીર કહે છે. - આ પદ આ સ્તુતિ ચતુષ્કની પહેલી સ્તુતિમાં આવી ગયેલ છે. આગમ, શાસ્ત્ર, દ્વાદશાંગીરૂપ શ્રુત. ૦ ગામ - · જેનાથી વસ્તુ તત્ત્વનો ફ્રૂટ બોધ થાય તે ‘આગમ' અથવા આપ્ત વચનોનો જે સંગ્રહ તે આગમ છે. તેથી સર્વજ્ઞ-પ્રણીત વચન, સિદ્ધાંત કે સૂત્રને આગમ કહેવામાં આવે છે. ઞવશ્ય વૃત્તિ - અભિવિધિ-મર્યાદા વડે ગમ-પરિચ્છેદ તે આગમ. અનુયોગદ્વાર-વૃત્તિ - આચાર્યની પરંપરાથી આવેલ કે આપ્તવચન. - - - Page #154 -------------------------------------------------------------------------- ________________ સંસારાદાવાનલ-સ્તુતિ-વિવેચન ૧૫૩ - · ગુરુપરંપરાથી જે આવે છે તે આગમ. જેના વડે પરિપૂર્ણપણે જીવાદિ પદાર્થોનો બોધ કે જ્ઞાન થાય છે તેને આગમ કહે છે. આગમ એટલે સૂત્ર, સૂત્રાર્થ, પ્રાપ્તિ, શ્રુત પર્યાય, સંગ્રહ ઇત્યાદિ. ૦ વીરામ - ભગવંત મહાવીરના આગમ. પ્રત્યેક તીર્થંકરો જે ઉપદેશ આપે છે તેને ગણધરો સૂત્રરૂપે ગુંથે છે. તે જ રીતે ભગવંત મહાવીરના ઉપદેશ પણ તેમના ગણધરો-મુખ્ય શિષ્યોએ સૂત્રરચના રૂપે ગુંથ્યો જેને દ્વાદશાંગી કે ગણિપિટક કહેવાય છે તે જ આગમ કહેવાય છે. - સમવાય નામક ચોથા અંગ સૂત્રના સૂત્ર ૨૧૫ થી ૨૩૩માં દ્વાદશાંગીઆચારાંગાદિ બાર અંગનું સ્વરૂપ પ્રગટ થયેલ છે. કાળક્રમે ગમિક અને અગમિક એવા ભેદો થયા. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય ભેદો થયા. જેમાં અંગપ્રવિષ્ટના બાર ભેદો અને અંગબાહ્યના આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત ભેદો થયા. આવશ્યક વ્યતિરિક્તના કાલિક અને ઉત્કાલિક એવા બે ભેદો છે. તેના પણ અનેક પ્રભેદો છે. જેનું વર્ણન નંદીસૂત્રમાં સૂત્ર-૧૩૭ થી ૧૫૫માં છે. આવું જ વર્ણન પાક્ષિક સૂત્રમાં પણ છે. - આ સર્વે વર્ણન ભગવંત મહાવીરના આગમોનું છે. ૦ નતનિધિ - સમુદ્ર, દરિયો. વીરાગમ રૂપ જલનિધિ. તે વીરાગમ સમુદ્ર. (તેને) • सादरं આદર કે માન પૂર્વક ૦ સર્વે - હું સેવું છું, હું ઉપાસના કરું છું. આ ત્રીજી ગાથા ત્રણ મુખ્ય ભાગોમાં વિભાજીત થયેલી છે (૧) વિશેષણો, (૨) વિશેષ્ય પદ, (૩) આરાધ્ય પદ. (૧) વિશેષણો : 1 - આગમ સમુદ્રના સાત વિશેષણો આ સ્તુતિમાં દર્શાવેલા છે. જેમાં છ વિશેષણો પ્રથમ ત્રણ ચરણોમાં છે. સાતમું વિશેષણ ચોથા ચરણમાં છે. તે સાતે વિશેષણો આ પ્રમાણે છે— ૧. જ્ઞાન વડે ગંભીર. ૨. સારા પદોની રચનારૂપી પાણીના સમૂહ વડે મનોહર. ૩. જીવોની દયારૂપી નિરંતર તરંગોના સંગમથી અગાધશરીરી. ૪. ચૂલિકારૂપી વેળા (ભરતી)વાળા. ૫. શ્રેષ્ઠ આલાપકોરૂપી રત્નોથી ભરપુર. ૦ સાધુ - સારી રીતે ૬. જેનો કિનારો ઘણો દૂર છે એવા. ૭. સામાં - શ્રેષ્ઠ કે ઉત્તમ (એવા) (૨) વિશેષ્ય પદ વીરાગમ જલનિધિ (૩) આરાધ્ય પદ – - -- વીરપ્રભુના આગમરૂપી સમુદ્ર. (તેની) Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ હું આદરપૂર્વક સારી રીતે પર્યાપાસના - સેવના કરું છું. હવે આ સ્તુતિ ચતુષ્કની ચોથી સ્તુતિ કે જે મૃતદેવતાની છે તેમાં હિં એ ક્રિયાપદ છે. મવિરહવાં એ કર્મ છે. સારું એ કર્મનું વિશેષણ છે. જે સંપ્રદાનાર્થે ચતુર્થીમાં છે. તથા તેવી ને સર્વ સંબોધન થયેલું છે. તે સિવાય બધાં સેવા ના વિશેષણો છે, કુલ પાંચ વિશેષણો દેવી માટે મૂકાયા છે. ૦ બીજી સ્તુતિની માફક આ ચોથી સ્તુતિમાં પણ પહેલા બંને ચરણ મળીને એક વિશેષણની રચના કરેલ છે. ત્રીજા ચરણમાં ત્રણ વિશેષણો છે. ચોથા ચરણમાં એક વિશેષણ છે. તે આ પ્રમાણે(૧) સામૂના નોન-ધૂન--રમતીઢ - નોનતિ નતિ झंकारारावसारामल-दल - कमलागार - भूमि निवासे મૂળ સુધી કંઈક ડોલવાથી ખરેલા મકરંદ-પરાગની અત્યંત સુગંધમાં મગ્ર થયેલા - આસક્ત થયેલા ચપળ ભમરાઓની શ્રેણિઓના ગુંજારવ – ઝંકાર શબ્દથી યુક્ત શ્રેષ્ઠ - ઉત્તમ નિર્મલ પાંખડીવાળા કમલરૂપી ઘરની ભૂમિમાં વાસ કરનારી (એવી મૃતદેવી) – અહીં બંને ચરણો મળીને એક પૂર્ણ વિશેષણ બનતું હોવાથી ઘણું જ લાંબુ વાક્ય બનતું હોવા છતાં બંને ચરણો સાથે લીધા છે. – આ લાંબા વાક્ય જેવા વિશેષણને છુટા છુટાં વાક્યો દ્વારા જોઈએ તો- (તે મૃતદેવીનો નિવાસ) કમળ પર રહેલા ભુવનની મધ્યે છે. – તે કમળ (જળના તરંગોને લીધે) મૂળ સુધી ડોલતું છે. – કમળના ડોલવાથી તેની મકરંદ-પરાગ ખરી રહી છે. – આ મકરંદની સુગંધમાં આસક્ત થઈને ચપળ ભમરા ગુંજારવ-ઝંકાર કરી રહ્યા છે તેનાથી કમળ શોભાયમાન દેખાય છે. – તે કમળની પાંદડીઓ અત્યંત સ્વચ્છ અને નિર્મળ છે. – આવા કમળની ઉપર રહેલા ભુવનમાં તેણીનો નિવાસ છે. ૦ મૂન - મૂળ પર્યત ૦ નોન - કંઈક ડોલી રહેલું એવું. – બાનોના શબ્દમાં નોન એટલે ડોલતું અર્થ થાય છે. આ શબ્દ રૂંવત્ અર્થમાં પ્રયોજાયેલ છે. તુ એટલે કંઈક, કિંચિતુ. ૦ શૂત્તિ - એટલે રજ, પરાગ, મકરંદ (તેની) ૦ વહન - ઘણી, અત્યંત ૦ પરિમર્ક્સ - સુગંધનમાં) ૦ ગાતીઢ - આસક્ત થયેલા, મગ્ન, ચોંટી ગયેલા ૦ નોન - ચપળ (એવા) ૦ ઉત્તિ - ભ્રમર (ની) ૦ મીતા - શ્રેણિ, પંક્તિ, હાર કે સમૂહ (તેના વડે યુક્ત) ૦ ગ્રંછાર – ગુંજારવના ૦ લારીવ - શબ્દ કે રવ વડે ૦ સર - ઉત્તમ, શ્રેષ્ઠ ૦ મમત્વે - નિર્મળ, સ્વચ્છ ૦ વ7 - પાંખડી કે પાંદડી (યુક્ત) ૦ વમન - કમળ (પુષ્પ) Page #156 -------------------------------------------------------------------------- ________________ સંસારાદાવાનલ-સ્તુતિ-વિવેચન ૧૫૫ ૦ IRભૂમિ - રહેવાનું સ્થાન ૦ નિવાસ - વાસ કરનારી – આ સમગ્ર પદ હેવ શબ્દનું વિશેષણ છે. વિ ! શબ્દ સંબોધનાર્થે વપરાયેલ હોવાથી નિવાસે ! એવો નિવાસી નો સંબોધન પ્રયોગ થયેલો છે. • છાયા-સંમાર-રે ! વરવેટનર વરે ! તારામિરા આ ચરણમાં ત્રણ વિશેષણો એક સાથે ગોઠવાયા છે. (૧) “છાયા સંભારણારે એટલે કાંતિના સમૂહથી સુશોભિત. (૨) “વરકમલકરે એટલે હાથમાં સુંદર કમળ છે એવી. (૩) “તારહારાભિરામ' એટલે દેદીપ્યમાન હાર વડે મનોહર. ૦ છાયા - કાંતિ, પ્રભા કે દીપ્તિ. (તેના) ૦ સંમ૨ - સમૂહ (વડે) ૦ સારી - ઉત્તમ, શ્રેષ્ઠ, રમણીય, સુશોભિત (એવી મૃતદેવી) ૦ વર - સુંદર (એવા) ૦ મન - કમળ (થી યુક્ત) ૦ રા - હાથમાં (હાથવાળી) - એવા મૃતદેવી. ૦ તાર - દેદીપ્યમાન (એવો જે) ૦ હીર - હાર, કંઠનું આભુષણ વિશેષ ૦ મરીન (તે હાર વડે) મનોહર (લાગતી એવી શ્રત દેવી) • વાળા-સંવાદ-હે! ભવ- વિવર રહે છે તેવિ ! સાર - આ ચોથી સ્તુતિનું ચોથું ચરણ છે, સંપૂર્ણ સ્તુતિ ચતુષ્કનું પણ છેલ્લું ચરણ છે. આ ચરણમાં મૃતદેવીનું સંબોધન પણ છે, તેનું એક વિશેષણ પણ છે. પ્રાર્થના પણ છે અને ક્રિયાપદ પણ છે. તે આ પ્રમાણે ૦ વાળા-સંવોઢ-આ મૃતદેવીનું વિશેષણ છે. તેનો અર્થ છે. “વાણીના સમૂહરૂપ દેહવાળી !" (એવી શ્રુતદેવી) ૦ વાળા - વાણી, ભાષા, દ્વાદશાંગીરૂપ વચન. ૦ સંતોહ - સમૂહ, જથ્થો ૦ હૈદ - કાયા, શરીર - દ્વાદશાંગી-બાર અંગવાળા સમૂહથી જેનો દેહ બનેલો છે તેવી અથવા દ્વાદશાંગીરૂપ વાણીના સમૂહરૂપી શરીરવાળી એવી (હે મૃતદેવી !) – આ પદ દેવીનું વિશેષણ છે. તેથી વાળ-સંદ-હા એ પ્રમાણે થશે. પણ વિ ! શબ્દ સંબોધનાર્થે હોવાથી અહીં ટ્રેહા નું પણ તેણે! એ પ્રમાણે સંબોધનનું રૂપ કરેલ છે. ૦ મિવિરહ વ - વ્યાકરણ દૃષ્ટિએ આ કર્મ છે. - ભવના વિરહરૂપ અર્થાત્ મોક્ષરૂપ, તે વરદાનને. - આ એક પ્રાર્થના વચન છે, જેમાં શ્રુતદેવી પાસે મોક્ષનું વરદાન માંગેલ છે. ૦ મવ - એટલે સંસાર કે જન્મમરણના ચક્કર, ચતુર્ગતિ ભ્રમણ. – “ભવ' શબ્દ સૂત્ર-૧૮ “જયવીયરાય'માં આવી ગયેલ છે. ૦ વિઠ્ઠ - (ભવનો) વિરહ - એટલે છુટકારો, આ ભ્રમણમાંથી છૂટવું તે. – આવો છુટકારો એક ભવમાંથી થાય અને ફરી બીજો ભવ ધારણ કરવાનો હોય તો તે “ભવ-વિરહ'નો કોઈ અર્થ નથી, પણ સર્વથા છુટકારો થાય, ત્યાર પછી આ સંસારમાં ફરી જન્મ જ ન લેવો પડે તો જ તેને ઉત્તમોત્તમ ભવવિરહ કહી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ શકાય. આવો ભવ-વિરહ એટલે જ મોક્ષ. ૦ વર • એટલે વરદાન. સામાન્યથી વ શબ્દ ઉત્તમ, શ્રેષ્ઠ કે એવા કોઈ અર્થમાં વપરાય છે, પણ અહીં તે વરદાન અર્થમાં વપરાયેલ છે. ૦ હિ - આપો. (આ સમગ્ર સ્તુતિમાં ક્રિયાપદ છે.) (જે મૃતદેવી પાસે પ્રાર્થના રૂપે કહેવાયેલ એવું આ વચન છે.) ૦ મું - મને (સ્તુતિ કરનારને) ૦ વ ! હે દેવી ! હે મૃતદેવી ! - જેને આશ્રીને પાંચ વિશેષણો મૂકાયા છે, તેવી મૃતદેવીને સંબોધન કરવામાં આવેલ છે. હે મૃતદેવી ! તમે મને મોક્ષનું વરદાન આપો. અર્થાત્ મને મોક્ષ પ્રાપ્ત થાય તેવું વરદાન આપો. ૦ સર - શ્રેષ્ઠ. (આ શબ્દ કર્મનું વિશેષણ છે.) – શ્રેષ્ઠ એવો ભવ વિરહ અર્થાત્ મોક્ષ પ્રશ્ન – મૃતદેવી કઈ રીતે મોક્ષ આપી શકે ? સમાધાન – મૃતદેવી મોક્ષ ન આપી શકે, એ વાત સત્ય જ છે. પણ અહીં આ વાક્ય પ્રાર્થના સ્વરૂપ છે. અહીં વરદાન આપવા માટેની માંગણી કરાઈ છે. જેમનો સમગ્ર દેહ દ્વાદશાંગીરૂપ વાણીથી નિર્મિત થયો છે એવી આ દેવી છે. દ્વાદશાંગીનો આશ્રય કરનારા મોક્ષની પ્રાપ્તિ સુલભ છે. કેમકે ભવ્ય જીવ જ દ્વાદશાંગીને પરિપૂર્ણ પામે છે. અભવ્ય જીવો પરિપૂર્ણ દ્વાદશાંગી પામતા નથી. વળી સમવાયાં સૂત્ર-૨૩૩માં કહ્યું છે કે આ દ્વાદશાંગી ગણિપિટકની સૂત્રથી, અર્થથી અને ઉભયથી આજ્ઞાની આરાધના કરતા અનંતજીવો ભૂતકાળમાં ચતુર્ગતિરૂપ સંસાર અટવીનો પાર પામ્યા છે અર્થાત્ મુક્તિ પ્રાપ્ત કરી છે, વર્તમાનકાળે પણ જીવો તેની આરાધનાથી મોક્ષ પ્રાપ્ત કરી રહ્યા છે અને ભવિષ્યકાળમાં પણ અનંતા જીવો આ દ્વાદશાંગીગણિપિટકની આરાધના કરીને મોક્ષને પ્રાપ્ત કરશે. વળી આ દ્વાદશાંગી ભૂતકાળમાં પણ હતી - વર્તમાનમાં પણ છે - ભવિષ્યમાં પણ રહેશે. કેમકે તે ધ્રુવ છે - નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે, નિત્ય છે. આ જ વાતની સાક્ષી નંદીસૂત્રના સૂત્ર-૧૫૮માં પણ આપી છે. – બીજું. આ પ્રાર્થના છે. જે બોલનારના હૃદયના ભક્તિભાવ કે અંતઃકરણના ઉલ્લાસની અભિવ્યક્તિ છે. – ત્રીજું. અહીં વરદાન સ્વરૂપે પ્રાર્થના છે. જેમ જૈનેત્તર ગ્રંથો-પુરાણો આદિમાં આવે છે કે શિવજી કે બ્રહ્માજીએ કોઈને વરદાન આપ્યું કે તું યુદ્ધ અજેય રહીશ, કોઈ પુરુષ કે સ્ત્રી તને મારી શકશે નહીં ઇત્યાદિ. તો અહીં શિવજી કે બ્રહ્માજી જાતે યુદ્ધ કરવા જતાં નથી. યુદ્ધ તો વરદાન પ્રાપ્ત કરનાર જ કરે છે. માત્ર જો યુદ્ધ કરે તો તેને કોઈ જીતી ન શકે તેવું વરદાન છે. તેમ અહીં દ્વાદશાંગી-મૃતનો આશ્રય કરનારે જ પુરુષાર્થ-પરાક્રમ કરવાના છે. માત્ર વિજ્ઞજ્ય આદિ વરદાનથી Page #158 -------------------------------------------------------------------------- ________________ સંસારાદાવાનલ-સ્તુતિ-વિવેચન ૧પ૭ તે પરીષહો-ઉપસર્ગો કે કર્મો સામેના યુદ્ધમાં અજેય રહી શકે તો મોક્ષની પ્રાપ્તિ થવાની છે તેમ સમજી “વરદાન' માટે પ્રાર્થના કરાયેલ છે. -૦- આ રીતે આ સ્તુતિ ચતુષ્કની વિવેચના કરી. જેમાં પ્રથમ સ્તુતિમાં ભગવંત વીરપ્રભુની, બીજી સ્તુતિમાં સર્વ જિનેશ્વરોને આશ્રીને જિનચરણોની, ત્રીજી સ્તુતિમાં, શ્રતને આશ્રીને આગમોની (આગમરૂપી સમુદ્રની) અને ચોથી સ્તુતિમાં મૃતદેવીની સ્તુતિ કરી. પ્રત્યેકમાં જે વિશેષણો છે તે પહેલા ત્રણ ચરણોમાં તો છે જ તે આ સ્તુતિરચનાની વિશેષતા છે. ચોથા ચરણમાં વિશેષ્ય પદ અને ક્રિયાપદ છે. સ્તુતિના બંધારણને સાચવવાની સાથે-સાથે અલંકારશાસ્ત્ર અને શબ્દ લાલિત્યનું લક્ષ્ય પણ સુંદર રીતે જળવાયેલું જોવા મળે છે. . વિશેષ કથન :૦ સ્તુતિ રચના :- આચાર્યશ્રી હરિભદ્રસૂરિ આ સ્તુતિના રચયિતા છે તે નિર્વિવાદ છે. – જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧માં તેના ચરિત્ર સંબંધી ત્રણ અલગઅલગ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. (૧) શ્રી પ્રભાચંદ્રસૂરિ રચિત પ્રભાવક ચરિત્ર પ્રબંધ-લ્મો. (૨) શ્રી ભદ્રેશ્વર સૂરિ રચિત “કથાવલી" અંતર્ગતું. (૩) શ્રી રાજશેખર સૂરિ રચિત ચતુર્વિશતિ પ્રબંધ-પ્રબંધ-૮. આ ત્રણે ચરિત્ર રચનામાં થોડાં-થોડાં ફેરફારો તો છે જ. પણ હરિભદ્રસૂરિજીએ “સંસાર દાવાનલ' સ્તુતિ રચી છે તેમાં કોઈને મતભેદ નથી. ૦ એક મત પ્રમાણે આચાર્યશ્રીના સંસારી ભાણેજો હંસ અને પરમંસ હતો. તેમણે આચાર્યશ્રી પાસે દીક્ષા લીધી. ન્યાયશાસ્ત્રના અભ્યાસ બાદ તે બંને આચાર્યશ્રીની અનુમતિ ન હોવા છતાં બૌદ્ધ ધર્મનું જ્ઞાન મેળવવા માટે વેશપલટો કરીને બૌદ્ધ મઠમાં અભ્યાસ માટે ગયા. બૌદ્ધાચાર્ય જૈનદર્શનનું ખંડન કરતા હતા ત્યારે બંને મુનિઓ એકએક પત્ર પર તેની યુક્તિઓમાં રહેલાં દૂષણો અને જૈનદર્શનના શુદ્ધ હેતુઓની ટૂંકી નોંધ કરતા હતા. તે પત્રો હવામાં ઉડતા બૌદ્રાચાર્ય પાસે ગયા. હંસ અને પરમહંસ પકડાયા, ત્યાંથી ભાગ્યા. હંસને બૌદ્ધોએ રસ્તામાં મારી નાંખ્યા. પરમહંસ જેમ-તેમ કરી હરિભદ્રસૂરિ પાસે પહોંચ્યા, માફી માંગી, સર્વ વૃત્તાંત જણાવ્યું. પણ કહેતાં કહેતાં મૃત્યુ પામ્યા. આચાર્ય હરિભદ્રસૂરિના મનમાં બદલાની ભાવના જાગી. શાસ્ત્રાર્થમાં હારતા બૌદ્ધો શરત પ્રમાણે મરવા લાગ્યા. ગુરુવરની કૃપાથી શાંત થયા, પ્રાયશ્ચિત્ત કર્યું. અંબિકાદેવીએ તેમને શાસ્ત્રો બનાવવા પ્રેરણા કરી આચાર્યશ્રીએ ૧૪૦૦ ગ્રંથોની રચના કરી. ૦ બીજા મત પ્રમાણે જિનભદ્ર અને વીરભદ્ર નામે બે શિષ્યો હતા. શાસ્ત્રજ્ઞ હતા. બૌદ્ધોએ હરિભદ્રસૂરિની ઇર્ષ્યાને કારણે તે બંને શિષ્યોને ગુપ્ત રીતે મારી નંખાવ્યા. શોકથી આચાર્યશ્રીએ અનશન કરવા વિચાર્યું. બીજા શિષ્યોએ તેમ કરતા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ રોક્યા. “ભવવિરહ'' સંકેતથી આચાર્યશ્રી ગ્રંથ રચના કાર્યમાં લીન બન્યા. ૦ ત્રીજા મત પ્રમાણે હંસ અને પરમહંસને બૌદ્ધોએ મારી નાંખ્યા ત્યારે ૧૪૪૦ બૌદ્ધોને એકઠાં કરી તપેલા તેલની કડાઈમાં તળી નાખવાનો પ્રબંધ ગોઠવ્યો પણ ગુરુમહારાજે “સમરાદિત્ય'ના વૃત્તાંતની ચાર ગાથાઓ મોકલી. તે વાંચી શાંત બનેલા આચાર્યશ્રીએ પ્રાયશ્ચિત્તરૂપે ૧૪૪૦ ગ્રંથો બનાવ્યા. ઇત્યાદિ. આચાર્ય હરિભદ્રસૂરિજીએ છેલ્લે સંસાર દાવાનલ સ્તુતિની રચના કરી. જેની ત્રણ સ્તુતિ બનાવી, પછી ચોથી સ્તુતિનું માત્ર પ્રથમ ચરણ બનાવ્યું. એ રીતે તેઓ ૧૪૪૪ ગ્રંથોના રચયિતા કહેવાયા. વૃદ્ધવાદ એવો છે કે શ્રી સંઘે ચોથી સ્તુતિના “ઝંકારા'થી બાકીની સ્તુતિ પૂર્ણ કરી તેથી આજે પણ તે પદો સકલ સંઘ સાથે બોલે છે અને શ્રી પ્રશ્નોત્તર ચિંતામણીમાં શ્રી વીરવિજયજી મહારાજાએ એમ જણાવ્યું કે છેલ્લા ત્રણ પદો મંત્ર શક્તિ યુક્ત છે. બીજા મતે આ ત્રણે ચરણો દેવીની સહાયથી રચાયા છે. તેમની કૃતિમાં વપરાતો “ભવવિરહ' શબ્દ અહીં પણ સ્થાન પામેલો છે. ૦ સ્તુતિકર્તા સમય – આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીના શાસનકાળના સમય વિશે મતભેદો તો છે જ પણ તેઓ વિક્રમ સંવત ૭૮૫માં લગભગ થયા હોવાનો મત વિશેષ માન્ય થાય છે. તેથી વિક્રમ સંવત ૭૮૫માં આ સ્તુતિ રચાઈ હોવી જોઈએ તેવું કહી શકાય. ૦ સ્તુતિ પર અન્ય સાહિત્ય : “સંસાર દાવાનલ' સ્તુતિ પર જ્ઞાનવિમલ સૂરિજી અને બીજાઓએ ટીકાઓ રચી હોવાનું પ્રબોધટીકા કર્તા જણાવે છે. વળી તેના પ્રત્યેક ચરણની પાદપૂર્તિરૂપ સ્તુતિઓ પણ રચાયેલી જોવા મળે છે. ૦ આ સ્તુતિનું ક્રિયામાં સ્થાન – – પ્રતિક્રમણની ક્રિયામાં પાક્ષિક, ચાતુર્માસિક, સંવત્સરિક પ્રતિક્રમણમાં સક્ઝાયમાં આ સ્તુતિ બોલાય છે. – આઠમના પ્રતિક્રમણમાં આ સ્તુતિ આરંભિક ચાર સ્તુતિ રૂપ દેવવંદનમાં આ સ્તુતિ ચતુષ્ક બોલવાની પરંપરા છે. - શ્રાવિકાઓ દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણમાં નિત્ય “નમોડસ્તુ વર્ધમાનાય” અને “વિશાલ લોચન” સ્તુતિના સ્થાને બોલે છે. – આ ઉપરાંત સાધુ-સાધ્વી કાળધર્મ પામે ત્યારે કરાતા દેવવંદનમાં પણ પ્રથમ જોડામાં સંસાર દાવાનલ સ્તુતિ બોલવાની પ્રણાલી છે. - પૂર્વે જણાવ્યા મુજબ શ્રાવિકાઓ રોજના દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણમાં આ સ્તુતિ બોલે છે ત્યારે ચોથી સ્તુતિમાં “ઝંકારારાવસારા પદથી સમૂહમાં બોલે છે. શ્રાવકો પણ પાલિકાદિ ત્રણે પ્રતિક્રમણમાં આ સ્તુતિ સજુઝાયરૂપે બોલે છે ત્યારે “ઝંકારારાવસારા” પદથી સમૂહમાં જ બોલે છે તેવી પરંપરા સર્વત્ર પ્રવર્તમાન છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ સંસારાદાવાનલ-સ્તુતિ-સૂત્રનોંધ ૧૫૯ સૂત્ર-નોંધ : – આ સૂત્રનું આધાર સ્થાન - પૂર્વે વિશેષ કથનમાં જણાવ્યા મુજબ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની રચના છે. – આવશ્યકાદિ કોઈ આગમમાં તે જોવા મળતી નથી કેમકે તે પાછળથી થયેલી ગ્રંથરચના છે. – આ સ્તુતિની ભાષા સમ સંસ્કૃત-પ્રાકૃત છે. - આ ચારે સ્તુતિ અલગ-અલગ છંદોમાં રચાયેલી છે, તે મુજબ - પહેલી સ્તુતિ “ઇન્દ્રવજા” છંદમાં રચાયેલી છે. (બીજો મત એવો છે કે પહેલી સ્તુતિ “ઉપજાતિ” છંદમાં રચાયેલી છે.) – આ સ્તુતિ ચતુષ્કની બીજી સ્તુતિ “વસંતતિલકાઓમાં, ત્રીજી સ્તુતિ મંદાક્રાંતા” છંદમાં અને ચોથી સ્તુતિ “સ્ત્રગ્ધરા” છંદમાં રચાયેલી છે. – આ સ્તુતિની રચના ઘણી જ મનોહર, સુંદર પદોયુક્ત અને અતિ અર્થગંભીરતાથી યુક્ત છે. – “ભવવિરહ' શબ્દનો અર્થ મોક્ષ જરૂર કર્યો છે, પણ અહીં ભવવિરહ શબ્દની બીજી પણ વિશેષતા છે. તે એ કે હરિભદ્ર સૂરીશ્વરજીએ પોતાની અનેક રચનાને અંતે “ભવવિરહ' શબ્દનો પ્રયોગ કરેલો છે. આ શબ્દને એક “પ્રતિક" પણ ગણી શકાય, હરિભદ્રસૂરિજીનું પસંદગીનું વિશેષણ પણ કહી શકાય (જે રીતે આજકાલના કવિઓ પોતાના તખલ્લુસ રાખે છે.) તે હરિભદ્રસૂરિજીના પસંદિત સંકેત” રૂપ જરૂર છે. – સ્તુતિ ચતુષ્ક અર્થાત્ થોયના જોડા વિશેની વિશેષ ચર્ચા સૂત્ર-૨૦ કલાણકંદં" સ્તુતિમાં જોઈ લેવી. —-X —-X — Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ સૂત્ર-૨ ૨) પુફખરવરદીવઢ- સુત્ર શ્રુતસ્તવ સૂત્ર ન સૂત્ર-વિષય : આ સૂત્રમાં સિદ્ધાંત-મૃતધર્મની સ્તુતિ કરવામાં આવેલ છે. પહેલી ગાથામાં અઢી દ્વીપના ભરત, ઐરવત, મહાવિદેહ એ પંદર કર્મક્ષેત્રમાં મૃતધર્મનું પ્રતિપાદન કરનારા તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરવામાં આવી છે. બીજી ગાથામાં મૃતની સ્તુતિ કરેલ છે. ત્રીજી ગાથામાં આવો કૃતધર્મ પામીને પ્રમાદ ન કરવા જણાવાયું છે અને ચોથી ગાથામાં ચારિત્રધર્મની પ્રાપ્તિ થયા પછી પણ કૃતધર્મ વૃદ્ધિ પામે એ હકીકત જણાવેલ છે. v સૂત્ર-મૂળ :પુકૂખરવર-દીવડુઢે, ઘાયઇસડે અ જંબૂદીવે અ; ભરફેરવય-વિદેહે, ઘમ્માઈગરે નમંસામિ. તમ-તિમિર-પડલ-વિદ્ધસણસ્સ સુરગણ નરિંદ મહિઅસ્સ; સીમાવરસ્ય વંદે, પફોડિઅ-મોહપાલસ્સ. જાઈ- જરા-મરણ-સોગ-પણાસણમ્સ, કલાણ-પુકુખલ-વિસાલ-સુહાવહસ્સ; કો દેવ-દાણવ-નરિંદ-ગણચ્ચિયમ્સ, ધમ્મસ્સ સારમુવલભ કરે પમાય. સિદ્ધ ભો ! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, દેવ-નાગ-સુવન્ન-કિન્નર-ગણ-સ્મભૂઅ ભાવચ્ચિએ; લોગો જત્થ પઇઠિઓ જગમિણે તેલુક્ક-મસ્યાસુર, ધખોવઢઉ સાસઓ વિજયઓ ધખુત્તર વડૂઢઉ. સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ-વત્તિયાએ.... v સૂત્ર-અર્થ : પુષ્કરવરકીપનો અદ્ધ ભાગ, ધાતકી ખંડ અને જંબૂદ્વીપમાં આવેલા ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં મૃતધર્મની આદિ કરનારાઓને (તે-તે તીર્થકર ભગવંતોને) હું નમસ્કાર કરું છું. અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર, દેવતાઓના સમૂહ તથા નરેન્દ્રોના સમૂહ વડે પૂજાયેલા, મોહનીય કર્મની જાળને તોડી નાંખનાર એવા ૧ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ પુફખરવરદીવ-સૂત્ર-અર્થ મર્યાદાવંત શ્રતધર્મને - સિદ્ધાંતને હું વંદન કરું છું. જન્મ-જરા (વૃદ્ધાવસ્થા) - મરણ અને શોકનો પ્રકૃષ્ટતયા નાશ કરનાર, કલ્યાણકારી અને અત્યંત વિશાળ સુખ એટલે મોક્ષને આપનાર તથા દેવો-દાનવો અને રાજાઓના સમૂહથી પૂજાયેલ (એવા) (મૃત) ધર્મનો સાર જાણ્યા પછી કોણ (તે ધર્મની આરાધનામાં) પ્રમાદ કરે ? અર્થાત્ કોઈ ન કરે. હે (જ્ઞાનવંત) ભવ્યજનો ! (નય-નિક્ષેપથી) સિદ્ધ એવા જિનમત અર્થાત્ જિનેશ્વર દેવના સિદ્ધાંતને આદરપૂર્વક નમસ્કાર થાઓ. કેમકે જે સંયમ-માર્ગમાં અથવા ચારિત્ર ધર્મમાં સદા વૃદ્ધિ કરનાર છે. જે દેવો, નાગકુમારો, સુવર્ણકુમારો અને કિન્નરો આદિથી સાચા ભાવ વડે પૂજાયેલ છે, વળી જે જિનમતને વિશે ત્રણે કાળનું જ્ઞાન તથા મનુષ્યો-અસુરો આદિ એ ત્રણે લોક રૂપ સમગ્ર જગતું પ્રતિષ્ઠિત છે - રહેલું છે. આવો શાશ્વત જિનમત વૃદ્ધિ પામો અને વિજયની પરંપરા વડે ચારિત્રધર્મ પણ નિત્ય વૃદ્ધિ પામો. પૂજ્ય કે પવિત્ર એવા શ્રત (ધર્મની આરાધના નિમિત્તે) હું કાયોત્સર્ગ કરું છું. વંદન આદિ નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. (અહીં “વંદણવત્તિયાએ, વગેરે સૂત્ર૧૯ “અરિહંત ચેઇયાણ” મુજબ જાણવા.) 1 શબ્દજ્ઞાન :પુકુખરવર - પુષ્કરવર (નામના) દીવડુ - અર્ધા દ્વીપમાં ધાયઈસંડે અ - અને ધાતકીખંડમાં અ-જબૂદીવે - અને જંબૂઢીપમાં ભરત - ભરતક્ષેત્રમાં એરવય - ઐરાવત ક્ષેત્રમાં વિદેહે - મહાવિદેહ ક્ષેત્રમાં ધખાઇગરે - ધર્મના આદિકરોને નમંસામિ - હું નમું છું તમ - અજ્ઞાનરૂપ તિમિર - અંધકારના પડલ - સમૂહનો વિદ્ધસણસ્સ - નાશ કરનારાને સુરગણ - દેવોનો સમૂહ નરિંદ - નરેન્દ્રો(થી) મહિઅસ્સ - પૂજાયેલાને સીમાઘરમ્સ - મર્યાદાવંતને વંદે - હું વંદુ છું પફોડિય - તોડી નાખેલ છે મોહપાલસ્સ - મોહજાળને (તેને) જોઈ-જરા - જન્મ, વૃદ્ધાવસ્થા મરણ, સોગ - મૃત્યુ, શોક પણાસણસ્સ - નાશ કરનારાને કલ્લાણ - કલ્યાણકારી પુકૂખલ સંપૂર્ણ, પુષ્કળ વિસાલ - વિશાળ, મોટું સુહાવહસ્સ - સુખ આપનારને કો - કોણ, કયો મનુષ્ય દેવ - દેવ, દેવેન્દ્ર દાણવ - દાનવેન્દ્ર, અસુરેન્દ્ર નરિંદ - નરેન્દ્ર, મનુષ્યન્દ્ર ગણ - (તેમના) સમૂહથી અચ્ચિઅસ્સ - પૂજાયેલા ઘમ્મસ્સ - ધર્મનો, કૃતધર્મનો સાર - તત્ત્વને, રહસ્યને ઉવલભ - પામીને, જાણીને કરે - કરે પમાય - પ્રમાદને [2|11] Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ સિદ્ધ - સિદ્ધને, પ્રખ્યાતને ભો - હે ! ભવ્યજનો ! પયઓ - આદરપૂર્વક સમો - નમસ્કાર થાઓ જિણમએ - જિનમતને નંદી - સમૃદ્ધિ, મંગળ સયા - સદા, હંમેશા સંજમે - સંયમમાં, ચારિત્રધર્મમાં દેવ - દેવો, વૈમાનિક દેવો નાગ - નાગકુમારો સુવત્ર - સુવર્ણકુમારો કિન્નર - કિન્નર-વ્યંતર દેવો ગણ - સમૂહથી સબભુવભાવ - સદ્ભાવ વડે અગ્નિએ - પૂજાયેલા લોગો - લોક, જ્ઞાન જલ્થ - જ્યાં, જેમાં પઇઠિઓ - પ્રતિષ્ઠિત છે જગમિણે - આ જગતનું તેલુક્ક - ત્રણ લોકરૂપ મચ્ચાસુર - મનુષ્ય-અસુરોને ધમ્મો - ધર્મ, મૃતધર્મ વઢઉ - વૃદ્ધિ પામો સાસઓ - શાશ્વત, નિત્ય વિજયઓ - વિજયવંત ઘમ્મુત્તર - ચારિત્ર ધર્મ સુઅસ્મભગવઓ - પૂજ્ય અથવા પવિત્ર એવા શ્રતને-મૃતધર્મને કરેમિ કાઉસ્સગ્ગ - હું કાયોત્સર્ગ કરું છું (વંદનાદિ નિમિત્તે...) વિવેચન : આવશ્યક સૂત્રના પાંચમાં “કાયોત્સર્ગ” નામક અધ્યયનનું આ સૂત્ર છે. તેનો સૂત્ર ક્રમ ૪૮ થી પર છે. આ સૂત્ર “પુખરવરદીવઢ" નામથી ઓળખાય છે, તે તો તેના આદ્ય શબ્દોને કારણે. આવશ્યકસૂત્રની ચૂર્ણિ અને વૃત્તિમાં આ સૂત્રને મૃતભગવંતની સ્તુતિ “સુઘમ્પક્સ માવો થર્ડ” નામથી ઓળખવામાં આવેલ છે. દેવવંદન ભાગ આદિમાં તેને “શ્રત-સ્તવ' નામથી પણ ઓળખાવાયેલ છે. શ્રુતના વિવિધ અર્થોમાં એક અર્થ “આગમ” છે. તેના અધ્યયનરૂપ તે “મૃતધર્મ” છે. આ સ્તુતિરૂપ સૂત્રમાં મુખ્યતાએ કૃતધર્મના ગુણવર્ણનરૂપ સ્તુતિ હોવાથી તેને મૃતધર્મ સ્તુતિ કે શ્રુતસ્તવ કહેલ છે. જેની પ્રત્યેક ગાથાનું વિવેચન આ પ્રમાણે છે • પુરવરવી વઢે ઘાયરે ન વંતૂર્વ - પુષ્કરવરતીપાર્ધમાં અને ધાતકીખંડમાં અને જંબૂદ્વીપમાં. અહીં અઢીદ્વીપરૂપ મનુષ્યલોકનું વર્ણન સમજવું જરૂરી છે. જેનું વિવરણ હવે પછી આગળ કરવામાં આવેલ છે. ૦ પુરવવરીવ - પુષ્કરવરદ્વીપ - પુષ્કર એટલે પદ્મ અથવા કમળ. તે પઘોને કારણે ઘણો જ સુંદર લાગતો હોવાથી તેને “પુષ્કરવર' નામે ઓળખવામાં આવે છે. તેમજ દ્વીપ અને સમુદ્રોમાં આ એક હીપ હોવાથી તેને પુષ્કરવર હીપ કહ્યો છે. ૦ - અર્ધમાં. પુષ્કરવરતીપની સાથે “અર્ધ" શબ્દ પણ સકારણ જોડાયેલો છે. કેમકે “જંબુદ્વીપ' શબ્દ વપરાયો, ધાતકીખંડ દ્વીપ તરીકે ગ્રહણ Page #164 -------------------------------------------------------------------------- ________________ પુખરવરદીવડ્યે-સૂત્ર-વિવેચન કરાયો, તો પછી અહીં ‘દ્વીપાર્ધ' એમ અર્ધાદ્વીપ કેમ ? પુષ્કરવર દ્વીપની બરાબર મધ્યમાં માનુષોત્તર પર્વત આવેલો છે. આ પર્વતથી પુષ્કરવરદ્વીપના બે સરખા ભાગ થયા છે. તેથી પુષ્કરવર અડધો દ્વીપ એવું દર્શાવવા માટે અહીં ‘દ્વીપાર્ધ' કહેવાયું. વળી મનુષ્ય વસતિ આ અડધા દ્વીપની અંદર જ છે. તેથી ધર્મના આદિકર-તીર્થંકર આ અડધા દ્વીપમાં જ હોય માટે અડધા દ્વીપનું જ ગ્રહણ કરવામાં આવેલ છે. ૦ ધાયસંડે - ધાતકી ખંડમાં, ધાતકીખંડ નામના બીજા દ્વીપમાં. www આવશ્યક વૃત્તિમાં જણાવે છે કે – ધાતકી વૃક્ષના વનખંડો તેમાં આવેલા હોવાથી આ દ્વીપને ‘“ધાતકીખંડ” નામે ઓળખવામાં આવે છે. O ખંવૃદ્રીવે - જંબૂદ્વીપમાં, જંબુદ્વીપ નામના પહેલા દ્વીપમાં. આવશ્યક વૃત્તિમાં જણાવે છે કે - જંબૂવૃક્ષને ઉપલક્ષીને અથવા તો જંબૂની પ્રધાનતાને કારણે આ દ્વીપને જંબુદ્વીપ કહેવામાં આવે છે. -૦- આવશ્યક વૃત્તિકાર જણાવે છે કે આ અઢીદ્વીપોમાં પહેલો જંબુદ્વીપ છે, બીજો દ્વીપ ધાતકીખંડ છે અને ત્રીજો દ્વીપ પુષ્કરવર છે. (જેની ભૌગોલિક રચના આ જ વિવેચનમાં આગળ જણાવી છે.) તેમ છતાં પશ્ચાનુપૂર્વી - અવળા ક્રમથી સૂત્રમાં પહેલા પુષ્કરવરદ્વીપાર્ધ, પછી ધાતકીખંડ અને પછી જંબુદ્વીપ એવું જે ગ્રહણ કરવામાં આવ્યું છે, તે ક્ષેત્રોની વિશાળતાનું પ્રાધાન્ય જણાવવા માટે છે. ૦ ભરહેવવિવેદે - ભરત, ઐરવત અને વિદેહ નામન ક્ષેત્રમાં. ० भरह ભરત નામક વર્ષક્ષેત્ર. અહીં એકવચનવાળા ‘ભરત' શબ્દથી એક ભરત એવો ભાસ થાય. પણ વાસ્તવિકમાં ભરતક્ષેત્રો પાંચ છે. જંબુદ્વીપમાં એક ભરત આવેલ છે. ધાતકીખંડ દ્વીપમાં બે ભરતક્ષેત્રો આવેલ છે અને પુષ્કરવર દ્વીપાર્ધમાં પણ બે ભરતક્ષેત્રો આવેલા છે. આ પાંચે ભરતક્ષેત્રોનું ગ્રહણ અહીં કરવાનું છે. કેમકે ધર્મના આદિકર-તીર્થંકરો આ પાંચેમાં હોય છે. ૦ વય - ઐરવત નામક વર્ષક્ષેત્ર. ઐરવત ક્ષેત્ર પણ ભરતક્ષેત્રની માફક પાંચ લેવાના છે. - - ૧૬૩ - – ફર્ક માત્ર એ છે કે ભરતક્ષેત્ર દક્ષિણ તરફ આવેલ છે. જ્યારે ઐરવત ક્ષેત્ર - ઉત્તર તરફ આવેલ છે. સંખ્યાની દૃષ્ટિએ તો તે પાંચ જ છે. ૦ વિર્દૂ - વિદેહ અથવા મહાવિદેહ નામક વર્ષક્ષેત્ર ભરત, ઐરવતની માફક વિદેહ ક્ષેત્રો પણ પાંચ જ છે. – ફર્ક માત્ર એટલો છે કે તે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલ છે. તત્ત્વાર્થ સૂત્ર અધ્યયન-૩ સૂત્ર-૧૬ મુજબ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરકુરુ અને દેવકુરુ ક્ષેત્રનો સમાવેશ થતો નથી. કેમકે તે યુગલિક ભૂમિ છે. તેથી ત્યાં ધર્મના આદિકર-તીર્થંકરો થતા નથી. ૦ અઢીલીપ-મનુષ્યક્ષેત્રની ભૂગોળ : પુકખરવર॰ સૂત્રની પહેલી ગાથાનું પહેલું ચરણ અને બીજું અર્ધચરણ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ અઢીદ્વીપ ક્ષેત્ર અને પંદર કર્મભૂમિઓનો પરોક્ષ ઉલ્લેખ કરે છે. તે સમગ્ર ભૂગોળ જાણવી અત્યંત આવશ્યક છે– - ચૌદરાજલોક ક્ષેત્રમાં મધ્યમાં આવેલ લોક તે મધ્યલોક કે તીર્થો લોક કહેવામાં આવે છે. તેમાં સૌથી મધ્યમાં થાળીના આકારવાળો જંબૂઢીપ નામનો પહેલો હીપ છે, જે એક લાખ યોજન પ્રમાણ છે, વર્તુળાકાર-ગોળ છે. તેને ફરતા બમણા-બમણા વ્યાસ પ્રમાણવાળા સમુદ્ર અને હીપ એક પછી એક એ પ્રમાણે આવેલા છે, જે ચૂડી-બંગળી આકારના છે. અસંખ્યાતા હીપ-સમુદ્રો ગયા પછી સ્વયંભૂરમણ સમુદ્ર નામનો સમુદ્ર આવે છે, જ્યાં તીછલોક પૂર્ણ થાય છે. આ તીછલોકમાં મનુષ્યક્ષેત્ર માત્ર અઢી કીપ પ્રમાણ છે. તેમાં મધ્યમાં સૌથી પહેલો જે દ્વીપ છે તે એક લાખ વ્યાસ પ્રમાણવાળો જંબૂદ્વીપ છે. તેને ફરતો બંને બાજુ બે-બે લાખ વ્યાસ પ્રમાણવાળો લવણ સમુદ્ર આવેલો છે. લવણ સમુદ્રની ચારે તરફ ફરતો ચાર-ચાર લાખ વ્યાસ પ્રમાણવાળો એવો ધાતકીખંડ નામે દ્વીપ આવેલ છે. તેના ફરતો આઠ-આઠ લાખ વ્યાસ પ્રમાણ એવો કાલોદધિ નામનો સમુદ્ર આવેલો છે. તેના ફરતો આઠ-આઠ લાખ વ્યાસ પ્રમાણનો અર્ધ પુષ્કરવરદ્વીપ આવેલો છે. તેના ફરતો માનુષોત્તર પર્વત આવેલો છે, જ્યાં મનુષ્યક્ષેત્રની મર્યાદા આવી જાય છે. આ રીતે મનુષ્યક્ષેત્ર ૪૫ લાખ યોજન પ્રમાણ થાય છે–તે આ પ્રમાણે– ૮ + ૮ + ૪ + ૨ + ૧ + ૨ + ૪ + ૮ + ૮ = ૪૫ લાખ આ ૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં અથવા અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં જ મનુષ્ય વસતિ છે. તીર્થંકરાદિ ઉત્તમપુરુષો આ ભૂમિમાં જ સંભવે છે. સૂત્રકાર મહર્ષિ અઢીદ્વીપનો ઉલ્લેખ કરીને જ અટકી જતા નથી, પરંતુ તેમાં રહેલા ભરત, ઐરાવત, વિદેહ ક્ષેત્રનો પણ ઉલ્લેખ કરે છે. તેનું કારણ એ છે કે તેઓ કર્મભૂમિ અને અકર્મભૂમિ એવા બે ભાગ પાડવા માંગે છે. કેમકે તીર્થકર આદિ કર્મભૂમિમાં સંભવે છે, અકર્મભૂમિમાં સંભવતા નથી. જંબૂલીપને આશ્રીને વિચારી તો સાત વર્ષક્ષેત્રો બતાવેલા છે – (૧) ભરત વર્ષક્ષેત્ર, (૨) હૈમવત વર્ષક્ષેત્ર (૩) હરિવર્ષક્ષેત્ર, (૪) વિદેહવર્ષક્ષેત્ર, (૫) રમ્યમ્ વર્ષક્ષેત્ર, (૬) હૈરણ્યવત વર્ષક્ષેત્ર, (૭) ઐરાવત વર્ષક્ષેત્ર જંબૂદ્વીપમાં આ ક્ષેત્રો દક્ષિણથી ઉત્તર તરફ આવેલા છે. જેમાં મધ્યે મહાવિદેહ વર્ષક્ષેત્ર છે કે જેની ઠીક મધ્યમાં મેરુ પર્વત આવેલો છે. – જંબૂદ્વીપમાં જેવા આ સાત ક્ષેત્રો છે, તેનાથી બમણા એટલે કે બે-ભરત, બે-હૈમવત, બે-હરિવર્ષ ઇત્યાદિ ચૌદ ક્ષેત્રો ધાતકીખંડમાં છે, તેટલાં જ ક્ષેત્રો અર્ધપુષ્કરવર હીપમાં છે. તેથી અઢી દ્વીપમાં બધાં મળીને ૩૫-ક્ષેત્રો થાય છે. જેમાં પંદર કર્મભૂમિ ક્ષેત્રો છે અને વીશ અકર્મભૂમિ ક્ષેત્રોછે. – પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ આ પંદર વર્ષક્ષેત્રોને કર્મભૂમિ ક્ષેત્રો કહ્યા છે. જુઓ સૂત્ર-૧૧ “જગચિંતામણિ". Page #166 -------------------------------------------------------------------------- ________________ પુકૂખરવરદીવડુઢ-સૂત્ર-વિવેચન ૧૬૫ – પાંચ હૈમવતવર્ષ ક્ષેત્ર, પાંચ હરિવર્ષ ક્ષેત્ર, પાંચ રમ્યક્ વર્ષ ક્ષેત્ર અને પાંચ હરણ્યવત વર્ષક્ષેત્ર એ વીશ વર્ષક્ષેત્રોને અકર્મભૂમિ ક્ષેત્રો કહ્યા છે. – અહીં કર્મભૂમિ અને અકર્મભૂમિ ક્ષેત્રોને વિભાજન સપ્રયોજન છે. કેમકે આ પહેલી ગાથાના બીજા ચરણના ઉત્તરાર્ધમાં પદો છે. “ધખાઈગરે નમંસામિ” ધર્મના આદિકર-તીર્થકરોને હું નમસ્કાર કરું છું. પણ તીર્થંકર આદિ ઉત્તમપુરુષો માત્ર કર્મભૂમિ ક્ષેત્રોમાં જ સંભવે છે, અકર્મભૂમિક્ષેત્રોમાં ઉત્તમ પુરુષો સંભવતા નથી. તેથી જો ધર્મના આદિકર-તીર્થકરને નમસ્કાર કરવો હોય, તો તેઓનું ઉત્પત્તિ અને વિચરણ ક્ષેત્ર પણ જાણવું ઉપયોગી થશે. આ ક્ષેત્ર છે – પંદર કર્મભૂમિ અર્થાત્ અઢી હીપમાં રહેલ પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ વિદેહ ક્ષેત્રો. – માવશ્યક્ટવૃત્તિ માં જણાવે છે કે સૂત્રમાં પહેરવર્યાવિહે એવો જે એકવચન પ્રયોગ થયો છે, તે પ્રાકૃત શૈલીના કારણે થયો છે. • બાફરે - ધર્મની આદિ કરનારાઓને - તીર્થકરોને. – આ પ્રકારનું વિશેષણ ‘દિર' શબદથી સૂત્ર-૧૩ “નમુત્થણમાં આવી ગયેલ છે, જે તીર્થંકરના વિશેષણરૂપે પ્રયોજાયેલ છે. – અહીં પણ રહસ્યાર્થથી તો ધર્મના આદિકર-તીર્થકર જ થશે. – થમ્સ એટલે શું ? – ધર્મનો અર્થ યોગશાસ્ત્રમાં “શ્રતધર્મ કરેલો છે. – આવશ્યક સૂત્ર-વૃત્તિમાં ધર્મનો અર્થ સ્પષ્ટ કરતા કહ્યું કે, “દુર્ગતિમાં પડતા જીવોને ધારી રાખે છે - શુભ સ્થાને રાખે છે. તેથી તેને ધર્મ કહે છે. આ ધર્મ બે ભેદે કહ્યો છે – (૧) શ્રતધર્મ અને (૨) ચારિત્ર ધર્મ. તેમાંથી અહીં શ્રતધર્મનો અધિકાર છે– – “ધર્મ' શબ્દના અન્ય અર્થો પૂર્વે સૂત્ર-૮ "લોગસ્સ', સૂત્ર-૧૩ નમુત્થણમાં વિસ્તારથી અપાઈ ગયેલા છે. પણ અહીં માત્ર શ્રતરૂપ ધર્મનો અર્થ જ ગ્રહણ કરવાનો હોવાથી અન્ય અર્થોનો ઉલ્લેખ કર્યો નથી. ૦ ગફાર - આદિકર., આદિને કરનારા. (શેની ?). – શ્રતધર્મની આદિને કરનારા અર્થાત્ તીર્થંકર ભગવંત. કેમકે મૃતધર્મની આદિ-ઉત્પત્તિ તીર્થકરો દ્વારા જ થાય છે. તેથી તેઓને “ધર્મની આદિ કરનારા કહ્યા છે. - અહીં “ધર્મના આદિકર' કહેવા પાછળ બીજો આશય એ છે કે, જેઓ વચનન-શ્રુતને અપૌરુષેય - અનાદિ માને છે, તેમના મતનું ખંડન કરવું છે. પ્રત્યેક તીર્થકરને ધર્મના આદિકર કહ્યા છે. – ધર્મના પુનરુદ્ધાર-સંબંધી વૈદિક માન્યતા એવી છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી પર પાપનો ભાર વધી જાય છે અથવા ધર્મની ગ્લાનિ થાય છે. ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે છે. તે ધર્મની પુનઃ પુનઃ સ્થાપના કરે છે. – બૌદ્ધો અવતારમાં માને છે, પણ તેને તે “તથાગત' કહે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ માને છે કે દુનિયાને તેની ફરજનું ભાન કરાવવા માટે સર્વ શક્તિમાન ઈશ્વર કે અલ્લાહ પોતાના દૂતને ધર્મદૂત કે પયગંબરરૂપે ખાસ સંદેશો લઈને મોકલે છે. ૧૬૬ જ્યારે જૈનધર્મમાં આવા અનાદિપણાને કે એકેશ્વરવાદને સ્વીકૃત કરેલ નથી. આત્મા સર્વશુદ્ધિને પામે ત્યારે સિદ્ધ-ભગવંત બને છે. આવા પરમાત્માઓને ઉપાધિના કારણરૂપ કોઈપણ કર્મ બાકી રહેતું હોતું નથી. તેથી તેઓને જન્મ કે મરણ સંભવી શકતા નથી. પરંતુ ભરત કે ઐરવત ક્ષેત્રને આશ્રીને સમગ્ર અવસર્પિણીકાળ કે ઉત્સર્પિણીકાળમાં એવા ચોવીશ મહાપુરુષો જરૂર થાય છે કે જેઓ અર્હત્-તીર્થંકર બનીને ધર્મ માર્ગનું સ્થાપન કરે છે. મહાવિદેહમાં પણ આવા વીશ તીર્થંકરો હાલ વિચરી રહ્યા છે, જેમની સંખ્યા ઉત્કૃષ્ટ ૧૬૦ સુધી પણ એક સાથે સંભવે છે. આ સર્વે તીર્થંકરો વ્યવહાર દૃષ્ટિએ ધર્મ માર્ગની ‘આદિ’ને કરનારા હોય છે. તેઓ સર્વજ્ઞપણું પામ્યા બાદ અર્થાત્ કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થયા બાદ જ્યારે તીર્થની સ્થાપના કરે ત્યારે દ્વાદશાંગી બાર અંગો રૂપ શ્રુતની સૂત્રથી-શબ્દથી નવી જ સ્થાપના થાય છે. તેથી આ કાર્યમાં શ્રુતજ્ઞાન નિમિત્તભૂત હોવાથી તેઓ શ્રુતધર્મની આદિને કરનારા પણ કહેવાય છે. – પ્રત્યેક તીર્થંકર સ્વ-સ્વ કાળ અને ક્ષેત્રને આશ્રીને તેમના-તેમના શાસનમાં ધર્મની આદિ કરનારા કહેવાય છે. કેમકે પ્રત્યેક તીર્થંકરના તીર્થ સ્થાપના બાદ તેમના-તેમના ગણધરો દ્વાદશાંગીની રચના કરે છે. જો કે દ્વાદશાંગી તો નિત્ય જ છે. પણ સૂત્ર કે શબ્દથી તેની રચના પ્રત્યેક તીર્થની સ્થાપના વખતે થાય છે. (આ બાબતનો ઉલ્લેખ સૂત્ર-૨૧ ‘સંસારદાવાનલ''માં ‘વીરાગમ જલનિધિ''ના વિવેચનમાં થયો છે.) ૦ નમસામ - હું નમું છું, હું નમસ્કાર કરું છું. આ નમસ્કાર ધર્મની આદિ કરનારાઓને કરવામાં આવેલ છે. આ રીતે આ સૂત્રથી પ્રથમ ગાથા કે સ્તુતિમાં “ધર્મના આદિકરતીર્થંકરોને નમસ્કાર કર્યો છે. આ ધર્મ તે શ્રુતધર્મ છે. તે તીર્થંકરોનો સંભવ ક્યાં હોઈ શકે તે દર્શાવવા માટે અઢીદ્વીપ ક્ષેત્ર અને તદ્ અંતર્ગત ભરત આદિ પંદર કર્મભૂમિ ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો છે. હવે આ સૂત્રની બીજી ગાથામાં શ્રુતનું મહત્ત્વ વર્ણવી, તેને નમનનમસ્કાર કરવામાં આવેલ છે. તે આ પ્રમાણે– ૦ તમ-તિમિર-પsજ્ઞ-વિદ્વૈતપસ- અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર (શ્રુતજ્ઞાનને હું વંદુ છું) ૦ તમ એટલે અજ્ઞાન (તે રૂપ) ૦ તિમિર એટલે અંધકાર. - અજ્ઞાનરૂપ અંધકાર. અથવા - - આવશ્યક વૃત્તિમાં કહ્યું છે - Page #168 -------------------------------------------------------------------------- ________________ પુકુખરવરદીવઢ-સૂત્ર-વિવેચન ૧૬૭ -- તમ એટલે બદ્ધ, સ્પષ્ટ અને નિધત્ત એવું જ્ઞાનાવરણીય કર્મ અને નિકાચિત જ્ઞાનાવરણીય કર્મ તે તિમિ. ૦ પડે એટલે પટલ, છંદ કે સમૂહ. – અજ્ઞાનરૂપી અંધકાર અથવા પૂર્વોક્ત જ્ઞાનાવરણીય કર્મનો સમૂહ. ૦ વિદ્ધસારી - (તેનો) નાશ કરનાર, – જ્ઞાન (શ્રત) એ અજ્ઞાનનો તથા જ્ઞાનાવરણીય કર્મોનો નાશ કરનાર છે. તેથી તે શ્રુતજ્ઞાનને હું વંદુ છું - એ પ્રમાણે વાક્ય સંબંધ જાણવો. • સુનિરિંત મહિસાસ - દેવસમૂહ અને નરેન્દ્રોથી પૂજાયેલા (એવા મૃતધર્મને હું વંદન કરું છું.) – આ સૂત્રની બીજી ગાથામાં પ્રથમ ચરણની માફક આ બીજા ચરણમાં પણ મૃતધર્મની મહત્તા જણાવી તેને વંદન કરાયેલ છે. ૦ સુખ - દેવોનો સમૂહ - અહીં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક ચારેય નિકાયના દેવોનો સમૂહ સમજવો. ૦ નહિ - નરેન્દ્ર અર્થાત્ ચક્રવર્તી રાજાઓ (તેમનાથી) ૦ મહિયસ - પૂજાયેલા (તેને) - (તે મૃતધર્મને વંદુ છું.) • સીમાથરસ વેઢે - સીમા ધારણ કરનારને હું વંદું છું. - આ ચરણ ગાથાનું ત્રીજું ચરણ છે. તેમાં પણ મૃતધર્મની મહત્તા જણાવતું એક પદ છે. તેની સાથે ક્રિયાપદ પણ મૂકેલું છે. ૦ સીમા એટલે મર્યાદા ૦ ઘર - ધારણ કરનાર – મર્યાદા ધારણ કરનાર કે મર્યાદાવંત એવા શ્રુતજ્ઞાનને વંદુ છું. અહીં મર્યાદા શબ્દનું વિવરણ કરતા-યોગશાસ્ત્ર વૃત્તિમાં કહ્યું કે, કાર્ય-અનાર્ય, ભસ્યઅભક્ષ્ય, હેય-ઉપાદેય, ધર્મ-અધર્મ આદિ સર્વ વ્યવસ્થા શ્રુતજ્ઞાનમાં રહેલી છે. – અહીં કારક - તૃતીયા અર્થમાં ષષ્ઠી વિભક્તિ પ્રયોજેલ છે. – સિદ્ધહેમ શબ્દાનુશાસનના અધ્યાય-૮, પાદ-૩માં વિદ્ દ્વિતીયા: એ પ્રમાણે સૂત્ર છે. ત્યાં બીજી આદિ વિભક્તિને સ્થાને છઠી વિભક્તિ વપરાય છે, તેમ કહેલું છે. ત્યાં દૃષ્ટાંતરૂપે નોંધાયેલ વાક્ય છે – સીધરસ વન્ડે આ જ વાતનો ઉલ્લેખ આવશ્યક સૂત્ર વૃત્તિ તથા યોગશાસ્ત્રમાં પણ કરેલ છે. – “વહે’ શબ્દ માટે આવશ્યક વૃત્તિ અને યોગશાસ્ત્રમાં એવું કહ્યું છે કે, અહીં ‘વંદે' શબ્દથી હું શ્રતને વંદુ છું અને શ્રુતના માહાભ્યને વંદુ છું અથવા હું તેને વંદન કરું છું એમ અર્થ જાણવો. – જેઓ આગમવંત છે, તેઓ જ મર્યાદાને ધારણ કરે છે. તેમ આવશ્યક સૂત્ર-વૃત્તિમાં કહ્યું છે. તેથી “સીમાધર' શબ્દ અહીં આગમવંત અથવા આગમયુક્તના અર્થમાં વપરાયેલો છે. આગમ એટલે આપ્તવચનવાળું શાસ્ત્ર. આગમનો એક પર્યાય શ્રત છે. શ્રુતજ્ઞાનમાં ગમે તે પુસ્તકનો સમાવેશ થતો નથી, પણ જે આગમરૂપ હોય તે શ્રતનો જ સમાવેશ થાય છે. માટે અહીં શ્રતને વંદુ છું Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ - તેમ કહ્યું. • પોષિ-મોદ-ગનિસ જેણે મિથ્યાત્વ કે અજ્ઞાનરૂપી મોહજાલને વિશેષ પ્રકારે તોડી નાંખેલ છે (તે શ્રતને વંદુ છું) ૦ પુષ્પોડિ - વિશેષ પ્રકારે તોડવામાં આવેલ છે તે ૦ મોહના7 - મિથ્યાત્વ કે અજ્ઞાનરૂપી જાલ. - જેના વડે મિથ્યાત્વરૂપી જાલ વિશેષ પ્રકારે તોડવામાં આવેલ છે તેને. (અહીં પણ દ્વિતીયા કે તૃતીયાને બદલે ષષ્ઠી વપરાયેલ છે.) – સગર્ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતા વિવેકીઓમાં ખોટા રાગ-દ્વેષ કષાયાદિ મૂઢતા વિનાશ પામે છે. – જે રીતે આ બીજી ગાથાના પહેલા, બીજા, ત્રીજા ચરણ શ્રતના માહાભ્ય રૂપ સ્તુતિ વાક્યો છે, તે જ રીતે અહીં ચોથા ચરણમાં પણ આ કૃતના માહાભ્યરૂપ સ્તુતિ વાક્ય જ છે. -૦- આ રીતે બીજી ગાથામાં મૃતનું મહત્ત્વ જણાવતા કહ્યું કે(૧) આ શ્રુતજ્ઞાન અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારું છું. (૨) દેવતાઓના સમૂહ અને નરેન્દ્રોથી પૂજાયેલું છે. (૩) ઉચિત મર્યાદાને ધારણ કરનારું છે. (૪) મિથ્યાત્વરૂપી મોહજાલને તોડી નાંખનારું છે. હવે ત્રીજી ગાથામાં શ્રતના ગુણોના દર્શન દ્વારા અપ્રમાદ વિષયક પ્રેરણાનું પ્રતિપાદન કરવા અથવા તો શ્રુતજ્ઞાન પોતાની શક્તિથી જીવોના પ્રમાદનો નાશ કરનાર છે તેમ દર્શાવવા કહે છે કે• નાના-મર-સો- પતગત - જન્મ, જરા, મૃત્યુ તથા શોકનો પ્રકૃષ્ટતયા નાશ કરનારને. – આ સૂત્રની ત્રીજી ગાથાનું આ પહેલું ચરણ છે, આ ચરણ તથા બીજી અને ત્રીજા ચરણમાં પણ મૃતધર્મનું સામર્થ્ય જણાવેલ છે. ૦ નાડું - જાતિ, જન્મ, ઉત્પત્તિ ૦ નરી - ઘડપણ, વૃદ્ધાવસ્થા ૦ મરણ - મરણ, મૃત્યુ, પ્રાણ-નાશ ૦ સોજ - શોક, માનસિક દુઃખ, દિલગીરી, મનનો ક્લેશ ૦ પાસ રૂ - નાશ કરનાર, મૂળમાંથી નાશ કરનાર, – જન્મ, ઘડપણ, મૃત્યુ અને શોકને મૂળથી નાશ કરે છે, દૂર કરે છે, એવું સામર્થ્ય જેનામાં છે (તે શ્રતધર્મ). કૃતધર્મમાં કહેલાં અનુષ્ઠાનોથી જન્મ આદિ ચારે નક્કી નાશ પામે જ છે. – આ વિશેષણથી જ્ઞાનમાં સર્વ અનર્થો નાશ કરવાની તાકાત છે, એવું જણાવવામાં આવેલ છે. વાઇ-પુરત-વિસાત-સુહાવિહસ - કલ્યાણકારક અને અત્યંત Page #170 -------------------------------------------------------------------------- ________________ પકૂખરવરદીવ-સૂત્ર-વિવેચન ૧૬૯ વિશાળ સુખ અર્થાત્ મોક્ષને આપનાર (એવો મૃતધર્મ) – ત્રીજી ગાથાનું આ બીજું ચરણ છે, જે મૃતધર્મનું સામર્થ્ય જણાવે છે. ૦ છાપ - કલ્યાણ, સૂત્ર-૧૭ “ઉવસગ્ગહર" અને સૂત્ર-૨૦ કલ્લાસકંદં” એ બંને સૂત્રોમાં ‘વ ’ શબ્દનું વિવરણ જોવું. – આવશ્યક સૂત્ર વૃત્તિમાં જણાવે છે કે, કલ્ય એટલે આરોગ્યને અને ઉતિ - લાવે. તેને કલ્યાણ કહે છે. કલ્યાણ એટલે ભાવ આરોગ્ય, મોક્ષ. ૦ પુત્તિ - પુષ્કળ, ઘણું. – આવશ્યકસૂત્ર વૃત્તિમાં કહ્યું છે - પુષ્કળ એટલે સંપૂર્ણ - જરાપણ ઓછું નહીં તેવું અથવા એક વગેરે નહીં ૦ વિત્ત - વિશાળ, વિસ્તીર્ણ, મોટું - સર્વ પ્રકારનું. ૦ સુહાવર્સ - સુહાવહ એટલે સુખાવહ - જે સુખને કરે તે. - પૂર્ણ આરોગ્યરૂપ સંપૂર્ણ - સર્વ પ્રકારના સુખને પ્રાપ્ત કરાવવાનું જેનું સામર્થ્ય છે તેવા કૃતધર્મને. – શ્રુતજ્ઞાન કથિત આચરણો કરવાથી તેવું - મોક્ષરૂપ સુખ પ્રાપ્ત થાય જ છે. એ પ્રમાણે જ્ઞાનનો મોક્ષ આપવાની તાકાતરૂપે વિશિષ્ટ પ્રયોજનને સિદ્ધ કરાવવારૂપ આ ગુણ જણાવ્યો. -૦- આ ગાથાના ત્રીજા ચરણમાં બે વિભાગ છે. એક ‘ો' શબ્દ, જેનો સંબંધ ચોથા ચરણ સાથે છે અને – – બીજું મૃતધર્મના માહાભ્યને જણાવતું પદ છે. તે આ પ્રમાણે • દેવ-તાવ-રસિંહ-દિગસ - દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રોના સમૂહથી પૂજાયેલ (એવા શ્રુતજ્ઞાનને). - અહીં દેવ અને દાનવ શબ્દથી સુર અને અસુરનું ગ્રહણ કરવામાં આવેલ છે. પણ સુર અને અસુર શબ્દ દ્વારા સુરેન્દ્ર અને અસુરેન્દ્ર જ ન વિચારતા વૈમાનિક, જ્યોતિષ્ઠ, વ્યંતર અને ભવનપતિ એ સર્વેના ઇન્દ્રોનું ગ્રહણ કરવું. કેમકે સર્વે ઇન્દ્રો સમકિતી જ હોય છે. – “નરિંદ' એટલે નરેન્દ્ર અર્થાત્ ચક્રવર્તી, નૃપેન્દ્ર તેમનો સમૂહ. - શ્રતધર્મ આ સર્વે દ્વારા પૂજાયેલ - અર્ચા કરાયેલ છે. ૦ આ રીતે ત્રણ ચરણોમાં મૃતધર્મનું સામર્થ્ય જણાવ્યા પછી ચોથા ચરણમાં જણાવે છે કે, તે પામીને કોણ પ્રમાદ કરે ? અલબત્ત “ો' શબ્દ ચોથા ચરણમાં નથી, તે ત્રીજા ચરણમાંથી અહીં લાવીને અર્થની વિચારણા કરવાની છે. કેમકે “ો ઘમ' એ રીતે સંબંધ છે. • ઘમાસ સરભુવનદમ સરે - (ત્રણ ચરણમાં જણાવ્યું તેવા સામર્થ્યવાળા) શ્રતધર્મનો સાર પામીને - તત્ત્વ જાણીને કયા પ્રાણી - કોણ વ્યક્તિ પ્રમાદને કરે ? અર્થાત્ કોઈ ન કરે. ૦ થમ્બર્સ - ધર્મનો, કૃતધર્મનો. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ૦ સારમુવમ - સાર પામીને. – સાર - એટલે રહસ્ય, તત્ત્વ, સામર્થ્ય, બળને. – ૩વમ - પામીને, જોઈને, જાણીને. ૦ () રે - કોણ પ્રમાદ કરે ? શ્રુતજ્ઞાનમાં જણાવેલા ધર્મ આચરણોમાં કયો વ્યક્તિ પ્રમાદ કરે ? (કોઈ ન કરે) – આવશ્યક સૂત્ર વૃત્તિમાં - જો કે અહીં એ પ્રમાણે કહ્યું છે કે – (શ્રુત ધર્મનું આવું સામર્થ્ય જાણીને) ચારિત્ર ધર્મમાં પ્રમાદ કરવો તે યુક્ત નથી એ પ્રમાણે હૃદયમાં અવધારવું જોઈએ. ૦ પમાય - પ્રમાદ, પ્રમાદનો સામાન્ય અર્થ આળસ કરાય છે. - જેના વડે કરીને વધારે આળસ આવે તે પ્રમાદ'. - આત્મહિત પ્રત્યેની અસાવધાની કે સક્રિયા પ્રત્યેની જે વિમુખતા તેને વિશેષ અર્થમાં પ્રમાદ કહેવાય છે. – આગમોમાં પ્રમાદ'ની વ્યાખ્યાઓ આ પ્રમાણે છે – સ્થાનાંગવૃત્તિ - પ્રમાદ એટલે પરિહાસ વિકથાદિ, કંદર્પ આદિ. અથવા પ્રમાદ એટલે અજ્ઞાનાદિ અથવા પ્રમાદ એટલે આભોગ શુન્યતા અથવા હિતને માટે અપ્રવૃત્તિ. અથવા પ્રમાદ એટલે શિથિલતા કે આજ્ઞાનો અતિક્રમ. – દશવૈકાલિક વૃત્તિ - પ્રમાદ એટલે તે-તે પ્રયોજન માટે સર્વ આરંભમાં પ્રવૃત્ત થવું તે. – આચારાંગ વૃત્તિ - પ્રમાદ એટલે વિષયક્રીડા રૂપ શરીર અધિષ્ઠાન. અથવા કાર્યમાં શિથિલતા. – ઉપાશકદશા વૃત્તિ - પ્રમાદ એટલે વિકથારૂપ. – ભગવતીજી વૃત્તિ - પ્રમાદ એટલે મદ્ય-વિકથા આદિ. – નિશીથ ચૂર્ણિ - પ્રમાદ એટલે અનાભોગ કે સહસાકાર. ૦ કર્મબંધનના પાંચ હેતુઓ પૈકી એક હેતુ "પ્રમાદ” છે. તે આ પ્રમાણે (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય, (૫) યોગ. આ પાંચ કર્મબંધના હેતુઓ છે. એ પ્રમાણે તત્ત્વાર્થ સૂત્રના અધ્યાય-૮ના સૂ-૧માં કહ્યું છે. (આ વાતની સાક્ષી કર્મગ્રંથમાં પણ મળે છે.) – પ્રમાદના આઠ પ્રકારો આ પ્રમાણે માનવામાં આવે છે – (૧) અજ્ઞાન, (૨) સંશય, (૩) મિથ્યાત્વ, (૪) રાગ, (૫) દ્વેષ, (૬) સ્મૃતિભ્રંશ, (૭) ધર્માચરણમાં આળસ અને (૮) મન, વચન, કાયાનું દુપ્પણિધાન. આ પ્રમાણે પ્રબોધ ટીકા કર્તા ભાગ-૧માં સૂત્ર-૨૨માં જણાવે છે. ૦ ત્રીજી ગાથાનો સારાંશ આ રીતે રજૂ કરી શકાય(૧) જન્મ, જરા, મરણ, શોક વગેરે ઉપદ્રવોનો નાશ કરનારું – (૨) કલ્યાણ-મોક્ષરૂપ સંપૂર્ણ - સર્વ પ્રકારનાં સુખોને પ્રાપ્ત કરાવનારું– (૩) અનેક દેવો, દાનવો અને રાજાઓથી પૂજાયેલું – Page #172 -------------------------------------------------------------------------- ________________ પુખરવરદીવડ્યે-સૂત્ર-વિવેચન ૧૭૧ આવા પ્રકારના શ્રુતજ્ઞાનના સામર્થ્યને જાણીને (ચારિત્રધર્મમાં) કયો બુદ્ધિમાન મનુષ્ય પ્રમાદ કરે. અર્થાત્ પ્રમાદ કરવો યુક્ત નથી. આ પ્રમાણે જ્ઞાનનું અચિંત્ય સામર્થ્ય જાણીને હવે ચોથી ગાથા- ‘‘સિદ્ધ મો યો॰''માં જણાવે છે કે - ♦ સિદ્ધે - સિદ્ધને. પ્રમાણથી સિદ્ધ એવા - પ્રતિષ્ઠિત, પ્રખ્યાત. યોગશાસ્ત્રવૃત્તિ આ જિનમત નક્કી નિઃસંદેહપણે ફળ આપનાર છે અથવા સિદ્ધ એટલે સર્વનયોમાં જિનમત વ્યાપક હોવાથી એટલે કે સર્વનયો જિનમતમાં સમાયેલા છે. વળી તે કષ, છેદ, તાપરૂપ ત્રિકોટી-પરીક્ષાથી શુદ્ધરૂપે નિવડેલ હોવાથી પણ સિદ્ધ છે. આ ‘‘સિદ્ધ'' શબ્દ જિનમત - (શ્રુત કે આગમ)નું વિશેષણ છે. આવશ્યક સૂત્રવૃત્તિમાં ‘સિદ્ધ' શબ્દના ‘પ્રતિષ્ઠિત' અને ‘પ્રખ્યાત’ એ બે અર્થો કર્યા છે. તેમાં પ્રતિષ્ઠિત અર્થ એટલા માટે કર્યો છે કે, જે આ ‘જિનમત' છે. તે નયો અને પ્રમાણો વડે સ્થાપિત થયેલો છે અને ‘પ્રખ્યાત' અર્થ એટલા માટે કર્યો છે કે આ ‘જિનમત' કષ, છેદ, તાપ એ ત્રણ કોટિથી શુદ્ધ છે. ૭ મો - હે ભવ્યજનો !, હે સુજ્ઞજનો ! – આદરપૂર્વક આમંત્રણ અર્થે આ સંબોધન વપરાયેલ છે. આગ્રહપૂર્વક આમંત્રણ કરવા આ શબ્દ મૂક્યો છે જુઓ તો ખરા કે હું શું કરું છું ? ૦ પયો - પ્રયત્નપૂર્વક, આદરવાળો થયેલો એવો હું. આજ સુધી યથાશક્તિ (તેની સેવામાં) ઉદ્યમવાળો હું પ્રકૃતયા યત્ન કરતો એવો હું. - · આવશ્યકસૂત્રવૃત્તિકાર જણાવે છે કે, આ પ્રમાણે પરસાક્ષીક થઈને પછી નમસ્કાર કરતા આ પ્રમાણે કહે છે— - -- - - હે ભવ્યો ! તમે ૦ નો - નમસ્કાર હો, નમસ્કાર થાઓ. ‘નમો' શબ્દનું વિવેચન જુઓ સૂત્ર-૧ ‘નવકારમંત્ર’માં ♦ ખિળમચ્છુ - જિનમતને, જૈન સિદ્ધાંતને, આગમ-શાસ્ત્રોને. આ જ પ્રકારનો શબ્દપ્રયોગ સૂત્ર-૨૦ ‘કહ્યાણકંદં’માં ત્રીજી ગાથામાં ‘મયં નિખાĪ' શબ્દથી થયેલો છે. —X—X— · જીવાજીવાભિગમ સૂત્ર વૃત્તિમાં ‘જિનમત' શબ્દનો અર્થ શ્રી મલયગિરિ મહારાજે વિસ્તારથી કરતા જણાવેલ છે કે ‘જિન-મત'માં ‘જિન’ એટલે રાગાદિ શત્રુને જિતે તે જિન (જો કે જિન તો) છદ્મસ્થ-વીતરાગ પણ હોય છે. પણ તેમને તીર્થ પ્રવર્તનનો યોગ ન હોવાથી અહીં જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેવા તીર્થંકર ભગવંતોને જ ગ્રહણ કરવામાં આવે છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ તેઓએ આચારાંગથી માંડીને દૃષ્ટિવાદ પર્યન્તના બાર-અંગરૂપ ગણિપિટકને અર્થથી પ્રરૂપેલ છે. આ બાર અંગરૂપ ગણિ-પિટકને (અર્થાત્ આગમશાસ્ત્રોને) જિન-મત કહેવામાં આવે છે. – આવશ્યક સૂત્ર વૃત્તિ - જિન એટલે તીર્થકર, તેમનું આગમરૂપ પ્રવચન તેને જિનમત કહે છે. – દશવૈકાલિકસૂત્ર વૃત્તિ - જિનમત એટલે ‘આગમ' અર્થ જ કર્યો છે. – અહીં નિમg માં પ્રાકૃત વ્યાકરણના નિયમાનુસાર “નમઃ”ના યોગે ચતુર્થીને બદલે સપ્તમી વિભક્તિ વપરાયેલ છે. ૦ નવો - સમૃદ્ધિ, વૃદ્ધિ. અહીં “નંદી' શબ્દનો અર્થ આવશ્યકવૃત્તિ અને યોગશાસ્ત્ર-આદિ અનુસાર જણાવ્યો છે. બાકી “નંદી' શબ્દ બીજા અનેક અર્થમાં વપરાય છે. જેમકે બાર પ્રકારના વાજિંત્રોનો સાથે અવાજ, ગાંધારગ્રામની મૂછના, પ્રમોદ, હર્ષ, મતિ આદિ પાંચ જ્ઞાન, વાંછિત અર્થની પ્રાપ્તિ, મંગલ, સમૃદ્ધિ, એક આગમ, વૃદ્ધિ, સાધુની યોગોઠહનની અને શ્રાવકોની ઉપધાનની એક ક્રિયા ઇત્યાદિ. (આ બધાં અર્થો જુદા જુદા આગમોમાં “નંદી” શબ્દની વ્યાખ્યામાં નોંધાયેલા છે.) માત્ર “અજિત-શાંતિ” સ્તવનો વિચાર કરીએ તો તેની ગાથા-૩૭માં ચાર વખત “નંદ્રિ' શબ્દનો પ્રયોગ કર્યો છે. ચારે વખત તેનો જુદો જુદો અર્થ થયો છે. પહેલી વખત “નંઃિ શબ્દનો અર્થ - સંગીત વિશારદ કે સંગીતથી સ્તવ ભણનાર એવો કર્યો છે. બીજી વખત “નંતી’ શબ્દનો ‘આનંદ’ કર્યો છે. ત્રીજી વખત “નંદી' શબ્દનો અર્થ “સમૃદ્ધિ' કરેલો છે. ચોથી વખતે “નંદી શબ્દનો અર્થ વૃદ્ધિ કર્યો છે. ૦ તથા - સદા, સર્વકાળ, હંમેશાં, નિત્ય. • સંગને - સંયમમાં, ચારિત્રમાં, સંયમ માર્ગમાં. – અહીં સંયમ શબ્દનો અર્થ સંયમ કે ચારિત્ર કર્યો કેમકે તે અનેક સ્થાને પર્યાય સ્વરૂપે જોવા મળેલ છે, પણ આવશ્યકસૂત્ર-વૃત્તિ અને લલિત વિસ્તરામાં તો શ્રી હરિભદ્રસૂરિજી સંયમનો અર્થ અહીં ચારિત્ર' એ પ્રમાણે જ નોંધે છે. જ્યારે યોગશાસ્ત્ર ભાષાંતરમાં આ સ્થાને બંને અર્થો સ્વીકારીને આ પ્રમાણે જણાવ્યું કે, “ચારિત્રમાં આનંદ અને સંયમમાં વૃદ્ધિ.” – “સંયમ' શબ્દના અર્થો આગમ સૂત્રાનુસાર આ પ્રમાણે છે – સ્થાનાંગ વૃત્તિ - સંયમ એટલે પાપથી અટકવું તે, સંયમન કરવું તે. અથવા સંયમ એટલે પ્રાણાતિપાતાદિ ન કરવા તે. અથવા સંયમ એટલે પ્રેક્ષાઉન્મેલા-પ્રમાર્જનાદિ લક્ષણ. – ભગવતી વૃત્તિ - સંયમ એટલે પ્રત્યુપ્રેક્ષાદિ. અથવા સંયમ એટલે સંવર અથવા સંયમ એટલે પ્રતિપન્ન ચારિત્ર અથવા સંયમ એટલે પૃથ્વીકાયાદિ સંરક્ષણ – અનુયોગવૃત્તિ - સંયમ - મૂળ ગુણ (પ્રાણાતિપાતાદિ વિરમણ) – નાયાધમકહા વૃત્તિ - સંયમ એટલે સંવર અથવા રક્ષા. Page #174 -------------------------------------------------------------------------- ________________ પુકૂખરવરદીવ-સૂત્ર-વિવેચન ૧૭૩ – આવશ્યક વૃત્તિ - સંયમ એટલે અનવદ્ય અનુષ્ઠાન અથવા પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થવું તે. – પ્રશ્નવ્યાકરણ વૃત્તિ - સંયમ એટલે હિંસાથી અટકવું તે અથવા પૃથ્વીકાયાદિ સંરક્ષણ લક્ષણ, અભિનવ કર્મ અનુપાદાન ફળ સ્વરૂપ. – સૂર્યપ્રજ્ઞપ્તિ - સંયમ એટલે પાંચ પ્રકારના આશ્રવનો નિરોધ. આ રીતે સંયમ શબ્દની વિવિધ વ્યાખ્યાઓ જોવા મળે છે. પણ અહીં સંયમ શ્રતધર્મના ઉત્તર ધર્મરૂપ હોવાથી “ચારિત્રધર્મ અર્થમાં ગ્રહણ કરાયો છે. વળી આવશ્યક વૃત્તિ તથા તદ્નસાર યોગશાસ્ત્રાદિ ગ્રંથોમાં સાક્ષીપાઠ આપતા જણાવે છે કે, દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે, “પઢમં નાણું તઓ દયા.” પહેલું જ્ઞાન (મૃત) અને તેનાથી દયા (સંયમ) ધર્મ પ્રાપ્ત થાય છે, તેથી પણ અહીં સંયમનો અર્થ ચારિત્ર ધર્મ યોગ્ય જ છે. ૦ હવે આ સંયમ ધર્મ કેવો છે? તે બતાવવા માટે ચોથી ગાથાના બીજા ચરણમાં સૂત્રકાર સ્વયં જણાવે છે કે • રેવં-નાક-સુવન્ન-વિરાર-ન-સ્નેહભૂમ-ભાવ - દેવો, નાગકુમારો, સુવર્ણકુમારો, કિન્નરદેવોના સમૂહ વડે સદુભાવથી પૂજાયેલ - ઉપલક્ષણથી સર્વ દેવોએ જે સંયમને સાચા અંતઃકરણથી પૂજેલ છે. ૦ સેવ - દેવો, વૈમાનિક દેવો. – યોગશાસ્ત્ર વૃત્તિમાં જણાવે છે કે – દેવ શબ્દ ઉપરનો અનુસ્વાર છે, તે છંદશાસ્ત્રના નિયમ પ્રમાણે માત્રા મેળ માટે સમજવો. – સિદ્ધહેમ શબ્દાનુશાસનના અધ્યાય-૮, પાદ-૧ના સૂત્ર-૨૬માં વિષ્ણુન્દ્ર:પૂરnડપ માં પણ તેવું-ના-સુવUT૦ દૃષ્ટાંત આપેલ છે. તેથી દેવ શબ્દનો અનુસ્વાર કોઈ વિભક્તિ-પ્રત્યય ન સમજવો. ૦ નાTI - નાગકુમાર દેવો. ભવનપતિ દેવોનો એક પ્રકાર છે. ૦ સુવન્ન- સુવર્ણ કે સુપર્ણકુમાર દેવો. આ દેવો પણ ભવનપતિ દેવોનો જ એક પ્રકાર છે. ૦ છિન્નર - કિન્નર દેવો, વ્યંતર જાતિના દેવોનો એક પ્રકાર છે. ૦ પાન - ગણ, સમૂહ. (આ શબ્દ બધાં દેવો સાથે જોડવો) -૦- અહીં “દેવ, નાગ, સુવન્ન, કિન્નર' એ ચાર દ્વારા જ સંયમધર્મ પૂજિત છે તેમ ન સમજતા ઉપલક્ષણથી એમ સમજવું કે વૈમાનિક, ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક દેવથી સંયમધર્મ પૂજિત છે. ૦ મૂવ-ભાવ - સાચો ભાવ, હૃદયનો સાચો ઉલ્લાસ – અહીં પણ છંદપૂર્તિ માટે તે નો દ્વિર્ભાવ થયેલો છે. ૦ દિU - અર્ચિત, પૂજાયેલા -૦- ઉક્ત સમગ્ર ચરણનો સાર એ છે કે, સંયમીઓ દેવતા આદિથી હંમેશા પૂજાય છે અથવા સર્વ દેવોએ જે સંયમધર્મને સાચા ભાવપૂર્વક પૂજ્યો છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ સંયમીઓને દેવતાઓ નમે છે તથા સહાય કરે છે. માટે સંયમનું આ વિશેષણ સાર્થક છે. દશવૈકાલિક સૂત્રમાં પણ આ વાતની સાક્ષી આપતા કહ્યું છે કે, “હેવાવિ તં નમંવંતિ' દેવતાઓ પણ તેને નમસ્કાર કરે છે. જેનું મન સદા “અહિંસા, સંયમ, તપરૂપ” ધર્મમાં રત રહે છે. - ધર્મસંગ્રહમાં કહ્યું છે કે, જ્ઞાનથી એ સંયમમાં વૃદ્ધિ થાય છે, માટે જ્ઞાનને નમસ્કાર કરું છું - એમ વાક્યનો સંબંધ જોડવો. ૦ હવે ચોથી ગાથાના ત્રીજા ચરણમાં “જિનમત કેવો છે ?" તે કહે છે– • તો જો સત્ય પટ્ટિક ગામમાં - ૦ નોગો - લોક, લોક શબ્દનો અર્થ પૂર્વે સૂત્ર-૧ “નમસ્કાર મંત્ર અને સૂત્ર૮ “લોગસ્સ'માં વિવરણ કરાયેલ છે. - લોક શબ્દ પૂર્વે ક્યાં ક્યાં આવ્યો છે, તે માટે જુઓ જુઓ સૂત્ર-૨૧ “સંસા દાવનલ૦ સ્તુતિ'ના વિવેચનમાં. – અહીં નો શબ્દનો અર્થ - જેનાથી જોવાય તે લોક - અર્થાત્ જ્ઞાનગુણ" - તે શ્રુતજ્ઞાનને આધીન છે. ૦ નસ્થ પટ્ટો - જ્યાં પ્રતિષ્ઠિત - પ્રમાણ સિદ્ધ છે. ૦ નમામિ - આ જગતું. -૦- “જગ' શેયપણે શ્રતમાં પ્રતિષ્ઠિત છે - રહેલું છે. - તાત્પર્ય એ કે - જિનમતરૂપ આગમની સેવામાં આત્મામાં જે જ્ઞાનગુણ પ્રગટે છે, તેનાથી ઓળખાતું જગત્ પણ પરંપર સંબંધથી જૈનાગમમાં જ રહેલું છે. ૦ કેટલાંક “જગત્' મનુષ્યક્ષેત્રને જ માને છે. આ મત અસત્ - ખોટો છે. તેથી જગનું વિશેષણ આપતા સૂત્રકાર જણાવે છે કે • તેનુષ્ટમથાસુર - ત્રણ લોકના મનુષ્ય તથા સુર-અસુરાદિકને આધારરૂપ. (એવું આ જગત્ છે.) – ત્રણે લોકમાં મનુષ્ય મધ્યલોકમાં હોય છે અને સુરો-અસુરો સ્વર્ગ તથા પાતાળ લોકમાં હોય છે. – ઉપલક્ષણથી સર્વ જીવો જેમાં રહેલા છે તે ઉર્ધ્વ, અધો અને તિછલોકરૂપ જગત ‘આધાર’ છે અને તેમાં આધેય રૂપે સર્વ જગત્ જે જૈનમતમાં પ્રતિષ્ઠિત છે. (એવા પ્રકારનો જે ધર્મ–). • ઘમો વડ - ધર્મ વૃદ્ધિ પામો. અહીં ધર્મ એટલે શ્રતધર્મ. પણ આ મૃતધર્મ કઈ રીતે વૃદ્ધિ પામો - તે જણાવે છે– ૦ તાસ - શાશ્વત, નિત્ય. - શ્રતધર્મ કદી નાશ ન પામે તેમ શાશ્વત રીતે વૃદ્ધિ પામો. – વૃદ્ધિ પામ્યા પછી શું ? અથવા આ વૃદ્ધિ કેવી થાઓ ? • વિનયમો-થ મુત્તર-વૈgs - વિજયથી ઉત્તરધર્મ વૃદ્ધિ પામો. ૦ વિનય - વિજયથી, વિશેષ પ્રકારે જય - તે વિજય, તેથી. