________________
૧૭૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
૦ સારમુવમ - સાર પામીને. – સાર - એટલે રહસ્ય, તત્ત્વ, સામર્થ્ય, બળને. – ૩વમ - પામીને, જોઈને, જાણીને.
૦ () રે - કોણ પ્રમાદ કરે ? શ્રુતજ્ઞાનમાં જણાવેલા ધર્મ આચરણોમાં કયો વ્યક્તિ પ્રમાદ કરે ? (કોઈ ન કરે)
– આવશ્યક સૂત્ર વૃત્તિમાં - જો કે અહીં એ પ્રમાણે કહ્યું છે કે – (શ્રુત ધર્મનું આવું સામર્થ્ય જાણીને) ચારિત્ર ધર્મમાં પ્રમાદ કરવો તે યુક્ત નથી એ પ્રમાણે હૃદયમાં અવધારવું જોઈએ.
૦ પમાય - પ્રમાદ, પ્રમાદનો સામાન્ય અર્થ આળસ કરાય છે. - જેના વડે કરીને વધારે આળસ આવે તે પ્રમાદ'.
- આત્મહિત પ્રત્યેની અસાવધાની કે સક્રિયા પ્રત્યેની જે વિમુખતા તેને વિશેષ અર્થમાં પ્રમાદ કહેવાય છે.
– આગમોમાં પ્રમાદ'ની વ્યાખ્યાઓ આ પ્રમાણે છે
– સ્થાનાંગવૃત્તિ - પ્રમાદ એટલે પરિહાસ વિકથાદિ, કંદર્પ આદિ. અથવા પ્રમાદ એટલે અજ્ઞાનાદિ અથવા પ્રમાદ એટલે આભોગ શુન્યતા અથવા હિતને માટે અપ્રવૃત્તિ. અથવા પ્રમાદ એટલે શિથિલતા કે આજ્ઞાનો અતિક્રમ.
– દશવૈકાલિક વૃત્તિ - પ્રમાદ એટલે તે-તે પ્રયોજન માટે સર્વ આરંભમાં પ્રવૃત્ત થવું તે.
– આચારાંગ વૃત્તિ - પ્રમાદ એટલે વિષયક્રીડા રૂપ શરીર અધિષ્ઠાન. અથવા કાર્યમાં શિથિલતા.
– ઉપાશકદશા વૃત્તિ - પ્રમાદ એટલે વિકથારૂપ. – ભગવતીજી વૃત્તિ - પ્રમાદ એટલે મદ્ય-વિકથા આદિ. – નિશીથ ચૂર્ણિ - પ્રમાદ એટલે અનાભોગ કે સહસાકાર.
૦ કર્મબંધનના પાંચ હેતુઓ પૈકી એક હેતુ "પ્રમાદ” છે. તે આ પ્રમાણે (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય, (૫) યોગ. આ પાંચ કર્મબંધના હેતુઓ છે. એ પ્રમાણે તત્ત્વાર્થ સૂત્રના અધ્યાય-૮ના સૂ-૧માં કહ્યું છે. (આ વાતની સાક્ષી કર્મગ્રંથમાં પણ મળે છે.)
– પ્રમાદના આઠ પ્રકારો આ પ્રમાણે માનવામાં આવે છે – (૧) અજ્ઞાન, (૨) સંશય, (૩) મિથ્યાત્વ, (૪) રાગ, (૫) દ્વેષ, (૬) સ્મૃતિભ્રંશ, (૭) ધર્માચરણમાં આળસ અને (૮) મન, વચન, કાયાનું દુપ્પણિધાન. આ પ્રમાણે પ્રબોધ ટીકા કર્તા ભાગ-૧માં સૂત્ર-૨૨માં જણાવે છે.
૦ ત્રીજી ગાથાનો સારાંશ આ રીતે રજૂ કરી શકાય(૧) જન્મ, જરા, મરણ, શોક વગેરે ઉપદ્રવોનો નાશ કરનારું – (૨) કલ્યાણ-મોક્ષરૂપ સંપૂર્ણ - સર્વ પ્રકારનાં સુખોને પ્રાપ્ત કરાવનારું– (૩) અનેક દેવો, દાનવો અને રાજાઓથી પૂજાયેલું –