________________
૧૯૫
“સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન ફળ જણાવનારી બીજી સ્તુતિ (ત્રીજી ગાથા દ્વારા) કહે છે.
• રૂaો વિ નમુટ્ટાર - એક પણ નમસ્કાર, માત્ર એક નમસ્કાર.
– બહુ નમસ્કારની વાત તો દૂર રહી, માત્ર એક જ વાર પણ દ્રવ્યથી મસ્તકાદિ નમાવવા રૂપ શરીર સંકોચ અને ભાવથી મનની એકાગ્રતા (નમ્રતા)રૂપ ભાવ સંકોચ. એમ દ્રવ્ય અને ભાવરૂપ એક જ નમસ્કાર પણ... (આ પદોનો સંબંધ બીજા ચરણ સાથે છે.) ૦ રૂો - એક
૦ વિ - પણ ૦ નમુક્કારો - નમસ્કાર, વિવેચન જુઓ સૂત્ર-૧ નમસ્કારમંત્ર'
• બિછાવર-વસદસ વાળા - જિનવરોમાં શ્રેષ્ઠ એવા વર્ધમાન (મહાવીર) સ્વામીને (કરેલ એક નમસ્કાર પણ).
૦ લિવર - જિનવર. જુઓ સૂત્ર-૮ “લોગસ્સ".
- યોગશાસ્ત્રાદિ ગ્રંથના વિવરણમાં જણાવે છે કે, જિન માં તો ઋતજિન, અવધિજિન આદિનો પણ સમાવેશ થાય. તે સર્વે જિનોમાં “વર' અર્થાત્ શ્રેષ્ઠ હોવાથી સામાન્ય કેવલીઓ “જિનવર' કહેવાય છે. ભગવંત તો તીર્થકર નામકર્મના ઉદયથી ઉત્તમ છે. તેથી તેમને જિનવરોમાં (સામાન્ય કેવલીઓમાં) વૃષભ સદેશ કહ્યા. હવે ઋષભાદિ સર્વે તીર્થકરો જિનવર-વૃષભ જ છે. માટે અહીં વદ્ધમાસ મૂકી વિશેષ નામ જણાવીને નિર્દેશ કર્યો કે સૂત્રકારને કયા જિનવરવૃષભ તીર્થંકર અહીં ગ્રહણ કરવા છે.
૦ વસહ - વૃષભ. સામાન્ય અર્થમાં “વૃષભ' એટલે બળદ થાય છે. પણ વિશિષ્ટ અર્થમાં પોતાની જાતિમાં શ્રેષ્ઠ હોય તેને માટે એ વિશેષણ તરીકે વપરાય છે. એ પ્રમાણે અભિધાન ચિંતામણિ કાંડ-૬, શ્લોક-૭૬માં જણાવવામાં આવેલ છે. તેથી “વૃષભ”નો અર્થ “શ્રેષ્ઠ” કર્યો છે.
-૦- ‘વસદ જે વિકલ્પ ‘વસમ' પણ થાય છે. બંનેનું સંસ્કૃત રૂપાંતર તો વૃઘમ' જ છે. તેના આગમિક અર્થો આ પ્રમાણે છે –
ઓઘનિર્યુક્તિ વૃત્તિ - વૃષભ એટલે ગીતાર્થ કે વૈયાવચ્ચ કરવામાં સમર્થ. વ્યવહારસૂત્ર વૃત્તિ – વૃષભ એટલે ગચ્છભાર સ્વીકારનાર. નિશીથ ચૂર્ણિ - ગચ્છનો શુભાશુભ કારણોમાં ભારવહન કરવામાં સમર્થ. બૃહકલ્પ વૃત્તિ - વૃષભ એટલે ગીતાર્થ સાધુ, ગચ્છના શુભ કાર્ય ચિંતક. જંબૂતી પ્રજ્ઞપ્તિ-વૃત્તિ - વૃષભ એટલે પ્રધાન કે શ્રેષ્ઠ. આવશ્યક વૃત્તિ - સમગ્ર સંયમનો ભાર વહન કરવાથી - વૃષભ. -૦- અહીં ઉક્ત અર્થોમાંથી શ્રેષ્ઠ કે પ્રધાન એવો અર્થ ગ્રાહ્ય છે. ૦ વદ્ધમાસ - વર્ધમાન સ્વામીને, મહાવીર સ્વામીને. - આ શબ્દ પૂર્વે આવી ગયો છે. જુઓ સૂત્ર-૮ “લોગસ્સ"
-૦- અહીં ગાથાના પ્રથમ બે ચરણ જોડવાથી વાક્યર્થ સ્પષ્ટ બનશે. તે આ રીતે - “સામાન્ય કેવલીઓમાં વૃષભ સરખા વર્ધમાનસ્વામીને આદર -