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ પુકૂખરવરદીવ-સૂત્ર-વિવેચન ૦ થપુત્તર - ઉત્તર ધર્મ અર્થાત્ ચારિત્રધર્મ - વૃદ્ધિ પામો. – અન્ય મિથ્યાવાદીઓનો પરાજય કરવા પૂર્વક તેમજ મૃતધર્મથી ચારિત્રધર્મની અધિકતા જે રીતે થાય અર્થાત્ શ્રતના આરાધકોમાં ચારિત્ર ગુણની વૃદ્ધિ થાય તે રીતે વૃદ્ધિ પામો. – અહીં વદ્દ શબ્દ ફરીથી એટલા માટે જણાવાયેલ છે કે - મોક્ષના અર્થીઓએ હંમેશાં જ્ઞાનવૃદ્ધિ કરવી જોઈએ તેમ જણાવવું છે. – તીર્થકર નામકર્મના હેતુઓમાં પણ એક સ્થાન બતાવેલું છે - “અપૂર્વજ્ઞાનગ્રહણ”. અપૂર્વ એટલે અભિનવ - નવું નવું જ્ઞાન ગ્રહણ કરવાથી તીર્થકર નામકર્મ બંધાય છે. ૦ સૂત્રની આ ચોથી ગાથાને સળંગ અર્થરૂપે જોઈએ તો – - જે જિનમતમાં જ્ઞાનગુણ રહેલો છે. - જેમાં આધાર-આધેયરૂપે ઉર્ધ્વ, અધો, તીછ (દેવ-મનુષ્ય)લોકરૂપે જગત્ રહેલું છે. – જે વૈમાનિક આદિ સર્વે દેવોના સમૂહોથી પૂજિત એવા સંયમ ધર્મનીચારિત્રધર્મની જેનાથી હંમેશાં વૃદ્ધિ થાય છે– - તે (યથાર્થ) જિનમતને પ્રયત્નપૂર્વક સેવતો એવો હું– હે ભવ્યજનો ! હું પુનઃ નમસ્કાર કરું છું. – આ જિનમતરૂપ શ્રતધર્મ અન્ય મિથ્યાવાદી મતોનો વિજય કરવાપૂર્વક અને ચારિત્રધર્મની વૃદ્ધિ કરતો કદી નાશ ન પામે તેમ વૃદ્ધિ પામો. • सुअस्स भगवओ करेमि काउस्सग्गं. वंदण वत्तिआए० ઉપર કરાયેલી પ્રાર્થના માત્ર મુદ્ર અભિલાષારૂપ નથી કેમકે વસ્તુતઃ તે મોક્ષ સુખના બીજરૂપ છે. તેથી શ્રતધર્મ (ચારિત્રધર્મ)ની વૃદ્ધિ પામો એ પ્રમાણે પ્રાર્થના કરીને મૃતધર્મના જ વંદન, પૂજન, સત્કાર, સન્માન આદિ કરવા માટે કાઉસ્સગ્ન કરતા આ માવો, કહ્યું છે. – આ માત્ર પરિપાટી નથી, પણ આવશ્યક સૂત્રનું પરયું સૂત્ર છે. તેમજ યોગશાસ્ત્રવૃત્તિમાં પણ જણાવ્યું છે કે, ઉક્ત ભાવો વાળો પાઠ બોલી વંવિત્તિ, આખો પાઠ અરિહંત ચેઇઆણં સૂત્ર અનુસાર બોલવો. ત્યારપછી અન્નત્થ સૂત્ર અપ્રાણ વોસિરામિ સુધી આખું બોલવું. પછી કાયોત્સર્ગ કરવો. ૦ સુસ - શ્રતને, શ્રુતજ્ઞાનને, શાસ્ત્રને. – શ્રત એટલે પહેલા સામાયિક અધ્યયનથી માંડીને છેલ્લા બિંદુસાર નામક દૃષ્ટિવાદ-બારમું અંગ સૂત્રના છેલ્લા અધ્યયન સુધીની અર્થાત્ દ્વાદશાંગીરૂપ સઘળા શ્રુત-આગમ. – શબ્દ નિમિત્તથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. - શ્રત એટલે સાંભળેલું, તીર્થકરો પાસેથી સાંભળીને મેળવેલું. – બૃહત્કલ્પ વૃત્તિમાં ભાષ્ય ગાથા-૧૧૭માં જણાવ્યા મુજબ – શ્રત. સૂત્ર, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ ગ્રંથ, સિદ્ધાંત, શાસન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના અને આગમ એ બધાં એકાઈંક - સમાન અર્થ ધરાવતા પર્યાયવાચી શબ્દો છે. – આગમોમાં મૃત શબ્દની વ્યાખ્યાઓ આ પ્રમાણે જોવા મળે છે. – સ્થાનાંગ વૃત્તિ - શ્રત એટલે દ્વાદશાંગી અથવા જે સંભળાય તે શ્રત, શબ્દ પણ ભાવકૃતનું કારણ હોવાથી મૃત જ છે અથવા શ્રત એટલે ગ્રંથ અથવા જે સંભળાય છે કે જેના વડે સંભળાય છે કે જેમાં સંભળાય તે શ્રુત-તેના આવરક કર્મનો ક્ષયોપશમ, આત્માના મૃતોપયોગ પરિણામથી સંભળાય તે મૃત. અથવા જેના વડે અર્થો સૂત્રરૂપે ગુંથાય કે સૂચવાય તે મૃત. – અનુયોગ દ્વારવૃત્તિ - શ્રુત એટલે સાંભળવું તે. અભિલાષ પ્લાવિત અર્થગ્રહણ સ્વરૂપ ઉપલબ્ધિ વિશેષ. - દશવૈકાલિક વૃત્તિ, પ્રતિવિશિષ્ટ - અર્થ પ્રતિપાદન ફળ વચન યોગ માત્ર તે કૃત. – ભગવતી વૃત્તિ - શ્રત એટલે દ્વાદશાંગીરૂપ અર્પતું પ્રવચન – પ્રજ્ઞાપના વૃત્તિ - શ્રત એટલે વાચ્ય-વાચક ભાવ પુરસ્સર કારણથી શબ્દથી સંસ્કૃષ્ટ એવી ગ્રહણ હેતુરૂપ લબ્ધિ વિશેષ અથવા શબ્દાર્થના પર્યાલોચન અનુસારે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતો બોધ વિશેષ – ઉત્તરાધ્યયન વૃત્તિ - શ્રત એટલે સાંભળેલું કે અવધારેલું અથવા કષાય ઉપશમ હેતુ અપાયેલ ઉપદેશ. – આવી અનેક વ્યાખ્યાઓ આગમમાં જોવા મળે છે. - વ્યવહારમાં પણ પ્રવચન, શ્રુત, સિદ્ધાંત, આગમ, સમય એ પાંચે પર્યાયવાચી શબ્દો કહ્યા છે. - મૃત શબ્દથી શ્રુતજ્ઞાન લેતાં તેમાં જે દ્વાદશાંગી છે, તેને અંગપ્રવિષ્ટ કહેવામાં આવે છે. કેમકે અહીં અંગ શબ્દ કૃતપુરુષના અંગરૂપે યોજાયેલ છે. – નંદીસૂત્રની ચૂર્ણિમાં “સુપુરિસ' સૂત્રપુરુષનો પરીચય આપતા આ પ્રમાણે જણાવેલ છે કે આ સૂત્ર (કૃત) પુરુષના— (૧) બે પગ છે તે આચાર અને સૂયગડ રૂ૫ બે અંગ સૂત્રો છે. (૨) બે પગના બે નળા છે તે ઠાણ અને સમવાયરૂપ બે અંગસૂત્રો છે. (૩) બે જાંઘ છે તે વિવાહપન્નતી (ભગવતી) અને નાયાધમકહા એ બે અંગ સૂત્રો છે. (૪) તેના પીઠ અને ઉદરરૂપે ઉપાસગદસા અને અંતગડદસા નામના બે અંગ સૂત્રો છે. r (૫) તેના બે હાથરૂપે અનુત્તરોવવાઈયદસા અને પહાવાગરણ નામના બે અંગ સૂત્રો છે. - તેની ડોક રૂપે વિવાગસુય નામનું અંગ સૂત્ર છે. – તેના મસ્તકરૂપે દિઠિવાય નામનું અંગ સૂત્ર છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ પુખરવરદીવ-સૂત્ર-વિવેચન ૧૭૭ આ અંગે પ્રવિષ્ટને નિયત કૃત' ગણવામાં આવે છે. કારણ કે આ પ્રકારનું શ્રત પ્રત્યેક ક્ષેત્રના પ્રત્યેક કાળના પ્રત્યેક તીર્થંકરના વખતમાં અવશ્ય હોય છે. -૦- આ સિવાય પાણગ (પ્રકીર્ણક) શ્રતનો પણ ઉલ્લેખ નંદી સૂત્રમાં આવે છે. તે મત અનુસાર પ્રત્યેક તીર્થંકરના પ્રત્યેક શિષ્ય દ્વારા એક-એક પ્રકીર્ણકસૂત્રો રચાવાનો સંભવ છે. જેમકે ભગવંત મહાવીરના ૧૪,૦૦૦ શિષ્યો હતા તો ૧૪,૦૦૦ પયત્રા સૂત્રોની રચના સંભવે છે. -૦- આ સિવાય અંગબાહ્ય રૂપે પણ શ્રતનો ઉલ્લેખ આવે છે. (જે કથન સૂત્ર-૨૧ સંસાર દાવાનલ સ્તુતિમાં “વીરાગમ” શબ્દની વિવેચના કરતી વખતે નોંધવામાં આવેલ છે.) જેમકે– - અંગબાહ્ય શ્રુતના મુખ્ય બે ભેદ છે - આવશ્યક, આવશ્યક વ્યતિરિક્ત. – આવશ્યકના છ ભાગ છે. સામાયિકથી પ્રત્યાખ્યાન પર્યંત. – આવશ્યક વ્યતિરિક્તના મુખ્ય બે ભાગ છે કાલિક અને ઉત્કાલિક. – કાલિક શ્રત - જે શ્રત દિવસની અને રાતની પહેલી અને ચોથી પોરિસિમાં ભણાય તે કાલિક શ્રત. – ઉત્કાલિક મૃત - જે શ્રત સૂર્યોદય, મધ્યાહન, સૂર્યાસ્ત અને મધ્યરાત્રિ એ ચારેની પહેલી અને છેલ્લી ઘડી (રૂપ અસ્વાધ્યાયકાળ) સિવાય બાકીના સમયમાં ભણી શકાય તે ઉત્કાલિક શ્રુત. – કાલિક શ્રુતમાં ૨૮ સૂત્રોના નામો પાક્ષિક સૂત્રમાં આપ્યા છે. – ઉત્કાલિક શ્રુતમાં ૩૭ સૂત્રોના નામો પાક્ષિક સૂત્રમાં આપ્યા છે. – નંદી સૂત્રમાં પણ આ નામો આવે છે. પણ કોઈ કોઈ નામમાં પાક્ષિક સૂત્ર અને નંદી સૂત્ર બંને જુદા પડે છે. – વર્તમાનકાળે શ્વેતાંબર-મૂર્તિપૂજક સંઘ પ્રણાલી અનુસાર ૪૫ આગમોની સંખ્યા ગણના કરાય છે. તે મુજબ – – અંગસૂત્રો-૧૧, ઉપાંગ સૂત્રો-૧૨, પન્ના-૧૦, છેદસૂત્ર-૬, મૂલસૂત્ર-૪ અને ચૂલિકા સૂત્રોની-૨ એ પ્રમાણે સંખ્યા જોવા મળે છે. – (જો કે ઉપાંગસૂત્રોના મધ્યમાં ત્રણે પ્રજ્ઞપ્તિ સૂત્રોના ક્રમ વિશેની માન્યતામાં તફાવત છે, પયત્રાસૂત્રોમાં પણ આઠ પયત્રાઓ વિશે એકમત છે પણ બે પયત્રામાં કોઈ ગચ્છાચાર અને મરણસમાડિ કહે છે તો કોઈ ચંદાવેજઝયે અને વીરસ્તવ કહે છે. મૂલ સૂત્રો-૪ હોવા છતાં ગણનામાં ઓઘ નિર્યુક્તિની સાથે વિકલ્પ પિંડનિર્યુક્તિનો પણ ઉલ્લેખ મળે છે.) – આ મૂળ સૂત્રો પરની નિર્યુક્તિ, ભાષ્ય ચૂર્ણિ અને વૃત્તિ, (અવયૂરી) એ સર્વે પણ શ્રુત જ ગણાય છે. ૦ માવો - પૂજ્ય, ભગવંત. - આ શબ્દ કૃતનું વિશેષણ છે તે નિર્વિવાદ છે. – કોઈ તેને પૂજ્યવાચી અર્થમાં ઘટાવી “પૂજ્ય કે પવિત્ર શ્રત" અર્થ [2|12] Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ કરે છે. – કોઈ ભગવંત’ અર્થમાં ઘટાવી “શ્રત-ભગવંત' એવો અર્થ કરે છે. - દ્વાદશાંગી આદિ સમગ્ર શ્રતને યોગશાસ્ત્ર વૃત્તિકાર યશ, પ્રભાવ આદિ ‘ભગ’થી યુક્ત હોવાથી ભગવંત' કહે છે. (આ ‘ભગ’ શબ્દના વિવેચન માટે સૂત્ર૧૩ નમુત્થણના ‘ભગવંતાણં” શબ્દની વ્યાખ્યા જોવી.) ૦ શ્રેમ કાસમ - આ બંને પદોની વ્યાખ્યા તેમજ ૦ વંદ્વત્તિયા) થી ટમ વડસમ સુધી બધા જ શબ્દોની વ્યાખ્યા સૂત્ર૧૯ “અરિહંત ચેઇયાણ' સૂત્ર મુજબ જાણવી. -૦- સારાંશ :- શ્રી જિનભાષિત શ્રત - આગમ સર્વથા પ્રકારે પવિત્ર અને પૂજ્ય છે તેના - અથવા - શ્રત ભગવંતના વંદન, પૂજન, સત્કાર, સન્માન આદિ નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. | વિશેષ કથન :- સૂત્રનો શબ્દશઃ અર્થ તથા તેનું વિવેચન કર્યા પછી તેમાં ન કહેવાયેલી એવી કેટલી વિશેષ વિગતોનું અહીં કથન કરેલ છે. – આ સૂત્ર ત્રણ નામોથી ઓળખાવાયું છે – (૧) પુકુખરવરદીવ - સૂત્રના આદ્ય પદને આધારે આ નામ પડેલ છે. (૨) શ્રુતસ્તવ - ચૈત્યવંદન ભાષ્યમાં પાંચ પ્રકારના સ્તવનો ઉલ્લેખ છે. (૧) શક્રસ્તવ, (૨) ચૈત્યસ્તવ, (૩) નામસ્તવ, (૪) શ્રુતસ્તવ, (૫) સિદ્ધસ્તવ. જેમાં શક્રસ્તવ અર્થાત્ નમુત્થરં સૂત્ર-૧૩ છે. ચૈત્યસ્તવ અર્થાત્ અરિહંત ચેઈયાણ એ ૧૯ભું સૂત્ર છે, નામસ્તવ અર્થાત્ લોગસ્સ એ આઠમું સૂત્ર છે, સિદ્ધ સ્તવ અર્થાત્ સિદ્ધાણંબુદ્ધાણં એ ૨૩મું સૂત્ર છે તેમ કૃતસ્તવ એ આ ૨૨માં સૂત્ર પુકૂખરવરદીવનું નામ છે. કેમકે આ સૂત્રમાં શ્રતની સ્તવના કરાયેલી છે. (૩) શ્રતધર્મસ્તુતિ – એવું પણ આ સૂત્રનું નામ છે. કેમકે તીર્થકર દેવોએ જે ઉપદેશ આપ્યો હતો તે તેમના મેધાવી, લબ્ધિ સંપન્ન અને ગણધર નામકર્મના ઉદયવાળા શિષ્યોએ સારી રીતે ઝાલ્યો. મૃતના રૂપે વ્યવસ્થિત સૂત્રબદ્ધ કર્યો હતો. એ રીતે જે સાહિત્ય નિર્માણ થયું, તેને શ્રુતજ્ઞાન રૂપે ઓળખવામાં આવે છે. તેની સ્તુતિ - તેનું ગુણ વર્ણન એ જ આ સૂત્રનો વિષય છે. તેથી આ સૂત્રને શ્રતધર્મ સ્તુતિ પણ કહી છે. ૦ સૂત્રની ગાથાઓમાં વર્ણિત બાબતો : ૦ ગાથા-૧ આ શ્રુતનો ઉદ્ભવ તીર્થંકર પરમાત્માની વાણી થકી થયેલો છે. તેથી પહેલી ગાથામાં તેમની સ્તુતિ કરવામાં આવી છે. – તેમાં થHફારે શબ્દનું કથન મહત્ત્વપૂર્ણ છે. કેમકે જેઓ શાસ્ત્રો કે વેદોને અપૌરુષેય માને છે, અર્થાત્ તેની ઉત્પત્તિ કોઈ પુરુષ દ્વારા થઈ નથી તેવી માન્યતા વ્યક્ત કરે છે, તે માન્યતા આ શબ્દથી નિરાધાર કરે છે. – વાણીરૂપી શબ્દોનું પ્રવર્તન પુરુષ વિના થઈ શકતું નથી તો પછી સમગ્ર શ્રત સાહિત્યની રચના ક્યાંથી થાય? વેદો પણ કોઈક ઋષિમુનિ દ્વારા રચિત છે, Page #180 -------------------------------------------------------------------------- ________________ પુકુખરવરદીવડું-સૂત્ર-વિશેષ કથન ૧૭૯ કેટલાંક નામો તેના સૂક્તોમાંથી પ્રાપ્ત થાય છે. - પુકૂખરવર આદિ અઢીદ્વીપ અર્થાત્ મનુષ્યલોકનો ઉલ્લેખ પણ થયો તે સકારણ છે. આ ભૂમિમાં જ તીર્થકર આદિ ઉત્તમ પુરુષો અને ધર્મનું પ્રવર્તન થાય છે. ૦ ગાથા-૨ આ ગાથામાં મૃતનું મહત્ત્વ વર્ણવી તેને નમસ્કાર કરાયો છે. તે મહત્ત્વ જણાવવા ચાર વિશેષણો મૂક્યા છે. જેનું વર્ણન વિવેચનમાં છે. ૦ ગાથા-૩ આ ગાથામાં શ્રતના ગુણોનું વિશેષ વર્ણન કરાયેલ છે. તેથી સમજું મનુષ્ય તેની આરાધનામાં પ્રમાદ ન જ કરે તેવી ભાવના આ ગાથામાં વ્યક્ત કરવામાં આવી છે. ૦ ગાથા-૪ આ ગાથામાં મૃતધર્મને સંયમનું પોષક અને ચારિત્રધર્મની વૃદ્ધિ કરનાર આદિરૂપે વર્ણવી શ્રતધર્મની સાથે તેના આચરણ અર્થાત્ ચારિત્ર ધર્મની પણ નિત્ય વૃદ્ધિ થવાની ભાવના રજૂ કરાઈ છે. ૦ સંદર્ભ સાહિત્ય :– જિનદાસગણિ મહત્તર રચિત “આવશ્યક સૂત્ર-ચૂર્ણિ.” - હરિભદ્રસૂરિજી રચિત - “આવશ્યકસૂત્ર-વૃત્તિ.” – હરિભદ્રસૂરિજી રચિત - લલિતવિસ્તરા” તથા વૃત્તિ. - શ્રી શાંતિસૂરિજી રચિત - “ચેઈયવંદણ મહાભાસ” - શ્રી દેવેન્દ્રસૂરિજી રચિત - શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (વૃંદાર)વૃત્તિ. - શ્રી માનવિજયજી ઉપાધ્યાય સંગૃહિત - “ધર્મસંગ્રહ ભા.૧. – શ્રી હેમચંદ્રાચાર્યજી રચિત - યોગશાસ્ત્ર, સ્વોપજ્ઞ વિવરણ આટલાં સંદર્ભ સાહિત્યમાં “પુકૂખરવરદીવડૂઢ” સૂત્રની વિવેચના છે. આ ઉપરાંત ચૈત્યવંદન ભાષ્ય, વિવિધ આગમો, જૈન ભૂગોળની માહિતી આપતા ગ્રંથો આદિનો પણ વિવેચનમાં ઉપયોગ થયો છે. ૦ છંદ-બંધારણ : આ સૂત્રમાં ચાર ગાથાઓ છે. ચારે ગાથા અલગ-અલગ છંદોમાં રચાયેલી છે. પહેલી ગાથા “ગાહા” છંદમાં છે. બીજી ગાથા પણ “ગાહા” છંદમાં છે, ત્રીજી ગાથા “વસંતતિલકા” છંદમાં છે અને ચોથી ગાથાનો છંદ “શાર્દૂલવિક્રીડિત” છે. ચારે સુંદર રીતે ગાઈ શકાય તેવા છે. ૦ ક્રિયામાં સ્થાન : - વર્તમાનકાળે કરાતા દેવવંદનોમાં થોયના બંને જોડાઓમાં ત્રીજી જ્ઞાનશ્રતની સ્તુતિ પૂર્વે આ સૂત્ર બોલાય છે. – સવાર-સાંજના (નિત્ય)પ્રતિક્રમણમાં ચાર થોયના જોડામાં પણ ત્રીજી સ્તુતિ (થોય) બોલતા પહેલા આ સૂત્ર બોલાય છે. રાઈય પ્રતિક્રમણમાં અતિચાર આલોચનાના કાયોત્સર્ગ પૂર્વે તેમજ દૈવસિક પ્રતિક્રમણમાં જ્ઞાન વિષયક ૨૫ શ્વાસોચ્છવાસ (૧-લોગસ્સ)ના કાયોત્સર્ગ પૂર્વે પણ આ સૂત્ર બોલાય છે. (જ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક પ્રતિક્રમણમાં પણ બોલાય છે.) – ચાતુર્માસિક, મૌન એકાદશી, ચૈત્રીપૂનમ આદિના દેવવંદનોમાં પણ તે-તે પર્વતિથિએ આ સૂત્રનો ઉપયોગ થાય છે. ૦ આવશ્યક સૂત્ર નિર્દિષ્ટ પૂર્વાપર સંબંધ : – આવશ્યક સૂત્ર-૪૭ની વૃત્તિને અંતે અને સૂત્ર-૪૮ની પહેલાં આ સંબંધનો પ્રતિક્રમણ ક્રિયા અનુસંધાને નિર્દેશ કર્યો છે તે મુજબ - – દર્શન વિશુદ્ધિ નિમિત્તક કાયોત્સર્ગ કર્યા પછી - શ્રુતજ્ઞાનની પરિવૃદ્ધિનિમિત્તે તથા અતિચાર વિશુદ્ધિ અર્થે શ્રતધર્મ ભગવાનની ઉત્કૃષ્ટ ભક્તિ વડે કરીને કાયોત્સર્ગ કરવા (શ્રુતસ્તવ બોલીને) કાયોત્સર્ગ કરે. – આ સૂત્ર બાદ પચ્ચીશ ઉશ્વાસ પ્રમાણ (કે અતિચાર આલોચનારૂપ કે આઠ ઉશ્વાસ પ્રમાણે) કાયોત્સર્ગ કરે. ત્યારપછી નમસ્કાર (ઉચ્ચારણપૂર્વ) પારીને વિશુદ્ધ ચારિત્ર, દર્શન, ભૂતાતિસાર મંગલ નિમિત્તે ચરણ, દર્શન, મૃતદેશક સિદ્ધાણં સ્તુતિ કહે. | સૂત્ર-નોંધ : – આ સૂત્રનો મૂળ પાઠ આવશ્યક સૂત્ર આગમના પાંચમાં કાયોત્સર્ગ અધ્યયનમાં આપેલો છે. – આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે. – આ સૂત્રમાં ગાથા-૪ છે, પદ-૧૬ છે, સંપદા-૧૬ છે, ગુરુ વર્ણ-૩૪ છે, લઘુ વર્ણ-૧૮૨ છે, સર્વ વર્ણ-૨૧૬ છે. જો ગુ માવો પદો સિવાયના વર્ણ ગણીએ તો ૨૦૯ વર્ણો છે. - પાંચ દંડકોમાં આ સૂત્ર ચોથો દંડક છે. -X —X — Page #182 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર ૧૮૧ સૂત્ર-૨૩ ‘સિદ્ધાણં બુદ્ધાણં-સૂત્ર સિદ્ધસ્તવ - સૂત્ર-વિષય : આ સૂત્રમાં શ્રી સિદ્ધ ભગવંતની સ્તુતિ કરવામાં આવી છે – પહેલી ગાથામાં સિદ્ધ ભગવંતની સ્તુતિ કરેલ છે, બીજી અને ત્રીજી ગાથામાં નિકટના ઉપકારી હોવાથી શ્રી મહાવીરસ્વામીની સ્તુતિ કરવામાં આવેલ છે. ચોથી ગાથામાં શ્રી અરિષ્ટનેમિ પરમાત્માની સ્તુતિ કરાયેલ છે અને પાંચમી ગાથામાં સિદ્ધ થયેલા ચોવીસ તીર્થંકર- પરમાત્માની સ્તુતિ કરવામાં આવેલ છે. | સૂત્ર-મૂળ : સિદ્ધાણં બુદ્ધાણં, પાર-ગયાણં પરંપર-ગયાણ; લોઅગ્નમુવમયાણ, નમો સયા સબ્ધ-સિદ્ધાણં. જો દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમસંતિ; તં દેવદેવ મહિઅં, સિરસા વદે મહાવીર. ઇક્કો વિ નમુક્કારો, જિણવર-વસહસ્સ-વઢમાણસ્સ સંસાર સાગરાઓ, તારેઇ નર વ નારિંવા ઉર્જિતસેલ-સિહરે,દિકખા નાણે નિસીડિઆ જલ્સ; તં ધમ્મ ચક્રવટ્ટિ, અરિઠનેમિ નમંસામિ ચત્તારિ અઠ દસ દો અ, વંદિઆ જિણવરા ચઉવ્વીસ પરમઠ - નિઠિઅઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ • સૂત્ર-અર્થ : જેઓ સિદ્ધિપદને પામેલા છે, પોતાની મેળે બોધ પામેલ છે, સંસારસમુદ્રનો પાર પામેલા છે, પરંપરાએ મોક્ષ પામેલ છે અને લોકના અગ્રભાગે પહોચેલ એવા સર્વ સિદ્ધોને સદા નમસ્કાર હો. જે દેવોના પણ દેવ છે, જેઓને દેવો પણ અંજલિપૂર્વક નમસ્કાર કરે છે. જેઓ ઇન્દ્રો વડે પૂજાયેલા છે એવા શ્રી મહાવીર સ્વામીને હું મસ્તક નમાવીને વંદન કરું છું. જિનેશ્વરોમાં વૃષભ સમાન એવા શ્રી વર્તમાન (મહાવીર) સ્વામીને કરાયેલો એક નમસ્કાર પણ નર કે નારીને સંસારરૂપ સમુદ્રથી તારે છે. (૩) જેમના દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ ઉજ્જયંત (ગિરનાર) પર્વતના શિખર Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ (૪) પર થયાં છે, તે ધર્મચક્રવર્તી અરિષ્ટનેમિ ભગવંતને હું નમસ્કાર કરું છું. ચાર, આઠ, દશ અને બે - એમ વંદન કરાયેલા ચોવીસે તીર્થંકરો તથા જેમણે પરમાર્થ (મોક્ષ)ને સંપૂર્ણ સિદ્ધ કર્યો છે તેવા સિદ્ધો (સિદ્ધ થયેલા તીર્થંકરો) મને સિદ્ધિપદ આપો. – શબ્દજ્ઞાન : સિદ્ધાણં - સિદ્ધિપદને પામેલાને પારગયાણં પાર પામેલાઓને લોઅગ્ગ - લોકના અગ્રભાગને નમો - નમસ્કાર થાઓ સવ્વસિદ્ધાણં - સર્વ સિદ્ધોને વિ દેવો પણ દેવ (સ્વામી) પંજલી - અંજલી કરેલા તં દેવદેવ - તે દેવોના દેવ સિરસા વંદે - મસ્તક વડે વાંદુ છું મહાવીર - મહાવીરસ્વામીને ઇક્કો વિ - એક પણ જિણવર - જિનવરોમાં - - - વક્રમાણસ વર્ધમાન સ્વામીને સાગરાઓ - સમુદ્રથી નર વ નર, પુરુષને કે ઉજ્જિત - ઉજ્જયંત, ગિરનાર દિક્ખા - દિક્ષા કલ્યાણક નિસીહિઆ - મોક્ષ કલ્યાણક ધર્મીચક્કવટ્ટિ - ધર્મ ચક્રવર્તીને નમંસામિ - નમસ્કાર કરું છું દસ દો અ દશ અને બે જિણવરા - જિનેશ્વરો પરમટ્ઝ - પરમાર્થથી અટ્ઠા - કાર્યો જેમના સિદ્ધિ - સિદ્ધિ, મોક્ષ(ને) – વિવેચન : . - બુદ્ધાણં - સ્વયં બોધ પામેલાને પરંપરગયાણં પરંપરાને પામેલાને ઉવગયાણં - પામેલાઓને સયા સદા, હંમેશાં જો દેવાણ - જે દેવોના જં દેવો જેને દેવતાઓ નમંસંતિ - નમસ્કાર કરે છે મહિઅં (ઇન્દ્ર વડે) પૂજાયેલ - - નમુક્કારો - નમસ્કાર વસહસ્સ વૃષભ સમાન સંસાર - સંસાર રૂપ તારેઇ - તારે છે નારિ વા અથવા નારી, સ્ત્રીને સેલ-સિહરે - પર્વતના શિખર પર નાણું - કેવળજ્ઞાન કલ્યાણક જસ્ટ, તં - જેમના, તે - અરિનેમિ - અરિષ્ટનેમિ પ્રભુને ચત્તારિ-અટ્ઠ - ચાર વંઢિયા - વંદાએલા ચઉવ્વીસં - ચોવીશને નિષ્ઠિ - સિદ્ધ થયા છે સિદ્ધા - સિદ્ધો, સિદ્ધ થયેલા મમ દિસંતુ - મને આપો - (૫) આઠ (સંખ્યા) જે સૂત્રોમાં સિદ્ધોની સ્તુતિ મુખ્ય છે, તે ‘સિદ્ધ થુઈ’, તે ‘સિદ્ધસ્તવ’ નામે પણ ઓળખાય છે. આરંભના શબ્દોથી ‘સિદ્ધાણંબુદ્ધાણં' નામથી પણ ઓળખાય છે, એવા આ સૂત્રનું શબ્દશઃ વિવેચન અહીં કરાય છે. ♦ સિદ્ધાળું - સિદ્ધોને, સિદ્ધિ ગતિ પામેલા આત્માઓને. ‘સિદ્ધ' શબ્દની વ્યાખ્યા પૂર્વે સૂત્ર-૧ ‘નમો અરિહંતાણં', સૂત્ર-૮ Page #184 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન ૧૮ ૩ ‘લોગસ્સ' અને સૂત્ર-૧૩ નમૂત્થણમાં કરાયેલ છે તે જોવી. - યોગશાસ્ત્ર વિવરણમાં જણાવે છે કે, સિદ્ધ થયેલા અર્થાત જેમ રાંધેલા ભાતને ફરી રંધાવાનું નથી તેમ ગુણોથી સિદ્ધ થયા - પૂર્ણ થયા માટે તે તે વિષયમાં જેઓને કંઈ કરવાનું બાકી નથી તે સિદ્ધોને નમસ્કાર થાઓ એમ વાક્યર્થ જોડવો. (અહીં ‘સિદ્ધ’ શબ્દ એ ગાથાના અંતે આવતા “સિદ્ધ' શબ્દના વિશેષણ રૂપ છે - “જેઓના સર્વે કાર્યો સિદ્ધ થયા છે.” તે અર્થમાં - હવેનું વિવરણ વિશેષ્ય એવા સિદ્ધપદનું છે.) – આવશ્યક વૃત્તિમાં પણ જણાવે છે કે - સિત ધ્યાતિ પામ્ રૂતિ સિદ્ધ ! કર્મરૂપી ઇંધણને બાળી નાંખ્યા છે, તેથી સિદ્ધ કહેવાય છે, એવા સિદ્ધોને. – સિદ્ધો પણ ‘કર્મસિદ્ધ' વગેરે અનેક પ્રકારના કહ્યા છે– - આવશ્યક નિર્યુક્તિ-૯૨૭માં અગિયાર પ્રકારના સિદ્ધો કહ્યા છે– (૧) કર્મસિદ્ધ, (૨) શિલ્પસિદ્ધ, (૩) વિદ્યાસિદ્ધ, (૪) મંત્રસિદ્ધ, (૫) યોગસિદ્ધ, (૬) આગમ સિદ્ધ, (૭) અર્થસિદ્ધ, (૮) યાત્રાસિદ્ધ, (૯) અભિપ્રાયસિદ્ધ, (૧૦) તપસિદ્ધ અને (૧૧) કર્મક્ષય સિદ્ધ. (તેનું વિવેચન આ પ્રમાણે-) (૧) કર્મસિદ્ધ - કોઈ આચાર્યના ઉપદેશ વિના જ પ્રર્વતેલા જેવા કે ભાર ઉપાડવો, ખેતી કરવી, વ્યાપાર કરવો વગેરે કર્મ. તે કર્મમાં “સહ્મગિરિ સિદ્ધની જેમ જે પારંગત હોય તે કર્મસિદ્ધ. (૨) શિલ્પસિદ્ધ :- કોઈ આચાર્યના ઉપદેશથી લોકમાં ચાલેલું સુતાર, લુહાર વગેરેની અનેક કળાઓ રૂપ શિલ્પ અને તે તે શિલ્પમાં કોકાસ સૂત્રધાર(સુતાર)ની જેમ પ્રવીણ હોય તે શિલ્પસિદ્ધ. (૩) વિદ્યાસિદ્ધ :- જાપ હોમ વગેરેથી ફળ આપે અથવા જેની અધિષ્ઠાયિકા દેવી હોય તે વિદ્યા. આર્યખપુટાચાર્યની જેમ જેણે તે સાધી હોય તે. ૦ દૃષ્ટાંત :- આર્યખપુટ નામે એક આચાર્ય હતા. તેનો એક ભાણેજ હતો. બાલ્યવયનો હતો. તેણે સાંભળી-સાંભળીને વિદ્યા ગ્રહણ કરેલ. વિદ્યા સિદ્ધ એવા આચાર્ય તેના ભાણેજને ભૃગુકચ્છ નગરે કોઈ સાધુ પાસે મૂકીને પછી ગુરુશસ્ત્ર નગરે ગયા. તે નગરમાં કોઈ પરિવ્રાજક સાધુ સાથે વાદમાં હારીને દુઃખી થઈને મૃત્યુ પામેલ. મૃત્યુ પામીને ગુડશસ્ત્ર નગરમાં વ્યંતર થયેલો. તેણે ત્યાં રહેલા સાધુઓને ઉપસર્ગ કરવાનું શરૂ કરેલ. આર્ય ખપૂટાચાર્ય ત્યાં ગયા. ત્યાં જઈને તેણે વ્યંતરના કાનોમાં ઉપાહ લટકાવી દીધા. પછી લોકોને લઈને ત્યાં આવ્યા, ત્યારે તે વ્યંતર બધાંને લાકડી વડે મારતો પાછળ દોડવા લાગ્યો. લોકો પગે પડીને પોતાને મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યા. ત્યારે આર્યખપૂટે તે વ્યંતરને પોતાની વિદ્યાના પ્રભાવથી અંકુશમાં રાખ્યો. એ જ રીતે આહાર લાલસાને કારણે બુદ્ધ સાધુ થઈ ગયેલ તે પોતાની Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ વિદ્યાથી પાત્રાને આકાશમાં તરતા મૂકી ઉપાસકોના ઘરમાંથી આહારના પાત્રો ભરીને પાછા લઈ લેતો હતો. તેનાથી પરેશાન થયેલા લોકોએ ખyટાચાર્યને બધી વાત કરી. ત્યારે ખપુટાચાર્યએ આકાશમાં પાષાણની સ્થાપના કરી. તેના લીધે બધાં જ પાત્રા ભાંગી ગયા. તે બાળ સાધુ ભયભીત થઈને ભાગી ગયો. આવી અનેક પ્રકારે ખપુટાચાર્યએ વિદ્યાસિદ્ધિથી શાસનનો મહિમા વધાર્યો. (૪) મંત્રસિદ્ધ :- જાપ કર્યા વિના જ પાઠ માત્રથી ફળ આપે અથવા જેનો અધિષ્ઠાયક દેવ હોય તે મંત્ર. જેણે તે સાધ્યો હોય તે મંત્રસિદ્ધ. (૫) યોગસિદ્ધ :- અનેક ઔષધિ ભેગી કરીને બનાવેલા લેપ-અંજન વગેરે યોગ. તેમ કરવામાં જે સિદ્ધ હોય તો યોગ સિદ્ધ. દષ્ટાંત :- દેવશર્મા નામે કુલપતિ ૪૯૯ તાપસોથી પરિવરેલો હતો તે કુલપતિ સંક્રાંતિ આદિ પર્વને દિવસે પોતાની પ્રભાવના કરવા સર્વ તાપસો સહિત પારલેપ વડે કૃષ્ણ નદીને ઉતરીને અચલપુર આવતો હતો. લોકો તેના આ અતિશયથી વિસ્મય પામીને તેની વિશેષ પ્રકારે ભક્તિ કરતા હતા. તેમજ શ્રાવકોની નિંદા કરતા કે તમારા ગુરુમાં આવી શક્તિ નથી. ત્યારે શ્રાવકોએ આર્યસમિતને તે વાત કરી. તેમણે કહ્યું કે તેઓ માયાકપટથી પારલેપ કરીને નદી પાર ઉતરે છે. તમે તાપસોને ભોજન માટે નિમંત્રણ આપો. તેના પગનો પારલેપ ધોઈ નાંખો. પછી તાપસો નદીને પાર કરીને જઈ શકશે નહીં. ત્યારે શ્રાવકોએ તેમ કરતા તાપસી પાદલપના અભાવે નદીમાં ડૂબવા લાગ્યા, તેથી લોકોમાં ઘણી જ અપભ્રાજના પામ્યા. આ અવસરે તેમને પ્રતિબોધવા આર્યસમિત સૂરિ ત્યાં આવ્યા. તેમણે સમગજનની સમક્ષ નદીને કહ્યું કે, હે કૃષ્ણા નદી ! અમે સામે કાંઠે જવા ઇચ્છીએ છીએ. તે વખતે કૃણા નદીના બંને કાંઠા એક થઈ ગયા. તે જોઈને લોકો તથા તાપસો વિસ્મય પામ્યા. પછી બધાં તાપસોએ દીક્ષા લીધી. (૬) આગમસિદ્ધ :- આગમ એટલે દ્વાદશાંગીરૂપ પ્રવચન. તેમાં અસાધારણતયા સંપૂર્ણ અર્થોના બોધવાળા હોય તે આગમ સિદ્ધ. (૭) અર્થસિદ્ધ :- અર્થ એટલે ધન. તે “મમ્મણીની જેમ જેને પુષ્કળ પ્રમાણમાં સિદ્ધ થયું હોય તે અર્થ સિદ્ધ. (૮) યાત્રાસિદ્ધ - જળ માર્ગ કે સ્થળ માર્ગે “તુંડિકાની જેમ જેની મુસાફરી નિર્વેિદનપણે સંપૂર્ણ થતી હોય તે યાત્રાસિદ્ધ કહેવાય. (૯) અભિપ્રાયસિદ્ધ :- કરવા ધારેલા કાર્યોને અભયકુમારની જેમ ધાર્યા પ્રમાણે સિદ્ધ કરે તે અભિપ્રાય સિદ્ધ. (૧૦) તપસિદ્ધ - દૃઢપ્રહારી મહાત્માની જેમ જેને સર્વોત્કૃષ્ટ તપ કરવાનું સામર્થ્ય પ્રગટ્યું હોય તે તપસિદ્ધ. (૧૧) કર્મક્ષયસિદ્ધ :- જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને મૂળમાંથી નાશ કરવા દ્વારા “મરૂદેવા માતાની જેમ સિદ્ધ થાય તે કર્મક્ષયસિદ્ધ. Page #186 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન ૧૮૫ - અહીં ‘સિદ્ધ' શબ્દમાં આ કર્મક્ષય સિદ્ધને ગ્રહણ કરવાના છે. અન્ય દશ પ્રકારના સિદ્ધોનું ગ્રહણ કરાયેલ નથી. તેથી ‘સિદ્ધાણં' શબ્દથી કર્મક્ષયથી સિદ્ધ એવા સિદ્ધોને જ નમસ્કાર કરવામાં આવેલ છે. - સિદ્ધાવસ્થા એ આત્માનું પરમ વિશુદ્ધ સ્વરૂપ છે. તેની પ્રાપ્તિ અંગે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે – પ્રવાહની અપેક્ષાએ દીર્ધકાળની સ્થિતિવાળા આઠ પ્રકારના બાંધેલા કર્મને ધ્યાનરૂપ અગ્નિ વડે જેણે બાળી નાંખ્યાં છે, એવા “સિદ્ધ'ને સિદ્ધપણું પ્રાપ્ત થાય છે. – સિદ્ધ થયેલા જીવોનો ‘કર્મક્ષયથી સિદ્ધ' એવો અર્થ કર્યો. પરંતુ તેનો પણ જુદી જુદી રીતે બાર ભેદે વિચાર કરતા તત્ત્વાર્થ સૂત્રના અધ્યાય-૧૦ના સૂત્ર-૭માં આ પ્રમાણે જણાવેલ છે– (૧) ક્ષેત્ર, (૨) કાળ, (૩) ગતિ, (૪) લિંગ, (૫) તીર્થ, (૬) ચારિત્ર, (૭) પ્રત્યેકબુદ્ધબોધિત, (૮) જ્ઞાન, (૯) અવગાહના, (૧૦) અંતર, (૧૧) સંખ્યા અને (૧૨) અલ્પ બહત્ત્વ - આ બાર બાબતોથી સિદ્ધના જીવોનો વિચાર થઈ શકે છે. આ બારે બાબતો કિંચિત્ વિસ્તારથી આ પ્રમાણે કહી શકાય(૧) ક્ષેત્ર-મનુષ્યલોકમાંથી સિદ્ધ થાય છે. (૨) કાળ - બધાં કાળમાં સિદ્ધ થાય છે. (આ વિધાન મહાવિદેહ ક્ષેત્રને આશ્રીને છે. ભરત, ઐરવતમાં જે-તે તીર્થંકરનો શાસનકાળ જ્યાં સુધી પ્રવર્તતો હોય ત્યાં સુધી મોક્ષ માર્ગ ચાલુ રહે છે.). (૩) ગતિ - કોઈ પણ જીવનું મોક્ષગમન મનુષ્ય ગતિમાંથી જ થાય છે. (૪) લિંગ - સ્વલિંગ (જૈન-દીક્ષા)વાળા, પરલિંગ (તાપસ આદિ) અને ગૃહલિંગ (ગૃહસ્થો) પણ “સિદ્ધ થાય છે (૫) તીર્થ - તીર્થને આશ્રીને સિદ્ધોના બે ભેદો છે. તીર્થ ચાલુ હોય ત્યારે સિદ્ધ થનારા. જેને તીર્થ સિદ્ધ કહે છે. જેમકે ભ૦ મહાવીરના તીર્થમાં જંબુસ્વામી વગેરે. તીર્થ વિદ્યમાન ન હોય ત્યારે (તીર્થ સ્થાપના પૂર્વે અને ભગવંતના કેવળજ્ઞાન પછી.) પણ સિદ્ધ થાય - જેમકે - મરૂદેવા માતા કે જેને અતીર્થ સિદ્ધ કહે છે. (૬) ચારિત્ર - ચારિત્રના સામાયિક, છેદોપસ્થાપનીય આદિ પાંચ ભેદો છે. તેમાં પાંચમાં યથાખ્યાત ચારિત્ર યુક્ત જીવ જ સિદ્ધ થાય છે. (૭) પ્રત્યેકબુદ્ધબોધિત - બે પ્રકારના જીવોની મોક્ષગમન સંભાવના કહી છે. પ્રત્યેક બુદ્ધ - જે પોતાની જ્ઞાનશક્તિથી બોધ પામે છે અને સિદ્ધ થાય છે. જ્યારે બીજા બુદ્ધબોધિત કહ્યા છે. જેઓ બીજાનો ઉપદેશ પામીને જ મોક્ષે જાય. (૮) જ્ઞાન - વર્તમાનકાળની દૃષ્ટિથી માત્ર કેવળજ્ઞાનવાળાને જ સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે. | (૯) અવગાહના - એટલે ઊંચાઈ. જે અવગાહનાથી જીવ “સિદ્ધ થાય તેની બે તૃતીયાંશ અવગાહના મોલમાં હોય છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ (૧૦) અંતર - સિદ્ધના અંતરની દૃષ્ટિએ બે ભેદો છે - નિરંતર સિદ્ધ અને સાંતર સિદ્ધ. જ્યારે એક જીવ સિદ્ધ થાય પછી અનંતરપણે (તુરંત જ ) બીજો જીવ સિદ્ધ થાય તેને નિરંતરસિદ્ધ કહેવાય છે. જો એક જીવ સિદ્ધ થાય પછી અમુક સમય ગયા બાદ બીજો જીવ સિદ્ધ થાય તો તેને સાંતર સિદ્ધ કહેવાય છે. આવું અંતર બે જીવના સિદ્ધત્વ વચ્ચે જઘન્યથી એક સમય હોય છે. ઉત્કૃષ્ટથી છ માસ હોય છે. (૧૧) સંખ્યા - સંખ્યાની દૃષ્ટિએ એક સમયમાં જઘન્યથી એક જીવ સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી એકસો આઠ જીવો સિદ્ધ થઈ શકે છે. (૧૨) અલ્પબદુત્ત્વ - સિદ્ધનો જે અગિયાર બાબતે વિચાર કર્યો તે ભેદોમાંથી તે - તે બાબતે જે ન્યૂનાધિકતાનો વિચાર કરવો તેને અલ્પબહુત્વ સંબંધી વિચારણા કહે છે. ૦ સિદ્ધના પંદર ભેદો : અહીં કર્મક્ષયથી સિદ્ધ થયેલા એવા સિદ્ધોની વિચારણા જ ચાલે છે પણ તેમના સિદ્ધત્વની પ્રાપ્તિની દૃષ્ટિએ જીવાજીવાભિગમ, પન્નવણા આદિ આગમસૂત્રોમાં પંદર પ્રકારે તેનો ભેદો વર્ણવાયેલા છે. (૧) તીર્થ સિદ્ધ, (૨) અતીર્થ સિદ્ધ, (૩) તીર્થકર સિદ્ધ, (૪) અતીર્થકર સિદ્ધ, (૫) સ્વયંબુધ સિદ્ધ, (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ, (૭) બુદ્ધબોધિત સિદ્ધ, (૮) સ્ત્રીલિંગ સિદ્ધ, (૯) પુરૂષલિંગ સિદ્ધ, (૧૦) નપુંસકલિંગ સિદ્ધ, (૧૧) સ્વલિંગ સિદ્ધ, (૧૨) અન્યલિંગ સિદ્ધ, (૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધ, (૧૪) એક સિદ્ધ, (૧૫) અનેક સિદ્ધ. – આ પંદર સિદ્ધભેદોનું વિવેચન પૂર્વે થઈ ગયેલ છે. જેને અતિ સંક્ષેપથી અહીં નોંધેલ છે. (૧) તીર્થ સિદ્ધ - તીર્થની વિદ્યમાનતામાં સિદ્ધ થયેલ જીવ. (૨) અતીર્થ સિદ્ધ - તીર્થની વિદ્યમાનતા વિના (તીર્થ સ્થાપના પૂર્વે) જે જીવ સિદ્ધ થાય છે. જેમકે મરૂદેવા માતા. – દૃષ્ટાંત : જ્યારે ભગવંત ઋષભદેવને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે પુત્ર ઋષભના વિરહમાં રડી-રડીને અંધ થયેલા મરૂદેવા માતાને લઈને ચક્રવર્તી ભરત સમવસરણ તરફ ચાલ્યા. તે વખતે દેવદુંદુભિનો નાદ ધ્વનિત થઈ રહ્યો હતો. દેવોનું આવાગમન થતું હતું. ભગવંત ઋષભની અતિશયજન્ય અનન્યઋદ્ધિ વર્તતી હતી. પરમાત્માનો દિવ્ય વૈભવ તથા ધર્મકથાના શ્રવણથી રોમાંચિત થયેલા મરુદેવા માતાને આનંદના અશ્રુઓ આવી ગયા. તે અશ્રુઓથી નેત્રમાં પૂર્વે બાઝેલા પડલ ધોવાઈ ગયા. પ્રભુની વિશિષ્ટ ઋદ્ધિ અને પ્રાતિહાર્યો જોઈને મરુદેવા માતાને થયું કે મોહથી વિહળ બનેલા પ્રાણીને ધિક્કાર છે, સ્નેહને પણ ધિક્કાર છે, એ રીતે શુક્લ ધ્યાનની ધારાએ ચડેલા મરુદેવા માતાને તુરંત કેવળજ્ઞાન થયું. ત્યાં જ આયુષ્ય પૂર્ણ થતા સિદ્ધત્વને Page #188 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન ૧૮૭ પામ્યા. (૩) તીર્થંકર સિદ્ધ - તીર્થંકર થઈને સિદ્ધ થાય તે. (૪) અતીર્થકર સિદ્ધ - સામાન્ય કેવળીરૂપે સિદ્ધ થાય તે. (૫) સ્વયંબુદ્ધ સિદ્ધ - સ્વયંબોધ પામીને સિદ્ધ થાય તે. (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ - કોઈ નિમિત્ત પામી પ્રત્યેકબુદ્ધપણે સિદ્ધ થાય. – દૃષ્ટાંત :- પ્રત્યેકબુદ્ધ વારત્રક. વારત્તપુર નગરે અભયસેન રાજા હતો. તેને વાત્રક નામે મંત્રી હતો. કોઈ વખતે ધર્મઘોષ નામે મુનિ વિચરણ કરતા વારત્તપુર આવ્યા. તે મુનિ એષણાસમિતિનું પાલન કરતા-કરતા ગૌચરી માટે ભ્રમણ કરી રહ્યા હતા. વારત્રક મંત્રીના ઘેર પહોંચ્યા. મંત્રી પત્નીએ ઘી-સાકર સહિતની ખીરનું પાત્ર ઉપાડ્યું. વહોરાવવા જતા એક બિંદુ ભૂમિ પર પડ્યું “આ ભિક્ષા છર્દિત દોષ વડે દૂષિત થયેલી છે' તેમ જાણીને મુનિ ત્યાંથી નીકળી ગયા. વારત્રક મંત્રીને થયું કે આ મુનિ વહોર્યા વિના કેમ નીકળી ગયા હશે ? આવો વિચાર કરે છે ત્યાં ખીરના બિંદુને ચાટવા માખી આવી. માખીને પકડવા ગરોળી દોડી. ગરોળીનો વધ કરવા કાકીડો દોડ્યો. કાકીડાનું ભક્ષણ કરવાને બિલાડી આવી. તેની પાછળ કુતરો દોડ્યો. બે કુતરા વચ્ચે ભયંકર કલહ થયો. તે બંને કૂતરાના સ્વામીઓ લડવા લાગ્યા. આ બધું વાત્રક મંત્રીએ પ્રત્યક્ષ જોયું. ત્યારે મંત્રીને થયું કે ખરેખર ! અરિહંત દેવોએ ધર્મને સારી રીતે જોયો છે ! આ ધર્મ અતિ મનોહર છે. ભગવંત વિના આવો હિતકર ઉપદેશ કોણ આપી શકે ? આવા વિચારોની ધારાએ મંત્રી સંસારથી વિમુખ બન્યા. વૈરાગ્ય જાગૃત થયો. જાતિસ્મરણ જ્ઞાન થયું. સમ્યક્તયા બોધ પામેલા અને પૂર્વભવના સાધુપણાના સંસ્કારો જાગૃત થવાથી પ્રત્યેકબુદ્ધ થયા. દીક્ષા અંગીકાર કરી. (દેવતાએ તેમને સંયમના ઉપકરણ અને મુનિ વેશ આપ્યો.) કાળક્રમે પ્રત્યેકબુદ્ધ વાત્રક સિદ્ધિગતિને પામ્યા અને સર્વ કર્મોથી મુક્ત થયા. (૭) બુદ્ધબોધિત સિદ્ધ - આચાર્યાદિકથી બોધ પામીને સિદ્ધ થાય તે. (૮) સ્ત્રીલિંગ સિદ્ધ - સ્ત્રીપણું પામી ચંદનબાલા આદિની જેમ સિદ્ધ થાય. (૯) પુરુષલિંગ સિદ્ધ - પુરુષપણું પામીને જંબૂસ્વામી આદિ માફક સિદ્ધ થાય તે. (૧૦) નપુંસકલિંગ સિદ્ધ - ગાંગેયની જેમ નપુંસકલિંગ સિદ્ધ થાય તે. (૧૧) સ્વલિંગ સિદ્ધ - સાધુવેશમાં સિદ્ધ થાય તે. (૧૨) અન્યલિંગ સિદ્ધ - વલ્કલચીરીની માફક અન્ય વેશે સિદ્ધ થાય તે. (૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધ - ગૃહસ્થપણામાં સિદ્ધ થાય તે. - આ વિષયમાં મરુદેવા માતાની કથા તો પ્રસિદ્ધ છે જ. (૧૪) એક સિદ્ધ - એક સમયે એક જ જીવ સિદ્ધ થયો હોય તે. (૧૫) અનેક સિદ્ધ - એક સમયે એકથી વધુ જીવો સિદ્ધ થયા હોય તે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ આ પ્રમાણે ગાથાને અંતે આવતા “સબૂસિદ્ધોની વિવેચના જાણવી. • યુદ્ધvi - બુદ્ધોને. જેઓએ સર્વભાવ જાણ્યા છે તેને - ‘સિદ્ધાણં' પદની માફક “બુદ્ધાણં' પદ “સબૂસિદ્ધો'ના વિશેષણરૂપે જાણવું. કેમકે સર્વે સિદ્ધો સિદ્ધ છે - બુદ્ધ છે ઇત્યાદિ ભાવ અહીં રહેલો છે. – વસ્તુનું યથાર્થ તત્ત્વ જેમણે જાણ્યું છે તે “બુદ્ધ' કહેવાય છે. – વસ્તુનું યથાર્થ તત્ત્વ કેવળજ્ઞાન વડે જ જાણી શકાય છે. તેથી બુદ્ધ એટલે કેવળજ્ઞાની એવો અર્થ સમજવો જોઈએ. – યોગશાસ્ત્ર વિવરણમાં જણાવે છે કે - “અજ્ઞાનરૂપ નિદ્રામાં ઊંઘતા જગતમાં બીજાના ઉપદેશ વિના જીવાદિ સ્વરૂપ જાણીને બોધ પામેલા અર્થાત્ બોધ પાખ્યા પછી કર્મોનો સર્વથા ક્ષય કરી જેઓ સિદ્ધ થયા, તેમને – આવશ્યક વૃત્તિમાં જણાવે છે કે, “જેમણે સમગ્ર તત્ત્વોને અવિપરિતપણે જાણી લીધા છે તે “બુદ્ધો' કહેવાય છે. આ દૃષ્ટિએ “બુદ્ધ' એટલે “સર્વજ્ઞ'. થાય તેમ સમજી લેવું જોઈએ. – ‘યુદ્ધ' શબ્દનો અર્થ આગમોમાં આ પ્રમાણે જોવા મળે છે– – પ્રજ્ઞાપના વૃત્તિ - બુદ્ધ એટલે આચાર્ય, અથવા સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવ બોધરૂપ તે બુદ્ધ. (જો કે અહીં બુદ્ધનો આચાર્ય અર્થ માન્ય નથી.) - દશવૈકાલિક વૃત્તિ – જેણે તત્ત્વને જાણ્યું કે પામ્યું છે તે. – ઉત્તરાધ્યયન વૃત્તિ - જેણે વસ્તુ તત્ત્વ જે જાણ્યું છે તેવા ગુરુ. – સૂયગડાંગ વૃત્તિ - જેણે વસ્તુ તત્ત્વને જાણેલ છે તેવા સર્વજ્ઞ અથવા બુદ્ધ એટલે ત્રણે કાળને જાણનાર. – ભગવતી વૃત્તિ - જીવાદિ તત્ત્વના જ્ઞાતા કે જ્ઞાનવાનું તે બુદ્ધ. – સ્થાનાંગ વૃત્તિ - તત્વના જ્ઞાનથી યુક્ત કે બોધયુક્ત તે બુદ્ધ, – અજ્ઞાનરૂપી નિદ્રામાં સુતેલા એવા જગતમાં બીજાના ઉપદેશ રહિતપણે જીવાદિરૂપ તત્ત્વોનો બોધ પામેલ એવા તે બુદ્ધ. • પારાયાણં - પારગતોને, પાર પામેલાઓને. – સર્વસિદ્ધોનું આ ત્રીજું વિશેષણ દર્શાવી નમસ્કાર કરાયો છે. – આવશ્યક વૃત્તિકાર તથા યોગશાસ્ત્ર વિવરણકર્તા જણાવે છે કે- કેટલાક અન્યતીર્થિઓનો એવો મત છે કે, સિદ્ધો સિદ્ધપણામાં સંસારને અને નિર્વાણને છોડીને રહે છે. તે માટે તેઓ કહે છે કે ત્રણ ભુવનની આબાદીને માટે જેઓ નથી સંસારમાં સ્થિર કે નથી નિર્વાણમાં સ્થિર અને લોકો જેનું સ્વરૂપ જાણી શકતા નથી, તેઓ અચિંત્ય ચિંતામણી રત્નથી પણ અધિક મહાનું છે.” આ મતનું ખંડન કરતા સૂત્રકાર અહીં ‘સિદ્ધોનું વિશેષણ “પારગત' હોવાનું જણાવે છે. તેની વ્યાખ્યા કરતા શ્રીમાન્ હરિભદ્રસૂરિજી આવશ્યક વૃત્તિ તથા લલિત વિસ્તરામાં કહે છે કે Page #190 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન ૧૮૯ સંસારના પારને પામેલા અથવા સર્વ પ્રયોજનો સંપૂર્ણ થવાથી પ્રયોજનના અંતને પામેલા છે માટે તે “પારગત' કહેવાય છે. – આ પારગત શબ્દનો એક અર્થ છે “અપુનર્ભવે સંસારને તરી ગયેલા” અર્થાત્ જેઓને ફરી સંસારમાં આવવાનું નથી તેવા. • પરંપરાલા - પરંપરાને પામેલાને, આત્મવિકાસ ક્રમે મોક્ષે ગયેલા. – આ પણ સર્વેસિદ્ધોના વિશેષણરૂપે યોજાયેલ પદ છે. – જેઓ ગુણસ્થાનની ક્રમ પરંપરા પ્રાપ્ત કરીને મોક્ષે પહોંચેલા છે તે. – આવશ્યક વૃત્તિકાર તથા યોગશાસ્ત્ર વિવરણકત જણાવે છે કે પૂર્વે “પારગત” એવું વિશેષણ મૂક્યું તેમના માટે કેટલાંક યદચ્છાવાદીઓ કહે છે કે, “જેમ કોઈ દરિદ્રને એકાએક રાજ્ય મળી જાય, તેમ જીવ આકસ્મિક સિદ્ધ થાય છે. તેમાં ક્રમ જેવું કંઈ હોતું નથી.” તેઓના આ મતનું ખંડન સૂત્રકારે “પરંપરગય' શબ્દથી કર્યું છે. – એક પછી બીજું, બીજા પછી ત્રીજું એમ જે ક્રમસર ગોઠવાયેલું હોય છે તેને “પરંપર' કહેવાય છે. પરંપરાનો અર્થ હાર કે શ્રેણિ એવો થાય છે. અહીં “પરંપરાગત’ શબ્દ ગુણઠાણાની શ્રેણિને આશ્રીને પ્રયોજાયેલ છે. - યોગશાસ્ત્ર વિવરણમાં જણાવે છે કે, આ પરંપરા (ક્રમ) એટલે ચૌદ ગુણસ્થાનકના ક્રમે આત્મવિકાસ અથવા કથંચિત્ કર્મોનો ક્ષયોપશમ થવો, વગેરે સામગ્રીના યોગે સમ્યગ્ગદર્શનની પ્રાપ્તિ થવી તે. સગર્ દર્શનથી સખ્યમ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સમ્યગ જ્ઞાનથી સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એ રીતે ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિરૂપ ક્રમથી - પરંપરાથી સિદ્ધ થનારને. – આત્મા નિગોદ અવસ્થામાંથી નીકળે અને મોક્ષાવસ્થા સુધી પહોંચી સિદ્ધત્વ પ્રાપ્ત કરે, ત્યાં સુધીમાં તે અનેકાનેક ભૂમિકાઓમાંથી પસાર થાય છે, આત્મા ક્રમિક વિકાસને સાધતો સ્વઉત્કર્ષ પ્રાપ્ત કરે છે. આ ક્રમિકતાને શાસ્ત્રકારોએ ચૌદ તબક્કાઓમાં વિભાજીત કરી છે. (ચૌદ તબક્કા લોકપ્રસિદ્ધ છે. પરંતુ તત્વાર્થાધિગમ સૂત્રમાં તેનું વર્ણન થોડું જુદુ રીતે થયું છે.) આ ચૌદ તબક્કાઓને ગુણસ્થાનક કહેવાય છે તે આ પ્રમાણે છે– (૧) મિથ્યાષ્ટિ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરતિસાગૃષ્ટિ, (૫) દેશવિરતિ, (૬) સર્વવિરતિ-પ્રમત, (૭) અપ્રમત્ત, (૮) અપૂર્વકરણ, (૯) અનિવૃત્તિ, (૧૦) સૂક્ષ્મસંપરાય, (૧૧) ઉપશાંત મોહ, (૧૨) ક્ષીણમોહ, (૧૩) સયોગીકેવળી, (૧૪) અયોગી કેવળી. કર્મગ્રંથો તથા આગમસૂત્રવૃત્તિમાં આ સ્થાનકોનું વિસ્તૃત વર્ણન છે, તેમાંથી કેટલીક બાબતોને અત્રે સ્થાન આપેલ છે. (૪) અવિરતિ સમ્યગૃષ્ટિ - આ ગુણસ્થાનકે સમ્યકત્વ કે સગર્ દર્શનની પ્રાપ્તિ થાય છે. આત્માનો વિકાસ સમ્યક્ત્વ પ્રાપ્ત પર્યન્ત પહોંચે ત્યારપછી સાયિક ભાવે આ ગુણ પ્રાપ્ત થયો હોય તો તે આત્મા નિકટ ભવે કે તે જ ભવે સિદ્ધ થાય Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ છે. પરંતુ જો આવો વિકાસ શાયોપથમિક ભાવે થયો હોય તો વધુમાં વધુ અર્ધ પુગલ પરાવર્તન કાળમાં તે જીવ સિદ્ધ અવસ્થાને પામે છે. (૫) દેશવિરતિ - સમ્યકત્વ ગુણ પછી આત્મા કંઈક અંશે પણ જો હિંસા, મૃષા, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી અટકે તો તેને દેશવિરતિ નામક ગુણસ્થાન કહે છે. જેમાં તે અગારધર્મ પાળતો શ્રાવક બને છે. (૬) સર્વવિરતિ-પ્રમત્ત - જો જીવ સર્વથા હિંસા-મૃષા આદિથી અટકે તો તેને સર્વવિરતિ ગુણ સ્થાન કહે છે. જેમાં જીવ અણગાર ધર્મનું પાલન કરતા એવા સાધુપણાને પામે છે. પણ આ ગુણસ્થાનને વિકલ્પ પ્રમત્ત’ ગુણસ્થાન એટલા માટે કહ્યું છે કે, અહીં તે શ્રમણપણું તો પામે છે પણ પ્રમાદરહિત અવસ્થાને હજી પ્રાપ્ત કરી હોતી નથી. (૭) અપ્રમત્ત - આ ગુણસ્થાને જીવ અપ્રમાદીભાવને ધારણ કરે છે. જેના કારણે પ્રમાદના નિમિત્તે થતી હિંસા-મૃષા આદિથી સર્વથા નિવૃત્ત થાય છે. તે અપ્રમત્તશ્રમણ બને છે. અપ્રમત્ત ભાવ ધારણ કરેલ આત્માનો તેથી પણ આગળ વિકાસ થાય ત્યારે સપક અથવા ઉપશમ શ્રેણિ રૂપ ગુણ શ્રેણિએ આગળ વધે છે. જો ઉપશમશ્રેણિ રૂપ ગુણશ્રેણિએ આગળ વધે તો “ઉપશાંતમોહ” નામક અગીયારમાં ગુણસ્થાને અટકે છે. ત્યાંથી તેનો આત્મવિકાસ અટકે છે કે નીચો ઉતરે છે અર્થાત્ તે અગીયારમાં ગુણસ્થાનથી નીચે પડે છે. પણ જો તે ક્ષપકશ્રેણિરૂપ ગુણશ્રેણિએ જીવ આગળ વધે તો વીતરાગ ભાવ સુધી પણ પહોંચે છે. જેને “ક્ષીણમોહ' નામક બારમું ગુણસ્થાન કહે છે. આ બારમાં ગુણસ્થાનકને અંતે જીવ વીતરાગતા પ્રાપ્ત કરે છે, જેને તેરમા ગુણઠાણે “સયોગકેવલી" કહે છે. જીવ ચાર ઘાતકર્મો અર્થાત્ છાઘસ્થિક કર્મોનો સર્વથા ક્ષય કરી કેવળજ્ઞાની તો બની જાય છે. પણ તેના મન, વચન, કાયરૂપ ત્રણ યોગ હજી પ્રવર્તતા હોય છે. જ્યાં સુધી આ ત્રણ યોગ વર્તતા હોય ત્યાં સુધી યોગસહિત હોવાથી “સયોગીકેવલી' કહેવાય છે. પણ મોક્ષને પામતો નથી. ત્યારપછી જ્યારે આ ત્રણે યોગથી પણ જીવ રહિત બને, તેને મન, વચન, કાયારૂપ યોગનો અભાવ થતા તે અયોગી કેવલી બને છે ત્યારપછી તે ‘સિદ્ધ' અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ રીતે ક્રમિક આત્મવિકાસથી સિદ્ધ થતા હોવાથી તેમને “પરંપરગત” એમ કહેવામાં આવ્યા છે. ૦ નોકWામુવા - લોકના અગ્રભાગે ગયેલાઓને. – આ પદ પણ “સર્વસિદ્ધોના વિશેષણરૂપે પ્રયોજાયેલ છે. – આવશ્યક સૂત્ર વૃત્તિ તથા યોગશાસ્ત્ર વિવરણ આદિમાં અન્યતીર્થંકોનો મત ટાંકીને કહે છે કે, “આ સિદ્ધો સિદ્ધસ્થાને નહીં પણ અનિયત સ્થાને રહેલા છે.” તેઓ કહે છે કે, જ્યાં આત્માના (સંસાર કે અજ્ઞાનરૂપ) કુલેશોનો નાશ થાય, Page #192 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન ૧૯૧ તેનું વિજ્ઞાન સ્થિર રહે છે, કલેશોનો સર્વથા નાશ થવાથી સંસારમાં તેને કદાપિ લેશમાત્ર બાધા થતી નથી. તેમની આ માન્યતાનું નિરસન કરતા સૂત્રકારે અહીં જણાવ્યું કે, “તેઓ લોકના અગ્રભાગે જઈને રહેલા છે.” ૦ નંગ - લોક. “લોક' શબ્દના અનેક અર્થો થાય છે. જેનું વિવરણ સૂત્ર૧ “નવકારમંત્ર' અને સૂત્ર-૮ લોગસ્સ'માં થયેલું છે. વળી આ “લોક' શબ્દ કયા કયા સૂત્રોમાં પ્રયોજાયેલ છે. તેની નોંધ પણ “સંસારદાવાનલ' સૂત્ર-૨૧માં કરાયેલી છે. તે “લોક' શબ્દથી અહીં ચૌદ રાજલોકરૂપ 'લોક' લેવો તે ઇષ્ટ છે જેને 'લોકપુરુષ' પણ કહે છે. ૦ ૩ - લોકાગ્રે ચૌદ રાજલોકના અગ્રભાગે. - લોકપુરુષના મસ્તકને ભાગે જ્યાં ઇષત્ પ્રાગભારા પૃથ્વી આવેલી છે, જેને સિદ્ધશિલા કહે છે ત્યાં ૦ ઉવ - ઉપરનું ક્ષેત્ર, સમીપે અર્થાત્ બીજા કોઈ સ્થળે નહીં. ૦ ગય - (સર્વ કર્મોનો ક્ષય કરીને ત્યાં) જઈને રહેલ -૦- સારાંશ - લોકપુરુષના મસ્તકના ભાગે અથવા ચૌદરાજલોકની ઉપર જ્યાં ઇષત્ પ્રાગભારા પૃથ્વી આવેલી છે, તેને સિદ્ધશિલા કહે છે. ત્યાં સિદ્ધાત્મા સ્થિર થયેલા છે. તેથી આગળ જતા માત્ર આકાશ જ આવેલું છે. જે અલોકાકાશ કહેવાય છે. તેમાં ગતિ સહાયક એવું ધર્માસ્તિકાય નથી કે સ્થિત સહાયક એવું અધમસ્તિકાય નથી. તેથી આત્માની આગળ ગતિ કે સ્થિતિ સંભવતી નથી માટે “લોકના અગ્રભાગે સ્થિત” એવું સિદ્ધો માટેનું વિશેષણ મૂક્યું. – આવશ્યક નિર્યુક્તિ ૯૬૫માં કહ્યું છે કે જ્યાં એક સિદ્ધ આત્મા છે, ત્યાં સંસારનો ક્ષય થવાથી મુક્ત થયેલા બીજા પણ અનંતા સિદ્ધો પરસ્પર બાધા વિના અનંતસુખને અનુભવતા સુખપૂર્વક રહ્યા છે. ૦ પ્રશ્ન :- સર્વ કર્મો ક્ષીણ કરીને સિદ્ધ થયેલા જીવો કયા કારણે અહીંનું સ્થાન છોડીને ત્યાં જાય છે - કોના બળે જાય છે ? ૦ સમાધાન :- પ્રશમરતિ - શ્લોક-૨૯૪માં કહે છે કે (૧) પૂર્વપ્રયોગની સિદ્ધિથી - જેમ ધનુષ્યમાંથી છૂટેલું બાણ પૂર્વપ્રયોગથી સ્વયં આગળ જાય છે, તેમ જીવકર્મથી છૂટતાં જ ઉર્ધ્વગતિ કરે છે. (૨) એરંડાની ફળીમાંથી છૂટતાં જ એરંડાના દાણા ઊંચે ઉછળે છે, તેમ જીવ કર્મબંધનમાંથી છૂટતાં જ ઉર્ધ્વગમન કરે છે. (૩) અસંગથી - માટીથી ખરડાયેલી જળમાં ડૂબેલી તુંબડી માટી ધોવાઈ જતાં તુરંત ઉપર આવે છે. તેમ કર્મમલ ધોવાતાં જ અસંગ બનવાથી જીવ ઉર્ધ્વગતિ કરે છે. - (૪) ગતિ સ્વભાવથી - જીવનો ઉર્ધ્વગમન કરવાનો સ્વભાવ હોવાથી ઉર્ધ્વગતિ કરે છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ ૦ પુન: પ્રશ્ન :- જીવ સિદ્ધિ ક્ષેત્રથી આગળ - ઊંચે, નીચે કે તિર્થ્રો કેમ જતો નથી ? ૦ સમાધાન :- યોગશાસ્ત્ર વિવરણમાં તેનો ઉત્તર આપ્યો છે (૧) ગૌરવ - કર્મનો ભાર કે બોજ છૂટી જવાથી, (૨) નીચે જવામાં કારણરૂપ બોજો કે સંગ નહીં હોવાથી, (૩) ઉપગ્રહ અભાવે - નાવડી જેમ સહાયતાના અભાવે પાણીથી આગળ જઈ શકતી નથી, તેમ મુક્ત જીવ પણ ગતિસહાયક ધર્માસ્તિકાય દ્રવ્યનો ઉપર અલોકમાં અભાવ હોવાથી ઉપર જઈ શકતો નથી. પણ ધર્માસ્તિકાય છે ત્યાં સુધી લોકના અંતે જઈને અટકી જાય છે. (૪) તિર્થંગ્ ગમનમાં કારણભૂત યોગો કે તેનો વ્યાપાર નહીં હોવાથી તિર્જી ગમન પણ કરતો નથી. તેથી સિદ્ધની ગતિ ચૌદરાજલોકના અંત સુધી જ રહે છે. ૦ ગતિ કઈ, ક્યારે, કેમ, ક્યાં ? વગેરે - મનુષ્યભવમાં જ જે પ્રાપ્ત કરવાની યોગ્યતા છે, તેવી સિદ્ધિગતિમાં આત્મા કઈ રીતે પહોંચે છે તે જાણવા માટે ઉર્ધ્વગતિ' ગમનની વાત કહી. કોઈપણ પ્રકારના કર્મબંધનથી રહિત આત્મા તદ્દન ભાર વગરનો બની જવાથી ઉર્ધ્વગતિ કરે છે. આ ગતિ ફક્ત એક સમયની હોય છે અર્થાત્ જ્યારે તે દેહનો ત્યાગ કરે છે ત્યારે ફક્ત એક સમયમાં જ ઉર્ધ્વગતિએ સિદ્ધશિલા પર બિરાજમાન થાય છે. વળી આવી ગતિ કરે ત્યારે અઢીદ્વીપ પ્રમાણ અને ૪૫ લાખ યોજન વિસ્તારવાળા મનુષ્યક્ષેત્રમાં જે સ્થાને તે શરીર ત્યાગ કરે, તે જ સ્થાનેથી સમશ્રેણિએ સીધી ઉર્ધ્વરેખામાં તેના જ અગ્રભાગે ૪૫ લાખ યોજન વિસ્તારવાળી સિદ્ધશિલાએ સ્થિર થાય છે. - આ માટે તુંબડાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. માટીના લેપ ચડાવેલું તુંબડુ જેમ માટીના ભારને કારણે પાણીમાં તળીયે બેસી જાય છે. પણ જેમ-જેમ તે માટી પલળતી જાય અને ઉખડતી કે ઓગળતી જાય તેમ તેમ તુંબડુ ધીમે ધીમે પાણીને તળીયેથી ઊંચે ઊંચે જતું જાય છે. જ્યારે માટીનો બધો જ લેપ ઉખડી જાય ત્યારે સ્વાભાવિક રૂપમાં રહેલ તુંબડુ પાણીની સપાટી ઉપર આવી જાય છે. પણ પાણીથી બહાર જઈ શકતું નથી કે નીચે પણ જતું નથી. તેમ આત્મા પણ કર્મોનો લેપ ખસી જતા લોકાગ્રભાગે સ્થિર થાય છે. ત્યાંથી ઊંચે પણ જતો નથી કે નીચે પણ આવતો નથી. - ૭ નો, સા. નમસ્કાર થાઓ, સદા-નિરંતર. આ પદો પૂર્વના સૂત્રોમાં આવી ગયા છે, ત્યાં વિવેચન જોવું. સવ્વસિદ્ધાણં - સર્વ સિદ્ધ ભગવંતોને. સિદ્ધ શબ્દ વિશે આ જ ગાથાના પહેલા સિદ્ધાણં પદમાં વિવેચન થઈ ગયેલ છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન ૧૯૩ - ગાથાના આરંભે પણ ‘સિદ્ધ' શબ્દ છે અને અંતે પણ ‘સિદ્ધ' શબ્દ છે. પણ તેમાં મહત્ત્વનો તફાવત એ છે કે, આરંભે રહેલો સિદ્ધા' શબ્દ વિશેષણ રૂપ છે અને અંતે રહેલો ‘સિદ્ધાપ' શબ્દ વિશેષ્ય રૂપ છે. આરંભના શબ્દનો અર્થ – જેના સર્વ કાર્યો સિદ્ધ થયા છે" તેવા અર્થનો દ્યોતક છે. જ્યારે અંતે રહેલ શબ્દ સિદ્ધ ભગવંતો' અર્થમાં છે. ૦ ગાથાનો સારાંશ :(૧) જેના સર્વ કાર્યો કે પ્રયોજનો સિદ્ધ થયા છે તેવા(૨) જેઓએ સર્વ ભાવોને (કેવલજ્ઞાનથી) જાણ્યા છે તેવા – (૩) જેઓ સંસાર સમુદ્રનો પાર પામ્યા છે તેવા – (૪) જેઓ ગુણસ્થાનોની પરંપરાથી મોક્ષે ગયેલા છે તેવા – (૫) જેઓ લોકના અગ્રભાગે જઈને (હંમેશ માટે) રહ્યા છે તેવા – સર્વ સિદ્ધ-આત્માઓને મારા નિરંતર નમસ્કાર થાઓ. – એ રીતે પ્રથમ ગાથામાં પાંચ વિશેષણોથી સિદ્ધના આત્માઓને નમસ્કાર કરવા પૂર્વક તેઓની ભાવસ્તવના કરાઈ છે. – હવે બીજી ગાથામાં ભગવંત મહાવીરને નમસ્કાર કરાયેલ છે – • ગો - જે. - આ ભગવંત મહાવીર માટે વપરાયેલ સર્વનામ છે. • કેવાણ વિ દેવ - દેવોના પણ દેવ છે, દેવાધિદેવ છે. – ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક. આ ચાર ભેદોથી દેવોની ઓળખ અપાય છે. આ સર્વ પ્રકારના દેવોને પણ જે પૂજ્ય છે તેથી અરિહંત પરમાત્માને દેવોના પણ દેવ કહ્યા છે. નં - જેને (જેઓને) અર્થાત્ જે ભગવંત મહાવીરને. • લેવા - દેવો, પૂર્વ કહ્યા તે સર્વ પ્રકારના ભવનપત્યાદિ દેવો. પંગતી - અંજલિ કરેલા, વિનયપૂર્વક બે હાથની અંજલિ કરીને. – પ્રણામ કરવાને માટે સંપુટ આકારે હાથ જોડવા, તેને અંજલિ કહે છે. લલિત વિસ્તરામાં કહ્યું, “વિનયથી રચેલ કર સંપુટ." • નમસંતિ - નમે છે, નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે. -૦- આ રીતે બીજી ગાથાના પહેલા અને બીજા ચરણમાં ભગવંત મહાવીરની સ્તુતિ રૂપ પદો મૂક્યા પછી ત્રીજા ચરણમાં પણ આ જ રીતે સ્તુતિપદ મૂક્યું - ટેવવેવમહિમ્ર • સં - તેને, તે ભગવંત મહાવીરને • દેવ - દેવોના દેવ અર્થાત્ ઇન્દ્રો, શક્રેન્દ્ર વગેરે(થી) મદિર - પૂજિત, પૂજાએલા. -૦- હવે ચોથા અને છેલ્લા ચરણમાં વિશેષ્યપદ અને ક્રિયાપદ મૂકતા સૂત્રમાં જણાવ્યું કે, સિરસા વે મહાવીર • સિરસા - શિર વડે, મસ્તક વડે, (મસ્તક નમાવીને) [2][3] Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ♦ ૐૐ - હું વંદુ છું, વંદન કરું છું. હું મસ્તક નમાવીને વંદન કરું છું પણ કોને ? ૦ મહાવીર ભગવંત મહાવીરને. ચોવીશમાં તીર્થંકર પરમાત્માને. સૂત્ર-૮ ‘‘લોગસ્સ''માં વહૂમાળ શબ્દથી, સૂત્ર-૧૧ ‘જગચિંતામણિ''માં ર્ શબ્દથી, સૂત્ર-૨૦ ‘કહ્યાણકંદં'માં વન્દ્વમાળ શબ્દથી, સૂત્ર-૨૧ ‘‘સંસારદાવાનલ''માં ર્ શબ્દથી અહીં સૂત્ર-૨૩ ‘‘સિદ્ધાણં બુદ્ધાણં''માં ગાથા-૨માં ‘મહાવીર' શબ્દથી અને ગાથા-૩માં ‘વદ્ધમાણ'' શબ્દથી જે કહેવાયા છે તે ભરતક્ષેત્રની આ ચોવીસીના ચોવીશમાં તીર્થંકર શ્રી મહાવીર. - ‘વર્ધમાન’ શબ્દમાં તેની વિવેચના સૂત્ર-૮માં જોવી. — – આવશ્યકવૃત્તિ અને યોગશાસ્ત્રાદિ ગ્રંથોમાં જણાવે છે કે– ‘‘વીર’’ એટલે જે વિશેષતયા (સર્વથા) કર્મોનું ‘ઈરણ’ અર્થાત્ નાશ કરે તે “વીર' છે - અથવા જે શિવ અર્થાત્ મોક્ષમાં વિરોષતયા પાછા નહીં ફરવા રૂપે જાય તેને - - 'વીર'' કહેવાય છે. - પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ એવા વીરોમાં પણ મહાન્ તે મહાવીર છે. ૦ ગાથાનો સારાંશ : જે દેવોના પણ દેવ અર્થાત્ દેવાધિદેવ છે તે – જેને સર્વે દેવો વિનયપૂર્વક અંજલિ કરી નમે છે તે– – જે દેવોના દેવ (સ્વામી) ઇન્દ્ર દ્વારા પૂજાયેલા છે તેશ્રી મહાવીર સ્વામીને હું મસ્તક નમાવીને વંદું છું. ૦ ગાથામાં વૈવ શબ્દ - (આવશ્યકવૃત્તિ આધારે અર્થ−) બીજી ગાથામાં પાંચ વખત ટેવ શબ્દનો પ્રયોગ થયો છે. પહેલા ચરણમાં વૈવાળ અને તેવો રૂપે. બે વખત, બીજા ચરણમાં વૈવા રૂપે, ત્રીજા ચરણમાં લેવલેવ એમ સાથે બે વખત. તેમાં વૈવાળ અને દેવા બંનેમાં રહેલ ‘દેવ' શબ્દ ભવનપતિ આદિ ચાર નિકાયના સર્વે દેવો માટે વપરાયો છે. વૈવવેવ માં પણ પહેલી વખતનો વેવશબ્દ દેવોના અર્થમાં જ છે. પણ પહેલા ચરણમાં રહેલ તેવો શબ્દ અને વેવલેવમાં બીજી વખતનો વૈવશબ્દ છે તે સ્વામી કે અધિપતિના અર્થમાં વપરાયેલ છે. તેમ છતાં અર્થથી તો આ બંને જુદા પડે છે. તેવો શબ્દમાં રહેલી સ્વામી અર્થથી તીર્થંકર મહાવીરનું ગ્રહણ થયું છે. જ્યારે વૈવવેવ માં રહેલા બીજી વખતના દેવ થી ઇન્દ્ર અર્થ લીધો છે. — -૦- હવે આ સૂત્રની ત્રીજી ગાથાનું વિવેચન અહીં શરૂ કરીએ તે પહેલા આવશ્યકવૃત્તિની નોંધમાં કહ્યું છે કે, (બીજી ગાથામાં) આ પ્રમાણે સ્તુતિ કરીને તેનું ફળ શું તે ત્રીજી ગાથામાં દર્શાવે છે. યોગશાસ્ત્ર વિવરણમાં પણ કહ્યું કે, ભગવંત મહાવીરની એક સ્તુતિ કરીને ફરી તેઓની સ્તુતિનો મહિમા જણાવવા દ્વારા અન્યને ઉપકાર કરવા માટે અને પોતાના ભાવની વૃદ્ધિ માટે ભગવંત મહાવીરની સ્તુતિનું Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ “સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન ફળ જણાવનારી બીજી સ્તુતિ (ત્રીજી ગાથા દ્વારા) કહે છે. • રૂaો વિ નમુટ્ટાર - એક પણ નમસ્કાર, માત્ર એક નમસ્કાર. – બહુ નમસ્કારની વાત તો દૂર રહી, માત્ર એક જ વાર પણ દ્રવ્યથી મસ્તકાદિ નમાવવા રૂપ શરીર સંકોચ અને ભાવથી મનની એકાગ્રતા (નમ્રતા)રૂપ ભાવ સંકોચ. એમ દ્રવ્ય અને ભાવરૂપ એક જ નમસ્કાર પણ... (આ પદોનો સંબંધ બીજા ચરણ સાથે છે.) ૦ રૂો - એક ૦ વિ - પણ ૦ નમુક્કારો - નમસ્કાર, વિવેચન જુઓ સૂત્ર-૧ નમસ્કારમંત્ર' • બિછાવર-વસદસ વાળા - જિનવરોમાં શ્રેષ્ઠ એવા વર્ધમાન (મહાવીર) સ્વામીને (કરેલ એક નમસ્કાર પણ). ૦ લિવર - જિનવર. જુઓ સૂત્ર-૮ “લોગસ્સ". - યોગશાસ્ત્રાદિ ગ્રંથના વિવરણમાં જણાવે છે કે, જિન માં તો ઋતજિન, અવધિજિન આદિનો પણ સમાવેશ થાય. તે સર્વે જિનોમાં “વર' અર્થાત્ શ્રેષ્ઠ હોવાથી સામાન્ય કેવલીઓ “જિનવર' કહેવાય છે. ભગવંત તો તીર્થકર નામકર્મના ઉદયથી ઉત્તમ છે. તેથી તેમને જિનવરોમાં (સામાન્ય કેવલીઓમાં) વૃષભ સદેશ કહ્યા. હવે ઋષભાદિ સર્વે તીર્થકરો જિનવર-વૃષભ જ છે. માટે અહીં વદ્ધમાસ મૂકી વિશેષ નામ જણાવીને નિર્દેશ કર્યો કે સૂત્રકારને કયા જિનવરવૃષભ તીર્થંકર અહીં ગ્રહણ કરવા છે. ૦ વસહ - વૃષભ. સામાન્ય અર્થમાં “વૃષભ' એટલે બળદ થાય છે. પણ વિશિષ્ટ અર્થમાં પોતાની જાતિમાં શ્રેષ્ઠ હોય તેને માટે એ વિશેષણ તરીકે વપરાય છે. એ પ્રમાણે અભિધાન ચિંતામણિ કાંડ-૬, શ્લોક-૭૬માં જણાવવામાં આવેલ છે. તેથી “વૃષભ”નો અર્થ “શ્રેષ્ઠ” કર્યો છે. -૦- ‘વસદ જે વિકલ્પ ‘વસમ' પણ થાય છે. બંનેનું સંસ્કૃત રૂપાંતર તો વૃઘમ' જ છે. તેના આગમિક અર્થો આ પ્રમાણે છે – ઓઘનિર્યુક્તિ વૃત્તિ - વૃષભ એટલે ગીતાર્થ કે વૈયાવચ્ચ કરવામાં સમર્થ. વ્યવહારસૂત્ર વૃત્તિ – વૃષભ એટલે ગચ્છભાર સ્વીકારનાર. નિશીથ ચૂર્ણિ - ગચ્છનો શુભાશુભ કારણોમાં ભારવહન કરવામાં સમર્થ. બૃહકલ્પ વૃત્તિ - વૃષભ એટલે ગીતાર્થ સાધુ, ગચ્છના શુભ કાર્ય ચિંતક. જંબૂતી પ્રજ્ઞપ્તિ-વૃત્તિ - વૃષભ એટલે પ્રધાન કે શ્રેષ્ઠ. આવશ્યક વૃત્તિ - સમગ્ર સંયમનો ભાર વહન કરવાથી - વૃષભ. -૦- અહીં ઉક્ત અર્થોમાંથી શ્રેષ્ઠ કે પ્રધાન એવો અર્થ ગ્રાહ્ય છે. ૦ વદ્ધમાસ - વર્ધમાન સ્વામીને, મહાવીર સ્વામીને. - આ શબ્દ પૂર્વે આવી ગયો છે. જુઓ સૂત્ર-૮ “લોગસ્સ" -૦- અહીં ગાથાના પ્રથમ બે ચરણ જોડવાથી વાક્યર્થ સ્પષ્ટ બનશે. તે આ રીતે - “સામાન્ય કેવલીઓમાં વૃષભ સરખા વર્ધમાનસ્વામીને આદર - Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ પ્રયત્નપૂર્વક કરેલો એક પણ નમસ્કાર...' આટલું કહીને પછીના બે ચરણમાં આ નમસ્કારનો મહિમા કે ફળ દર્શાવે છે. ♦ સંસાર સારાગો, તારેડ્ નાં ય નĒિ વા. સંસારરૂપી સાગરથી પુરુષ કે સ્ત્રીને તારનારો થાય છે. ૦ સંસાર - વિવેચન જુઓ સૂત્ર-૨૧ ‘સંસારદાવાનલ'' - - યોગશાસ્ત્ર વૃત્તિમાં જણાવે છે કે, સંસાર એટલે “તિર્યંચ, મનુષ્ય, નારક અને દેવરૂપે જીવોનું સંસરણ - પરિભ્રમણ. ० सागर સાગર, સમુદ્ર, જલનિધિ, દરિયો. અહીં સંસારને જ સાગર કહ્યો છે. કેમકે આ સંસાર ભવસ્થિતિ અને કાયસ્થિતિ વડે અનેક અવસ્થાવાળો અને અનંત હોવાથી સમુદ્રની માફક તેનો અંત પણ દુર્લભ છે, માટે સંસાર એ જ સાગર છે. આવા સંસાર સાગરમાંથી......... ૦ તારેડ્ - તારે છે. (સંસાર સાગરથી તારે છે પાર ઉતારે છે.) ० नरं व नारिं वा નર કે નારીને, પુરુષ કે સ્ત્રીને. અહીં ધર્મમાં પુરુષની પ્રધાનતા જણાવવા પહેલા નાં વા કહ્યું અને સ્ત્રીઓને પણ તે જ ભવમાં મોક્ષ થઈ શકે છે એમ જણાવવા તે પછી નäિ વા પણ કહ્યું છે. - - યોગશાસ્ત્ર વૃત્તિકાર અહીં દિગંબરોમાં યાપનીયતંત્ર નામનો પક્ષ કે જે સ્ત્રીઓના મોક્ષને માને છે તેમનો મત ટાંકીને જણાવે છે કે– ‘‘સ્ત્રી અજીવ નથી, અભવ્ય છે એમ પણ નથી, એને સમ્યગ્ દર્શન ન થાય તેમ પણ નથી, મનુષ્ય નથી એમ પણ નથી, અનાર્યપણે જ ઉત્પન્ન થયેલી છે એમ પણ નથી, અસંખ્યાત વષઁના આયુષ્યવાળી - યુગલીની જ છે એમ પણ નથી, અતિ ક્રુર બુદ્ધિવાળી છે એમ પણ નથી, સ્ત્રીને મોહનો ઉપશમ થતો નથી એમ પણ નથી, અશુદ્ધ આચારવાળી જ છે એમ પણ નથી, અશુદ્ધ શરીરવાળી છે એમ પણ નથી, ધર્મવ્યાપારથી રહિત નથી, અપૂર્વકરણ તેણીને ન જ હોય એમ પણ નથી, સર્વવિરતિરૂપ છટ્ઠાથી ચૌદમા ગુણઠાણા સુધીના નવ ગુણસ્થાનકોથી રહિત જ છે એમ પણ નથી, જ્ઞાનાદિ લબ્ધિઓ માટે સ્ત્રીઓ અયોગ્ય જ છે એમ પણ નથી, તેમજ અકલ્યાણનું ભાજન અર્થાત્ મોક્ષ માટે અયોગ્ય જ છે એમ પણ નથી, તો સ્ત્રીઓ ઉત્તમધર્મને અર્થાત્ મોક્ષને ન જ સાધે એમ કેમ કહી શકાય ? અર્થાત્ સ્ત્રીઓ પણ મોક્ષે જઈ શકે છે. - – અહીં નર અને નારીનો જ ઉલ્લેખ છે. પણ કૃત્રિમ નપુંસક પણ મોક્ષે જઈ શકે છે. કેમકે સિદ્ધના પંદર ભેદોમાં નપુંસકલિંગ સિદ્ધ નામક ભેદનો ઉલ્લેખ અને તેમાં ગાંગલીનું દૃષ્ટાંત આવે જ છે. ૦ ગાથા સાર :- “સમ્યગ્દર્શનના બળે ઉત્તમ ભાવનાપૂર્વક ભગવંતને કરેલો એક પણ નમસ્કાર જીવમાં તેવા ઉત્તમ અધ્યવસાયને પ્રગટ કરે છે કે જે અધ્યવસાયથી ‘ક્ષપકશ્રેણિ'ને પામી જીવ સંસારસમુદ્રને પાર પામે છે." આ Page #198 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન ૧૯૭ પ્રમાણે મોક્ષપ્રાપ્તિના અધ્યવસાયમાં નમસ્કાર' કારણરૂપ છે, તો પણ ઉપચારથી કારણને કાર્યરૂપે માનીને નમસ્કારને જ સંસારથી પાર ઉતારનારો કહ્યો છે. અહીં કદાચ કોઈ પ્રશ્ન કરે કે, નમસ્કારથી જ મોક્ષ થાય છે માટે ચારિત્રનું કાંઈ ફળ નથી, તો આ પ્રશ્ન યોગ્ય નથીકારણ કે નમસ્કાર વડે પ્રગટ થતા મોક્ષપ્રાયક અધ્યવસાયો જ નિશ્ચય ચારિત્ર છે. વસ્તુતઃ નમસ્કારથી તેવા વિશિષ્ટ અધ્યવસાયો રૂપ ચારિત્રગુણ પ્રગટે છે અને તેથી સંસાર સમુદ્રનો વિસ્તાર થાય છે. ૦ દૃષ્ટાંત :- દશાર્ણપુર નગરે દશાર્ણભદ્ર રાજા હતો. ભગવંત મહાવીરના આગમનના સમાચાર જાણી, રાજાએ વિચાર્યું કે હું ભગવંતને એવી દ્ધિપૂર્વક વંદના કરવા જઈશ કે એવું વંદન આજ સુધી કોઈએ કર્યું ન હોય. રાજાએ મહાનું ઋદ્ધિપૂર્વક અને અત્યંત ઠાઠથી વંદન કર્યું, પણ તેને ગર્વ હતો કે આવું વંદન કોઈએ કર્યું નહીં હોય ત્યારે ઇન્દ્રએ દિવ્યદેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ યુક્ત દિવ્ય બત્રીશ બદ્ધ નાટકો સહિત ભગવંત પાસે પ્રવેશ કર્યો. તે જોઈને દશાર્ણભદ્રને પોતાની ઋદ્ધિ તણખલાં સમાન લાગી. દશાર્ણભદ્રએ પોતાની સર્વ ઋદ્ધિનો ત્યાગ કરીને ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી. કાળક્રમે તે મોક્ષે ગયા. આ રીતે ભગવંતને એક જ વખત મહાન્ ઋદ્ધિપૂર્વક કરેલ નમસ્કાર દશાર્ણભદ્રને પરંપરાએ તે જ ભવમાં સંસારથી વિસ્તાર કરાવનાર થયો. ૦ ત્રણ ગાથાને અંતે મહત્ત્વનું નિવેદન : “સિદ્ધાણં બુદ્ધાણં” સૂત્રની પાંચ ગાથાઓ પ્રસિદ્ધ છે. જેમાં ત્રણ ગાથાઓનું વિવેચન જોયું. બીજી બે ગાથામાં (ચોથી અને પાંચમી ગાથામાં) નેમિનાથ ભગવંતની સ્તુતિ અને ચોવીશ તીર્થકરોના સંખ્યા નિર્દેશપૂર્વક સ્તુતિ કરાઈ છે. પરંતુ ત્રણ ગાથાને અંતે એક મહત્ત્વનો નિર્દેશ આવશ્યક સૂત્ર વૃત્તિમાં, યોગશાસ્ત્રાદિ ગ્રંથોમાં અને સંઘાચાર ભાષ્યમાં પણ છે – શ્રી હરિભદ્રસૂરિજીએ આવશ્યક વૃત્તિ તથા લલિત વિસ્તરામાં કહ્યું છે– આ ત્રણે સ્તુતિઓ નિયમપૂર્વક બોલાય છે. પરંતુ કેટલાંક તો અન્ય (ચોથી, પાંચમી) સ્તુતિ પણ બોલે છે. પરંતુ તેનો નિયમ નહીં હોવાથી તેની વ્યાખ્યા કરેલ નથી. શ્રી હેમચંદ્રાચાર્યજી સ્વોપજ્ઞ વૃત્તિમાં પણ લખે છે કે પહેલી ત્રણ સ્તુતિઓ ગણધરવૃત્ હોવાથી નિયમા બોલાય છે. કેટલાંક તે ઉપરાંત બીજી પણ બે સ્તુતિઓ બોલે છે. તે હવે પછીની ગાથા ઝિંત ક્ષેત્તા અને ત્તિરિ પટ્ટજાણવી. આવશ્યક ચૂર્ણિમાં પણ જિનદાસગણિ મહત્તર જણાવે છે કે, “હેલા નહિચ્છા, તિ' અર્થાત્ બાકીની બે ગાથા સ્વઇચ્છાએ કહેવી. - સંઘાચાર ભાષ્ય ગાથા-૩૫ની વૃત્તિમાં જણાવે છે કે, જે ઇચ્છા હોય તો કહેવાનું છે તેની અર્થાતુ ગાથા-૪ અને પની વ્યાખ્યા અમે અહીં કરતા નથી, પણ જે અવશ્ય કહેવાનું છે તેની જ (તે ત્રણ ગાથાની) વ્યાખ્યા જ કરીએ છીએ. