________________
૧૯૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
પ્રયત્નપૂર્વક કરેલો એક પણ નમસ્કાર...' આટલું કહીને પછીના બે ચરણમાં આ નમસ્કારનો મહિમા કે ફળ દર્શાવે છે.
♦ સંસાર સારાગો, તારેડ્ નાં ય નĒિ વા. સંસારરૂપી સાગરથી પુરુષ કે સ્ત્રીને તારનારો થાય છે.
૦ સંસાર - વિવેચન જુઓ સૂત્ર-૨૧ ‘સંસારદાવાનલ''
-
- યોગશાસ્ત્ર વૃત્તિમાં જણાવે છે કે, સંસાર એટલે “તિર્યંચ, મનુષ્ય, નારક અને દેવરૂપે જીવોનું સંસરણ - પરિભ્રમણ.
० सागर સાગર, સમુદ્ર, જલનિધિ, દરિયો.
અહીં સંસારને જ સાગર કહ્યો છે. કેમકે આ સંસાર ભવસ્થિતિ અને કાયસ્થિતિ વડે અનેક અવસ્થાવાળો અને અનંત હોવાથી સમુદ્રની માફક તેનો અંત પણ દુર્લભ છે, માટે સંસાર એ જ સાગર છે. આવા સંસાર સાગરમાંથી......... ૦ તારેડ્ - તારે છે. (સંસાર સાગરથી તારે છે પાર ઉતારે છે.)
० नरं व नारिं वा નર કે નારીને, પુરુષ કે સ્ત્રીને.
અહીં ધર્મમાં પુરુષની પ્રધાનતા જણાવવા પહેલા નાં વા કહ્યું અને સ્ત્રીઓને પણ તે જ ભવમાં મોક્ષ થઈ શકે છે એમ જણાવવા તે પછી નäિ વા પણ કહ્યું છે.
-
-
યોગશાસ્ત્ર વૃત્તિકાર અહીં દિગંબરોમાં યાપનીયતંત્ર નામનો પક્ષ કે જે સ્ત્રીઓના મોક્ષને માને છે તેમનો મત ટાંકીને જણાવે છે કે–
‘‘સ્ત્રી અજીવ નથી, અભવ્ય છે એમ પણ નથી, એને સમ્યગ્ દર્શન ન થાય તેમ પણ નથી, મનુષ્ય નથી એમ પણ નથી, અનાર્યપણે જ ઉત્પન્ન થયેલી છે એમ પણ નથી, અસંખ્યાત વષઁના આયુષ્યવાળી - યુગલીની જ છે એમ પણ નથી, અતિ ક્રુર બુદ્ધિવાળી છે એમ પણ નથી, સ્ત્રીને મોહનો ઉપશમ થતો નથી એમ પણ નથી, અશુદ્ધ આચારવાળી જ છે એમ પણ નથી, અશુદ્ધ શરીરવાળી છે એમ પણ નથી, ધર્મવ્યાપારથી રહિત નથી, અપૂર્વકરણ તેણીને ન જ હોય એમ પણ નથી, સર્વવિરતિરૂપ છટ્ઠાથી ચૌદમા ગુણઠાણા સુધીના નવ ગુણસ્થાનકોથી રહિત જ છે એમ પણ નથી, જ્ઞાનાદિ લબ્ધિઓ માટે સ્ત્રીઓ અયોગ્ય જ છે એમ પણ નથી, તેમજ અકલ્યાણનું ભાજન અર્થાત્ મોક્ષ માટે અયોગ્ય જ છે એમ પણ નથી, તો સ્ત્રીઓ ઉત્તમધર્મને અર્થાત્ મોક્ષને ન જ સાધે એમ કેમ કહી શકાય ? અર્થાત્ સ્ત્રીઓ પણ મોક્ષે જઈ શકે છે.
-
– અહીં નર અને નારીનો જ ઉલ્લેખ છે. પણ કૃત્રિમ નપુંસક પણ મોક્ષે જઈ શકે છે. કેમકે સિદ્ધના પંદર ભેદોમાં નપુંસકલિંગ સિદ્ધ નામક ભેદનો ઉલ્લેખ અને તેમાં ગાંગલીનું દૃષ્ટાંત આવે જ છે.
૦ ગાથા સાર :- “સમ્યગ્દર્શનના બળે ઉત્તમ ભાવનાપૂર્વક ભગવંતને કરેલો એક પણ નમસ્કાર જીવમાં તેવા ઉત્તમ અધ્યવસાયને પ્રગટ કરે છે કે જે અધ્યવસાયથી ‘ક્ષપકશ્રેણિ'ને પામી જીવ સંસારસમુદ્રને પાર પામે છે."
આ