________________
૧૯૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ચૈત્યવંદન મહાભાષ્યની ગાથા-૭૭૨ થી ૭૭૪માં પણ આ સ્તુતિઓ કહેવાનું જ સમર્થન કરેલું છે. - તેમ છતાં બાકીની બે ગાથાઓનું વિધાન તો અનેક સ્થળોએ થયું જ છે. જે બોલી શકાય છે. માટે અહીં તે બંને ગાથાનું વિવેચન અમે કરીએ છીએ. છતાં જો કોઈ ન બોલે તો તેને મિથ્યાત્વી કહેવાય નહીં.
૦ હવે ચોથી ગાથામાં કરાયેલ અરિષ્ટનેમિ ભગવંતની સ્તુતિ• આંતસિહ - ગિરનાર પર્વતના શિખર પર. - ઉન્નત - શબ્દનું વિવેચન જુઓ સૂત્ર-૧૧ “જગચિંતામણિ'. – સેન - શૈલ, પર્વત
– સિદર - શિખર, ચોંટી પર • વિવા-ના-નિર્વદિશા નસ - જેમના દિક્ષા, નાણ, નિર્વાણ (એ ત્રણે કલ્યાણક થયા એવા).
૦ કિરવા - દીક્ષા, પ્રવજ્યા, ગૃહત્યાગ કરી ગૃહરહિત થવાની ક્રિયા.
– તીક્ષvi તીક્ષા - સંસ્કારનો આરોપ કરવો તે “દીક્ષા' દીક્ષાના તો “મંત્રદીક્ષા', ‘વ્રત-દીક્ષા' ઇત્યાદિ અનેક ભેદો હોય છે. પણ અહીં સર્વથા ત્યાગરૂપ દીક્ષાના અર્થમાં જ “દીક્ષા' શબ્દને ગ્રાહ્ય કરવાનો છે.
– દીક્ષા શબ્દનો શાસ્ત્રીય પર્યાય “પ્રવૃન્યા' પણ છે. પ્ર-પ્રકૃષ્ટતયા કે સર્વથા અને વ્રન્ - દૂર જવું. ગૃહસ્થપણાથી ઘણે જ દૂર નીકળી જવું એટલે કે તેનો સર્વથા ત્યાગ કરવો તે 'પ્રવજ્યા' છે.
૦ ના" - જ્ઞાન, કેવલજ્ઞાન, (નાણ કલ્યાણક)
– જ્ઞાન શબ્દથી પાંચ પ્રકારના જ્ઞાનનો નિર્દેશ મળે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. કોઈપણ અરિહંતને જન્મથી ત્રણ જ્ઞાન યુક્ત તો કહેલા જ છે. તેથી મતિ, શ્રુત, અવધિની પ્રાપ્તિનો અત્રે નિર્દેશ કરવાનો પ્રશ્ન જ નથી. ચોથું મન:પર્યવજ્ઞાન પણ દીક્ષા લેતા જ ઉત્પન્ન થાય છે. તેથી તે પણ “દીલા' શબ્દ સાથે જ સમજી શકાય છે. તેથી અહીં “જ્ઞાન' શબ્દથી કેવલજ્ઞાન' અર્થ જ સ્વીકાર્ય છે.
૦ નિરીહિ - નિર્વાણ (નિર્વાણ કલ્યાણક)
જેના વડે સર્વ કર્મોનો અંત આવે છે, તે નષેધિકી અર્થાત્ નૈષધિકીનો સ્પષ્ટાર્થ છે “મોક્ષગતિ".
- જો કે ‘નિસીડિયા’ શબ્દ - “પાપ નિષેધવાળી કાયાના અર્થમાં પણ વપરાયેલ છે. તેનું વિવેચન જુઓ સૂત્ર-૩ “ખમાસમણ',
- ધર્મસંગ્રહમાં પણ જણાવે છે કે, સર્વ વ્યાપારો અર્થાત્ પ્રવૃત્તિઓનો મુક્તિમાં ત્યાગ-નિષેધ હોવાથી “નૈષધિકી અર્થાત્ મોલ' અર્થ જાણવો.
૦ નસ - જેમના, (આ ભગવંત-અરિષ્ટનેમિનું સર્વનામ છે.)
સં થામકઠું - તે ધર્મ ચક્રવર્તીન. – આ ચરણનો સંબંધ પૂર્વેના અને ઉત્તરના ચરણો સાથે છે.