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ચૈત્યવંદન મહાભાષ્યની ગાથા-૭૭૨ થી ૭૭૪માં પણ આ સ્તુતિઓ કહેવાનું જ સમર્થન કરેલું છે. - તેમ છતાં બાકીની બે ગાથાઓનું વિધાન તો અનેક સ્થળોએ થયું જ છે. જે બોલી શકાય છે. માટે અહીં તે બંને ગાથાનું વિવેચન અમે કરીએ છીએ. છતાં જો કોઈ ન બોલે તો તેને મિથ્યાત્વી કહેવાય નહીં. ૦ હવે ચોથી ગાથામાં કરાયેલ અરિષ્ટનેમિ ભગવંતની સ્તુતિ• આંતસિહ - ગિરનાર પર્વતના શિખર પર. - ઉન્નત - શબ્દનું વિવેચન જુઓ સૂત્ર-૧૧ “જગચિંતામણિ'. – સેન - શૈલ, પર્વત – સિદર - શિખર, ચોંટી પર • વિવા-ના-નિર્વદિશા નસ - જેમના દિક્ષા, નાણ, નિર્વાણ (એ ત્રણે કલ્યાણક થયા એવા). ૦ કિરવા - દીક્ષા, પ્રવજ્યા, ગૃહત્યાગ કરી ગૃહરહિત થવાની ક્રિયા. – તીક્ષvi તીક્ષા - સંસ્કારનો આરોપ કરવો તે “દીક્ષા' દીક્ષાના તો “મંત્રદીક્ષા', ‘વ્રત-દીક્ષા' ઇત્યાદિ અનેક ભેદો હોય છે. પણ અહીં સર્વથા ત્યાગરૂપ દીક્ષાના અર્થમાં જ “દીક્ષા' શબ્દને ગ્રાહ્ય કરવાનો છે. – દીક્ષા શબ્દનો શાસ્ત્રીય પર્યાય “પ્રવૃન્યા' પણ છે. પ્ર-પ્રકૃષ્ટતયા કે સર્વથા અને વ્રન્ - દૂર જવું. ગૃહસ્થપણાથી ઘણે જ દૂર નીકળી જવું એટલે કે તેનો સર્વથા ત્યાગ કરવો તે 'પ્રવજ્યા' છે. ૦ ના" - જ્ઞાન, કેવલજ્ઞાન, (નાણ કલ્યાણક) – જ્ઞાન શબ્દથી પાંચ પ્રકારના જ્ઞાનનો નિર્દેશ મળે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. કોઈપણ અરિહંતને જન્મથી ત્રણ જ્ઞાન યુક્ત તો કહેલા જ છે. તેથી મતિ, શ્રુત, અવધિની પ્રાપ્તિનો અત્રે નિર્દેશ કરવાનો પ્રશ્ન જ નથી. ચોથું મન:પર્યવજ્ઞાન પણ દીક્ષા લેતા જ ઉત્પન્ન થાય છે. તેથી તે પણ “દીલા' શબ્દ સાથે જ સમજી શકાય છે. તેથી અહીં “જ્ઞાન' શબ્દથી કેવલજ્ઞાન' અર્થ જ સ્વીકાર્ય છે. ૦ નિરીહિ - નિર્વાણ (નિર્વાણ કલ્યાણક) જેના વડે સર્વ કર્મોનો અંત આવે છે, તે નષેધિકી અર્થાત્ નૈષધિકીનો સ્પષ્ટાર્થ છે “મોક્ષગતિ". - જો કે ‘નિસીડિયા’ શબ્દ - “પાપ નિષેધવાળી કાયાના અર્થમાં પણ વપરાયેલ છે. તેનું વિવેચન જુઓ સૂત્ર-૩ “ખમાસમણ', - ધર્મસંગ્રહમાં પણ જણાવે છે કે, સર્વ વ્યાપારો અર્થાત્ પ્રવૃત્તિઓનો મુક્તિમાં ત્યાગ-નિષેધ હોવાથી “નૈષધિકી અર્થાત્ મોલ' અર્થ જાણવો. ૦ નસ - જેમના, (આ ભગવંત-અરિષ્ટનેમિનું સર્વનામ છે.) સં થામકઠું - તે ધર્મ ચક્રવર્તીન. – આ ચરણનો સંબંધ પૂર્વેના અને ઉત્તરના ચરણો સાથે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ “સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન ૧૯૯ - તેં - તેને (કોને ?) જેમના દીક્ષા, નાણ, નિર્વાણ કલ્યાણક ઉજ્જયંત (ગિરનાર) પર્વત પર થયેલા છે તેને. – થHટ્ટ - ધર્મ ચક્રવર્તીને. - આ જ પ્રકારનું વિશેષણ સૂત્ર-૧૩ “નમુત્થણમાં છે. ધર્મ-વર-વીહતવિટ્ટi - ત્યાં વિવેચન જોવું. – અહીં આ શબ્દ ભગવંત અરિષ્ટનેમિના વિશેષણરૂપે છે. – “ચક્ર' એટલે મંડળ, સૈન્ય, સમૂહ કે રાષ્ટ્ર. તેના પર જેની આણ વર્તે છે તે ચક્રવર્તી. અથવા ચક્રરત્ન વડે જે છ ખંડની સાધના કરે, તેના પર વિજય મેળવે તે ચક્રવર્તી કહેવાય છે. ચક્રરત્ન વડે અર્થાત્ એક જાતના વિશિષ્ટ શસ્ત્ર વડે જેની આજ્ઞા છ ખંડમાં પ્રવર્તે છે, તે ચક્રવર્તી કહેવાય છે. દુન્યવી કે ભૌતિક સંપત્તિમાં તેઓ સર્વ પ્રકારે ઋદ્ધિમાન હોય છે. એ જ રીતે ધર્મચક્ર રૂપ અતિશય વડે શોભતા અને આવા કુલ ચોત્રીશ અતિશયો વડે જેઓ ધર્મના ક્ષેત્રમાં સર્વ જીવો કરતા સર્વ પ્રકારે ઋદ્ધિમાનું છે, ઊંચું સ્થાન ધરાવે છે અને ત્રણે લોકમાં જેઓની પૂજનીયતા છે, તે કારણથી તેઓ ધર્મચક્રવર્તી કહેવાય છે. - સામાન્યથી આ વિશેષણ સર્વ તીર્થકર ભગવંતો માટે વપરાય છે. પણ અહીં તે અરિષ્ટનેમિ ભગવંત માટે વપરાયેલ છે. ગરિમં સંસમ - ભગવંત અરિષ્ટનેમિ એવા બાવીશમાં તીર્થકરને હું નમસ્કાર કરું છું. ૦ રિટ્ટનેમિ - સૂત્ર-૮ લોગસ્સ'માં તેનું વિવરણ જુઓ. – આ સિવાય પણ સૂત્ર-૧૧ “જગચિંતામણિમાં ‘નેમિજિણ' નામથી.. સૂત્ર-૨૦ “કલ્લાણકંદં'માં પણ ‘નેમિજિણ' શબ્દથી તેમનો ઉલ્લેખ છે. -૦- ગાથા સાર અને ગાથા ઉદ્દભવ – – ઉજ્જયંત પર્વત ઉપર જેમના દીક્ષા, નાણા, નિર્વાણ કલ્યાણક થયા છે. – તેવા ધર્મ ચક્રવર્તી - અરિષ્ટનેમિ ભગવંતને હું નમસ્કાર કરું છું. – ષડાવશ્યક બાલાવબોધમાં આ ગાથાની ઉત્પત્તિ વિશે એવા પ્રકારની પ્રસંગકથા પ્રસિદ્ધ છે કે - એક વખતે ગીરનાર તીર્થની તળેટીમાં શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયના સંઘો તીર્થ યાત્રાર્થે આવ્યા હતા. બંને સંઘના સંઘપતિઓ પરસ્પર તીર્થની માલિકી સંબંધી ઝઘડો કરવા લાગ્યા. શ્વેતાંબર સંઘમાં યાત્રામાં આવેલા જૈનાચાર્યોએ તીર્થની અધિષ્ઠાયિકા અંબિકા દેવીની આરાધના કરી. દેવી પ્રત્યક્ષ થઈને બોલ્યા કે તમે ચિંતા ન કરશો. સવારે રાજદરબારમાં જજો અને બંને બાજુની કન્યાઓ પાસે ચૈત્યવંદન સૂત્ર કહેવડાવજો. સવારમાં શ્વેતાંબર સંઘ રાજદરબારમાં Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ગયો. રાજાએ દિગંબરોને પણ દરબારમાં બોલાવ્યા અને બંને પક્ષની કન્યાઓ પાસે ચૈત્યવંદન સૂત્ર કહેવડાવવા આજ્ઞા કરી. શ્વેતાંબર કન્યાઓએ સિદ્ધાણંબુદ્ધાણંની જેવી ત્રણ ગાથા કહી કે તુરંત જ અંબિકાદેવીએ તેણીનાં મુખે વાસ કરીને બ્રિસિદરે એ ચોથી ગાથા કહી. તે વખતે ત્રીજી ગાથામાં “તારે) ન વ નારિ વા” શબ્દો હોવાથી દિગંબરો સ્ત્રીને મોક્ષ થાય તેવું ન માનતા હોવાથી આ સ્તુતિ પોતાની છે તેમ ન કહી શક્યા. (જો કે આ કથા “સિદ્ધાણં બુદ્ધાણં'માં બીજે ક્યાંય જોવામાં આવી નથી.) - ચૈત્યવંદન ભાષ્યમાં આને દશમો અધિકાર કહ્યો છે. અર્થાત્ આ ગાથા ત્યાં સ્વીકારી છે. ૦ હવે સિદ્ધાણંબુદ્ધાણંની પાંચમી અને છેલ્લી ગાથાનું વિવરણ કરીએ છીએ - આ ગાથામાં ચોવીશ જિનની સ્તુતિ કરાયેલ છે– • દત્તરિ દૃ રસ તો ૩ - ચાર, આઠ, દશ અને બે. – સામાન્યથી જોતાં તો આ માત્ર સંખ્યાઓ હોય તેવું લાગે. – પણ પછીના ચરણમાં તેનો સરવાળો કરીને ચોવીશની સંખ્યા દ્વારા આ સંખ્યાને વિશેષ અર્થમાં પ્રતિપાદિત કરી છે. – આ વિશેષ અર્થ તથા સમગ્ર ગાથાના અન્ય અર્થોનું વિવરણ આ ગાથાને અંતે જુદી જુદી રીતે કરાયેલ છે. – આ ચરણમાં છેલ્લે ‘' એવો પાઠ મૂક્યો છે. આવશ્યક સૂત્ર, યોગશાસ્ત્ર આદિમાં આ જ પાઠ છે, વ્યવહાર પ્રસિદ્ધ પાઠમાં ‘’ પછી ‘' ને બદલે “' છે અને “હોયએમ સાથે જ નોંધાયેલ છે. પરંતુ અર્થની દૃષ્ટિએ ‘રો મ' યોગ્ય પાઠ જણાય છે. • વંતિના નિવર વચ્ચીd - (એ રીતે) ચોવીશે જિનવરોને મેં વાંદ્યા છે - મારા વડે વંદાયેલા છે. ૦ ચંદ્રિકા - વંદાયેલા, વંદન કરાયેલા. ૦ લિવરી - જિનવરો - વિવેચન જુઓ સૂત્ર-૮ ‘લોગસ્સ ૦ ૩થ્વીનં - ચોવીશ (એક સંખ્યા છે) - આ રીતે ચાર, આઠ, દશ અને બે એ પ્રમાણે ચોવીશ જિનવરો મારા વડે વંદાયેલા છે. આ જિનેશ્વરો કેવા છે ? તે કહે છે– • પરમ-નિરિણા - પરમાર્થથી કૃતકૃત્ય થયેલા, ૦ પરમ એટલે ઉત્તમ, શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ, અત્યંત કે મુખ્ય. ૦ અર્થ - એટલે પ્રયોજન, ધ્યેય કે સારાંશ. ૦ પરમાર્થ - મુખ્ય કાર્ય, મુખ્ય ધ્યેય, અત્યંત સારરૂપ મોક્ષ. ૦ નિટ્ટિ - નિષ્ઠિત, પુરું થયેલું છે. ૦ પટ્ટા - અર્થ, ધ્યેય આદિ. -૦- પરમઠનિઠિઅઠા' - જેમણે મોક્ષ મેળવવા રૂ૫ પોતાનું કાર્ય પૂર્ણ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન કરી દીધેલ છે. તેવા, (આ પદનો સંબંધ પછીના ચરણ સાથે છે.) – ધર્મસંગ્રહમાં જણાવે છે કે, પરમાર્થરૂપે અર્થાત્ કલ્પના માત્રરૂપે નહીં પણ યથાર્થરૂપે જેઓને સર્વ પ્રયોજનોની નિષ્ઠા અર્થાત્ સમાપ્તિ થઈ છે. સર્વ કાર્યો જેઓના યથાર્થરૂપે પૂર્ણ થયા છે એવા. • સિદ્ધ સિદ્ધિ મા વિલંતુ - સિદ્ધો મને સિદ્ધિ આપો. – આ સમગ્ર ચરણ પૂર્વે સૂત્ર-૮ ‘લોગસ્સામાં આવી ગયેલ છે, તેનું સંપૂર્ણ વિવેચન ત્યાં જોવું. ૦ ગાથા-સાર : (૧) ઋષભ જિનથી ચાર, સુમતિ જિનથી આઠ, વિમલજિનથી દશ અને પાર્શ્વ તથા વીર જિન એ રીતે ભરતક્ષેત્રમાં થઈ ગયેલા ચોવીશ જિનવરોને વાંદ્યા (એ પ્રમાણેનો અર્થ “ચેઇયવંદણ મહાભાસની ગાથા ૭૬૯, ૭૭૦માં કર્યો છે.) આ રીતે ચોવીશે તીર્થકરો જે “પરમાર્થ એટલે મોક્ષથી નિષ્ઠિતાર્થ થઈને - કૃતકૃત્ય થઈને સિદ્ધ ભગવંતરૂપે બિરાજે છે, તે મને સિદ્ધિ આપો. (૨) પડાવશ્યક બાલાવબોધમાં જણાવે છે કે, અષ્ટાપદ પર્વત ઉપર ભરત ચક્રવર્તીએ કરાવેલા ચતુર્મુખ જિનપ્રાસાદમાં દક્ષિણ દિશાએ ભગવંત સંભવનાથ આદિ ચાર, પશ્ચિમ દિશાએ ભગવંત સુપાર્શ્વનાથ આદિ આઠ, ઉત્તર દિશામાં ભગવંત ધર્મનાથ આદિ દશ અને પૂર્વ દિશામાં ભગવંત ઋષભ અને અજિત - બે. એ રીતે કુલ ચોવીશ તીર્થકરો રહેલા છે. તેમને મે વાંદ્યા છે, તેઓને પરમાર્થથી કંઈપણ કાર્ય કરવાનું બાકી રહ્યું નથી તથા તેઓ સિદ્ધિપદને પામેલા છે, તેઓ મને મોક્ષ સુખ આપનારા થાઓ. (૩) ધર્મસંગ્રહમાં જણાવે છે કે, શ્રી અષ્ટાપદ તીર્થે દક્ષિણમાં ચાર, પશ્ચિમમાં આઠ, ઉત્તરમાં દશ અને પૂર્વમાં બે એ પ્રમાણે ચોવીશ તીર્થકરને અથવા બીજી રીતે અષ્ટાપદ પર્વતની ઉપરની મેખલામાં ચાર, વચ્ચેની મેખલામાં આઠ, નીચેની મેખલામાં દશ અને બે મળી ચોવીશ જિનને વંદના થાય છે. (૪) યોગશાસ્ત્ર વૃત્તિમાં જણાવે છે કે, અષ્ટાપદ પર્વત ઉપર ભરત ચક્રવર્તીએ ભરાવેલા અને અનુક્રમે પૂર્વાદિ દિશા સન્મુખ સ્થાપન કરેલા ચાર, આઠ, દશ અને બે એ પ્રમાણે ચોવીશ જિનવરો કે જેઓના સર્વ કાર્યો યથાર્થ પૂર્ણ થયા છે અને તેથી જેઓ સિદ્ધ થયા છે, તેઓને હું વંદના કરું છું, તેઓ મને સિદ્ધિ આપો. ૦ વારિ-૩૬-રણ- ૩ ના વિવિધ અર્થો - (ધર્મસંગ્રહ મુજબ) (૧) “ચત્તારિ' ત્યાગ કર્યો છે શત્રુઓનો જેમણે એવા - આઠ, દશ અને બે મળીને વીશ તીર્થકરો સમેત શિખર ઉપર સિદ્ધિને પામ્યા છે. તેઓ મને સિદ્ધિ આપો. આ અર્થમાં “ચ-ઉ-વ્વીસ' શબ્દમાંના “ચ અને ઉ બે અવ્યયો જાણવા અને વીસ' થી વશની સંખ્યા અર્થ કરવો. (૨) ઉપર જણાવ્યા પ્રમાણે “વીશ' સંખ્યાને “ચત્તારિ’ એટલે ચાર વડે Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ભાગતાં પાંચ રહે છે. તેમાં સટ્ટ અને ટ્રસ ઉમેરતા કુલ ૨૩ તીર્થકરો શત્રુંજય ગિરિરાજ ઉપર પધાર્યા છે. તેમને હ ગ એટલે દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે વંદના થઈ શકે છે. (૩) વળી “ચત્તારિ” અને “અઠ' એટલે ચારને આઠ વડે ગુણતા - ૩૨ થાય છે. તથા ‘દશ” અને “દો'ને ગુણવાથી ૨૦ થાય છે. એ ૩૨ અને ૨૦ મળીને નંદીશ્વર હીપના બાવન શાશ્વતા જિનાલયોને વંદના થાય છે. (૪) અથવા જે રીતે સમેતશિખરના વીસ તીર્થકરોની ગણના કરી તે જ રીતે મહાવિદેહમાં વિચરતા વીશ વિહરમાનોને વંદના થાય છે. (૫) વળી “ચત્તારિ' એટલે ત્યાગ કર્યો છે “રાગ દ્વેષાદિ શત્રુઓનો જેમણે એવો અર્થ કરતાં ઉત્કૃષ્ટ કાળે પાંચ મહાવિદેહમાં વિચરતા આઠ ગુણ્યાં દશ ગુણ્યા બે એ રીતે ૧૬૦ તીર્થકરોને વંદના થાય છે. (૬) તથા દસમાં આઠ ઉમેરતાં અઢાર થાય તેને ચાર વડે ગુણવાથી બોતેર થાય છે. એ રીતે ત્રણે ચોવીસીઓના કુલ ૭૨ જિનેશ્વરોને વંદના થાય છે અને “દો'નો અર્થ દ્રવ્ય-ભાવ બે પ્રકારે વંદના અર્થ કરવો. (૭) ચારમાં આઠ ઉમેરતા બાર થાય અને તેને દશ વડે ગુણી પછી બે વડે ગુણતાં ૨૪૦ થાય છે. એ રીતે પાંચ ભરત અને પાંચ ઐરવત મળી દશ ચોવીસી થાય છે. તેના કુલ ૨૪૦ તીર્થકરોને વંદના થાય છે. (૮) આઠનો વર્ગ ચોસઠ અને દશનો વર્ગ સો થાય છે. એ રીતે ૬૪ અને ૧૦૦ મળીને ૧૬૪ થાય છે. તેમાં ચાર અને બે ઉમેરતા ૧૭૦ થાય છે. એ પ્રમાણે અઢીદ્વીપમાં એક સાથે વિચરતાં ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થકરોને વંદના થાય છે. (૯) વળી “ચાર' એટલે અનુત્તરવિમાન, રૈવેયક, કલ્પોપપન્ન અને જ્યોતિષ્ક એ ચાર દેવલોક, આઠ એટલે આઠ વ્યંતર અને દશ એટલે દશ ભુવનપતિ દેવોના ભવનો ‘દો' એટલે અધોલોક અને તિથ્યલોક રૂપ મનુષ્ય ક્ષેત્રો - એ સર્વ સ્થાનોએ રહેલી ત્રણે લોકની શાશ્વતી અને અશાશ્વતી સર્વે પ્રતિમાઓને વંદન કરવામાં આવે છે. * (ધર્મસંગ્રહમાં ‘સિદ્ધાણં બુદ્ધાણં'માં જણાવ્યા મુજબના તાર્કિક અર્થો અમે ઉપર જણાવેલા છે. પરંતુ અમારો વ્યક્તિગત મત તેમજ ગ્રંથ અભિપ્રાયાનુસાર અષ્ટાપદ ઉપર રહેલા “ચોવીશ તીર્થકરોની વંદના"નો અર્થ જ યોગ્ય લાગે છે.) * n વિશેષ કથન : ‘સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રની પાંચે ગાથાઓનું વિવેચન કર્યું તેમાં શબ્દશઃ વિવેચન ઉપરાંત ઉપયોગી માહિતી પણ નોંધેલ છે. છતાં વિવેચન દ્વારા ન કહેવાયેલ એવી કેટલીક વિગતો અહીં વિશેષકથનમાં જણાવવામાં આવે છે– ૦ ક્રિયામાં આ સૂત્રનો ઉપયોગ : – રાત્રિક અને દૈવસિક પ્રતિક્રમણમાં આ સૂત્ર બબ્બે વખત બોલાય છે. રાત્રિક પ્રતિક્રમણમાં અંતે ચાર થોયરૂપ દેવવંદનમાં અને દૈવસિક પ્રતિક્રમણના Page #204 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિશેષ કથન ૨૦૩ આરંભે ચાર થોયરૂપ દેવવંદનમાં. તેમજ રાત્રિક પ્રતિક્રમણમાં દર્શનાદિ નિમિત્તના ત્રણ કાયોત્સર્ગને અંતે તથા દૈવસિક પ્રતિક્રમણમાં મૃતદેવતા (ભુવનદેવતા)ના કાયોત્સર્ગ પૂર્વે. – નિત્ય આરાધના રૂપે થતા દેવવંદનમાં બંને વખત ચાર-ચાર થાયના જોડામાં ચોથી વખતની થોય પૂર્વે બોલાય છે. - ચૌમાસી, મૌન એકાદશી, દિવાળી, ચૈત્રીપૂનમ આદિના દેવવંદનમાં પણ ચાર થોયના જોડામાં આ સૂત્ર બોલાય છે. ૦ આ સૂત્રના નામો : આ સૂત્રના ત્રણ નામો જોવામાં આવે છે. (૧) સિદ્ધાણંબુદ્વાણ, (૨) સિદ્ધથઈ, (૩) સિદ્ધસ્તવ. (૧) સિદ્ધાણં બુદ્ધાણં - આ નામ તેના આદ્ય શબ્દોને કારણે છે. (૨) સિદ્ધસ્તવ - ચૈત્યવંદન (દેવવંદન) ભાષ્યમાં પાંચ સ્તવનો ઉલ્લેખ છે. (જુઓ સૂત્ર-૨ર પુકુખરવરદીવડૂઢે નું વિશેષકથન) તે મુજબ આ સૂત્ર “સિદ્ધસ્તવ' રૂપે પ્રસિદ્ધ છે. (૩) સિદ્ધથઈ - આ સૂત્રોમાં સિદ્ધોની સ્તુતિ મુખ્ય છે. વળી આવશ્યક ચૂર્ણિ અને આવશ્યકવૃત્તિમાં પણ સિદ્ધોની સ્તુતિ તરીકે ઓળખાવેલ છે. માટે તેને સિદ્ધથઈ કહે છે. ૦ સૂત્રની ગાથામાં વર્ણિત બાબતો : (૧) ગાથા-૧માં વિવિધ વિશેષણો દ્વારા સર્વે સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ જણાવી તેઓને નમસ્કાર કરવામાં આવેલ છે. (૨) ગાથા-રમાં દેવાધિદેવ, દેવો દ્વારા નમસ્કૃત અને દેવેન્દ્રો થકી પૂજિત એવા ભગવંત મહાવીરને વંદન કરાયેલ છે. (૩) ગાથા-૩માં ભગવંત મહાવીરને માત્ર એક વખત પણ નમસ્કાર કરવામાં આવે તો સંસાર સાગરથી તારનાર બને છે, તેમ જણાવીને ભગવંત મહાવીરની સ્તુતિ અને નમસ્કારનું ફળ જણાવેલ છે. (૪) ગાથા-૪માં ભગવંત અરિષ્ટનેમિને નમસ્કાર કર્યો છે. (૫) ગાથા-પમાં અષ્ટાપદજી તીર્થે રહેલ ચોવીશે જિનવરોની સ્તુતિ દ્વારા તેમની પાસે સિદ્ધિ-મોલ માટેની પ્રાર્થના કરાઈ છે. ૦ સંદર્ભ સાહિત્ય – ૧. શ્રી જિનદાસગણિ રચિત - “આવશ્યક ચૂર્ણિ" ૨. શ્રી હરિભદ્રસૂરિ રચિત - “આવશ્યક વૃત્તિઓ ૩. શ્રી શાંતિસૂરિજી રચિત - “ચેઈયવંદણ મહાભાસ" ૪. શ્રી હરિભદ્રસૂરિ રચિત - “લલિતવિસ્તરા વૃત્તિ” ૫. શ્રી દેવેન્દ્રસૂરિ રચિત - “શ્રાવક પ્રતિક્રમણ વૃત્તિ” ૬. શ્રી હેમચંદ્રાચાર્ય રચિત - “યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વિવરણ” Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ ૭. શ્રી માનવિજયજી રચિત - “ધર્મસંગ્રહ ભા.૧" ૦ આ ઉપરાંત દેવવંદનભાષ્ય, વિવિધ આગમો આદિથી શબ્દોની વ્યાખ્યાઓ, સિદ્ધના ભેદો વગેરે સંદર્ભો પ્રાપ્ત થયા છે. | સૂત્રનોધ : – આ સૂત્રની પ્રથમ ત્રણ ગાથાઓ આવશ્યક સૂત્ર, અધ્યયન-૫-માં અપાયેલ ગાથાનુસાર છે. બીજી બે ગાથા પણ પૂર્વાચાર્ય કૃત્ છે. દેવવંદન ભાષ્યાદિમાં માન્ય કરાયેલ છે. – આ સૂત્રની ભાષા આર્ષ-પ્રાકૃત છે. – આ સૂત્રની પાંચે ગાથા “ગાહા” છંદમાં છે. – આ સૂત્રમાં પાંચ ગાથા, ૨૦ પદ, ૨૦ સંપદા, ગુરુવર્ણ-૨૫, લઘુવર્ણ૧૫૧, સર્વ વર્ણ-૧૭૬ છે. – પાંચ દંડકોમાં આ સૂત્ર પાંચમા દંડકરૂપે પ્રસિદ્ધ છે. - Y Page #206 -------------------------------------------------------------------------- ________________ વૈયાવચ્ચગરાણં-સૂત્ર = સૂત્ર-વિષય : વૈયાવચ્ચ કરનારા, શાંતિ કરનારા અને સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ કરનારા (દેવો)ના સ્મરણ માટે કાયોત્સર્ગ કરવાનું જણાવેલ છે. સૂત્ર-૨૪ વૈયાવચ્ચગરાણ-સૂત્ર # સૂત્ર-મૂળ : વૈયાવચ્ચગરાણં સંતિગરાણં, સમ્મદિષ્ઠિ-સમાહિગરાણં, કરેમિ કાઉસ્સગ્યું. (અન્નત્થ૰) # સૂત્ર-અર્થ : વૈયાવૃત્ત્વ કરનારા, શાંતિ કરનારા અને સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ કરનારાઓના નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. – શબ્દજ્ઞાન : ૨૦૫ - વૈયાવચ્ચ - વૈયાવૃત્ત્વ, સેવા સંતિ - શાંતિ સમાહિ - સમાધિ કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગ – વિવેચન : આ એક નાનું સૂત્ર છે. “પંચ પ્રતિક્રમણ સૂત્રાર્થ'' વિષયક એક પુસ્તકમાં તેને ‘શાસનસેવક સ્મરણ સૂત્ર' કહ્યું છે. તેનું વિસ્તૃત વિવેચન કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે - • વૈયાવરાળ - વૈયાવૃત્ત્વ કરનારાઓના (નિમિત્તે) જૈન શાસનની સેવા - રક્ષારૂપ વૈયાવચ્ચ કરવામાં તત્પર એવા ગોમુખ યક્ષ, અપ્રતિચક્રા-ચક્રેશ્વરી દેવી, યક્ષ-યક્ષિણીઓ. જિનશાસનની સેવા કરનાર વિદ્યાદેવી આદિ. ૦ વેયાવદ્ય - વ્યાવૃત્ત થયેલાનો ભાવ અથવા કર્મ. વ્યાવૃત્ત શબ્દ વ્યાવૃત્ત ક્રિયાપદ પરથી બનેલો છે. તેનો અર્થ છે વિશેષ પ્રકારે પ્રવૃત્ત થવું તે. – - ગરાણું - કરનારાઓના સમ્મદિ。િ - સમ્યક્ દૃષ્ટિ કરેમિ - હું કરું છું અન્નત્થ - (જુઓ સૂત્ર-૭) - વ્યાવૃત્ત એટલે વિશેષ પ્રકારે પ્રવૃત્ત થયેલ. પ્રવત્તિવાળો થયેલ કે સેવામાં રોકાયેલ થાય છે. તેનો ભાવ કે તેણે કરેલ ક્રિયા પ્રવૃત્તિ એ વૈયાવૃત્ત્વ કહેવાય છે. આવી વૈયાવૃત્ત્વ કરનારાઓને ‘વૈયાવૃત્ત્વકર’ કહે છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ ૦ વૈયાવૃત્યર એટલે સેવા શુશ્રષા કરનાર, કેમકે વ્યાવૃત્ત થયેલાઓની શુભ પ્રવૃત્તિ તે “વૈયાવૃત્ય'. જૈનદર્શનમાં આ શબ્દ “સેવા-સુશ્રુષારૂપે રૂઢ થયેલો છે. - પ્રવચન સારોદ્ધાર કાર-૬માં જણાવેલ સાક્ષીપાઠ મુજબ - વૈયાવચ્ચ એટલે વ્યાપૃત્ત ભાવ. ધર્મસાધન નિમિત્તે અન્ન (આહાર) વગેરેનું વિધિપૂર્વક સંપાદન કરવું - મેળવી આપવું એ તેનો ભાવાર્થ છે. - દશવૈકાલિક વૃત્તિમાં - વૈયાવચ્ચનો અર્થ “ગૃહસ્થ પાસેથી અન્ન આદિનું સંપાદન કરવું તે' એ પ્રમાણે તથા ‘આદર કરવો તે' એવો અર્થ કર્યો છે. – ઉવવાઈ વૃત્તિમાં પણ વૈયાવચ્ચને “ભક્ત-પાનાદિ ઉપખંભના અર્થમાં જ જણાવેલ છે. – સ્થાનાંગ વૃત્તિમાં - વૈયાવચ્ચનો અર્થ કરતા લખ્યું છે કે, વ્યાવૃત્ત થયેલાનો ભાવ કે કર્મ, ભોજનાદિ ઉપખંભરૂપ અથવા વૈયાવચ્ચના શુભ વ્યાપારયુક્ત ભાવ કે કર્મ અથવા ભોજનાદિ એવી ધર્મને ઉપકારી વસ્તુ દ્વારા ઉપગ્રહણ કરવું તે. – ભગવતીજી વૃત્તિમાં પણ ઉક્ત અર્થોનું ગ્રહણ છે. તે સિવાય વૈયાવચ્ચનો સેવા' અર્થ પણ કરાયો છે. – ઉત્તરાધ્યયન વૃત્તિમાં - ઉચિત આહારાદિના સંપાદનને તથા પ્રત્યનિકનો પ્રતિઘાત કરવો તેને વૈયાવચ્ચ કહી છે. – આવશ્યક વૃત્તિમાં “વૈયાવૃત્યનો-સેવાનો ભાવ” તેને વૈયાવચ્ચ જાણવી તેમ જણાવેલ છે. - તત્ત્વાર્થસૂત્ર ટીકા - વૈયાવચ્ચનો અર્થ કરતા લખે છે કે, “આચાર્યાદિની યથાયોગ્ય આહાર, વસ્ત્ર, વસતિ, ઔષધ, પાત્ર, આજ્ઞાપાલન ઇત્યાદિથી સેવા કરવી - ભક્તિ બહુમાન કરવા તે વૈયાવચ્ચ. ૦ વૈયાવચ્ચના દશ ભેદો : ભગવતીજી સૂત્ર, તત્ત્વાર્થાધિગમ સૂત્ર આદિમાં વૈયાવચ્ચને દશ પ્રકારે ઓળખાવવામાં આવેલ છે, તે આ પ્રમાણે– (૧) આચાર્યની વૈયાવચ્ચ, (૨) ઉપાધ્યાયની વૈયાવચ્ચ (3) સ્થવિરની વૈયાવચ્ચ (૪) તપસ્વીની વૈયાવચ્ચ, (૫) ગ્લાનની વૈયાવચ્ચ (૬) શૈક્ષ-નવા સાધુની વૈયાવચ્ચ (૭) કુલ-એક આચાર્યોનો શિષ્ય સમુદાય-તેની વૈયાવચ્ચ (૮) ગણ-અનેક આચાર્યોના શિષ્ય સમુદાયની વૈયાવચ્ચ (૯) સંઘ વૈયાવચ્ચ (૧૦) સાધર્મિકની વૈયાવચ્ચ (આ દશે વૈયાવચ્ચનું વિસ્તૃત વિવેચન અમારા તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકામાં કરાયેલું છે.) કહ્યું પણ છે કેઉત્તમ ગુણને ધારણ કરનારની નિત્ય સેવા (વૈયાવચ્ચ) કરવી જોઈએ. Page #208 -------------------------------------------------------------------------- ________________ વેયાવચ્ચગરાણં-સૂત્ર-વિવેચન ૨૦૭ કારણ કે બીજા સર્વે ગુણો તો પ્રતિપાતિ એટલે નષ્ટ પ્રાયઃ છે, પરંતુ વૈયાવચ્ચ (નિર્મલ સેવા) એક એવો ગુણ છે જેને અપ્રતિપાતિ એટલે કે નષ્ટ ન થતો હોય તેવો ગુણ કહ્યો છે. ૦ લઘુ દૃષ્ટાંત : મગધ દેશમાં ગૌતમ નામે બ્રાહ્મણનો એક પુત્ર હતો. નંદિષેણ તેનું નામ. જન્મતા જ માતા-પિતાને ગુમાવી દીધા. મામાએ તેને મોટો કર્યો. દેખાવમાં પણ તે ઘણો બેડોળ હતો. વૈરાગ્ય પામી નંદિવર્ધન આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરેલી. અશુભ કર્મોના નાશ માટે છઠને પારણે છઠનો તપ તેણે આદર્યો હતો. કોઈ સમયે તેણે અભિગ્રહ કર્યો કે બાળ, વૃદ્ધ, ગ્લાન, પરોણા આદિની વૈયાવચ્ચ એ જ હવે મારું કર્તવ્ય રહેશે. મારે તેમની સેવા કરવી પણ મારું કાર્ય બીજા પાસે ન કરાવવું. તીવ્ર શ્રદ્ધાથી વૈયાવચ્ચ કરી રહ્યા છે. ચાતુર્વર્ણ સંઘમાં તે વૈયાવચ્ચી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. કોઈ વખત શક્રએ તેના અભૂતપૂર્વ વૈયાવચ્ચગુણની પ્રશંસા કરી. ત્યારે શક્રેન્દ્રની વાતમાં અશ્રદ્ધા કરનાર એક દેવે તેની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. સાધુના બે રૂપ વિકુળં. એક રૂપે તે રોગીષ્ટ સાધુ બન્યો. બીજા રૂપે તે નંદિષેણ મુનિ પાસે આવ્યો. નંદિષણમુનિ છઠને પારણે હજી પહેલો કોળિયો જ હાથમાં લીધો હતો. ત્યાંજ પે'લા શ્રમણરૂપ દેવે કહ્યું કે અટવીમાં સાધુ બિમાર પડેલા છે. જેમને વૈયાવચ્ચેના ભાવ હોય તે જલ્દી ઉભા થાઓ. મંદિષેણ મુનિએ તુરંત પૂછયું કે, બોલો, ત્યાં કઈ વસ્તુનું પ્રયોજન છે? નંદિષણ મુનિ જલ્દીથી પાણીની ગવેષણા કરવા નીકળ્યા. દરેક સ્થાને પે'લો દેવ પાણીને અનેષણીય કરી દેવા લાગ્યો. ત્યારે નંદિષેણમુનિ અટવીમાં સીધા જ સાધુ પાસે પહોંચ્યા. તે સાધુ પણ કઠોર વચનો કહેવા લાગ્યા. આવા વચનોને અમૃત સમાન ગણી નંદિષણમુનિએ પોતાના અપરાધને ખમાવી, તે સાધુની મળમૂત્રથી ખરડાએલી કાયાને સાફ કરી, તેમને ખભા પર ઊંચકીને વસતિમાં લઈ ચાલ્યા. દૈવી માયાથી અતિશય અશુચિ દુર્ગધમય મૂત્ર અને વિષ્ટા છોડ્યા. નંદિષેણ મુનિની પીઠને કઠોર સ્પર્શ પહોંચાડવા લાગ્યો અને ડગલે પગલે આક્રોશ કરવો શરૂ કર્યો.તો પણ સમભાવમાં રહીને ચાલ્યા. દેવે નંદિષેણમુનિને ક્ષોભિત કરવા ઘણાં પ્રયત્નો કર્યા. પણ તેઓ તેમના વૈયાવચ્ચ ભાવથી જરા પણ ચલિત ન થયા. આવા શુભ ભાવપૂર્વક વૈયાવચ્ચ કરવી જોઈએ. આવી વૈયાવચ્ચ કરનારાઓને “વૈયાવચ્ચકર' કહેવાય છે. ૦ વૈયાવચ્ચનું મહત્ત્વ - ઉત્તરાધ્યયન અધ્યયન-૨૯, સૂત્ર-૧૧૫૬ હે ભગવન્! વૈયાવચ્ચથી જીવને શું પ્રાપ્ત થાય છે ? – વૈયાવચ્ચથી જીવ તીર્થકર નામ ગોત્રનું ઉપાર્જન કરે છે. -૦- બીજા સર્વે ગુણો પ્રતિપાતિ અર્થાત્ નષ્ટ પ્રાયઃ છે. જ્યારે વૈયાવચ્ચ એ અપ્રતિપાતિ અર્થાત્ નષ્ટ ન થાય તેવો ગુણ છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ -૦- છ પ્રકારના અત્યંતર તપમાં ત્રીજા પ્રકારનો તપ છે. -૦- વીશ સ્થાનક આરાધનાનું એક સ્થાનક છે. -૦- વૈયાવચ્ચના પ્રભાવે સાધ્વી પુષ્પચૂલા કેવળજ્ઞાનને પામ્યા. -૦- વૈયાવચ્ચ કરનાર નીચ ગોત્ર કર્મને બાંધતો નથી. • સંતિકર - શાંતિ કરનારાઓના. (નિમિત્તે) નંતિ - શમન થવું તે “શાંતિ' આ શમન દુ:ખ, કલેશ, કોઈપણ જાતની આધિ, વ્યાધિ, ઉપાધિનું હોઈ શકે છે. ઉપદ્રવોની શાંતિ પણ શાંતિ છે. સંતિકર - આવી શાંતિને કરનારાઓના (નિમિત્તે) – અહીં ‘શાંતિ' શબ્દનો અર્થ ઉપદ્રવોથી શાંતિ પામવી તે લેવાય છે. કારણ કે તેનો સંબંધ ઉપદ્રવનું નિવારણ કરનારા દેવો સાથે છે. ચેઈયવંદણમહાભાસ'માં શાંતિસૂરિજી જણાવે છે કે, પ્રત્યેનીકોએ - વિરોધીઓએ કરેલા ઉપસર્ગોનું નિવારણ એ શાંતિ સમજવી. – આચારાંગ વૃત્તિ શમન એટલે શાંતિ - શેષકર્મનો ક્ષય થવાથી જે મોક્ષની પ્રાપ્તિ થવી તે શાંતિ કહેવાય અથવા અહિંસા એટલે શાંતિ. – ઉત્તરાધ્યયનવૃત્તિ - જેના સર્વે દુરિતો શાંત થઈ જાય તેને શાંતિ કહે છે અથવા શાંતિ એટલે નિર્વાણ કે મોક્ષ. – આવશ્યક વૃત્તિ - સામાયિક શબ્દનો એક પર્યાય છે. ૦ આવા વિવિધ અર્થો આગમસૂત્રોમાં છે, પણ અહીં શાંતિ શબ્દથી દૂરિત કે ઉપદ્રવોની શાંતિ અર્થ જ ગ્રહણ કરાયો છે. • સદ્ધિ -સમરા - સમ્યગ્દષ્ટિઓને સમાધિ કરનારાના - અથવા - સમાધિ ઉપજાવનારાઓના (નિમિત્તે) ૦ સમિિટ્ટ - સમ્યગદૃષ્ટિ - જેની દૃષ્ટિ સભ્ય થયેલી છે તે. – દૃષ્ટિ શબ્દથી દર્શન, નજર, ધ્યાન કે ધ્યેય અર્થ થઈ શકે. – સમ્યક્ શબ્દ સત્ય, અવિપરિત, અવિરુદ્ધ કે યથાસ્થિત અર્થે છે. – સમ્યક્ દૃષ્ટિ એટલે સમકિતિ કે મુમુક્ષુ. - ચેઈયવંદણ મહાભાસમાં સમ્પટ્ટિ નો અર્થ “સંઘ' કર્યો છે. - આવશ્યકવૃત્તિ - સમ્યક્દષ્ટિ એટલે સમગૂ દર્શન શુદ્ધિ અથવા અવિપરિતદૃષ્ટિ અર્થ કર્યો છે. – જીવાજીવાભિગમ વૃત્તિમાં કહે છે કે, સચ એટલે અવિપરિતતા અને દિ એટલે જિનપ્રણિત વસ્તુ તત્ત્વની પ્રતિપત્તિ (સ્વીકાર) આ જ વ્યાખ્યા નંદીસૂત્રમાં પણ કહી છે. - પ્રજ્ઞાપના વૃત્તિ - જેને જિનપ્રણિત વસ્તુની પ્રતિપત્તિ રૂપ અવિપરિત માન્યતા છે તેને સમ્યક્દષ્ટિ કહે છે. તે અંતરકરણકાળભાવી - ઔપશમિક સમ્યકત્વથી - સાસ્વાદન સમ્યકત્વથી, વિશુદ્ધ દર્શન મોડjજના ઉદયથી સંભવે છે અથવા સકલદર્શન મોહનીયના ક્ષયથી ઉત્પન્ન ક્ષાયિક સમ્યક્ત્વથી સંભવે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ વેયાવચ્ચગરાણ-સૂત્ર-વિવેચન ૨૦૯ ૦ સTધ - સમાધિ. જુઓ સૂત્ર-૮ લોગસ્સ'. - સમકિતી કે મુમુક્ષુ જીવોને “સમાધિ' પમાડવી. દરેક રીતે શાતા પમાડવી. જીવનની જરૂરિયાતોથી માંડીને જ્ઞાન, દર્શન, ચારિત્રનાં સાધનો પૂરા પાડવા સુધીની સર્વે બાબતોનો સમાવેશ થાય છે. – ચૈત્યવંદન મહાભાષ્ય મુજબ જો સમ્પિિટ્ટ નો અર્થ સંઘ લઈએ તો સંઘને શાતા પહોંચાડવી. તેના મનમાં કોઈપણ કારણે દુઃખ ઉત્પન્ન થયું હોય તો તે દૂર કરવું. - સTધ - જેના વડે આત્મા મોક્ષ પ્રત્યે-મોક્ષમાર્ગમાં સ્થાપિત કરાય છે તેને “સમાધિ' કહેવાય છે. – આ અર્થમાં સત્ય પ્રાપ્તિને જ જીવનધ્યેય બનાવનારાઓને મોલ-માર્ગમાં ઉત્સાહિત કરવા અથવા તેમના એ માર્ગમાં જે વિદનો અથવા અંતરાયો ઉભા થતા હોય તેને દૂર કરવા, તે સમ્યગ્દષ્ટિને “સમાધિ' પહોંચાડી કહેવાય છે. – સમાધિનો બીજો અર્થ કરાયો છે – “જે સમાધાન છે તે જ સમાધિ કહેવાય છે. આ સમાધિ દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે હોય છે. દ્રવ્યસમાધિ - જેના દ્વારા કાયાને શાતા ઉપજે તે. ભાવ સમાધિ - જેના દ્વારા મનને શાતા ઉપજે તે - અથવા - મનની વ્યાક્ષિપ્ત સ્થિતિ મટી જાય તેને ભાવ સમાધિ કહેવાય છે. -૦- આ રીતે જેઓ જીવોને કાયિક અને માનસિક “સમાધિ' શાતા પહોંચાડવામાં નિમિત્તભૂત થાય છે, તે સમ્મવિમિહિર કહેવાય. આગમોમાં સમાધિ શબ્દના જુદા જુદા અર્થો કર્યા છે - તે આ પ્રમાણે આચારાંગ વૃત્તિ-સમાધિ એટલે ઇન્દ્રિયપ્રણિધાન અથવા શરીરનું સમાધાન એટલે સમાધિ. સ્થાનાંગ વૃત્તિ - સમાધિ એટલે પ્રશસ્તભાવલક્ષણ રૂપ સમાધાન અથવા સમાધિ એટલે સમતા - સામાન્યથી રાગાદિનો અભાવ અથવા સમાધિ એટલે પ્રથમવાહિતા કે જ્ઞાન આદિ. સમવાયાંગ વૃત્તિ - સમાધિ એટલે પ્રશાંતતા. ઉત્તવૃત્તિ - સમાધિ એટલે ચિત્તસ્વાથ્ય કે શુભચિત્ત એકાગ્રતા. દશવૈકાલિક વૃત્તિ - પરમાર્થથી આત્માનું હિત, સુખ, સ્વાથ્ય તે સમાધિ. અથવા અનાકુલપણું તે સમાધિ ૦ મિ વાત્સ - હું કાયોત્સર્ગ કરું છું. – “કાયોત્સર્ગની વ્યાખ્યા પૂર્વે સૂત્ર-૬ “તસ્સઉત્તરીમાં કરેલ છે. • સત્ય. અહીં “અન્નત્થ' સૂત્ર લેવાનું છે. આ સૂત્ર આપ્યું “સૂત્ર-૭' રૂપે આવી ગયેલ છે. તેથી સૂત્ર, સૂત્રાર્થ વિવેચન આદિ સર્વે માટે જુઓ સૂત્ર-૭. ૦ સૂત્ર-સાર - સમગ્ર સૂત્રનો સારાંશ બે રીતે રજૂ કરી શકાય – (૧) શબ્દશઃ અર્થોને આશ્રીને (૨) ગ્રંથાધારિત પ્રણાલિ મુજબ[2|14] Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ (૧) વૈયાવચ્ચ કરનારાઓના નિમિત્તે, ઉપદ્રવો કે ઉપસર્ગોની શાંતિ કરનારાઓના નિમિત્તે, સમ્યગૃષ્ટિ કે મુમુક્ષુઓને ધર્મારાધનામાં મદદ કરનારાઓના નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. (૨) યોગશાસ્ત્ર વિવરણ - શ્રી જૈનશાસનની સેવા - રણારૂપ વૈયાવચ્ચ કરવામાં તત્પર એવા ગોમુખયક્ષ, અપ્રતિચક્રો-ચક્રેશ્વરી દેવી, યક્ષ-યક્ષિણી, સર્વલોકમાં શાંતિ કરનારા, સમ્યગૃષ્ટિ જીવોને સમાધિમાં સહાય કરનારા એવા સમ્યગૃષ્ટિ શાસનદેવોને ઉદ્દેશીને કાઉસ્સગ્ન કરું છું. - અહીં સાતમી વિભક્તિના અર્થમાં છટ્ઠી વિભક્તિ કહેલી છે. માટે અહીં વંદણવત્તિયાએ પદો ન બોલતા સીધું જ અન્નત્થ સૂત્ર બોલાય છે. – કેમકે દેવો અવિરતિ હોવાથી તેઓને વંદન-પૂજન આદિ ઘટતા નથી. આ પ્રમાણે કરવાથી જ તેઓને ભાવની વૃદ્ધિ થતી હોવાથી સ્મરણ કરનારને ઉપકારદર્શક થાય છે. - ધર્મસંગ્રહમાં આપેલ અર્થ - જૈનશાસનની વૈયાવચ્ચ (રક્ષા) કરનારા ગોમુખયલ - ચક્રેશ્વરી દેવી વગેરે યક્ષ - યક્ષિણીઓ અને અપ્રતિચકા આદિ વિદ્યાદેવીઓ વગેરે કે જેઓ સર્વલોકમાં શાંતિ કરનારા અને સમકિત દૃષ્ટિ જીવોને સમાધિ (માં સહાય) કરનારા છે (અહીં સપ્તમી વિભક્તિના અર્થમાં ષષ્ઠી વિભક્તિ છે માટે) તેઓને આશ્રીને કાયોત્સર્ગ કરું છું. (શેષ કથન યોગશાસ્ત્ર મુજબ જ છે.) – પડાવશ્યક બાલાવબોધમાં કરેલ અર્થ - જિનશાસનની વૈયાવચ્ચ કરનારા, શાંતિ કરનારા અને સમકિતવાળા પ્રાણીઓને સમાધિ કરનારા દેવોની આરાધના કરવા નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. n વિશેષ કથન : – આ સૂત્રના ચાર(પાંચ) પ્રકારે અર્થો જોયા. તેમાં સ્પષ્ટતયા દેવો કે દેવદેવીનો ક્યાંય ઉલ્લેખ નથી. પણ લલિત વિસ્તર, યોગશાસ્ત્ર આદિ ગ્રંથોમાં દેવદેવીને આશ્રીને આ કાયોત્સર્ગ કરવાની વાત સ્પષ્ટ કરવામાં આવી છે. થયના જોડાઓમાં પણ પ્રાચીન-સંસ્કૃત પ્રાકૃત-માં રચાયેલ સ્તુતિઓ કે ત્યારપછી ગુજરાતીમાં રચાયેલ સ્તુતિઓમાં ચોથી થોય શાસન દેવ કે દેવીની જ જોવા મળે છે, વળી થોયના જોડાનું બંધારણ જે દેવવંદનભાષ્ય ગાથા-પરમાં કહ્યું છે, તેમાં પણ ચોથી થાય વૈયાવૃત્ય કરનારા દેવોના ઉપયોગાર્થે બોલવાનું વિધાન છે. પ્રતિક્રમણની ક્રિયામાં પણ તે જ વાતની પ્રતીતિ થાય છે. માટે આ સૂત્રમાં દેવદેવીને આશ્રીને કાયોત્સર્ગનો અર્થ યોગ્ય લાગે છે. શાસન પર ભક્તિવાળા સમ્યગદૃષ્ટિ દેવોને શાસન દેવ કહેવાય છે. તેઓ સંઘમાં ઉપદ્રવ ફેલાય ત્યારે તેનું નિવારણ કરે છે અને શાંતિ સ્થાપે છે. કોઈપણ કારણે સંઘનું (કે સંઘની કોઈ વ્યક્તિનું) અહિત થતું હોય ત્યારે તેને ટાળવાનો શકય પ્રયત્ન કરે છે. જૈનસંઘના ઇતિહાસમાં શાસનદેવોની સેવા ઉજ્જવળ અક્ષરોએ નોંધાઈ છે. તેથી તેઓનું કાયોત્સર્ગ દ્વારા આરાધન કરાય છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ વેયાવચ્ચગરાણ-સૂત્ર-વિશેષ કથન ૨૧૧ Sા. ૦ લઘુ દૃષ્ટાંત : વસંતપુર નગરે જિનદત્તશ્રેષ્ઠી નામે સંયત એવો શ્રાવક હતો. તેને સુભદ્રા નામે એક પુત્રી હતી. જિનદત્તની ઇચ્છા કોઈ સાધર્મિકને જ પોતાની કન્યા આપવાની હતી. કોઈ બૌદ્ધધર્મીએ સુભદ્રાને જોઈ. તેણીના રૂપ-લાવણ્યથી મોહિત થઈને વિચાર્યું કે જો હું કપટથી શ્રાવકધર્મ પાળું તો જ આ શ્રાવક મને તેની કન્યા પરણાવશે. તેના બૌદ્ધધર્મીના કપટીપણાથી આકર્ષિત થઈ તેને પોતાની કન્યા પરણાવી. સુભદ્રા સાસરે આવી. ત્યાં બધાં બૌદ્ધધર્મી હોવાથી સુભદ્રાની નિંદા કરતા હતા. તેથી તે બુદ્ધ ઉપાસક સુભદ્રાને લઈને અલગ રહેવા લાગ્યો. તેમને ત્યાં અનેક સાધુ-સાધ્વી ગૌચરી માટે આવવા લાગ્યા. કોઈ વખતે તેમને ત્યાં એક તરુણ તેજસ્વી સાધુ પધાર્યા. વંટોળીયાને કારણે કોઈ નાનકડું તણખલું સાધુની આંખમાં પ્રવેશી ગયું. સાધુની આંખમાં થતી પીડા જોઈને સુભદ્રા શ્રાવિકાને અનુકંપા થઈ. તેણીએ કેવળ ભક્તિબુદ્ધિ વડે પોતાની જીભના અગ્રભાગથી તે તણખલું સાધુને સ્પર્શ કર્યા વિના જ બહાર કાઢી લીધું. આ રીતે તણખલું કાઢતાં સુભદ્રાના કપાળમાં રહેલ તિલક સાધુના કપાળે સહેજ સ્પર્શી ગયું. બંનેમાંથી કોઈએ વ્યાક્ષિપ્ત ચિત્ત હોવાથી આ વાત જાણી નહીં. સાધુ જ્યારે તેના ઘેરથી બહાર નીકળતા હતા ત્યારે તેની સાસુ અચાનક જ ત્યાં આવી ચડી. તેણીએ સાધુના કપાળમાં રહેલ ચાંદલો પોતાના પતિને બતાવ્યો. પછી બધાંને તે બતાવી આ વાત કહી. એમ કરીને સુભદ્રાની તથા સાધુની બદનામી ફેલાવી. ત્યારે સુભદ્રાનો પતિ પણ તેણી પ્રત્યે મંદ સ્નેહવાળો થયો. ધીમે ધીમે આ આખો વૃત્તાંત સુભદ્રાના જાણવામાં આવ્યો. તેણી આ વાત જાણી વ્યથિત થવા લાગી. પ્રવચન-શાસનની આવી ઉડ્ડાણા થતી જોઈ તેણીએ વિચાર્યું કે હવે આ કલંકને કઈ રીતે દૂર કરવું ? તેણીએ પ્રવચન-શાસન દેવતાને આશ્રીને કાયોત્સર્ગ કર્યો. નિકટમાં રહેલા કોઈક દેવતાએ તેણીના શીલ-સમાચાર જાણ્યા, જાણીને તે દેવતા ત્યાં આવ્યા. સુભદ્રાએ તેને વિનંતી કરી કે - ગમે તેમ કરી તમે આ શાસનની ઉઠ્ઠાણા થતી બંધ કરાવો. શાસનદેવતાએ તેણીને આવા કષ્ટ અને મનોવેદનામાંથી મુક્ત કરાવી. આવા અનેક પ્રસંગો જેવા કે યક્ષા સાધ્વી, વજસ્વામી આદિ અનેક ભવ્યાત્માના ચરિત્રોમાં શાસનદેવોની સહાયના પ્રસંગો નોંધાયા છે. ૦ ક્રિયામાં આ સૂત્રનો ઉપયોગ : – પ્રતિક્રમણમાં - રાત્રિક પ્રતિક્રમણમાં તથા દેવસિક પ્રતિક્રમણમાં ચાર થયના જોડામાં ચોથી થોય પૂર્વે આ સૂત્ર બોલાય છે. - દેવવંદનની આરાધનામાં પણ બે વખત આ સૂત્ર બોલાય છે. તેમજ ચૌમાસી, મૌન એકાદશી, દિવાળી, ચૈત્રીપૂનમ આદિ દેવવંદનોમાં પણ આ સૂત્ર બોલાય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ = સૂત્ર-નોંધ : આ સૂત્ર આવશ્યકાદિ કોઈ આગમમાં નથી. લલિત વિસ્તરાદિ ગ્રંથમાં તેનો પાઠ જોવા મળે છે. પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ - દેવવંદન ભાષ્યમાં તેને ચૈત્યવંદનના બારમાં અધિકારરૂપે જણાવેલ છે, પ્રતિક્રમણ ક્રિયામાં તેનું સ્થાન છે. તેથી આ સૂત્ર ઘણું જ પ્રાચીન જણાય છે. તે નિર્વિવાદ છે. આ સૂત્રની ભાષા આર્ષપ્રાકૃત છે. 1 Page #214 -------------------------------------------------------------------------- ________________ ભગવાનë૦ સૂત્ર ૨૧૩ ભગવાનB૦ સન. ભગવાનાદિ વંદન સૂત્ર છે v સૂત્ર-વિષય : આ સૂત્રમાં ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વે સાધુઓને નમસ્કાર કરવામાં આવેલ છે. . સૂત્ર-મૂળ :ભગવાનઈ, આચાર્યઉં, ઉપાધ્યાયતું, સર્વસાધુé. (૧) સૂત્ર-અર્થ : ભગવંતોને, આચાર્યોને, ઉપાધ્યાયોને (અને) સર્વ સાધુઓને (નમસ્કાર હો અથવા હું વંદન કરું છું) | શબ્દજ્ઞાન :ભગવાનë - ભગવંતોને આચાર્ય - આચાર્યાને ઉપાધ્યાયહં - ઉપાધ્યાયોને સર્વસાધર્ડ - સર્વ સાધુઓને 1 વિવેચન : આ એક ઘણું જ નાનું સૂત્ર છે. તેમાં મૂળ તો ચાર પદો જ આપેલા છે. તેના નમસ્કારનો ભાવ ગર્ભિત રીતે સમજી લેવાનો છે. વળી એક એક ખમાસમણ આપવા પૂર્વક આ ચારે નામોનું ઉચ્ચારણ થતું હોવાથી વંદનપૂર્વક આ પદો બોલાય છે, તેથી વંદન કરું છું એમ અર્થ કર્યો છે. • મવા - ભગવંતોને. – મવિન્ શબ્દને હં પ્રત્યય લાગવાથી ભગવાન હું એવું રૂપ બન્યું છે.' – અહીં અમે માવાનું એવું વ્યંજનાંત વાળું રૂપ લીધેલું છે અન્ય પુસ્તકોમાં ભગવાન એવું કારાત રૂપ પણ જોવા મળે છે. - અપભ્રંશ ભાષાના નિયમાનુસાર હું પ્રત્યય ષષ્ઠીનું બહુવચન બતાવે છે. અહીં તે ચતુર્થી બહુવચન દર્શાવવા વપરાયેલો છે. – ધ્રુ પછીના ત્રણે પદોમાં પણ વપરાયેલ છે. તે પણ વિભક્તિ અને વચનથી આ પ્રમાણે જ સમજવું. – તેથી ભવિદં નો અર્થ ભગવંતોને થાય છે. - મવાનું શબ્દ સૂત્ર-૫ 'ઇરિયાવહી'માં “મવિ' શબ્દથી આવી ગયો છે. સૂત્ર-૧૩ “નમુત્થણં'માં પણ માવંતા પદમાં માવંત શબ્દથી આવી ગયેલ છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ ત્યાં બંને સૂત્રોના વિવેચનમાં ભાવનું શબ્દનું વિસ્તૃત વિવેચન કરાયેલ છે તે જોવું. ૦ માવાન્ શબ્દનો અર્થ તીર્થકર ભગવંતોને તથા “ધર્માચાર્યોને એવો પણ થાય છે. પ્રબોધટીકા કર્તાએ તેને માટે આ પ્રમાણે પાઠો આપેલ છે. – સેન પ્રશ્નોત્તર ભાષાંતર પૃષ્ઠ-૩૨. ઉપાધ્યાય સોમવિજયજી-પ્રશ્નકર્તા. ઉત્તરદાતા - પૂ.સેનસૂરિજી મ. દેવસિય-પડિક્કમણમાં દેવવંદન પછી ચાર ખમાસમણાં દેવાય છે. તેમાં મવિદં પદમાં ભાવિન શબ્દનો શો અર્થ છે? કેટલાંકો તેનો “તીર્થકર' એવો અર્થ કરે છે. બીજાઓ “ધર્માચાર્ય" એવો અર્થ કરે છે. ત્યારે કોઈક “દેવવંદન પછી ચાર ખમાસમણાથી” ગુરમહારાજને વાંદે" એમ પ્રતિક્રમણહેતુ ગર્ભ ગ્રંથમાં કહ્યા મુજબ ગુરુ જ વંદાય છે. જેની પાસે પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરાય, તે ગુરુ મનાય એમ બોલે છે. તો આમાં કયો અર્થ ન્યાયયુક્ત છે ? આ પ્રશ્નનો ઉત્તર શ્રી વિજયસેનસૂરીશ્વરજી આ પ્રમાણે આપે છે– - પહેલા ખમાસમણે તીર્થકર અને ધર્માચાર્યને સંબોધી વંદન કરાય છે. - સેન પ્રશ્નોત્તર ભાષાંતર પૃષ્ઠ-૨૩૮ – પ્રશ્નકર્તા - પંન્યાસ ધર્મડર્ષગણી ઉત્તરદાતા - પૂ. સેનસૂરિજી મ. - “પ્રતિક્રમણમાં ખમાસમણ આપીને માવાનદં ભાવાર્થહં ઇત્યાદિ ચાર ખમાસમણમાં પહેલું “ભગવાનડું" બોલાય છે. આ પદમાં “ભગવાનું” શબ્દનો અર્થ શો થાય ?" કોઈક કહે છે કે “સુધર્માસ્વામી' થાય અને કોઈક “મંડલીના સ્વામી ગીતાર્થ મુનિવર થાય” એમ કહે છે અને કોઈક તીર્થંકર અર્થ થાય - એમ બોલે છે. જ્યારે “પ્રતિક્રમણ હેતુગર્ભ” ગ્રંથની બાલાવબોધમાં “ચ્યારે ખમાસમણે અરિહંતાદિક વાંદઈ" એમ લખ્યું છે. વળી લઘુ પ્રતિક્રમણ હેતુગર્ભમાં “ભગવ' શબ્દના ચાર અર્થો છે. તો (ભગવદ્ શબ્દનો) શો અર્થ થાય ? - આ પ્રશ્નનો ઉત્તર શ્રી વિજયસેનસૂરિજીએ આ પ્રમાણે કહ્યો છે– પરંપરાએ ભાવિન્ શબ્દનો અર્થ ધર્માચાર્ય સંભળાય છે.” સારાંશ- ભગવાનૂહ' શબ્દથી તીર્થકર ભગવંતોને તથા ધર્માચાર્યોને એવો અર્થ કરવો એમ ઉચિત લાગે છે. ૦ વાર્થ૮ - આચાર્યાને – આચાર્ય શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧ નવકારમંત્રમાં “ગારિયા' પદથી કરાયેલ છે. તેથી વિસ્તૃત વિવેચના સૂત્ર-૧માં જોવી. – સૂત્ર-૨ “પંચિંદિય'માં તેમના ૩૬ ગુણોનું વિવરણ છે. આ ૩૬ ગુણોપૂર્વકનું વિસ્તૃત વિવેચન સૂત્ર-રમાં જોવું. • ઉપાધ્યાયાં - ઉપાધ્યાયોને– Page #216 -------------------------------------------------------------------------- ________________ ભગવાનë૦ સૂત્ર-વિવેચન ૨૧૫ - આ શબ્દની વ્યાખ્યા, વિવેચન આદિ સૂત્ર-૧ ‘નવકાર મંત્રમાં ચોથા હવન્નાયા પદમાં ‘વજ્ઞાય’ શબ્દથી આપવામાં આવેલ છે. • સર્વસાધુરં - સર્વ સાધુઓને. - સાધુ કે સર્વસાધુ શબ્દની વ્યાખ્યા અને વિવેચન સૂત્ર-૧ “નવકાર મંત્રના પાંચમાં પદમાં “સર્વસાહૂ' શબ્દોથી અપાયેલ છે. વળી ત્યાં ના શબ્દ માટે “કેટલાંક ઇચ્છે છે” એમ કહીને તોરહિત સવ્વસાહૂyi નો પાઠ પણ છે તેવું જણાવેલ જ છે. - આ ઉપરાંત સૂત્ર-૧૫ ‘ગાવંત કે વિ” માં પણ સાધુ શબ્દની વ્યાખ્યા છે. સૂત્ર-૧૧ “જગચિંતામણિ'માં પણ સાધુનો સંખ્યા નિર્દેશ છે. 