________________
પુખરવરદીવડ્યે-સૂત્ર-વિવેચન
૧૭૧
આવા પ્રકારના શ્રુતજ્ઞાનના સામર્થ્યને જાણીને (ચારિત્રધર્મમાં) કયો બુદ્ધિમાન મનુષ્ય પ્રમાદ કરે. અર્થાત્ પ્રમાદ કરવો યુક્ત નથી.
આ પ્રમાણે જ્ઞાનનું અચિંત્ય સામર્થ્ય જાણીને હવે ચોથી ગાથા- ‘‘સિદ્ધ મો યો॰''માં જણાવે છે કે
-
♦ સિદ્ધે - સિદ્ધને. પ્રમાણથી સિદ્ધ એવા - પ્રતિષ્ઠિત, પ્રખ્યાત.
યોગશાસ્ત્રવૃત્તિ આ જિનમત નક્કી નિઃસંદેહપણે ફળ આપનાર છે અથવા સિદ્ધ એટલે સર્વનયોમાં જિનમત વ્યાપક હોવાથી એટલે કે સર્વનયો જિનમતમાં સમાયેલા છે. વળી તે કષ, છેદ, તાપરૂપ ત્રિકોટી-પરીક્ષાથી શુદ્ધરૂપે નિવડેલ હોવાથી પણ સિદ્ધ છે.
આ ‘‘સિદ્ધ'' શબ્દ જિનમત - (શ્રુત કે આગમ)નું વિશેષણ છે. આવશ્યક સૂત્રવૃત્તિમાં ‘સિદ્ધ' શબ્દના ‘પ્રતિષ્ઠિત' અને ‘પ્રખ્યાત’ એ બે
અર્થો કર્યા છે. તેમાં પ્રતિષ્ઠિત અર્થ એટલા માટે કર્યો છે કે, જે આ ‘જિનમત' છે. તે નયો અને પ્રમાણો વડે સ્થાપિત થયેલો છે
અને
‘પ્રખ્યાત' અર્થ એટલા માટે કર્યો છે કે આ ‘જિનમત' કષ, છેદ, તાપ એ ત્રણ કોટિથી શુદ્ધ છે.
૭ મો - હે ભવ્યજનો !, હે સુજ્ઞજનો !
– આદરપૂર્વક આમંત્રણ અર્થે આ સંબોધન વપરાયેલ છે. આગ્રહપૂર્વક આમંત્રણ કરવા આ શબ્દ મૂક્યો છે જુઓ તો ખરા કે હું શું કરું છું ? ૦ પયો - પ્રયત્નપૂર્વક, આદરવાળો થયેલો એવો હું. આજ સુધી યથાશક્તિ (તેની સેવામાં) ઉદ્યમવાળો હું પ્રકૃતયા યત્ન કરતો એવો હું.
-
· આવશ્યકસૂત્રવૃત્તિકાર જણાવે છે કે, આ પ્રમાણે પરસાક્ષીક થઈને પછી નમસ્કાર કરતા આ પ્રમાણે કહે છે—
-
--
-
-
હે ભવ્યો ! તમે
૦ નો - નમસ્કાર હો, નમસ્કાર થાઓ.
‘નમો' શબ્દનું વિવેચન જુઓ સૂત્ર-૧ ‘નવકારમંત્ર’માં
♦ ખિળમચ્છુ - જિનમતને, જૈન સિદ્ધાંતને, આગમ-શાસ્ત્રોને.
આ જ પ્રકારનો શબ્દપ્રયોગ સૂત્ર-૨૦ ‘કહ્યાણકંદં’માં ત્રીજી ગાથામાં ‘મયં નિખાĪ' શબ્દથી થયેલો છે.
—X—X—
· જીવાજીવાભિગમ સૂત્ર વૃત્તિમાં ‘જિનમત' શબ્દનો અર્થ શ્રી મલયગિરિ મહારાજે વિસ્તારથી કરતા જણાવેલ છે કે
‘જિન-મત'માં ‘જિન’ એટલે રાગાદિ શત્રુને જિતે તે જિન (જો કે જિન તો) છદ્મસ્થ-વીતરાગ પણ હોય છે. પણ તેમને તીર્થ પ્રવર્તનનો યોગ ન હોવાથી અહીં જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેવા તીર્થંકર ભગવંતોને જ ગ્રહણ કરવામાં આવે છે.