________________
“સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન
૧૯૯ - તેં - તેને (કોને ?) જેમના દીક્ષા, નાણ, નિર્વાણ કલ્યાણક ઉજ્જયંત (ગિરનાર) પર્વત પર થયેલા છે તેને.
– થHટ્ટ - ધર્મ ચક્રવર્તીને.
- આ જ પ્રકારનું વિશેષણ સૂત્ર-૧૩ “નમુત્થણમાં છે. ધર્મ-વર-વીહતવિટ્ટi - ત્યાં વિવેચન જોવું.
– અહીં આ શબ્દ ભગવંત અરિષ્ટનેમિના વિશેષણરૂપે છે.
– “ચક્ર' એટલે મંડળ, સૈન્ય, સમૂહ કે રાષ્ટ્ર. તેના પર જેની આણ વર્તે છે તે ચક્રવર્તી. અથવા ચક્રરત્ન વડે જે છ ખંડની સાધના કરે, તેના પર વિજય મેળવે તે ચક્રવર્તી કહેવાય છે.
ચક્રરત્ન વડે અર્થાત્ એક જાતના વિશિષ્ટ શસ્ત્ર વડે જેની આજ્ઞા છ ખંડમાં પ્રવર્તે છે, તે ચક્રવર્તી કહેવાય છે.
દુન્યવી કે ભૌતિક સંપત્તિમાં તેઓ સર્વ પ્રકારે ઋદ્ધિમાન હોય છે. એ જ રીતે ધર્મચક્ર રૂપ અતિશય વડે શોભતા અને આવા કુલ ચોત્રીશ અતિશયો વડે જેઓ ધર્મના ક્ષેત્રમાં સર્વ જીવો કરતા સર્વ પ્રકારે ઋદ્ધિમાનું છે, ઊંચું સ્થાન ધરાવે છે અને ત્રણે લોકમાં જેઓની પૂજનીયતા છે, તે કારણથી તેઓ ધર્મચક્રવર્તી કહેવાય છે.
- સામાન્યથી આ વિશેષણ સર્વ તીર્થકર ભગવંતો માટે વપરાય છે. પણ અહીં તે અરિષ્ટનેમિ ભગવંત માટે વપરાયેલ છે.
ગરિમં સંસમ - ભગવંત અરિષ્ટનેમિ એવા બાવીશમાં તીર્થકરને હું નમસ્કાર કરું છું.
૦ રિટ્ટનેમિ - સૂત્ર-૮ લોગસ્સ'માં તેનું વિવરણ જુઓ.
– આ સિવાય પણ સૂત્ર-૧૧ “જગચિંતામણિમાં ‘નેમિજિણ' નામથી.. સૂત્ર-૨૦ “કલ્લાણકંદં'માં પણ ‘નેમિજિણ' શબ્દથી તેમનો ઉલ્લેખ છે.
-૦- ગાથા સાર અને ગાથા ઉદ્દભવ – – ઉજ્જયંત પર્વત ઉપર જેમના દીક્ષા, નાણા, નિર્વાણ કલ્યાણક થયા છે. – તેવા ધર્મ ચક્રવર્તી - અરિષ્ટનેમિ ભગવંતને હું નમસ્કાર કરું છું.
– ષડાવશ્યક બાલાવબોધમાં આ ગાથાની ઉત્પત્તિ વિશે એવા પ્રકારની પ્રસંગકથા પ્રસિદ્ધ છે કે
- એક વખતે ગીરનાર તીર્થની તળેટીમાં શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયના સંઘો તીર્થ યાત્રાર્થે આવ્યા હતા. બંને સંઘના સંઘપતિઓ પરસ્પર તીર્થની માલિકી સંબંધી ઝઘડો કરવા લાગ્યા. શ્વેતાંબર સંઘમાં યાત્રામાં આવેલા જૈનાચાર્યોએ તીર્થની અધિષ્ઠાયિકા અંબિકા દેવીની આરાધના કરી. દેવી પ્રત્યક્ષ થઈને બોલ્યા કે તમે ચિંતા ન કરશો. સવારે રાજદરબારમાં જજો અને બંને બાજુની કન્યાઓ પાસે ચૈત્યવંદન સૂત્ર કહેવડાવજો. સવારમાં શ્વેતાંબર સંઘ રાજદરબારમાં