1 વિશેષ કથન : ૦ સૂત્રનું નામ :- આ સૂત્રના બે નામો નોંધાયા છે (૧) ભગવદાદિવંદન સૂત્ર અને (૨) ભગવાડું સૂત્ર . (૧) ભગવદાદિ વંદન સૂત્ર ભગવાન્ આદિ ચારે પદો બોલતા પૂર્વે એકએક ખમાસમણ દેતા-દેતા એક-એક પદનું ઉચ્ચારણ થાય છે. તેથી તેને ભગવદાદિ વંદન સૂત્ર કહ્યું છે. (૨) ભગવાન્હેં સૂત્ર - સૂત્રના આદ્ય પદને આશ્રીને આ સૂત્રનું નામ બોલાય ત્યારે “ભગવાનડું' એવું નામ બોલાય છે. ૦ સૂત્રનું મહત્ત્વ : – અહીં પંચપરમેષ્ઠીમાંના ચાર પદો રજૂ થયા છે. આ ચારે પદોમાં વર્તતા ઉચ્ચ આત્માઓ પરમ વંદનીય છે જ. તેમને નમસ્કાર શા માટે ? તે બાબતનું વર્ણન તો સૂત્ર-૧ “નવકારમંત્રમાં કરાયેલ જ છે. તઉપરાંત પુનઃપુનઃ વંદનાદિથી ભાવની વિશુદ્ધિ થાય છે. – પ્રતિક્રમણહેતુગર્ભમાં શ્રી જયચંદ્રસૂરિજી જણાવે છે કે, દેવવંદન (અર્થાત્ ચાર થોયના જોડારૂપ ઉત્કૃષ્ટ ચૈત્યવંદન) કર્યા પછી ચાર ખમાસમણ વડે શ્રી ગુરુઓને વાંદે. (કેમકે) લોકમાં પણ રાજા અને પ્રધાન આદિના બહુમાન વડે પોતાની ઇચ્છેલી કાર્યસિદ્ધિ થાય છે. (તે જ રીતે અહીં વંદનાદિ વડે ઇષ્ટ અર્થની સિદ્ધિ થાય છે) અહીં રાજાને સ્થાને તીર્થકર અને પ્રધાનને સ્થાને આચાર્યાદિ છે. ૦ ક્રિયામાં સ્થાન : રાત્રિક અને દૈવસિક (પાક્ષિક આદિ સહિત) પ્રતિક્રમણમાં બબ્બે વખત આ ચાર ખમાસમણ આપવાનો વિધિ પ્રચલિત છે – (૧) રાત્રિક પ્રતિક્રમણમાં - જગચિંતામણિયુક્ત ચૈત્યવંદન કર્યા પછી આ ચારે પદો (ખમાસમણપૂર્વક) બોલાય છે અને પછી ચાર થોયના જોડા બાદ નમુત્થણ બોલ્યા પછી આ ચારે પદો ખમાસમણપૂર્વક બોલાય છે. (૨) દૈવસિક (આદિ સંધ્યાકાલિન) પ્રતિક્રમણમાં પહેલા ચાર થાયના જોડારૂપ દેવવંદન કર્યા પછી નમુત્થણે કહીને ચાર ખમાસમણ પૂર્વક આ ચાર પદો Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ બોલાય છે. બીજી વખત છ આવશ્યક બાદ સ્તવન કહ્યા પછી બોલાય છે. ૦ આધાર સ્થાન સંબંધે પ્રબોધટીકામાં કરેલ નોંધનું સ્પષ્ટીકરણ – પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભાગ-૨માં આ ચાર પદો માટેનું આધાર સ્થાન જણાવવા (૧) યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવૃત્તિમાં ચિરંતનાચાર્ય કૃત્ પ્રતિક્રમણવિધિની ૩૩ ગાથાઓનું અવતરણ કર્યાની નોંધ છે. (૨) પાદનોંધમાં - શ્રાદ્ધવિધિમાં આ ગાથાઓ આપી હોવાનો સાક્ષીપાઠ છે. જેનો ગાથા ક્રમાંક ૩૦ બતાવ્યો છે. આ પાઠને આધારે પ્રબોધટીકા કર્તા એવું જણાવે છે કે, તેમાં (તે ગાથામાં) ભગવદાદિ ચારને વંદન કરવાનો ઉલ્લેખ આવે છે. માટે આ ચારને વંદન કરવાનો વિધિ ચિર-પ્રચલિત છે. આ લખાણમાં અર્થઘટન ખોટું છે – કેમકે - આ ૩૩ ગાથાઓ. – યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં આપી છે. જેમાં પ્રસ્તુત ગાથાનો ક્રમ “૩૦' છે એટલી વાત નિશ્ચિતપણે સત્ય છે. – શ્રાદ્ધવિધિના પ્રકાશ-૨ “રાત્રિકૃત્યમાં પણ આ ૩૩ ગાથાઓની નોંધ યોગશાસ્ત્રવૃત્તિ મુજબ લેવાઈ છે તે પણ અમે “શ્રાદ્ધવિધિમાં જોયું. પરંતુ તેની ગાથા ૩૦ને આધારે ભગવદાદિ ચાર વંદનનો ઉલ્લેખ મળે છે તે કથન તદન ખોટું છે. કેમકે (૧) આ ૩૩ ગાથાઓમાં ૧૮ ગાથા સુધી દેવસી પ્રતિક્રમણ વિધિ છે, પછી ૧૯ થી ૨૭ ગાથામાં રાઈ પ્રતિક્રમણ વિધિ કહી છે. ગાથા ૨૮થી પપ્રિતિક્રમણની વિધિ શરૂ કરે છે. તેમાં ગાથા ૩૦માં પગંત (સમત્ત) ખામણા પછી “ચાર થોભવંદન કરવા” એ પ્રમાણે નોંધ્યું. ત્યારપછી ગાથા-૩૧માં લખ્યું કે ઉપરોક્ત વિધિ કર્યા પછી શેષ દેવસિક પ્રતિક્રમણ કરે. આ બધાંનો સારાંશ એ કે ગાથા-૩૦માં જણાવેલા “ચાર થોભવંદન'નો અર્થ “પકિખખામણા' થાય છે નહીં કે ભગવદ્ આદિ ચાર વંદન (૨) આ માત્ર અમારું તારણ છે એમ જ નથી. પણ પ્રબોધટીકાના કર્તાએ પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભાગ-૩ના પરિશિષ્ટોમાં યોગશાસ્ત્રમાં ઉદ્ધત આ જ ૩૩ ગાથાઓની અર્થ સહિત નોંધ કરી છે. તેમાં તેઓ પણ ગાથા-૩૦માં ચાર સ્તોભ વંદનનો અર્થ “પકિખખામણા' જ કર્યો છે. તેથી આ સાક્ષી પાઠ ચાર પબિ ખામણા અંગેનો છે. પરંતુ ભગવદાદિ ચાર પદોના વિષયમાં આ સાક્ષીપાઠ નથી. પણ આ જ ૩૩ ગાથામાં ગાથા-૨માં ચાર ખમાસમણનો ઉલ્લેખ છે જ તે જ આ સૂત્રનો સાક્ષી પાઠ નિશ્ચિત થાય છે. વળી ધર્મસંગ્રહ આદિમાં પણ વિધિરૂપે ચાર ખમાસમણની વાત આવે જ છે. i સૂત્ર-નોંધ :– આ સૂત્રનો આવશ્યક આદિ આગમ સૂત્રોમાં કોઈ પાઠ મળતો નથી. – આ સૂત્ર વિષયક થયેલ પ્રશ્નોત્તર તેમજ પ્રતિક્રમણમાં દીર્ધકાળથી તેનું Page #218 -------------------------------------------------------------------------- ________________ ભગવાનë. સૂત્ર-સૂત્રનોંધ ૨૧૭ ક્રિયામાં સ્થાન આદિ જોતાં લાંબા સમયથી આ ચારે પદોનું અસ્તિત્વ સ્વીકારાએલું છે તેટલું ચોક્કસ કહી શકાય. પણ અમે તેના આધારસ્થાન વિશે કોઈ ચોક્કસ નિર્ણય પ્રાપ્ત કરી શક્યા નથી. હા. યોગશાસ્ત્રમાં નિર્દિષ્ટ પ્રતિક્રમણવિધિ દર્શક ૩૩ ગાથામાં બીજી ગાથામાં ચાર ખમાસમણનો ઉલ્લેખ ચોક્કસ પ્રાપ્ત છે. – આ સૂત્રની ભાષા અપભ્રંશ છે. – ઉચ્ચારની દૃષ્ટિએ અનુભવે એવું જોવા મળેલ છે કે “સર્વસાધુહને બદલે ઘણાં “સર્વસાધુળ્યું” બોલે છે. ઉચ્ચારની આ ક્ષતિ ન થાય તે માટે પહેલેથી જ ધ્યાન આપવું જોઈએ. - ચારે પદ ચાર ખમાસમણપૂર્વક બોલાય છે. તે ચારે ખમાસમણ ઉભા થઈને વિધિપૂર્વક આપતા-આપતા એક-એક પદનું અલગ-અલગ ઉચ્ચારણ બધાંએ સાથે કરવું જોઈએ. બેઠા બેઠા ખમાસમણ આપીને નહીં. - X —-X Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ સૂત્ર-ર૬ થી દેવસિસ પડિક્કમણે ઠાઉ- સુત્ર પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર છે સૂત્ર-વિષય : આ સૂત્રમાં મન, વચન, કાયાની દુષ્ટ પ્રવૃત્તિ થકી લાગેલા દોષોની માફી માંગવામાં આવી છે. સૂત્ર-મૂળ :ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિસ પડિક્કમણે ઠાઉં? ઇચ્છે. સવ્યસ્સ વિ દેવસિઅ દુચિંતિએ દુબભાસિઅ દુધ્યિઠિઅ મિચ્છા મિ દુક્કડં. . સૂત્ર-અર્થ : હે ભગવન્! સ્વેચ્છાએ મને દેવસિક પ્રતિક્રમણમાં સ્થિર થવાની આજ્ઞા આપો. (શિષ્ય જ્યારે આ પ્રમાણે કહે ત્યારે ગુરુ ભગવંત આજ્ઞા આપે કે, રાહ - પ્રતિક્રમણમાં સ્થિર થાઓ. ત્યારપછી શિષ્ય કહે...) ઇચ્છે - હું ભગવંતના એ વચનને ઇચ્છું છું - (સ્વીકારું છું) દિવસ સંબંધી સર્વ પણ દુષ્ટ ચિંતવન, દુષ્ટ ભાષણ અને દુષ્ટ ચેષ્ટા સંબંધી (અર્થાત્ મન, વચન અને કાયાની દુષ્ટપ્રવૃત્તિ) થકી જે-જે અતિચારોનું સેવન થયું હોય, તે સર્વે મારું પાપ મિથ્યા થાઓ. | શબ્દજ્ઞાન :ઇચ્છાકારેણ - સ્વ-ઇચ્છાએ સંદિસહ - આજ્ઞા આપો ભગવન્! - હે ભગવંત ! દેવસિય - દિવસ સંબંધી પડિક્કમો - પ્રતિક્રમણમાં ઠાઉ - સ્થિર થવાને ઇચ્છે - ઇચ્છું છું, સ્વીકારું છું સબ્યસ્સ વિ - સર્વે પણ દુચિંતિઅ - દુષ્ટ ચિંતવનનું દુબભાસિઅ - દુષ્ટ ભાષણનું દુચ્ચિઠિઅ - દુષ્ટ ચેષ્ટાનું મિચ્છા - મિથ્યા થાઓ મિ - મારું (બોલનારનું) દુક્કડ - દુષ્કત, પાપ 1 વિવેચન :આ સૂત્રથી દેવસિક પ્રતિક્રમણની છ આવશ્યકરૂપ ક્રિયાનો આરંભ થાય છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ દેવસિસ પડિક્કમણે ઠાઉં - સૂત્ર-વિવેચન ૨૧૯ તેથી આ સૂત્રને પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર કહ્યું છે. (આ જ પ્રકારનું સૂત્ર-૩૪ સવ્વસ વિ' પણ છે. પરંતુ ત્યાં સૂત્ર બોલવાનો ઉદેશ પ્રતિક્રમણ માટેની આજ્ઞા લેવાનો છે.) અહીં પ્રતિક્રમણનો આરંભ કરવા માટેની આજ્ઞા લેવાનો ઉદ્દેશ છે. ગુર ભગવંત પ્રતિક્રમણમાં સ્થિર થવાની આજ્ઞા આપે, ત્યારપછી દિવસ દરમ્યાન મન વચન, કાયાની દુષ્ટ પ્રવૃત્તિ થઈ હોય તેની સંક્ષિપ્તમાં માફી માંગી લઈ, પછી સામાયિક આવશ્યકરૂપ “કરેમિભંતે" બોલવાપૂર્વક છ-આવશ્યકમય પ્રતિક્રમણ ચાલુ થાય છે. • છાવરેન - સ્વેચ્છાથી, બળાત્કારે નહીં પણ આપની ઇચ્છા હોય તો, સ્વકીય ઇચ્છાપૂર્વક. • સંવિદ - આજ્ઞા આપો. આદેશ આપો, અનુમતિ આપો. • ભાવ ! હે ભગવન્! હે પૂજ્ય ! -૦- હે ભગવન્! (હે પૂજ્ય !) આપ આપની ઇચ્છા હોય તો મને આજ્ઞા (આદે, અનુમતી) આપો. - આ પદ પૂર્વે સૂત્ર-૫ 'ઇરિયાવહીમાં આવી ગયેલ છે ત્યાં તેનું વિસ્તારથી વિવેચન કરેલ છે. તે જોવું. - આવો જ આદેશ સૂત્ર-૩૬ “અભુઠિઓ' સૂત્રમાં પણ મંગાય છે. – સૂત્ર-૩૪ “સબ્યસ્સ વિ'માં પણ આ જ આદેશ સૂત્રને અંતે છે. - સૂત્ર-૧૧ “જગચિંતામણિમાં પણ આ પ્રમાણે આદેશ મંગાયો છે. – પ્રત્યેક ક્રિયા ગુરુ ભગવંતની આજ્ઞાપૂર્વક જ આરંભાય-એ આ “આજ્ઞા, યાચના, વચન"નું રહસ્ય છે. • દેવસિઅ - દેવસિક, દિવસ સંબંધી, દિવસના – યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વૃત્તિ પ્રકાશ-૩ તથા ધર્મસંગ્રહમાં જણાવે છે કે અહીં “દેવસિઅપથી “દુચ્ચિઠિઅ સુધીના ચારે શબ્દોમાં છઠી વિભક્તિનો લોપ થયેલો છે. તેથી તેનું સંસ્કૃત રૂપાંતર ‘સૈવસિસ્ય' આદિ થાય છે. – પ્રતિક્રમણના પાંચ ભેદોને આશ્રીને અહીં કેવસિમ શબ્દનો પ્રયોગ થયો છે. જો રાત્રિપ્રતિક્રમણ કરતા હોઈએ તો ર3 ડિઘમ ટાઉં? એમ બોલાય છે. – ફેવસિઝ અર્થાત્ દિવસના અંત ભાગે કરાતું (પ્રતિક્રમણ) –દેવસિક (પ્રતિક્રમણ) માટેનો સમય જણાવતા શ્રાદ્ધ વિધિ, ધર્મ સંગ્રહ, આવશ્યક ચૂર્ણિ આદિમાં કહ્યું છે કે ઉત્સર્ગ માર્ગ અડધો સૂર્ય અસ્ત થયો હોય ત્યારે વંદિત્ત સૂત્ર (પ્રતિક્રમણ સૂત્ર) બોલાય તે રીતે દિવસ સંબંધી પ્રતિક્રમણ કરવું જોઈએ. અપવાદ માર્ગે (કારણે) ત્રીજા પ્રહરથી માંડીને અર્ધરાત્રિ સુધીમાં દૈવસિક પ્રતિક્રમણનો સમય જાણવો. આ રીતે ‘હેવસિંગ' શબ્દનો અર્થ “રાત્રિ પ્રતિક્રમણ પછીથી દિવસના અંત ભાગ સુધીનો સમય એવો અભિપ્રેત થાય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ વિકમ - પ્રતિક્રમણમાં - પૂર્વે સૂત્ર-૫ ‘ઇરિયાવહીમાં પ્રતિક્રમણ' શબ્દનો અર્થ ઘણાં વિસ્તારપૂર્વક જણાવાયો છે, તે ખાસ જોવું. – “પ્રતિક્રમણમાં' શબ્દથી અહીં “દોષથી કે પાપથી પાછા હટવાની ક્રિયામાં" એવો અર્થ સમજીને ચાલી શકાય. – માત્ર વિધિ સ્વરૂપે વિચારો તો પણ દેવસિક પ્રતિક્રમણ સંબંધી વિધિ અર્થાત્ ક્રિયા માટે (હું સ્થિર થાઉં ?) એમ સમજવાનું રહે. કહે - સ્થિર થવાને. – અહીં મૂળ ક્રિયાપદ ટા (થા) છે. આ ક્રિયાપદનો પ્રયોગ પૂર્વે સૂત્ર-૬ ‘તસ્સ ઉત્તરી'માં પણ થયો છે. ફર્ક માત્ર એ કે ત્યાં જ પદથી ક્રિયાપરૂપે દર્શાવેલ છે અહીં ટાર્ડ (ાતુH) પદથી હેત્વર્થ કૃદન્તરૂપે તેનો પ્રયોગ કરાયેલ છે. • કુષ્ઠ - તેનું સંસ્કૃત રૂપાંતર છે છામિ - હું ઇચ્છું છું. - યોગશાસ્ત્ર વિવરણમાં તેના બે અર્થો જોવા મળે છે :(૧) એ ભગવદુવચનને હું ઇચ્છું છું. (૨) મારે આપની આજ્ઞા પ્રમાણ છે. (આ શખું રહસ્ય એ પ્રમાણે છે કે, જ્યારે શિષ્યને પ્રતિક્રમણનો આરંભ કરવો હોય ત્યારે તે “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું ! દેવસિઅ પડિક્કમણે ઠાઉ?” એમ પ્રશ્ન કરે છે ત્યારે ગુરુ ભગવંત તેને આદેશ-આજ્ઞા આપતા કહે છે “ઠાએડ” તેના અનુસંધાને ગુરુની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કરવાને માટે શિષ્ય જે શબ્દ બોલે તેને ‘ઇચ્છ” કહે છે.) ૦ આ રીતે ગુરુ ભગવંતની આજ્ઞા પ્રાપ્ત થયા પછી, “ઇચ્છ' શબ્દપૂર્વક તેનો વિનયથી સ્વીકાર કરીને પછી શિષ્ય રજોહરણ (ચરવળા) પર જમણો હાથ (ખુલ્લો) સ્થાપીને પછી પ્રતિક્રમણના બીજભૂત એવા પ્રતિક્રમણ સ્થાપના સૂત્રને બોલે. તેનું વિવેચન આ પ્રમાણે : • સવ્ય વિ સર્વેનું પણ. – આ શબ્દનો સંબંધ હવે પછીની ત્રણે પ્રવૃત્તિઓ સાથે છે. (મનની, વચનની, કાયાની સર્વે પણ દુષ્ટ પ્રવૃતિ એવો અર્થ ગ્રાહ્ય છે.). – યોગશાસ્ત્ર આદિમાં સવ્વસ નો અર્થવિસ્તાર કરતા કહે છે કે, કરવા યોગ્ય ન કરવાથી અને ન કરવા યોગ્ય કરવાથી - જે કોઈ અતિચારો લાગ્યા હોય તે સર્વે અતિચારોનું ગ્રહણ કરવાનું છે. • યુતિ - દુષ્ટ ચિંતવનનું, ખરાબ વિચારોનું. - મનની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચારો કે દોષોનું. – યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વૃત્તિના ત્રીજા પ્રકાશમાં તથા ધર્મસંગ્રહમાં જણાવ્યા મુજબ - આર્ત અને રૌદ્રધ્યાન વડે જેમાં દુષ્ટ ચિંતન થયેલું છે તેને “દુશ્ચિતિત' કહેવાય છે. આવા દુશ્ચિતિતથી ઉદ્ભવેલાનું આ પદ વડે માનસિક અતિચારોનું Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ છા છે દેવસિઅ પડિક્કમણે ઠાઉં - સૂત્ર-વિવેચન સૂચન થાય છે. – દુર્ઘતિક શબ્દમાં ષષ્ઠી વિભક્તિનો લોપ થયેલો છે. તેથી સંસ્કૃત રૂપાંતર કુત્તિતી થાય છે. ૦ લઘુ દષ્ટાંત :- લક્ષ્મણા નામે એક સાધ્વી હતા. કોઈ વખતે ઉપાશ્રયમાં એકાંતમાં બેઠેલા લક્ષ્મણા સાધ્વીએ ક્રીડા કરતા પક્ષીયુગલને જોઈને ચિંતવ્યું કે આમનું જીવન સફળ છે આ ચકલાને સ્પર્શ કરતી ચકલીને કે જે પ્રિયતમને આલિંગન આપીને પરમ આનંદ-સુખ આપે છે. ભગવંતે પુરુષ અને સ્ત્રીઓને રતિક્રીડા કરતા જોવાનું શા માટે નિવાર્યું હશે ? તેઓ તો વેદ ના દુઃખરહિત હોવાથી બીજાના સુખદુઃખ જાણી શકતા નથી. પણ ના, ના, ના ભગવંતે જે આજ્ઞા કરેલી છે, તે યથાર્થ જ છે. તેઓ વિપરીત આજ્ઞા કરે જ નહીં. ત્યારપછી તેણી અત્યંત વ્યથિત થયા. પોતે કરેલી દુષ્ટ ચિંતવના વિશે લક્ષ્મણા સાધ્વીને ઘણો જ પસ્તાવો થયો. પછી તેણીએ આલોચના ગ્રહણ કરવા વિચાર્યું. પણ તેણીને થયું કે મારો આ માનસિક દોષ ભગવંત પાસે પ્રગટ કરીશ તો મારા ભાઈઓ, પિતા, માતા આ વાત જાણશે તો દુઃખી થશે. પછી તેણીએ શલ્યપૂર્વક આલોચના કરી ૫૦ વર્ષ સુધી વિકૃષ્ટ તપ કર્યો. આ તપ દરમિયાન આવશ્યક ક્રિયાઓ પણ છોડી નહીં. તો પણ તેણીની શુદ્ધિ ન થઈ. ત્યારપછી કાળધર્મ પામીને તેનું ભયંકર ભવભ્રમણ ચાલુ થયું. મહાકાલેશકારી ભવો થયા. ૮૨ ચોવીશી સુધી તેણીનું સંસારમાં રખડવાનું બન્યું. તિર્યંચ અને નરકના ઘોર દુઃખો સહન કર્યા. કેવળ દુષ્ટ ચિંતવનાનો આ છે અશુભ કર્મવિપાક. • ડુમસ - દુષ્ટ ભાષણનું, ખરાબ રીતે બોલાયેલાનું. - વાણીની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચારો કે દોષોનું. – યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવૃત્તિના ત્રીજા પ્રકાશમાં તથા ધર્મસંગ્રહમાં જણાવ્યા મુજબ - દુષ્ટ અર્થાત્ જેમાં સાવદ્ય-વાણીરૂપ બોલાયેલું હોય છે. દુર્ભાષિત’ તેના વડે ઉત્પન્ન થયેલાનું. આ પદ વડે વાચિક અતિચારોનું સૂચન થાય છે. – સુમતિમ શબ્દમાં ષષ્ઠી વિભક્તિનો લોપ થયેલો છે. તેથી સંસ્કૃત રૂપાંતરમાં તેનું સુમષિતચ થાય છે. ૦ લઘુદષ્ટાંત :- ભદ્ર નામે આચાર્ય હતા. તેમના ગચ્છમાં ૫૦૦ શિષ્યો અને ૧૨૦૦ સાધ્વીજી હતા. તેમાં એક સાધ્વીજી જુ આર્યા નામે હતા. કોઈ સમયે રજ્જા આર્યાને પૂર્વકૃતુ અશુભ પાપકર્મના ઉદયના કારમે કુષ્ઠરોગ થયો. તેનાથી તેનું આખું શરીર સડી ગયું. તેમાં કૃમિઓ ઉત્પન્ન થઈને તેને ફોલી ખાવા લાગી. ત્યારે ગચ્છમાં રહેલા બીજા સંયતીઓ તેમને પૂછવા લાગ્યા કે અરે ! આ તમને અચાનક શું થયું? ત્યારે તે મહાપાપકર્મી રજા આર્યાએ સંયતીઓને એવો પ્રત્યુત્તર આપ્યો કે આ અચિત્ત જળનું પાન કરવાના કારણે મારું આ શરીર વણસીને નાશ પામ્યું છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ તેમના આ દુષ્ટ વચનથી સર્વે સંયતીઓના હૃદય ક્ષોભ પામ્યા. આવા સમયે એક સંયતી-સાધ્વીને થયું કે મારું શરીર એક પલકારા જેટલા અલ્પકાળમાં જ સડી જાય, ટુકડે ટુકડા થઈ જાય તો પણ હું સચિત્ત જળનું પાન આ જન્મમાં કદાપી નહીં કરું અને અચિત્ત જળનો ત્યાગ નહીં કરું. આ સાધ્વીનું શરીર અચિત્ત જળના પાનથી સડી ગયું હોય તે વાત પણ શક્ય નથી. આ પ્રમાણેની શુભ વિચારણા કરતા-કરતા તે સાધ્વી શુક્લધ્યાનમાં લીન બન્યા અને તેણીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કેવલી સાધ્વીજીએ રજ્જા આર્યાને તેણીને થયેલા કુષ્ઠ રોગનું સાચું કારણ જણાવ્યું કે પ્રવચન દેવતાએ તને આ સજા કરેલી છે, જેનું કારણ તારું અઘટીત વર્તન હતું. ત્યારે રજ્જાઆર્યાએ કેવલીના વચનનો આદર કર્યો અને પોતાના દુષ્ટ ભાષણ માટે પ્રાયશ્ચિત્ત માંગ્યું. ત્યારે કેવલીએ કહ્યું કે, તારા માટે કોઈ જ પ્રાયશ્ચિત્ત નથી. કેમકે સર્વે સાધ્વીઓના હૃદય લોભિત કર્યા છે. દુષ્ટ ભાષણથી અત્યંત કષ્ટદાયી, વિરસ, ભયંકર, બદ્ધ, પૃષ્ટ, નિકાચિત પાપનો પુંજ એકત્ર કર્યો છે. ત્યારપછી રજ્જા સાથ્વીના શરીરમાં સોળ મહાભયંકર રોગો ઉત્પન્ન થયા. અનંતાભવો સુધી લગાતાર દુઃખ ભોગવ્યું. કેવળ દુષ્ટ ભાષણનો આ છે અશુભ કર્મ વિપાક. • સુશિકિ -દુષ્ટ ચેષ્ટાનું, ખરાબ કાર્યોનું. – કાયાની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચારો કે દોષોનું. – યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વૃત્તિના ત્રીજા પ્રકાશમાં તથા ધર્મસંગ્રહમાં જણાવ્યા મુજબ - જેનો નિષેધ કરવામાં આવ્યો છે તેવું દોડવા કૂદવા વગેરે ક્રિયારૂપ ચેખિત - પ્રવૃત્તિ તે ક્ષેષ્ટિત. તેનાથી ઉત્પન્ન થયેલાનું. આ પદ વડે કાયિક અતિચારોનું સૂચન થાય છે. • લઘુ દૃષ્ટાંત : ભગવંત મહાવીરથી જે પ્રતિબોધ પામી આઠમા દેવલોક ગયો તે ચંડકૌશિક સર્પની કથા જૈન જગત્માં પ્રસિદ્ધ છે. પણ તેને મળેલ સર્પનો ભવ એ તેના દુશેષ્ટિતપણાનું પરિણામ હતું. પૂર્વભવે એક ઉગ્રતપસ્વી ક્ષમક સાધુ હતા. કોઈ વખત માસક્ષમણ તપના પારણે બાળમુનિ સાથે વહોરવા નીકળેલા. ચાલતા ચાલતા તેમના પગ નીચે અચાનક કોઈ દેડકી આવી જતા દેડકી મૃત્યુ પામી. પાછા ઉપાશ્રયમાં ફરી ઇરિયાપથ આલોચના કરતા હતા ત્યારે સમકમુનિએ દેડકીની વિરાધનાની આલોચના ન કરી. ત્યારે બાળમુનિએ તેમને યાદ અપાવ્યું કે દેડકીની વિરાધનાની આલોચના કરો. પણ સમકમુનિએ તેમ ન કર્યું. પછી પણ બાળમુનિએ યાદ કરાવ્યું પણ ક્ષમક મુનિએ કહ્યું કે મેં કંઈ દેડકી થોડી મારી છે ? સાંજે પ્રતિક્રમણ અવસરે દેડકીની વિરાધના યાદ કરાવી. એ રીતે Page #224 -------------------------------------------------------------------------- ________________ દેવસિઅ પડિક્કમણે ઠાઉ - સૂત્ર-વિવેચન ૨૨૩ બાળમુનિએ વારંવાર દેડકીની વિરાધના યાદ કરાવ્યા કરી ત્યારે કમકમુનિ ક્રોધિત થઈને બાળસાધુને મારવા દોડ્યા. માર્ગમાં થાંભલો હતો, તેનો ખ્યાલ ન રહ્યો. સમકમુનિ ત્યાં અથડાઈને મૃત્યુ પામ્યા. મરીને જ્યોતિષ્ક દેવ થયા. ત્યાંથી કૌશિક તાપસરૂપે જન્મ્યા. ત્યાં પણ તેમને અત્યંત ક્રોધનો ઉદય હતો. ક્રોધ ભાવથી તેમની કાયિકપ્રવૃત્તિ કરતા મૃત્યુ પામીને ચંડકૌશિક સર્પ થયા. આ છે દુષ્ટ ચેષ્ટા-કાયાની દુષ્ટપ્રવૃત્તિનો અશુભ કર્મવિપાક. • મિચ્છા મિ દુ૬િ - મારુ પાપ મિથ્યા થાઓ. - સૂત્ર-૫ ‘ઇરિયાવહીમાં આ પદની વિવેચના-વ્યાખ્યા આદિ વિસ્તારથી કરાયેલા છે. તેથી સૂત્ર-પમાં જોવું. – આ ઉપરાંત સૂત્ર-૧૦ “સામાઇય વયજૂરો'માં પણ “ મિચ્છા મિ દુક્કડું' પદ આવે છે. પછીના સૂત્ર-૨૭, ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૪માં પણ આ પદ આવવાનું છે. સ્વ દુષ્કૃત્ની ગર્તા માટેનું આ બીજરૂપ અને અતિ મનનીય પદ છે. આ પદ દ્વારા “અતિચારોની જુગુપ્સા” કરાય છે. -૦- યોગશાસ્ત્ર અને ધર્મસંગ્રહમાં અપાયેલ સૂત્ર-સાર – હે ભગવંત ! મારા બળાત્કાર (આગ્રહ)થી નહીં, પણ આપની ઇચ્છાથી મને પ્રતિક્રમણ-દોષથી પાછા હઠવાની ક્રિયા-માં સ્થિર થવા માટેની અનુમતિ આપો. (એમ કહીને મૌનપણે ગુરુની સન્મુખ જોતો અટકે) ત્યારે ગુરુ ભગવંત ‘ટાઇટ પ્રતિક્રમણમાં સ્થિર થાઓ તેમ કહે. ત્યારે શિષ્ય – “રૂછું' શબ્દથી તેમના વચનને વિનયથી સ્વીકારે. દિવસ સંબંધી સર્વ કંઈ અકરણીય કરવાથી કે કરણીયને નહીં કરવાથી થયેલા અતિચારોનું, કેવા અતિચારોનું ? – આર્નરોદ્ર ધ્યાનરૂપ દુષ્ટ ચિંતવન કરવાથી થયેલા એવા માનસિક-(મનની પ્રવૃત્તિ જન્ય) અતિચારોનું. – ખરાબ-પાપ વચનો બોલવાથી થયેલા વાચિક અતિચારોનું. – નિષેધ કરાયેલ દોડવા-કૂદવા વગેરે કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી થયેલા કાયિક (શરીરની પ્રવૃત્તિ જન્ય) અતિચારોનું. એ સર્વે અતિચારોરૂપ મારું પાપ મિથ્યા થાઓ - એ અતિચારોની હું જુગુપ્સા કરું છું. i વિશેષ કથન :૦ આ સૂત્રના બે નામો આરંભે જણાવ્યા છે– (૧) દેવસિઅ પડિક્કમ ઠાઉ - સૂત્ર આ નામ તેના આરંભિક શબ્દોને આધારે પ્રસિદ્ધ થયું છે જેમ સૂત્ર-પમાં ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું ! ઇરિયાવહિયં પડિક્કમામિ ?'થી આરંભ થાય છે, તેને “ઇરિયાવહી સૂત્ર નામે ઓળખવામાં આવે છે, તેમ આ સૂત્ર “દેવસિઅ પડિક્કમeઠાઉ' નામથી પ્રસિદ્ધ થયેલું છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨ (૨) પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર - આ સૂત્રનું બીજું નામ છે. કેમકે પ્રસ્તુત સૂત્ર વડે પ્રતિક્રમણની સ્થાપના થાય છે. પછી જ આવશ્યકમય એવા પ્રતિક્રમણની ક્રિયાનો આરંભ થાય છે. બીજું - પ્રતિક્રમણના પાંચ ભેદો ભગવંત મહાવીરના શાસનમાં પ્રસિદ્ધ છે – (૧) દેવસિક, (૨) રાત્રિક, (૩) પાક્ષિક, (૪) ચાતુમસિક અને (૫) સાંવત્સરિક, જેમાં પહેલા બે પ્રતિક્રમણ નિત્ય કરવાના હોય છે. તેમાં દેવસિક કે રાત્રિક પ્રતિક્રમણ, બંનેમાં પ્રતિક્રમણમાં સ્થિર થવા માટેની આજ્ઞા આ સૂત્ર દ્વારા જ માંગવામાં આવે છે. ફક્ત “દેવસિઅ'ને બદલે “રાઈઅ' શબ્દ ત્યાં બોલાય છે. માટે આ સૂત્રનું નામ “પ્રતિક્રમણ સ્થાપના' સૂત્ર પણ યોગ્ય જ છે. ૦ ધર્મસંગ્રહમાં કહ્યું છે કે, આ સૂત્રને સકલ પ્રતિક્રમણના બીજરૂપ જાણવું. સત્તપ્રતિમવનમૂતં .” ૦ આ સૂત્રનું સ્વરૂપ - વસ્તુતત્ત્વનો વિશદ બોધ થવા માટે તેનું કથન બે પ્રકારે કરાતુ હોય છે. (૧) વિસ્તારથી અને (૨) સંક્ષેપથી. જે કથન વિસ્તારથી કરાય છે, તેમાં તે વાતને જુદી જુદી બાજુઓ, જુદા જુદા સંદર્ભમાં કે વિવિધ દૃષ્ટિબિંદુઓથી રજૂ કરવામાં આવે છે. જ્યારે સંક્ષેપથી થયેલું કથન તે વાતને લગતાં વિવિધ દૃષ્ટિબિંદુઓનો સમન્વય કરે છે, તે વિવિધ વર્ણનોના સારને જણાવે છે, સત્ત્વરૂપ હકીકત ટૂંકમાં જણાવે છે. જેમકે પ્રતિક્રમણ આવશ્યકમાં “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિ આલોઉ ?" એ અતિચાર આલોચના સૂત્રમાં સંક્ષેપમાં અતિચાર આલોચના કરાય છે, “વંદિત્ત સૂત્રમાં આ જ આલોચના તેની તુલનાએ વધુ વિસ્તારથી કરાય છે, આ જ આલોચના “અતિચાર' સૂત્રમાં તેના કરતા અતિ વિસ્તૃત રીતે કરવામાં આવેલ છે. એ જ રીતે પ્રસ્તુત સૂત્ર પ્રતિક્રમણની ક્રિયાનું સંક્ષિપ્ત કથન છે. તેથી તેમાં પ્રતિક્રમણને લગતી વિવિધ ક્રિયાઓનો સાર ટૂંકમાં જણાવેલ છે. એ છે દુષ્ટ ચિંતન, દુષ્ટ ભાષણ, દુષ્ટ વર્તન અંગે સાચા હૃદયની દિલગીરી. મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિ માટે માફી માંગવી તે. આ સૂત્ર થોડા ફેરફાર સાથે દૈનિક પ્રતિક્રમણ ક્રિયામાં બે વખત બોલાય છે. (૧) પ્રતિક્રમણ સ્થાપના કરતા (૨) વંદિg (પ્રતિક્રમણ) સૂત્ર પૂર્વે પહેલી વખત સંક્ષેપમાં એકરાર કરાયો છે કે, હું પ્રતિક્રમણમાં સ્થિર થવાને ઇચ્છું છું. (તે માટે) મન, વચન, કાયાની દુષ્ટ પ્રવૃત્તિ સંબંધે હું “મિથ્યા દુષ્કૃત' આપુ છું. બીજી વખત "પ્રતિક્રમણ સૂત્ર” પૂર્વે ગુરુની આજ્ઞા લેવા માટે પૂછે છે કે, મન, વચન, કાયાની સર્વે દુષ્ટ પ્રવૃત્તિ સંબંધે હે ભગવન્! હું શું કરું ? ત્યારે ગુરુ ભગવંત કહે છે કે, “તેનું તું પ્રતિક્રમણ કર" ત્યારે શિષ્ય વંદિg (પ્રતિક્રમણ) સૂત્ર બોલીને પ્રતિક્રમણ કરે છે. આ રીતે આ સૂત્ર સંક્ષેપમાં પ્રતિક્રમણ સ્વરૂપે કહેવાયેલ છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૫ દેવસિસ પડિક્કમણે ઠાઉં - સૂત્ર-વિશેષ કથન ૦ દૈનિક ક્રિયામાં આ સૂત્રના ભાવનો સંબંધ : આ સૂત્રનો મુખ્ય ભાવ કે રહસ્ય છે – મન, વચન, અને કાયાના દુષ્કૃત્ અર્થાત્ મન, વચન, કાયા વડે બંધાયેલ પાપનું “ મિચ્છા મિ દુક્કડં' આપવું એટલે કે માફી માંગવી તે. પ્રાતઃકાલે (રાત્રિના અંતિમ પ્રહર) રાઈ પ્રતિક્રમણનો આરંભ થાય ત્યારે પ્રતિક્રમણની સ્થાપના અવસરે આ સૂત્ર બોલાય છે. પછી પ્રતિક્રમણ મધ્યે વંદિત્ત સૂત્ર પૂર્વે આ સૂત્ર બોલાય છે. સંધ્યાકાળે પણ એ જ રીતે આ સૂત્ર પ્રતિક્રમણમાં બે વખત બોલાય છે. રાત્રે સંથારા પોરિસિમાં પણ જે છેલ્લી ગાથા બોલાય છે તેમાં આ જ ભાવો “ગં ગં મોur વ” ગાથા દ્વારા રજૂ કરાય છે. અર્થાત્ સૂતા પહેલાં પણ મન, વચન, કાયાથી બંધાયેલ પાપોનું “ મિચ્છા મિ દુક્કડં' અપાય છે અને ઉઠીને પણ પ્રતિક્રણણની સ્થાપના આ સૂત્રથી જ થાય છે. તે સિવાય પૌષધ કરનાર જ્યારે “રાઈ મુહપત્તિ પડિલેહણની વિધિ કરે છે ત્યારે તે ક્રિયામાં આ સૂત્ર બોલાય છે. જો બાદશાવર્ત વંદનરૂપ બૃહદ્ગુરુ વંદન કરવામાં આવે તો તેમાં પણ આ સૂત્ર બોલાય છે. પાક્ષિક આદિ પ્રતિક્રમણમાં પણ મોટા (પાક્ષિક) અતિચાર બોલાયા પછી આ સૂત્ર બોલાય છે. ફર્ક માત્ર એટલો કે તેમાં દેવસિઅ કે રાઈઅને સ્થાને પકિઅ કે ચઉમાસિઅ કે સંવર્ચ્યુરિઅ શબ્દ બોલાય છે. ૦ આ સૂત્રના ઉલ્લેખ સંબંધે મહત્ત્વની નોંધ. – પ્રતિક્રમણ વિધિ સંબંધે ચિરંતનાચાર્ય કૃત્ ૩૩ ગાથાઓનો ઉલ્લેખ યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વૃત્તિના ત્રીજા પ્રકાશમાં થયો છે. આ જ સાક્ષીપાઠની નોંધ શ્રાદ્ધવિધિમાં શ્રી રત્નશેખરસૂરિજી મહારાજે “રાત્રિકૃત્ય” નામના બીજા પ્રકાશમાં પણ લીધેલી છે. આ ૩૩ ગાથામાંની ગાથા-૨માં જણાવે છે કે ચૈત્યવંદન કરી, ચાર ખમાસમણ આપીને પછી ભૂમિ પર મસ્તક સ્થાપી સર્વે અતિચારોનું “મિચ્છામિદુક્કડ' આપવું. આ ગાથા દ્વારા દેવસિક પ્રતિક્રમણ સ્થાપનાનો ઉલ્લેખ છે. જે કથન પ્રતિક્રમણની વિધિ દર્શાવતા અન્ય ગ્રંથોમાં પણ જોવા મળે છે અને વર્તમાન કાળે દર્શાવાતી પ્રતિક્રમણ સંબંધી વિધિમાં પણ આ પ્રમાણે જ ક્રિયા કરવા અંગેનો નિર્દેશ જોવા મળે છે. -૦- સૂત્ર-૨૬માં પ્રતિક્રમણ સ્થાપના સ્વરૂપે છે, તે જ સૂત્ર થોડા ફેરફાર સાથે પણ આ જ સ્વરૂપે સૂત્ર-૩૪ છે. તે સૂત્રનું નામ “સબ્યસ્સ વિ' છે. જેને પ્રતિક્રમણની આજ્ઞા માંગવાનું સૂત્ર કહેલ છે. જો કે પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકામાં તથા પંચપ્રતિક્રમણ સૂત્રાર્થના કેટલાંક પુસ્તકોમાં આ સૂત્ર-૩૪ જુદુ નોંધાયેલ નથી. જ્યારે યોગશાસ્ત્ર વિવરણ અને ધર્મસંગ્રહમાં જે અર્થ અપાયેલ છે, તે હવે પછી કહેવાનારા સૂત્ર-૩૪ના “મૂળસૂત્ર' અનુસાર કહેવાએલ છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ સૂત્ર-નોંધ : આવશ્યક સૂત્ર આદિ આગમોમાં આ સૂત્રનો કોઈ ઉલ્લેખ પ્રાપ્ત નથી. – પૂર્વાચાર્ય કૃતુ વિધિ દર્શક ગાથાઓ કે વિધિક્રમમાં આ સૂત્રનો ઉલ્લેખ છે, તેથી આ સૂત્ર પ્રાચીન જરૂર છે, પણ તેનું નિશ્ચિત આધારસ્થાન અમોને પ્રાપ્ત થયેલ નથી. ૨૨૬ સૂત્રની ભાષા પ્રાકૃત છે. - ઉચ્ચારોની દૃષ્ટિએ આ સૂત્રમાં જોડાક્ષરના ઉચ્ચારોમાં સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. કેમકે ચાર પદોના જોડાક્ષરના ઉચ્ચારણોમાં ભૂલો જોવા મળે છે. જેમકે ‘સવ્વસ્ટ વિ'નું 'સવસ વિ' આદિ. Page #228 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર ૨૨૭ સૂત્ર-૨) ઈચ્છામિ હામિ સ v સૂત્ર-વિષય : જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિને લગતા જે અતિચારો મન, વચન, કાયાથી લાગ્યા હોય તેનું મિથ્યાદુકૃત આપી અને કાયોત્સર્ગમાં સ્થિર થવા માટે આ સૂત્રનું કથન કરાયેલ છે. 1 સૂત્ર-મૂળ :ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ. જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ વાઈઓ માણસિઓ, ઉસ્યુત્તો ઉમ્મગ્ગો અકષ્પો અકરણિજ્જો, દુલ્ઝાઓ દુધ્વિચિંતિઓ, અણાયારો અણિચ્છિઅબો અસાવગ-પાઉગ્યો, નાણે દંસણ ચરિત્તાચરિત્તે સુએ સામાઈએ, તિરૂં ગુત્તીર્ણ, ચહિં કસાયાણં, પંચહમણુવ્રયાણ તિરૂં ગુણવ્રયાણં ચહિં ચિકખાવયાણં, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ જે ખંડિએ જે વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં. | સૂત્ર-અર્થ :હું કાયોત્સર્ગમાં સ્થિર રહેવાને ઇચ્છું . દિવસ દરમિયાન મેં જે કંઈ અતિચાર-ખલના કરી હોય, (તે ખલના)-કાયાથી, મનથી, વચનથી થયેલી હોય, – શાસ્ત્ર વિરુદ્ધ, માર્ગ વિરુદ્ધ, આચાર વિરુદ્ધ (અને) ન કરવા યોગ્ય હોય, – દુર્ગાન સ્વરૂપ (અને) દુષ્ટ ચિંતવના રૂપ હોય, – અનાચાર રૂપ, ન ઇચ્છવા યોગ્ય (અને) શ્રાવકને અયોગ્ય હોય. (આ અતિચારો શામાં લાગે છે તે જણાવે છે) - જ્ઞાનને વિશે, દર્શનને વિશે, દેશવિરતિ ચારિત્રને વિશે, સિદ્ધાંત-શ્રતને વિશે અને સામાયિકને વિશે, - ત્રણ ગુતિના સંબંધમાં, ચાર કષાય (ના ત્યાગના) સંબંધમાં, પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો, ચાર શિક્ષાવ્રતો એ બાર પ્રકારના શ્રાવકધર્મ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ સંબંધી જે કંઈ ખંડિત કર્યું હોય કે વિરાધિત કર્યું હોય. તે સંબંધી મારું દુષ્કૃત્ - પાપ મિથ્યા થાઓ. . શબ્દજ્ઞાન :ઇચ્છામિ - હું ઇચ્છું છું ઠામિ - રહું છું, રહેવાને કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગમાં જો મે - જે મેં દેવસિઓ - દિવસ સંબંધી અઇયારો - અતિચાર, સ્કૂલના કઓ - કર્યો હોય કાઇઓ - કાયિક, કાયાથી વાઈઓ - વાચિક, વચનથી માણસિઓ - માનસિક, મનથી ઉસ્યુરો - સૂત્ર કે શાસ્ત્ર વિરુદ્ધ ઉમ્મગ્ગો - માર્ગથી વિરુદ્ધ અકમ્પો - કલ્પ કે આચાર વિરુદ્ધ અકરણિજ્જો - ન કરવા યોગ્ય દુઝાઓ - દુર્ગાન સ્વરૂપ દુધ્વિચિંતિઓ - દુષ્ટ ચિંતવનરૂપ અણાયારો - અનાચાર રૂપ અણિચ્છિઅવ્વો - ન ઇચ્છવાયોગ્ય અસાવગ-પાઉગ્નો - શ્રાવકને અયોગ્ય, શ્રાવકને માટે અત્યંત અનુચિત નાણે - જ્ઞાનને વિશે દંસણ - દર્શનને વિશે ચરિતાચરિત્ત - દેશવિરતિ રૂપ ચારિત્રને વિશે, શ્રાવકધર્મને વિશે સુએ - શ્રત કે સિદ્ધાંતને વિશે સામાઈએ - સામાયિકને વિશે તિરૂં ગુત્તીર્ણ - ત્રણ ગુપ્તિ સંબંધે ચહિં કસાયાણ -ચાર કષાય સંબંધ પંચë અણુવ્રયાણ - પાંચ અણુવ્રતોના સંબંધમાં, અણુવ્રતોને વિશે તિë ગુણવ્રયાણું - ત્રણ ગુણવ્રતોના સંબંધમાં, ગુણવતોને વિશે અહિં સિકખાવયાણું - ચાર શિક્ષાવતોના સંબંધમાં, શિક્ષાવતોને વિશે બારસવિહસ્સ - બાર પ્રકારના સાવગધમ્મસ્સ - શ્રાવકધર્મ સંબંધી જં ખંડિએ - જે કંઈ ખંડિત થયું જે વિરાહિએ - જે વિરાધ્ય હોય તસ્સ - તેનું, તે સંબંધિ મિચ્છા - મિથ્યા થાઓ મિ - મારું (બોલનારનું) દુક્કડ - દુષ્કૃત, પાપ, ભૂલ આ વિવેચન : આ સૂત્ર ત્રણ અલગ-અલગ પ્રકારે પ્રતિક્રમણ સૂત્રોમાં જોવા મળે છે. જેમાં આદ્ય પદો-આદેશ બદલાય છે. પણ જો ને કેવસિઝ શબ્દથી ત્રણે સૂત્રો એક સમાન છે. (૧) રૂછામિ મિશબ્દોથી આ સૂત્ર (શ્રમણને આશ્રીને) આવશ્યક સૂત્રના ૩૮માં સૂત્રરૂપે જોવા મળે છે. (૨) રૂછામિ ડિમિતું શબ્દોથી આ સૂત્ર (શ્રમણને આશ્રીને) આવશ્યક સૂત્રમાં સૂત્ર-૧૫ રૂપે જોવા મળે છે. (૩) છાજિળ સંદિ મમવન ! ટેલિગં ગાઉં શબ્દોથી યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વિવરણમાં જોવા મળે છે. તેથી આદ્ય પદોનું વિવેચન માત્ર બદલાય છે, પછીના સર્વે પદોનું વિવેચન સમાન જ રહે છે. ત્રણેમાં આદ્ય પદોનું પરિવર્તન પ્રતિક્રમણ ક્રિયાના હેતુને આશ્રીને જ અલગઅલગ જોવા મળે છે. શેષ કથન તો ત્રણેમાં સરખું જ છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર-વિવેચન (૧) ક્ચ્છામિ યામિ - અહીં કાયોત્સર્ગમાં સ્થિર થવાનો હેતુ છે. (૨) રૂચ્છામિ ડિ અહીં અતિચારના પ્રતિક્રમણનો હેતુ છે. (૩) રૂ∞ાારેળ૰ અહીં અતિચાર આલોચનાર્થે આજ્ઞા-યાચના છે. ચ્છામિ - હું ઇચ્છું છું - જુઓ સૂત્ર-૩ ખમાસમણ'નું વિવેચન. આવશ્યક સૂત્ર-૩૮ની વૃત્તિમાં જણાવે છે કે, રૂર્ (રૂ∞) ક્રિયાપદનું ઉત્તમ (પહેલા) પુરુષ એકવચનનું આ રૂપ છે. -- - = ∞ એટલે ઇચ્છવું, અભિલાષા કરવી. તેવો અર્થ થાય છે. • ટામિ - સ્થિર રહું છું, સ્થિર રહેવાને. અહીં ટમિ શબ્દ વ્યવહારમાં પ્રચલિત છે. પ્રતિક્રમણની ક્રિયામાં પણ રૂનિ મિ જ વર્તમાનકાળે બોલાય છે પણ— આવશ્યક સૂત્ર આગમના સૂત્ર-૩૮માં ‘ટાફ્ટ' શબ્દ વપરાયેલ છે. તેની વૃત્તિમાં હરિભદ્રસૂરિજી મહારાજા તેનું ‘સ્થાતુમ્” એવું સંસ્કૃતરૂપ પણ દર્શાવે છે. આવશ્યક ચૂર્ણિમાં પણ ‘ટાતું’ પાઠ છે. ત્યાં પણ ચાતુમ્ અને ગ્રસિતુમ્ એવા અર્થો જિનદાસગણિ મહત્તરે કરેલા છે. ૨૨૯ અર્થની દૃષ્ટિએ પણ ‘રહેવાને” એવું હેત્વર્થકૃદન્ત જ બંધ બેસે છે. વળી વૃત્તિકાર, ચૂર્ણિકાર અને ગુજરાતી અર્થકર્તાઓએ પણ ‘રહેવાને” એવો અર્થ જ દર્શાવ્યો છે. તેથી અહીં મિ ને બદલે ‘ટાૐ” એવો પાઠ જ આવશ્યક સૂત્ર આધારે યોગ્ય પાઠ જણાય છે. છતાં પરંપરાગત રીતે ‘ટામિ’ શબ્દ હોવાથી અમે મ નોંધેલ છે. – જો ‘ટામિ’ શબ્દ લઈએ તો ‘સ્થિર થાઉ છું' અર્થ થશે. જુઓ સૂત્ર-૧૯ ‘અરિહંત ચેઇયાણં’ વાસાં - કાયોત્સર્ગમાં આ શબ્દનું વિવેચન આદિ સૂત્ર-૬ ‘તસ્સઉત્તરી'માં જુઓ. - તે સિવાય સૂત્ર-૭ ‘અન્નત્થ’ સૂત્ર-૧૯ ‘અરિહંત ચેઇયાણં સૂત્ર-૨૨ ‘પુખરવરદીવà' સૂત્ર-૨૪ ‘વેયાવચ્ચગરાણં'માં પણ આ ‘કાઉસ્સગ્ગુ' શબ્દ આવી ગયેલ છે. આવશ્યક સૂત્ર-૩૮ની વૃત્તિમાં જણાવ્યા મુજબ— “વિક્ ચયન” તેને ‘ઘમ્' પ્રત્યયાન્ત કરવાથી ‘નિવાસમ્’ અર્થ થશે. જેને માટે ‘વિત્તિ’ શબ્દ પ્રયોજેલ છે. શરીરોપસમાધાનેપુ આવેશથ જ કૃતિ થાયતે કૃતિ વ્હાય. કાય એટલે દેહ કે શરીર. - - વૃન્ વિTM - તેનું ઉત્ ઉપસર્ગપૂર્વક ઉત્સí થયું. આ રીતે કાયાનો ઉત્સર્ગ - શરીરના (મમત્ત્વનો) ત્યાગ કરવો તે. ૦ સારાંશ – હું સ્થિર થવાને ઇચ્છુ છું. પણ શેમાં ? કાયોત્સર્ગમાં. તેમાં સ્થિર થતા પહેલા દિવસ સંબંધી અતિચારોનું મિથ્યાદુષ્કૃત આપીને - માફી માંગીને શુદ્ધ થવા માટે આગળ આ પ્રમાણે કહે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૦ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ • ગો છે - જે મેં જે મારા વડે, મેં જે કોઈ - નો શબ્દનો સંબંધ હવે પછી કહેવાનારા અતિચાર સાથે છે. - જે શબ્દથી બોલનાર પોતાનો નિર્દેશ કરે છે. • ટેસિવ - દેવસિક, દિવસસંબંધી. - આવશ્યક સૂત્ર-૧૫ની વૃત્તિ મુજબ - “દિવસ દરમિયાન થયેલો કે દિવસના માપવાળો તે દેવસિક. – યોગશાસ્ત્ર વૃત્તિ - દિવસમાં થયેલા. અહીં તેવસિઝ શબ્દ છે પણ ઉપલક્ષણથી રાઈએ, પMિઅ, ચઉમાસિઅ, સંવચ્છરિઅ એ સર્વે સમજી લેવું (કેમકે પ્રતિક્રમણ પાંચ પ્રકારે છે. તેથી દેવસિઅ પ્રતિક્રમણને આશ્રીને અહીં વરિો શબ્દ વપરાયો છે જો ‘રાઈએ' આદિ પ્રતિક્રમણ કરતા હોઈએ તો જે પ્રતિક્રમણ હોય તે પ્રતિક્રમણ'નો શબ્દ વાપરવો જોઈએ.) • સફરે - અતિચાર, અતિક્રમણ, ઉલ્લંઘન. – આવશ્યક સૂત્ર-૧૫ વૃત્તિ – અતિચરણ એટલે અતિસાર - જેનો અર્થ અતિક્રમ કે ઉલ્લંઘન થાય છે. – બાંધેલી મર્યાદા કે હદનું અતિક્રમણ કરવું, ઉલ્લંઘન કરવું તેને સામાન્ય રીતે “અતિચાર' કહેવામાં આવે છે. – યોગશાસ્ત્ર વૃત્તિ - દિવસના કાર્યોમાં વિધિનું ઉલ્લંઘન – ભંગ વગેરે કરવારૂપ અતિચાર. • ૩ - કર્યો હોય. આવશ્યક વૃત્તિ કૃત: -નિવર્તિત -૦- “જો મે દેવસિઓ અઈઆરો કઓ “દિવસ દરમિયાન મેં જે કંઈ “ ખલના કરી હોય અથવા મારા વડે જે સ્કૂલનાઓ થઈ હોય. – અહીં બે મહત્ત્વના શબ્દો છે – (૧) દૈવસિક, (૨) અતિચાર. (૧) દેવસિકનો અર્થ “દિવસ સંબંધી' કર્યો. પણ ‘દિવસ' કોને કહેવો ? રાત્રિ પ્રતિક્રમણના કાળથી દિવસિક પ્રતિક્રમણ કરવાનો કાળ જેટલો પહોંચે તેટલા કાળને “દિવસ સંબંધી કાળ' કહે છે. એ જ રીતે ઉપલક્ષણથી ની મે યો કહેવાય ત્યારે “રાત્રિ સંબંધી કાળ” સમજવું. “પMિઓ' કહેવાય ત્યારે પાક્ષિક “પખવાડીયાનો કાળ” સમજવો ચઉમાસિઓ કહેવાય ત્યારે ચાતુર્માસિક “ચાર મહિનાનો કાળ" સમજવો. “સંવચ્છરિઓ' કહેવાય ત્યારે સાંવત્સરિક-“બાર મહિનાનો કાળ' સમજવો. (૨) અતિચારનો અર્થ અતિક્રમણ કે ઉલ્લંઘન કર્યા. તે અર્થ તો સામાન્યથી કર્યો પરંતુ અહીં તે અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર એ ત્રણેયના અર્થમાં વપરાયેલો છે. એટલે કે તે વ્રતમાલિન્ય, સ્કૂલના કે દોષનું સૂચન કરે છે. ૦ “અતિચાર' શબ્દની વ્યાખ્યાઓ આગમાનુસાર – આવશ્યક વૃત્તિ - અતિચાર એટલે - પાપ, અતિક્રમ, મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી થયેલા આત્માના અશુભ પરિણામ વિશેષ, અતિચરણ, ચારિત્ર Page #232 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર-વિવેચન ૨ ૩૧ સ્કૂલના વિશેષ. - ઓઘનિર્યુક્તિ વૃત્તિ - અતિચાર એટલે સ્કૂલના. – ઉત્તરાધ્યયન વૃત્તિ - અતિચાર એટલે અપરાધ. – વિશેષાવશ્યક વૃત્તિ - અતિચાર એટલે ચારિત્રવિરાધના વિશેષ. આ અતિચારો સાધન ભેદે અનેક પ્રકારે થાય છે. તેથી કહ્યું કે• વેડ્રિો - કાયિક, કાયા વડે થયેલ, કાયાથી. - કાયા વડે થયેલો કે કાયા સંબંધી અતિચાર તે કાયિક, - કાયા એ જેનું પ્રયોજન હોય કે કાયા જેમાં પ્રયોજક હોય તેવો અતિચાર તે કાયિક અતિચાર. - આવશ્યક વૃત્તિ - કાયા એટલે શરીર, તેના દ્વારા નિર્વત તે કાયિક એટલે કાયા દ્વારા કરાયેલ એવો અર્થ જાણવો. – આ જ પ્રકારનો અર્થ સૂત્ર-૨૬ના ‘કુધિષ્ક્રિમ' શબ્દથી જાણવો. • વાફો - વાચિક, વાચા વડે થયેલ, વચનથી. – વાચા વડે થયેલો કે વાચા સંબંધી અતિચાર તે વાચિક. - વાચા જેનું પ્રયોજન હોય તેવો અતિચાર તે વાચિક અતિચાર. – આવશ્યક વૃત્તિ વાચા વડે નિવૃત્ત તે વાચિક. એટલે વાણી વડે કરાયેલ એવો અર્થ જાણવો. – આ જ પ્રકારનો અર્થ સૂત્ર-૨૬ના ‘કુમાલિક' શબ્દથી જાણવો. • માલિકો - માનસિક, મન વડે થયેલ, મનથી. – મન વડે થયેલ કે મન સંબંધી અતિચાર તે માનસિક. - મન છે પ્રયોજન જેનું તેવો અતિચાર તે માનસિક અતિચાર. – આવશ્યક વૃત્તિ - મનથી નિવૃત્ત (બનેલ) તે માનસ. તેનું જ સ્વરૂપ તે માનસિક - મન વડે કરાયેલ' એવો અર્થ જાણવો – આ જ પ્રકારનો અર્થ સૂત્ર-૨૬ના ‘વિંતિકા' શબ્દથી જાણવો. ૦ ફી વફો માલિકો - કાયિક વાચિક માનસિક દોષ. – કાયાથી દૂષિત પ્રવૃત્તિ, વચનથી દૂષિત ઉચ્ચાર અને મનથી દુર્ગાન કરતાં થયેલો અતિચાર. - અતિચાર અર્થાત્ સ્કૂલના, સમસ્ત ખલનાઓનું વર્ગીકરણ ત્રણ વિભાગમાં કરાયેલું છે : કાયિક, વાચિક અને માનસિક જે સ્કૂલનાઓ થાય છે તે સ્કૂલના કાયા દ્વારા થઈ હોય છે, વાણી દ્વારા થઈ હોય છે અને / અથવા મન દ્વારા થઈ હોય છે. તેથી પહેલો નિર્દેશ આ ત્રણેનો કરાયેલ છે. આવો અતિચાર કઈ રીતે લાગે તે હવે જણાવે છે – • સુત્તો - ઉસૂત્ર, સૂત્રથી વિરુદ્ધ. - સૂત્રને ઓળંગી ગયેલ તે ઉસૂત્ર Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૨ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ – સૂત્ર શબ્દના જુદા જુદા અનેક અર્થો છે. તેમાંનો એક અર્થ છે આપ્તવચન'. જે વચનો આસ પુરુષના હોય - સર્વજ્ઞના હોય તે સૂત્ર કહેવાય છે. તેનાથી વિરુદ્ધ વર્તવું તે “ઉસૂત્ર.” – સૂત્રના અનુસરણમાં થયેલી ભૂલ તે ઉસૂત્ર. સૂત્રનું અનુસરણ એટલે જિનેશ્વર ભગવંતે સૂત્રોમાં કરેલી પ્રરૂપણા મુજબ ચાલવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્નો તેમાં જે કાંઈ સ્કૂલના કે ભૂલ થઈ હોય તે ઉસૂત્ર – આવશ્યક વૃત્તિ મુજબ - સૂત્રથી ઉપર અથવા સૂત્રમાં ન કહેવાયેલ તે સર્વ ઉસૂત્ર કહેવાય છે. – યોગશાસ્ત્ર વૃત્તિ મુજબ - સૂત્ર વિરુદ્ધ વચન બોલવાથી થયેલ અતિચાર તે ઉસૂત્ર કહેવાય છે. - ૩૧મો - ઉન્માર્ગ, માર્ગથી વિરુદ્ધ. – માર્ગનું અનુસરણ એટલે કે જે ઉપાયો કે વર્તનથી ચારિત્રની સુધારણા થાય, તેવા માર્ગે ચાલવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન. તેમાં જે કાંઈ સ્કૂલના કે ભૂલ થઈ હોય તે ઉન્માર્ગ. – આવશ્યક સૂત્ર-૧૫ની વૃત્તિ, યોગશાસ્ત્ર અને ધર્મ સંગ્રહમાં તેનો અર્થ એક સમાન કરાયો છે, માત્ર શાબ્દિક ભેદ છે. તે આ પ્રમાણે વયે - લાયોપથમિક ભાવનો ત્યાગ કરી ઔદયિક ભાવમાં જવું તેને ઉન્માર્ગ રૂપ અતિચાર કહે છે. યોજશાસ્ત્ર - સાયોપથમિક ભાવ તે માર્ગ અને તેનું ઉલ્લંઘન કરવું તે ઉન્માર્ગ અથવા આત્મસ્વરૂપ શાયોપથમિક ભાવનો ત્યાગ કરી મોહનીય આદિ ઔદયિક ભાવમાં પરિણામ પલટાય તે રૂપ ઉન્માર્ગ. અહીં ક્ષાયોપથમિક અને ઔદયિક ભાવોને સમજવા જરૂરી છે – ૦ લાયોપથમિક ભાવ - કર્મના ક્ષયોપશમથી આત્મામાં પ્રગટેલા વિશિષ્ટ પરિણામરૂપ ભાવ તે ક્ષાયોપથમિક ભાવ કહેવાય છે. તત્વાર્થ સૂત્રકારે તેના અઢાર ભેદો જણાવેલા છે– ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, દાનાદિ પાંચ લબ્ધિઓ, સમ્યકત્વ, સર્વ વિરતિ ચારિત્ર, દેશવિરતિ ચારિત્ર. આ અઢારને લાયોપથમિક ભાવ કહેલા છે. (૧) મતિજ્ઞાન - મતિજ્ઞાનાવરણીયના લયોપશમથી ઉત્પન્ન. (૨) શ્રુતજ્ઞાન - શ્રુતજ્ઞાનાવરણીયના લયોપશમથી ઉત્પન્ન. (૩) અવધિજ્ઞાન - અવધિ જ્ઞાનાવરણીયન ક્ષયોપશમથી ઉત્પન્ન (૪) મન:પર્યવજ્ઞાન - મન:પર્યવજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ઉત્પન્ન. જ્ઞાનને આશ્રીને આ ચાર જ્ઞાન તે લાયોપથમિક ભાવ છે. (૫) મતિ અજ્ઞાન - મતિ, અજ્ઞાનાવરણીયનાલયોપશમથી ઉત્પન્ન. (૬) શ્રત અજ્ઞાન - શ્રત અજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ઉત્પન્ન. (૭) વિભંગ જ્ઞાન - વિભંગ જ્ઞનાવરણીયના ક્ષયોપશમથી ઉત્પન્ન. અજ્ઞાનને Page #234 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર-વિવેચન ૨ ૩૩ આશ્રીને - ત્રણ અજ્ઞાન તે ક્ષાયોપથમિક ભાવ છે. ૦ ચક્ષુર્દર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય - આ ત્રણેના પોત-પોતાના ક્ષયોપશમથી ઉત્પન્ન એવા (૮) ચક્ષુર્દર્શન (૯) અચકુદર્શન (૧૦) અવધિદર્શન આ ત્રણે દર્શનો ક્ષાયોપથમિક ભાવ છે. ૦ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગવંતરાય અને વીર્યંતરાય એ પાંચે કર્મોના લયોપશમથી ઉત્પન્ન થતી એવી– (૧૧) દાનલબ્ધિ (૧૨) લાભલબ્ધિ (૧૩) ભોગલબ્ધિ (૧૪) ઉપભોગલબ્ધિ (૧૫) વીર્યલબ્ધિ એ પાંચે લબ્ધિઓ પણ લાયોપથમિક ભાવ છે. (૧૬) સમ્યક્ત્વ - અનંતાનુબંધિ ચતુષ્ક (ક્રોધ, માન, માયા, લોભ) તથા . દર્શન મોહનીય ત્રિકના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું સમ્યક્ત્વ લાયોપથમિક ભાવ છે. (૧૭) સર્વવિરતિ ચારિત્ર - અનંતાનુબંધિચતુષ્ક (ક્રોધ, માન, માયા, લોભ) અને અપ્રત્યાખ્યાની ચતુષ્ક તથા પ્રત્યાખ્યાની ચતુષ્ક એ બારે કર્મ પ્રકૃતિના લયોપશમથી ઉત્પન્ન થતું સર્વવિરતિ ચારિત્ર પણ લાયોપથમિક ભાવ છે. (૧૮) દેશવિરતિ ચારિત્ર - (જેને શાસ્ત્રીય ભાષામાં સંયમાસંયમ કે વિરતાવિરત કહે છે) જે અનંતાનુબંધી ચતુષ્ક અને અપ્રત્યાખ્યાની ચતુષ્કના લયોપશમથી ઉત્પન્ન દેશવિરતિ ચારિત્ર પણ લાયોપથમિક ભાવ છે. ૦ ઔદયિક ભાવ – કર્મના ઉદયથી પ્રગટેલ ભાવો તે ઔદયિક – તત્ત્વાર્થ સૂત્રકારે તેના એકવીશ ભેદો જણાવેલા છે. ચાર ગતિ, ચાર કષાય, ત્રણ લિંગ, એક મિથ્યાદર્શન, એક અજ્ઞાન, એક અસંયમ, એક અસિદ્ધત્વ અને છ લેગ્યા એ ઔદયિક ભાવો છે. – આ બધાં ઔદયિક ભાવો જુદા જુદા કર્મોના ઉદયથી પ્રગટે છે– (૧) ગતિનામ કર્મના ઉદયથી ચાર ઔદયિક ભાવો પ્રગટે– નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ અને મનુષ્યગતિની પ્રાપ્તિ. (૨) કષાય મોહનીય કર્મના ઉદયથી ચાર કષાયો ઉત્પન્ન થાય – ક્રોધ, માન, માયા અને લોભ. (૩) વેદમોહનીય કર્મના ઉદયથી ત્રણ ભાવો પ્રગટે છે– સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદની ઉત્પત્તિ (૪) મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી એક ભાવ પ્રગટે છે– Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૪ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ મિથ્યાદર્શન - જેને તત્ત્વ પ્રત્યે અશ્રદ્ધા કહે છે. (૫) જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ઉદયનું ફળ – અજ્ઞાન છે. (૬) અનંતાનુબંધી - અપ્રત્યાખ્યાની - પ્રત્યાખ્યાની બાર કષાયોથી – અસંમતપણું ઉદયમાં આવે છે. (૭) વેદનીય, આયુ, નામ, ગોત્ર એ ચારે કર્મના ઉદયથીઅસિદ્ધત્વ - (શરીર ધારણ આદિ) પ્રાપ્ત થાય છે. (૮) શરીર (દેહ) નામ કર્મના ઉદયથી કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ, શુક્લ એ છ પ્રકારની લેગ્યા છે – જે કષાયના ઉદયથી રંજિત યોગ પ્રવૃત્તિ કે યોગજનક “શરીર નામકર્મના ઉદયનું પરિણામ છે. • ગો - અકથ્ય, ન કલ્પે તેવું, કલ્પ-આચારથી વિરુદ્ધ. – કલ્પ એટલે વિધિ, આચાર કે ચરણકરણરૂપ વ્યાપાર. - આ વ્યાપારને યોગ્ય તે કણ કહેવાય છે. – તે કલ્પથી વિરુદ્ધ કે નહીં યોગ્ય ને અકથ્ય કહે છે. - એ રીતે વિધિથી વિરુદ્ધ, આચારથી વિરુદ્ધ કે ચારિત્ર અને ક્રિયાને લગતા નિયમોથી વિરુદ્ધ તે અકથ્ય કહેવાય છે. ૦ ધર્મસંગ્રહમાં જણાવે છે કે – સંયમના કાર્યોને તથા સ્વરૂપે નહીં કરવાથી થયેલો અતિચાર તે વધુ કહેવાય છે. – કલ્પનું અનુસરણ એટલે શાસ્ત્રો દ્વારા નિયત થયેલા નિયમોને અનુસરીને વર્તવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન. તેમાં જે કંઈ સ્કૂલના કે ભૂલો થઈ હોય તે અકણ. • વારા - ન કરવા યોગ્ય. – સામાન્યથી ન કરવા યોગ્ય કાર્ય કરવાથી થયેલ અતિચાર. – કર્તવ્યનું અનુસરણ એટલે કરવા યોગ્ય કર્તવ્યો કરવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન. તેમાં થયેલી સ્કૂલના કે ભૂલો તે અકરણીય. – વંદિત્ત સૂત્રની ગાથા-૪૮ના બીજા ચરણમાં પણ આ જ વાત કહેવા માટે શબ્દો મૂક્યા “પડિસિદ્ધાણં કરણે.” ' અર્થાત્ જ્ઞાની ભગવંતોએ જે વસ્તુઓનો કે ક્રિયાઓનો નિષેધ કરેલો છે તેવી ક્રિયાઓ કરી હોય. -૦- આવશ્યક સૂત્ર-૧૫ની વૃત્તિમાં જણાવે છે કે, આ સૂત્રના આરંભે અતિચાર લાગવાના મુખ્ય ત્રણ સાધનો જણાવ્યા - કાયિક, વાચિક અને માનસિક. તેમાં કાયિક અને વાચિક અતિચારનું વિશેષ સ્વરૂપ જણાવવા “ઉસ્યુત્તો” થી “અકરણિજ્જો” ભેદ બતાવ્યા. આ ઉત્સુત્ર આદિ પણ પરસ્પર સંબંધવાળા છે. જેમકે ઉસૂત્ર હોય માટે જ ઉન્માર્ગ થાય. ઉન્માર્ગ હોય માટે જ અાપ્ય થાય. અકથ્ય હોય માટે જ Page #236 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર-વિવેચન અકરણીય થાય. (એ પ્રમાણે યોગશાસ્ત્રવૃત્તિમાં કહ્યું છે.) ૦ લઘુ દૃષ્ટાંત : ભગવંત મહાવીરના સિદ્ધિગમન પછી ૨૧૪ વર્ષે ત્રીજા નિહ્નવમતની ઉત્પત્તિ થઈ. (નિહ્નવ એટલે ઉત્સૂત્ર ભાષી કે સૂત્રનો અપલાપ કરનાર) શ્વેતાંબિકા નગરી હતી. ત્યાં આષાઢાચાર્ય પધાર્યા. તેમના શિષ્યોને આગાઢ યોગ (એક પ્રકારની વિશિષ્ટ સાધુ ક્રિયા) ચાલતા હતા. તે બધા અધ્યયનરત હતા. કર્મ સંયોગે આષાઢાચાર્ય કાળધર્મ પામ્યા. સૌધર્મ કલ્પે નલિનીગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જોયો. સાધુઓને આગાઢ યોગમાં પ્રવેશ કરાવેલા જોયા. તેમના પ્રત્યેના કરુણાભાવથી તુરંત દેવલોકથી આવીને પોતાના શરીરમાં આચાર્યએ પ્રવેશ કરી દીધો. પછી સાધુઓને કાલગ્રહણ આદિ ક્રિયા કરવી સૂત્રના ઉદ્દેશ, અનુદ્દેશ, સમુન્ના આદિ કરાવવા લાગ્યા. જલ્દીથી જોગ પૂરા કરાવ્યા. જ્યારે તે દેવ પોતાનું શરીર છોડીને સ્વર્ગમાં પાછા જઈ રહ્યા હતા ત્યારે તેમણે સાધુઓને કહ્યું. હે પૂજ્ય શ્રમણો ! ક્ષમા કરજો મેં અસંયમીએ તમોને વંદનાદિક કરાવ્યા છે તમે સંયમી છો, હું તો અનુકંપાથી તમારા યોગ પૂર્ણ કરાવવા આવ્યો હતા. સાધુઓને આ વાત સાંભળી એવો વિચાર આવ્યો કે આપણે તો આ દેવને અવ્યક્તભાવે વાંદ્યા તેથી બધાં જ અવ્યક્ત ભાવો છે માટે બીજે સ્થાને પણ શંકા રાખવી જોઈએ. કેમકે કોણ સંયમી છે અને કોણ અસંયમી દેવતા છે તે કોણ જાણે છે ? માટે કોઈએ કોઈને વંદના કરવી નહીં. ૨૩૫ આ રીતે તેઓ અવ્યક્ત મતવાળા નિહવ થયા. આ રીતે તેઓ સૂત્રથી વિરુદ્ધ - ઉત્સૂત્રવાળા થયા. ઉત્સૂત્રથી ઉન્માર્ગ જન્મ્યો. ક્ષાયોપશમિક ભાવ છોડી મિથ્યાદર્શનરૂપ ઔદયિક ભાવવાળા થયા. સર્વે સંયત, સંયતિ, શ્રાવક, શ્રાવિકા પ્રત્યે અવ્યક્ત ભાવ ભાવવા લાગ્યા. મિથ્યા પરિણામની બુદ્ધિવાળા સાધુઓએ અવ્યક્તવાદને અંગીકાર કર્યો. પછી ‘અકલ્પ્ય’- નિયમોથી વિરુદ્ધ વર્તન શરૂ કર્યું. પરસ્પર વંદનક્રિયા છોડી દીધી. તેમને સ્થવિરોએ ઘણાં સમજાવ્યા. પરંતુ તે સાધુઓ માન્યા નહીં. તેમની અકરણીય પ્રવૃત્તિને કારણે સ્થવિરોએ તેમને વોસિરાવવાપૂર્વક ગચ્છ બહાર કર્યા. અંતે રાજગૃહી નગરીના મૌર્યવંશી બળભદ્ર રાજાએ તેમને પ્રતિબોધિત કર્યા. માર્ગમાં સ્થિર કર્યા. તે સાધુઓ સૂત્રાનુસાર પ્રવૃત્તિ કરતા થયા. ૦ આ પૂર્વે કાયિક અને વાચિક અતિચારોનું સ્વરૂપ વિશેષથી જણાવ્યું. હવે માનસિક અતિચારોનું સ્વરૂપ વિશેષથી જણાવે છે— ૦ વુન્નાગો - દુર્ધ્યાનથી કરાયેલ હોય. એકાગ્ર ચિત્તે દુષ્ટ ધ્યાનથી કરવાથી થયેલો આર્તધ્યાન - રૌદ્રધ્યાન રૂપ (માનસિક) અતિચાર. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ – આવશ્યક સૂત્ર-૧૫ વૃત્તિમાં પણ જણાવે છે કે - દુર્બાન એટલે દુષ્ટ રીતે કરેલું ધ્યાન. આવું દુર્ગાન. તેને આર્ત અને રૌદ્ર એવા બે ભેદે કહ્યું છે. (પાક્ષિક સૂત્રમાં પણ આ બે ધ્યાનને પરિવર્જવા-છોડવાનું કહ્યું છે.) - આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને તત્ત્વાર્થસૂત્રના અધ્યાય નવમાં ભેદો સહિત ઓળખાવેલ છે. અન્ય ગ્રંથોમાં પણ તેનું સ્વરૂપ જોવા મળે છે– ૦ આર્તધ્યાન :- પીડા કે દુઃખ જેમાંથી ઉદ્ભવે તે આર્ત. જે ધ્યાનમાં રૂદન, દીનતા, આકંદન વગેરે રહેલા છે. આવા આર્તધ્યાનના મુખ્ય ચાર કારણો કે ભેદો જણાવેલા છે (૧) ઇષ્ટવિયોગ - પ્રિય વસ્તુ કે વ્યક્તિનો વિયોગ જ્યારે થાય ત્યારે તેને મેળવવાની ચિંતારૂપે જે ધ્યાન થાય તે ઇષ્ટના વિયોગરૂપ આર્તધ્યાન કહેવાય છે. (૨) અનિષ્ટ સંયોગ - અપ્રિય કે અનિષ્ટ વસ્તુ અથવા વ્યક્તિનો સંયોગ થયો હોય ત્યારે તેના વિયોગની એટલે કે તે વ્યક્તિ કે સ્થિતિથી છુટા પડવાની ચિંતા થવી તે અનિષ્ટ સંયોગરૂપ આર્તધ્યાન છે. (૩) રોગચિંતા - શારીરિક-માનસિક પીડા કે વેદના થાય ત્યારે તે રોગ દૂર કરવા માટેની ચિંતા થાય છે, તે રોગ ચિંતારૂપ આર્તધ્યાન છે. (૪) નિદાન આર્તધ્યાન - નહીં પ્રાપ્ત થયેલી વસ્તુની પ્રાપ્તિ માટે સંકલ્પો કરવા અથવા તો સતત ચિંતીત રહેવું તે નિદાન આર્તધ્યાન. આવશ્યક સૂત્ર વૃત્તિમાં જણાવે છે કે, આર્તધ્યાનથી તિર્યંચગતિ પ્રાપ્ત થાય છે. તેમજ આ ધ્યાન દેશવિરતિ નામક પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે. નંદમણિકાર આ ધ્યાનથી તિર્યંચગતિમાં ગયો. ૦ લઘુ દૃષ્ટાંત : રાજગૃહીમાં નંદ મણિકાર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેણે ભગવંત મહાવીર પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કરેલા હતા. કોઈ વખતે ગ્રીષ્મઋતુમાં ચોવિહારા અઠમતપ યુક્ત પૌષધ ગ્રહણ કર્યો. તે દરમિયાન તેને ઘણી જ તરસ લાગી. ગળ સુકાવા લાગ્યું. તેના મનમાં આર્તધ્યાન શરૂ થયું. તે મનોમન ચિંતવવા લાગ્યો કે તેઓને ધન્ય છે કે જે પોતાના દ્રવ્ય વડે વાવ-કુવા કરાવે છે. તેણે પૌષધ પાર્યા બાદ શ્રેણિક રાજાની પરવાનગી લીધી. પછી રાજગૃહી નગરી બહાર નંદવાપિકા નામે ચાર મુખવાળી સુંદર વાવ બનાવી. ચારે તરફ ઉપવનો કર્યા. તેના જ આર્તધ્યાનમાં લીન રહેવા લાગ્યો. તેના શરીરમાં કર્મસંયોગે સોળ રોગ ઉત્પન્ન થયા. અનેક ઉપચારો કર્યા છતાં રોગનું નિવારણ ન થયું. આર્તધ્યાનમાં મરીને તે પોતાની જ વાવડીમાં દેડકરૂપે ઉત્પન્ન થયો. ૦ રૌદ્રધ્યાન :આ ધ્યાન આર્તધ્યાન કરતાં પણ વિશેષ કુર અધ્યવસાયવાળું છે. રૌદ્ર - જેનું ચિત્ત કુર અથવા કઠોર હોય તે રુદ્ર કહેવાય છે. – આવી રુદ્રતાપૂર્વકનું જ ધ્યાન તે રૌદ્રધ્યાન છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર-વિવેચન ૨ ૩૭ – આવું રૌદ્રધ્યાન ચાર પ્રકારે કે ચાર કારણે થાય છે. (૧) હિંસાનુબંધિ :- તીવ્ર દ્વેષ અથવા સ્વાર્થને લીધે પ્રાણીઓ દ્વારા થતી હિંસા સંબંધી જે સતત વિચારણા તેને હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહે છે. (૨) મૃષાનુબંધિ :- ચાડી, નિંદા, પોતાના રાય જેવા ગુણની અને બીજાના રાય જેવા દોષની અધિકતા દાખવવી વગેરે અસત્ય બોલવા સંબંધી જે સતત વિચારણા તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય. (૩) તેયાનુબંધી :- ચોરી કરવા અથવા પરદ્રવ્ય હરણ કરવા સંબંધે સતત વિચારણા કરવી કે ચિંતવવું તે તેયાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય છે. (૪) સંરક્ષણાનુબંધિ :- ધન વગેરે પરિગ્રહના સંબંધમાં તેનું સંરક્ષણ કરવા માટેની સતત વિચારણા કરવી તે સંરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય છે. ધ્યાન શતકમાં જણાવ્યા મુજબ તો કરવું, કરાવવું, અનુમોદવું કે તત્સંબંધી ચિંતન કરવું એ ચારે ભેદનો સમાવેશ રૌદ્રધ્યાનના સ્વરૂપમાં કરવામાં આવેલ છે. રૌદ્રધ્યાની જીવન માટે નરકગતિનું જ વિધાન કરાતું જોવા મળે છે. ૦ સંકુલ મચ્છ – રૌદ્ર ધ્યાનના સંબંધમાં તંદુલમચ્છનું દૃષ્ટાંત જોવા મળે છે. આ મચ્છ ઘણો જ નાનો, એક ચોખાના દાણા જેવડો હોય છે. પણ તે મચ્છ પંચેન્દ્રિય હોય છે, તે પણ સંજ્ઞી અર્થાત્ મનવાળો હોય. તે મચ્છ કોઈ મોટા મગરમચ્છની ભ્રમરમાં બેઠો હોય છે. જ્યારે સમુદ્રમાં અનેક માછલી મગરમચ્છની પાસેથી પસાર થાય ત્યારે તે મગરમચ્છ તે માછલીઓને ગળી જાય છે. પણ તેમ કરતા કેટલીક માછલી છુટી પણ જાય છે, આ સમયે પે'લો. તંદુલમચ્છ વિચારે છે કે અરે ! આ મગરમચ્છ કેવો બેપરવાહ છે. આટલી માછલી પોતાની પાસેથી જવા દે છે. જો મારે આવું શરીર હોય તો હું આમાંની એક માછલી પણ છોડું નહીં. ખરેખર ! આ તંદુલીઓ મચ્છ એક પણ માછલી તો શું પણ કોઈ જળજંતુને ગળી જવા પણ સમર્થ નથી. છતાં તેના મનમાં જ આવા કુર વિચારો કરતાં જે રૌદ્રધ્યાન કરે છે તેના ફળ સ્વરૂપે કશી પ્રવૃત્તિ કરતો ન હોવા છતાં પણ સાતમી નરકે જાયા છે. આ છે રૌદ્ર ધ્યાનનું દુષ્પરિણામ - આવા દુર્ગાનથી કોઈ અતિચાર લાગ્યો હોય તે. • સુબ્રિધિંતિ - દુષ્ટ ચિંતન થયું હોય, દુષ્ટ વિચારો આવ્યા હોય. – દુર્વિચિંતિત એટલે દુષ્ટ રીતે વિચારાયેલ કે ચિંતન કરાયેલ – ચિત્તની ચંચળતાને લીધે જે કંઈ અશુભ વિચારો આવ્યા હોય તે અશુભ ચિંતનને દુર્વિચિંતિત કહેવાય છે. – યોગશાસ્ત્રમાં “દુર્વિચિંતિત” માટે કહ્યું છે કે, ચંચળ ચિત્તથી દુષ્ટ ચિંતવન કરવા રૂપ અતિચાર. -૦- દુર્બાન અને દુર્વિચિંતન એ બંને માનસિક અતિચારો જ છે. પણ આ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ બંને શબ્દોનો તફાવત ગ્રંથકારો આ પ્રમાણે નોંધે છે– – યોગશાસ્ત્ર વૃત્તિ - મનનો જે સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન છે અને ચંચળ અધ્યવસાય તે ચિત્ત છે. – દુર્ગાનમાં એક વસ્તુ પરત્વે ધારાબદ્ધ અશુભ વિચારો આવે છે. જ્યારે દુર્વિચિંતનમાં એક વસ્તુ પરત્વે છુટાછવાયા અશુભ વિચારો આવે છે. -૦- સારાંશ :- એક વિષય પર મનનું કેન્દ્રિત થવું તે ધ્યાન અને સામાન્ય વિચારો આવવા તે ચિંતન, પૂર્વ અભ્યાસની પ્રબળતાને લીધે આવા “ધ્યાન' કે ચિંતનમાં કાંઈ મલિનતા આવી ગઈ હોય તે દુર્બાન અને દુર્વિચિંતન કહેવાય છે. આ રીતે કાયિક, વાચિક અને માનસિક અતિચારોને જણાવ્યા. હવે સૂત્રકાર મહર્ષિ કાયિક, વાચિક અને માનસિક ત્રણ પ્રકારના અતિચારોની અનાવરણીયતા આદિને જણાવવા માટે સૂત્રમાં આગળ ત્રણ શબ્દો મૂકે છે - ‘અણાયારો', “અણિચ્છિઅવ્વો” અને “અસાવગપાઉન્ગો' તે આ પ્રમાણે • ૩પથાર – અનાચાર. ન આચરવા યોગ્ય. (આવશ્યક સૂત્ર-૧૫ની વૃત્તિમાં અહીં થોડો તફાવત પડે છે. કેમકે ત્યાં આ સૂત્ર શ્રમણને આશ્રીને નોંધાયું છે. જ્યારે અહીં આ સૂત્ર શ્રાવકને આશ્રીને લખાયેલ છે. તેથી આવશ્યક વૃત્તિના શ્રમણ સંબંધી અર્થને અહીં શ્રાવકના વિષયમાં પરાવર્તીત કરીને જણાવી રહ્યા છીએ.) – જે (શ્રાવકને માટે) આચરણીય છે, તેને “આચાર' કહે છે. તેથી જે આચાર નથી તે “અનાચાર' કહેવાય છે. – યોગશાસ્ત્રવૃત્તિમાં પણ કહ્યું છે કે, શ્રાવકને આચરવા લાયક નહીં હોવાથી તે અનાવરણીય જાણવું. કેમકે શ્રાવકે આવા અતિચાર આચરવા જોઈએ નહીં. • સચ્છિોડ્યો - અનેષ્ટવ્ય, ન ઇચ્છવા યોગ્ય. – આવશ્યક સૂત્ર-૧૫ની વૃત્તિમાં જણાવે છે કે, મન વડે જરા પણ નહીં ઇચ્છવા યોગ્ય હોવાથી તેને અનિચ્છનીય કહ્યા છે. – યોગશાસ્ત્ર વૃત્તિમાં પણ કહે છે કે, અનાચરણીય હોવાથી તે કરવા યોગ્ય તો નથી જ, પણ આ અતિચારો મનથી પણ અલ્પ માત્ર ઇચ્છવા યોગ્ય નથી. જેમકે - પ્રતિક્રમણ કરી રહેલો શ્રાવક મનમાં એવું વિચારે કે મચ્છરો વગેરેનો ઉપદ્રવ છે, તો હું વસ્ત્ર ઓઢીને પ્રતિક્રમણ કરું. તો આવું કાયા વડે કરવા યોગ્ય તો નથી જ કેમકે તેમ કરવાથી અતિચાર લાગે છે, પરંતુ મનથી પણ હું વસ્ત્ર ઓઢું તે ઇચ્છવા યોગ્ય નથી. • સવ-૫૪ - શ્રાવકને માટે અત્યંત અનુચિત. – યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાં જણાવે છે કે, આવા અતિચારો ઇચ્છવા યોગ્ય ન હોવાથી જ તેને “અશ્રાવક પ્રાયોગ્ય' કહ્યા. સમકિત પ્રાપ્ત કર્યું હોય, વ્રતો અંગીકાર કર્યા હોય તથા હંમેશાં સાધુઓની પાસે સાધુઓના તથા ગૃહસ્થોના આચારો (કર્તવ્યો) સાંભળતો હોય તે શ્રાવક કહેવાય. Page #240 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર-વિવેચન શ્રાવક શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧૦ ‘સામાઇય વયજુત્તો'માં જોવી. - શ્રાવકને ઉચિત હોય તેને ‘શ્રાવકપ્રાયોગ્ય' કહેવાય. - - – તેનાથી જે વિરુદ્ધ હોય તેને અશ્રાવક પ્રાયોગ્ય કહ્યું છે. કેમકે જે કર્તવ્ય શ્રાવકને કરવું ઉચિત નથી, તેવું જે કંઈ થયું હોય તે ‘અશ્રાવકપ્રાયોગ્ય' અર્થાત્ શ્રાવકને માટે અઘટિત જાણવું. ૦ આ પ્રમાણે અતિચારોનું સ્વરૂપ જણાવીને સૂત્રકાર મહર્ષિ હવે તેના વિષયને જણાવવા માટે આગળ કહે છે – ‘નાણે', ‘દંસણે', ‘ચરિત્તાચરિત્તે’. ૦ નાળે - જ્ઞાનને વિશે, જ્ઞાનના વિષયમાં. ૨૩૯ - ભ્રમ, સંશય અને વિપર્યયથી રહિત વસ્તુનો જે બોધ થાય. તેને સામાન્ય રીતે ‘જ્ઞાન' કહેવામાં આવે છે. પણ મોક્ષમાર્ગની સાધનામાં સમ્યક્દર્શન યુક્ત જ્ઞાનને જ ‘જ્ઞાન' ગણવામાં આવે છે. સમ્યક્દર્શન રહિત જ્ઞાનને ‘અજ્ઞાન' કહે છે. આ જ્ઞાનના વિષયમાં જે અતિચાર લાગ્યો હોય તે. – તત્ત્વાર્થ સૂત્ર ટીકામાં જણાવે છે કે, ‘જાણવું તે જ્ઞાન.' સામાન્ય અર્થમાં વસ્તુ સ્વરૂપનું અવધારણ તે જ્ઞાન વિષયના બોધાત્મક ચૈતન્ય અંશ માટે જ્ઞાન શબ્દ લોકપ્રસિદ્ધ છે. જ્ઞાન પાંચ ભેદે પ્રસિદ્ધ છે - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ પણ અહીં નાળે શબ્દથી માત્ર “જ્ઞાનની આરાધના વિષયમાં લાગેલ અતિચાર એ અર્થની વિચારણા કરવાની છે. જેના વિશેષ સ્વરૂપને જણાવવા માટે સૂત્રમાં આગળ ‘સુ' શબ્દ મૂકેલ છે. ૦ તળે - દર્શનને વિશે, દર્શનના વિષયમાં. સર્વજ્ઞ ભગવંતોએ મૂળભૂત તત્ત્વો જે રીતે કહ્યા છે, તેના પર અનન્ય શ્રદ્ધા રાખવી તેને દર્શન કહ્યું છે. $'; “તત્ત્વાર્થ-તત્ત્વરૂપ (જીવ તત્ત્વાર્થ સૂત્ર ટીકામાં જણાવ્યા મુજબ અજીવાદિ) પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન'' કહ્યું છે. તત્ત્વરૂપી નિર્ણિત કરાયેલ વાસ્તવિક અર્થોનું શ્રદ્ધાન તે સમ્યગ્ દર્શન. આ તત્ત્વો સાત (કે નવ) કહ્યા છે. જીવ, અજીવ, આશ્રવ, (પુન્ય, પાપ), બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. - પરમ અર્થભૂત એવા જીવાદિ પદાર્થો કે વિતરાગ સર્વજ્ઞ ભાષિત વચનો પરત્વેની રુચિ તે (સમ્યક્) દર્શન. તેની આરાધનાના વિષયમાં કોઈ અતિચાર લાગ્યો હોય તો - (તેનું વિશેષ સ્વરૂપ આગળ કહ્યું છે.) ૭ ચરિત્તારિત્તે- દેશવિરતિ ચારિત્ર વિશે. - – સ્થૂળ પાપ વ્યાપારના ત્યાગરૂપ ચારિત્ર અને સૂક્ષ્મ પાપવ્યાપારનો ત્યાગ ન કરવા રૂપ અચારિત્ર, તે ચારિત્ર-અચારિત્ર, ચારિત્રાચારિત્ર એટલે દેશવિરતિ ચારિત્ર, તેમાં લાગેલ અતિચાર. આવશ્યક સૂત્ર-૧૫ શ્રમણને આશ્રીને હોવાથી અહીં ‘ચરિત્તે’ શબ્દ મૂકેલ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨ છે. જ્યારે અહીં શ્રાવકને આશ્રીને આ સૂત્ર હોવાથી રત્તાત્ત શબ્દ મૂકાયેલ છે. કેમકે સ્થૂલ સાવદ્યયોગની જેટલા અંશે નિવૃત્તિ તેટલું ચારિત્ર અને જેટલા અંશે અભાવ, તેટલું અચારિત્ર. શ્રાવકનું ચારિત્ર આવા પ્રકારનું હોવાથી તે ચારિત્રાચારિત્ર' કહેવાય છે. તેનો પર્યાયવાચી શબ્દ ‘દેશવિરતિ' છે. - સાધુના વ્રતો મહાવ્રતો કહેવાય છે. કેમકે તેમાં સર્વથા વિરમણ હોય છે, તેથી તે “સર્વવિરતિ' કહેવાય છે, તેથી તેમના માટેના સૂત્રમાં સ્વત્તિ' શબ્દ મૂકાયો તે યોગ્ય જ છે. જ્યારે શ્રાવકના વ્રતો અણુવતો કહેવાય છે. કેમકે તેમાં સ્થૂળ વિરમણ હોય છે. તેથી તે દેશવિરતિ' કહેવાય છે. તેઓ અમુક અંશે ચારિત્રયુક્ત અને અમુક અંશે ચારિત્રરહિત હોવાથી તેમના માટે “ચારિત્રાચારિત્ર' શબ્દ વપરાયો છે. – “ચારિત્રાચારિત્ર' શબ્દનું વિશેષ સ્વરૂપ આ સૂત્રમાં જ આગળ “સામાજી' શબ્દથી દર્શાવાયેલ છે. ૦ હવે તે જ્ઞાનાદિ વિષયક અતિચારોને – જુદા જુદા દર્શાવવા અથવા તેના સ્વરૂપને વિશેષ સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર આગળ જણાવે છે– ૦ સુ - શ્રુતના સંબંધમાં, શ્રતના વિષયમાં. – પૂર્વે ના શબ્દ મૂક્યો તેના અનુસંધાને આ “શ્રત” શબ્દ છે. – આવશ્યક સૂત્ર-૧૫ વૃત્તિ તથા યોગશાસ્ત્રાદિ ગ્રંથોમાં તેને સ્પષ્ટ કરતા જણાવે છે કે, મૃતનું ગ્રહણ કરતા ઉપલક્ષણથી મતિ-મૃત આદિ પાંચ જ્ઞાનોને ગ્રહણ કરવા. આ પાંચે જ્ઞાનના વિષયમાં ઉત્સુત્ર પ્રરૂપણા કે વિપરિત પ્રરૂપણા કરવાથી જે સ્કૂલના થઈ હોય તે. – આ અતિચારનું સ્વરૂપ સંક્ષેપમાં સૂત્ર-૨૮ “નાસંમિ દંસણૂમિ'માં છે અને વિસ્તારથી મોટા અતિચારમાં પણ આવે છે. જેમકે જાતે - કાળે. અમુક શાસ્ત્ર અમુક સમયે ભણવું અને અમુક સમયે ન ભણવું એવા વિધિ નિષેધના નિયમોને અનુસરીને શ્રત-ગ્રહણની જે પ્રવૃત્તિ થાય, તેને કાલોચિત સ્વાધ્યાય કહેવાય. સ્વાધ્યાય કાળે સ્વાધ્યાય ન કરે તો પણ અતિચાર અને અસ્વાધ્યાય કાળે સ્વાધ્યાય કરે તો પણ અતિચાર. આવા આઠ ભેદો છે. જે સ્ત્ર-૨૮ “નાસંમિ." સૂત્રથી જાણવા. ૦ લઘુ દૃષ્ટાંત :ઉપદેશ પ્રાસાદ ગ્રંથના ૨૫૭માં વ્યાખ્યાનમાં એક દૃષ્ટાંત જણાવેલ છે – કોઈ એક સાધુ સંધ્યાકાળ વીત્યા પછી કાલિક શ્રતનો સમય પણ વીતી ગયા છતાં તેનો કાળ નહીં જાણવાથી તેનું પરાવર્તન કરતા હતા. તે જોઈને કોઈ સમ્યક્ દૃષ્ટિ દેવે વિચાર્યું કે, હું આ સાધુ મહારાજને સમજાવું જેથી મિથ્યાષ્ટિ દેવ તેમને પરેશાન ન કરે. એમ વિચારી તેણે મહિયારીનું રૂપ લઈ ત્યાંથી વારંવાર “છાશ લ્યો છાશ" એમ બોલતા આવ-જા શરૂ કરી, સાધુને કાળવેળાનું ભાન કરાવી પ્રતિબોધ કર્યા કે કાળે જ સ્વાધ્યાય કરવો ઉચિત છે, અકાળે સ્વાધ્યાય કરવો નહીં. Page #242 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર-વિવેચન ૨૪૧ * • સામારૂપ - સામાયિકના સંબંધમાં. – અહીં સામાયિક શબ્દથી સામાયિકના બે ભેદોનું ગ્રહણ કરવાનું આવશ્યક વૃત્તિ તથા યોગશાસ્ત્રાદિમાં જણાવે છે – (૧) સમ્યકત્વ સામાયિક, (૨) દેશવિરતિ સામાયિક. પૂર્વે “નાણે, દંસણ, ચરિત્તાચરિતે એ ત્રણ વિષયો જણાવ્યા. જેમાં “નાણે’ શબ્દનો વિસ્તાર ‘સુપ' માં જણાવી દીધો. “દંસણ' શબ્દનું સ્વરૂપ વિશેષથી જણાવવા ‘સમ્યકત્વ સામાયિક' લીધું અને ચરિત્તાચરિતે' શબ્દનું સ્વરૂપ વિશેષથી જણાવવા ‘દેશવિરતિ સામાયિક' લીધું. સમ્યકત્વ સામાયિકથી શંકા, કાંક્ષા, વિચિકિત્સા આદિ આઠ અતિચારો જાણવા. જેનું સ્વરૂપ હવે પછીના સૂત્ર-૨૮ “નાણંમિ દંસણૂમિ'માં વિસ્તારથી વર્ણવેલ છે. આ જ બાબત સૂત્ર-૩૫ વંદિત્તસૂત્ર'માં ગાથા-૬માં અને પાક્ષિક અતિચારમાં પણ આવે જ છે. દેશવિરતિ સામાયિકથી જે અતિચારોને જણાવવા છે, તે સૂત્રકારે આ સૂત્રમાં જ આગળ જણાવેલા છે. (અહીંથી આવશ્યક સૂત્ર આગમ અને અહીં નોંધાયેલ સૂત્રમાં ભેદ શરૂ થાય છે, કેમકે અહીં શ્રાવકને આશ્રીને અતિચારોનું વર્ણન છે જ્યારે ભાવરૂદ્ધ સૂત્રમાં સાધુને આશીને વર્ણન છે. તેથી આરંભના બે પદો પછી બંને સ્થાને બાકીના પદો બદલાઈ જાય છે.) • તિખું કુત્તા - ત્રણ ગુતિઓનું. – મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગતિ એ ત્રણ પ્રકારની ગુપ્તિઓના વિષયમાં જે કોઈ ખંડણા કે વિરાધના કરવા રૂ૫ અતિચારનું સેવન કર્યું હોય. – મન, વચનગુપ્તિ, કાયાના યોગોને ગોપવવા રૂ૫ ત્રણ ગુણિને અંગે શ્રદ્ધાદિ નહીં કરવાથી કે વિપરિત પ્રરૂપણા કરવાથી કરેલી ખંડના અને વિરાધનારૂપ જે કંઈ અતિચાર થયા હોય તે. ૦ “ત્રણ ગુપ્તિના સ્વરૂપનું વિવરણ સૂત્ર-૨ “પંચિંદિય'માં જોવું. ૦ ૩પ વસાયા - ચાર કષાયો વડે. -- ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયો વડે. (થયેલ અતિચાર) – ક્રોધ, માન, માયા, લોભ એ ચાર અપ્રશસ્ત કષાયો કરવાનો શ્રાવકને નિષેધ છે, તે કષાયો કરવાથી, આ કષાયોના સ્વરૂપમાં શ્રદ્ધા નહીં કરવાથી કે તે કષાયો અંગે વિપરીત પ્રરૂપણા કરવાથી લાગેલા અતિચાર. ૦ હવે દેશવિરતિ ચારિત્રરૂપ શ્રાવકના બાર વ્રતોને જણાવતા તેના મુખ્ય ત્રણ ભેદોના નામ પૂર્વક બાર વ્રતોને જણાવે છે– • પંડ્યું જુબૈયા - પાંચ અણુવ્રતોનું જે રીતે સાધુને મહાવત હોય છે, તે રીતે શ્રાવકોને અણુવતો હોય છે. જેની સંખ્યા પાંચની છે. તે આ પ્રમાણે (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. 