________________
સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન
૧૯૭ પ્રમાણે મોક્ષપ્રાપ્તિના અધ્યવસાયમાં નમસ્કાર' કારણરૂપ છે, તો પણ ઉપચારથી કારણને કાર્યરૂપે માનીને નમસ્કારને જ સંસારથી પાર ઉતારનારો કહ્યો છે.
અહીં કદાચ કોઈ પ્રશ્ન કરે કે, નમસ્કારથી જ મોક્ષ થાય છે માટે ચારિત્રનું કાંઈ ફળ નથી, તો આ પ્રશ્ન યોગ્ય નથીકારણ કે નમસ્કાર વડે પ્રગટ થતા મોક્ષપ્રાયક અધ્યવસાયો જ નિશ્ચય ચારિત્ર છે. વસ્તુતઃ નમસ્કારથી તેવા વિશિષ્ટ અધ્યવસાયો રૂપ ચારિત્રગુણ પ્રગટે છે અને તેથી સંસાર સમુદ્રનો વિસ્તાર થાય છે.
૦ દૃષ્ટાંત :- દશાર્ણપુર નગરે દશાર્ણભદ્ર રાજા હતો. ભગવંત મહાવીરના આગમનના સમાચાર જાણી, રાજાએ વિચાર્યું કે હું ભગવંતને એવી દ્ધિપૂર્વક વંદના કરવા જઈશ કે એવું વંદન આજ સુધી કોઈએ કર્યું ન હોય. રાજાએ મહાનું ઋદ્ધિપૂર્વક અને અત્યંત ઠાઠથી વંદન કર્યું, પણ તેને ગર્વ હતો કે આવું વંદન કોઈએ કર્યું નહીં હોય ત્યારે ઇન્દ્રએ દિવ્યદેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ યુક્ત દિવ્ય બત્રીશ બદ્ધ નાટકો સહિત ભગવંત પાસે પ્રવેશ કર્યો. તે જોઈને દશાર્ણભદ્રને પોતાની ઋદ્ધિ તણખલાં સમાન લાગી. દશાર્ણભદ્રએ પોતાની સર્વ ઋદ્ધિનો ત્યાગ કરીને ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી. કાળક્રમે તે મોક્ષે ગયા.
આ રીતે ભગવંતને એક જ વખત મહાન્ ઋદ્ધિપૂર્વક કરેલ નમસ્કાર દશાર્ણભદ્રને પરંપરાએ તે જ ભવમાં સંસારથી વિસ્તાર કરાવનાર થયો.
૦ ત્રણ ગાથાને અંતે મહત્ત્વનું નિવેદન :
“સિદ્ધાણં બુદ્ધાણં” સૂત્રની પાંચ ગાથાઓ પ્રસિદ્ધ છે. જેમાં ત્રણ ગાથાઓનું વિવેચન જોયું. બીજી બે ગાથામાં (ચોથી અને પાંચમી ગાથામાં) નેમિનાથ ભગવંતની સ્તુતિ અને ચોવીશ તીર્થકરોના સંખ્યા નિર્દેશપૂર્વક સ્તુતિ કરાઈ છે. પરંતુ ત્રણ ગાથાને અંતે એક મહત્ત્વનો નિર્દેશ આવશ્યક સૂત્ર વૃત્તિમાં, યોગશાસ્ત્રાદિ ગ્રંથોમાં અને સંઘાચાર ભાષ્યમાં પણ છે –
શ્રી હરિભદ્રસૂરિજીએ આવશ્યક વૃત્તિ તથા લલિત વિસ્તરામાં કહ્યું છે–
આ ત્રણે સ્તુતિઓ નિયમપૂર્વક બોલાય છે. પરંતુ કેટલાંક તો અન્ય (ચોથી, પાંચમી) સ્તુતિ પણ બોલે છે. પરંતુ તેનો નિયમ નહીં હોવાથી તેની વ્યાખ્યા કરેલ નથી.
શ્રી હેમચંદ્રાચાર્યજી સ્વોપજ્ઞ વૃત્તિમાં પણ લખે છે કે
પહેલી ત્રણ સ્તુતિઓ ગણધરવૃત્ હોવાથી નિયમા બોલાય છે. કેટલાંક તે ઉપરાંત બીજી પણ બે સ્તુતિઓ બોલે છે. તે હવે પછીની ગાથા ઝિંત ક્ષેત્તા અને ત્તિરિ પટ્ટજાણવી.
આવશ્યક ચૂર્ણિમાં પણ જિનદાસગણિ મહત્તર જણાવે છે કે, “હેલા નહિચ્છા, તિ' અર્થાત્ બાકીની બે ગાથા સ્વઇચ્છાએ કહેવી.
- સંઘાચાર ભાષ્ય ગાથા-૩૫ની વૃત્તિમાં જણાવે છે કે, જે ઇચ્છા હોય તો કહેવાનું છે તેની અર્થાતુ ગાથા-૪ અને પની વ્યાખ્યા અમે અહીં કરતા નથી, પણ જે અવશ્ય કહેવાનું છે તેની જ (તે ત્રણ ગાથાની) વ્યાખ્યા જ કરીએ છીએ.