2|16) Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. (3) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. (૪) પરદા રાગમન વિરમણવ્રત કે સ્વદારા સંતોષ વ્રત. (૫) સ્થૂલ પરિગ્રહ વિરમણ કે પરિગ્રહ પરિમાણ વ્રત. આ પાંચ વ્રતોની વિશેષ સમજ હવે પછીના સૂત્ર-૩૫ વંદિત્તસૂત્રમાં વિસ્તારથી અપાયેલી છે. અણુવ્રત સંબંધી વ્યાખ્યા પણ વંદિત્તસૂત્રની ગાથા-૮માં આવશે. તેમજ આ અણુવ્રતોના નામ, તેનું સ્વરૂપ, તેમાં લાગતા અતિચારો પણ ત્યાં ગાથા-૯ થી ૧૮માં આપેલા છે. તેથી વિવેચન માટે સૂત્ર-૩૫ જોવું. • તિરૂં મુખāથા - ત્રણ ગુણવ્રતોનું – શ્રાવકના બાર વ્રતોમાં ત્રણ વ્રતોને ગુણવતો કહ્યા છે તે આ પ્રમાણે(૧) દિક્ પરિમાણ વ્રત (૨) ભોગોપભોગ કે ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત (૩) અનર્થદંડ વિરમણ વ્રત આ ત્રણે ગુણવ્રતોની વિશેષ સમજ હવે પછીના સૂત્ર-૩૫ વંદિત્તસૂત્ર'માં વિસ્તારથી અપાયેલી છે. ગુણવ્રત સંબંધી વ્યાખ્યા પણ ત્યાંજ કરેલી છે. આ ગુણવ્રતોના નામ, તેનું સ્વરૂપ અને તેમાં લાગતા અતિચારો વંદિત્તસૂત્ર ગાથા-૧૯ થી ૨૬માંવિસ્તારથી આવશે. તેથી વિવેચન માટે જુઓ સૂત્ર-૩૫ “વંદિત્ત' સૂત્ર. • સિવાવથી - ચાર શિક્ષાવ્રતોનું શ્રાવકના બાર વ્રતોમાં ચાર વ્રતોને શિક્ષાવ્રતો કહ્યા છે તે આ પ્રમાણે(૧) સામાયિક વ્રત (૨) દશાવકાશિક વ્રત (૩) પૌષધોપવાસ વ્રત (૪) અતિથિસંવિભાગ વ્રત આ ચારે વ્રતોની વિશેષ સમજ હવે પછીના સૂત્ર-૩૫ વંદિત્ત સૂત્ર'માં વિસ્તારથી અપાયેલી છે. શિક્ષાવ્રત સંબંધી વ્યાખ્યા પણ ત્યાંજ કરેલી છે. આ શિક્ષાવ્રતોના નામ, તેનું સ્વરૂપ, તેમાં લાગતા અતિચારો ‘વંદિત્ત સૂત્ર' ગાથા-૨૭થી ૩૨માં જોવા. ત્યાં વિસ્તૃત વિવેચન છે. • વારસવિહસ સાવધHસ - બાર પ્રકારના શ્રાવકધર્મનું. – પૂર્વે ત્રણ પદો મૂક્યા - પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો, ચાર શિક્ષાવ્રતો. આ ત્રણે મળીને શ્રાવકધર્મ અર્થાત્ દેશવિરતિધર્મના બાર ભેદો થયા. આ બાર ભેદ સ્વરૂપ જે શ્રાવકધર્મ-તે શ્રાવક ધર્મનું. ઘંડિ વિરાદિ - જે કંઈ ખંડિત કે વિરાધિત કર્યું હોય૦ ર્વાદશં - ખંડિત કરવું અર્થાત્ અમુક અંશે ભંગ કર્યો કે થયો હોય. ૦ વિરદિગં - વિરાધ્યું હોય અર્થાત્ સર્વ અંશે કે મહઅંશે ખંડિત થયું હોય તેને વિરાધિત કહ્યું છે. • તરસ મિચ્છા મિ દુદાટ - તે સંબંધી મારુ દુષ્કૃત્ મિથ્યા થાઓ. - ઉપર જે કંઈ અતિચારોનું વર્ણન કર્યું, વ્રતસંબંધી જે કંઈ ખંડણા કે Page #244 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ઠામિ સૂત્ર-વિવેચન વિરાધના થઈ તે સર્વે વિષયક મારું સર્વ પાપ મિથ્યા થાઓ. तस्स मिच्छामि दुक्कडं વિં'' માં કરાયેલ છે ત્યાંથી જોવું. ૦ ‘મિચ્છા મિ દુક્કડં’ શબ્દ પ્રયોગ સૂત્ર-૧૦ ‘સામાઇય વયજુત્તો’માં પણ બે વખત થયેલો છે. સૂત્ર-૨૬ ‘દેવસિઅ પડિક્કમણે ઠાઉં' સૂત્રમાં પણ થયો છે. – વિશેષ કથન : - ૨૪૩ આ પદોનું વિસ્તૃત વિવેચન સૂત્ર-૫ “રિયા આરંભે જણાવ્યા મુજબ આ સૂત્ર ત્રણ અલગ-અલગ રીતે ક્રિયામાં બોલાય છે - ચિંતવાય છે. (૧) ઇચ્છામિ ઠામિ (કે ‘ઠાઇઉં') શબ્દોથી - કાયોત્સર્ગ પૂર્વે (૨) ઇચ્છામિ પડિક્કમિઉં શબ્દોથી - પ્રતિક્રમણ પૂર્વે (૩) ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ - અતિચાર આલોચના સ્વરૂપે. આ ત્રણેમાં અતિચારોનું સંક્ષિપ્તમાં કથન જ છે. પણ જ્યારે તે કાયોત્સર્ગ પૂર્વે બોલાય છે, ત્યારે કઈ રીતે બોલાય તે આ સૂત્રમાં નોંધ્યુ છે. અતિચાર આલોચના સ્વરૂપે બોલાય છે ત્યારે કઈ રીતે બોલાય તે સૂત્ર-૩૦માં જણાવેલ છે, પ્રતિક્રમવાના સંદર્ભમાં કઈ રીતે બોલાય તે સૂત્ર-૩૪માં જણાવેલ છે. એક જ સૂત્ર હોવા છાતં ત્રણ ભિન્ન પ્રકારે કથન પણ હેતુપૂર્વક જ છે. (૧) કાયોત્સર્ગ પૂર્વે બોલાય ત્યારે “ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ'' આદેશ માંગીને બોલાય છે કેમકે ત્યાં કાયોત્સર્ગ કરતા પહેલા સંક્ષેપમાં અતિચાર કથન દ્વારા શુદ્ધિ કરાય છે. વિશેષ શુદ્ધિ કાયોત્સર્ગ દ્વારા કરવાની છે. માટે કાયોત્સર્ગમાં સ્થિર થવાની કે રહેવાની આજ્ઞાપૂર્વક શુદ્ધિ અર્થે અતિચાર કથન છે. (૨) જ્યારે પ્રતિક્રમણ પૂર્વે બોલાય ત્યારે તે વંદિત્તુસૂત્ર અને પક્ષ્મિસૂત્ર પૂર્વે બોલાય છે. અહીં ‘‘ઇચ્છામિ પડિક્કમિઉં'' શબ્દથી ‘ઇચ્છાનિવેદન'' કરવામાં આવે છે. ત્યાં પ્રતિક્રમણ કરવાના હેતુથી પહેલા સંક્ષિપ્તમાં અતિચાર કથન દ્વારા લઘુપ્રતિક્રમણ થાય છે. (જેમ ‘ઇરિયાવહિય’એ લઘુ પ્રતિક્રમણ છે તે રીતે) પછી વિસ્તારથી વંદિત્તુસૂત્ર (કે પòિસૂત્ર) બોલીને પ્રતિક્રમણ કરાય છે. (૩) જ્યારે તે અતિચાર આલોચના સ્વરૂપે બોલાય છે ત્યારે ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિઅં આલોઉં ?'' એમ આજ્ઞા માંગીને અતિચાર આલોચના કરાય છે. ત્યાં માત્ર નિવેદન સ્વરૂપે છે. આ વાતની પ્રતીતિ માટે દશ પ્રકારના પ્રાયશ્ચિત્તને વિચારશો તો તેમાં ત્રણ પ્રાયશ્ચિત્ત છે (૧) આલોચના (૨) પ્રતિક્રમણ (૩) કાયોત્સર્ગ. (૧) જેમાં આલોચના (પ્રગટ કથન)થી પ્રાયશ્ચિત્ત કરણ થાય. (૨) જે માટે પ્રતિક્રમણ સ્વરૂપે પ્રાયશ્ચિત્ત આવશ્યક બને. (૩) જે પ્રાયશ્ચિત્ત કાયોત્સર્ગ દ્વારા સિદ્ધ થાય. એ રીતે અહીં આ સૂત્ર પણ જે ત્રણ ભિન્ન શબ્દોથી આરંભ કરીને બોલાય છે, તે આલોચના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ ભેદ રૂપ જ સમજવું. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ષડાવશ્યક ક્રિયારૂપ પ્રતિક્રમણમાં પણ આવો વિધિ આવે જ છે ને ? જેમકે પ્રથમ અતિચાર આલોચના કરાય છે. પછી વિશેષ રૂપે પ્રતિક્રમણ કરવા માટે વંદિતુ સૂત્ર (કે અતિચાર આદિ) બોલાય છે. છતાં કંઈક શુદ્ધિ બાકી રહી હોય તો કાયોત્સર્ગ દ્વારા તેની શુદ્ધિ કરવામાં આવે છે. દૈનિક ક્રિયામાં આ સૂત્રનો ઉપયોગ :(૧) દેવસિક પ્રતિક્રમણમાં બે વખત આ સૂત્ર બોલાય છે – પ્રતિક્રમણ સ્થાપના બાદ (પંચાચાર) અતિચારની આઠ ગાથાના કાયોત્સર્ગ પૂર્વે અને આયરિય ઉવઝાએ' સૂત્ર બાદ ચારિત્ર, દર્શન, જ્ઞાનના કાયોત્સર્ગ પૂર્વે. (૨) રાત્રિક પ્રતિક્રમણમાં પણ બે વખત બોલાય છે – રાઈ પ્રતિક્રમણની સ્થાપના પછી અને જ્ઞાન, દર્શન, ચારિત્રના કાયોત્સર્ગ પહેલા. બીજી વખત ‘આયરિય ઉવઝાએ' સૂત્ર પછી અને તપ ચિંતવાણી કાયોત્સર્ગ પહેલા. (૩) પાક્ષિક (આદિ) પ્રતિક્રમણમાં બાર (વીશ કે ચાલીશ) લોગસ્સનો કાયોત્સર્ગ કરતા પહેલા આ સૂત્ર બોલાય છે. આ સૂત્રનું મહત્ત્વ :ચારિત્રને નિર્મળ બનાવવા જ્ઞાનની અને દર્શન (શ્રદ્ધા)ની આવશ્યકતા છે. આ ત્રણેની શુદ્ધિ માટે આત્મશોધન - આત્મગુણશોધન કે આત્મસ્વરૂપ શોધન જરૂરી છે. સામાન્ય ભાષામાં કહીએ તો આત્મા જે દોષો કે સ્કૂલના કે અતિચારોને લીધે મલિન બને છે. તેને દૂર કરવા કે તેનાથી બચવાની પ્રવૃત્તિ તે આત્મશુદ્ધિની ક્રિયા છે. આત્માની આ વિશુદ્ધિ આલોચના - પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ આદિ પ્રાયશ્ચિત્તોથી થાય છે. આ સૂત્ર કાયોત્સર્ગ પૂર્વે અતિચારના કથન અને ચિંતવના દ્વારા કાયોત્સર્ગમાં સ્થિર થતા પહેલા આત્મશુદ્ધિ માટેની ભૂમિકારૂપ સૂત્ર છે. તે માટે સૂત્રકારે પ્રથમ “ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ" શબ્દોથી ઇચ્છા નિવેદન દર્શાવ્યું છે. પછી અતિચારના કારણરૂપ સાધનોનો નિર્દેશ કર્યો છે. તેના પ્રકારો જણાવ્યા છે, વિષય નિર્દેશ કર્યો છે અને છેવટે તે ભૂલોની કબૂલાત કરી માફી માંગેલ છે. i સૂત્ર-નોંધ : ૦ આધાર સ્થાન :- આવશ્યક સૂત્ર આગમમાં કાયોત્સર્ગ નામના પાંચમાં અધ્યયનનું સૂત્ર-૩૮ એ આ સૂત્રનું આધાર સ્થાન છે. આવશ્યક આગમમાં આ સૂત્ર શ્રમણોના વિષયમાં છે. અહીં આ સૂત્રની યોજના શ્રાવકોને આશ્રીને છે. ૦ આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે. ૦ ઉચ્ચારોની દષ્ટિએ આ સૂત્રમાં ઘણાં જ જોડાક્ષરો છે. તેથી ઉચ્ચારણમાં અડધા અક્ષર કયારેક છૂટી જતાં જોવા મળે છે જેમકે “ઉસ્મત્તો', “ઉમ્મગ્ગો', “અકરણિજ્જો', ‘અણિચ્છિઅબ્બો', ‘તિષ્ઠ-ચઉર્ડ” આદિ. —X—— —— Page #246 -------------------------------------------------------------------------- ________________ નાસંમિ દંસણૂમિ સૂત્ર ૨૪૫ સૂત્ર-૨ નાણંમિ દેસણુમિ સૂત્ર (અતિચાર ચિંતવના સૂત્ર - - સૂત્ર-વિષય : આ સૂત્રમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પાંચ આચારનું સ્વરૂપ જણાવેલ છે. પરોક્ષ રીતે તેમાં પંચાચારના અતિચારોની ચિંતવના પણ કરાયેલી છે. સૂત્ર-મૂળ :નાસંમિ દંસણૂમિ અ, ચરસંમિ તવંમિ ત હ ય વીરિયંમિ; આયરણે આયારો, ઈઅ એસો પંચહા ભણિઓ. કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્દુવણે; વંજણ-અલ્થ-તદુભએ, અઠવિહો નાણમાયારો. નિસૅકિઅ નિકંખિઅ, નિબ્રિતિગિચ્છા અમૂઢદિઠીએ; ઉવવૃહ-થિરિકરણે, વચ્છલ-પભાવણે અઠ. પણિહાણ-જોગ-જુરો, પંચહિં સમિઈહિં તીડુિં ગુનાહિં; એસ ચરિત્તાયારો, અઠવિહો હોઈ નાયબ્બો. બારસવિહંમિ વિ તવે, સબિમંતર-બાહિરે કસલ-દિઠે; અગિલાઈ અણાજીવી, નાયબો સો તવાયારો. અણસણમૂણોઅરિઆ, વિત્તીસંખેવણ રસચ્ચાઓ; કાયકિલોસો સંલણયા ય, બન્ઝો તવો હોઈ. પાયશ્મિત્ત વિણઓ, વૈયાવચ્ચે તહેવ સઝાઓ; ઝાણ ઉસ્સગ્ગોવિ અ, અબિમંતર તવો હોઈ. અણિમૂહિઅ-બલ-વરિઓ, પરક્કમઈ જો જહત્તમાઉનો; જ્જઈ અ જહાથામ, નાયબ્બો વરિઆયારો સૂત્ર-અર્થ : જ્ઞાનને વિશે, દર્શનને વિશે, ચારિત્રને વિશે, તપને વિશે અને વીર્યને વિશે અર્થાત્ જ્ઞાનાદિ પાંચેની બાબતમાં જે આચરણ કરવું તે આચાર કહેવાય છે. આ આચાર પાંચ પ્રકારનો કહેલ છે. – (૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર અને (૫) વીર્યાચાર. જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે – (૧) કાળ, (૨) વિનય, (૩) બહુમાન, 3 દ ૩ કિ છે ? Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ (૨) (૪) ઉપધાન, (૫) અનિહ્નવતા, (૬) વ્યંજન (૭) અર્થ અને (૮) તદુભય (વ્યંજન અને અર્થ બંને) (દર્શનાચાર આઠ પ્રકારનો છે) (૧) નિઃશંકિતા, (૨) નિષ્કાંક્ષિતા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢદૃષ્ટિતા, (૫) ઉપŻહણા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના. (3) ચારિત્રાચાર આઠ પ્રકારનો જાણવો – (મન, વચન, કાયાની) એકાગ્રતા અથવા ચિત્તની સમાધિપૂર્વક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન (કરવું તે.)(૪) તીર્થંકર ભગવંતે પ્રરૂપેલ (છ પ્રકારના) અત્યંતર અને (છ પ્રકારના) બાહ્ય તપ રૂપ બાર પ્રકારના તપના વિષયમાં ખેદરહિત અને આજીવિકાની ઇચ્છારહિત (જે આચરણ) તે તપાચાર છે. (૫) બાહ્યતપ છ પ્રકારે છે – (૧) અનશન, (૨) ઉણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસ ત્યાગ, (૫) કાયકલેશ અને (૬) સંલીનતા. અત્યંતર તપ છ પ્રકારે કહ્યો છે (૬) (૭) (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ. બળ તથા વીર્યને છૂપાવ્યા વિના શાસ્ત્રાજ્ઞા મુજબ (જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ પૂર્વોક્ત આચારોમાં) સાવધાન થઈને ઉદ્યમ કરવો અને શક્તિ મુજબ પ્રવૃત્તિ કરવી (તે રૂપ જે આચાર) તે વીર્યાચાર જાણવો. (૮) – શબ્દજ્ઞાન : નાણુંમિ - જ્ઞાનને વિશે અ - અને તવંમિ - તપને વિશે વીરિયંમિ - વીર્યને વિશે આયારો આચાર પંચહા - પાંચ પ્રકારે કાલે - કાળને વિશે બહુમાણે - બહુમાનને વિશે તહ - તથા · વંજણ - વ્યંજન-અક્ષર વિશે તદુભએ - તે બંનેને વિશે નાણમાયારો - જ્ઞાનાચાર (જ્ઞાન સંબંધી નિસ્યંકિઅ - શંકારહિત નિદ્ધિતિગિચ્છા - દુગંછારહિત અ - અને, તથા થિરીકરણે - સ્થિરીકરણ પભાવણે - પ્રભાવના કરવી - દંસાંમિ - દર્શનને વિશે ચરણમિ - ચારિત્રને વિશે તહ ય તેમજ, તથા આયરણં - આચરણ ઈઅ એસો આ પ્રમાણે આ ભણિઓ - કહેલો છે વિણએ વિનયને વિશે ઉવહાણે - ઉપધાનને વિશે અનિન્હવણે - અનિહ્નવતા વિશે અત્ય અર્થને વિશે અટ્કવિહો - આઠ પ્રકારનો આચાર) જાણવો નિષ્કંખિઅ કાંક્ષારહિત અમૂઢદિઠ્ઠી - અમૂઢ દૃષ્ટિ ઉવવૂહ - પ્રશંસા કરવી વચ્છલ - વાત્સલ્ય કરવું અઠ આઠ પ્રકારે - - - Page #248 -------------------------------------------------------------------------- ________________ નાણંમિ દંસણંમિ સૂત્ર-શબ્દજ્ઞાન ૨૪૭ પણિહાણ - એકાગ્રતા જોગજુત્તો - યોગથી યુક્ત પંચહિં - પાંચ પ્રકારની) સમિઅહિં - સમિતિ વડે તિહિં - ત્રણ (પ્રકારના) ગુત્તીડુિં - ગુપ્તિ વડે એસ - આ ચરિતાયારો - ચારિત્રાચાર અઠવિહો હોઈ - આઠ ભેદે છે નાયબ્બો - જાણવા યોગ્ય બારસવિહંમિ - બાર પ્રકારે વિ - પણ તવે - તપને વિશે સબિમંતર - અત્યંતર સહિત બાહિરે - બાહ્ય (ભેદ યુક્ત) કુશલ – તીર્થકરો એ દિઠે - કહેલ, પ્રરૂપેલ અગિલાઈ - ગ્લાનિ રહિત અણાજીવી – આજીવિકાની ઇચ્છાથી રહિત, આજીવિકા ઇચ્છા સિવાય નાયબ્યો સો - તે જાણવો તવાયારો - તપાચાર અણસણમ્ - અનશન તપ ઉણોઅરિઆ - ઉણોદરી તપ વિત્તીસંખેવણ - વૃત્તિસંક્ષેપ રસચ્ચાઓ - રસત્યાગ તપ કાયકિલેસો - કાયક્લેશ તપ સંલીસણા - સંલીનતા તપ ય - અને બક્કો - બાહ્ય તવો - તપના ભેદ હોઈ - છે, થાય છે પાયચ્છિd - પ્રાયશ્ચિત્ત તપ વિણઓ - વિનય તપ વેયાવચ્ચે - વૈયાવચ્ચ તપ તહેવ - તેમજ, તથા સઝાઓ - સ્વાધ્યાય તપ ઝાણું - ધ્યાન તપ ઉસ્સગ્ગો - ઉત્સર્ગ તપ વિ અ - અને વળી, નિશે અભિંતરઓ - અત્યંતર તવો હોઈ - તપના ભેદ છે અણિમૂહિઅ - પ્રગટ છે. બલવિરિઓ - બળ અને વીર્ય પરક્કમઈ - પરાક્રમ કરે છે જો - જે, (જે વ્યક્તિ ) જહુર્તા - યથોક્ત, શાસ્ત્રાનુસાર આઉત્તો - સાવધાન થઈને જુજઈ અ - અને પ્રવર્તે જહાથામ - શક્તિ પ્રમાણે નાયબ્બો - જાણવો વીરિઆયારો - વીચાર 1 વિવેચન : સામાન્યથી આ સૂત્ર તેના આદ્ય શબ્દોથી “નાસંમિદંસણૂમિ" નામે ઓળખાય છે. પણ પ્રતિક્રમણ ક્રિયામાં આ સૂત્રનો ઉપયોગ શ્રાવકો માટે અતિચારની ચિંતવના સ્વરૂપે થયેલ છે. કાયોત્સર્ગ દરમિયાન આ આઠ ગાથા દ્વારા પાંચ પ્રકારના આચારોની વિચારણા થકી આચારથી વિરુદ્ધ થયેલ પ્રવૃત્તિની વિચારણા કરાય છે. તેથી તેને અતિચાર (વિચારણા) ગાથાઓ પણ કહે છે. દશવૈકાલિક સૂત્ર નિર્યુક્તિ-૧૮૨ની પૂર્વે વૃત્તિકાર મહર્ષિ હરિભદ્રસૂરિજી મહારાજાએ આ ગાથાઓનો આરંભ કરતા પહેલા લખ્યું છે કે, દ્રવ્યાચાર કહેવાઈ ગયો હવે ભાવાચારને જણાવીએ છીએ. એમ કરીને ભાવાચાર સ્વરૂપે આ ગાથાઓ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨ નોંધી છે અને નિર્યુક્તિકાર મહર્ષિએ પણ નિર્યુક્તિ-૧૮૨માં જણાવેલ છે કે, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ આચારને ભાવાચાર જાણવા. આ ગાથાને આશ્રીને “નાસંમિ-દંસણૂમિ' ગાથાની યોજના થઈ હોય તેવું જણાય છે. આ ગાથાઓનું અવલંબન લઈને અતિચારોની વિચારણા થઈ શકે છે. કેમકે આ ગાથાઓમાં તો માત્ર આચારનું સ્વરૂપ છે. પણ તે પ્રમાણે આચરણા ન થાય કે દોષયુક્ત થાય ત્યારે તે અતિચાર લાગે છે તેમ ચિંતવના કરવાની રહે છે. નામ - જ્ઞાનને વિશે, જ્ઞાનની બાબતમાં. – આ શબ્દનો સંબંધ ગાથામાં રહેલા ‘કાયા' સાથે જોડવાનો છે. - જો કે દશવૈકાલિકની નિર્યુક્તિ-૧૮૨માં તો ‘સંસ’ શબ્દ જ પહેલા મૂકાયેલા છે. પણ અહીં “ના શબ્દ પહેલા હોવાથી નાનું નો અર્થ વિચારીએ – જેના વડે કે જેનાથી (વનેન યમદ્િ વા) જણાય - બોધ થાય તે જ્ઞાન. – વિશિષ્ટ અર્થમાં જેના વડે આત્મકલ્યાણનો માર્ગ સમજાય, મોક્ષ માર્ગના સાધનોનો બોધ થાય તે જ્ઞાન – ઉપચારથી તેનું આયોજન કરનારી વાક્ય-રચના તથા તેના લિપિબદ્ધ વ્યવસ્થિત સંગ્રહને પણ “જ્ઞાન” કહેવામાં આવે છે. – સાવરપ્રીપ માં કહ્યું છે કે, “જો કે જ્ઞાન એ મતિ, ચુત, અવધિ, મન:પર્યવ, કેવલ એ પાંચ ભેદે છે, તો પણ અહીં ‘ના’ શબ્દથી શ્રુતજ્ઞાનનું ગ્રહણ કરવું, કારણ કે કાલ', 'વિનય' આદિ જ્ઞાનાચારના આઠ ભેદો જે (બીજી ગાથામાં) કહેવાનાર છે, તેનો સંબંધ શ્રુતજ્ઞાનમાં જ સંભવે છે. – અહીં નાખ' શબ્દથી “શ્રુતજ્ઞાન-દ્વાદશાંગી આદિ રૂપે' એમ સમજવો. – સ્થાનાંગ સૂત્રમાં પણ “' નો અર્થ “શ્રુતજ્ઞાન' એવો જ કર્યો છે. - સ્થાનાંગ સૂત્ર - જે જણાય - બોધ થાય તે જ્ઞાન. તેના (જ્ઞાનના) આવરક કર્મનો ક્ષયોપશમ કે ક્ષય તે જ્ઞાન. જેના વડે જણાય તે જ્ઞાન. જેમાં જણાય તે જ્ઞાન અથવા આત્મા તેના આવરણના ક્ષય કે ક્ષયોપશમ પરિણામથી યુક્ત થઈને જાણે તે જ્ઞાન કે જે તે જ વિષયના ગ્રહણ રૂપે હોય છે. – અનુયોગ દ્વારમાં પણ એ જ જણાવેલ છે કે, વસ્તુ જેના વડે, જેનાથી કે જેમાં જણાય તે જ્ઞાન સ્વવિષયને જાણે કે તેનો બોધ પામે તે જ્ઞાન અથવા જ્ઞાનાવરણ ક્ષયોપશમજન્ય જીવને થતો તત્ત્વભૂત બોધ એટલે જ્ઞાન. – બૃહત્કલ્પ વૃત્તિ મુજબ - જ્ઞાન એટલે વિમર્શપૂર્વકનો બોધ. – પ્રજ્ઞાપના વૃત્તિ - સામાન્ય અને વિશેષાત્મક વસ્તુમાં વિશેષ ગ્રહણાત્મક બોધ તે જ્ઞાન. વંમિ - દર્શનને વિશે, દર્શનની બાબતમાં દશવૈકાલિક નિર્યુક્તિ-૧૮૨ની હારિભદ્રીય વૃત્તિમાં જણાવે છે કે, (૧) “આયારો' શબ્દ જોડીને દર્શન શબ્દ લેવો અર્થાત્ દર્શનાચાર' એ પ્રમાણે આખો શબ્દ સમજવો. Page #250 -------------------------------------------------------------------------- ________________ નાણુંમિ હંસણંમિ સૂત્ર-વિવેચન ૨૪૯ (૨) દર્શન શબ્દનો અર્થ અહીં સમ્યગ્દર્શન કરવો. ચક્ષુ-અચક્ષુ આદિ દર્શન અહીં ગ્રહણ કરવાનું નથી. (૩) નિર્યુક્તિકારે ‘દર્શન’ પહેલા લીધું છે. ‘જ્ઞાન' શબ્દ પછી લીધો છે. (૪) ક્ષાયોપશમિક આદિ ભાવરૂપ (સમ્યક્) દર્શન જ અહીં લેવું. સામાન્ય શબ્દોમાં કહીએ તો - અહીં દર્શન શબ્દથી સામાન્ય ઉપયોગરૂપ દર્શનના ચક્ષુદર્શન આદિ ભેદો ગ્રહણ કરવાના નથી, પણ રત્નત્રયી પૈકીનું ‘સમ્યગ્દર્શન ગ્રહણ કરવાનું છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રકારે તેની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, ‘તત્ત્વભૂત પદાર્થોનું યથાર્થરૂપથી શ્રદ્ધાનું કે રુચિ તે સમ્યગ્દર્શન કે જેસ્વાભાવિકપણે અથવા અધિગમથી પ્રાપ્ત થાય છે. — આ દર્શનના નિઃશંકિત, નિષ્કાંક્ષિત આદિ આઠ ભેદો હવે પછીની ગાથા ત્રણમાં વર્ણવાયેલ છે. - આગમોમાં ‘દર્શન’ શબ્દ જુદા જુદા અર્થોમાં જોવા મળે છે. તો પણ દર્શનાચાર સ્વરૂપે જ્યાં દર્શન ઉલ્લેખ છે. ત્યાં તો સમ્યકત્વ કે સમ્યક્ દર્શન અર્થ જ કરાયો છે જેનો ઉલ્લેખ ‘આવશ્યક’, ‘દશવૈકાલિક', ‘ઓઘનિયુક્તિ', ‘સ્થાનાંગ’, ‘ભગવતી', ‘જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ' આદિ અનેક આગમોમાં થયેલો છે. चरणमि ચારિત્રને વિશે, ચારિત્રની બાબતમાં. ઘરળ - (ચારિત્ર) શબ્દનો સંબંધ ‘ઝાયારો’ સાથે જોડવાનો છે. કેમકે ‘ચારિત્રાચાર' અર્થમાં જ આ સૂત્રમાં આગળ આઠ આચારોનું વર્ણન કરાયેલ છે. ઘરળ શબ્દથી અહીં ‘ચારિત્ર’ અર્થનું ગ્રહણ કરાયેલ છે. ‘ચરિત્ર' એ જ ‘ચારિત્ર' વર્ ધાતુ સાથે ત્રૂ પ્રત્યય લાગીને ‘ચરિત્ર' શબ્દ બને છે. તેનો સામાન્ય અર્થ આચરણ, ચાલચલગત કે વર્તન થાય છે, અહીં તે સંયમ કે વિરતિના અર્થમાં કહેલ છે. – ચારિત્ર શબ્દ શ્રમણ માટે સર્વ વિરતિરૂપ ચારિત્રના અર્થમાં અને શ્રાવકને માટે ‘દેશવિરતિ ચારિત્ર'ના અર્થમાં જાણવો. ‘ચરણ’ શબ્દના આગમીક અર્થો સમવાયાંગ ચારિત્ર એટલે વ્રતશ્રમણધર્મ સંયમ આદિ અનેકવિધ. ચારિત્ર એટલે મહાવ્રત આદિ. નાયાધમ્મ ભગવતી - ચારિત્ર એટલે વ્રત અને શ્રમણધર્માદિ. દશવૈકાલિક, ચારિત્ર, સમગ્રવિરતિરૂપ અર્થમાં છે. વિશેષાવશ્યક - મુમુક્ષુઓ દ્વારા જેનું સેવન થાય તે ચારિત્ર. ૦ પ્રથમ ત્રણ આચારમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણ આચાર લીધા જેને માટે આવશ્યક નિર્યુક્તિમાં ‘યંસળનાળત્તેિ’ શબ્દ વાપરી પછી તવઞયારે એમ કહ્યું છે. વંદિત્તુ સૂત્રમાં પણ બીજી ગાથામાં નાળે તહ વંસળે રસ્તે ૬ એ ત્રણ આચારોનો ઉલ્લેખ કરેલો જ છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨ • તવંગ - તપને વિશે, તપની બાબતમાં. – પાંચ આચારમાંનો આ ચોથો આચાર છે. ‘આચાર' શબ્દ પૂર્વના પાંચે પદો સાથે સંબંધ ધરાવતો હોવાથી તેને “તપાચાર' કહેવાય છે. – તપ એટલે જેનાથી શરીરની રસ આદિ ધાતુ અથવા કર્મ તપે કે શોષાય તેને તપ કહે છે. – આ તપને કર્મ નિર્જરાનું અમોઘ સાધન કહ્યું છે. – તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં પણ કહ્યું છે કે, તપ વડે સંવર અને નિર્જરા થાય છે. - ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે, કરોડો ભવોના સંચિત કરેલા કર્મ તપ વડે ક્ષીણ થાય છે. - નવ પદોમાં પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર પછી તપ' નામક ચોથા પદની આરાધનાનો નિર્દેશ કરાયેલ છે. – આ તપ અનશન આદિ બાર ભેદથી કહેવાયેલો છે, જે બારે ભેદોનું વર્ણન આ જ સૂત્રમાં આગળ કરાયેલ છે. • વેરિયંમિ - વીર્યને વિશે, વીર્ય-આત્મબળની બાબતમાં. – પંચવિધ આચારમાં “વીર્ય' એ પાંચમો આચાર છે. જેને માટે દશવૈકાલિક નિર્યુક્તિ-૧૮૨માં વરિયાવર' શબ્દ જ વપરાયેલ છે. – વીર્ય એટલે જીવનું સામર્થ્ય, આત્મશક્તિ કે આત્મબળ. - વરિય માટે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે, વીર્ય એ બળ છે કે જે જીવનું લક્ષણ છે, તે બે પ્રકારનું હોય છે – (૧) સકર્મ અને (૨) અકર્મ. તેમાં કર્મના ઉદયથી ઔદયિક ભાવરૂપ જે સામર્થ્ય ઉત્પન્ન થાય છે તે “સકર્મવીર્ય કહેવાય છે અને કર્મના લયથી શાયિકભાવરૂપ જીવનું સાહજિક સામર્થ્ય પ્રગટે છે તે અકર્મવીર્ય કહેવાય છે. – ઉત્તરાધ્યયન સૂત્ર વૃત્તિ મુજબ - વીર્ય એટલે વીયન્તરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ શક્તિ અથવા આત્મશક્તિ. – જંબૂતીપપ્રજ્ઞપ્તિ વૃત્તિ - વીર્ય એટલે આંતર ઉત્સાહ કે જીવોત્સાહ. – ભગવતી વૃત્તિ - વીર્ય એટલે જીવનું બળ કે ઉત્સાહ અથવા વીર્યાન્તરાયના ક્ષયથી ઉત્પન્ન થયેલ શક્તિ. • શાયર - આચરણ, વર્તણુક,વ્યવહાર • કાયરે - આચાર.. – આચરણ એ જ આચાર. – શાસ્ત્ર શુદ્ધ વર્તણુક કે ધર્મવિહિત જીવન વ્યવહારને આચરણ કહે છે. – સમ્યક્ આચરણ તે આચાર. – આ ‘આચાર' શબ્દ નાણ, દંસણ, ચરણ, તપ અને વીર્ય એ પાંચ સાથે જોડાયેલો છે. તેથી નાણાયાર, દંસણાયાર, ચરણાયાર, તપાયાર અને વીર્યાયાર Page #252 -------------------------------------------------------------------------- ________________ નાણંમિ સસંમિ સૂત્ર-વિવેચન ૨૫૧ શબ્દ નિષ્પન્ન થાય છે. - સાવર વૃત્તિ મુજબ દર્શન(બાબત) આચરણ તે દર્શનાચાર, જ્ઞાન વિશેનું આચરણ તે જ્ઞાનાચાર એ રીતે પાંચમાં જાણવું. - ઉત્તરાધ્યયન વૃત્તિમાં આચાર શબ્દના અર્થો– આચાર એટલે શાસ્ત્રવિહિન વ્યવહાર અથવા ઉચિત ક્રિયા અથવા જ્ઞાનાચાર આદિ. • ફ ણો પણ મળિો - આ પ્રમાણે આ પાંચ પ્રકારનો (આચાર) કહેવાયેલો છે, પ્રતિપાદિત કરાયેલો છે. ૦ રૂઝ - આ પ્રમાણે - ઉપર કહ્યા મુજબ ૦ ગુણો - આ - જ્ઞાન, દર્શન આદિ ૦ પંહી - પાંચ પ્રકારે - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય. ૦ મળિયો - કહેવાયો છે, મM - બોલવું, કહેવું કે પ્રતિપાદન કરવું. તેના પરથી મતિ શબ્દ બન્યો. જે પ્રાકૃતમાં મણિ કહેવાય છે. ૦ ગાથા-૧ સાર : આ સૂત્રથી પહેલી ગાથામાં પાંચ પ્રકારના આચારનો ઉલ્લેખ છે. ધર્મમાં કે મોક્ષમાર્ગમાં શ્રદ્ધાપૂર્વકના જ્ઞાન પછી તેનું આચરણ પણ એટલું જ મહત્ત્વનું ગણેલ છે. સમ્યક્ આચરણા ન કરતા શુષ્ક જ્ઞાનીની કોઈ કિંમત નથી. આપ્તપુરુષોએ પણ સાવર: પ્રથમ ઘર્ષ: આચાર એ પહેલો ધર્મ છે, તેમ કહ્યું છે. ધર્મના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા તે આચાર છે. પણ “આચાર' કહેવો કોને ? તે બાબત પ્રત્યેક ધર્મ પ્રવર્તકોમાં મતભેદ પ્રવર્તે છે. જેમકે જૈનો “રાત્રિભોજનને અભક્ષ્ય ગણી ત્યાગ કરવાનું કહે છે, જ્યારે મુસ્લીમોમાં “રોજા' રાખનાર રાત્રે જ ભોજન લે છે. શ્રમણો કંદ-મૂળને ત્યાજ્ય ગણાવે છે પણ તાપસો તેને જ ભસ્થ ગણાવે છે. બ્રાહ્મણો આદિ નદીના પવિત્ર સ્નાનમાં પુન્ય માને છે. જૈન સાધુને સ્નાન કરવાની જ મનાઈ ફરમાવાઈ છે. તો આચાર કહેવો કોને ? | તીર્થંકર પરમાત્માએ પાંચ પ્રકારના આચારની વાત કરી જે જુદી-જુદી રીતે આગમમાં રજૂ થયેલી છે. આચાર મુખ્યતાએ બે પ્રકારનો કહ્યો – (૧) લૌકિક અથવા દ્રવ્ય આચાર અને (૨) લોકોત્તર અથવા ભાવ-આચાર. જે દ્રવ્યાચાર છે તે રૂઢિ, રિવાજ, પરંપરા, સ્વ-સ્વ સામાચારીને અનુસરતો હોય છે જ્યારે ભાવાચારને સ્પષ્ટ કરવા જ અહીં “નાણંમિ દંસણૂમિ' ગાથા મૂકાયેલ છે. કેમકે અહીં સૂત્રકાર સાયર’ શબ્દથી ભાવાચાર' જ જણાવે છે. (ભાવાચાર) આચારના પાંચ ભેદો આ ગાળામાં જણાવ્યા. (૧) જ્ઞાનાચાર - જે આચરણથી જ્ઞાનથી પ્રાપ્તિ થાય, જ્ઞાનની વૃદ્ધિ થાય કે જ્ઞાનની આરાધના થકી જ્ઞાનનો પ્રકાશ થાય તે જ્ઞાનાચાર. આ જ્ઞાનાચારના આઠ ભેદો બીજી ગાથામાં જણાવે છે. (૨) દર્શનાચાર - જે આચરણથી દર્શનની પ્રાપ્તિ થાય, દર્શનની શુદ્ધિ થાય Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ કે દર્શનની આરાધના થકી દર્શનગુણ વિકસે તે દર્શનાચાર. આ દર્શનાચારના આઠ ભેદો ત્રીજી ગાથામાં જણાવે છે. (૩) ચારિત્રાચાર - જે આચરણાથી ચારિત્રની પ્રાપ્તિ થાય, વૃદ્ધિ થાય કે ચારિત્ર આરાધના થકી ચારિત્રની નિર્મળતા પ્રગટે તે ચારિત્રાચાર. આ ચારિત્રાચારના આઠ ભેદો ચોથી ગાથામાં જણાવે છે. (૪) તપાસાર - જે આચરણાથી તપની આરાધના થાય, તપોવૃદ્ધિ થાયકે તપ થકી કર્મનિર્જરા થાય તે તપાચાર. આ તપાચારના બે ભેદો મુખ્યતાએ અને પેટા ભેદે બાર પ્રકારે જણાવેલ છે. જે આ સૂત્રની ગાથા પાંચથી સાતમાં જણાવેલ છે. (૫) વીર્યાચાર - જે આચરણાથી ઉક્ત જ્ઞાનાદિ ચારે આચાર માટે પ્રબળ પુરુષાર્થ જાગૃત થાય તેને વીર્યાચાર કહે છે. જેનું સ્વરૂપ આ સૂત્રની ગાથા-આઠમાં રજૂ કરવામાં આવેલ છે. સ્થાનાંગ સૂત્ર-૪૭૦માં આચાર આ જ પ્રાંચ ભેદે જણાવતા કહ્યું છે કે, “આચાર પાંચ પ્રકારના છે – (૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર અને (૫) વીર્યાચાર. જ્યારે સ્થાનાંગ સૂત્ર-૮૪માં આ ‘આચાર-ભેદો' જુદી રીતે કહ્યા છે– (૧) આચાર બે પ્રકારે છે - જ્ઞાનાચાર અને નોજ્ઞાનાચાર. (૨) નોજ્ઞાનાચાર બે પ્રકારે છે - દર્શનાચાર અને નીદર્શનાચાર (૩) કોદર્શનાચાર બે પ્રકારે છે - ચારિત્રાચાર અને નોચારિત્રાચાર (૪) નોચારિત્રાચાર બે પ્રકારે છે - તપાચાર અને વીર્યાચાર. -૦- બંનેમાં રજૂઆત ભિન્નતા જરૂર છે, પણ અર્થથી તો પાંચ ભેદ છે જ. આ રીતે આચારના પાંચ ભેદોની ભૂમિકારૂપ પહેલી ગાથાને જણાવ્યા પછી હવે બીજી ગાથાનું વિવેચન કરીએ છીએ – (બીજી ગાથા સંબંધે આગમો તથા ગ્રંથોમાં ઘણું જ વિવેચન જોવા મળે છે. અહીં તેની સંક્ષિપ્ત રજૂઆત કરેલ છે.) જ્ઞાનાચારના આઠ ભેદો આ ગાથામાં જણાવે છે – (૧) વ7 - કાળને વિશે, કાળના નિયમના અનુસરણ વડે– – કાળ એટલે સમય. શ્રુતજ્ઞાનના અધ્યયનાદિ માટે નિશ્ચિત થયેલા સમયને અહીં “કાલ' શબ્દથી સૂચિત કરાયેલ છે. અમુક કાર્ય અમુક સમયે જ કરવું જોઈએ કેમકે તે સમયે કરવાથી સિદ્ધ થાય છે. આ વાત શાસ્ત્રાભ્યાસ કે જ્ઞાન ઉપાસનાના સંદર્ભમાં નિયમરૂપે લાગુ પડે છે, તે દર્શાવવા જ્ઞાનાચારના પ્રથમ ભેદરૂપે “કાળનો નિર્દેશ કરાયેલ છે. - સર્વાનિવડ વૃત્તિ માં જણાવે છે કે, જે અંગપ્રવિષ્ટ આદિ શ્રુતનો કાળ કહેવાયેલ છે, તે જ કાળે સ્વાધ્યાય કરવો જોઈએ, અન્ય કાળે નહીં તેને “કાળ' કહે છે. આ ‘કાળ' સંબંધે તીર્થંકરની આજ્ઞાને અનુસરવું જોઈએ. જેમ “ખેતી’ વગેરે પણ તેના કાળે-સમયે કરવામાં આવે તો ફળદાયી બને છે, પણ વિપરીત કાળે કરાય તો Page #254 -------------------------------------------------------------------------- ________________ નાસંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન ૨૫૩ વિપરીત ફળ આપે છે. – ટૂંકમાં જે કાળે જે ભણવાની આજ્ઞા હોય. તે કાળે તે (કૃત) ભણવું તે કાળ આચાર કહેવાય છે. – શાસ્ત્રમાં જે સૂત્ર જે કાળે ભણવાની આજ્ઞા આપી હોય તે કાળે તે સૂત્ર ભણવું તેને કાળ (સંબંધી જ્ઞાન) આચાર કહેવાય. – ઉપદેશ પ્રાસાદ વ્યાખ્યાન-૨૫૬માં કહે છે કે, યોગ્યકાળે મૃત (જ્ઞાન) ભણવું, ભણાવવું, વ્યાખ્યાન કરવું તે મૃતધર્મનો (જ્ઞાનનો) પહેલો આચાર છે, તેમ પંડિત પુરુષોએ કહેલું છે. આ કાલ-આચારનું પાલન ન કરવાથી અતિચાર લાગે છે. જેનું વર્ણન પાક્ષિક અતિચાર સૂત્રમાં જોવા મળે છે. સ્વાધ્યાય કાળનું વિસ્તૃત વર્ણન દશવૈકાલિક, નિશીથ, વ્યહાર આદિ સૂત્રો તથા તેની ચૂર્ણિ અને વૃત્તિમાં જોવા મળે છે. “આચાર' વિષયક ગ્રંથોમાં પણ તેનું વર્ણન કરાયેલ છે. (૨) વિખવે - વિનયને વિશે. – સામાન્યથી વિનયને શિષ્ટતા, નમ્રતા આદિ અર્થમાં ગ્રહણ કરાય છે, પણ અહીં જ્ઞાનાચારના ભેદરૂપે તે ગુરુ, જ્ઞાની, જ્ઞાનના અભ્યાસી, જ્ઞાન અને જ્ઞાનના ઉપકરણોની આશાતના કે અનાદર વર્જવાના અને યોગ્ય ભક્તિ કરવાના અર્થમાં વપરાયેલો છે. – ભાવારીપ ગ્રંથમાં ‘વિનય માટે લખે છે કે, તે જ રીતે વિનય એટલે ગુરની, જ્ઞાનીઓની, જ્ઞાનાભ્યાસીઓની, જ્ઞાનની અને પુસ્તક, jઠું, પાનાં, પાટી, ક્વલી, ઠવણી, ઓળિયું, ટીપણું, દસ્તરી વગેરે જ્ઞાનોપકરણોની - જ્ઞાન મેળવવાનાં સાધનોની આશાતનાનું વર્જન અને તેમની યથાયોગ્ય રીતે ભક્તિ વગેરે કરવાં. – ગુરનો વિનય ઉભા થઈને સામે જવું, આસન આપવું, પગ પ્રમાર્જવા, વિશ્રામણા કરવી, વંદના કરવી, આજ્ઞા-પાલન કરવું, શ્રવણ-ઇચ્છા રાખવી વગેરે વડે થાય છે. તે સંબંધમાં કહેવાયું છે કે અબ્દુત્થાન, અંજલિકરણ, આસન આપવું, ગુરુ ભક્તિ અને ભાવશુશ્રુષા એ વિનય કહેવાય છે. – જ્ઞાનદાતા ગુરુનો પ્રત્યુપકાર થઈ શકતો નથી તેથી જ્ઞાનદાતાનો ‘વિનય' કરવો આવશ્યક છે. જો તેમ કરવામાં ન આવે તો શાસ્ત્રઅભ્યાસનું યોગ્ય ફળ મળી શકતું નથી. – દશવૈકાલિકસૂત્રની વૃત્તિમાં 'વિનય' આચારની વ્યાખ્યા કરતા જણાવે છે કે, મૃતનું ગ્રહણ કરતી વેળાએ ગુરનો વિનય કરવો જોઈએ. આવો વિનય અબ્દુત્થાન, પગ પ્રક્ષાલન આદિ વડે થાય છે. જો અવિનયથી શિક્ષા ગ્રહણ કરવામાં આવે તો તે નિષ્ફલ થાય છે. – વૃત્તિકાર મહર્ષિ અહીં શ્રેણિક રાજાનું દષ્ટાંત આપે છે– Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ કોઈ વખતે શ્રેણિક રાજાની એક રાણીએ કહ્યું કે, તમે મને એક એકસ્તંભવાળો પ્રાસાદ (મહેલ) કરાવી આપો. શ્રેણિકે અભયકુમારને આ કાર્ય સોંપ્યું. અભયકુમારે દેવની સહાયથી સુંદર બાગ-બગીચાવાળો પ્રાસાદ કરાવી આપ્યો. તે નગરના કોઈ ચાંડાળની પત્નીને આમ્રફળ ખાવાની ઇચ્છા થઈ, અકાળે આમ્રફળ કયાંય મળતા ન હતા. ચાંડાળે જ્યારે જાણ્યું કે રાજાના એકથંભીયા મહેલના બગીચામાં આ આમ્રફળો છે ત્યારે અવનામિની વિદ્યાથી ડાળી નમાવીને બાણ વડે તે ફળ ચોરવાનું શરૂ કર્યું. રાજાને તેની જાણ થઈ, અભયકુમારની બુદ્ધિથી ચાંડાળને પકડી લીધો. શ્રેણિક રાજાએ ચાંડાળને કહ્યું કે, જો તું મને તારી આ વિદ્યા શીખવ તો હું તને સજામાંથી મુક્ત કરું. ચંડાળે વિદ્યા શીખવવાનું કબૂલ કર્યું. રાજા શ્રેણિકે સિંહાસને બેઠા બેઠા જ વિદ્યા શીખવાનું શરૂ કર્યું, વારંવાર પ્રયત્ન છતાં તેને વિદ્યા ચડતી ન હતી. ત્યારે રાજા રોષાયમાન થયો. તે વખતે અભયે કહ્યું કે, તેમાં આ ચાંડાળનો કોઈ દોષ નથી. વિદ્યા વિનયથી ગ્રહણ થાય, સ્થિર થાય અને ફળદાયી થાય. ત્યારે ચાંડાળને સિંહાસને બેસાડ્યો, રાજા નીચે બેઠો અને વિદ્યા ગ્રહણ કરી તો તેને તુરંત જ આવડી ગઈ. આ રીતે શ્રુત 'વિનય-આચાર' પૂર્વક ગ્રહણ કરવું જોઈએ. - ઉપદેશ પ્રાસાદ વ્યાખ્યાન-૨૫૮માં જણાવે છે કે, “શ્રુતની આશાતના કરવી નહીં, કારણ કે તેનો વિનય શ્રુત સ્વરૂપ છે. તેથી કરીને શુશ્રુષાદિક ક્રિયા કરવાના વખતે શ્રુતજ્ઞાનવાળાનો પણ વિનય કરવો. – વિનયના જુદા જુદા અર્થો ઘટાવવામાં આવે છે કેમકે વિનય એ જ્ઞાનાચાર તો છે જ, તદુપરાંત વિનય એ એક અત્યંતર તપ પણ છે, ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનય એ સ્વતંત્ર અધ્યયન પણ છે. વિનયનો એક અર્થ એવો પણ થાય છે કે, સકલ કુલેશકારક. આઠ પ્રકારના કર્મોનો જે નાશ કરે તે વિનય. અથવા જેના વડે કર્મો દૂર ખસે-ક્ષય પામે તે વિનય. ઇત્યાદિ. પણ અહીં જ્ઞાનાચારના સંબંધમાં તેનો અર્થ ગુરુ શુશ્રષા કે ગુરુ સેવા એમ કરવો યોગ્ય છે કારણ કે તે પણ આઠ પ્રકારના કર્મોના લયમાં અનન્ય કારણ છે. તે વિનયનાં મુખ્ય લક્ષણો છે – આજ્ઞાપાલન, પ્રીતિ અને વિચક્ષણતા. ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૧માં ‘વિનીત'નું લક્ષણ જણાવતા કહ્યું છે કે, જે આજ્ઞાને પાળનાર હોય, ગુરુની નિકટ રહેનાર હોય અને ઇંગિત તથા આકારને જાણનાર હોય તે ‘વિનીત' કહેવાય છે. યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના શ્લોક-૧૨૫, ૧૨૬માં ગુરુનો વિનય સાત પ્રકારે બતાવેલ છે, તે આ પ્રમાણે છે – (૧) સત્કાર, (૨) સન્માન, (૩) વંદન, (૪) અબ્દુત્થાન, (૫) અંજલિકરણ, (૬) આસન પ્રદાન, (૭) આસન અનુપ્રદાન (ગુરુ ભગવંતને આસન આપ્યા પછી પોતે આસન ગ્રહણ કરવું.) ઉત્તરાધ્યયન સૂત્રમાં તેમજ તેને આશ્રીને ઉપદેશપ્રાસાદ ગ્રંથમાં અપાયેલા Page #256 -------------------------------------------------------------------------- ________________ નાસંમિ દંસણંમિ સૂત્ર-વિવેચન ૨૫૫ શ્લોકમાં વિનયનું સ્વરૂપ જણાવતા કહ્યું છે કે, ગુરુની બહુ નજીકમાં પડખેઆજુબાજુ બેસવું નહીં, સન્મુખ કે પગ અડાડીને બેસવું નહીં, પાછળ અડીને બેસવું નહીં, ઢીંચણ છાતી સાથે રાખી હાથ બાંધીને બેસવું નહીં, પગ ફેલાવીને બેસવું નહીં, શય્યામાં રહીને ગુરુને પ્રશ્નો ન પૂછવા કે ઉત્તર ન આપવા. ગુરની પાસે જઈને નમ્રતાપૂર્વક પ્રશ્નોત્તર કરવા, વાક્ય સાંભળતા જ ઉભા થઈને ગુરની પાસે જઈને વિનયપૂર્વક ઉભા રહી સાંભળવું ઇત્યાદિ. (૩) વહુનાઓ - બહુમાનને વિશે જ્ઞાનાચારનો આ ત્રીજો આચાર છે. બહુમાન એટલે આંતરિક પ્રીતિ રાખવી તે. ગુરુ-જ્ઞાન તથા જ્ઞાનોપકરણ પ્રત્યે આંતરિક પ્રીતિ કે ભાવોલ્લાસ હોવો તેને બહુમાન કહે છે. - દશવૈકાલિક સૂત્ર વૃત્તિમાં કહ્યું છે કે, શ્રતગ્રહણ માટે ઉદ્યત થયેલાએ ગુરુનું બહુમાન કરવું જોઈએ. બહુમાન એટલે અંતરના ભાવપૂર્વકનો પ્રતિબંધ. આમ કરવાથી મૃતનું અધિક ફળ પ્રાપ્ત થાય છે. – પ્રવચન સારોદ્ધારમાં પણ કહે છે કે, આંતરિક ચિત્ત પ્રસન્નતાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ, અબહુમાનપૂર્વક ન કરવો જોઈએ. - વૃત્તિકાર મહર્ષિ તથા ગ્રંથકારો બહુમાનની વ્યાખ્યા કરતા તેની તુલના વિનય સાથે કરે છે – વિનય બાહ્ય રીતે પણ થઈ શકે છે, એટલે આંતરિક ભાવની આવશ્યકતા દર્શાવવાને માટે “બહુમાન'નો જુદો ભેદ બતાવેલ છે. ગુરુ પ્રત્યે અંતરથી પૂર્ણ સદ્ભાવ, પૂર્ણ પ્રીતિ કે પૂર્ણ આદર એ “બહુમાન'નું સ્વરૂપ છે. વિનય અને બહુમાનની ચતુર્ભગી રજૂ કરતા શાસ્ત્રકાર કહે છે – (૧) વિનય હોય પણ બહુમાન ન હોય, (૨) બહુમાન હોય પણ વિનય ન હોય, (૩) વિનય અને બહુમાન બંને હોય, (૪) બંનેનો અભાવ હોય. આ ચારે ભેદોમાં ત્રીજો ભેદ ઉત્કૃષ્ટ છે, પહેલો-બીજો ભેદ મધ્યમ છે, ચોથો ત્યાજ્ય છે. વિનય અને બહુમાન બંનેને આશ્રીને ઉપદેશપ્રાસાદમાં કુમારપાળ રાજાનું દૃષ્ટાંત આપેલ છે. પાટણમાં કુમારપાળ નામે રાજા હતો. તે જિનેન્દ્રોના કહેલા આગમની આરાધના કરવામાં તત્પર હતો. તેથી તેણે જ્ઞાનના એકવીશ ભંડાર કરાવ્યા હતા. ત્રેસઠ શલાકા પુરુષોના ચરિત્રોને સાંભળવાની ઇચ્છાથી હેમચંદ્રાચાર્યજીને પ્રાર્થના કરીને ૩૬,૦૦૦ શ્લોક પ્રમાણ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રની રચના કરાવી. તેને સુવર્ણ અને રૂપાના અક્ષરે લખાવીને પોતાના મહેલે લઈ ગયો. જાગરણ કરી, પ્રાતઃકાલે પટ્ટહસ્તી પર પધરાવી તેના પર અનેક છત્ર ધારણ કરાવી, સુવર્ણના દંડવાળા બોંતેર ચામરથી વીંઝાતા મોટા ઉત્સવપૂર્વક ઉપાશ્રયે લઈ ગયા. ત્યાં તેની સુવર્ણ રત્નાદિથી પૂજા કરી. પછી બોંતેર સામંત રાજાઓ સહિત વિધિપૂર્વક ગુરુ પાસે વ્યાખ્યાન સાંભળ્યું. એ જ પ્રમાણે અગિયાર અંગ અને બાર ઉપાંગો વગેરે સિદ્ધાંતોની એક એક પ્રત સુવર્ણાદિના અક્ષરોથી લખાવી, ગુરુ મુખે વ્યાખ્યાન સાંભળ્યું. આ રીતે વિનય Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ અને બહુમાન બંને હોવા જોઈએ. (૪) વહાળે - ઉપધાનને વિશે શ્રાવક ‘ઉપધાન’ તપ તપીને (કરીને) આવશ્યક સૂત્ર ભણે અને સાધુ યોગવહન કરીને સિદ્ધાંત ભણે એ ચોથો જ્ઞાનાચાર છે. ઉપધાન એટલે સૂત્ર ભણવા માટે કરાતો તપ વિશેષ. પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ — શ્રુતનું ગ્રહણ કરવાની ઇચ્છાવાળાએ ઉપધાન તપ કરવો જોઈએ. વૈજનિષ્ઠ વૃત્તિ માં જણાવે છે કે, ‘‘સમીપમાં રહીને જે ધારણ કરાય તે ઉપધાન-તપ વિશેષ કહેવાય. જે અધ્યયન માટે જે આગાઢ વગેરે યોગનું વિધાન કરાયેલ હોય તે પ્રમાણે તે યોગ કરવા જોઈએ. આવા (ઉપધાન) યોગપૂર્વક કરાયેલ તપ જ સફળ થાય છે. આચારપ્રતીપ ટીા માં પણ કહ્યું છે કે, “જે તપ વડે સૂત્રાદિક આત્મ સમીપમાં કરાય (ઉપ-સમીપે ધીયતે-યિતે) તે ઉપધાન. આ ઉપધાન જ્ઞાનાચારનો ચોથો ભેદ છે. - ઉપધાનનો સામાન્ય અર્થ આલંબન છે, તે જ્ઞાનારાધન માટેનું તપોમય અનુષ્ઠાન છે. ‘જ્ઞાનાચાર'ના સંબંધમાં આ શબ્દ આલંબનરૂપ તપોમય ખાસ અનુષ્ઠાનને માટે વપરાય છે. સૂત્રોના આરાધન નિમિત્તે ખાસ ક્રિયાઓ કરવા સાથે આયંબિલ આદિ વિશિષ્ટ તપ તેમાં કરવાનો હોય છે. તે માટે ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં ૧૧માં અધ્યયનમાં શ્રી શાંત્યાચાર્ય જણાવે છે કે ‘‘ઉપધાન એટલે અંગ અને અંગબાહ્ય (અનંગ) શ્રુતના અધ્યયનની આદિમાં કરવામાં આવતું યોગોહનપૂર્વકનું આયંબિલાદિ તપ વિશેષ.'' જેમ સાધુને યોગવહન કર્યા વિના સિદ્ધાંતનું અધ્યયન કલ્પ નહીં, તેમ ઉપધાન તપ કર્યા વિના શ્રાવકોને નમસ્કાર આદિ સૂત્ર ભણવા ન કલ્પે. તે વિશે મહાનિશીથ સૂત્ર નામના આગમમાં કહ્યું છે કે, અકાળ, અવિનય, અબહુમાન અને અનુપધાન વગેરે જ્ઞાન સંબંધી આઠ પ્રકારના અનાચાર મધ્યે ઉપધાનનું વહન ન કરવારૂપ અનાચાર મોટા દોષવાળો છે. સૂત્ર સાક્ષી— ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩૧ ‘ચરણવિધિ’માં વીશમી ગાથાની વૃત્તિમાં બત્રીશ યોગ સંગ્રહમાંના ચોથા યોગ સંગ્રહમાં, સમવાય અંગ સૂત્રના બત્રીશમાં સમવાયમાં તથા આવશ્યકવૃત્તિમાં પ્રતિક્રમણ અધ્યયનમાં ‘િિસ્લોવહાળે ય ત્તિ' એમ કહ્યું. આવશ્યક નિર્યુક્તિ-૧૨૭૪ની વૃત્તિમાં તેની વ્યાખ્યા કરાયેલ છે - પ્રશસ્ત યોગ સંગ્રહને માટે કોઈની સહાય વિના ‘ઉપધાન’ તપ કરવો જોઈએ. આ જ વાત અભયદેવસૂરિજી પણ સમવાય ટીકામાં લખે છે કે, અનિશ્રિત ઉપધાન એટલે બીજાની સહાયની અપેક્ષા વિના તપ કરવું એ છે. સ્થાનાંગ સૂત્ર સ્થાન-૩ના સૂત્ર-૧૪૪માં અને સ્થાન-૧૦ના સૂત્ર-૯૭૮માં ‘યોગવહન’(ઉપધાન) અંગે જણાવેલ છે. ત્રીજા સ્થાનમાં યોગવહનનું ફળ - Page #258 -------------------------------------------------------------------------- ________________ નાણુંમિ હંસમિ સૂત્ર-વિવેચન “અનાદિ અનંત ચાર ગતિરૂપ સંસાર કાંતારનું ઉલ્લંઘન' કહ્યું છે અને સ્થાન-૧૦માં તેનું ફળ-ભવિષ્યમાં “શુભ તથા ભદ્રક પરિણામ પામે'' તેમ જણાવેલ છે. દશવૈકાલિક સૂત્ર વૃત્તિમાં - આ વિષયમાં એક દૃષ્ટાંત આપેલ છે કોઈ એક આચાર્ય હતા. સાધુઓને વાચના આપતા આપતા કોઈ કાળે તેઓ કંટાળી ગયા થાકી ગયા. તેથી સ્વાધ્યાય કાળ હોવા છતાં તેમણે તેને અસ્વાધ્યાય કાળ જાહેર કરી દીધો. જ્ઞાનનો અંતરાય બાંધીને તેઓ કાળ કરી દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવીને કોઈ આહીર કુળમાં ઉત્પન્ન થયા. કોઈ વખતે તે આહીરને ત્યાં પુત્રીનો જન્મ થયો. લોકોએ તે કન્યા યુવાન થઈ ત્યારે તેનું “અશકટા'' નામ પાડી દીધું. તે આહીર પણ “અશકટાતાત'' નામે ઓળખાવા લાગ્યો. વૈરાગ્ય પામીને તેણે દીક્ષા લીધી. ઉત્તરાધ્યયન સૂત્રના યોગવહન કરતા ત્રણ અધ્યયન ભણ્યા. પછી તેને પૂર્વે સંચિત કરેલા જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થવાથી ઘણો પ્રયાસ કરવા છતાં ચોથા અધ્યયનનો એક અક્ષર પણ યાદ રહેતો ન હતો. - – ૨૫૭ ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, જ્યાં સુધી આ અધ્યયન સ્થિર ન થાય ત્યાં સુધી તમે આયંબિલ કરો. ત્યારે આહીરમુનિએ તે વાતને સ્વીકારી. એ પ્રમાણે આયંબિલપૂર્વક અધ્યયન કરતા-કરતા તે મુનિને બાર વર્ષ પસાર થયા. બાર વર્ષ આયંબિલ તપ સહિત અધ્યયન કરતા તેમના પૂર્વ સંચિત જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થતા કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ પ્રમાણે ‘આગાઢજોગ'નું સમ્યક્ પ્રકારે અનુપાલન કરવું જોઈએ. (અર્થાત્ ઉપધાન કરવા જોઈએ.) - મહાનિશીથ નામક આગમ સૂત્રમાં અધ્યયન-૩ના સૂત્ર-૪૯૦માં નોઆગમથી સુપ્રશસ્ત જ્ઞાનકુશીલ આઠ પ્રકારના કહ્યા છે તેમાં ઉપધાન કર્યા વિના સુપ્રશસ્ત જ્ઞાન ભણનાર-ભણાવનારને જ્ઞાનકુશીલ કહ્યા છે. સૂત્ર-૪૯૧માં પણ કહ્યું છે કે, ઉપધાન કર્યા વિના આવું જ્ઞાન ભણે, ભણાવે કે ભણનાર-ભણાવનારની અનુમોદના કરે તે સુપ્રશસ્ત જ્ઞાનની મહાઆશાતના કરે છે. સૂત્ર-૪૯૨માં ગૌતમસ્વામીએ પ્રશ્ન કરેલ છે કે શું ઉપધાન કરવા જોઈએ ? તેનો વિસ્તારથી ઉત્તર આપતા ભગવંત મહાવીરે ઉપધાન કરવાનું વિધાન કરેલ છે. ત્યારપછીના સૂત્રમાં ઉપધાન કઈ રીતે કરવા તેની વિધિ પણ બતાવેલ છે. (૫) નિવળે - ગુરુ, જ્ઞાન, સિદ્ધાંત વગેરેનો અપલાપ ન કરવાને વિશે, ભણાવનાર ગુરુને ન ઓળવવા વિશે. -- - નિ +હનુ - છુપાવવું. તે પરથી નિદ્ભવ એટલે છુપાવનાર બન્યું. – છુપાવવાની ક્રિયા, અપલાપ કરવો કે શઠપણું તે નિદ્ભવન છે. આવું નિવળ પણું ન હોવું તે અનિવળ કહેવાય. અશઠપણું નિખાલસતા એ જ ‘અનિહ્નવ' છે. જે ગુરુએ શાસ્ત્રાભ્યાસ કરાવ્યો હોય, તેનું નામ છુપાવવું તે નિહ્નવ દોષ છે. એ જ રીતે સિદ્ધાંતને છુપાવવો કે તેનો ઢાંકપિછોડો કરવો અથવા તેનાથી 217 Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ વિરુદ્ધ પ્રતિપાદન કરવું તે પણ નિહ્નવ દોષ છે. તે દોષરહિતતા તે “અનિલવન' નામે પાંચમો જ્ઞાનાચાર જાણવો. – શ્રુતના અક્ષરને આપનારા ગુરુઓનો અને મૃતાદીકનો અપલાપ કરવો નહીં એ પાંચમો જ્ઞાનાચાર જિનેશ્વરોએ કહેલો છે. – ભણાવનાર ગુરુને ઓળવવો નહીં એટલે જેની પાસે ભણ્યા તેનું નામ ન દેતા બીજા પાસે ભણ્યાનું કહેવું - આવું મિથ્યા કથન કરવું તે અનિલવ કહેવાય છે. સર્વાનિવૃત્તિ માં જણાવે છે કે, ગ્રહણ કરેલ કૃતનો અપલાપ કરવો ન જોઈએ. જેમની પાસે ભણ્યા હોઈએ, તેનું જ નામ આપવું જોઈએ બીજાનું નામ આપવું જોઈએ નહીં. કેમકે તેમ કરવાથી ચિત્તની કલષતા ઉત્પન્ન થાય છે. અનિલવતા સંબંધે વૃત્તિકારે એક દૃષ્ટાંત મૂકેલ છે– કોઈ એક વાણંદ હતો, તેનો અસ્તરો વગેરે સાધનો વિદ્યાસામર્થ્યથી આકાશમાં રહેતા હતા. ત્યાં કોઈ એક પરિવ્રાજક કે જે ઘણાં રૂપ-સંપત્તિથી યુક્ત હતો તેણે આ વિદ્યાને વાણંદ પાસેથી પ્રાપ્ત કરી. ત્યારપછી તે પરિવ્રાજક અન્ય સ્થાને ગયો. ત્યાં તે પોતાનો ત્રિદંડ વિદ્યાબળે આકાશમાં રાખવા લાગ્યો. આકાશસ્થિત ત્રિદંડને કારણે મહાજનો તેને પૂજવા લાગ્યા. કોઈ વખતે રાજાએ તે પરિવ્રાજકને પૂછયું, હે પૂજ્ય ! આપનો આ દંડ આકાશમાં ચાલે છે (રહે છે) તે આપનો વિદ્યા અતિશય છે કે તપનો અતિશય છે ? ત્યારે તેણે કહ્યું કે, રાજન્ ! આ મારો વિદ્યા-અતિશય છે. ત્યારે રાજાએ પૂછ્યું કે, આપને આ વિદ્યા કોના પાસેથી પ્રાપ્ત થઈ ? ત્યારે પરિવ્રાજકે કહ્યું કે, હિમવંતમાં ફલાહાર ઋષિ પાસેથી હું આ વિદ્યા શીખ્યો. તે પરિવ્રાજક હજી આટલું બોલ્યો કે તુરંત જ તેના જૂઠ બોલવાથી તે ત્રિદંડ ખટુ કરતો નીચે પડી ગયો. આ પ્રમાણે જેઓ આચાર્ય પ્રતિ (કે સિદ્ધાંત પ્રતિ) નિલવતા કરે છે તેઓને ચિત્ત સંક્લિષ્ટતા દોષથી તે વિદ્યા ફળદાયી બનતી નથી. માટે અનિલવતાનો ત્યાગ કરવો જોઈએ. – જે ગુરુએ શાસ્ત્રાભ્યાસ કરાવ્યો હોય તે બહુ પ્રસિદ્ધ ન હોય કે જાતિ અથવા કુળ આદિથી ઉચ્ચ ન હોય તેટલા માત્રથી તેમના નામનો અપલાપ કરીને - તેમનું નામ છુપાવીને કોઈ જાણીતા કે સમર્થ પુરુષનું ભળતું જ નામ લેવું તે ‘નિલવતા' છે તેમ ન કરવું તે અનિલવતા છે. જ્ઞાનોપાસના અને જ્ઞાન પરંપરા યથાર્થ રીતે જળવાઈ રહે તે માટે આ અતિચાર અતિ મહત્વનો છે. જેઓએ તેમનાથી વિરુદ્ધ વર્તન કર્યું છે, તેના જ્ઞાનની ક્ષતિ થયાના - વિદ્યાઓ ન ફળ્યાના દૃષ્ટાંતો શાસ્ત્રમાં છે. લોકમાં પણ એ વાત સુવિદિત છે કે એક પણ અક્ષરનું જ્ઞાન આપનાર ગુરુનો અપલાપ કરવો નહીં – જિનશાસનમાં એકાદ સિદ્ધાંતનો પણ અપલાપ કર્યો હોય તેમને નિલવા નામે જ્ઞાનીઓએ ઓળખાવ્યા હોવાના ઉલ્લેખો આગમ સૂત્રોમાં જોવા મળે છે. એવા સાત (આઠ) નિલવોના શાસ્ત્રોબ્લેખ મળે છે – (૧) જમાલિ, (૨) તિષ્યગુણાચાર્ય, Page #260 -------------------------------------------------------------------------- ________________ નાણુંમિ હંસણંમિ સૂત્ર-વિવેચન ૨૫૯ (૩) અષાઢાચાર્યના શિષ્યો, (૪) અશ્વમિત્રાચાર્ય, (૫) ગંગાચાર્ય, (૬) ષલુકાચાર્ય, (૭) ગોષ્ઠામાહિલ (અને - (૮) શિવભૂતિ.) તેઓને ગચ્છ બહાર કરાયા હતા. તેથી સિદ્ધાંતનો અપલાપ કરવો અને ગુરુનો અપલાપ કરવો તે બંને નિહ્નવતા છે. તેમ ન કરવું તે અનિહ્નવતા છે. (૬) મંગળ - વ્યંજન (- અક્ષર)ને વિશે - જ્ઞાનાચારનો આ છઠ્ઠો આચાર છે. સૂત્રો શુદ્ધ ભણવા તેને સામાન્યથી વ્યંજન આચાર કહ્યો છે. વિશેષથી કહીએ તો સૂત્રના અક્ષરોનો શુદ્ધ ઉચ્ચાર કરવો તે વ્યંજનાચાર છે. व्यज्यतेऽनेन अर्थः જેનાથી અર્થ પ્રગટ થાય તે વ્યંજન-તેમાં વર્ણમાલાના તમામ અક્ષરો - ક, ખ વગેરે આવે અને ઉપલક્ષણથી સ્વરો પણ તેમાં આવી જાય છે. તેના ઉચ્ચારણમાં સમ્યગ્ ઉપયોગ રાખવો તેને છઠ્ઠો વ્યંજનાચાર નામે જ્ઞાનાચાર કહ્યો છે. ઉપદેશપ્રાસાદના ૨૬૪માં વ્યાખ્યાનમાં જણાવે છે કે— - - — (૧) કહેલા વર્ણો (અક્ષરો)માંથી ન્યૂનાધિક અક્ષરો બોલીને સૂત્ર ભણવું નહીં, એ વ્યંજન નામે છટ્ઠો આચાર છે. (૨) વ્યંજનના ભેદથી અર્થનો ભેદ થાય છે, અર્થના ભેદથી ક્રિયાનો ભેદ થાય છે, ક્રિયાના ભેદે કરીને મુક્તિનો અભાવ થાય છે. એ રીતે વ્યંજન ભેદથી અનેક દોષો ઉત્પન્ન થાય છે. વ્યંજન એટલે કે અક્ષર રચનામાં વિપર્યાસ કઈ રીતે થાય ? તેને જણાવવા માટે કેટલીક સંભવીત ભૂલો જણાવે છે— (૧) હીનાક્ષમાં - અક્ષર ઓછો કરીને બોલે - જેમકે ‘‘સવ્વસાહૂણં''ને બદલે ‘‘સવસાહૂણં' બોલે. ‘સવ્વ’ એટલે સર્વે થાય સવ એટલે શબ-મડદું અર્થ થઈ જાય. - (૨) અત્યક્ષર અક્ષર વધુ કરીને બોલે જેમકે નમો તો! માં ઘણાં આચાર્યો-ઉપાધ્યાય બોલે છે. ખરેખર ‘આચાર્યોપાધ્યાય’ શબ્દ છે. (૩) કાનાનો વધારો કે ઘટાડો - કોઈ સ્થાને કાનાનો વધારે કે ઘટાડો કરવો. તેનાથી અર્થમાં પરિવર્તન થઈ જાય છે, જેમકે ‘પવન' અને ‘પાવન'. પવન એટલે હવા થાય, પાવન એટલે પવિત્ર થાય. વિષા અને વિષ. અહીં ‘વિષા’ એ કન્યાનું નામ છે, કાનો ઘટાડી દેવાથી ત્યાં ‘વિષ’ શબ્દ થશે તેનો અર્થ ઝેર થાય. (૪) હ્રસ્વ કે દીર્ઘ-‘ઈ’નો વધારો કે ઘટાડો કરવો - જેમકે અરહંતાણં અને અરિહંતાણં શબ્દો બંને સાચા છે, તીર્થંકર શબ્દના દ્યોતક પણ છે. પણ અર્થથી બંનેમાં ભેદ છે. એ જ રીતે જિનવાણી શબ્દનું જનવાણી કરી દે તો જિનેશ્વરની વાણીને બદલે લોકવાણી અર્થ થઈ જશે. એ જ રીતે ‘સિદ્ધા' સિદ્ધ ભગવંતોના અર્થમાં છે, તેનું ‘સદ્ધા' થઈ જાય તો ‘શ્રદ્ધા’ અર્થ થઈ જાય. એ રીતે - Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ‘નો વધારો કે ઘટાડો સમગ્ર અર્થમાં પરિવર્તન લાવી દે છે. (૫) હ્રસ્વ કે દીર્ઘ “ઉ'નો વધારો કે ઘટાડો કરવો – કોઈ પદમાં 'ઉ' વધારવા કે ઘટાડવાથી અર્થ પરિવર્તન આવે છે – જેમકે - “ઉદ્ધા' શબ્દને બદલે ‘વદ્ધા' બોલે તો “બોધ પામેલાને' એવા અર્થને બદલે (કર્મથી) બંધાયેલાને' એવો અર્થ થઈ જાય છે અને ‘યતિ' એટલે “સાધુ થાય તેને બદલે ‘યુતિ' બોલે તો “જોડાણ' અર્થ થઈ જશે. ફલનું ફૂલ કે કુલનું ફલ કરી દે તો અષ્ટપ્રકારી પૂજાનો ક્રમ બદલી જશે. (૬) માત્રામાં વધારો કે ઘટાડો કરવો. તેનાથી અર્થ પરિવર્તન થાય છે. જેમકે “વર' શબ્દ શ્રેષ્ઠ અર્થમાં છે તેનું વૈર' બોલે તો શત્રુતા અર્થ થઈ જાય. એ જ રીતે “મેહા' શબ્દનો અર્થ બુદ્ધિ છે. જો તેનું “મહા' કરી દે તો મોટું કે મહાનું અર્થ થઈ જશે. પ્રાકૃતમાં ‘વ’ શબ્દનો અર્થ વ્રત છે. કોઈ માત્રા વધારી તેનું વેય બોલે તો વેદ (સ્ત્રીવેદ, પુરુષવેદ) અર્થ થઈ જશે. (૭) ઓ કે ઔ કારનો વધારો કે ઘટાડો કરવો - તેનાથી પણ અર્થમાં પરિવર્તન આવી જાય છે. જેમકે “રાગદ્વેષ' શબ્દ પ્રસિદ્ધ છે. ત્યાં રાગનું “રોગ’ બોલે. તો “રોગ-દ્વેષ' શબ્દ થઈ જશે અને “સૌખ્ય” શબ્દનું “સખ્ય” થઈ જશે. (૮) અનુસ્વરનો વધારો કે ઘટાડો કરવો - તેનાથી અર્થનું અણચિંતવ્ય પરિવર્તન આવે છે. જેના વિશે પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. ૩થીયતા ને બદલે થીયતામ શબ્દનું. ચંદ્રગુપ્ત રાજાને બિંદુસાર નામે પુત્ર હતો. બિંદુસારને અશોકથી પુત્ર હતો અને અશોક શ્રીને કુણાલ નામે પુત્ર હતો. રાજાએ જ્યારે જાણ્યું કે હવે કુણાલકુમારની વિદ્યા ગ્રહણ કરવાની વય થઈ છે ત્યારે રાજાએ પત્ર લખીને મોકલ્યો કે કુમારને ભણવું જોઈએ તે માટે સંસ્કૃતમાં કયતા” શબ્દ લખ્યો. સાવકી માતાએ વિચાર્યું કે જ્યાં સુધી કુણાલકુમારના સર્વ અવયવો શુદ્ધ હશે ત્યાં સુધી મારા પુત્રને રાજ્ય મળશે નહીં, તેથી તેણીએ નેત્રમાંથી અંજન કાઢીને સ્થીયતામ્ શબ્દમાં અનુસ્વાર ઉમેરી ગ્રંથીયતામ્ કરી દીધું. જેનો અર્થ “કુમારને અંધ કરી દેવો” એવો થયો. તેથી કુણાલકુમારને ભણાવવાની આજ્ઞાને બદલે અંધત્વની પ્રાપ્તિની આજ્ઞા મળી. કુમારે પોતાની જાતે તે આજ્ઞા સ્વીકારી પોતે જ તપાવેલી શલાકા આંખમાં નાંખી અને તે અંધ થઈ ગયો. (૯) વર્ણ પરિવર્તન - અક્ષર ફરી જવાથી પણ અર્થમાં ફેરફાર થઈ જાય છે. જેમકે “સ્વજનમાં ‘શ્વજન' થઈ જાય તો “સગાંને બદલે “કૂતરા' એવો અર્થ થઈ જશે. “સુખ' શબ્દમાં “સ'નો 'દ' થઈ જાય તો દુઃખ' શબ્દ થઈ જાય. (૧૦) પદચ્છેદ ભૂલ - જેમકે - “મારો' અને “મા” રો. આવા કારણથી વ્યંજન શુદ્ધિરૂપ આચારનું પાલન કરવું. (૭) સત્ય - અર્થને વિશે, અર્થ શુદ્ધ ભણવા વિશે. – અર્થને સખ્યમ્ ઉપયોગપૂર્વક ગ્રહણ કરવા જોઈએ. – સૂત્રનો સાચો અર્થ કરવો તેને અર્વાચાર કહેવામાં આવે છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ નાણંમિ દંસણંમિ સૂત્ર-વિવેચન ૨૬૧ - શ્રુતમાં પ્રવૃત્ત જીવે તેના ફળની ઇચ્છા હોય તો અર્થભેદ કરવો ન જોઈએ તે સાતમો જ્ઞાનાચાર છે. – શબ્દના બોધ્યા વિષયને “અર્થ' કહેવામાં આવે છે. જેમકે પંકજ એટલે કમળ. અહીં ‘અથ' શબ્દ “અર્થશુદ્ધિ માટે વપરાયેલો છે. શબ્દનો અર્થ બરાબર કરવો એટલે કે તેના મૂળ ભાવને જાળવી રાખવો તે અર્થશુદ્ધિ નામો આચાર છે. જેમકે “અરિહંતાણં' શબ્દમાં “અરિ'નો અર્થ કર્મરૂપી શત્રુઓને હણનાર થાય છે, તેને બદલે કોઈ માત્ર “શત્રુને હણનાર' એવો અર્થ કરે તો તીર્થકરને બદલે શત્રને હણનારને નમસ્કાર થઈ જાય. એ જ રીતે “ભાત-પાણીનો લાભ દેજોજી” એમ જે ઇચ્છકાર” સૂત્રમાં કહ્યું ત્યાં “ભાત’ શબ્દથી સર્વ આહાર અર્થ ગ્રહણ કરવાનો છે અન્યથા સાધુને માત્ર ભાત અને પાણી એ બે જ વસ્તુનો આહાર કરવો પડે. (૮) વધુમા વ્યંજન અને અર્થ તે ઉભય (બંને)ને વિશે. - ઉક્ત વ્યંજન અને અર્થ એ બંનેમાં સખ્ય ઉપયોગ હોવો તે. – વ્યંજન અને અર્થ એ ઉભયનો સંબંધ જાળવી રાખવો તે તદુભય નામનો આઠમો જ્ઞાનાચાર કહ્યો છે. જેમકે “સિદ્ધ' શબ્દ સાંભળીને કે વાંચીને “સિદ્ધ' શબ્દ જ બોલવો અને તે વખતે “સર્વ કર્મથી મુક્ત'' એવા સિદ્ધના જીવો એવો અર્થ જ ચિંતવવો તેને તદુભય આચાર કહે છે. ૦ વિહો નાનાયા - આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે. - આ પ્રમાણે કાળ, વિનય આદિ આઠ પ્રકારે જ્ઞાનાચાર કહ્યો. નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તથા પ્રાપ્ત થયેલા જ્ઞાનની રક્ષા માટે જે અવશ્ય આચરવા યોગ્ય છે તે જ્ઞાનાચાર કહ્યો છે. જેનો ઉક્ત કાલાચાર, વિનયાચાર આદિ આઠ ભેદો છે. આ આઠ પ્રકારના જ્ઞાનાચારથી વિપરિત જે કંઈ આચરણા કરવી તે અતિચાર કહેવાય છે. જેનું વર્ણન પાક્ષિક અતિચારમાં આવે છે. આ પ્રમાણે બીજી ગાથામાં જ્ઞાનાચારના આઠ ભેદો જણાવ્યા પછી સૂત્રકાર આ સૂત્રની ત્રીજી ગાથામાં દર્શનાચારનું વર્ણન કરે છે– (આ ગાથા ઉત્તરાધ્યયન સૂત્ર (અધ્યયન-૨૮)માં ૧૧૦૬મી ગાથા રૂપે છે અને – દશવૈકાલિક નિર્યુક્તિ-૧૮૩ રૂપે છે. આવશ્યકમાં પણ તેનું વિવેચન છે.) (૧) નિર્લોવિરા - નિઃશંકિત, શંકારહિત (પણું) – વીતરાગના વચનમાં લેશમાત્ર શંકા ન કરવી તે નિઃશંકિતતા. – શંકિત એટલે શંકા-સંદેહ તેનો જે અભાવ તે નિઃશંકિતપણું. - સંશયને “શંકા' કહેવામાં આવે છે. યશવૈઋત્તિજ વૃત્તિકાર તેના બે ભેદો જણાવે છે. (૧) દેશ શંકા, (૨) સર્વ શંકા. (૧) વિષયના અમુક ભાગ કે અંશ. પુરતી શંકા હોય તે દેશ શંકા' કહેવાય છે. (૨) સમસ્ત વિષયને લગતી શંકા હોય તેને સર્વ શંકા કહેવાય છે. જેમકે – (૧) જીવપણું સમાન છે, છતાં એક જીવ ભવ્ય અને બીજો જીવ અભવ્ય એવું કેમ હોય ? આવી શંકા થવી તે દેશ શંકા કહેવાય. અહીં ખરેખર એમ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ વિચારવું જોઈએ કે કેટલાંક પદાર્થો હેતુ વડે ગ્રાહ્ય છે અને કેટલાંક પદાર્થો અહેતુ વડે ગ્રાહ્ય છે. તેમાં જે જીવાદિ પદાર્થો છે તે હેતુ વડે ગ્રાહ્ય છે અને ભવ્યત્વ વગેરે અહેતુ વડે ગ્રાહ્ય છે, કારણ કે તે ઉત્કૃષ્ટ જ્ઞાન વિના છઘસ્થોને સમજાતા નથી. તેનું જ્ઞાન કેવલજ્ઞાનીઓના વચનમાત્રથી જ થાય છે. (૨) સર્વ શંકા - સઘળા સિદ્ધાંતો પ્રાકૃતમાં રચાયેલા છે, માટે તે બધા કલ્પિત હશે એવી શંકા કરવી તે “સર્વ શંકા' છે. તે સ્થાને એમ વિચારવું જોઈએ કે સિદ્ધાંતોની રચના પ્રાકૃતમાં થઈ છે, તે બાલક વગેરે સર્વને સામાન્ય રીતે સહેલી પડે તે માટે થયેલી છે. તે માટે કહેવાયું છે કે, “ચારિત્રની ઇચ્છાવાળા બાળકો, સ્ત્રીઓ, મંદ અને મૂર્ખ મનુષ્યોના અનુગ્રહને માટે તત્ત્વજ્ઞ પુરુષોએ સિદ્ધાંતને પ્રાકૃત ભાષામાં કહેલો છે. - આ બંને પ્રકારની શંકાથી રહિત થવું તે “નિઃશંકિત” નામનો પહેલો દર્શનાચાર કહ્યો છે. – ઉપદેશ પ્રાસાદના વ્યાખ્યાન-૨૬૮માં પણ જણાવે છે કે “અનંત જ્ઞાનાદિક વડે સંપૂર્ણ એવા સર્વજ્ઞોએ જે કહેલું છે તે સત્ય છે એમ જે માનવું તે નિઃશંક નામનો પહેલો દર્શનાચાર જાણવો.” જિનેશ્વરે કહેલા તત્ત્વમાં જે સંદેહ લાવવો તે શંકા કહેવાય છે. શંકા થવાથી શ્રદ્ધા ભેદ પામે છે અર્થાત્ શ્રદ્ધારહિત થવાય છે. તેના પરિણામે મહાદોષ પ્રાપ્ત થાય છે.” આ વિષયમાં ગંગાચાર્ય નિલવનું દૃષ્ટાંત છે. - આર્ય મહાગિરિના પ્રશિષ્ય ગંગ નામે આચાર્ય હતા. કોઈ વખતે તેઓ પોતાના ગુરુ ધનગુપ્તાચાર્યને વંદન કરવા જતા હતા. માર્ગમાં ઉલૂકા નદી ઉતરતા હતા ત્યારે તેમનું મસ્તક સૂર્યના કિરણોને લીધે તપી ગયું અને પાણીમાં ચાલતા હોવાથી પગને શીતળતા લાગતી હતી. પૂર્વબદ્ધ મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી તેમણે વિચાર્યું કે, સિદ્ધાંતમાં એક કાળે બે ક્રિયાનો અનુભવ ન હોય એમ જિનેશ્વરોએ કહ્યું છે, પણ મને અત્યારે એક જ સમયે બે ક્રિયાનો અનુભવ થાય છે. હું શીત અને ઉષ્ણ બંનેનું વેદન કરું છું માટે આગમનું વચન યથાર્થ લાગતું નથી. એવી શંકાવાળા થઈને તેઓ ગુરુ મહારાજ પાસે પહોંચ્યા. પોતાને થયેલ શંકા ગુરુજીને જણાવી. ગુરુ મહારાજે તેમને વિવિધ પ્રયુક્તિઓ વડે ઘણું સમજાવ્યું કે જે અનુભવ થાય છે તે અનુક્રમે જ થાય છે. પણ “સમય” ઘણો સૂક્ષ્મ હોવાથી અને મન અતિ ચપળ હોવાથી તમને આ અનુક્રમ સમજાયો નથી. પણ એક સમયે એક જ ઉપયોગ હોય બે ઉપયોગ કદાપી ન હોય, તો પણ ગંગાચાર્યએ પોતાનો કદાગ્રહ ન છોડ્યો. ત્યારે ગુરુએ તેમને ગચ્છ બહાર કર્યા. ત્યારપછી કોઈ કાળે તેને મણિનાગ યક્ષ પ્રતિબોધિત કરી તેમને નિઃશંકિત કર્યા અને ફરી માર્ગમાં સ્થિર કર્યા. આ રીતે નિઃશંકિત નામક પહેલા દર્શનાચારનું પાલન કરવું જોઈએ. સાવર સૂત્રમાં પણ કહ્યું છે કે, “તે નિઃશંક સત્ય છે, જે જિનેશ્વરે કહ્યું Page #264 -------------------------------------------------------------------------- ________________ નાણંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન ૨૬૩ છે.” વસ્તુના સ્વરૂપને જાણવા માટે પ્રશ્નો ઉઠવા, વિશેષ પ્રશ્નો ઉદુભવવા સહજ છે. તેથી તેનું સમાધાન મેળવવા પ્રયત્નશીલ રહેવું ઇષ્ટ છે, પણ શ્રી જિનેશ્વરના વચનની પ્રામાણિકતામાં શંકા કરવી તે કોઈ રીતે ઉચિત નથી. દર્શનાચારનું પાલન કરનારે એમ વિચારવું જોઈએ કે, “વીતરાગો ખરેખર સર્વજ્ઞ છે, તેઓ કદી પણ મિથ્યા બોલતા નથી, તેથી તેમનું વચન તથ્ય છે, જગના સ્વરૂપનું સત્યદર્શન કરાવનારું છે. માટે શંકારહિત થઈ ‘નિઃશંકતા' નામક આચારનું પાલન કરવું. (૨) નિલય - નિષ્કાંક્ષિત, કાંસા રહિત. – જિનમત વિના બીજા મતની ઇચ્છા ન કરવી તે નિષ્કાંક્ષિતતા. – કાંસા એટલે બીજા ધર્મોની ઇચ્છા તે ઇચ્છાનો અભાવ તે નિષ્કાંક્ષિત. – ઇચ્છા, અભિલાષા કે ચાહનાને કાંસા કહે છે. અહીં અન્ય મતની કે મિથ્યાદર્શનની ચાહના કરવી તેને કાંસા નામનો દોષ ગણેલ છે. તેનાથી રહિત થવું તે નિષ્કાંક્ષિત નામનો બીજો દર્શનાચાર કહ્યો છે. – સર્વત્તિ૬ વૃત્તિમાં કાંસાના બે ભેદો કહ્યા છે. દેશકાંક્ષા અને સર્વકાંક્ષા (૧) દેશ કાંક્ષા - દિગંબર દર્શનાદિ કોઈ એક દર્શનની ઇચ્છા કરવી તે. (૨) સર્વ કાંક્ષા - સર્વ દર્શનોની ઇચ્છા કરવી તે. – ઉત્તરધ્યયન વૃત્તિમાં જણાવે છે કે, યુક્તિયુક્તતાથી અને અહિંસા આદિથી શાક્યાદિ દર્શન પણ સુંદર જ છે એ રીતે અન્ય-અન્ય દર્શનનું ગ્રહણ તે કાંક્ષા છે તેનાથી રહિત થવું નિષ્કાંક્ષા છે. – ઉપદેશપ્રાસાદના વ્યાખ્યાન-૨૬ભાં જણાવે છે કે, જે માણસ સ્યાદ્વાદ પક્ષને છોડીને પરશાસનની આકાંક્ષા રાખે છે તે કાંક્ષા દોષવાળો જાણવો અને તે અન્ય અન્ય દર્શનમાં વારંવાર ઉત્કંઠિત થયા કરે છે. તે વિષયમાં એક દૃષ્ટાંત પણ આપવામાં આવેલ છે – વસંતપુરમાં દેવપ્રિય નામે શ્રેષ્ઠી રહેતો હતો. યુવાવસ્થામાં તેની પત્ની મરણ પામવાથી વૈરાગ્ય પામી પોતાના આઠ વર્ષના પુત્રસહિત તેણે દીક્ષા લીધી. તે બાળસાધુ પરીષહોને સહન કરી શકતા ન હતા. તેણે પિતા મુનિને કોઈ વખતે કહ્યું કે, મને તો બ્રાહ્મણોનું દર્શન શ્રેષ્ઠ લાગે છે કે જેમાં પગના રક્ષણ માટે ઉપાનહ રાખવાનો વિધિ છે. પિતામુનિએ વિચાર્યું કે આ બાળક બુદ્ધિ છે, જો ઉપાનહ નહીં અપાવું તો સર્વથા ધર્મથી રહિત થઈ જશે. તેમ માની ઉપાનહ અપાવ્યા. વળી કોઈ દિવસે તે બાળમુનિ બોલ્યા કે, તડકાથી મારું તો માથું તપી જાય છે, આના કરતા તો તાપસ દર્શન સારું છે કે જેમાં માથે છત્ર ધારણ કરી શકાય છે. તે સાંભળી ધર્મથી પરામુખ ન થાય તે માટે તેને છત્રની છુટ આપી. વળી કોઈ દિવસે તેણે કહ્યું કે મને તો પંચાગ્નિ સાધન કરનારનો આચાર શ્રેષ્ઠ લાગે છે, કેમકે ઘણાં લોકો સામે આવીને ભિક્ષાદિ આપી જાય છે. ત્યારે પણ પિતામુનિએ પૂર્વની જેમ વિચારી ભિક્ષા લાવીને તે બાળમુનિને આપવા માંડી. આ રીતે તેને જુદા જુદા નિમિત્તે જુદા જુદા દર્શન સારા લાગતા છેલ્લે પિતામુનિએ વિચાર્યું કે આ સર્વથા અયોગ્ય જીવ છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ તેથી તેને ગચ્છ બહાર કરી દીધો. કાળક્રમે મૃત્યુ પામીને તે બાળમુનિ પાડો થયો. પિતામુનિ મૃત્યુ બાદ સ્વર્ગમાં દેવતા થયા. પુત્રને પાડા રૂપે જન્મેલો જાણીને તેને પ્રતિબોધ કર્યો. ત્યારે તે પાડાએ પણ જાતિસ્મરણ જ્ઞાનથી પોતાનું પૂર્વભવનું સ્વરૂપ જાણ્યું. તેણે અનશન સ્વીકાર્યું. મરીને વૈમાનિક દેવ થયો. આ રીતે બીજાબીજા દર્શનોની ઇચ્છા કરવાને બદલે કાંક્ષારહિત થઈ સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મમાં સ્થિર રહેવું તે નિષ્કાંક્ષિતતા નામે દર્શનાચાર જાણવો. (૩) નિિિતનિચ્છા - નિર્વિચિકિત્સા, મતિ વિભ્રમ રહિત. - · સાધુ સાધ્વીના મલિન વસ્ત્રો દેખી દુર્ગંછા ન કરવી અથવા ધર્મના ફળમાં સંદેહ ન રાખવો તે નિર્વિચિકિત્સા. ચિકિત્સા એટલે મતિ વિભ્રમ. આગમથી અને યુક્તિથી સિદ્ધ થયેલા અર્થમાં ફળ બાબત શંકા રાખવી તે વિચિકિત્સા તેનો અભાવ તે નિર્વિચિકિત્સા. તેને નિર્વિજુગુપ્સા પણ કહે છે. સાધુ-સાધ્વીના શરીર-વસ્ત્ર આદિ જોઈને તેની જુગુપ્સા ન કરવી તે. — દશવૈકાલિક વૃત્તિમાં તેની વ્યાખ્યા કરતા જણાવે છે કે— વિચિકિત્સા એટલે ‘‘મતિવિભ્રમ''. તે જેમાંથી ચાલ્યો ગયો છે તે ‘‘નિર્વિચિકિત્સ’’ અર્થાત્ કોઈ વસ્તુ હિતકારી હોય, સુંદર ફળને આપનારી હોય, છતાં એમ વિચારવું કે તે હિતકર હશે કે કેમ ? અથવા તેનું ફળ સારું આવશે કે કેમ ? તો એ 'વિચિકિત્સા' કરી કહેવાય. હરિભદ્રસૂરિજી અહીં નોંધે છે કે, જિનદર્શન તો સારું જ છે, પણ તે પ્રવૃત્તિ કરવાથી મને ફળ મળશે કે નહીં ? કારણ કે ખેતી વગેરે ક્રિયાઓમાં બંને જાતનાં પરિણામો આવતાં જોવા મળે છે. તેથી ફળ મળે પણ ખરું અને ન પણ મળે. એવી વિચારણા કરવી તે ‘વિચિકિત્સા’ નામનો દોષ ગણાય. તેનાથી રહિત થવું તે નિર્વિચિકિત્સા નામનો ત્રીજો દર્શનાચાર છે. — – ઉત્તરાધ્યયન વૃત્તિમાં કહે છે ફળ વિશેનો સંદેહ ન હોવો તે. ઉપદેશપ્રાસાદમાં વ્યાખ્યાન-૨૭૦માં એક દૃષ્ટાંત છે કાંપિલ્યપુરમાં ભોગસાર નામે બાર વ્રતધારી શ્રાવક હતો. તેણે શાંતિનાથ પ્રભુનો પ્રાસાદ કરાવેલો. હંમેશા આશારહિતપણે ફક્ત ભાવ ભક્તિપૂર્વક ભગવાનની ત્રિકાળ પૂજા કરતો હતો. કોઈ વખતે તેની સ્રી આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામી. સ્ત્રી વિના ઘરનો નિર્વાહ નહીં ચાલે તેમ માનીને તે બીજી સ્ત્રી પરણ્યો. તે સ્રી સ્વભાવે ચપળ અને ચંચળ હતી. ગુપ્ત રીતે ધન એકઠું કરવા લાગી. અનુક્રમે શ્રેષ્ઠીનું સર્વ ધન નાશ પામ્યું. પછી તે બીજી ગામમાં રહેવા ગયો. ત્યાં પણ ત્રિકાળ પૂજા કરવા લાગ્યો. કોઈ વખતે તેની સ્ત્રી તથા અન્ય લોકોએ કહ્યું કે, નિગ્રહ કે અનુગ્રહના ફળને નહીં આપનારા વીતરાગને શા માટે ભજો છો ? તેમની ભક્તિથી તો ઉલટું દારિદ્ર પ્રાપ્ત થયું છે, તેના કરતા ગણપતિ આદિ બીજા દેવને પૂજો. ત્યારે શ્રેષ્ઠીએ પોતાના - - Page #266 -------------------------------------------------------------------------- ________________ નાણંમિ દંસણંમિ સૂત્ર-વિવેચન ૨૬૫ મનમાં જરા પણ વિચિકિત્સા ધારણ ન કરી, પછી ધનના અભાવે તે ખેતી કરવા લાગ્યો. તેની સ્ત્રી હમેશાં મિષ્ટાન્ન ખાતી અને શ્રેષ્ઠીને ચોળા વગેરે કુત્સત અન્ન આપતી હતી. જ્યારે શાંતિનાથ ભગવંતના અધિષ્ઠાયક દેવે અવધિજ્ઞાનથી આ બધી વાત જાણી ત્યારે શ્રેષ્ઠીના શુદ્ધ દર્શનાચારથી પ્રભાવિત થઈ તેણે શ્રેષ્ઠીને સહાય કરી. આ રીતે વિચિકિત્સા રહિત દર્શનાચારનું પાલન કરવું જોઈએ. પ્રશ્ન :- શંકા અને વિચિકિત્સા બંને સંદેહરૂપ જ છે. તો બંનેમાં ફર્ક શું ? સમાધાન - જીવ, અજીવ વગેરે દ્રવ્યો, તેના ગુણ કે સ્વરૂપ વિષયમાં જે સંદેહ થાય તેને શંકા સમજવી. જિનકથિત ધર્મઅનુષ્ઠાન કે ક્રિયા સંબંધી ફળ વિશે સંદેહ થાય તેને વિચિકિત્સા સમજવી. (૪) સમૂહ - અમૂઢ દૃષ્ટિ, જેની દૃષ્ટિ ચલિત નથી થઈ તેવો. – અમૂઢદૃષ્ટિ એટલે મિથ્યાત્વીના ઠાઠ માઠ જોઈ સત્ય માર્ગમાં ડામાડોળ ન થવું તે. આ દર્શનાચારનો ચોથો આચાર છે. – મિથ્યાત્વના અજ્ઞાન કષ્ટ, મંત્ર કે ચમત્કાર દેખી, તેના પર મોહ ન પામવો તેને અમૂઢદૃષ્ટિ કહેવાય છે. – કુતીર્થીઓનો તપ, વિદ્યા, અતિશય વગેરે ઋદ્ધિ જોવા છતાં પણ મુંઝાય કે મોહાય નહીં તે અમૂઢ. સ્વભાવથી નિશ્ચલ જે દૃષ્ટિ તે સમ્યગદર્શન. આવી અમૂઢ - દૃષ્ટિ તે અમૂઢદૃષ્ટિતા (આચાર). – જેનામાં વિવેકની ખામી હોય એટલે કે સારું-ખોટું પારખવાની શક્તિ ખીલેલી ન હોય કે ખીલ્યા છતાં ચાલી ગઈ હોય તે “મૂઢ દૃષ્ટિ' કહેવાય. આવી મૂઢતા રહિત થઈ બાહ્ય આડંબરોથી ચલિત ન થાય તે ‘અમૂઢ દૃષ્ટિ'. – રવૈઋાનિ ની વૃત્તિમાં આ બાબતે સુલતાનું દૃષ્ટાંત છે. અંબઇ નામે એક વિદ્યાધર શ્રાવક હતો. ભગવંત મહાવીરે રાજગૃહી જતા એવા અંબઇને કહ્યું કે સુલસા શ્રાવિકાને મારા ધર્મલાભ કહેજો. ત્યારે અંબ: તેણીના સમ્યકત્વની પરીક્ષા કરવા માટે (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ) અનેક રૂપો વિકુર્ચા. રાજગૃહીના અનેક નગરજનો તેનાથી પ્રભાવિત થઈને દર્શનાર્થે ગયા. પણ સુલતા શ્રાવિકા તેના આ અતિશય કે ઋદ્ધિથી લેશમાત્ર ચલિત ન થયા. - વિસ્મીત થયેલા લોકોએ અંબને ભોજન માટે નિમંત્રણ આપ્યું પણ અંબડે તેનો અસ્વીકાર કર્યો. ત્યારે લોકોએ પૂછયું કે, આપને કોણ ભોજન માટે નિમંત્રે તો આપ પારણું કરશો ? તેણે કહ્યું તુલસા નિમંત્રણ આપે તો હું પારણું કરું. પણ સુલતાએ સ્પષ્ટ કહી દીધું કે, આવા પાખંડીને શા માટે ભોજનની નિમંત્રણા કરવી. પણ જ્યારે અંબઇ શ્રાવકરૂપે તેણીના ઘેર ગયો ત્યારે સુલતાએ અભુત્થાનાદિ વિનય કરી તેન ઉપબંડણા કરી. આ રીતે અમૂઢદૃષ્ટિ નામક દર્શનાચારનું પાલન કરવું જોઈએ. (૫) ઉતૂહ - ઉપવૃંહણા, સમાનધર્મીના ગુણની પ્રશંસા. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ - ઉપવૃંહણા એટલે સમાનધર્મીના ગુણની પ્રશંસા કરી તેની વૃદ્ધિ કરવી અથવા સમાનધર્મીના ગુણની પુષ્ટિ કરવી. – સમકિતધારીના થોડાં ગુણના પણ વખાણ કરવા તે. - સાધર્મિકોના તપ, વૈયાવચ્ચ વગેરે સગુણોની પ્રશંસા દ્વારા તે તે ગુણોમાં વધારો કરવો તે. ઉપબૃહણા નામે પાંચમો દર્શનાચાર છે. - સમકિતધારીના અલ્પગુણને પણ શુદ્ધ મનથી પ્રશંસા કરી તેને ધર્મમાર્ગમાં ઉત્સાહવાળા કરવા તે – ઉત્તરાધ્યયન સૂત્ર-૧૧૦૬ની વૃત્તિ - દર્શન આદિ ગુણોથી યુક્ત જીવોને – “તમારો જન્મ સફળ થયો છે, આપની ભવદશાયુક્ત છે” એવા પ્રશંસા વચનો વડે તે-તે ગુણોની પરિવૃદ્ધિ કરવી તે ઉપબૃહણા. – ઉપદેશપ્રાસાદ વ્યાખ્યાન-૨૭૨માં કહ્યું છે કે, “દેવતાદિ તથા મનુષ્ય આદિની જો સ્લાધા કરી હોય તો તેઓ પ્રસન્ન થાય છે, લૌકિક તથા લોકોત્તર વિષયમાં પોતાનું ઇચ્છિત કાર્ય સાધી આપે છે. લોકમાં પણ સારું કાર્ય કરનારની પ્રશંસા કરવામાં આવે છે ત્યારે બહુ ગુણકારી થાય છે. રાજાઓ પણ પ્રશંસાત્મક સ્તુતિ-કાર્યોથી લાખો મુદ્રાનું દાન આપે છે. તે જ રીતે કોઈએ જૈનશાસનને વિશે મોટો ધર્મનો ઉદ્યોત કર્યો હોય તો તેના ભાવની વૃદ્ધિને માટે ગુરુજનોએ તેની પ્રશંસા કરવી. લઘુ દૃષ્ટાંત :- ચંપાનગરીમાં કામદેવ નામે શ્રાવક હતો. ધનવાનું અને દ્ધિવાન્ હતો. ભગવંત મહાવીર પાસે તેણે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા હતા. તેની પત્ની ભદ્રાએ પણ શ્રાવકધર્મ સ્વીકારેલો. નિરંતર ચૌદ વર્ષ સુધી શ્રાવકધર્મનું પાલન કર્યા પછી કામદેવ શ્રાવકે શ્રાવકની પ્રતિમા-અભિગ્રહ વિશેષ સ્વીકારવાનું વિચાર્યું. જ્યારે તે શ્રાવકપ્રતિમા અંગીકાર કરીને રહેલો ત્યારે સૌધર્મેન્દ્રએ પણ તેની શ્રદ્ધાની પ્રશંસા કરેલી હતી. તે વખતે કોઈ દેવને સૌધર્મેન્દ્રની વાતમાં વિશ્વાસ ન બેઠો. તે દેવ કામદેવ શ્રાવકની પરીક્ષા કરવા આવ્યો. ઘણાં ભયંકર રૂપો વિક્ર્વી કામદેવને ભય પમાડવા અને ડરાવવાની કોશીષ કરવા લાગ્યો. મારી નાંખવાની ધમકીઓ આપી, ભયંકર ઉપસર્ગ અને કદર્થના કર્યા. તો પણ કામદેવ શ્રાવક શુભ ધ્યાનથી ચલિત ન થયો, ત્યારે દેવે મૂળ સ્વરૂપ પ્રગટ કરી કામદેવના સમ્યકત્વની પ્રશંસા કરી, તેના પૈર્ય અને ગાંભીર્ય ગુણની સ્તુતિ કરી. ત્યારપછી કામદેવ શ્રાવક કાયોત્સર્ગ પારી ભગવંત મહાવીરના વંદન અને શ્રવણ અર્થે ગયો. ત્યાં બાર પર્ષદા સમક્ષ ભગવંતે પણ કામદેવની પ્રશંસા કરીને સાધુસાધ્વીઓને કહ્યું કે, જ્યારે શ્રાવકો પણ આવા ઉપસર્ગો સહન કરે છે. તો તમારે તેથ પણ વધુ સહન કરવું જોઈએ. આને ઉપવૃંહણા નામે પાંચમો દર્શનાચાર જણાવો. (૬) થિરીવાર - સ્થિરીકરણ, ધર્મમાં સ્થિર કરવા તે. – ધર્મથી ગ્રુત થતા એવા ધર્મીને યોગ્ય રીતે સ્થિર કરવા તે. Page #268 -------------------------------------------------------------------------- ________________ નાણંમિ દ્વંસણંમિ સૂત્ર-વિવેચન ૨૬૭ ધર્મ નહીં પામેલાને અને ધર્મથી પડતા જીવોને સ્થિર કરવા તે સ્થિરીકરણ નામે છટ્ઠો દર્શનાચાર જાણવો. જૈનધર્મની પ્રાપ્તિ થઈ ન હોય તેને ધર્મ પમાડવો અને જે ધર્મ પામેલા હોય તેની ધર્મમાં સ્ખલના થાય તો ફરી પાછો તેને ધર્મમાં દૃઢ કરવો તેને સ્થિરીકરણ કહે છે. ધર્મમાં સિદાતા જીવોને સુંદર વચનની ચતુરાઈથી ફરી ધર્મમાં સ્થાપન કરવા તેને સ્થિરીકરણ કહે છે. -T ઉપદેશ પ્રાસાદ વ્યાખ્યાન-૨૭૪માં જણાવે છે કે, ગુરુએ બતાવેલા વિનય, વૈયાવૃત્ય, દુષ્કર વિહાર અને દુષ્કર વ્રતનું પાલન વગેરે ક્રિયાઓમાં પ્રમાદ વગેરેથી સીદાતા શિષ્યોને યોગ્યતા પ્રમાણે સારણા, વારણા, ચોયણા, પડિચોયણા કરીને તેમનું મન સ્થિર કરવું. સ્થિરીકરણના વિષયમાં એક દૃષ્ટાંત છે જે દશવૈકાલિક ચૂર્ણિ, ઉત્તરાધ્યયન વૃત્તિ આદિમાં નોંધાયેલું છે. તે આ પ્રમાણે— આર્ય અષાઢ નામે એક આચાર્ય હતા. તે બહુશ્રુત હતા. તેમને ઘણો શિષ્ય પરિવાર હતો. તે ગચ્છમાં જે-જે સાધુ કાળ કરે. તે-તે સાધુને તે નિર્ધામણા કરાવતા હતા. ઘણાં સાધુને આ રીતે નિર્યામણા કરાવી. કોઈ આત્મીય શિષ્યને અતિ આદરથી કહ્યું કે, જો તું દેવલોકમાં જાય તો ત્યાંથી આવીને મને દર્શન આપજે. પણ તે મુનિ દેવ થયા પછી વ્યાક્ષિપ્ત ચિત્તત્વને કારણે દેવલોકથી દર્શન દેવા ન આવ્યા. ત્યારે અષાઢાચાર્ય વિચારવા લાગ્યા કે હું ફોગટ સ્વલિંગે વિચરી રહ્યો છું. એ રીતે પ્રવ્રજ્યાથી વિમુખ થયા. ત્યારપછી દેવલોકે ગયેલ શિષ્ય આવ્યો. - - તે દેવે માર્ગમાં નાટક-પ્રેક્ષણ વિભુર્વ્યા. એ રીતે છ માસ સુધી નાટક-પ્રેક્ષણ ચાલુ રાખ્યા. અષાઢાચાર્ય ત્યાં નાટક જોતા છ માસ રહ્યા. ત્યારપછી તે દેવે સર્વ અલંકારથી વિભૂષિત એવા છ બાળકોને સંયમ-પરીક્ષાર્થે વિકુર્યા. આચાર્યએ છ એ બાળકોને લુંટી લીધા. ત્યારે તે દેવે લશ્કર વિકુર્વ્ય, વંદન કરી, વહોરાવવાના બહાને પાત્રમાંના ઘરેણાં જોઈ તિરસ્કાર કર્યો. છેવટે બોધ પમાડી ધર્મમાં પુનઃ સ્થિર કર્યા. (૭) વચ્છર વાત્સલ્ય, સમાન ધર્મી પ્રત્યે વાત્સલ્ય. સમાનધર્મી પર હૃદયથી પ્રેમ રાખવો અને તેના હિતના ઉપાયો કરવા દ્વારા તેના પર ઉપકાર કરવો તે વાત્સલ્ય. સાધર્મિકોનું અનેક પ્રકારે હિત ચિંતવવુ તે વાત્સલ્ય. દેવ, ગુરુ, ધર્મને માનનારા સાધર્મિકોનું ભોજન, વસ્ત્રાદિના દાન દ્વારા દ્રવ્યથી તેમજ ભાવપૂર્વક સન્માન કરી ઉપકાર કરવો તે વાત્સલ્ય. - ઉપદેશ પ્રાસાદ વ્યાખ્યાન-૨૭૬માં જણાવે છે કે, સમાન ધર્મવાળા તે સાધર્મિક કહેવાય છે તેમાં પ્રવચન અને લિંગ એ બંને વડે સાધુ સાધ્વી તથા કેવળ પ્રવચન વડે શ્રાવક-શ્રાવિકા સાધર્મિક કહેવાય છે. સાધુ-સાધ્વીને વિશેષે કરીને - Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ વાત્સલ્ય કરવું તેમજ પુષ્ટ આલંબનાદિ અપેક્ષાએ શ્રાવક શ્રાવિકાનું પણ સર્વ શક્તિ વડે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારનું વાત્સલ્ય તેનો ઉપકાર આદિ કરવા વડે કરવું. - કુમારપાળનું દૃષ્ટાંત :- પાટણમાં કુમારપાળ રાજા હતા. નબળી સ્થિતિમાં આવી પડેલો કોઈપણ સાધર્મિક રાજાને ઘેર જતો તો તેને રાજા ૧૦૦૦ દીનાર આપતા હતા. એ પ્રમાણે કરવામાં કુલ મળીને એક વર્ષે એક કરોડ દ્રવ્ય (રૂપિયા)નો વ્યય થતો હતો, એ રીતે ચૌદ વર્ષમાં ચૌદ કરોડ દ્રવ્યનો સાધર્મિક પાછળ વ્યય કરેલો. - વજસ્વામીનું દૃષ્ટાંત :- જ્યારે વજસ્વામી ઉતરાપથ ગયેલા, ત્યાં કોઈ વખતે દુકાળ પડ્યો. ત્યારે માર્ગ પણ ભૂસાઈ ગયો. સંઘે ઉપસ્થિત થઈને કહ્યું કે અમને આ દુકાળથી બચાવો, ત્યારે પટ્ટવિદ્યાથી એક પટ્ટને વિકુર્યો. તેના પર સંઘને બેસાડ્યો. ત્યારપછી વજસ્વામી પુરિકા નગરી પહોંચ્યા. ત્યાં સુકાળ હતો. ત્યાં શ્રાવકો પણ ઘણાં હતા. માત્ર રાજા બૌદ્ધ ધર્મી હતો. પર્યુષણમાં શ્રાવકોને પુષ્પ આપવાની રાજાએ મનાઈ ફરમાવી. તે વખતે પણ વજસ્વામીએ વિદ્યાબળથી અને મિત્રદેવની સહાયથી પુષ્પો લાવીને આપ્યા. સાધર્મિકોને પુષ્પપૂજાથી વંચિત રહેવા ન દીધા. (૮) માવજે - પ્રભાવના, શાસન કે ધર્મની પ્રભાવના. – ધર્મકથા આદિથી તીર્થની ખ્યાતિ કરવી તે પ્રભાવના. – બીજા લોકો પણ જૈનધર્મની અનુમોદના કરે તેવા કાર્યો કરવા. – ધર્મકથા, પ્રતિવાદીનો જય, દુષ્કર તપારાધનાદિ કરવા વડે જિન પ્રવચનને પ્રકાશિત કરવું. જો કે પ્રવચન પોતે સ્વયં શાશ્વત છે. તીર્થકર ભગવંતોએ કહેલ છે. સુરાસુરથી પૂજિત હોવાથી સ્વયં જ પ્રભાવિક છે, છતાં પણ પોતાની દર્શનશુદ્ધિની ઇચ્છાવાળા પોતાનામાં જે ગુણો અધિક હોય, તે ગુણ વડે પ્રવચનની પ્રભાવના કરે છે. તેને દર્શનાચારનો આઠમો આચાર જાણવો. – સ્વતીર્થની ઉન્નતિના હેતુથી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહેવું તે. – પ્રભાવકોના આઠ ભેદો શાસ્ત્રકારોએ કહેલા છે – (૧) પ્રાવચનિક, (૨) ધર્મકથી, (૩) વાદી, (૪) નૈમિત્તિક, (૫) તપસ્વી, (૬) વિદ્યાવાનું, (૭) સિદ્ધ અને (૮) કવિ. આ આઠ પ્રકારના પ્રભાવકો કહેલા છે. (૧) પ્રાવચનિક - જે મહાત્મા વિદ્યમાન જિનાગમના પારગામી બની શાસનની પ્રભાવના કરે તે પ્રાવચનિક પ્રભાવક' કહેવાય છે. જેમકે શ્રી વજસ્વામી. (જેનું દૃષ્ટાંત વાત્સલ્યમાં આપેલ છે.) (૨) ધર્મકથી – જે મહાત્મા ધર્મકથા કરવાની વિશિષ્ટ શક્તિ વડે હૃદયના ગૂઢ સંશયોને પણ દૂર કરી શકે તથા ભવ્યજીવોના ચિત્તને આનંદમગ્ર બનાવી શકે તે ધર્મકથી નામના બીજા પ્રભાવક કહેવાય. જેમકે ભગવંત મહાવીરના શિષ્ય નંદિષેણ. નંદિષેણે દીક્ષા અંગીકાર કરી. દેવવાણી થયેલી કે તમારે હજી મોહનીય કર્મ Page #270 -------------------------------------------------------------------------- ________________ નાણુંમિ હંસણંમિ સૂત્ર-વિવેચન ૨૬૯ ભોગવવું બાકી છે, તો પણ દૃઢતાપૂર્વક ચારિત્રપાલન કરે છે. જ્યારે તેને ચારિત્રના ત્યાગના પરિણામ થયા ત્યારે પર્વત પરથી પડીને, ગળે ફાંસો ખાઈને કે અન્ય રીતે આત્મહત્યાના પ્રયત્નો કર્યા. ફરી પણ દેવ-વાણી થઈ કે તમે ચરમશરીરી છો, આ રીતે તમારું મૃત્યુ નહીં થાય. તેએ ચારિત્ર ત્યાગ કરી વેશ્યાને ત્યાં રહ્યા. ત્યારે પણ તેમણે અભિગ્રહ કર્યો કે હું જ્યાં સુધી દશ જીવોને પ્રતિબોધ કરી સંયમના માર્ગે ન મોકલું ત્યાં સુધી ખાવું, પીવું, સંડાસ, પેશાબ એ સર્વેનો ત્યાગ કરીશ. વેશ્યાનો સંગ કરીશ નહીં. આ રીતે તેમણે બાર વર્ષ સુધી દશ-દશ જીવોને રોજ પ્રતિબોધ કર્યા. માટે તેઓ પ્રવચન પ્રભાવક કહ્યા. (૩) વાદી - જે મહાત્માઓ પ્રમાણો, યુક્તિઓ અને સિદ્ધાંતોના બળથી પરવાદીઓ સાથે વાદ કરીને તેમના એકાંત મતનો ઉચ્છેદ કરી શકે તે ‘વાદી' નામક ત્રીજા પ્રભાવક કહેવાય. જેમકે આચાર્ય મલ્લવાદી. (૪) નૈમિત્તિક જે મહાત્મા અષ્ટાંગ નિમિત્ત તથા જ્યોતિષુ શાસ્ત્રના બળથી શાસનની ઉન્નત્તિ કરે છે, તે નૈમિત્તિક નામના ચોથા પ્રભાવક કહેવાય છે. જેમકે ભદ્રબાહુ સ્વામી. (૫) તપસ્વી જે મહાત્મા વિવિધ પ્રકારની તપસ્યા વડે ધર્મનો પ્રભાવ વધારે તે ‘તપસ્વી' નામક પાંચમાં પ્રભાવક ગણાય. જેમકે વિષ્ણુકુમારમુનિ. (૬) વિદ્યાવાનૢ - જે મહાત્મા મંત્ર-તંત્ર આદિ વિદ્યાનો ઉપયોગ શાસનની ઉન્નતિ માટે કરે પણ અંગત સ્વાર્થ માટે ન કરે, તે વિદ્યાપ્રભાવક નામના છઠ્ઠા પ્રભાવક કહ્યા. જેમકે આર્ય ખપુટાચાર્ય. (૭) સિદ્ધ - જે મહાત્મા અંજન, ચૂર્ણ, લેપ આદિ સિદ્ધ કરેલા યોગો વડે જિનશાસનનું ગૌરવ વધારે તે સિદ્ધ નામના સાતમા પ્રભાવક કહ્યા. જેમકે પાદલિપ્તસૂરિજી. - (૮) કવિ - જે મહાત્મા અદ્ભુત કાવ્યશક્તિ વડે સહુના હૃદયનું હરણ કરી શકે તે કવિ નામક આઠમાં પ્રભાવક કહ્યા. જેમકે ‘સિદ્ધસેન દિવાકર' નામક આચાર્ય. આ તો પ્રભાવના નામક દર્શનાચારને જણાવતા શ્રમણોનું કાર્યક્ષેત્ર વર્ણવ્યું. પણ શ્રાવકોને માટે પણ ધર્મ પ્રભાવનાનો માર્ગ જણાવવા સાત ક્ષેત્રોનું વર્ણન કરાયેલ છે. તે આ પ્રમાણે – (૧) જિનચૈત્ય, (૨) જિનપ્રતિમા, (૩) જિનાગમ, (૪) સાધુ, (૫) સાધ્વી, (૬) શ્રાવક, (૭) શ્રાવિકા. સદ્ગુ - દર્શનાચાર આઠ પ્રકારે કહેવાયો છે. અથવા દર્શનાચારના આઠ આચારો છે - તે નિઃશંકિત, નિષ્કાંક્ષિત આદિ ઉપર વર્ણવ્યા મુજબ જાણવા. જેમાં પહેલા ચાર દર્શનાચાર ગુણની પ્રધાનતાવાળા છે અને પછીના ચાર દર્શનાચાર ગુણીની પ્રધાનતાવાળા છે. આ દર્શનાચારના આઠે આચારોનું પાલન યથાયોગ્ય ન કરવાથી કે તેમાં ક્ષતિ પહોંચાડવાથી અતિચાર લાગે છે. આ અતિચારોનું વર્ણન પાક્ષિક અતિચાર Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ સૂત્રમાં જોવા મળે છે. ૦ આ રીતે ત્રીજી ગાથામાં દર્શનાચારનું વર્ણન કર્યા પછી સૂત્રકાર ચોથી ગાથામાં ચારિત્રાચાર નામક ચોથા આચારને વર્ણવે છે. • Tદાળ-ના-નુત્તો - પ્રણિધાન યોગયુક્ત, ચિત્તની સમાધિસહ, એકાગ્રતા યોગથી સહિત, મનોયોગ, વચનયોગ, કાયયોગ એ ત્રણેની એકાગ્રતાએ કરીને યુક્ત. – પ્રણિધાન એટલે ચિત્ત સ્વસ્થતા. – યોગ એટલે મન, વચન, કાયાનો વ્યાપાર. – ચિત્ત સ્વસ્થતાપૂર્વક મન, વચન, કાયાનો જે વ્યાપાર તે પ્રણિધાનયોગ. તેનાથી જે સહિત તે – પ્રણિધાન યોગથી યુક્ત. – વસવૈકનિદ્દ - વૃત્તિમાં જણાવે છે કે, ઓઘ (સામાન્ય)થી અવિરત સમ્યગદૃષ્ટિને પ્રણિધાન યોગયુક્ત કહ્યા. પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ પ્રણિધાન યોગથી યુત. – પ્રણિધાન એટલે ચિત્તની સ્વસ્થતા, તેની પ્રધાનતાવાળા ‘યોગો' એટલે વ્યાપારો, તેનાથી યુક્ત - તે પ્રણિધાનયોગ યુક્ત. તાત્પર્ય કે જે સ્થિતિમાં ચિત્ત સમાધિવાળું-પ્રસન્નતાવાળું રહે, તેનાથી યુક્ત. - મન, વચન, કાયાની પ્રવૃત્તિ તે “યોગ' તે યોગ જ્યારે એકાગ્રતાવાળો, સ્વસ્થતાવાળો કે ચિત્તની સમાધિવાળો હોય ત્યારે “પ્રણિધાનયોગ' કહેવાય છે. તેનાથી યુક્ત તે પ્રણિધાનયોગ યુક્ત છે. આ વિશેષણ ચારિત્રાચારને માટે વપરાયેલું છે. • પંહિં સમિëિ - પાંચ સમિતિઓ વડે. – સમ્યક્ ચેષ્ટા તે સમિતિ. તેના ઇર્યા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને પારિષ્ઠાપનિકા એ પાંચ ભેદો છે. (આ પાંચે સમિતિનું વિસ્તૃત વર્ણન સૂત્ર-૨ “પંચિંદિય”માં જોવું.) • તë મુત્તહિં - ત્રણ ગુપ્તિઓ વડે. - સંયમ અથવા નિગ્રહ તે ગુપ્તિ. તેના મન, વચન, કાયા એ ત્રણ ભેદ કહેલા છે. (આ ત્રણે ગુપ્તિઓનું વિસ્તૃત વર્ણન સૂત્ર-૨માં જોવું.) -૦- આ રીતે ઇર્યા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને પારિષ્ઠાપનિકા એ પાંચ સમિતિઓ છે અને મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુતિઓ છે. તેમાં “સમિતિ” સમ્યક્ ક્રિયારૂપ છે અને “ગુપ્તિ' નિગ્રહરૂપ છે. સમિતિમાં પ્રવૃત્તિ કેવી રીતે કરવી, તેનું વિધાન છે અને ગુપ્તિમાં - પ્રવૃત્તિના મુખ્ય સાધનો એવા મન, વચન, કાયાનો નિગ્રહ કેવી રીતે કરવો તેનું વિધાન છે. આ આઠે બાબતોને સમગ્રપણે “અષ્ટપ્રવચન માતા” નામે ઓળખવામાં આવે છે. આ “અષ્ટપ્રવચનમાતા'માં પ્રવચન' શબ્દથી પ્રવચનના સારરૂપ ચારિત્ર અર્થ લેવો અને “માતા” શબ્દથી તેને ઉત્પન્ન કરનાર - પાલન કરનાર, વૃદ્ધિ કરનાર એવો Page #272 -------------------------------------------------------------------------- ________________ નારંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન ૨૭૧ અર્થ લેવો. જ્યારે “અષ્ટ' શબ્દ તેના આઠ ભેદો - પ્રકારોની સંખ્યાને જણાવે છે. – ઉપદેશપ્રાસાદ વ્યાખ્યાન-ર૭૮માં જણાવે છે કે, ચારિત્રરૂપી પુત્રની જે આઠ માતાઓ કહેલી છે, તે આઠે પ્રકારના ચારિત્રાચાર જાણવા. તેઓ ૨૮૨માં વ્યાખ્યાનમાં જણાવે છે કે, પાંચ સમિતિઓ પ્રવૃત્તિરૂપ છે અને ત્રણે ગુતિઓ પ્રવૃત્તિ તથા અપ્રવૃત્તિ બંને રૂપ છે. તેથી ગુપ્તિમાં સમિતિનો અંતર્ભાવ થઈ જાય છે. જેમકે વચનગુપ્તિમાં ભાષાસમિતિનો અંતર્ભાવ થાય છે. - કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં કહ્યું છે કે, આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનાં ચારિત્રરૂપી શરીરને (માતાની માફક) જન્મ દેતી હોવાથી, તેનું પરિપાલન કરતી હોવાથી તેમજ તેની અશુદ્ધિઓ દૂર કરી તેને સ્વચ્છ-નિર્મળ રાખતી હોવાથી, તેમને આઠ માતારૂપે પ્રસિદ્ધ કરાયેલ છે. • પણ વરિત્તાવાર વિહો હો નાથ્યો - આ ચારિત્રાચાર આઠ પ્રકારે જાણવો. – પ્રણિધાન યોગથી યુકત એવી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ જે ચારિત્રાચાર છે તે (સમિતિ-ગુણિરૂપ) આઠ ભેદે જાણવું. – ચારિત્રાચાર :- ચારિત્ર બે પ્રકારનું છે. સર્વવિરતિ અને દેશવિરતિ. તેમાં સર્વવિરતિ ચારિત્ર પાંચ સમિતિ અને ત્રણ ગુતિ સહિત પંચ મહાવ્રતના પાલનરૂપ છે. જ્યારે દેશવિરતિ ચારિત્ર અણુવ્રતાદિ શ્રાવકના બાર વ્રત રૂપ છે. તેથી ચારિત્રાચારના આઠ ભેદ મુખ્યતાએ શ્રમણધર્મને અનુસરીને કેહવાયા છે. તો પણ સામાયિક-પૌષધાદિ શ્રાવકધર્મમાં તેનું પાલન અતિ આવશ્યક જ છે. શ્રાવકની પ્રતિક્રમણ ક્રિયા પણ પંચાચારની વિશુદ્ધિ અર્થે છે. તે વાતનો ઉલ્લેખ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિમાં છે જ. પાક્ષિક અતિચાર સૂત્રમાં પણ તેના અતિચારોનું વર્ણન આવે જ છે. આ નાણંમિ દંસણંમિ સૂત્ર થકી પણ શ્રાવક કાયોત્સર્ગ દરમિયાન અતિચાર ચિંતવના કરે છે. આ પ્રમાણે ચારિત્રાચારનો અર્થ જાણવો. હવે પછીની ત્રણ ગાથામાં ‘તપાચાર'નું સ્વરૂપ અને તપના બાર ભેદોનું વર્ણન કરાયેલ છે. ૦ તપાચારની ભૂમિકા : દશવૈકાલિક સૂત્ર નિર્યુક્તિ-૧૮૭માં તપાચાર વિશે સંક્ષિપ્ત સમજ આપતા કહ્યું છે કે, બાર પ્રકારનો તપ પૂર્વે કહેવાયેલ છે. આવો તપ ફળની આશા સિવાય જ્યારે સ્વાભાવિકપણે થાય ત્યારે તે તપાચાર જાણવો. અહીં ત્રણ ગાથામાં સૂત્રકાર પણ તપાચારને જણાવવા માટે ગાથા-પમાં તપના બાર ભેદનું કથન કરી તેને કઈ રીતે આચરવો-આદરવો જોઈએ તેનું કથન કરીને કહે છે કે, આ “તપાચાર' જાણવો. ત્યારપછીની બે ગાથામાં સૂત્રકારે બાહ્ય અને અત્યંતર તપના છ-છ ભેદો જણાવેલા છે. પાક્ષિક અતિચારમાં પણ કહ્યું છે કે, “તપાચાર બાર ભેદ - છ બાહ્ય છ અત્યંતર. ત્યારપછી બાહ્ય તપ અને અત્યંતર તપ કરતા કયા કયા અતિચાર Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ લાગ્યા ? તેનું વર્ણન કરે છે. આ રીતે તપની મુખ્યતા યુક્ત એવા આ આચારમાં રહેલો ‘‘તપ'' શબ્દ ‘જ્ઞાન, દર્શન, ચારિત્ર’ શબ્દોની જેમ જાણવો જરૂરી છે. તપ શબ્દનો અર્થ જણાવવા પ્રશ્નવ્યાકરણ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને ઉત્તરાધ્યયન આદિની વૃત્તિમાં તો ‘અનશન આદિ' એવો અર્થ કર્યો જ છે. તેમજ ધર્મધ્યાનાદિ કે ધ્યાન એવો અર્થ પણ જોવા મળે છે. નવપદની આરાધનામાં પણ ‘તપ' પદની આરાધનાનો ઉલ્લેખ છે. કર્મનિર્જરાના અમોઘ સાધન સ્વરૂપે પણ તપનો ઉલ્લેખ કરાયેલો જોવા મળે છે. કહ્યું છે કે— ‘‘અનાદિ સિદ્ધ એવા દુષ્કર્મરૂપી શત્રુસમૂહનો નાશ કરનારું આ ખડ્ગની ધારા જેવું તપ વીર પુરુષો આદરે છે.” “નિર્દોષ, નિયાણા રહિત અને માત્ર નિર્જરાના કારણભૂત એવું શુભ તપ સારી બુદ્ધિ વડે, મનના ઉત્સાહપૂર્વક કરવું જોઈએ. “જેનાથી શરીર અને કર્મ વગેરે તપે તે તપ કહેવાય છે.'' આટલી પૂર્વ ભૂમિકા પછી હવે પાંચમી ગાથાનું વિવેચન કરીએ છીએ– • बारसविहंमि वि तवे બાર પ્રકારના તપને વિશે. – બારસવિહંમિ - બાર પ્રકારના ગાથા-૬ અને ગાથા-૭માં તપના છછ ભેદો કહ્યા છે. આ છ અને છ ભેદો મળીને બાર પ્રકાર થાય છે. ૦ તવે - તપને વિશે. તપનો અર્થ ભૂમિકામાં નોંધેલ છે. ૦ ભિંતર-વાદિર - અત્યંતર અને બાહ્ય ભેદોવાળા -- અહીં તપના બે મુખ્ય ભેદો જણાવ્યા છે. છ પ્રકારનો તપ એવો છે જે બાહ્ય તપ કહેવાય છે. જેમાં ‘અનશન' આદિ ભેદો છે. છ પ્રકારનો તપ એવો છે જે અત્યંતર કેહવાય છે જેના ‘પ્રાયશ્ચિત્તાદિ' ભેદો છે. - અત્યંતર-એટલે અંતરની સન્મુખ, અંદરનું. બાહ્ય એટલે બહારનું, બહારથી કરાતું એવું. સત્ત-વિદ્ધે - જિનેશ્વરોએ ઉપદેશેલું. - - – કુશલ એવા જિનેશ્વરોએ જેનો ઉપદેશ કર્યો છે, તેના વિશે. અહીં તીર્થંકરો માટે ‘કુશલ’ શબ્દ વપરાયો છે. આ શબ્દ દ્વારા તપાચાર અથવા બાર પ્રકારના તપની પ્રમાણભૂતતા જણાવે છે. અર્થાત્ જે તપ કરવાનો આચાર છે તે તપનું વર્ણન કપોળકલ્પિત કે ઉપજાવેલું નથી, પણ કેવળજ્ઞાનકેવળદર્શનના ધારક અને તીર્થંકર નામ કર્મના ઉદયવાળા એવા વીતરાગ પરમાત્માએ તેનો ઉપદેશ આપ્યો છે. આમ કહીને આ આચારની પ્રબળ સાક્ષી રજૂ કરે છે. • ભિનારૂં ગળાનીવી - ગ્લાનિ રહિત, આજીવિકાની ઇચ્છારહિત. ૦ આ બંને શબ્દો તપ કઈ રીતે કરવો તેનું સ્વરૂપ જણાવે છે. - ‘ગ્લાનિ' એટલે કંટાળો. કંટાળાનો અભાવ તે ‘અગ્લાનિ’. - આજીવ - એટલે રોજી-રોટીની ઇચ્છા. આવી આજીવિકાની ઇચ્છારહિત Page #274 -------------------------------------------------------------------------- ________________ નાણુંમિ હંસણંમિ સૂત્ર-વિવેચન તે ‘અણાજીવી' કહેવાય. અણાજીવી એટલે નિસ્પૃહ-ઇચ્છારહિતપણે. તપાચારના આ બંને વિશેષણો ઘણાં જ મહત્ત્વના છે. કેમકે તપ કરો કે તપનું આચરણ કરો ત્યારે કઈ રીતે કરવું ? તે ન જાણનાર લાંઘણની જેમ કે ઢસરડા માફક પણ તપ કર્યા કરે. તેથી બે મુખ્ય શરતો જણાવી કે એક તો તપ પરાણે-પરાણે કે કંટાળાપૂર્વક ન કરવો જોઈએ અને બીજું આવા તપ દ્વારા આજીવિકા પ્રાપ્તિનો હેતુ ન હોવો જોઈએ. આ બે શબ્દોમાં ગભિતાર્થ એક જ વિચારણીય છે કે તપ ફક્ત કર્મનિર્જરાના હેતુથી જ કરવાનો છે. – ઉપાધ્યાય યશોવિજયજીએ જ્ઞાનાસારમાં પણ કહ્યું છે કે, તપ ત્યાં સુધી - જ કરવો. જ્યાં સુધી મનમાં દુર્ધ્યાન ન થાય, યોગો હીન ન બને, ઇન્દ્રિયો ક્ષીણ ન બને. - ૭ નાયવ્યે સો તવાયારો - તેને તપાચાર જાણવો. તેને તપાચાર જાણવો. તેને એટલે કોને ? આ પ્રશ્નમાં આખી ગાથાનો સાર આવી જશે. (૧) જેની પ્રરૂપણા તીર્થંકર ભગવંતે કરેલી છે અને (૨) જે તપ છ પ્રકારે બાહ્ય ભેદે અને છ પ્રકારે અત્યંતર ભેદે એવા બાર પ્રકારનો છે (જેનું વર્ણન હવે પછી ગાથા-૬ અને ૭ માં છે.) (૩) જે તપ ખેદરહિત અને આજીવિકાની ઇચ્છારહિત કરવાનો છે. તે તપાચાર કહેવાય છે. - ૨૭૩ -- હવે સૂત્રકાર સ્વયં ગાથા-૬માં બાહ્ય તપના અનશન આદિ છ ભેદોને નામોલ્લેખ સહિત જણાવી રહ્યા છે – (તેનું સંક્ષિપ્ત વિવેચન) (૧) અળસળમ્ - અનશન, ભોજન ન કરવું તે. ભોજન ન કરવું તે અથવા આહારનો ત્યાગ તે અનશન. અહીં ઝશન શબ્દથી અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ચારે પ્રકારના આહારનો ત્યાગ સમજવાનો છે. માત્ર અશન નહીં, પણ ભોજન-પાનનો ત્યાગ. સામાન્ય અર્થમાં ‘અનશન' એટલે ઉપવાસ અર્થ કર્યો. પણ ‘અનશન’નો અર્થ માત્ર ઉપવાસ નથી. તે ઉપવાસથી ઘણું અલ્પ પણ છે અને ઘણું વધુ પણ છે. કેમકે અનશન તપ બે પ્રકારે કહ્યો છે – (૧) યાવજ્જીવન, (૨) ઇત્વર (કથિત) (૧) ઇત્વર કથિત - નિયત સમય માટે આહારત્યાગરૂપ અનશન તપ. નવકારસી અર્થાત્ બે ઘડી (૪૮-મિનિટ) આહાર ત્યાગના પચ્ચક્ખાણથી આરંભીને પોરસી, એકાસણું, નીવિ, આયંબિલ, ઉપવાસ, કલ્યાણક તપ, શ્રેણીતપ, ભદ્રતપ વગેરે સર્વે તપનો સમાવેશ ઇત્વરકથિત અનશન તપમાં થાય છે. દૃષ્ટાંત :- રાજગૃહી નગરીમાં ભગવંત મહાવીર સમોસર્યો. શ્રેણિક રાજા વંદનાર્થે આવ્યા. વીર પરમાત્માને વંદન કરી, દેશના સાંભળી, ભગવંતને પૂછયું, હે 218 Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ભગવન્! આ સર્વે મુનિઓમાં દુષ્કરકારક મુનિ કયા છે ? ભગવંતે કહ્યું કે આ ગૌતમ આદિ ૧૪,૦૦૦ મુનિઓમાં ધન્યમુનિ મહાનિર્જરા કરતા મહાદુષ્કરકારક છે. તેઓ નિરંતર છઠને પારણે છઠની તપશ્ચર્યા કરે છે. પારણે આયંબિલ કરે છે. ત્યારે શ્રેણિક રાજા પણ મુનિને વંદન કરી તેમની સ્તુતિ કરે છે. પૂર્વના અતિ શ્રીમંત-ઋદ્ધિમાનું એવા ધન્યકુમારે દીક્ષા લીધી. દીક્ષાના દિવસથી જ અભિગ્રહ કર્યો છે કે નિરંતર છઠનો તપ કરવો. પારણામાં આયંબિલ પણ કેવું? ગૃહસ્થ ત્યજી દીધેલ અને માખી પણ જેની ઇચ્છા ન કરે તેવો આહાર કરવાનો. ભગવંતે પણ તેને યોગ્ય જાણીને અનુજ્ઞા આપી. આવો તપ કરતા કરતા છેલ્લે લોહી-માંસ બધુ સુકાવા લાગ્યું. માત્ર ખડખડ કરતાં હાડકા જ બચ્યા હતા. ચાલે તો પણ લાકડાની ભરેલી ગાડી ચાલતી હોય તેવો અવાજ આવે. છેલ્લે એક માસની સંલેખના કરી કાળધર્મ (મૃત્યુ) પામ્યા. (૨) યાવત્કથિત - જાવજજીવ અનશન, તે ત્રણ પ્રકારે છે – (૨-૧) ભક્ત પરિજ્ઞા - ભક્ત એટલે ભોજન. ઉપલક્ષણથી પાન, ખાદીમ, સ્વાદીમ એ સર્વેનો સમાવેશ થાય છે. જીવ વિચારે છે કે, આ અશન આદિ મેં ઘણીવાર વાપર્યા. તે સાવદ્ય-પાપના હેતુભૂત છે માટે તેનો ત્યાગ કરવો. એમ જાણીને પ્રત્યાખ્યાન વડે ભાત-પાણી વગેરેનો ત્યાગ કરીને અનશનનો સ્વીકાર કરવો તે “ભક્તપરિજ્ઞા' નામક જીવજજીવ અનશન છે. (૨-૨) ઇંગિનીમરણ :- ચતુર્વિધ આહારના પ્રત્યાખ્યાનપૂર્વક નિયમિત કરેલા પ્રદેશમાં મરણ પામવું તે ઇંગિની મરણ. (૨-૩) પાદપોપગમન :- “પાપ” એટલે વૃક્ષ. “ઉપ' એટલે સદૃશ. અથવા તેના જેવું. “ગમ' એટલે પામવું. “પાદપોપગમન'નો અર્થ વૃક્ષ જેમ જ્યાં રહેલું હોય તે સ્થળે તો અડોલ-અચલ જ રહે છે. તેમ આ અનશન સ્વીકારનાર મુનિવર પણ જ્યાં અનશન ગ્રહણ કરે, ત્યાં તે સ્થાને જ સ્થિર રહે છે, પછી સમ-વિષમ પરિસ્થિતિમાં પણ ત્યાં જ રહી મરણ પામે છે. આ ત્રણે પ્રકારના અનશન સ્વીકારનારને વૈમાનિકપણું અથવા મુક્તિ વિશે પ્રાપ્ત થાય છે. જો કે વર્તમાનકાલે વિશિષ્ટ કૃતધરના અભાવે આ અનશન સ્વીકારવાની મનાઈ છે. આ ત્રણે મરણમાં “પાદપોપગમન'ને ઉત્કૃષ્ટ કહ્યું છે, ભક્તપરિજ્ઞાને ધન્યમરણ કહ્યું છે અને ઇંગિનીમરણને મધ્યમ મરણ કહ્યું છે. જેમાં ભક્ત પરિજ્ઞા મરણની સાધ્વીજીને પણ છૂટ છે. જ્યારે બાકીના બે મરણ ક્રમશઃ વિશિષ્ટતર અને વિશિષ્ટતમ વૈર્યવાળાને જ સંભવે છે. પાદપોપગમન અનશન માટે કહ્યું છે કે, “પ્રથમ સંવનનવાળા અને જે પર્વતના શિખર જેવા નિશ્ચલ હોય તેમને જ પાદપોપગમન અનશન હોય છે. ચૌદપૂર્વીનો ઉચ્છેદ થતાં આ પ્રકારના અનશનનો પણ વિચ્છેદ થયો છે. ૦ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩૦, ગાથા-૧૨૦૦-૧૨૦૧માં અનશનના Page #276 -------------------------------------------------------------------------- ________________ નાસંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન ૨૭૫ આ બીજા ભેદને મરણકાળ અનશન કહે છે. તેના વિચાર અને અવિચાર બે ભેદ છે – જે સપરિકર્મ અને અપરિકર્મ અનશન પણ કહેવાય છે. (૨) ૩ોરિયા - ઉણોદરિકા, ઉણોદરી તપ. – બાહ્ય તપના છ ભેદમાંનો આ બીજો ભેદ છે. સામાન્ય અર્થમાં કહીએ તો “ઉન" એટલે ઓછું અને “ઉદર" એટલે પેટ. જેટલી ખરેખર ભુખ હોય તેના કરતા ઉદરમાં કંઈક ઓછું ભોજન નાખવું એટલે કે ઉદર (પેટ)ને અધુરું રાખવું તેનું નામ ઉણોદરી. – આ તપમાં ભોજન કરવાનો નિષેધ ક્યાંય નથી, પણ ભોજન કઈ રીતે અથવા કેટલું કરવું, તેની જ સમજણ માત્ર અપાયેલી છે. – આચારપ્રદીપમાં કહ્યા પ્રમાણે – રોજિંદા ખોરાક કરતાં કંઈક ઓછું ખાવું, પેટમાં થોડું ઓછું ભરવાની ક્રિયા તે ઉણોદરિકા. – ઉણોદરી તપને આશ્રીને પહેલા આહારનું માપ જણાવે છે– કુક્ષિ (પેટ) ભરવાને માટે પુરુષનો આહાર બત્રીશ કોળીયા પ્રમાણ અને સ્ત્રીઓનો આહાર અઠાવીસ કોળીયા પ્રમાણ કહ્યો છે. આ સંદર્ભમાં પૂર્વાચાર્યો જણાવે છે કે (૧) એકથી આઠ કોળીયા સુધી ખાવું તે પૂર્ણ ઉણોદરી કહેવાય. (૨) નવથી બાર કોળીયા સુધી ખાવું તે અપાર્ધ ઉણોદરી કહેવાય. (૩) તેરથી સોળ કોળીયા સુધી ખાવું તે વિભાગ ઉણોદરી કહેવાય. (૪) સત્તરથી ચોવીશ કોળીયા સુધી ખાવું તે પ્રાપ્ત ઉરોદરી કહેવાય. (૫) પચીસથી ત્રીશ કોળીયા સુધી ખાવું તે કિંચિત્ ઉણોદરી કહેવાય. આ રીતે ઉણોદરી તપના પૂર્ણ, અપાઈ, વિભાગ, પ્રાપ્ત અને કિંચિત ઉણોદરી એવા પાંચ પ્રકારમાંથી કોઈપણ ભેદે તપ કરી શકાય. ૦ ખોરાકનું માપ બત્રીશ કોળીયા પ્રમાણ જણાવ્યું પણ તે કોળીયો અર્થાત્ એક કવલનું માપ શું ? – “કવલ પ્રમાણ કુકડીના ઇંડા જેવડું સમજવું." કુકડીના ઇંડાના આકારથી એક કોળીયો મોટો હોવો ન જોઈએ. – અહીં ભોજન પ્રમાણ અને કવલ પ્રમાણ વિશે એક સ્પષ્ટતા ખાસ જરૂરી છે. ભોજનમાં મહત્તમ પ્રમાણે બત્રીશ કવલ નક્કી કર્યું. પણ તે તો સામાન્ય ધારાધોરણ થયું. ખરેખર તો પ્રત્યેક વ્યક્તિની સ્વાભાવિક ભુખ અને ભોજન પચાવવાની શક્તિ પ્રમાણે વ્યક્તિગત નિર્ણય કરીને પછી પોતે પોતાની ઉણોદરી' નક્કી કરવી જોઈએ. એ જ રીતે કવલ એટલે કુકડીના “ઇંડા પ્રમાણ' એ નિયમ ખરો, પણ તેનો ભાવાર્થ વિચારીએ તો એમ કહી શકાય કે, મોટું વિશેષ પહોળું કર્યા સિવાય સહેલાઈથી જેટલું મોઢામાં મૂકી શકાય તેને એક કોળીયાનું પ્રમાણ જાણવું. આ બંને પ્રમાણો કરતા વિવિધ રીતે ઓછું ખાવું તે ઉણોદરી તપ. ૦ ઉણોદરી તપ અને તેના લાભનું દષ્ટાંત : Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨ ભગવંત મહાવીરના છદ્મસ્થકાળમાં ગોશાળો તેની સાથે વિચરી રહ્યો હતો. માર્ગમાં કોઈ વખતે વૈશિકાયમ તાપસને જોઈને ગોશાળાને તેની મશ્કરી કરવાનું મન થયું. થોડા વખત સુધી તો તે તાપસે આ મજાક ક્ષમાભાવે સહન કરી, પણ ગોશાળાએ વારંવાર મજાક કરી ત્યારે વૈશિકાયમ તાપસને ક્રોધ ચડ્યો. તેણે ગોશાળા તરફ તેજલેશ્યા છોડી ભયભીત ગોશાળો ભગવંતના શરણે આવ્યો. ભગવંતે સામે શીતલેશ્યા છોડીને તેજોવેશ્યાથી ગોશાળાનું રક્ષણ કર્યું. ગોશાળાએ જ્યારે ભગવંતને આ સર્વ ક્રિયાનું રહસ્ય પૂછ્યું ત્યારે ભગવંતે તેજલેશ્યા લબ્ધિની વાત જણાવી. તેનો વિધિ દર્શાવતા ભગવંતે કહ્યું કે, જો મનુષ્ય છ માસ પર્યન્ત છઠની તપશ્ચર્યા કરે, પારણે એક મુઠી અડદ અને અંજલિ જળ લઈ ઉણોદરી તપ પૂર્વક પારણું કરે તો તેને આવી મહાતેજોલેશ્યાની લબ્ધિ પ્રાપ્ત કરવી શક્ય બને છે. આવો લાભ પ્રાપ્ત કરવામાં અનશન સાથે ઉણોદરી તપ પણ કેટલું મહત્ત્વનું છે, તે આ દૃષ્ટાંતથી જાણવા મળે છે. – ઉણોદરી તપના દ્રવ્ય અને ભાવથી પણ બે ભેદો કહ્યા છે – (૧) દ્રવ્ય ઉણોદરી - આહાર, ઉપધિ, ઉપકરણ આદિમાં ઓછું પ્રમાણ રાખવું કે કરવું તે દ્રવ્ય ઉણોદરી કહી છે. (૨) ભાવ ઉણોદરી - ક્રોધ આદિના ત્યાગરૂપ ઉણોદરી વ્રત કરવું તે ક્રોધ, માન, માયા, લોભ ચારે કષાયને અંકુશિત કરવા કે ઘટાડવા પ્રયત્ન કરવો. – ઉણોદરી તપના દ્રવ્ય અને ભાવથી પણ બે ભેદો કહ્યા છે– (૧) દ્રવ્ય ઉણોદરી - આહાર, ઉપધિ, ઉપકરણ આદિમાં ઓછું પ્રમાણ રાખવું કે કરવું તે દ્રવ્ય ઉણોદરી કહી છે. (૨) ભાવ ઉણોદરી - ક્રોધ આદિના ત્યાગરૂપ ઉણોદરી વ્રત કરવું તે ક્રોધ, માન, માયા, લોભ ચારે કષાયને અંકુશિત કરવા કે ઘટાડવા પ્રયત્ન કરવો. ૦ ઉત્તરાધ્યયનસૂત્ર અધ્યયન-૩૦માં ગાથા ૧૨૦૨ થી ઉણોદરી તપના પાંચ ભેદો કહ્યા છે - તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પર્યાય. તેમાં દ્રવ્ય ઉણોદરી એટલે કંઈક ઓછું ખાવું તે. ક્ષેત્રથી ઉણોદરી-ગામ, નગર, નિગમ, આકર આદિ ક્ષેત્રોમાં ક્ષેત્ર પ્રમાણ નક્કી કરીને ભિક્ષા લેવી તે. અથવા પેટા, અર્ધપેટા આદિ પ્રકારે ભિક્ષા લેવી. કાળથી ભિક્ષાનો નિર્ણય કરવો તે કાળ ઉણોદરી, ભાવને આશ્રીને ભિક્ષા લે તે ભાવ ઉણોદરી. (૩) વૃત્તિ સંક્ષેપ - વૃત્તિનો સંક્ષેપ કરવા રૂપ તપ, (જને ઉત્તરાધ્યયન સૂત્ર ગાથા-૧૨૧૩માં ભિક્ષાચર્યા તપ કહ્યો છે.) – વૃત્તિ એટલે જેનાથી જીવતું રહેવાય તે, આજીવિકા. – શ્રમણને આશ્રીને તેમાં ભિક્ષાથી મળતા અશન, પાન આદિનો સમાવેશ થાય છે. તેનો દ્રવ્યાદિ ચાર ભેદ વડે અભિગ્રહ કરવો તે વૃત્તિ સંક્ષેપ – સાવારીપ માં જણાવે છે કે, જેમાં ખાવા-પીવાની વસ્તુઓની સંખ્યા Page #278 -------------------------------------------------------------------------- ________________ નાણુંમિ સાંમિ સૂત્ર-વિવેચન ઘટાડીને મર્યાદિત કરવામાં આવે છે તેને વૃત્તિ સંક્ષેપ કહે છે. શાસ્ત્રકાર મહર્ષિએ આ વૃત્તિ સંક્ષેપના ચાર ભેદો કહેલા છે (૧) દ્રવ્યથી વૃત્તિ સંક્ષેપ, (૨) ક્ષેત્રથી વૃત્તિ સંક્ષેપ, (૩) કાળથી વૃત્તિ સંક્ષેપ અને (૪) ભાવથી વૃત્તિ સંક્ષેપ. ચારે ભેદોની વ્યાખ્યા કરતા આ પ્રમાણે જણાવે છે (૧) દ્રવ્યથી વૃત્તિ સંક્ષેપ દ્રવ્યને આશ્રીને આ પહેલો વૃત્તિ સંક્ષેપ કહ્યો છે. જે સંખ્યાથી પણ નક્કી થાય છે અને સ્થિતિ તથા વસ્તુથી પણ નક્કી થાય છે. સંખ્યાથી - એટલે આજે મારે પાંચ કે દશ દ્રવ્યો જ આહારમાં લેવા. સ્થિતિ તથા વસ્તુ-એટલે અમુક જ વસ્તુ અમુક સ્થિતિમાં હોય તો જ ગ્રહણ કરવી. જેમકે ભગવંત મહાવીરે અભિગ્રહ કરેલો કે સૂપડાના ખૂણામાં રહેલા અડદના બાકુડા કોઈ વહોરાવે તો ગ્રહણ કરવા. બીજી રીતે - પાત્રમાં લેપ ન લાગે તેવા પ્રકારની નિર્લેપ ભિક્ષા મળે તો જ ગ્રહણ કરવી. આ વિષયમાં પાંડવ-ભીમનું દૃષ્ટાંત છે - તેણે દીક્ષા લઈ એક વખત એવો અભિગ્રહ કર્યો કે ભાલાના અગ્રભાગ વડે જો કોઈ ભિક્ષા આપે તો ગ્રહણ કરવી. છ માસ પર્યન્ત વિચરતા છેલ્લે એક ભિલના હાથે તેને આ રીતે ભિક્ષા પ્રાપ્ત થતા અભિગ્રહ પુરો થયેલો. - ૨૭૭ - (૨) ક્ષેત્રથી વૃત્તિ સંક્ષેપ : આ અભિગ્રહમાં ક્ષેત્રને આશ્રીને ભિક્ષા ગ્રહણ કરવાનો નિયમ કરાય છે. જેમકે બે કે પાંચ ઘરોમાં જ જવું અથવા કોઈ એક ગલીમાં જવું કે અમુક વિસ્તારમાંથી જ જે ભિક્ષા મળે તે લેવી. અમુક સ્થિતિમાં રહીને કોઈ વ્યક્તિ ભિક્ષા વહોરાવે તો જ ગ્રહણ કરવી. જેમકે ભગવંત મહાવીરે જે અભિગ્રહ કર્યો હતો. તેમાં કોઈ વ્યક્તિનો એક પગ ઉંબરાની અંદર હોય અને એક પગ બહાર હોય, તેવી રીતે ભિક્ષા વહોરાવે તો ગ્રહણ કરવી, તેમ સંકલ્પ કરેલો. આ પણ ક્ષેત્રથી વૃત્તિ સંક્ષેપ જ કહેવાય. (૩) કાળ વૃત્તિ સંક્ષેપ :- કાળ-સમયને આશ્રીને નિયમ કરવો તે. દિવસના અમુક સમયે જ ગૌચરી લેવા જવું. અથવા તો સર્વ ભિક્ષુક ભિક્ષા લઈને નીવર્તી ગયા હોય ત્યાર પછી જ ભિક્ષા લેવા માટે જવું. તે કાળથી વૃત્તિ સંક્ષેપ કહેવાય. જેમકે ‘બપોરના એક વાગ્યે જ ભિક્ષા લેવા નીકળીશ'' આ પ્રમાણે અભિગ્રહ ધારણ કરે. (૪) ભાવથી વૃત્તિ સંક્ષેપ : વહોરાવનાર વ્યક્તિમાંથી કોઈપણ વ્યક્તિ હસતા-હસતા ગૌચરી વહોરાવે અથવા રડતા રડતા આંખમાં આંસુ સાથે વહોરાવે કે ગાતા ગાતા અથવા આવા પ્રકારના કોઈ અન્ય ભાવ સાથે ગૌચરી વહોરાવે તો જ મારે વસ્તુ ખપે અન્યથા ન ખપે. આવા પ્રકારનો અભિગ્રહ ધારણ કરવો તેને ભાવથી વૃત્તિ સંક્ષેપ તપ કર્યો કહેવાય. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ૦ સેમર્ષિમુનિનું દષ્ટાંત : ક્ષેમર્ષિ નામે એક મુનિ હતા. તેણે એક વખત અભિગ્રહ કર્યો કે જો કોઈ રાજા મિથ્યાત્વી હોય, વળી તે રાજ્યથી ભ્રષ્ટ થયેલો હોય, મધ્યાહ્ન સમય હોય, કંદોઈની દુકાને પલાઠી વાળીને બેઠો હોય, બેઠા બેઠા પોતાના કાળા વાળને વિખેરતો તીણ ભાલાના અગ્રભાગ વડે એકવીશ માંડા લઈને મને આપશે તો હું પારણું કરીશ. આ અભિગ્રહને દ્રવ્યાદિ ચાર ભેદે વિચારી જૂઓ(૧) “એકવીસ માંડા ભાલા વડે આપે" - આ થયો દ્રવ્ય વૃત્તિ સંક્ષેપ. – અહીં સંખ્યા-૨૧ છે, દ્રવ્ય-માંડા છે, પલાઠી વાળીને બેઠો હોય અને ભાલા વડે આપે તે સ્થિતિ છે. આ ત્રણે બાબત દ્રવ્યથી અભિગ્રહની વ્યાખ્યા મુજબ છે. (૨) તે વ્યક્તિ કંદોઈની દુકાને બેઠેલો હોવો તે ક્ષેત્ર વૃત્તિસંપ કેમકે અભિગ્રહનું ક્ષેત્ર - “કંદોઈની દુકાન' છે. (૩) “મધ્યાહનો સમય કાળદર્શક' છે. તે કાળવૃત્તિ સંક્ષેપ. (૪) રાજ્યભ્રષ્ટ થયેલો મિથ્યાત્વી રાજા કાળા વાળ વિખેરતો હોય - એ ભાવ વૃત્તિ સંક્ષેપ છે. ક્ષેમષિમુનિ આવા પ્રકારના અભિગ્રહયુક્ત વૃત્તિ સંક્ષેપ તપ કરતાં વિચરી રહ્યા હતા. તેમને ત્રણ માસ અને આઠ દિવસ પસાર થયા. ત્યારે એક વખત કૃષ્ણ નામનો રાજા કે જે રાજ્યથી ભ્રષ્ટ થયેલો હતો, મધ્યાહ્ન સમયે કંદોઈની દુકાને બેઠો હતો, બેઠા બેઠા પોતાની રાજા રૂપે સ્થિતિ હતી તે યાદ કરીને વાળ વિખેરતો હતો. ત્યાંથી ભેમર્ષિમુનિ પસાર થયા, ત્યારે તે રાજા બોલ્યો - ઓ ભિક્ષુ ! “અહીં આવો.” હું તમારી આશા પૂર્ણ કરું. ત્યારે મર્ષિ મુનિ તેમની પાસે ગયા. કૃષ્ણ રાજાએ કંદોઈની દુકાનમાં બેઠા બેઠા જ ભાલો માંડામાં માર્યો. ભાલામાં જેટલા માંડા આવ્યા તે મુનિની સામે ધર્યા. મુનિએ કહ્યું. ભાગ્યશાળી ! જરા માંડા કેટલા છે તે ગણીને કહેશો ? કૃષ્ણરાજાએ ઉત્તર આપ્યો કે હે મુનિશ્રી ! ગણવાનું શું કામ છે ? તમારા ભાગ્યમાં હશે તેટલા મળશે. મુનિએ કહ્યું - મારે એકવીશ માંડાનો અભિગ્રહ છે. રાજાએ માંડા ગણતા પુરા એકવીશ થયા. ત્યારે મુનિએ પારણું કર્યું. શ્રાવકો પણ જો સચિત્ત, દ્રવ્ય આદિ ચૌદ નિયમ ધારતા હોય તો તેને વૃત્તિ સંક્ષેપ તપ થવાનો જ છે. (૪) રસાયણો - રસત્યાગ :– વિકાર કરનારા રસોનો જે ત્યાગ તેને રસત્યાગ કહે છે. – દૂધ, દહીં, ઘી આદિ પ્રણિત પાન ભોજન તથા રસોનો ત્યાગ કરવો તે. – પાક્ષિક અતિચારમાં પણ શ્રાવકો બોલે જ છે ને - રસત્યાગ તે વિગઈ ત્યાગ ન કર્યો. અહીં “રસ'નો અર્થ ‘વિગઈ કર્યો. Page #280 -------------------------------------------------------------------------- ________________ નાસંમિ દંસણંમિ સૂત્ર-વિવેચન ૨૭૯ – સામાન્ય અર્થમાં તો રસત્યાગ એટલે “સ્વાદવૃત્તિનો ત્યાગ". - શરીરની ધાતુઓને વિશેષ પુષ્ટ કરે તે ‘રસ' કહેવાય છે. જેમકે – દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડાવિગઈ (તળેલું). તેનો ત્યાગ કરવો તે રસત્યાગ. કેમકે રસોનું સેવન મન, વચન, કાયામાં વિકૃતિ લાવે છે. માટે તેને વિકૃતિના સૂચક નામથી ઓળખવામાં આવે છે. કહ્યું છે કે વિગતિ એટલે કે દુર્ગતિથી ભય પામેલો સાધુ, વિકૃતિ કરનાર - વિગતિમાં ગમન કરાવનાર, વિગઈ (રસવાળા પદાર્થોનું) જો ભોજન કરે તો વિકાર કરવાના સ્વભાવવાળી વિગઈ તેને બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે.” આ વિકૃતિ-વિગઈના સ્વરૂપની દૃષ્ટિએ ત્રણ ભેદ કહ્યા છે– (૧) દ્રવરૂપ, (૨) પીંડરૂપ (5) દ્રવપીંડરૂપ (૧) દ્રવરૂપ - દુધ, મધ, તેલ જે પ્રવાહીરૂપ છે તે દ્રવ્યરૂપ વિગઈ. (૨) પીંડરૂપ - માખણ, પકવાન (કડાવિગઈ) તે પીંડરૂપ વિગઈ. (૩) દ્રવપીંડરૂપ-ઘી, ગોળ, દહીં વગેરે પીંડ અને દ્રવના મિશ્રણરૂપ જે વિગઈ તે દ્રવ-પીંડ વિગઈ. સર્વ વિગઈનો ત્યાગ ન કરી શકનાર શ્રાવક પણ રોજ એકાદી વિગઈનો ત્યાગ કરી વિગઈત્યાગ રૂપ પચ્ચકખાણ કરી શકે છે. રસત્યાગનો બીજી રીતે વિચાર કરીએ તો “સ્વાદ-લાલસા' પર કાબુ હોવો તે છે. આ વાતને પાક્ષિક સૂત્રમાં રાત્રિ ભોજનવતના અતિચારમાં સારી રીતે વર્ણવેલી છે – તિરેવા, વહુ, વ. કડવું કે તીખું, ખારું કે ખાટું, મીઠું કે તુરું - કોઈપણ પ્રકારનો સ્વાદ હોય તો પણ રાગ કે દ્વેષ રહિતપણે તેને ગ્રહણ કરવું એટલે કે ભાવતો સ્વાદ હોય તો રાગ નહીં અને ન ભાવતી કે બેસ્વાદ વસ્તુ હોય તો પણ તે ખાતા દ્વેષ ન થવો તે સ્વાદ ત્યાગ. રસત્યાગ રૂપ તપ એ બાહાતપનો ચોથો ભેદ છે. ઉપવાસ કરવાનો નહીં, ઓછું પણ ખાવાનું નહીં, વૃત્તિનો સંક્ષેપ કે અભિગ્રહો કરવાના નહીં તો પણ તપ કહેવાય. કેમકે રસત્યાગ કરવાથી આસક્તિનો ત્યાગ થઈ જાય છે. આસક્તિ જન્ય રાગ કે દ્વેષના પરીણામો ભોગવવા પડતા નથી. જ્યારે રસની લાલસા ક્યારેક દુર્ગતિમાં પણ પહોંચાડી દે છે. જેમ આચાર્ય મંગુસૂરિજી રસની લાલચથી યક્ષરૂપે ઉત્પન્ન થયા. મંગુ નામના એક આચાર્ય હતા. શ્રતરૂપી જલના સાગરરૂપ હતા. કોઈ વખતે વિહાર કરતા મથુરા નગરી પહોંચ્યા. ત્યાં ઘણાં જ ધનાઢ્ય શ્રાવકો હતા. તેઓ સાધુ મહારાજની ભાવોલ્લાસપૂર્વક ભક્તિ કરતા. આચાર્ય મહારાજ ત્યાં રહી સ્વાધ્યાય-અધ્યાપન આદિમાં લીન બન્યા. તેમના સુંદર ઉપદેશ થકી શ્રાવકો પણ તેમના તરફ અધિક પ્રીતિભકિતવાળા થયા. મંગુસૂરિ મહારાજની ઉત્તમ જીવનપદ્ધતિ અને વિશેષ ક્રિયારૂચિ જોઈને મથુરા નગરીના શ્રાવકોને થયું કે આમને Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ જો વિશેષપ્રકારે આહારાદિનું દાન કરીશું તો આપણે પણ ભવસાગર તરી જઈશું. આવું વિચારતા શ્રાવકો ધીમે ધીમે મિષ્ટ અને સ-રસ આહાર વહોરાવવા લાગ્યા. આચાર્ય મહારાજ પણ રસ-લોલુપ થઈ ગયા અને એ રીતે રસ-ગારવમાં ડૂબી ગયા. તેઓને સ્નિગ્ધ અને મધુર આહારની લાલસા વધવા લાગી અને તે રસલોલુપતાથી અનુક્રમે તેઓ મૃત્યુ પામી વ્યંતરનિકાયના દેવ થયા. વૈમાનિક દેવપણાના આયુને પામવાની લાયકાતવાળો જીવ રસની લાલસાને કારણે એક યક્ષ કોટીનો વ્યંતર દેવ થઈ ગયો. ૦ ઉત્તરાધ્યયન ગાથા-૧૨૧૪માં આ તપને રસપરિત્યાગ તપ કહ્યો છે. (૫) વાવિકનેસો - કાયક્લેશ, કષ્ટ સહન કરવું તે. - કાયાને કલેશ આપવો કે કષ્ટ આપવું તે કાયકુલેશ તપ. અહીં કષ્ટ આપવાનું પ્રયોજન સંયમનું પાલન કે ઇન્દ્રિયોના વિકારોનું દમન છે. (અજ્ઞાન કષ્ટ એ કાયક્લેશ તપ નથી.) – આગમમાં કહેલ યુક્તિ મુજબ વીરાસન વગેરે આસનો વડે શરીરને બાધા પમાડવારૂપ જે કાયક્લેશ સહન કરવો તેને કાયક્લેશ નામે પાંચમો બાહ્ય તપ કહેલો છે. – કાયક્લેશ તપમાં મૂળભૂત વાત તો છે “કાયા થકી કુલેશ સહન કરવો તે.” પણ તે જિનેશ્વરે કહેલા માર્ગથી યુક્ત હોય તો તે માટે જ કહેવાયું છે કે, દેહ એટલે શરીરને અપાતું દુઃખ મહાફળને દેનારું છે. જે પરંપરાએ મોક્ષ પણ અપાવનારું બની શકે. – શ્રાવકના પાક્ષિક અતિચારમાં પણ “કાયક્લેશ તે લોચાદિક તપ સહન ન કર્યા.” તેમ કહીને શ્રાવકને આ તપનું વિધાન કર્યું છે. કાયાને અપ્રમત્ત રાખવા માટે વીરાસન, ઉત્કટિકાસન, પદ્માસન, ગોદોહિક આસન વગેરે પ્રકારના આસનો વડે તેમજ લોચ વડે શરીરને જે કષ્ટ અથવા દુઃખ આપવામાં આવે છે તે કષ્ટ સંસાર પ્રત્યે નિર્વેદ એટલે કે સંસારમાંથી મુક્તિ આપવાના હેતુભૂત સમજવા. – કાયકુલેશ તે લોચાદિક કષ્ટ સહન કર્યા નહીં. તેમ પાક્ષિક અતિચારમાં શ્રાવકો બોલે છે. પણ લોચ એટલે શું ? સ્થાનાંગ સૂત્ર સ્થાન-૧૦માં દશ પ્રકારે લોચ કહ્યો છે. જે બે ભેદો થકી રજૂ કરી શકાય છે. (૧) ભાવલોચ, (૨) દ્રવ્યલોચ. (૧) ભાવલોચ - સૂત્રકાર મહર્ષિએ નવ પ્રકારો જણાવ્યા. તેમાં પાંચ પ્રકારે ઇન્દ્રિયનો જય અને ચાર પ્રકારે કષાયનો ત્યાગ કરવો તે. આ નવે ભેદને ભાવલોચ" ગણાવેલ છે. (૨) દ્રવ્યલોચ - તે કેશ લોચ. માથાના અને દાઢીના વાળ ખેંચી ખેંચીને કાઢવા તે “દ્રવ્યલોચ” છે. – ભાવલોચ કઈ રીતે ? Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ નાસંમિ દંસણમિ સૂત્ર-વિવેચન ઇન્દ્રિયજય - ઇન્દ્રિયો પાંચ પ્રકારે છે - સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય. આ પાંચે ઇન્દ્રિયોનો જય કરવો. કેમકે (કહ્યું છે કે-) પોતાના વિષયોની ઇચ્છુક ઇન્દ્રિયોના સમૂહની સંતુષ્ટિ માટે જેટલો પ્રયત્ન થાય છે તેટલો પ્રયત્ન કપટરહિતપણે તે ઇન્દ્રિય સમૂહને જીતવામાં થાય તે શ્રેષ્ઠ છે – (આ શ્લોક પ્રશમરતિમાં ૧૨૩મી ગાથારૂપે ઉમાસ્વાતિજીએ રજૂ કર્યો છે - જે ઇન્દ્રિયોને જીતવાની શ્રેષ્ઠતા દર્શાવવા માટે છે.) (૧) સ્પર્શન ઇન્દ્રિયજય - પ્રિય સ્પર્શમાં રાગ ન કરવો અને અપ્રિય સ્પર્શમાં દ્વેષ ન કરવો કેમકે હાથી હાથણીના સ્પર્શમાં આસક્ત થઈ દોડે છે ત્યારે ખાડામાં પડી પરાધીન બને છે. તેથી સ્પર્શ આસક્તિ ન કરવી તે પહેલો ભાવ લોચ જાણવો. (૨) રસના ઇન્દ્રિયજય - કેવળ રસના લાલચે માછલી ખાવાને દોડે છે, માછલી આટો (લોટ) જુએ છે, પણ કાંટો કે જે લોટમાં અંદર છુપાવેલા છે, તેને જોતી નથી. પરીણામે મૃત્યુ પામે છે તેથી રસનાના વિષયમાં આસક્ત ન બનીને તે ઇન્દ્રિયનો જય કરવો તે બીજો ભાવલોચ જાણવો. (૩) ઘાણ ઇન્દ્રિયજય - ભ્રમરો કમળની સુગંધમાં લુબ્ધ બને છે, પણ કમળ બીડાઈ જતાં ભ્રમર તેમાં કેદ થઈ જાય છે. તેથી સુગંધ કે દુર્ગન્ધના વિષયમાં રાગદ્વેષ ન કરી ઘાણ ઇન્દ્રિયનો જય કરવો તે ત્રીજો ભાવ લોચ જાણવો. (૪) ચક્ષુ ઇન્દ્રિયજય - પતંગીયો ચક્ષના વિષયની આસક્તિ યુક્ત બની દીવામાં પડી મૃત્યુને નિમંત્રણ આપે છે. માટે ચક્ષુના વિષયમાં આસક્ત ન થવું પણ ચક્ષુરિન્દ્રિય ઉપર જય મેળવવો તે ચોથો ભાવલોચ જાણવો. (૫) શ્રોત્ર ઇન્દ્રિયજય - હરણો કાન-શ્રોત્રના વિષયમાં આસક્ત બનીને સંગીત શ્રવણમાં તલ્લીન બને છે. પરીણામ ? પારધીના ધનુષનું છુટેલું બાણ તેના પ્રાણનું હરણ કરે છે. તેથી શ્રોત્રના વિષયમાં લીન ન બનવું પણ તેનો જય કરવો તે પાંચમો ભાવ લોચ. ૦ કષાયજય :– કષાયમાં ક્રોધ, માન, માયા, લોભ ચારનો સમાવેશ થાય છે. – (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ. આ ચારે કષાયોનો ત્યાગ કરવો. કેમકે તત્ત્વાર્થ સૂત્રમાં શ્રી ઉમાસ્વાતિજીના જણાવ્યા મુજબ - “કષાયથી યુક્ત જીવ કર્મને યોગ્ય પુદગલો બાંધે છે.” તેથી ચારે કષાયોનો ત્યાગ કરવો અથવા ચારે કષાય પર જય મેળવવો તે ચાર પ્રકારનો ભાવલોચ જાણવો. આ રીતે નવ પ્રકારનો ભાવલોચ જાણવો. ૦ દ્રવ્ય અને ભાવલોચ - તેની ચતુર્ભાગી જણાવે છે – (૧) કોઈ પ્રથમ ભાવલોચ કરે પછી દ્રવ્ય લોચ કરે. જેમકે ભરત ચક્રવર્તી, વકલચિરિ વગેરે દૃષ્ટાંતો સુપ્રસિદ્ધ છે. (૨) કોઈ પ્રથમ ભાવલોય કરે પછી દ્રવ્યલોચ ન કરે. જેમકે મરૂદેવા માતા Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ઋષભદેવના દર્શનાર્થે ગયેલા હતા. ત્યાં સમવસરણમાં પરમાત્માની અદ્ધિ જોઈને ત્યાં જ કેવળજ્ઞાન પામ્યા. આયુક્ષય થતા તુરંત જ મોક્ષે ગયા. તેથી તેમણે ભાવલોચ તો કર્યો પણ દ્રવ્યલોચ કેશ (વાળ)નો લોચ ન કર્યો. (૩) કોઈ પ્રથમ દ્રવ્યલોચ કરે પછી ભાવલોચ કરે. ઉજ્જૈનીમાં ચંડરુદ્રાચાર્ય એક વખત પધાર્યા હતા. એક દિવસ એક નવપરિણીત વણિક યુવક પોતાના મિત્રોથી પરિવૃત્ત થઈને આવ્યો. આચાર્ય મહારાજને વંદન કરીને હાસ્યમજાકથી બોલ્યા કે હે સ્વામીજી ! આપ અમારા આ નવપરિણીત મિત્રને શિષ્યરૂપે સ્વીકારો. પહેલા તો આચાર્યશ્રી મૌન રહ્યા. પણ બેત્રણ વખત મિત્રોએ મજાક કરી ત્યારે ચંડરુદ્રાચાર્યને ક્રોધ ચડ્યો. બળપૂર્વક તે નવપરિણીત યુવકને ખેંચીને તેના વાળનો લોચ કરી દીધો. મિત્રો તો ભાગી ગયા, પણ જેનો દ્રવ્યલોચ થયેલો તે યુવક બોલ્યો, હે ભગવન્! આપણે જલદીથી બીજે સ્થાને ચાલ્યા જઈએ નહીં તો મારા માતા-પિતા આદિ તરફથી ઉપદ્રવ થશે. આચાર્યશ્રી રાત્રે જવા અશકત હતા. તેથી નવદીક્ષિત મુનિએ ગુરુને ખભે બેસાડ્યા, ત્યાંથી વિહાર કર્યો. અંધારી રાત અને ઊંચી-નીચી ભૂમિને કારણે શિષ્ય બરાબર ચાલી ન શકવાથી ગુરુ મહારાજને પીડા પહોંચતી હતી. ગુરુ મહારાજે ક્રોધિત થઈને તેના મસ્તક પર દંડ માર્યો. નુતનમુનિના મસ્તકથી લોહીની ધારા વહેવા લાગી. તો પણ સમભાવે તે વેદના સહન કરી, ભાવલોચનો આરંભ થયો - કષાય વિજય અને શુદ્ધભાવ થકી નુતનમુનિને કેવળજ્ઞાન થયું. આ હતો તેમનો ભાવલોચ. ત્યારપછી પશ્ચાત્તાપ રત આચાર્યને પણ કેવળજ્ઞાન થયું. (૪) જેઓ દ્રવ્યથી લોચ કરે છે પણ ભાવથી લોચ કરતા નથી. - દીક્ષા ગ્રહણ કરે ત્યારથી દ્રવ્ય (કેશ) લોચ તો આરંભ થાય છે, પણ પછી ઇન્દ્રિય જય અને કષાય જય ન કરતા હોવાથી તેનો ભાવલોચ થતો નથી. (૬) સંતાયા - સંલીનતા તપ. – બાહ્ય તપનો છઠો અને છેલ્લો ભેદ છે - સંલીનતા. – સંલીનતા એટલે શરીરાદિનું સંગોપન કરવું તે. - સંલીન એટલે સંવૃત્ત કે સંયમી. તેનો જે ભાવ તે સંલીનતા. ઇન્દ્રિયો તથા કષાય પર જય મેળવવા માટે શરીરનું સંગોપન કરીને રહેવું તે સંલીનતા તપ કહેવાય છે. - સામાન્ય અર્થમાં સંલીનતા એટલે શરીર વગેરેનું સંગોપન કરવું તે. શાસ્ત્રીય અર્થમાં સંલીનતા એટલે “પ્રવૃત્તિ સંકોચ". પ્રવૃત્તિઓને ક્રમશઃ ઘટાડતા જવું તે તેનું મુખ્ય સ્વરૂપ છે. – અશુભ વિષયોમાં પ્રવૃત્ત મનને કે ઇન્દ્રિયને રોકીને શુભ કાર્યમાં પ્રવૃત્ત કરવું તે સંલીનતા તપ. – આ તપને ઉત્તરાધ્યયન સૂત્ર-ગાથા-૧૨૧૬માં ‘વિવિક્ત શયણાસન' તપ Page #284 -------------------------------------------------------------------------- ________________ નાસંમિ દંસણંમિ સૂત્ર-વિવેચન ૨૮૩ નામે ઓળખાવે છે. જેમાં કેવી વસતિ ગ્રહણ કરવી તેનું વિધાન છે. ૦ સંલીનતા તપના ભેદ :સંલીનતા નામક બાહ્ય તપના ચાર ભેદો કહ્યા છે. (૧) ઇન્દ્રિય સંલીનતા :- ઇન્દ્રિયોને તેના વિષયમાંથી પાછી લાવવી તે. – પાંચ ઇન્દ્રિયો એટલે કે આંખ, કાન, નાક, મુખ (જીભ) કે સ્પર્શ ઇન્દ્રિયરૂપ હાથ, પગ, શરીર વગેરે જ્યારે પણ અશુભ વિષય કે વિકારમાં પ્રવૃત્ત થવા લાગે ત્યારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેને રોકવું. તેને ત્યાંથી હટાવી શુભ કાર્યોમાં પ્રવૃત્ત કરવું તેને ઇન્દ્રિય સંલીનતા તપ કહે છે. – ઉમાસ્વાતિજી મહારાજે “પ્રશમરતિ” ગ્રંથમાં કહ્યું છે કે, પાંચે ઇન્દ્રિયોને શાંત કરવા પ્રયત્ન કરવો જોઈએ. – શાસ્ત્રકારોએ પણ સામાયિક કે દેશાવગાસિક વ્રત મૂક્યું- તેમાં એક પ્રકારે ઇન્દ્રિય સંલીનતાની તાલીમ જ લેવાની છે. (૨) કષાય સંલીનતા - – ચાર પ્રકારના કષાયોને ઉદયમાં આવતા રોકવા અથવા ઉદયમાં આવેલા કષાયને નિષ્ફળ કરવા તે. – સંલીનતા તપનો બીજો ભેદ છે - કષાય સંલીનતા. પૂર્વે કહ્યા મુજબ ઉદયમાં આવેલા કષાયોનો ક્ષય કરવો અને ઉદયમાં નહીં આવેલા કષાયોનો ઉપશમ કરવો તે કષાય સંલીનતા છે. જેનાથી સંસારની વૃદ્ધિ થાય તે કષાય, તેના ચાર મુખ્ય ભેદો છે - ક્રોધ, માન, માયા, લોભ. (તેનું વિશેષ વર્ણન સૂત્ર-૨ “પંચિંદિયમાં જોવું.) (૩) યોગ સંલીનતા : મન વિકૃત વિચારોના પ્રદેશમાં જ્યારે ઉડવા માંડે, વાણી ગંદી વાતો કરવા માટે ઉધામા કરતી હોય કે કાયા ખરાબ કે અહિતકર પ્રવૃત્તિ કે ચેષ્ટામાં પ્રવૃત્ત થવા થનગનતી હોય ત્યારે મન, વચન, કાયાના યોગોને રોકી કુશળયોગમાં પ્રવર્તાવવા તે યોગ સંલીનતા. (૪) વિવિક્તચર્યા : સંલીનતા તપના ભેદોની વિચારણા ચાલે છે. તેમાં ઇન્દ્રિય સંલીનતા, કષાયસલીનતા, યોગસલીનતા રૂપ ત્રણ ભેદ જોયાં, તે તો શ્રાવકોને પણ બરાબર લાગુ પડે છે. પણ આ “વિવિક્તચર્યા” રૂપ સંલીનતા તપ વિશેષે કરીને સાધુસાધ્વીને લાગુ પડે છે. – સ્ત્રી, નપુંસક, પશુ વગેરે ન હોય તેવા સ્થાનમાં રહેવું જેથી સાધનામાં વિક્ષેપ ન પડે. તેને વિવિક્તચર્યા સંલીનતા કહે છે. – આ ચોથો ભેદ સાધુને આશ્રીને અલગ પડતો હોવાથી જ કદાચ પૂર્વાચાર્ય રચિત શ્લોકમાં કહેવાયું હશે કે, “સંલીનતા ઇન્દ્રિય, કષાય અને યોગને આશ્રીને Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ સમજવી. તદુપરાંત વિવિતચર્યા નામના ભેદને પણ વીતરાગ પરમાત્માએ સંલીનતા કહેલી છે. આ રીતે આ સૂત્રની છઠી ગાથામાં – અનશનથી સંલીનતા પર્યન્ત છે ભેદે તપોનું વર્ણન કર્યા પછી આ જ ગાથાના ચોથા ચરણમાં તે બાહ્યતપના છ ભેદો છે તેમ જણાવવા કહે છે કે • વેઠ્યો તેવો હોz - બાહ્ય તપ હોય છે. - ઉપરોક્ત છ ભેદે બાહ્ય તપ હોય છે અર્થાત્ બાહ્ય તપના અનશન, ઉણોદરી આદિ છ ભેદ જાણવા. હવે સૂત્રકાર મહર્ષિ સાતમી ગાથામાં તપાચારના જ સ્વરૂપને જણાવવા માટે અત્યંતર તપના છ ભેદોનો નામોલ્લેખ કરે છે. – આ સૂત્રની ગાથા-૬ દશવૈકાલિક સૂત્રની નિર્યુક્તિ-૪૭ રૂપે નોંધાયેલ છે. તેમાં જણાવેલ બાહ્યતપના છ ભેદ પરત્વે શ્રી હરિભદ્રસૂરિ રચિત વૃત્તિ તેમજ જિનદાસગણિજી રચિત ચૂર્ણિ પણ છે જ. તદુપરાંત આ જ ગાથા થોડા ફેરફાર સાથે ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૩૦માં ગાથા-૧૧૯૬ રૂપે જોવા મળે છે. જેનું વિવરણ સ્વયં સૂત્રકાર મહર્ષિએ જ ગાથા-૧૧૯૭ થી ૧૨૧૬ સુધી કરેલ છે. જે ગાથા ઉપર વૃત્તિ અને ચૂર્ણિ પણ રચાયેલી છે. બાહ્ય તપના છ ભેદોને વિસ્તૃત રીતે જાણવા-સમજવા માટે ઉત્તરાધ્યયનની આ ગાથાઓ તથા તેની ચૂર્ણિ અને વૃત્તિ જોવા ખૂબ જ ઉપયોગી છે. – હવે જેનું વિવેચન કરવાનું છે તે ગાથા-૭ દશવૈકાલિક સૂત્ર નિર્યુક્તિ-૪૮ રૂપે જોવા મળે છે. જે ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૩૦ની ગાથા-૧૨૧૮ રૂપે કિંચિત્ ફેરફાર સાથે છે. વળી આ છ એ અત્યંતર ભેદોનું સ્વરૂપ પણ ઉત્તરાધ્યયનમાં ગાથા-૧૨૧૯ થી ૧૨૨૪માં જણાવેલું છે. વિસ્તારથી છ ભેદોને જાણવા આ સર્વે ગાથા તેની ચૂર્ણિ તથા વૃત્તિ ખાસ જોવા જેવા છે. (૧) પ ત્ત - પ્રાયશ્ચિત્ત તપ. - અત્યંતર તપનો આ પહેલો ભેદ છે. પ્રાય: એટલે “તપ' અને ‘ત્તિ' એટલે “માનસ'. માનસ (અંતર)ની શુદ્ધિને માટે જે તપ કરાય તેને પ્રાયશ્ચિત્ત કહેવાય છે. – (આ શબ્દની વિવેચના માટે સૂત્ર-૬ ‘તસ્સ ઉત્તરી’ ખાસ જોવું.) – પ્રાયશ્ચિત્ત એટલે પાપનો છેદ અથવા ચિત્તનું શોધન. – પ્રાયશ્ચિત્ત તપ પાપના મળને ધોવા માટે અને આત્મા પર લાગેલા પાપના ઘાવને સાફ કરવા માટે છે. – પ્રાયશ્ચિત્ત એ પાપને દૂર કરનારી એક જાતની પ્રક્રિયા છે. જે મન કે આત્મામાં રહેલા મલિન ભાવોને દૂર કરે છે. ૦ પ્રાયશ્ચિત્ત તપનું કારણ જણાવતા જ્ઞાની પુરષોએ કહ્યું છે – શાસ્ત્રવિહિત કર્મો નહીં કરવાથી, નિંદિત કર્મોના આચરણથી અને Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ નાસંમિ સસંમિ સૂત્ર-વિવેચન ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થવાથી માણસ પ્રાયશ્ચિત્તનો ભાગી થાય છે. ૦ પ્રાયશ્ચિત્તના ભેદ :પ્રાયશ્ચિત્તના દશ પ્રકારો કહ્યા છે તે આ પ્રમાણે (૧) આલોચનાઈ પ્રાયશ્ચિત્ત - ગુર સમક્ષ નિખાલસ ભાવે પોતાના દોષ પ્રગટ કરવા તે આલોચના પ્રાયશ્ચિત્ત. તેના ત્રણ તબક્કા છે – (૧-૧) આત્મનિંદા એટલે કે પશ્ચાતાપ. (૧-૨) અંતર્નિરીક્ષણ અર્થાત્ આલોચના. (૧-૩) ગ-ગુરુ સાક્ષીએ અપરાધોનો એકરાર કરવો. ક્યારેક મોહવશ કે પ્રમાદથી વ્યક્તિ કંઈ ભૂલ કરી બેસે પણ પછી તેના મનમાં ભૂલ કે અપરાધ માટે દુઃખ થવા લાગે એટલે તે પશ્ચાતાપ કરે, અંતરનું નિરીક્ષણ કરે પછી ગુરુ મહારાજ પાસે જઈ પોતાની હૃદયવ્યથાને રજૂ કરે, ત્યારે ગુરુ મહારાજ જે પ્રાયશ્ચિત્ત આપે તેને ગ્રહણ કરે. 1 કદાપિ આલોચના લેવા જતાં માર્ગમાં જ આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામે તો પણ તેને આરાધક જાણવો. કેમકે ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, આલોયણા પરિણત થયેલો ગુરુ પાસે જવાને માટે સમ્યક્ પ્રકારે સંપસ્થિત થયા હોય, તેવા મુનિ કદાપિ માર્ગમાં કાળ કરે તો પણ આરાધક ગણાય છે. કેમકે આલોચનાની પ્રબળ ઇચ્છા તો જ્યારે મોક્ષના સન્મુખ ભાવે પ્રબળ વીર્યનો ઉલ્લાસ થાય ત્યારે જ થઈ શકે છે. (૨) પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત - પાપથી પાછા ફરવું અને ફરીથી પાપ ન કરવાના ઇરાદાથી મિથ્યાદુકૃત આપવું તે. – જે દોષોનું માત્ર પ્રતિક્રમણ કરવાથી જ છુટકારો મળે અથવા શુદ્ધ થઈ શકે તેને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કહે છે. – જિનશાસનમાં પાપના પ્રતિક્રમણને અવશ્ય કર્તવ્ય ગણેલું છે. સાડી ત્રણસો ગાથાના સ્તવનમાં બીજી ઢાળની અઢારમી ગાથામાં લખે છે – “મૂળ પદે પડિક્કમણું ભાડું, પાપતણું અણ કરવું રે; શક્તિ ભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે." – કાળભેદે પ્રાયશ્ચિત્ત ત્રણ પ્રકારે કહ્યું છે– (૧) ભૂતકાળમાં લાગેલા દોષોની આલોચના. (૨) વર્તમાનમાં થનારા દોષોથી સંવર દ્વારા બચવું. (૩) ભાવિમાં થનારા દોષોનું પ્રત્યાખ્યાન કરવું. ૦ દૃષ્ટાંત :- અઈમુત્તામુનિએ માત્ર આઠ વર્ષની ઉમરે દીક્ષા લીધી અન્ય સ્થવિર મુનિવર સાથે સ્પંડિલ ભૂમિ ગયા હતા. શૌચાદિ ક્રિયા કરી ઉભા હતા. ત્યાં પૂર્વે વરસાદ આવેલો હોવાથી પાણીના ખાબોચીયા ભરેલા હતા. બધાં બાળકો પોતાની નાવ તરાવતા હતા, તે જોઈને અઈમુત્તામુનિ પણ પોતાનું પાત્ર તરાવવા લાગ્યા. બીજા મુનિને આવતા જોઈને બોલ્યા, જુઓ જુઓ ! મારી નાવ કેવી તરી Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ રહી છે ? ત્યારે સ્થવિર મુનિએ સમજાવ્યું કે આપણે આ રીતે વિરાધનાનો દોષ લાગે. પછી ઘણાં સમય બાદ જ્યારે અઈમુત્તા મુનિ ઇરિયાવહીરૂપ પ્રતિક્રમણ કરી રહ્યાં હતાં. ત્યારે સૂત્રોચ્ચાર સમયે પરિમ શબ્દ બોલતા પ્રાયશ્ચિત્તની ધારાએ ચડ્યા. પોતાના દોષની નિંદા ગહ કરતા ભાવનાની વિશુદ્ધિ થકી કર્મક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. આ છે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તની સાર્થકતા. (૩) તદુભય પ્રાયશ્ચિત્ત - જે પાપ સેવ્યું હોય તે ગુરુ સમક્ષ પ્રગટ કરવું અને ગુરુદેવની આજ્ઞાપૂર્વક પ્રતિક્રમણ કરી મિથ્યાદુકૃત દેવું. તે આલોચના અને પ્રતિક્રમણ બંને હોવાથી તદુભય કે મિશ્ર પ્રાયશ્ચિત્ત કહેવાય છે - પ્રતિક્રમણ ક્રિયા કરતી વખતે પણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅં આલોઉ ?” એ સૂત્ર દ્વારા આલોચના કરીએ છીએ. “સબ્યસ્સ વિ” સૂત્ર થકી આજ્ઞા માંગતા ગુરુ પ્રતિક્રમણ કર"તેવો આદેશ આપે પછી પ્રતિક્રમણ (વંદિત્ત) સૂત્ર બોલીએ જ છીએને? ત્યાં આ બંને પ્રાયશ્ચિત્તની ક્રિયા થઈ જ જાય છે. (૪) વિવેક પ્રાયશ્ચિત્ત - અકલ્પનીય આહાર આદિ ગ્રહણ થયા પછી સદોષ છે તેવો ખ્યાલ આવે ત્યારે તે આહાર આદિનો ત્યાગ કરવો તેને વિવેક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. શ્રાવકના પક્ષે આ પ્રાયશ્ચિત્ત વિચારીએ તો - જેમકે કોઈ શ્રાવકે ફાગણ ચાતુર્માસ પછી નક્કી કર્યું કે “મેવો' નિષેધ છે માટે હવે મારે કાર્તિક પૂર્ણિમા સુધી “મેવા'નો ત્યાગ કરવો. જ્યારે જમવા બેસે ત્યારે જુએ છે કે, ભોજનમાં પેંડા-બરફી વગેરે મીઠાઈમાં ઉપરથી પીસ્તા-બદામ આદિ મેવો છાંટેલો છે, તો ત્યાં વિવેક પ્રાયશ્ચિત્ત મુજબ શુદ્ધિકરણ માટે શ્રાવક ઉપરથી મેવાને કાઢીને અલગ કરી દે, પછી બિલકુલ મેવારહિત થઈ ગયેલા પેંડા-બરફી વાપરે. (૫) વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત - વ્યુત્સર્ગ એટલે એકાગ્રતાપૂર્વક કાયા અને વચનના વ્યાપારનો વિરોધ કરવો તે. જે પ્રાયશ્ચિત્ત સામાન્યથી ભોજન, લઘુનીતિ, વડીનીતિ સંબંધી હોય છે. જેમકે તમે પૌષધ કર્યો છે. માત્રુ જવાનું થયું તો તમારે આવીને ઇરિયાવહી પ્રતિક્રમણ કરતા પચીશ શ્વાસોચ્છવાસ પ્રમાણ (એક લોગસ્સ) કાયોત્સર્ગ કરવો જરૂરી છે. તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત (૬) તપ પ્રાયશ્ચિત્ત - બાહ્ય તપ વડે વ્રત આદિમાં લાગેલા દોષોની શુદ્ધિ કરવી તે તપ પ્રાયશ્ચિત્ત કહેવાય. વ્રત આદિમાં દોષ થવાના ચાર પ્રકાર છે – | (૧) તિક્રમ - વ્રત ભંગનો ઇરાદો કે વિચારણા કરવી તેને “અતિક્રમ' નામક દોષ કહ્યો છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ નાણંમિ દંસણંમિ સૂત્ર-વિવેચન ૨૮૭ (૨) વ્યતિક્રમ - વ્રત ભંગ માટે પ્રવૃત્ત થાય તે. (૩) તિવાર - વ્રત ભંગ માટેની સામગ્રી એકઠી કરી લે અથવા વ્રતભંગ માટે એક કદમ ઉઠાવી લે તો તે અતિચાર કહેવાય. (૪) નાવાર • સર્વથા વ્રતનો ભંગ કરે તો અનાચાર. ૦ અહીં શ્રાવકના વ્રતસંબંધી પ્રાયશ્ચિત્તનો દૃષ્ટાંત માત્ર ઉલ્લેખ કરીએ તો પ્રાયશ્ચિત્ત આ પ્રમાણે છે – શ્રાવકના પહેલા વ્રતના સંબંધમાં કિંચિત્ પ્રાયશ્ચિત્ત દૃષ્ટાંત જેમકે - શ્રાવકો માત્ર પાણી ગાળે નહીં અને ખાનમાં ઉપયોગ કરે અથવા ગરમ કરે તો ત્રણ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. લીલા ઘાસ પર બેસે કે ચાલે તો એક ઉપવાસ પ્રાયશ્ચિત્ત. એક ગોવાળે બાવળના કાંટામાં “જૂ' પરોવી મારી નાંખેલી હતી. ઉપદેશ પ્રાસાદમાં તેની કથા વર્ણવતા લખ્યું છે કે પ્રાયશ્ચિત્ત કર્યા વિના મૃત્યુ પામનાર તે ગોવાળ ૧૦૮ ભવો સૂડીએ ચડીને મર્યો. બીજા અણુવ્રત સંબંધે પ્રાયશ્ચિત્તનું દૃષ્ટાંત આપેલ છે કે અલ્યા તારું નખ્ખોદ જાય” આટલું વાક્ય બોલે તો એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત સમજી લેવાનું. મરિચિના ભવનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે એક માત્ર અસત્ય વચનનું ઉચ્ચારણ કર્યા બાદ આલોચના ન કરી તો અનંતો સંસાર વધાર્યો કે જેની ગણના ભવ ગણતરીમાં શાસ્ત્રકારોએ પણ ન કરી. ત્રીજા વ્રતસંબંધી પ્રાયશ્ચિત્તમાં એક દષ્ટાંત લઈએ - “દાણચોરી કરનારને જઘન્યથી પુરીમડૂઢ તપ આવે. ચોથા વ્રત સંબંધી પ્રાયશ્ચિત્તમાં એક પ્રાયશ્ચિત્ત એ રીતે છે - ઢીંગલા ઢીંગલીને પરણાવવા જેવી બાળ ચેષ્ટાનું પણ એક પુરીમઝૂઢ પ્રાયશ્ચિત્ત આવે. પાંચમાં વ્રત માટે પણ એક દૃષ્ટાંતથી શ્રાવકોને પ્રાયશ્ચિત્ત જણાવતા લખ્યું કે, એક પણ પરિગ્રહનો નિયમ ભાંગે તો જઘન્યથી પુરીમઝૂઢ પ્રાયશ્ચિત્ત. પ્રાયશ્ચિત્તના આ છ ભેદ સિવાય હજી બીજા ચાર ભેદો છે. (૭) ભેદ પ્રાયશ્ચિત્ત, (૮) મૂલ પ્રાયશ્ચિત્ત, (૯) અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત અને (૧૦) પારાંચિત પ્રાયશ્ચિત્ત. (જો કે વર્તમાનકાળે છેલ્લા બે પ્રાયશ્ચિત્તનો વિચ્છેદ થયેલો છે. કેમકે ચૌદપૂર્વનો વિચ્છેદ થતા છેલ્લા બંને પ્રાયશ્ચિત્ત પણ વિચ્છેદ પામેલ છે.) ૦ તત્ત્વાર્થ સૂત્રકાર ઉમાસ્વાતિજીએ નવમાં અધ્યાયના બાવીશમાં સૂત્રમાં પ્રાયશ્ચિત્તના નવ ભેદો કહ્યા છે. તે આ પ્રમાણે (૧) આલોચના, (૨) પ્રતિક્રમણ, (૩) તદુભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) પરિહાર, (૯) ઉપસ્થાપન (૨) વિપો - વિનય-અત્યંતર તપનો બીજો ભેદ. – જ્ઞાનાદિ મોક્ષસાધનોની યથાવિધિ આરાધના, તે વિનય. - વિનય શબ્દની ચર્ચા આ જ સૂત્રની ગાથા-રમાં ઋાને વિખાઈ ગાથામાં Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ ‘વિનય' શબ્દના વિવેચનમાં કરાઈ જ છે, તે જોવી. ‘વિનય' જ્ઞાનાચારમાં ‘વિનય' નામક આચાર રૂપે મૂક્યો હતો અહીં ‘વિનય’ શબ્દ અત્યંતર તપ રૂપે જણાવવામાં આવેલ છે. કહ્યું છે કે— વિનય એ જિનશાસનનું મૂળ છે, વિનયવાળો જ સંયત થાય છે, વિનયથી ભ્રષ્ટ થયેલાને ધર્મ ક્યાંથી હોય અને તપ પણ ક્યાંથી હોય ? ૨૮૮ - વિનયતપ એ જીવનરૂપ સુવર્ણને તપાવીને તેમાંથી અભિમાન, કઠોરતા, મદ, અહંકાર, અશ્રદ્ધા, ઘૃણા વગેરે દુર્ગુણોરૂપી મેલને દૂર ફેંકી દે છે. - વીશ સ્થાનકની આરાધના કે જે તીર્થંકરપદ પ્રાપ્તિમાં નિમિત્તરૂપ છે. તેમાં પણ ‘વિનય' નામે એક સ્થાનક જણાવેલ છે. આ 'વિનય' જ્યારે તપ રૂપે આચરવામાં આવે ત્યારે આઠ પ્રકારના કર્મોને પણ દૂર કરવા સમર્થ છે. ૦ વિનયના ભેદો : - વિનયના ભેદો બે રીતે વિચારી શકાય (૧) લૌકિક, (૨) લોકોત્તર. તેમાં લૌકિક કે દુન્યવી રીતે વિનય પાંચ પ્રકારે કહ્યો છે— (૧) લોકોપચાર વિનય :- જ્યાં કેવળ લોકોમાં કીર્તિ પ્રાપ્ત કરવા માટે જ નમવામાં આવે છે. અહીં વિનયનો દેખાવ હોય છે, પણ હ્રદયનો ભાવ નથી હોતો. લોકહૃદય પર શું અસર થશે ? એવી શિષ્ટાચાર ભાવના કે પ્રશંસા કરાવવા માટે જ 'વિનય' દાખવવામાં આવે છે. - (૨) ભયવિનય :- ઉપરી અધિકારી કે સતાધારી વ્યક્તિ પાસે બઢતી કે સ્થાન ટકાવવા વિનય દાખવે, વિદ્યાર્થી સજાના ભયથી વિનય દાખવે વગેરે સર્વે વિનયમાં ભયની પ્રધાનતા છે. : (૩) અર્થ વિનય નાણાંની પ્રાપ્તિ માટે ધનાઢ્યનું, સત્તાધારી વ્યક્તિનું અધિકારીનું બહુમાન કરે. માલ વળગાળી દેવા માટે વેપારીનો-ગ્રાહકનો કે મેનેજરનો વિનય કરવો. નોકરીમાં પગાર વધારા માટે શેઠનો વિનય કરવો. આ સર્વે અર્થ વિનય છે. (૪) કામ વિનય :- કામવાસનાની તૃપ્તિ માટે જે સ્ત્રીઓની સાથે નમ્રતા દાખવવામાં આવે છે તે કામવિનય કહેવાય. ત્યાં માણસ લાતનો માર પણ ખમી લે છે. કોઈ આ વાત જાણી ન જાય અને પોતાની કામલીલા બરાબર ચાલતી રહે તે માટે નાનામાં નાની વ્યક્તિને પણ માન આપે છે. : (૫) દૈન્ય વિનય મોટા હત્યારા, ગુંડા કે લુંટારા સામે ગરીબડો થઈ હાથ જોડી ઉભો રહી જાય, પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી માણસ પોતે લઘુતાગ્રંથિથી પીડાવા લાગે તો આ સ્થિતિમાં દૈન્યવિનય ગણાય છે. આ પાંચમાંનો એકપણ વિનય મોક્ષનું સાધન બની શકતો નથી. કેમકે આ બધો દ્રવ્યવિનય છે. જે ભાવ વિનય છે તેના ભેદો દર્શાવવા તત્ત્વાર્થાધિગમ સૂત્રના અધ્યાય-નવમાં સૂત્ર-૨૩માં ઉમાસ્વાતિજી જણાવે છે કે, વિનય તપ ચાર પ્રકારે છે. જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને Page #290 -------------------------------------------------------------------------- ________________ નાણંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન ૨૮૯ ઉપચાર વિનય. (૧) જ્ઞાન વિનય : કાવીરા ગ્રંથમાં કહ્યું છે કે, “વિનય એટલે જ્ઞાનીઓની, જ્ઞાનાભ્યાસીઓની, જ્ઞાનની અને પુસ્તક, પુઠાં, પાના, પાટી, કવલી, ઠવણી, ઓળિયું, ટીપણું, દસ્તરી વગેરે જ્ઞાનોપકરણની સર્વ પ્રકારે આશાતના વર્જવી અને તેમની યથાયોગ્ય ભક્તિ કરવી. સામાન્યથી મતિ, કૃત, અવધિ, મન:પર્યવ, કેવલ એ પાંચે જ્ઞાનના વિશે શ્રદ્ધ, બહુમાન રાખવા તેને “જ્ઞાનવિનય' કહેવાય છે. આ વિનયના (૧) ભક્તિ, (૨) બહુમાન, (૩) ભાવના, (૪) વિધિગ્રહણ, (૫) અભ્યાસ. એવા પાંચ પ્રકારો જણાવતાં લખ્યું કે - પાંચે જ્ઞાનની ભક્તિ કરવી તે ભક્તિ વિનય. – પાંચે જ્ઞાનનું બહુમાન કરવું તે બહુમાન વિનય. - પાંચે જ્ઞાન વડે જાણેલા પદાર્થોના અનુભવ વડે તેની-તેની ભાવના કરવી તે ભાવના વિનય. - જ્ઞાનને વિધિપૂર્વક ગ્રહણ કરવું તે વિધિગ્રહણ વિનય. – અધ્યયન કરવું તે અભ્યાસ વિનય (૨) દર્શન વિનય :- તત્ત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શનને ધારણ કરવું અને આઠ પ્રકારના આચારનું પાલન કરવું તે દર્શનવિનય. આ આઠ આચારો દર્શનાચારના વર્ણનમાં જણાવી ગયા છીએ તે મુજબ – (૧) જિનમતમાં નિઃશંકપણું, (૨) અન્ય મતની અભિલાષા ન કરવી, (૩) ધર્મના ફળને વિશે સંદેહ ન રાખવો, (૪) મૂઢદૃષ્ટિપણાનો ત્યાગ કરવો, (૫) ગુણસ્તુતિ કરવી, (૬) ધર્મમાગમાં સ્થિર કરવા, (૭) સાધર્મિક વાત્સલ્ય કરવું અને (૮) શાસન પ્રભાવના. આ આઠે આચારોનું પાલન તે દર્શનવિનય. (૩) ચારિત્ર વિનય :- ચારિત્ર પાંચ પ્રકારે કહ્યા છે – (૧) સામાયિક, (૨) છેદોપસ્થાપનીય, (૩) પરિવાર વિશુદ્ધિ, (૪) સૂક્ષ્મ સંપરાય અને (૫) યથાખ્યાત. આ પાંચ પ્રકારના ચારિત્રની (૧) શ્રદ્ધા કરવી, (૨) પ્રરૂપણા કરવી. (૩) પાલન કરવું, (૪) સ્તવના કરવી. તે ચારિત્ર વિનય. – સામાયિક આદિ પાંચે ચારિત્રની શ્રદ્ધા કરવી. - સામાયિક આદિ પાંચે ચારિત્રની પ્રરૂપણા કરવી. - સામાયિક આદિ પાંચે ચારિત્રનું પાલન કરવું. - સામાયિક આદિ પાંચે ચારિત્રની સ્તવના કરવી. (૪) ઉપચાર વિનય :- કોઈપણ સદગુણની બાબતમાં પોતાનાથી શ્રેષ્ઠ હોય તેના પ્રત્યે અનેક પ્રકારનો યોગ્ય વ્યવહાર કરવો. જેમકે સાધુને આવતા જોઈને સામે જવું, આસન આપવું, વંદન કરવું, આજ્ઞાપાલન કરવું, વિશ્રામણા કરવી, શ્રવણ માટેની ઇચ્છા રાખવી વગેરે. – ઉત્તરાધ્યયન અધ્યયન-૩૦ ગાથા-૧૨૨૦માં જણાવે છે કે[2|19] Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ અબ્દુત્થાન, અંજલિ કરવી, આસન દેવું, ગુરુભક્તિ કરવી અને ભાવ શુશ્રુષા કરવી એ વિનય કહેવાય છે. – યોગશાસ્ત્ર પ્રકાશ-ત્રીજો, બ્લોક-૧૨૫-૧૨૬માં પણ જણાવે છે કે – (ગુરુને) (૧) જોતાં જ ઉભા થવું, (૨) આવતા જાણીને સન્મુખ જવું, (૩) દૂરથી જોતાં મસ્તકે હાથ જોડવા, (૪) બેસવાને માટે આસન આપવું, (૫) ભક્તિથી વંદના તથા સેવા કરવી, (૬) પોતે આસને ન બેસવું, (૭) થોડે સુધી વળાવવા જવું. આ પ્રમાણે ગુરુની પ્રતિપત્તિ કરવી તેને ઉપચાર વિનય કહેવાય. લઘુ દૃષ્ટાંત :- કોઈ ગામમાં ભારવહન કરતાં ૫૦૦ મજૂરો રહેતા હતા. તેમાં જે મુખ્ય મજૂર હતો તે પાંચ કળશી અનાજનો ભાર ઉચકતો હતો. તેનો આવો લોકોત્તર ગુણ જોઈને રાજાએ તેને વરદાન આપેલું કે તું ભાર ઉપાડી જે માર્ગે ચાલતો હો તે સમયે તારા માર્ગમાં આવતા રથ, ઘોડા, સૈન્ય વગેરેને જોઈને તારે આદું-પાછું થવું નહીં. કેમકે ભારથી પીડાએલા પ્રાણીને માર્ગ બદલવાનું કાર્ય અતિ દુષ્કર હોય છે. હું પણ તને જોઈને માર્ગ આપીશ. મારી આ આજ્ઞાનો લોપ કરનારને શિક્ષા કરવામાં આવશે. કોઈ વખતે સામેથી સાધુને આવતા જોઈને મજૂરે વિચાર્યું કે મારો ભાર ગમે તેટલો હોય તો પણ પરિમિત છે અને મુનિએ ધારણ કરેલ પાંચ મહાવ્રતરૂપી ભાર અપરિમિત છે. આમ વિચારી તેણે મુનિને રસ્તો આપ્યો. તેની સાથે બીજા ૫૦૦ મજૂરે પણ રસ્તેથી ખસવું પડ્યું. તેઓ બધાં રોષે ભરાયા અને તેઓએ રાજાને ફરિયાદ કરી. રાજાએ મુખ્ય ભારવાહકને બોલાવી પૂછ્યું, તમે આ સાધુને માર્ગ કેમ આપ્યો ? ભારવાહકે કહ્યું, આ મુનિઓ મેરુપર્વત કરતાં પણ અધિક ભારવાળા પાંચ મહાવ્રતોને ધારણ કરીને રહેલા છે, જે ભારવહન કરવા હું સમર્થ નથી. માટે મેં ખસીને માર્ગ આપ્યો. તેઓ નેત્ર સ્કૂરણ જેટલો સમય પણ પ્રમાદ કરતાં નથી, જ્યારે હું તો બાહ્ય ભાર ઉપાડવા સાથે ઇર્યા આદિ સમિતિનો ભંગ કરી જીવહિંસા કરું છું. મેં પણ દીક્ષા લીધેલી, પણ ભાર વહન ન થતા છોડી દીધી. માટે હું તેમને જોઈને ખસી ગયો. આવા તેના ઉપચાર વિનયથી રંજિત થયેલા રાજાએ તેને પોતાના સેવક તરીકે રાખી લીધો. પછી નિરંતર ધર્મકથા શ્રવણ કરવા લાગ્યો. (૫) તપ વિનય :- અહીં સ્વાભાવિક પ્રશ્ન થાય કે, વિનયના તો ચાર ભેદ જ કહ્યા છે, તો આ પાંચમો ભેદ કેમ ? વળી વિનય પોતે જ તપ છે, તો પછી આ તપવિનય કયાંથી ? શ્રી દશવૈકાલિક સૂત્ર નિર્યુક્તિમાં વિનયના પાંચ ભેદો જણાવ્યા છે. (૧) દર્શન, (૨) જ્ઞાન, (૩) ચારિત્ર (પછી ચોથો) (૪) તપ નામે વિનય બતાવેલ છે. પછી (૫) ઉપચાર વિનય કહ્યો છે. વળી આગળ કહ્યું છે કે, આ પાંચે Page #292 -------------------------------------------------------------------------- ________________ નારંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન ૨૯૧ મોક્ષવિનયરૂપ જાણવા. તેથી “તપ વિન” જણાવ્યો છે. ૦ વિનયનું મહત્ત્વ :- પ્રશમરતિ પ્રકરણમાં શ્રી ઉમાસ્વાતિજી મહારાજ ‘વિનયનું મહત્ત્વ જણાવતાં નોંધે છે કે – વિનયનું ફળ ગુરુ શુશ્રુષા છે. – ગુરુ શુશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાન છે. - શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ છે, વિરતિનું ફળ આશ્રવ નિરોધ છે. – આશ્રવનિરોધ એટલે સંવર, તેનું ફળ તપોબળ છે. – તપોબળનું ફળ નિર્જરા છે, તેનાથી ક્રિયાનિવૃત્તિ થાય છે. – ક્રિયાનિવૃત્તિ વડે અયોગિપણું પ્રાપ્ત થાય છે. - અયોગિપણું એટલે યોગ નિરોધ. – તેનાથી ભવસંતતિ-ભવ પરંપરાનો ક્ષય થાય છે. આ રીતે સર્વ કલ્યાણોનું ભાજન વિનય છે. ૦ વિનયના ભેદ બીજી રીતે :- વિનયના બાહ્ય તથા અત્યંતર એવા બે ભેદ પણ કહ્યા છે. - વળી તે બંનેના લૌકિક અને લોકોત્તર એવા બે ભેદ પણ છે. - બાહ્યથી વંદન, અબ્યુત્થાન, સત્કાર તે બાહ્ય વિનય. – અંતરથી વંદન આદિ કરે તે અત્યંતર વિનય. જેમકે - અનુત્તર વિમાનવાસી દેવોને જિનેશ્વરો પ્રત્યે હાર્દિક વિનય-બહુમાન પુરતા હોય છે, પણ તેઓ કદી પ્રત્યક્ષ થઈને વિનય સાચવતા નથી. – લૌકિક વિનય - માતા-પિતા વગેરે વડીલોનો વિનય સાચવવો તે લૌકિક વિનય ગણાય. - લોકોત્તર વિનય - જૈન માર્ગસ્થ આચાર્યાદિક મુનિવરોનો વિનય કરવો તે લોકોત્તર વિનય છે. ૦ માતા પરત્વેના લૌકિક વિનયથી પણ (દીક્ષા છોડી કામક્રીડામાં આસક્ત બિનેલા એવા) અરણિક મુનિવર સદૂગતિને પામ્યા માટે લૌકિક વિનય પણ જીવને કલ્યાણકારી થાય છે. કેમકે વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર, ચારિત્રથી અંતે મોક્ષસુખ મળે છે. (૩) વાવેદ્ય - વૈયાવચ્ચ, વૈયાવૃત્ય, સેવા. – “વેયાવ' શબ્દના વિવેચન માટે જુઓ સૂત્ર-૨૪ ‘વેયાવચ્ચગરાણ'. – ઉત્તમ ગુણને ધારણ કરનારની નિત્ય સેવા (વેયાવચ્ચ) કરવી જોઈએ કારણ કે બીજા સર્વે ગુણો તો પ્રતિપાતિ એટલે નષ્ટપ્રાય છે, પણ નિર્મલસેવા (વેયાવચ્ચ) એક એવો ગુણ છે, જેને અપ્રતિપાતિ એટલે કે નષ્ટ ન થતો હોય તેવો ગુણ કહેલો છે. - અત્યંતર તપના છ ભેદો કહ્યા છે. તેમાંનો ત્રીજો ભેદ તે વેયાવચ્ચ. – જે તપમાં પોતાની ઇચ્છા, સ્વાર્થ, કષાયો, કામનાઓ, ઇન્દ્રિય વિષયભોગ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ અને દુવૃત્તિથી વિશેષરૂપે પાછા ફરવાની ભાવના કે ક્રિયા સમાયેલી હોય તેને વૈયાવચ્ચ કહેવાય છે. – ગ્લાન અથવા વિહારથી શ્રમિત થયેલા મુનિને નિવૃત્તિ માટે તેના હાથ, પગ વગેરેને હાથની મુઠી વડે દબાવી આપવા, અશન એટલે કે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે આપીને શક્તિ મુજબ અનુકૂળ વર્તન કરવું તે વૈયાવચ્ચ કહેવાય – વેયાવચ્ચ દશ પ્રકારની કહી છે – (૧) આચાર્યની વેચાવચ્ચ, (૨) ઉપાધ્યાયની વેયાવચ્ચ, (૩) સ્થવિરની વેયાવચ્ચ, (૪) તપસ્વીની વેયાવચ્ચ, (૫) ગ્લાનની વેયાવચ્ચ, (૬) શૈક્ષ-નવદીક્ષિતની વેયાવચ્ચ, (૩) કુળની વેયાવચ્ચ, (૮) ગણની વૈયાવચ્ચ, (૯) સંઘની વેયાવચ્ચ અને (૧૦) સાધર્મિકની વેયાવચ્ચ. આ દશે વેયાવચ્ચને થોડા વિસ્તારથી વિચારીએ(૧) આચાર્ય વૈયાવચ્ચ : - મુખ્યતયા જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનું હોય તેને આચાર્ય કહે છે. – આચાર્યોને સંઘનું નેતૃત્વ સંભાળવું, સંઘમાં આવેલ વિકૃતિ દૂર કરવી, ધર્મનો પ્રચાર-પ્રસાર કરવો, સ્વયં પાંચ પ્રકારના આચાર પાળવા-પળાવવા, ચતુર્વિધ સંઘની વ્યવસ્થા સારી રીતે સંભાળવી, સાધુ-સાધ્વીજીઓને શાસ્ત્રના રહસ્ય અને ભાવાર્થની વાચના આપવી વગેરે કારણોને લઈને આચાર્યોની વિશેષ પ્રકારે સેવા-ભક્તિ કરવી જોઈએ. – આચાર્યની વૈયાવચ્ચમાં લીન બનેલા એવા સાધ્વીજી પુષ્પચૂલાને સર્વ કર્મનો ક્ષય કરવા વડે કરીને ઉજવલ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પુષ્પચૂલા આમ તો રાજરાણી હતા. પણ વૈરાગ્ય ઉત્પન્ન થતા તેણીએ રાજા પાસે ચારિત્ર ગ્રહણ કરવાની અનુમતિ માંગી, તેના પરના અપાર સ્નેહને કારણે રાજાએ કહ્યું કે, એક શરતે દીક્ષા લેવાની અનુમતિ આપું - જો તમે મારી નજર સામે જ આ નગરમાં રહીને સંયમનું પરિપાલન કરો. જ્ઞાની ગુરુ પાસે આજ્ઞા લઈને પુષ્પચૂલા રાણીએ નગરમાં રહેવાની વાત સ્વીકારી લીધી. અર્ણિકાપુત્ર આચાર્ય પાસે દીક્ષા લીધી. કેટલોક કાળ પસાર થયા પછી શ્રુતજ્ઞાનના બળે દુષ્કાળનો સંભવ જણાતા, આચાર્ય મહારાજે પોતાના ગચ્છને બીજા દેશમાં મોકલી આપ્યો અને પોતે વૃદ્ધ અને અશક્ત હોવાથી ત્યાં જ રહ્યા, વિહાર ન કર્યો. - સાધ્વીજી પુષ્પચૂલા તેને ગૌચરી-પાણી લાવી આપે છે, નિર્દોષ આહારની ગવેષણા કરીને અગ્લાનપણે ગુરુ મહારાજની વૈયાવચ્ચ કરી રહ્યા હતા. વૈયાવચ્ચના અપ્રતિપાતિ ગુણને દીપાવતા એવા સાધ્વીશ્રી પુષ્પચૂલાને અનન્ય ભક્તિના પ્રસાદ સ્વરૂપે સર્વે ઘાતી કર્મોનો ક્ષય થઈ જતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેઓ કેવળી બની ગયા. Page #294 -------------------------------------------------------------------------- ________________ નાણંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન ૨૯૩ સાધ્વીજીના કેવળજ્ઞાન પ્રાપ્તિ બાદ આચાર્ય મહારાજ માટે ઇચ્છાનુકૂલ આહાર આવવા લાગ્યો. કોઈ વખતે વરસાદ વરસતો હોય ત્યારે પણ તુરંત જ ગોચરી લાવ્યા ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે, હે મણીવર્યા ! તું તો મૃતની જ્ઞાતા છે, છતાં આવા વરસાદમાં આહાર કેમ લાવી ? ત્યારે સાધ્વીજીએ ઉત્તર આપ્યો કે જ્યાં અચિત્તપાણી વરસતું હતું તે-તે પ્રદેશમાંથી આહાર લાવી છું, માટે તે અશુદ્ધ નથી, આપને કલ્પે તેવો જ આહાર છે. ત્યારે ગુરુ ભગવંતે પૂછયું કે, તે કઈ રીતે જાણ્યું કે વરસાદ અચિત્ત છે ? ત્યારે સાધ્વીજીએ કહ્યું, આપની કૃપાથી. એ રીતે પ્રશ્નોત્તર કરતા આચાર્ય મહારાજને ખ્યાલ આવ્યો કે અરે ! આ તો કેવળી છે. મેં નાહક કેવળીની આશાતના કરી. તુરંત મિચ્છામિ દુક્કડં દીધું. આ રીતે આચાર્યની વૈયાવચ્ચથી કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થાય. (૨) ઉપાધ્યાય વૈયાવચ્ચ : – ઉપાધ્યાયનું મુખ્યપણે કાર્ય છે - મૃતનો અભ્યાસ કરાવવાનું, સંઘમાં જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવાનું, સાધુ-સાધ્વીજી મહારાજને વાચના આપવાની, દ્વાદશાંગી રૂ૫ આગમને ધારણ કરવા, વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથારૂપ સ્વાધ્યાય કરવો અને કરાવવો વગેરે તેમના મુખ્ય કર્તવ્યો છે. - આ કારણે ઉપાધ્યાયની વૈયાવચ્ચ કરવી જોઈએ. (૩) સ્થવિર વૈયાવચ્ચ :શાસ્ત્રકાર મહર્ષિ ત્રણ પ્રકારે સ્થવિરોના ભેદ જણાવે છે – (૧) પર્યાય સ્થવિર - દીક્ષાના પર્યાયને આશ્રીને દીર્ઘપર્યાય વાળા. (૨) વય સ્થવિર - માત્ર ઉમરને કારણે વૃદ્ધત્વને પામેલા. (૩) જ્ઞાન સ્થવિર - જ્ઞાન વડે સ્થીર થયેલા. ઠાણાંગ આદિ જાણનાર, આ ત્રણ પ્રકારના સ્થવિરો અન્ય નાના સાધુ-સાધ્વીઓને પોતાના આચારવિચારમાં સ્થિર કરે છે. સંયમપાલનમાં નિશ્ચલ કરે છે. સન્માર્ગમાં સ્થાપિત કરે છે. આવા સ્થવિર શ્રમણોની વૈયાવચ્ચ કરવાથી શ્રી સંઘને તેમના જ્ઞાનાદિ વિશાળ અનુભવનો લાભ મળે છે. - કદાચિત જો સ્થવિરોની યોગ્ય ભક્તિ ન થાય તો શક્ય છે કે વયથી સ્થવિર વયને કારણે આર્તધ્યાનમાં ડૂબી જાય. જ્ઞાન સ્થવિરને છઘસ્થતાને કારણે કોઈ વખત જ્ઞાનથી વિમુખતાના ભાવો ઉત્પન્ન થાય. પર્યાય સ્થવિરને અપમાનાદિ ભાવોનો ઉદય થતાં તેમના મનમાં ગ્લાનિના ભાવો ઉદ્દભવે આ સર્વ કારણોને લઈને સ્થવિરોની વૈયાવચ્ચ કરવી જોઈએ. (૪) તપસ્વી વૈયાવચ્ચ :– મહાનું અને ઉગ્ર તપ કરનાર તે તપસ્વી કહેવાય છે. - તપસ્વીઓ પોતે ઉગ્ર તપ દ્વારા કર્મનિર્જરા કરી રહ્યા હોવાથી આપણે તેમાં નિમિત્તભૂત થઈ શકીએ તે માટે તેઓની વૈયાવચ્ચ કરવી. જેથી કરીને તેમના Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ તપ, સ્વાધ્યાય, ક્રિયા આદિ આરાધના યોગ્ય રીતે ટકી રહે. (૫) ગ્લાન વૈયાવચ્ચ :- રોગ આદિ કારણોથી ક્ષીણ થયેલા તે ગ્લાન કહેવાય છે. – સંઘમાં કદાપી કોઈ સાધુ કે સાધ્વી બીમાર હોય તો તેમની વૈયાવચ્ચ કરવી જોઈએ. શક્ય છે કે યોગ્ય વૈયાવચ્ચના અભાવે તેમનો સમતાભાવ ન જળવાય, અશુભ પરિણામો ઉત્પન્ન થાય, તેમની ક્રિયા આદિ સદાય. ધર્મમાર્ગમાં અસ્થિરતા આવે માટે વૈયાવચ્ચ કરવી જોઈએ. જેમ મરીચીના ભાવમાં મહાવીરસ્વામીના જીવના પરિણામો ઘણાં સારા હતા, પણ જ્યારે બીમારીમાં કોઈ સેવા કરનારા ન મળ્યા ત્યારે ધર્મ વિશેની પ્રરૂપણા ફેરવી તેણે કહ્યું કે, “હે કપિલ ! ધર્મ અહીં પણ છે અને ત્યાં પણ છે.” આટલી જ વાતમાં તેણે કેટલો મોટો સંસાર ઉભો કરી દીધો (૬) શૈક્ષ વૈયાવચ્ચ :– નવદીક્ષિત સાધુને શૈક્ષ કહે છે. – નવા નવા આવેલા હોય, ભણવા-ગણવાનું (અધ્યયનાદિ) ચાલુ હોય ત્યારે કદાચ મેઘકુમારની જેમ મન ચલિત થઈ પણ જાય. – આવા-આવા કારણે શૈક્ષની વૈયાવચ્ચ કરવી જોઈએ. (૭) કુલ વૈયાવચ્ચ :– એક જ દીક્ષાચાર્યના પરિવારને કુળ કહેવાય છે. - આવા કુળની વૈયાવચ્ચથી સંસ્થાકીય ભક્તિનો ભાવ ઉદ્ભવશે. (૮) ગણ વૈયાવચ્ચ :- જુદા જુદા આચાર્યોનો પરિવાર છે તે ગણ કહેવાય છે (અથવા). - પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચનાવાળાનો ગણ કહેવાય. – તેવા “ગણ'ની વૈયાવચ્ચ કરવી. (૯) સંઘ વૈયાવચ્ચ :- સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ સમૂહ તે સંઘ કહેવાય (અથવા) – સર્વે ગણોનો સમૂહ એકત્ર થવાથી સંઘ બને છે. - આવા શ્રી સંઘની વૈયાવચ્ચ કરવી. તે તીર્થંકર નામકર્મ પણ ઉપાર્જને કરાવી શકે છે. માટે સંઘ વૈયાવચ્ચ રૂ૫ તપ કરવાનું કહ્યું. (૧૦) સાઘર્મિક વૈયાવચ્ચ :- સમાનધર્મવાળા તે “સાધર્મિક” કહેવામાં આવે છે. – તત્ત્વાર્થાધિગમ સૂત્રકાર અહીં “સમનોજ્ઞ” શબ્દ પ્રયોજે છે – જેનો અર્થ ત્યાં કરેલ છે - “જ્ઞાનાદિ ગુણોમાં સમાન હોય તે.” – આવા સાધર્મિકોની વૈયાવચ્ચ કરવી જોઈએ. ૦ વૈયાવચ્ચનું મહત્ત્વ :– આચાર્ય આદિ દશેની વૈયાવચ્ચ મહાનિર્જરાનું કારણ બને છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ નાસંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન ૨૯૫ – ઉત્તમ પાત્રોની વૈયાવચ્ચ મોક્ષ પ્રાપ્તિ માટેનું નિમિત્ત બને છે. – ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૨૯માં કહ્યું છે કે વૈયાવચ્ચથી તીર્થંકર નામકર્મ બંધાય છે. નીચ ગોત્રકર્મનો બંધ થતો નથી.” ૦ આ રીતે વૈયાવચ્ચ તપનું સ્વરૂપ અને મહત્ત્વ સમજીને સાધુ માત્રની વૈયાવચ્ચ ભક્તિ કરવા જોઈએ. તે માટે આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, સંથારો, દાંડો, દશી, દાંડી, મુહપત્તી, પેન્સીલ, કાગળ વગેરે શક્તિ મુજબ વહોરાવવા આદિ અનેક પ્રકારે વૈયાવચ્ચ દ્વારા આ અત્યંતર તપ થઈ શકે છે. (૪) સન્કાઉો - સ્વાધ્યાય. અત્યંતર તપનો ચોથો ભેદ જાણવો. – “સ્વાધ્યાય' શબ્દમાં “સ્વ + અધ્યાય' શબ્દો રહેલા છે. “સ્વ” એટલે પોતાનું કે આત્માનું અને અધ્યાય' એટલે મનન કે અધ્યયન, એવો વાચ્યાર્થ થાય. તેનો વિશિષ્ટ અર્થ ઘટાવતા કહી શકાય કે આત્માને હિતકર એવા શાસ્ત્રોનું અધ્યયન અને અધ્યાપન તે સ્વાધ્યાય. – મોટી નિર્જરાને કરનારો એવો સ્વાધ્યાય તપ પાંચ પ્રકારે કહ્યો છે. એના વડે જ તપની પૂર્તિ થાય છે. માટે અરિહંતો વડે સ્વાધ્યાય તપને સર્વોત્કૃષ્ટ તપ કહ્યો છે. – સર્વજ્ઞ પરમાત્માએ પ્રરૂપેલા બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવું તપ કર્મ કોઈ છે પણ નહીં અને થશે પણ નહીં - એ પ્રમાણે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહેલું છે. – આ સ્વાધ્યાય તપના પાંચ ભેદો કહેવાયા છે :(૧) વાચના :- સ્વાધ્યાયનો પ્રથમ ભેદ છે વાચના. – સૂત્રનો કે અર્થનો પાઠ લેવો અથવા આપવો તે વાચના. – “કોઈપણ નવું સૂત્ર મુખપાઠ કરતા પહેલા ગુરુ મહારાજ પાસેથી લેવુંગ્રહણ કરવું જોઈએ.” આ વિધાન થકી ગુરુ પરત્વેનું બહુમાન અને વિધિ એ બંનેની જાળવણી થાય છે. – સૂત્ર લેતાં પહેલાં વંદન વિધિ કરી, ત્યાર બાદ વાયણા (વાચના) લેવાની વિધિ છે. જેમની પાસેથી વાચના લેતા હોઈએ તે તજજ્ઞ છે. તેમણે મુખપાઠ કરેલો છે, તેઓએ પણ પોતાના વડિલાદિક પાસે સૂત્ર ગ્રહણ કરીને વાચના આપેલ છે, તે પ્રકારનું બહુમાન જાળવવાનું છે. – વળી સૂત્ર, તેમાં રહેલી સંપદાઓ, ઉચ્ચારણો, લઘુ-ગુરુ અક્ષરોનું જ્ઞાન, છંદ વગેરે વાચનાચાર્ય પાસેથી જ પ્રાપ્ત થઈ શકે. (૨) પૃચ્છના :- વાચના પછીનું બીજું સોપાન છે પૃચ્છના. – સૂત્ર અને અર્થ સંબંધી કોઈપણ પ્રકારનો સંદેહ ઉત્પન્ન થાય તે દૂર કરવા તથા તેને હૃદયમાં અવધારવા કે દૃઢ કરવા માટે વિશેષજ્ઞાતાને પૂછવું તે પૃચ્છના. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ જેમકે ભગવતીજી સૂત્રમાં ગૌતમસ્વામી દ્વારા પૂછાયેલા ૩૬,૦૦૦ પ્રશ્નોનું સમાધાન ભગવંત મહાવીરે આપેલું છે. - અહીં એક વાત ખાસ નોંધપાત્ર છે કે, “પૃચ્છના''રૂપ સ્વાધ્યાય નામનો તપ કેવળ શંકાના નિવારણ માટે અને જ્ઞાનપ્રાપ્તિના ઉદ્દેશપૂર્વકનો જ હોવો જોઈએ - સામાને નિરંતર કરવા કે સ્વયંના પાંડિત્ય પ્રદર્શન બુદ્ધિથી કરેલો તપ કર્મ નિર્જરાને બદલે કર્મ બંધાવનાર બને છે. લઘુ દૃષ્ટાંત : એક આચાર્ય મહારાજને ૫૦૦ શિષ્યો હતા. આચાર્ય મહારાજ પોતે પણ એક સમર્થ વિદ્વાન્ હતા. પ૦૦ શિષ્યોને વાંચના આપે અને તેમના દ્વારા કરાતી શંકા (પૃચ્છના)નું સમાધાન પણ આપે. એક રાત્રિએ તેઓ સુતેલા હતા. ત્યારે કોઈ મુનિ આગમના કોઈ પદાર્થનો અર્થ પૂછવા માટે આવ્યા. તુરંત તેનું સમાધાન આપ્યું. પછી બીજા કોઈ મુનિએ પૃચ્છા કરી. તેમને પણ ઉત્તર આપ્યો. એ રીતે કેટલાંયે મુનિ આવ્યા. પોત-પોતાની શંકાના સમાધાનો મેળવતા ગયા. તેમને નિદ્રામાં સતત વિક્ષેપ થતાં તેમના મનમાં કુવિચાર પ્રવેશ્યો. આચાર્ય મહારાજ વિચારે છે કે અરેરે ! મારા મોટા ભાઈ મુનિ ભણ્યા નથી, તો સ્વેચ્છાએ સુએ છે, ખાય છે, પીએ છે, ફરે છે, આવું સુખ મને ક્યાંથી ? આવી પાપમય વિચારણા સાથે બાર દિવસ મૌન ધારણ કર્યું. વાચના-પૃચ્છનાદિ સ્વાધ્યાય તપ કર્યો નહીં-કરાવ્યો નહીં. પરિણામે તેઓ મૂર્ખ એવા વરદત્તકુમારના ભવને પામ્યા. (૩) પરાવર્તન :- ભણાયેલા સૂત્રો વગેરે વિસ્મૃત ન થાય તે માટે વારંવાર પરાવર્તના કે પુનરાવર્તન કરવું. – સામાન્ય ભાષામાં પરાવર્તના એટલે આવૃત્તિ કરવી. – શીખેલા પાઠને સ્થિર કરવા કે હૃદયંગમ કરવા માટે આ વિશેષ સ્પષ્ટ પદ્ધતિ છે. જેથી જુનું શીખેલું ભૂલાય નહીં (૪) અનુપ્રેક્ષા :- સૂત્રાર્થનો મુખથી ઉચ્ચાર કર્યા વિના મનમાં જ ધ્યાન ધરવું, તે અનુપ્રેક્ષા સ્વાધ્યાય. – કાયોત્સર્ગાદિમાં તેમજ અસ્વાધ્યાય દિવસોમાં મુખેથી પરાવર્તના થઈ શકતી નથી. તે માટે અનુપ્રેક્ષા સ્વાધ્યાય વડે જ મૃતનું સ્મરણ કરી શકાય છે. – પરાવર્તના સ્વાધ્યાય કરતાં પણ અનુપ્રેક્ષા સ્વાધ્યાય તપ અધિક ફળદાયી છે. કેમકે અભ્યાસના વશથી મનનું શુન્યપણું હોવા છતાં મુખ વડે પરાવર્તન થઈ શકે છે. જ્યારે અનુપ્રેક્ષા સ્વાધ્યાય તો સાવધાન મન વડે જ થઈ શકે છે. - મંત્ર આરાધનાની સિદ્ધિ માટે પણ અનુપ્રેક્ષા સ્વાધ્યાય જરૂરી છે. – સંલેખના કે અનશનાદિકમાં શરીર બહુ ક્ષીણ થઈ જાય છે. તેથી પરિવર્તનાદિક શક્તિ રહેતી નથી. ત્યારે અનુપ્રેક્ષા વડે જ નિત્ય ક્રિયા Page #298 -------------------------------------------------------------------------- ________________ નાણંમિ Åસણંમિ સૂત્ર-વિવેચન ૨૯૭ પ્રતિક્રમણાદિક થઈ શકે છે. તે રીતે જ ઘાતીકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. — - અનિત્ય, અશરણ આદિ બાર ભાવનાને પણ અનુપ્રેક્ષા કહે છે. (૫) ધર્મકથા :- સ્વાધ્યાય તપનું પાંચમું અને અંતીમ સોપાન ધર્મનો ઉપદેશ અને સૂત્રાર્થની વ્યાખ્યા કરવી તે છે. ‘‘થા’' શબ્દનો અર્થ વાર્તા પણ થાય છે અને કથન પણ થાય છે. જો કથાનો અર્થ ‘વાર્તા' છે, તેવું સ્વીકારીએ તો - એવા પ્રકારની ધર્મકથા કહેવી કે જેથી માણસો સંવેગ પામે, વૈરાગ્ય પામે, ધર્મ કરવા પ્રેરાય. ધર્મકરણીમાં પ્રવૃત્ત થાય. જો “કથા'' શબ્દ ‘કથન' અર્થમાં સ્વીકારીએ તો સૂત્રોના અર્થ અને રહસ્યોની વ્યાખ્યા તથા પ્રરૂપણા કરવી તેવું અભિપ્રેત થશે. વાચના-પૃચ્છના વગેરે સ્વાધ્યાય તપ થકી અવધારેલ અને પરાવર્તના થકી સ્થિર કરેલ તથા અનુપ્રેક્ષા દ્વારા ચિંતન કરાયેલ એવા શ્રુતજ્ઞાનને ધર્મકથન અને કહાની દ્વારા લોકો સુધી પહોંચાડવું - બીજાના જીવનને પ્રેરણા કરીને ધર્મમાર્ગમાં સ્થાપના કરવા કે સ્થિર કરવા. તે ધર્મકથા સ્વાધ્યાયનો મુખ્ય ધ્યેય છે. આઠ પ્રકારના પ્રભાવકોમાં ‘ધર્મકથી' નામે એક પ્રભાવક કહ્યા છે. આ ધર્મકથી શબ્દ પણ ધર્મકથન કરનાર પરથી બન્યો છે. જે ધર્મકથા કરે તે” ધર્મકથી. - શ્રેણિક રાજાના પુત્ર નંદિષણને યુવાવસ્થામાં રાજાએ ૫૦૦ કન્યા પરણાવેલી હતી. તેણે પ્રભુ મહાવીર પાસે ધર્મકથા (ધર્મદેશના) શ્રવણ કરી શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. પછી તેને ચારિત્ર લેવા માટે ઇચ્છા થઈ. ત્યારે શાસનદેવીએ તેને સાવધાન કરતા કહ્યું કે તારે હજી ઘણાં ભોગ ભોગવવાના બાકી છે, માટે હમણાં દીક્ષા લઈશ નહીં, તો પણ નંદીષેણે દીક્ષા અંગીકાર કરી. પછી ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. તેઓ અનેક સૂત્રાર્થના જ્ઞાતા પણ બન્યા. ચારિત્રના પરિણામોથી પડતા એવા તેમણે આત્મહત્યાના પણ અનેક પ્રયત્નો કર્યા, પણ તેમાં નિષ્ફળ ગયા. કોઈ વખતે છઠ્ઠને પારણે ગૌચરી માટે ફરતા-ફરતા કોઈ વૈશ્યાના ઘેર જઈ ચડ્યા. નંદિષણ મુનિને તપના પ્રભાવે અનેક લબ્ધિ ઉત્પન્ન થયેલી. વૈશ્યાએ જ્યારે તેમની મશ્કરી કરતા કહ્યું કે, અહીં ‘ધર્મલાભ' નહીં ‘અર્થલાભ' છે. ત્યારે તેમણે એક તૃણ ખેંચ્યુ તો દશ કરોડ સુવર્ણની વૃષ્ટિ થઈ. તે જોઈને આશ્ચર્ય ચકિત થયેલી વૈશ્યા તેમને વળગી પડી. નંદીષેણમુનિને દેવીએ કહેલ ભોગાવલી કર્મની વાત યાદ આવી. ત્યાં જ વૈશ્યામાં રક્ત બન્યા. પણ કઠોર અભિગ્રહ ધારણ કર્યા સાથે રોજ દશ જણને પ્રતિબોધ કરવા ધર્મકથા કહેવાનો નિર્ધાર કર્યો. ત્યાં રહીને તેઓ રોજ-રોજ દશદશ પુરુષોને પ્રતિબોધ કરવા લાગ્યા. રોજ દશ વ્યક્તિ નંદીષેણ પાસે ધર્મકથા સાંભળી સીધા વીરપ્રભુ પાસે જઈને દીક્ષા લેવા લાગ્યા. આ ક્રમ એક-બે દિવસ, - Page #299 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ અઠવાડિયા કે મહિના સુધી નહીં પણ બાર-બાર વર્ષ સુધી અવિરત ચાલ્યો. કેવું પ્રચંડ ‘ધર્મકથા-સામર્થ્ય'' હશે તેમનું ? ધર્મકથા સ્વાધ્યાયની કેવી અજોડ શક્તિ હશે તેમની ? ૨૯૮ આ ધર્મકથાના ચાર ભેદો શાસ્ત્રકારે જણાવ્યા છે. (૧) આક્ષેપણી કથા શ્રોતાને આકર્ષી રાખવા તે. (૨) વિક્ષેપણી કથા દ્વારા જેમાં સન્માર્ગમાં જીવોને (૩) સંવેગની કથા જેમાં કર્મવિપાક (કર્મના ફળો)ના નિદર્શન દ્વારા શ્રોતામાં વૈરાગ્ય ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરાય છે તે. ઉન્માર્ગના દોષ અને સન્માર્ગના ગુણો રજૂ કરવા સ્થાપન કરવામાં આવે છે તે. વીતરાગ દેવ દ્વારા પ્રતિપાદિત શુદ્ધ ધર્મ તરફ - (૪) નિર્વેદની કથા - સંવેગની કથા દ્વારા શ્રોતામાં જાગૃત થયેલી મુક્તિની તેમજ સંસારની અસારતા સમજીને નિર્વેદ અભિલાષા કઈ રીતે પૂર્ણ કરવી ઉદાસીનતા લાવવી તે અંગેની કથા. આ રીતે વાચનાદિ પાંચ ભેદ સ્વાધ્યાય તપ કહ્યો છે. ૦ સ્વાધ્યાય તપની મહત્તા : – ગૌતમ સ્વામી - હે ભગવંત ! સ્વાધ્યાયથી જીવને શું પ્રાપ્ત થાય ? ભ૰ મહાવીર - હે ગૌતમ ! સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય કર્મ ક્ષય પામે. - - – ઉદ્ગમ ઉત્પાદન અને એષણાના દોષરહિત શુદ્ધ આહારને રોજ વાપરતો એવો જો તે પ્રતિ સમયે ત્રિવિધ યોગ એટલે કે મન, વચન, કાયાના યોગ વડે સ્વાધ્યાયમાં તત્પર હોય તો... હે ગૌતમ ! તે એકાગ્ર મનવાળાને કદી સાંવત્સરીક તપ વડે પણ ઉપમી ન શકાય એટલે કે સરખાવી ન શકાય, કારણ કે સાંવત્સરીક ઉપવાસ કરતાં પણ અનંતગણી નિર્જરા આ પ્રકારે સ્વાધ્યાય તપ કરનારને થાય છે. (૫) જ્ઞાનં ધ્યાન. અત્યંતર તપનો પાંચમો ભેદ છે. અંતર્મુહૂર્ત સુધી ચિત્તની એકાગ્રતા તે ધ્યાન. ધ્યાન શુભ અને અશુભ બંને હોઈ શકે, પણ અહીં ‘તપ’ના સંબંધમાં શુભ ધ્યાન જ ગ્રહણ કરવાનું છે. - ‘ધ્યાન’ એ ઘણો જ ગહન અને વિસ્તૃત ચર્ચા માંગી લેતો વિષય છે. આવશ્યળ સૂત્રની વૃત્તિમાં ‘ધ્યાન' વિષયને અતિ વિસ્તારથી રજૂ કરેલો છે. ૧૦૦ શ્લોક પરિમાણવાળું ‘ધ્યાનશતક' ત્યાં વૃત્તિમાં રજૂ થયેલ છે. અહીં તો ‘ધ્યાન’નું સંક્ષેપથી જ વિવેચન કરીએ છીએ. જે રીતે ચીરકાળના એકઠા કરેલા કાષ્ઠને પવનની સાથે રહેલો અગ્નિ બાળી નાંખે છે, તે રીતે અનંત કર્મરૂપી ઇંધણને એક ક્ષણ માત્રમાં જ ધ્યાનરૂપી અગ્નિ બાળી નાંખે છે. – તત્ત્વાર્થાધિગમ સૂત્રકર્તા ઉમાસ્વાતિજી મહારાજ જણાવે છે કે, “ઉત્તમ Page #300 -------------------------------------------------------------------------- ________________ નાણૂમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન ૨૯૯ સંહનનવાળાનું જે એક વિષયમાં અંતઃકરણ વૃત્તિનું સ્થાપન તે ધ્યાન." – સામાન્ય અર્થમાં ધ્યે વિત્તાયામ્ મુજબ ધ્યાન શબ્દનો અર્થ “ચિંતન કરવું” એવો થાય છે. – આત્માના જે અધ્યવસાયો સ્થિર એટલે કે વ્યવસ્થિત હોય, આત્મવિષયને અનુરૂપ હોય તે ધ્યાન, પ્રસન્નચંદ્ર રાજા સંધ્યાકાળે ઝરૂખામાં બેઠા છે, નગરનું રૂપ નીહાળતાં નીહાળતાં નાના-નાના પ્રકાશી રંગવાળા વાદળો જોયા. તે જોઈને હર્ષિત થયેલો રાજવી હજી સુંદરતાને માણે તેટલીવારમાં તો સંધ્યાનો ખીલેલો રંગ જોત-જોતામાં નાશ પામ્યો. ત્યારે તેને ચિંતન શરૂ થયું કે અરે ! આ સંધ્યાના વાદળના રંગની સુંદરતા કયાં ગઈ? ખરેખર ! સંધ્યાના રંગોની જેમ આ દેહ પણ અનિત્ય જ છે. આમ વિચારતા વૈરાગ્ય વાસિત થઈને બાલ્યવયના પુત્રને રાજગાદી સોંપી દીક્ષા ગ્રહણ કરી. કોઈ વખતે તેઓ રાજગૃહી નગરીના ઉદ્યાનમાં કાયોત્સર્ગ મુદ્રા ધરીને ઉભા છે. આવા સમયે ભગવંત મહાવીર રાજગૃહીના ગુણશીલ ઉદ્યાનમાં સમોસર્યા. તે જાણીને શ્રેણિક રાજા આડંબર સહિત વંદન કરવા નીકળ્યો. પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોઈને હાથી પરથી નીચે ઉતરી શ્રેણિક રાજાએ તેમને વંદન કર્યું. સંયમજીવનની અનુમોદના કરી આગળ ચાલ્યા. તે વખતે દુર્મુખ નામનો ચોપદાર બોલ્યો કે આ મુનિનું નામ પણ લેવા લાયક નથી. વૈરીઓ બાળકને હણીને તેનું રાજ્ય હડપ કરી જશે. આટલી વાત જ કાનમાં પડતા પ્રસન્નચંદ્ર રાજર્ષિના ધ્યાનમાં ભંગ થયો. અશુભ ચિંતવના ચાલુ થઈ. મનમાં તુમુલયુદ્ધ જામી ગયું. રૌદ્રધ્યાનમાં પ્રવેશી ગયા. સાતમી નારકીને યોગ્ય પરીણામો થયા. પણ મસ્તકે હાથ જતાં લોચ કરેલ મસ્તક જોઈને વિચારધારા પલટાણી, શુભભાવની ધારાએ ચડ્યા. શુક્લ ધ્યાનમાં લીન થયા અને કેવળજ્ઞાન પામી ગયા. અહીં કથાનો સંક્ષેપ કરી ધ્યાનના માત્ર બે ભેદોના નામ નોંધ્યા. પણ તત્ત્વાર્થ સૂત્રમાં નવમાં અધ્યાયનાં ૨૯માં સૂત્રમાં તથા સ્થાનાંગ સૂત્ર સ્થાન-૪ના સૂત્ર૨૬૧માં ધ્યાનના ચાર ભેદો જણાવ્યા છે. (૧) આર્તધ્યાન :- પીડા કે દુ:ખ જેમાંથી ઉદ્ભવે તે આર્ત. - જે ધ્યાનમાં રૂદન, દીનતા, આઠંદન વગેરે રહેલા છે તે આર્તધ્યાન. – આર્તધ્યાન ચાર પ્રકારે જણાવવામાં આવ્યું છે. (૧-૧) રૂપિયા - પ્રિય વસ્તુ કે વ્યક્તિનો વિયોગ જ્યારે થાય ત્યારે તેને મેળવવાની ચિંતારૂપે જે ધ્યાન થાય તે ઇષ્ટના વિયોગરૂપ આર્તધ્યાન કહેવાય છે. (૧-૨) નિ:સંયો - અપ્રિય કે અનિષ્ટ વસ્તુ અથવા વ્યક્તિનો સંયોગ થયો હોય ત્યારે તેના વિયોગની એટલે કે તે વ્યક્તિ કે સ્થિતિથી છુટા પડવાની Page #301 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ચિંતા થવી તે અનિષ્ટસંયોગ રૂપ આર્તધ્યાન કહેવાય. (૧-૩) રોજિંતા - શારીરિક-માનસિક પીડા કે વેદના થાય ત્યારે તે રોગ દૂર કરવા માટેની ચિંતા થાય છે, તે રોગ ચિંતારૂપ આર્તધ્યાન છે. (૧-૪) નિદાન મારૂંધ્યાન નહીં પ્રાપ્ત થયેલી વસ્તુની પ્રાપ્તિ માટે સંકલ્પો કરવા અથવા તો તે માટે સતત ચિંતીત રહેવું તે નિદાનરૂપ આર્તધ્યાન કહેવાય છે. – આવશ્યક સૂત્રની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે આર્તધ્યાનથી તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે અને આ ધ્યાન દેશવિરતિ નામક પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે. નંદ મણિકાર આ ધ્યાનના પ્રભાવે જ તિર્યંચગતિ-દેડકાના ભવને પામ્યો હતો. (નાયાધમ્મકહાના તેરમાં અધ્યયનમાં આ કથા છે.) રાજગૃહીમાં નંદમણીકાર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેણે ભગવંત મહાવીર પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કર્યા હતા. એક વખત તેણે ગ્રીષ્મઋતુમાં ચોવિહારા અઠમ તપ યુક્ત પૌષધ ગ્રહણ કર્યો. શ્રેષ્ઠીને તે ઉપવાસમાં તૃષા લાગી. આર્તધ્યાન શરૂ થયું. નંદ મણિકારે મનોમન વિચાર્યું કે, ધન્ય છે તેઓને જેઓ પોતાના દ્રવ્ય વડે કરીને વાવ-કૂવા ખોદાવે છે ઇત્યાદિ. પૌષધ પાર્યા પછી પણ તેનું મન આર્તધ્યાનમાં ડૂબેલું રહ્યું. શ્રેણિક રાજાની પરવાનગી મેળવી રાજગૃહી બહાર નંદવાપિકા નામની ચાર મુખવાળી વાવ બનાવી. ચારે તરફ ઉપવનો કર્યા. દુર્ગાનમાં જ તેનામાં મિથ્યાત્વ પ્રવેશ્ય. આર્તધ્યાનમાં જ મરીને તે પોતાની જ વાવડીમાં દેડકાપણે ઉત્પન્ન થયા. (૨) રૌદ્રધ્યાન :- આ ધ્યાન આર્તધ્યાન કરતાં પણ વિશેષ કુર અધ્યવસાયવાળું છે. રૌદ્ર – જેનું ચિત્ત ક્રુર અથવા કઠોર હોય તે રુદ્ર કહેવાય છે. રૌદ્રધ્યાન - રૌદ્રતાયુક્ત ધ્યાન, તેના ચાર ભેદો છે. (૨-૧) હિંસાનુબંધી - તીવ્ર દ્વેષ અથવા સ્વાર્થને લીધે પ્રાણીઓ દ્વારા થતી હિંસા સંબંધી જે સતત વિચારણા, તેને હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહેવામાં આવે છે. (૨-૨) મૃષાનુબંધી - ચાડી, નિંદા, પોતાના રાય જેવા ગુણની અને બીજાના રાય જેવા દોષની અધિકતા દાખવવી વગેરે અસત્ય બોલવા સંબંધી જે સતત વિચારણા તેને મૃષાનુબંધી રૌદ્રધ્યાન કહે છે. (૨-૩) તેયાનુબંધી - ચોરી કરવી અથવા પરદ્રવ્ય હરણ કરવા સંબંધે સતત વિચારણા કરવી કે ચિંતવવું તેને તેયાનુબંધી રૌદ્રધ્યાન કહેવામાં આવે છે. (૨-૪) સંરક્ષણાનુબંધી - સ્ત્રી, ધન વગેરેના પરિગ્રહ સંબંધમાં તેનું સંરક્ષણ કરવા માટેની સતત વિચારણા કરવી તેને સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહેવામાં આવે છે. ૦ આ ધ્યાન પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ નાસંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન ૩૦૧ ૦ ધ્યાન શતકમાં જણાવ્યા મુજબ તો કરવું, કરાવવું, અનુમોદવું કે તત્સંબંધી ચિંતન કરવું એ ચારે ભેદોનો સમાવેશ રૌદ્રધ્યાનના સ્વરૂપમાં કરવાનો છે. – રૌદ્રધ્યાની જીવને નરક સિવાય બીજી ગતિનો સંભવ નથી. – શાસ્ત્રમાં તંદુલ મચ્છનું વર્ણન આવે છે. તે મચ્છ બહુ નાનો એક ચોખાના દાણા જેવડો હોય છે. પણ તે હોય છે - પંચેન્દ્રિય અને તે પણ સંજ્ઞી એટલે કે મનવાળો. તે કોઈ મોટા મગરમચ્છની ભ્રમરમાં બેઠો હોય છે. જ્યારે સમુદ્રમાં અનેક માછલી મગરમચ્છની પાસેથી પસાર થાય ત્યારે તે મગરમચ્છ તેને ગળી જાય છે. તો પણ તેમ કરતાં કેટલીક માછલી છૂટી જાય છે. આ સમયે પેલો તંદુલમચ્છ વિચારે છે કે અરે ! આ મગરમચ્છ કેવો બેપરવાહ છે. આટલી માછલી પોતાની પાસેથી જવા દે છે. જો મારે આવું શરીર હોય તો હું આમાંની એક માછલી છોડું નહીં. આ તંદુલીઓ મચ્છ એક માછલી તો શું જળજંતુ ગળી જવા પણ સમર્થ નથી. છતાં તેના મનમાં જ આવા કુર વિચારો કરતાં જે રૌદ્રધ્યાન કરે છે તેના ફળ સ્વરૂપે કશી પ્રવૃત્તિ કરતો ન હોવા છતાં પણ સાતમી નરકે જાય છે. આ છે રૌદ્રધ્યાનનું દુષ્પરિણામ. પાક્ષિક સૂત્રમાં પણ એક પાઠ આવે છે - કુત્રિય જ્ઞાફિં “આર્ત અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરતો એવો હું મન, વચન, કાય ગુપ્તિ વડે પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું.” (૩) ઘર્મધ્યાન :- દુર્ગતિમાં પડતા જીવોને ધારી રાખે તે ધર્મ અને તે રૂ૫ જે ધ્યાન તે ધર્મધ્યાન યોગશાસ્ત્રના નવમાં પ્રકાશમાં સાતમાં શ્લોકમાં ધર્મધ્યાનના ચાર ભેદો દર્શાવેલા છે, જે સ્થાનાંગવૃત્તિમાં પણ છે. (૩-૧) આજ્ઞા વિષય :- સર્વજ્ઞની આજ્ઞાને પ્રમાણભૂત માનીને તત્ત્વથી અર્થનું ચિંતવન કરવું તે આજ્ઞાવિચય ધર્મધ્યાન (૩-૨) અપાય વિજય :- રાગદ્વેષાદિ વડે ઉત્પન્ન થતાં કર્મના અપાયોનું ચિંતન-દુઃખોની વિચારણા કરવી તે અપાય વિચય ધર્મધ્યાન (૩-૩) વિપાકવિચય :- પ્રતિક્ષણ ઉદયમાં પ્રાપ્ત થયેલા કર્મોના ફળની વિચારણા કરવી, સર્વ સુખ-દુઃખ કર્મોનું જ ફળ છે એવી જે વિચારણા કરવી તેને વિપાક વિચય ધર્મધ્યાન કહે છે. (૩-૪) સંસ્થાન વિજય :- અનાદિ અનંત લોકના સ્વરૂપનો વિચાર કરવો તે સંસ્થાન વિજય આર્તધ્યાન છે. ૦ ધર્મધ્યાન માટે બાર પ્રકારની અનિત્યાદિ ભાવના અત્યંત ઉપયોગી છે. તે બાર ભાવના નામો આ પ્રમાણે છે – (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિત્વ, (૭) આશ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોકસ્વરૂપ. (૧૧) બોધિદુર્લભ અને (૧૨) ધર્મસ્યાખ્યાતા Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ (ભાવના). - ધર્મધ્યાન ચોથાથી સાતમા ગુણઠાણા સુધી હોય છે. (૪) શુકલધ્યાન :- કષાયના લય અથવા ઉપશમ વડે આત્માને પવિત્ર કરે તે શુક્લધ્યાન. જો કે આ ધ્યાન ઉત્તમ સંતાનવાળાને એટલે કે તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં જણાવ્યા મુજબ વજઋષભનારચ, અર્ધવજઋષભનારચ અને મતાંતરે નારજ ત્રણ સંઘયણવાળાને જ સંભવે છે. પરંતુ હાલમાં આ શુક્લધ્યાનનો વિચ્છેદ છે. શુક્લધ્યાન માટે જ્ઞાનાવ પ્રકરણ-૪૨ શ્લોક-૪માં કહ્યું છે– “જે ક્રિયારહિત છે, ઇન્દ્રિયાતીત છે, હું ધ્યાન કરું તેવી ધારણાથી રહિત છે અને આત્મસ્વરૂપ સન્મુખ છે, તે શુક્લધ્યાન કહેવાય છે. તેમાં સમા, નિર્લોભતા, સરળતા અને નમ્રતા એ ચાર મુખ્ય લક્ષણો છે. ૦ લઘુ દૃષ્ટાંત : વસંતપુરમાં શિવભૂતિ અને વસુભૂતિ બે ભાઈઓ હતા. મોટાભાઈ શિવભૂતિની પત્ની નાનાભાઈ વસુભૂતિ પર રાગવાળી થઈ. ભોગને માટે યાચના કરી. ત્યારે વસુભૂતિએ કહ્યું, હે મુગ્ધા! ભાભી તો મા સમાન છે, તમે આવી વાતો કેમ કરો છો ? આ વખતે કામવરથી પીડિત કમલશ્રીને તેણે જુદા જુદા દૃષ્ટાંતથી ઘણી સમજાવી. પણ વસુભૂતિની વાત તેણીને ગળે ન ઉતરી, ત્યારે વૈરાગ્યથી વાસિત થયેલ વસુભૂતિએ સ્ત્રી સંગનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. આર્તધ્યાનથી તેની ભાભી કમલશ્રી મરીને કુતરી થઈ, તે કુતરી વસુભૂતિ મુનિની પાછળ ભટક્યા કરે છે, બધે જ કુતરીને સાથે જોઈને તે મુનિને લોકો શુનિપતિ કહેવા લાગ્યા. કુતરી મરીને વાંદરી થઈ, ફરી તે મુનિ પાછળ ભમવા લાગી, લોકો તેને વાનરીપતિ કહેવા લાગ્યા. વાંદરી મરીને હંસી થઈ, શીત પરીષહ લઈ રહેલા મુનિને તે હંસી આલિંગન કરવા લાગી. હંસી મરીને વ્યંતરી થઈ. વ્યંતરીએ વિર્ભાગજ્ઞાનથી પોતાના પૂર્વભવને જોયા. તે ફરી આવીને મુનિને અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો કરવા લાગી. તો પણ મુનિ ક્ષોભ ન પામ્યા. પણ શુક્લધ્યાનની ધારાએ ચડીને કેવળજ્ઞાન પામ્યા. ૦ શુક્લધ્યાનના ચાર ભેદો છે – (૧) પૃથકત્વ વિતર્ક (સવિચાર) – જે ધ્યાનમાં પૂર્વગત શ્રુતના આધારે, આત્મા આદિ કોઈ એક દ્રવ્યને આશ્રીને ઉત્પાદાદિ અનેક પર્યાય આદિનું પરાવર્તન થાય તે પૃથકત્વ સવિચાર ધ્યાન. (૨) એકત્વ વિતર્ક (અવિચાર) - જે ધ્યાનમાં પૂર્વગત શ્રતને આધારે આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રીને ઉત્પાદ આદિ કોઈ એક પર્યાયનું અભેદથી ચિંતન થાય, અર્થ-વ્યંજન યોગના પરાવર્તનનો જેમાં અભાવ હોય તે એકત્વવિતર્ક અવિચાર ધ્યાન. શુક્લધ્યાનના બીજા ભેદને અંતે જીવ કેવળજ્ઞાન પામે છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ નાણુંમિ Ēસણંમિ સૂત્ર-િ (૩) સૂક્ષ્મક્રિયા પ્રતિપાતી બે શબ્દોનું સંયોજન થયેલ છે. - -વિવેચન સૂક્ષ્મક્રિય - જેમાં ક્રિયા સૂક્ષ્મ - અતિ અલ્પ હોય તે. અપ્રતિપાતી - એટલે પતનથી રહિત. પોતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત જેટલું જ બાકી રહે ત્યારે ‘કેવળી’ યોગનિરોધની ક્રિયા શરૂ કરે છે. તેમાં વચનયોગ અને મનોયોગનો સર્વથા નિરોધ થઈ જતાં માત્ર શ્વાસોચ્છવાસ રૂપ સૂક્ષ્મ કાયયોગ બાકી રહે ત્યારે આ ધ્યાન હોય છે. તેથી તે સૂક્ષ્મક્રિય-અપ્રતિપાતી ધ્યાન કહેવાય છે. - • યોગ નિરોધ તેરમાં ગુણઠાણાને અંતે (અંતિમમુહૂર્તમાં) થાય છે. માટે આ ધ્યાન તેરમાં ગુણઠાણાને અંતે હોય છે. તેમ સમજી લેવું. આ ધ્યાન નિર્વાણગમન કાળે કેવળીઓને હોય છે. કેમકે કહ્યું છે કે ‘નિર્વાણગમન કાળે અર્ધકાયયોગ જેણે રૂંધ્યો હોય છે, એવા સૂક્ષ્મ કાયની ક્રિયાવાળાને સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામક ત્રીજું શુક્લધ્યાન હોય છે. (૪) વ્યુપરત ક્રિયાનિવૃત્તિ :- આમાં બે શબ્દ છે “વ્યુપરત ક્રિયા'', “નિવૃત્તિ”. અને - – જેમાં ક્રિયા સર્વથા અટકી ગઈ છે તે વ્યુપરત ક્રિયા. – જેમાં પતન નથી તે અનિવૃત્તિ. – જેમાં મન, વચન, કાયા એ ત્રણે યોગનો સર્વથા નિરોધ થઈ જવાથી કોઈપણ જાતની ક્રિયા નથી, તથા ધ્યાન કરનારના પરિણામનું પતન નથી થતું તે ‘વ્યુપરત ક્રિયાનિવૃત્તિ’ શુક્લધ્યાન કહેવાય છે. ધ્યાન આ ધ્યાન ચૌદમે ગુણઠાણે હોય છે. આ ધ્યાન શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થયેલા અને સમસ્ત યોગના નિરોધક 303 આ ધ્યાનમાં સૂક્ષ્મક્રિય અને અપ્રતિપાતી એમ એવા કેવળીને હોય છે. — - સિદ્ધત્વ પામ્યા બાદ પણ આ ધ્યાન સ્થિર રહે છે, ન્યૂનાધિક થતું નથી. તેથી આ ધ્યાનને ‘અનિવૃત્તિ' કહ્યું છે. ― - આ ચોથું શુક્લધ્યાન પૂર્વ પ્રયોગથી થાય છે. જેમ દંડ વડે ચક્ર ફેરવી દંડ કાઢી લીધા બાદ પણ ચક્ર ફરતું રહે છે, તેમ આ ધ્યાન વિશે જાણવું. આ ધ્યાનને અંતે જીવ સિદ્ધત્વ પામે છે. ૦ ધ્યાન અંગે વિશેષ માહિતી : - “શુક્લ ધ્યાનના ચાર ભેદમાં પહેલાં બે શુક્લધ્યાન છદ્મસ્થને હોય છે અને છેલ્લા બે શુક્લધ્યાન કેવળી ભગવંતોને હોય છે.'' એ પ્રમાણે તત્ત્વાર્થ સૂત્રના અધ્યાય-૯ના ૩૯ અને ૪૦માં સૂત્રમાં કહ્યું છે. “પહેલા ત્રણ ધ્યાન સયોગીને અને છેલ્લુ ધ્યાન અયોગીને હોય છે.' એ પ્રમાણે તત્ત્વાર્થસૂત્ર-અધ્યાય-૯ના સૂત્ર-૪૨માં જણાવે છે. આ ચારે ધ્યાનનો પ્રત્યેકનો કાળ અંતર્મુહૂર્તનો હોય છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ - છદ્મસ્થ ધ્યાન યોગની એકાગ્રતા રૂપ છે, જ્યારે કેવલીનું ધ્યાન યોગના નિરોધરૂપ હોય છે. ૦ આ રીતે ધ્યાન નામે અત્યંતર તપ જાણવું. (૬) કસો - ઉત્સર્ગ, ત્યાગ. આ છઠો અત્યંતર તપ છે. - હસમ શબ્દનો ઉત્સર્ગ – “ત્યાગ" અર્થ થાય છે. કેટલેક સ્થાને આ શબ્દનો કાયોત્સર્ગ અર્થ પણ કરાયેલો જોવા મળે છે. – આવશ્યકવૃત્તિ, નિશીથચૂર્ણિ આદિ આગમોમાં નો “કાયોત્સર્ગ” એવો અર્થ પણ નોંધાયેલ છે. તો દશવૈકાલિક નિર્યુક્તિ-૪૮ની વૃત્તિમાં વસ્યા નો ત્યાગ અર્થ કરીને દ્રવ્ય તથા ભાવથી ઉત્સર્ગ એવા બે ભેદો પણ જોવા મળે છે. ઉત્તરાધ્યયન સૂત્રનાં અધ્યયન-૩૦માં સૂત્ર (ગાથા) ૧૨૨૪માં કાય-ઉત્સર્ગ નોંધે છે. વૃત્તિમાં બંને અર્થો ગ્રહણ કર્યા છે. - નો માત્ર કાયોત્સર્ગ અર્થ જ ગ્રહણ કરીએ તો તેનું વિવરણ તસ્સ ઉત્તરી. સૂત્ર-૬માં થયેલું છે, ત્યાંથી જોવું. – નો ત્યાગ અર્થ સ્વીકારીએ તો તેના બંને ભેદો અહીં વિવેચનમાં રજૂ કરી રહ્યા છીએ. જેમાં શરીર (કાય) ત્સર્ગ પણ આવી જ જશે. ૦ તત્ત્વાથffધામ સૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૨૬માં જણાવે છે કે બાહ્ય અને અત્યંતર ઉપધિનો ઉત્સર્ગ કરવો જોઈએ.” ૦ બાહ્ય ઉત્સર્ગ :- એટલે ઉપધિ, વસ્ત્ર, પાત્ર, ઉપકરણ વગેરેમાંથી મમત્વ ખેંચી લેવું તે બાહ્ય ઉત્સર્ગ છે. ૦ અત્યંતર ઉત્સર્ગ :- એટલે શરીર પરત્વેની મમતાનો ત્યાગ અને કાષાયિક વિકારોમાંથી તન્મયતા ખેંચી લેવી તે અત્યંતર ઉત્સર્ગ. ૦ ટુર્વજનિજ નિર્યુક્તિ તથા વૃત્તિમાં પણ આ ભેદોને જણાવે છે – (૧) દ્રવ્ય ઉત્સર્ગ - દ્રવ્યથી કાયાનો, ગણનો, ઉપધિનો અને ભક્તપાનનો ત્યાગ એ દ્રવ્ય ઉત્સર્ગ કહેવાય છે. (૨) ભાવ ઉત્સર્ગ :- કષાયત્યાગ, સંસારત્યાગ અને કર્મત્યાગ એ ત્રણેને ભાવ ઉત્સર્ગ કહ્યા છે. આ રીતે ઉત્સર્ગના કુલ સાત ભેદો શાસ્ત્રકારે જણાવ્યા છે. (૧) કાય ઉત્સર્ગ :- કાયોત્સર્ગ એટલે દેહસંબંધી મમત્ત્વનો ત્યાગ. કાય-ઉત્સર્ગ માટે અમિતગતિ સૂરિજીએ સુંદર શ્લોક રચ્યો છે– “હે જિનેન્દ્રપરમાત્મા ! આપની કૃપાથી મારામાં એવી શક્તિ ઉત્પન્ન થાય કે હું શરીરમાંથી આ અનંત શક્તિમાન તેમજ દોષરહિત એવા શુદ્ધ આત્માને એ રીતે અલગ કરી શકું જે રીતે સ્થાનમાંથી તલવાર અલગ કરી શકાય.” આ જ છે વાય-ઉત્સ. – કાયોત્સર્ગનો વિશેષ અર્થ સૂત્ર-૬ “તસ્સઉત્તરીમાં જોવો. (૨) ગણ ઉત્સર્ગ :- સમુદાય કે ગચ્છને ગણ કહેવાય છે. લૌકિક Page #306 -------------------------------------------------------------------------- ________________ નાસંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન ૩૦૫ ભાષામાં કુટુંબ કે જ્ઞાતિને ગણ કહેવાય છે. એક વાચનાચાર્યના શિષ્ય સમુદાયને પણ ગણ કહે છે. છેલ્લે તો આ ગણનું મમત્વ છોડવાનું જ છે. જેમ ભગવંત મહાવીરના ગણધરો અગિયાર હતા. તેમાંના નવ ગણધરો ભગવંતની ઉપસ્થિતિમાં જ કાળ કરીને મોક્ષે ગયા. તે પ્રત્યેક ગણધર પોતાનો ગણ સુધર્માસ્વામીને ભળાવીને અંતે અનશન કર્યું. આ હતો ગણવ્યુત્સર્ગ. જે રીતે અશનાદિકનો ત્યાગ કરવાનો છે, ઉપધિ વગેરે વોસિરાવવાની છે, તે રીતે ગણનો પણ ઉત્સર્ગ-ત્યાગ કરવાનો જ છે. (૩) ઉપધિ-ઉત્સર્ગ :- ઉપધિ-સાધુસાધ્વીના વસ્ત્ર-ભાંડોપકરણ માટે વપરાતો પારિભાષિક શબ્દ છે. તેનો ત્યાગ કરવો, તે ઉપધિ ઉત્સર્ગ. ઉપધિ બે પ્રકારે દર્શાવી છે – (૧) ઔધિક, (૨) ઔપગ્રહિક. (૧) ઔધિક ઉપધિ :- નિરંતર ઉપયોગમાં લેવાતા એવા રજોહરણ, મુખવસ્ત્રિકા, ચોલપટ્ટ વગેરે બધી ઔધિક ઉપધિ ગણાય છે. (૨) ઔપગ્રહિક ઉપધિ :- દંડ, પાત્ર, પીઝફલક વગેરે જે પાસે હોય પણ ખરાં અને ન પણ હોય તેને ઔપગ્રહિક ઉપધિ કહેવાય છે. સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે વસ્ત્ર-પાત્ર વગેરે ઉપધિમાં પણ મમત્વરહિતતા કેળવી અને તેનો પણ ઉત્સર્ગ-ત્યાગ કરવાનો છે. સંથારાપોરિસિ સૂત્રમાં પાઠ છે – નટ્ટુ છે હુ મા ... “જો આ રાત્રિને વિશે હું કાળ કરું યાને કે મારો દેહ છૂટી જાય તો આહાર-ઉપાધિ અને મારો આ દેહ બધું ત્રિવિધ વોસિરાવું છું. (૪) ભક્તપાન ઉત્સર્ગ :- અનશન કરતી વખતે, સંલેખણા કે સંથારો કરતી વેળા, ગંભીર બીમારી અવસરે, મરણાંત ઉપસર્ગ સમયે અથવા મરણ સમય નીકટ જાણીને– તેમજ રોજ રાત્રે સંથારા પોરિસિ વખતે રાત્રિ પુરતું આડારાદિક એટલે અશન-પાન વગેરે ભોજનાદિકનો ત્યાગ કરવો તેને ભક્ત-પાન વ્યત્સર્ગ કહેવામાં આવે છે. ૦ લઘુ દષ્ટાંત :- ધન્યકુમાર અને શાલીભદ્રએ સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. તેઓ ભગવંત મહાવીરની સાથે વિચરતાં હતા. વિચરણ કરતા પોતાની જ નગરીમાં પધારવાનો પ્રસંગ આવ્યો. માસક્ષમણના પારણે બંને અણગારો વહોરવા નીકળ્યા ત્યારે શાલીભદ્રની માતા અને ધન્યકુમારના સાસુ એવા ભદ્રામાતાને ત્યાં ધર્મલાભ આપી ઉભા રહ્યા. એક તો માસક્ષમણની તપશ્ચર્યા હતી. વળી બંનેની કાયા કૃશ થઈ ગયેલી. ભગવંતે પણ કહેલું કે, જાઓ, આજ તમારી માતાને હાથે પારણું થશે. પરંતુ ઘેર કોઈ તેમને ઓળખી શક્યું નહીં, આહાર પણ વહોરાવતા નથી. બંને પાછા ફર્યા. ભગવંત મહાવીર પરમાત્માના વચનમાં બંને મુનિરાજોને દઢ વિશ્વાસ હતો. બંને ઘેરથી પાછા ફરી રહ્યા હતા ત્યારે માર્ગમાં એક મહિયારણ મળી. તેણીએ [2]20] Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ દહીં વહોરાવી પારણું કરાવ્યું. બંને મુનિમહાત્માએ ભગવંત પાસે શંકા રજૂ કરી કે, હે ભગવન્! આપની આજ્ઞાનુસાર અમે વહોરવા ગયા પણ આ ફેરફાર કેમ થઈ ગયો ? અમારી માતાને બદલે એક મહિયારણે વહોરાવ્યું. ત્યારે ભગવંતે ઉત્તર આપ્યો કે, શાલીભદ્રના પૂર્વભવે તે સંગમ નામે ગોવાળ હતો. તે ભવની માતાએ પૂર્વના ખેહને વશ થઈને પારણું કરાવ્યું. ધન્ના-શાલી બંને મુનિરાજોને સંસારની અસારતા લાગી. આ ભવની માતા ઓળખી શકી નથી અને પૂર્વભવની માતાનો આટલો નેહ ! કેવું છે આ સંસારનું સ્વરૂપ ! બસ સંસારની અસારતા અને સંબંધોની અનિત્યતા જાણીને તેઓએ વૈભારગિરિ નામક પર્વત જઈને અનશનનો સ્વીકાર કર્યો. આ થયો ભક્ત-પાન વ્યત્સર્ગ. (૫) કષાય ઉત્સર્ગ :- કષાય ભાવોનો ત્યાગ કરવો તે. – કષાયનું નિમિત્ત મળે તો પણ કષાય ન કરવો, કષાયના કારણોથી દૂર રહેવું, બીજાને કષાય ઉત્પન્ન કરાવવામાં પ્રવૃત્ત ન થવું, તેમજ સામા કષાય કરી રહ્યા હોય તો પણ શાંત રહેવું – આ રીતે ક્રોધ, માન, માયા, લોભરૂ૫ ચારે કષાયનો ત્યાગ કરવો તે કષાય ઉત્સર્ગરૂપ ભાવ ઉત્સર્ગ છે. – “કષાય' શબ્દનું વિવેચન સૂત્ર-ર “પંચિંદિય”માં થયેલું છે. લઘુ દૃષ્ટાંત :- ગજસુકુમાલ મશાનમાં કાયોત્સર્ગમાં રહેલા હતા. સોમીલ બ્રાહ્મણ તેને જોઈને ક્રોધથી ધમધમી ઉઠ્ઠયો. આ દૂષ્ટ મારી નિરપરાધી પુત્રીની સાથે વિવાહ કરીને ફોગટ વગોવી. સોમીલને અતિ દ્વેષ અને ક્રોધનો ઉદય થયો. તેણે ગજસુકમાલના માથે મશાનની ભીની માટીની પાળ બાંધી. તેમાં ધગધગતા ખેરના અંગારા ભર્યા. અગ્નિ વડે ગજસુકુમાલનું મસ્તક બળવા લાગ્યું, છતાં એક શબ્દ ન બોલ્યા. કોઈ પ્રતિકાર પણ ન કર્યો. કષાયનો વ્યુત્સર્ગ કરીને, અપૂર્વ ક્ષમાને ધારણ કરીને રહ્યા. તો તુરંત જ અંતકૃત્વ કેવલી થઈ મોક્ષે ગયા. બાહુ-સુબાહુ બંનેએ પણ દીક્ષા લીધેલી દીક્ષા લઈ રોજરોજ ૫૦૦-૫૦૦ સાધુઓની ભાવથી વૈયાવચ્ચ-ભક્તિમાં લીન છે. અપૂર્વ વૈયાવચ્ચ તપ તપી રહ્યા છે. આહાર-પાણી લાવી આપવા, ગ્લાન કે તપસ્વી આદિની વિશ્રામણા કરવી. આ બધી ભક્તિ જોઈને ગુરુ મહારાજ તેમના વૈયાવચ્ચ ગુણની પ્રશંસા કરે છે. છતાં માનકષાયનો ત્યાગ-ઉત્સર્ગ કરીને રહેલા તેઓએ સમભાવ રાખ્યો તો થયા ભરત અને બાહુબલી તેમજ બંને મોક્ષને પામી ગયા. પુંડરીક રાજાએ ૧૦૦૦ વર્ષ રાજ્ય ભોગવ્યું, છતાં તેઓ રાજ્યના લોભમાં કદાપી આસક્ત બન્યા નહીં. કેવળ ચારિત્રના પરિણામથી યુક્ત થઈ જીવન વીતાવી રહ્યા છે. લોભકષાયનો વ્યુત્સર્ગ કરેલા એવા તેઓએ માત્ર એક જ દિવસનું ચારિત્ર પાળ્યું. માત્ર એક જ દિનના સંયમી, છતાં પણ લોભનો ઉત્સર્ગ કરેલા તેઓ Page #308 -------------------------------------------------------------------------- ________________ નાણંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન ૩૦૭ સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. આ છે કષાય વ્યુત્સર્ગ નામક અત્યંતર તપનો પ્રભાવ. (૬) સંસાર ઉત્સર્ગ :- સંસાર એટલે આત્મા સાથે ચોટેલા કર્મોને કારણે નરક, તિર્યંચ, દેવ અને મનુષ્ય એ ચાર ગતિમાં પરિભ્રમણ. - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ વગેરે જે જે કારણોથી સંસાર વધતો હોય તે સર્વે નિમિત્તોનો ત્યાગ કરવો અને કેવળ મોક્ષમાર્ગ પરત્વેનું લક્ષ્ય રાખવું તે સંસાર વ્યુત્સર્ગ કહેવાય. – “સંસાર' શબ્દનું વિવેચન સૂત્ર-૨૧ “સંસાર દાવાઓમાં જોવું. (૭) કર્મ ઉત્સર્ગ :- કર્મ ઉત્સર્ગ એટલે કર્મબંધનોના કારણોનો ત્યાગ કરવો તે. “આશ્રવો સદા છોડવા લાયક છે અને સંવર સદા આદરવા લાયક છે.” આ ઉક્તિ મુજબ આશ્રવને છોડવા અને સંવરને આદરવારૂપ તપ કરી સંચિત કર્મોની નિર્જરા કરવી. છેલ્લે સર્વ કર્મના ત્યાગ દ્વારા મોક્ષ મેળવવો તે કર્મ વ્યુત્સર્ગ – સર્વ કર્મોનો ત્યાગ (નિર્જરા) તે કર્મ ઉત્સર્ગ કહેવાય. ૦ આ રીતે સાત પ્રકારે ઉત્સર્ગ (વ્યત્સર્ગ) નામક અત્યંતર તપ શાસ્ત્રકાર મહર્ષિ જણાવે છે. પણ જેઓ ‘ઉત્સ’ નો અર્થ માત્ર કાયોત્સર્ગ ઘટાવે છે, તે પણ અર્થપૂર્ણ જ છે. કેમકે કાયોત્સર્ગ એ ઉત્સર્ગ તપની પૂર્વની કે મહત્વપૂર્ણ ભૂમિકા છે. જો કાયાનું મમત્વ જ છૂટી જશે તો પછી ઉત્સર્ગ તપની ભૂમિકા ઘણી સરળ બની જવાની. કેમકે કાયાનું મહત્ત્વ છે તો ઉપધિનું પણ મમત્વ છે, કાયાનું મમત્વ છે તો આહારનું પણ મમત્વ છે. પણ કાયાનું મમત્વ છૂટી જાય તો એ જ કાયા' કર્મ નિર્જરા કરવાના સાધનરૂપ બની જશે. પછી આજ “કાયા”નો ઉત્સર્ગ છે કે જે “કર્મના ઉત્સર્ગ પર્યન્તની યાત્રારૂપ બની જશે. જેમ ધ્યાનરૂપ તપમાં શુક્લધ્યાનનું ચોથું અને છેવું ચરણ પછી મોક્ષ જ પ્રાપ્ત થાય તેમ ઉત્સર્ગ તપ એ પણ અંતિમ અને મહત્ત્વપૂર્ણ તપ છે. કેમકે છેલ્લે કર્મ આદિનો સર્વથા ઉચ્છેદ થાય છે. • ભિંતરો તો ડું - (તે) અત્યંતર તપ છે. – ગાથા-૭માં ચાર ચરણોમાં આ ચોથું ચરણ છે. – પ્રાયશ્ચિત્ત આદિ છ ભેદોને જણાવ્યા પછી છેલ્લે આ ચરણમાં તેનું સ્વરૂપ જણાવતું આ પદ મૂકાયું છે. આ છ એ અત્યંતર તપ છે. - અત્યંતર - જેનો સંબંધ અંતર સાથે છે તે અત્યંતર. ૦ ગાથા-૫, ૬, ૭નો સારાંશ : - નારંમિ દંસણૂમિ સૂત્રની ગાથા-૨, ૩, ૪માં જ્ઞાન, દર્શન અને ચારિત્રાચાર જણાવ્યા પછી ગાથા ૫ થી ૭માં તપાચાર જણાવેલ છે. – જેમાં ગાથા-પમાં “બાહ્ય અને અત્યંતર એવા બે ભેદે તપ છે.” એમ તીર્થકરોએ કહ્યું છે. એટલું જણાવી તેના બાર ભેદનો ઉલ્લેખ કર્યો. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ – ગાથા-૬માં બાહ્ય તપના અનશન આદિ છ ભેદો બતાવ્યા. – ગાથા-૭માં અત્યંતર તપના પ્રાયશ્ચિત્ત આદિ છ ભેદો બતાવ્યા. ૦ બંને તપનું મોક્ષમાર્ગમાં આગવું મહત્ત્વ છે. શરીરને માટે બાહ્ય તપની ઉપયોગીતા છે, આત્માને માટે અત્યંતર તપની ઉપયોગીતા છે. કેમકે આત્મા એ અત્યંતર તત્ત્વ છે અને શરીર એ બાહ્ય તત્ત્વ છે. તીર્થંકર પરમાત્મા તે જ ભવે મોક્ષે જવાના હોવા છતાં દીક્ષા વખતે, કેવળજ્ઞાન પર્યન્ત અને નિર્વાણ પૂર્વે છઠ, અઠમ આદિ અનશન તપથી યુક્ત હોય જ છે. તેમજ પરમ શુક્લ ધ્યાનપૂર્વક કાયાનો સર્વથા ત્યાગ થયા વિના મોક્ષે જવાતું નથી. – અહીં તપના ભેદરૂપ આચાર વર્ણવ્યો, આ આચારની પોતાના સામર્થ્યઅનુસાર પરીપાલના ન કરવાથી અતિચાર લાગે છે. હવે આઠમી અને છેલ્લી ગાથામાં વિર્યાચારને જણાવે છે કે જે વીર્યાચારના પાલન થકી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ બધાં જ આચારોમાં સામર્થ્ય, શક્તિ, પરાક્રમને ફોરવીને જીવ સર્વ કોઈ આરાધના કરી શકે છે. - ૩ળદિન-વ-વરિો - જેણે બળ અને વીર્ય છૂપાવ્યું નથી તે. – આ સમગ્ર ગાથા દસવૈકાલિક નિર્યુક્તિમાં-૧૮૭મી ગાથારૂપે છે. તેના પહેલા ચરણની અહીં વિવેચના કરીએ છીએ. – નિ + પૂ - છુપાવવું. તેના પરથી શબ્દ બન્યો નિહિત - છુપાવેલું. – નિપૂદિત - એટલે ન છુપાવેલું (પણ શું ન છુપાવેલું ?) – વન - બળ, શારીરિક શક્તિ. – ભગવતીજી વૃત્તિ-સૂત્ર-૪રમાં વત્ત શબ્દનો અર્થ શારીરઃ પ્રાણઃ કર્યો છે. – વીર્ય - આત્માનો ઉત્સાહ, મનોબળ. – ભગવતીજી સૂત્ર-૪રની વૃત્તિમાં વીર્ય શબ્દનો અર્થ કરતા જણાવ્યું કે, વાર્થ (ત) નીવોત્સાહૈિ.' વીર્ય અર્થાત્ જીવનો ઉત્સાહ ૦ આ રીતે શારીરિક અને માનસિક બળનો સદાચારમાં ઉપયોગ કરનાર તે અનિગુલિત બલ-વીર્ય કહેવાય છે. • પર&મ - પરાક્રમ કરે છે, પ્રબલ ઉદ્યમ કરે છે. – પરા - વિષય, મ - ઉદ્યમ, પ્રયત્ન – વિશેષ પ્રયત્ન કરવો તે “પરાક્રમ”. – વિશિષ્ટ અર્થમાં ઇષ્ટ ફળને સાધનારો જે પુરુષાર્થ તે પરાક્રમ'. – શત્રુનું નિરાકરણ કરનારી જે ક્રિયા તે પરાક્રમ' (અહીં “શત્રુ' શબ્દથી અત્યંતર શત્રુને ગ્રહણ કરવા.) • ગો - જે, (જે વ્યક્તિ , જે આરાધક) • મહત્ત - યથોક્ત, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે, શાસ્ત્રવિહિત. – યથા + ઉક્તમ્ - શાસ્ત્રની આજ્ઞા અનુસાર કરવું તે. • સાઉો - સારી રીતે યોજાયેલો, સાવધાન થઈને જ્ઞાનાદિમાં પ્રવૃત્ત Page #310 -------------------------------------------------------------------------- ________________ નાસંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન ૩૦૯ – મા + યુન્ - સારી રીતે જોડાવું, તેના પરથી શબ્દ બન્યો સાધુ: સારી રીતે જોડાયેલો, બરાબર સાવધાન થઈને પ્રવૃત્તિ કરનારો. • ગુન ગાથામ - શક્તિ પ્રમાણે જોડે છે. – ગુંગડું - જોડે છે, કરે છે, પ્રવર્તે છે. – નાથામં - શક્તિ પ્રમાણે, સામર્થ્ય પ્રમાણે, બળ પ્રમાણે. – યથા + સ્થામ - “પથા' એટલે જેવું. “થામ' એટલે સામર્થ્ય, બળ, • નાથવ્યો વરિલાયા - વીર્યાચાર જાણવો. -૦- સમગ્ર ગાથાનો સાર :દશવૈકાલિક નિર્યુક્તિ વૃત્તિમાં જણાવ્યા અનુસાર – – ઉપર ગાથા ૨ થી ૭માં જણાવેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપના છત્રીશ. આચારોને વિશે. (જ્ઞાનના આઠ આચાર, દર્શનના આઠ આચાર, ચારિત્રના આઠ આચાર અને તપના બાર આચાર એ સર્વે મળીને કુલ છત્રીશ આચાર) – જે બાહ્ય અને અત્યંતર સામર્થ્યને ગોપવિતા-છુપાવતા નથી. (તેમજ). – પણ (જ્ઞાનાદિ આચારના વિષયમાં) પરાક્રમ કરે છે. – તેના પાલનમાં યથાશક્તિ પોતાના આત્માને જોડે છે. – તેવા આચારવાનો આચાર વીર્યાચાર જાણવો. આ રીતે વીર્યાચાર એટલે – (૧) બળ તથા વીર્યને છૂપાવ્યા વિના, (૨) શાસ્ત્રાજ્ઞા મુજબ - શાસ્ત્રમાં કહ્યા અનુસાર, (૩) જ્ઞાનાદિ આચારોમાં સાવધાન થઈને ઉદ્યમ કરે અને (૪) શક્તિ મુજબ પ્રવૃત્તિ કરે તેનો આચાર (તે વીર્યાચાર). આ પ્રમાણે આચારનું સ્વરૂપ જણાવ્યું. આ પાંચે આચારોમાં જે કંઈ સ્મલના કે દોષ થાય તેને અતિચાર રૂપે ચિંતવવા જોઈએ. n વિશેષ કથન : અતિ વિસ્તૃતપણે “નાસંમિદંસણંમિ” સૂત્રનું વિવેચન કરવા છતાં આ સૂત્રનું સંકલિત સ્વરૂપ, પ્રતિક્રમણ સૂત્રમાં તેનો ઉપયોગ, અતિચાર ચિંતવના કઈ રીતે ? ઇત્યાદિ બાબતોને જણાવવા અહીં વિશેષ કથન કરાય છે. ૦ પંચાચાર (સૂત્રોનું સંકલિત સ્વરૂપ – – આ સૂત્રમાં આઠ ગાથાઓ છે. જેનું સંકલન નિર્યુક્તિ ગાથામાંથી થયું છે. - સૂત્રની પહેલી ગાથા પાંચ પ્રકારના આચારનો નામોલ્લેખ કરે છે. – બીજી ગાથા દ્વારા સૂત્રકાર જ્ઞાનના આઠ પ્રકારના આચારને જણાવે છે. – ત્રીજી ગાથા દ્વારા સૂત્રમાં દર્શનના આઠ પ્રકારના આચારને કહ્યો છે. – ચોથી ગાથા દ્વારા અહીં ચારિત્રનો આઠ ભેદે આચાર દર્શાવેલ છે. - પાંચમી ગાથામાં તપાચારનું સ્વરૂપ નોંધી, તેના મુખ્ય બે ભેદો કહ્યા છે. - છઠી ગાથામાં બાહ્ય તપના છ ભેદોને જણાવેલા છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ – સાતમી ગાથામાં અત્યંતર તપના છ ભેદોને જણાવેલા છે. - આઠમી ગાથામાં વીર્યાચારના ત્રણ આચારો જણાવ્યા છે – “મન, વચન, કાયાની સંપૂર્ણ શક્તિથી શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરવી.” ૦ નીવર ની ભૂમિકા : ધર્મમાં આચારની પ્રધાનતા છે. કેમકે “આચાર એ પહેલો ધર્મ છે.” તેમ કહ્યું છે, આચાર રહિતતામાં ધર્મનો સંભવ નથી. પણ આચાર કે આચરણા એ સહેલી વસ્તુ નથી. કલ્પના કે તર્કથી ગમે તેવી વાતો વિચારી કે પુરવાર કરવાનું શક્ય છે. “તત્ત્વજ્ઞાન’ મનને સમાધાન આપવા કે બહેલાવવા માટેનું સારું સાધન જરૂર છે, પણ તેમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા કે તે પ્રમાણે આચરણા કરવી તે થોડું મુશ્કેલ કાર્ય છે. આચાર' શબ્દનો અર્થ વ્યક્તિ સાપેક્ષ છે. સંપ્રદાય અનુસાર તેના મતોમાં ભિન્નતા પ્રવર્તે છે. તેથી અહીં આચાર કોને કહેવો ? તે વાત પાંચ ભેદના ઉલ્લેખપૂર્વક કરવામાં આવેલી છે. આ વાતનું કથન અમારી કે સૂત્ર સંયોજકની મતિકલ્પનાથી કરવામાં આવેલ નથી, પણ સર્વજ્ઞ, સર્વદર્શી, આત્માની ઉચ્ચતમ ભૂમિકાએ બિરાજમાન એવા વીતરાગ તીર્થંકર પરમાત્માએ કરેલ છે. આ આચરણાથી આત્મા વિકાસના સર્વોચ્ચશિખર સુધી પહોંચી મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. વળી આ આચરણામાં કોઈ સાંપ્રદાયિકતાનું દર્શન નથી, પણ સર્વ કોઈ જીવને અધ્યાત્મ વિકાસથી કર્મનિર્જરા સુધીનો આદર્શ પુરો પાડે છે. આવા આચારને પાંચ ભાગોમાં વિભાજીત કરાયો છે. (૧) જ્ઞાનાચાર - શુદ્ધ, સાચું અને આત્મ સ્વરૂપનું દર્શન કરાવનાર એવું જ્ઞાન પ્રગટે. (૨) દર્શનાચાર - શ્રદ્ધા દૃઢ થાય, આત્મ પરિણામો નિર્મળ બને. 3) ચારિત્રાચાર - શુદ્ધ શ્રદ્ધાયુક્ત એવા સમ્યક્ જ્ઞાનને આચરણમાં મૂકાય. | (૪) તપાચાર - આચરણની વિશેષ શુદ્ધિ અને કર્મનિર્જરાના ઉપાયો થાય. (૫) વીર્યાચાર - મન, વચન, કાયાની સર્વ શક્તિઓ જ્ઞાનાદિ આચરણમાં વપરાય. ૦ જ્ઞાનાદિ આચારનો ક્રમ : જો કે દશવૈકાલિક સૂત્ર નિર્યુક્તિમાં તો “દર્શન' જ પહેલું મૂક્યું છે. પણ અહીં જ્ઞાનને પહેલું મૂક્યું છે, અતિચારોની ગુંથણી પણ પાક્ષિક અતિચારમાં જ્ઞાનદર્શનના ક્રમમાં જ થયેલી છે. તેથી જ્ઞાનાચારની પ્રાથમિકતાનો આપણે સૂત્રાનુસાર અહીં સ્વીકાર કરેલ છે. જ્ઞાન પછીનું બીજું સ્થાન અહીં દર્શનાચારને અપાયું છે. જે દર્શનમાં “શ્રદ્ધા અર્થ અભિપ્રેત છે. શુદ્ધ જ્ઞાન અને નિર્મળશ્રદ્ધાના સમન્વયથી જ સમ્યકુઆચરણામાં પ્રવેશ કરી શકાય છે, તેથી ત્રીજું સ્થાન ચારિત્રાચારનું મૂક્યું Page #312 -------------------------------------------------------------------------- ________________ નાસંમિ દંસણંમિ સૂત્ર-વિશેષ કથન ૩૧૧ શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન ગમે તેટલું હોય, ફક્ત જ્ઞાન, ફક્ત શ્રદ્ધા કે માત્ર તે બંનેથી જ કલ્યાણ થતું નથી. પણ જ્ઞાન અને શ્રદ્ધાની પછી તે મુજબની આચરણા પણ જીવનમાં જરૂરી છે. આ આચરણા એ જ ચારિત્ર. ઉત્તરાધ્યન સૂત્રના અધ્યાય-૨૮ની ગાથા-૧૧૦૫માં પણ જણાવે છે કે સખ્યત્વ (દર્શન) વિના જ્ઞાન થતું નથી, જ્ઞાન વિના ચારિત્રગુણ હોતો નથી. ચારિત્રગુણ વિના મોક્ષ થતો નથી. મોક્ષ વિના નિર્વાણ પ્રાપ્ત થતું નથી.” તેથી મોક્ષ પ્રાપ્તિ માટે “ચારિત્ર' એ પૂર્વ શરત છે. ચારિત્રની પ્રાપ્તિ માટે દર્શન અને જ્ઞાનનું હોવું અનિવાર્ય છે. ચારિત્રાચાર પછી ચોથા ક્રમે “તપાચાર' મૂક્યો છે. કેમકે જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ત્રણેની સિદ્ધિ માટે તપની આરાધના ખૂબ જ જરૂરી છે. વળી કર્મોની નિર્જરાનો ધ્યેય સિદ્ધ કરવા માટે પણ બાર પ્રકારના તપોકર્મનું વિધાન છે. પાંચમા ક્રમે વીર્યાચારને મૂક્યો. કારણ કે પુરા પ્રયત્ન વિના અને સબળ પુરુષાર્થ વિના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધના સંપૂર્ણ થઈ શકતી નથી. કોઈપણ આચારની સુવ્યવસ્થિત અને સામર્થ્યનુસાર સર્વાગ સંપૂર્ણ આરાધના કરવા માટે મન, વચન, કાયાની સર્વે શક્તિઓને જોડવી જરૂરી છે અને આ રીતે શક્તિનું જોડાણ વીર્યાચાર-પાલન કરવાથી થાય છે. ૦ જ્ઞાનાચારના નિયમો અને અતિચારો – નાણંમિ દંસણૂમિ સૂત્ર પ્રતિક્રમણ ક્રિયામાં ઉપયોગમાં આવે છે. તે રાત્રિ અને દિવસ બંને પ્રતિક્રમણમાં અતિચાર વિચારણા માટે જ કાયોત્સર્ગ દરમિયાન બોલાય છે. એટલે ખરેખર તો આ સૂત્ર અતિચારની ચિંતવના માટે છે. પણ સમગ્ર સૂત્રનું વિવેચન આપણે જોયું, તેમાં આખું સૂત્ર આચાર-વર્ણન' રૂપ છે, પણ અતિચાર વર્ણનરૂપ નથી. આપણે સામાન્યથી એવું કહી શકીએ કે આ આચારોનું યથાર્થ પાલન ન કરવું તે અતિચાર છે, પણ પાક્ષિક અતિચારોમાં તેનું વર્ણન અતિચાર રૂપે કરાયેલ છે. તેની સંક્ષિપ્ત વિચારણા અત્રે કરીએ તો આ સૂત્ર દ્વારા શું ચિંતન કરવાનું છે, તેનો સામાન્ય ચિતાર રજૂ થઈ શકે. કેમકે– (૧) જ્ઞાનાચાર – જ્ઞાનાચારને સમજાવતા તેના આઠ આચારો કે નિયમોને “નાસંમિ દંસણૂમિ" સૂત્રમાં જણાવ્યા તે પ્રમાણે (૧) કાળ, (૨) વિનય, (૩) બહુમાન, (૪) ઉપધાન, (૫) અનિલવતા, (૬) વ્યંજન, (૭) અર્થ, (૮) તદુભય. આ આઠેનું વિવરણ પૂર્વે વિવેચન વિભાગમાં કરેલ છે. પણ તેના અતિચાર સંબંધી વિચારણા પાક્ષિક અતિચાર મુજબ આ પ્રમાણે છે– (૧) જ્ઞાનકાળ વેળાએ ભણવું-ગણવું નહીં. - તેમજ અકાળે જ્ઞાનને ભણવું-ભણાવવું. (૨) કદાચિત્ આવું જ્ઞાન કાળ-સમયના નિયમ અનુસાર ભણે-પર-તે જ્ઞાન Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ વિનય રહિતપણે, બહમાનરહિતપણે કે યોગ-ઉપધાન કર્યા સિવાય ભણે. (૩) જે ગુરુ પાસે ભણે તે ગુરુને બદલે કોઈ બીજા ગુરુ પાસે ભણ્યાનું કહે. (૪) દેવવંદન, ગુરુવંદન, પ્રતિક્રમણક્રિયા, સ્વાધ્યાય વગેરે કરતી વેળા તેના અક્ષરો કાના, માત્ર આદિથી અધિક ભણે કે ઓછા ભણે અર્થાત્ સૂત્રમાં કયાંક કાનો, માત્રા વગેરેની બોલતી વખતે વધઘટ થઈ જાય. (૫) સૂત્ર, અર્થ કે તે બંને હોય તેના કરતા વિપરીત કરીને કે કંઈક અન્યરૂપે જ તે સૂત્ર બોલે-અર્થ કરે. (૬) સૂત્ર અને અર્થ ભણ્યા પછી તેમાંથી કંઈક ભૂલી જાય. (૭) વસતિની શુદ્ધિ આદિ તપાસ્યા વિના, યોગ-ઉપધાન કર્યા વિના સૂત્રાદિ ભણ્યા હોય. (૮) જ્ઞાનના ઉપકરણ એવા પાટી, પોથી, ઠવણી, સાપડા, સાપડી, ચોપડા ઇત્યાદિને પગ લાગે, થુંક લાગે, થંકથી કોઈ અક્ષર ભેંસ, ઓશિકે આવા કોઈ સાધન રાખે, આમાંનું કોઈ સાધન પાસે હોય ત્યારે ખાય-પીએ કે મળ-મૂત્ર કરે. (૯) જ્ઞાનદ્રવ્યનું ભક્ષણ કરે, ઉપેક્ષા કરે, ઓછી સમજણને લીધે તેનો વિનાશ કરે, વિનાશ થતો હોય તે જાણવા છતાં ઉપેક્ષા કરે કે શકિત હોવા છતાં જ્ઞાનદ્રવ્યની સાર સંભાળ ન રાખે. - (૧૦) જ્ઞાની આત્મા પરત્વે દ્વેષ રાખે, માત્સર્ય ભાવ રાખે, તેમની અવજ્ઞા કરે, આશાતના કરે. (૧૧) કોઈ ભણતા હોય કે જ્ઞાનની આરાધના કરતા હોય તેને તેની સાધના-આરાધનામાં અંતરાય કરે, વિદનો ઉભા કરે. (૧૨) પોતે કંઈક વિશેષ જાણતા હોય તેનો ગર્વ કરે. (૧૩) મતિ, મૃત આદિ પાંચ જ્ઞાનો બાબતે અશ્રદ્ધા રાખે. આવા પ્રકારે જ્ઞાનચાર સંબંધે કંઈપણ અતિચાર લાગ્યા હોય તો તેની ચિંતવના કરી મન, વચન, કાયાથી મિચ્છા મિ દુક્કડં આપે. (૨) દર્શનાચાર : આ સૂત્રની ત્રીજી ગાથામાં દર્શનાચારના આઠ નિયમો કે આઠ આચારોનું વર્ણન કરાયેલ છે. તે મુજબ – (૧) નિઃશંકતા, (૨) નિષ્કાંક્ષતા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢ દૃષ્ટિતા, (૫) ઉપબ્હંણા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના. એ આઠ ભેદો છે, જેનું વિવરણ વિસ્તારથી “વિવેચન' વિભાગમાં કરાયેલ છે. પણ તેના અતિચારો સંબંધી ચિંતવના કરવી હોય તો “પાક્ષિક અતિચાર" આધારે આ પ્રમાણે અતિચારો જણાવી શકાય (૧) દેવ, ગુરુ, ધર્મના વિષયમાં નિઃશંકપણું ન હોવું. (૨) ધર્મથી પ્રાપ્ત થતા ફળના વિષયમાં સંદેહ રહિત બુદ્ધિ ન હોવી. (૩) સાધુ-સાધ્વીના મેલયુક્ત શરીર કે વસ્ત્ર જોઈને દુગંછા થવી. Page #314 -------------------------------------------------------------------------- ________________ નાસંમિદંસણૂમિ સૂત્ર-વિશેષ કથન ૩૧૩ (૪) અન્યતીર્થિકોને જોઈને ચારિત્રવાન્ સાધુ પરત્વે અભાવ થવો. (૫) મિથ્યાત્વીઓની પૂજા અને પ્રભાવના જોઈને મૂઢતા-ચલિતતા થવી. (૬) સંઘમાં ગુણવંત આત્માઓના ગુણની પ્રશંસા ન કરવી. (૭) સમ્યક્ત્વથી પડતા આત્માને સ્થિર ન કરવા. (૮) આવા રત્નાધિક ગુણવાન્ આત્માની અપ્રીતિ, અભક્તિ હોવી, તેમનું અબહુમાન હોવું ઇત્યાદિ. (૯) દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણ દ્રવ્યાદિનું ભક્ષણ કરે, ઉપેક્ષા કરે, અલ્પબુદ્ધિ કે અજ્ઞાનથી તેનો વિનાશ કરે, વિનાશ થતો હોય ત્યારે તેની ઉપેક્ષા કરે, શક્તિ હોવા છતાં તેની સારસંભાળ ન લેવી. (૧૦) સાધર્મિકો સાથે કલહ-ઝઘડા કરવા. (૧૧) દેવપૂજા કરતી વખતે અષ્ટ પડ મુખકોશ ન બાંધે. (૧૨) જિનપ્રતિમાને વાસ(પ)ના ડબ્બાનો, ધૂપધાણાંનો, કળશનો ધક્કો વાગે અથવા જિનબિંબ હાથમાંથી પડી જાય. તેને ઉચ્છવાસ લાગે. (૧૩) દેરાસરજી - જિનાલયમાં મળ-શ્લેષ્મ આદિ કાઢે, ત્યાં હાસ્ય, ખેલ, રમત, કુતૂહલ, આહારપાણી ગ્રહણ, મળ-મૂત્રાદિ ત્યાગ કરે. (૧૪) સ્થાપનાચાર્ય હાથેથી પડે, પડિલેહણ કરવાના રહી જાય. (૧૫) જિનભવન સંબંધી ચોર્યાશીમાંથી કોઈપણ આશાતના કરે. (૧૬) ગુરુ પ્રત્યેની તેત્રીશમાંથી કોઈપણ આશાતના કરે. – ઇત્યાદિને પાક્ષિક અતિચારમાં દર્શનાચાર સંબંધી અતિચારો કહ્યા છે. જ્યારે નિઃશંકિતતા આદિ આઠ ભેદે દર્શનાચારની ચિંતવના કરે ત્યારે જો તેના અતિચારોની વિચારણા કરવી હોય તો ઉપરોક્ત પાક્ષિક અતિચારને આધારે કરાયેલી નોંધ અનુસાર દર્શનાચાર સંબંધી અતિચારોની વિચારણા કરી શકાય. (૩) ચારિત્રાચાર : આ સૂત્રની ચોથી ગાથામાં ચારિત્રાચારના આઠ નિયમો કે આચારોનું વર્ણન કરાયેલ છે. તે મુજબ તો પાંચ પ્રકારની સમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિ એ આઠ ભેદે ચારિત્રાચાર પાલન કર્યું છે. સમિતિ કે ગુતિ સંબંધી વિવેચનનો સંદર્ભ તો પૂર્વે અપાઈ ગયેલ છે. પણ તેની પરિપાલના મુખ્યત્વે સાધુની જીવનચર્યા સાથે સંબંધિત છે. તો પણ શ્રાવકને પૌષધાદિ ક્રિયામાં આ આઠે આચારનું પાલન કરણીય જ છે. ગૃહસ્થરૂપે પણ ઇર્યા સમિતિ, ભાષાસમિતિ આદિની આચરણા આદર્શરૂપ તો છે જ. કેમકે ગૃહસ્થોને માટે પણ આ સમિતિ-ગુપ્તિ અનુકરણીય તો છે જ. પાક્ષિક અતિચારને આધારે આ આઠે આચારના અતિચારની વિચારણા કરીએ તો કંઈક આવી નોંધ કરી શકાય : (૧) ઇર્ષા સમિતિનું યથાયોગ્ય પાલન ન કરવું તે - જેમકે ભૂમિના યોગ્ય Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ નિરીક્ષણ કે આવશ્યક પ્રમાર્જનાદિ કર્યા વિના ચાલવું. (૨) ભાષા સમિતિની જાળવણી ન કરવી. જેમકે સાવદ્ય વચન બોલવા, નિરવદ્ય વચન બોલે તો પણ સામાને પીડાકારી વચન બોલે, નિરવદ્ય અને પ્રિય બોલે તો પણ નિરર્થક લંબાણથી બોલવું આદિ. (૩) એષણા સમિતિ ન પાળે - શાસ્ત્ર વિહિત રીતે ગવેષણાદિ ન કરવા. શ્રમણ પક્ષે - ઘાસ, અન્ન, પાણી, વસ્ત્ર આદિ અકખ્ય લેવા, શ્રાવક પક્ષે - જયણાપૂર્વક ભોજનાદિ ન કરવા. (૪) આદાન-નિક્ષેપ સમિતિ - વસ્તુ લેતા કે મૂકતા જયણા ન પાળે. જેમકે - આસન, શયન, ઉપકરણ, વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ કોઈપણ વસ્તુ પૂંજ્યા-પ્રમાર્યા વિના લેવી કે મૂકવી અથવા જીવાકુલ ભૂમિ પર મૂકવી. (૫) પારિષ્ઠાપનિકા સમિતિ ન જાળવે - જયણાપૂર્વક પરઠવે નહીં. જેમકે - મળ, મૂત્ર, બડખો, મેલ, કચરો ઇત્યાદિ વસ્તુઓ પૂંજ્યા કે પ્રમાર્યા વિનાની કે જીવાકુલ ભૂમિમાં ગમે ત્યાં અને ગમે તે રીતે પરઠવે. (૬) મનોગુપ્તિ ન જાળવે - મનમાં આર્ત અને રૌદ્ર ધ્યાન કરે કે ખોટાં સંકલ્પો-વિકલ્પો કર્યા કરવા તે. (૭) વચનગુપ્તિ ન પાળે - પાપયુક્ત વચન બોલે, બોલતી વખતે ઉપયોગ ન રાખે, નિરર્થક ભાષણ કરે ઇત્યાદિ. (૮) કાયગુપ્તિ ન આદરે - કાયાને ગોપવીને ન રાખવી, હલાવવી, ચલાવવી આવશ્યક હોય ત્યારે પડિલેહણ-પ્રમાર્જના કર્યા વિના હલાવે-ચલાવે કે પૂજ્યાપ્રમાર્યા વિના કોઈ સ્થાને બેસે, સૂવે ઇત્યાદિ. ચારિત્રાચાર સંબંધે આ આઠ આચારની વાત તો સૂત્રકારે ગાથામાં પણ જણાવી જ છે. પણ “પાક્ષિક અતિચારમાં શ્રાવક અને સાધુ બંનેને માટે ચારિત્રાચાર સંબંધી વિશેષ વિચારણા પણ અતિચારમાં રજૂ કરાયેલ જ છે. જેમાં અહીં “શ્રાવક' અધિકારની મુખ્યતા હોવાથી તેની જ ચિંતવના કરેલ છે. (શ્રમણ ‘પક્ષીય ચિંતવનાને રજૂ કરતા નથી - શ્રમણની હકીકત શ્રમણ પાક્ષિક અતિચારથી જાણવી.) - શ્રાવક પણે અતિચારના વિશેષ વર્ણનમાં સમ્યકત્વ સહિતના બાર વ્રત અને સંખનાનું વર્ણન ‘પાક્ષિક અતિચાર'માં જોવા મળે છે. આ સર્વે અતિચારોનું વિવેચન અહીં બે કારણે કરેલ નથી. (૧) અહીં “નાસંમિ દંસણંમિ” સૂત્રમાં “પંચાચાર” વિષયક ચિંતવના એ મુખ્ય વિષય છે તેથી વિશેષરૂપે વર્ણવાએલ અતિચારોનું વર્ણન કરતા નથી. વળી આપણો વિષય પણ અતિચાર-વિવેચન નથી. (૨) વંદિત્ત સૂત્રની ગાથા-૬ થી ૩૩ પર્યન્ત સમ્યકૃત્વ, બાર વ્રત અને સંલેખનાના અતિચારોનું વર્ણન આવવાનું જ છે, તેથી પુનરાવર્તન કર્યું નથી. (૪) તપાચાર :નાસંમિ દંસણૂમિ સૂત્રની ગાથા ૫ થી ૭માં તપાચારના સ્વરૂપનું અને તેના Page #316 -------------------------------------------------------------------------- ________________ નાણંમિદંસણૂમિ સૂત્ર-વિશેષ કથન ૩૧૫ બાર ભેદોનું કથન છે. તે મુજબ બાહ્ય તપ છ – (૧) અનશન, (૨) ઉણોદરી, (૩) વૃત્તિ સંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયકલેશ, (૬) સંલીનતા છે અને અત્યંતર તપ (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન, (૬) ઉત્સર્ગ એ છ છે. એ રીતે કુલ બાર ભેદે તપાચાર છે. જેનું વિસ્તૃત વિવરણ ‘વિવેચન' વિભાગમાં કરેલું છે. “પાક્ષિક અતિચાર"માં જણાવ્યા મુજબ તપાચારના અતિચારોનું નિરૂપણ કંઈક આ રીતે કરી શકાય – (૧) અનશન તપના અતિચાર - જેમકે ઉપવાસાદિ તપ પર્વતિથિએ શક્તિ હોવા છતાં પણ ન કરે. (૨) ઉણોદરી તપના અતિચાર - જેમકે - કોળીયા પાંચ સાત ઓછું ભોજન કર્યું નહીં અર્થાત્ ભુખ કરતા ઓછું ભોજન ન કર્યું. (૩) વૃત્તિસંક્ષેપ તપના અતિચાર - જેમકે - દ્રવ્ય આદિ સર્વ વસ્તુનો સંક્ષેપ ન કીધો. (૪) રસત્યાગ તપના અતિસાર - જેમકે વિગઈનો કે સ્નિગ્ધ રસની લોલુપતાનો ત્યાગ ન કરે. 1 (૫) કાયકલેશ તપના અતિચાર - જેમકે લોચ (વાળ ખેંચીને કાઢવા) આદિ કષ્ટ સહન ન કરે. (૬) સંલીનતા તપના અતિચાર - અંગ ઉપાંગ સંકોચી ન રાખે. ૦ આ સિવાય પણ બાહ્ય તપના વિષયમાં કેટલાંક અતિચારોની નોંધ “પાક્ષિક અતિચાર"માં થયેલી છે. જેમકે– – પચ્ચક્ખાણ ભાંગે. - એકાસણાદિ કરતી વેળા પાટલો હલતો હોય તો તેને સ્થિર ન કરે. – ગંઠસી-મુઠસી આદિ પચ્ચક્ખાણ લઈને પછી આહાર-પાણી લેતી વખતે ગાંઠ છોડવાનું ભૂલી જાય કે મુઠી વાળી પચ્ચક્ખાણ ન પારે. – ઉપવાસ, આયંબિલ, નિવિ, એકાસણું, બીયાસણું ઇત્યાદિ તપ કર્યો હોવા છતાં કાચું પાણી પીએ, તપમાં ઉલટી-વમન થાય. (૭) પ્રાયશ્ચિત્ત તપના અતિચાર - જેમકે - શુદ્ધ મનથી ગુરુ પાસે પોતાના દોષની આલોચના ન કરે, આલોચનાદિ કર્યા પછી ગુરુએ જે પ્રાયશ્ચિત્તરૂપ તપ કરવા કહ્યું હોય, તે તપ કરે નહીં (૮) વિનય તપના અતિસાર - જેમકે - દેવ, ગુરુ, સંઘ, સાધર્મિક આદિ પ્રત્યે ઉચિત વિનય ન દાખવે. (૯) વૈયાવચ્ચ તપના અતિચાર - જેમકે - બાળ, વૃદ્ધ, રોગી, તપસ્વી ઇત્યાદિ દશની વૈયાવચ્ચ-ભક્તિ-સેવા ન કરે. (૧૦) સ્વાધ્યાય તપના અતિચાર - જેમકે - વાચના, પૃચ્છના આદિ પાંચ પ્રકારે જે સ્વાધ્યાયના ભેદ કહ્યા છે તે સ્વાધ્યાય ન કરે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ (૧૧) ધ્યાન તપના અતિચાર - જેમકે - આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરવું તેમજ ધર્મધ્યાન અને શુક્લધ્યાન ન કરવા. (૧૨) ઉત્સર્ગ તપના અતિચાર (અહીં “પાક્ષિક અતિચારમાં ઉત્સર્ગ તપને કાયોત્સર્ગ અર્થમાં જ લીધો છે.) - કર્મક્ષયના હેતુથી દશ-વીશ આદિ લોગસ્સ પ્રમાણ કાઉસ્સગ્ન ન કરે. ૦ તપાચારના સ્વરૂપ વિશે કિંચિત્ વિચારણા : તપાચારના બાર ભેદોનું વર્ણન ઘણાં જ વિસ્તારથી “વિવેચન” વિભાગમાં કર્યું જ છે. અહીં સરળ શબ્દોમાં તેના સ્વરૂપની સંક્ષિપ્ત રજૂઆત કરી અત્રે તપાચારને વ્યવહારિકરૂપે જોવાનો પ્રયત્ન વિશેષ છે. તપાચાર'ના બાહ્ય અને અત્યંતર બે મુખ્ય ભેદો છે. તે પ્રત્યેકના છ-છ ભેદો છે. એ રીતે તપને કુલ બાર પ્રકારમાં વિભક્ત કરાયેલ છે. આ ભેદો સારી રીતે સમજવા જેવા છે. તેમાં ઉપવાસ, આયંબિલ આદિ વડે યથાશક્તિ આહારત્યાગ કરી શકાય છે. ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ એ ત્રણે તપ વડે રસના આદિ ઇન્દ્રિયો પર કાબૂ મેળવી શકાય છે. વીરાસનાદિ આસનો વડે કાયકલેશ તપ કરવાથી અપ્રમત્ત બની શકાય છે. તથા નિર્દોષ સ્થાનમાં રહીને ઇન્દ્રિય અને કષાયના જય ઉપરાંત મનની વૃત્તિઓનો તથા વાણીનો નિરોધ પણ થાય છે. આ રીતે તપના આ બાહ્ય ભેદમાં આરોગ્ય, અધ્યાત્મ અને ધર્મના સિદ્ધાંતોનો યોગ્ય સમન્વય સધાય છે. એ જ રીતે અત્યંતર તપની વિચારણા કરીએ તો - તેમાં પ્રથમ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. એટલે દોષની શુદ્ધિ બતાવી છે, પછી વિનય રૂપ તપના વિધાન થકી નમ્રતા અને ભક્તિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પછી વૈયાવચ્ચના વિધાન થકી નિઃસ્વાર્થ ભાવે કરાયેલી સેવાને સન્માનીત કરવામાં આવી છે. સ્વાધ્યાયને તારૂપે ગણાવી અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અથવા કેળવણીનું મહત્ત્વ પ્રકાશવામાં આવેલ છે. ધ્યાનના વિધાન થકી યોગમાર્ગને અપનાવવામાં આવેલ છે. છેલ્લે ઉત્સર્ગના વિધાન દ્વારા સર્વ પ્રકારના ત્યાગનું તેમજ તદ્ અંતર્ગત્ કાયાના મમત્વ ભાવના ત્યાગને અત્યંત મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ રીતે અત્યંતર તપ દ્વારા “ભાવ શુદ્ધિ"ની ઉપયુક્તતા પ્રતિપાદિત થાય છે. (૫) વીર્યાચાર : નારંમિ દંસણંમિ” સૂત્રની આઠમી ગાથામાં “વીર્યાચાર"નું સ્વરૂપ પ્રગટ કરવામાં આવેલ છે. “અતિચાર” તરીકે તો તેના ત્રણ અતિચારો છે તેવું સંખ્યા કથન “પાક્ષિક અતિચાર'માં કરાયેલું છે. અહીં વીર્યાચારના વ્યવહારિક સ્વરૂપને અને તેમાં લાગતા અતિચારોને જણાવીએ છીએ ૦ વીર્યાચારનું વ્યવહારીક સ્વરૂપ :વીર્યાચારમાં એક જ મુખ્ય વાત છે – “અંતરમાં ધરબાયેલી એવી અમિત Page #318 -------------------------------------------------------------------------- ________________ નાસંમિદંસણૂમિ સૂત્ર-વિશેષ કથન ૩૧૭ શક્તિને પ્રગટ કરવા માટે પ્રાપ્ત શક્તિનો પુરેપુરો ઉપયોગ કરવો." પૂર્વે કહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના માટે સામર્થ્ય હોવા છતાં કંઈ ન કરવું તે વીર પુરુષનું લક્ષણ નથી. એક લડવૈયો - યોદ્ધો રણભૂમિમાં જે રીતે લડે છે, તેના કરતાં સહસ્ત્રગણી વીરતાથી આ આધ્યાત્મિક ક્ષેત્રમાં કર્મરૂપી શત્રુઓ સામે લડવાનું છે અને તો જ મનુષ્યભવમાં મળેલી શક્તિઓ સાર્થક થવાની સંભાવના છે. ૦ વર્યાચારના અતિચાર :“પાક્ષિક અતિચાર"માં વર્ણવ્યા મુજબના અતિચારોની ઝલક (૧) ભણવું, ગણવું, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પૌષધ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકાર્યોને વિશે – (૧) મનનું, (૨) વચનનું, (૩) કાયાનું છતું બળ - ઇન્દ્રિયજન્ય શક્તિ. છતું વીર્ય - આત્મિક શક્તિ, આત્માનો ઉત્સાહ ગોપગું, છૂપાવ્યું, શક્તિનો સંપૂર્ણ ઉપયોગ ન કરવો તે. (૨) પંચાંગ પ્રણિપાત-ખમાસમણ વિધિપૂર્વક ન આપવા. (૩) વાંદણા દેતી વખતે તેમાં જે “બાર-આવર્ત" કરવાની ક્રિયા આવે છે તે ક્રિયા વિધિમાં કહ્યા પ્રમાણે યોગ્ય રીતે ન કરવી. (૪) શુન્યચિત્ત કે નિરાદરપણે બેસવું. (૫) દેવવંદન, પ્રતિક્રમણાદિ ક્રિયા ઉતાવળથી કરવી. ૦ આ રીતે પંચાચારના અતિચારોની એક ઝલક રજૂ કરી. ૦ પ્રતિક્રમણ ક્રિયામાં આ સૂત્રનો ઉપયોગ - – “નાસંમિ દંસણૂમિ' નામક આ સૂત્રનો ઉપયોગ આવશ્યક ક્રિયામાં ફક્ત પ્રતિક્રમણમાં જ જોવા મળે છે. દેવવંદન, પડિલેહણ, સજઝાય આદિ અન્ય કોઈ ક્રિયામાં જોવા મળતો નથી. - પ્રતિક્રમણમાં દેવસિક” અને “રાત્રિક" બંને પ્રતિક્રમણમાં આ સૂત્રનો ઉપયોગ ફક્ત એક-એક વખત જ થાય છે. – દૈવસિક' પ્રતિક્રમણમાં સામાયિક આવશ્યક રૂપ “કરેમિભંતે"નું ઉચ્ચારણ કર્યા બાદ પંચાચારની શુદ્ધિ અર્થે કરાતા કાયોત્સર્ગમાં શ્રાવકો “નાસંમિ દંસણંમિ” સૂત્રની ચિંતવના કરે છે. - “રાત્રિક" પ્રતિક્રમણમાં આરંભ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધિ અર્થે કરાતા કાયોત્સર્ગમાં એક-એક લોગસ્સના બે કાઉસ્સગ્ન કર્યા પછી ત્રીજો કાઉસ્સગ્ગ જે થાય છે તેમાં શ્રાવકો “નાસંમિ દંસણૂમિ" સૂત્ર થકી અતિચાર ચિંતવના કરે છે. - આ ગાથાઓનો ઉપયોગ - નાસંમિ દંસણમિ" સૂત્ર રૂપે નહીં પણ તેમાં આવતી જે ગાથાઓ છે, તે ગાથાઓનું ઉચ્ચારણ “પાક્ષિક અતિચારમાં પણ જોવા મળે છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ ૦ આ સૂત્રના નામો : (૧) “નાણંમિ હંસણંમિ.'' આ સૂત્રના આદ્ય બે પદોથી સૂત્રને “નાણંમિદંસણંમિ'' સૂત્ર કહેવાય છે કે જે પદ્ધતિ પ્રતિક્રમણના અનેક સૂત્રોમાં જોવા મળે છે. જેમકે “ઇચ્છકાર', ‘તસ્સઉતરી' ઇત્યાદિ. ૩૧૮ (૨) અતિચાર ચિંતવના સૂત્ર – આ સૂત્ર થકી પંચ આચારના અતિચારોની ચિંતવનાનું ગર્ભિત સૂચન છે, તેમજ પ્રતિક્રમણ ક્રિયામાં પણ એ જ હેતુથી કાયોત્સર્ગ કરાય છે તેથી તેને “અતિચાર ચિંતવના'' સૂત્ર પણ કહે છે. આ સિવાય વ્યવહારમાં તેને (૩) અતિચાર આલોચના સૂત્ર-આ નામે પણ કેટલાંક ઓળખે છે. કેમકે તેમાં પાંચે આચારના ઉચ્ચારણ થકી ‘‘આલોચના'' કરાય છે. (૪) “પંચાચારના અતિચારની ગાથાઓ'' નામથી પણ કોઈ આ સૂત્રની ઓળખ આપે છે. (જો કે આ નામની વિશેષ પુષ્ટી મળી નથી.) (૫) પંચાચાર સૂત્ર ‘ગોડીજી' મુંબઈ, રાજનગર-અમદાવાદ આદિ પંચપ્રતિક્રમણ સૂત્રના અર્થોના પુસ્તકમાં આ નામનો ઉલ્લેખ છે. ૦ સૂત્ર ઉપયોગના અધિકારી : પ્રત્યક્ષ સ્વરૂપે આ સૂત્રનો ઉપયોગ શ્રાવકો જ કરે છે. પ્રતિક્રમણ ક્રિયામાં કાયોત્સર્ગમાં ચિંતવના રૂપે શ્રાવક-શ્રાવિકા આ સૂત્ર બોલે છે. · સાધુઓને પ્રત્યક્ષ સ્વરૂપે ક્રિયામાં આ સૂત્ર બોલવામાં આવતું નથી. સૂત્ર-નોંધ : આ સૂત્રના આધાર સ્થાનરૂપે શ્રી ભદ્રબાહુસ્વામી રચિત ‘દશવૈકાલિક’ સૂત્રની નિર્યુક્તિમાં ગાથાઓ જોવા મળે છે. આ સૂત્રની ત્રણ ગાથાઓ કંઈક ફેરફાર પૂર્વક ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ જોવા મળે છે. 1 હરિભદ્રસૂરિ રચિત દશવૈકાલિક વૃત્તિમાં આ નિર્યુક્તિનું વિવેચન છે તેમજ ચૂર્ણિમાં પણ નિર્યુક્તિની ચૂર્ણિ મળે છે. ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિઓમાં પણ ત્રણ ગાથાનું વિવેચન મળે છે. આ આધાર સ્થાનની સારણી આ પ્રમાણે છે ગાથા-૧ આધાર- નિર્યુક્તિ ગાથા-૧૮૧ (કિંચિત્ ફેરફાર છે.) ગાથા-૨ આધાર- નિર્યુક્તિ ગાથા-૧૮૪ ગાથા-૩ આધાર- નિર્યુક્તિ ગાથા-૧૮૨ તેમજ - ઉત્તરાધ્યયન સૂત્ર ગાથા-૧૧૦૬, અધ્ય ૨૮ ગાથા-૪ આધાર- નિર્યુક્તિ ગાથા-૧૮૫ ગાથા-૫ આધાર- નિર્યુક્તિ ગાથા-૧૮૬ ગાથા-૬ આધાર- નિયુક્તિ ગાથા-૪૭ ઉત્તરાધ્યયન સૂત્ર-અધ્યયન-૩૦ (જેમાં-) Page #320 -------------------------------------------------------------------------- ________________ નાસંમિદંસણૂમિ સૂત્ર-વિશેષ કથન ૩૧૯ (ગાથા-૧૧૯૬ કિંચિત્ ફેરફાર છે.) ગાથા-૭ આધાર- નિર્યુક્તિ ગાથા-૪૮ ઉત્તરાધ્યયન સૂત્ર-અધ્યયન-૩૦-જેમાંની ગાથા-૧૨૧૮ કિંચિત્ ફેરફાર છે. ગાથા-૮ આધાર- નિર્યુક્તિ ગાથા-૧૮૭ * અહીં જે ‘નિર્યુક્તિ' લખ્યું છે, તે દશવૈકાલિક સૂત્ર નિર્યુક્તિ સમજવી. * ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩૦માં જે ગાથાનો આધારસ્થાનરૂપે ઉલ્લેખ છે તેમાં નીચે મુજબ વિશેષતા જાણવી. – ગાથા ક્રમાંક-૧૧૯૫માં તપના બે ભેદ અને બંનેના પેટા ભેદ છ-છ છે તે પ્રમાણેનો ઉલ્લેખ છે. જે “નાસંમિદંસણૂમિ' સૂત્રની પાંચમી ગાથાના આધારસ્થાન સાથે સમાન શબ્દ સ્વરૂપ ધરાવે છે. ગાથા ક્રમાંક-૧૧૯૬માં બાહ્ય તપના છ ભેદો જણાવે છે. ગાથા ક્રમાંક-૧૧૯૭ થી ૧૨૦૧માં અનશનના બે મુખ્ય ભેદ અને તેના પેટભેદોના નામોલ્લેખ છે, જેની વ્યાખ્યા ઉત્તરાધ્યયનવૃત્તિમાં જોવા મળે છે. ગાથા ક્રમાંક-૧૨૦૨માં ઉણોદરીના પાંચ ભેદોનું કથન છે - ત્યાર પછીની ગાથા-૧૨૦૪ થી ૧૨૧૨માં ઉણોદરીના પાંચે ભેદોની વ્યાખ્યા છે. ગાથા ક્રમાંક-૧૨૧૩માં ‘ભિક્ષાચર્યા જેને વૃત્તિસંક્ષેપ કહે છે તેનું અન્ય પ્રકારે કથન છે. જેમાં “અભિગ્રહપૂર્વક ભિક્ષા લેવી તે અર્થ મુખ્ય છે. ગાથા ક્રમાંક-૧૨૧૪માં “રસત્યાગ' નામના બાહ્ય તપનું સ્વરૂપ જણાવેલ છે. ત્યાં રસત્યાગનો “રસપરિત્યાગ' એવો અર્થ કર્યો છે. ગાથા ક્રમાંક ૧૨૧પમાં કાયફલેશ તપનું સ્વરૂપ જણાવેલ છે. ગાથા ક્રમાંક ૧૨૧૬માં સંલીનતા તપને ‘વિવિક્ત શયણાસન' તપ નામથી ઓળખાવીને તેનું સ્વરૂપ જણાવેલ છે. ગાથા ક્રમાંક ૧૨૧૮માં અત્યંતર તપના છ ભેદોનો નામ નિર્દેશ છે. ગાથા ક્રમાંક ૧૨૧૯માં પ્રાયશ્ચિત્ત તપનું સ્વરૂપ જણાવેલ છે. ગાથા ક્રમાંક ૧૨૨૦માં વિનય તપનું સ્વરૂપ જણાવેલ છે. ગાથા ક્રમાંક ૧૨૨૧માં વૈયાવચ્ચ તપ વિશે કથન કરેલ છે. ગાથા ક્રમાંક ૧૨૨૨માં સ્વાધ્યાય તપના ભેદો જણાવ્યા છે. ગાથા ક્રમાંક ૧૨૨૩માં ધ્યાન તપ વિશે પ્રકાશ પાડેલ છે. ગાથા ક્રમાંક ૧૨૨૪માં વ્યુત્સર્ગ તપનું સ્વરૂપ બતાવેલ છે. -૦- આ રીતે ઉત્તરાધ્યયન સૂત્રમાં નાણંમિ દંસણૂમિ' સૂત્રની ગાથા ૬ અને ૭નો વિસ્તૃત આધાર ઉપલબ્ધ થાય છે. ૦ પ્રાયઃ કરીને શ્રાવકોમાં આ સૂત્રનો ઉપયોગ ઓછો જોવા મળેલ છે. ઘણાં બધા લોકો કાયોત્સર્ગમાં આ આઠ ગાથા ચિંતવવાને બદલે આઠ નવકાર ગણી લેવાની વૃત્તિ ધરાવે છે. તેથી જ આ સૂત્રનું વિવેચન અને વિશેષ કથન વિસ્તારથી Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ કર્યા છે. ૦ આ સૂત્રની ગાથાઓ “ગાહા' છંદમાં છે. જો પ્રગટ સ્વરૂપ તે બોલાય તો છંદપદ્ધતિ અનુસાર બોલવી જોઈએ. કાયોત્સર્ગમાં તેની ચિંતવના હોવાથી આ સૂત્રનું ઉચ્ચારણ પણ યથાયોગ્ય રીતે ગાહા છંદ મુજબ થતું જોવા મળતું નથી. તેથી અભ્યાસ દરમિયાન તેને યોગ્ય રીતે બોલવા પ્રયત્ન કરવો જોઈએ. X —- X — મુનિ દીપરત્નસાગર દ્વારા વિવેચન કરાયેલ “પ્રતિક્રમણ સૂત્ર અભિનવ વિવેચન' ભાગ-૨ પૂર્ણ થયો Page #322 -------------------------------------------------------------------------- ________________ | મૂળ સૂત્રોને અનુવાદ રૂપે પરાથર્તિત કરવા પડે છે અનિચ્છનીય અને મનોવેદનાપ્રહાયક ઘટના જ છે. છતાં કાળની કેડીએ આ દુર્ધટેના આશિર્માણ પામતી જ રહી છે. સર્ષે સાહિત્યક્ષેત્રે બહુજન હિતાર્થે થતાં અજવાહોનો ઈતિહાસ દાયકાઓ જુનો બનતો જાય છે. અમારો આ પરિશ્રમ પણ એ જ અનિવાર્ય અનિષ્ટની અનર્થાત્ત છે. જ્યારે થિયેચન એ મૂળ સૂત્રોનો “અર્થબોધ' છે. સૂત્રના અર્થ-દાનનો પ્રવાહ તો અનાદિકાળથી ભાલપરમાત્માના ભાણી સલિલ સ્વરૂપે વહેતો જ રહ્યો છે. અમે તો માત્ર તે શબ્દોનું દેહ ઘડતર કર્યું છે. પ્રતિક્રમણ સૂત્રોનો બોધ ભાવપૂર્વક ક્રિયારૂપે પરિણમન પામે એ જ અભ્યર્થના. મુન દીપરત્નસાથીર