________________
પકૂખરવરદીવ-સૂત્ર-વિવેચન
૧૬૯ વિશાળ સુખ અર્થાત્ મોક્ષને આપનાર (એવો મૃતધર્મ)
– ત્રીજી ગાથાનું આ બીજું ચરણ છે, જે મૃતધર્મનું સામર્થ્ય જણાવે છે.
૦ છાપ - કલ્યાણ, સૂત્ર-૧૭ “ઉવસગ્ગહર" અને સૂત્ર-૨૦ કલ્લાસકંદં” એ બંને સૂત્રોમાં ‘વ ’ શબ્દનું વિવરણ જોવું.
– આવશ્યક સૂત્ર વૃત્તિમાં જણાવે છે કે, કલ્ય એટલે આરોગ્યને અને ઉતિ - લાવે. તેને કલ્યાણ કહે છે. કલ્યાણ એટલે ભાવ આરોગ્ય, મોક્ષ.
૦ પુત્તિ - પુષ્કળ, ઘણું.
– આવશ્યકસૂત્ર વૃત્તિમાં કહ્યું છે - પુષ્કળ એટલે સંપૂર્ણ - જરાપણ ઓછું નહીં તેવું અથવા એક વગેરે નહીં
૦ વિત્ત - વિશાળ, વિસ્તીર્ણ, મોટું - સર્વ પ્રકારનું. ૦ સુહાવર્સ - સુહાવહ એટલે સુખાવહ - જે સુખને કરે તે.
- પૂર્ણ આરોગ્યરૂપ સંપૂર્ણ - સર્વ પ્રકારના સુખને પ્રાપ્ત કરાવવાનું જેનું સામર્થ્ય છે તેવા કૃતધર્મને.
– શ્રુતજ્ઞાન કથિત આચરણો કરવાથી તેવું - મોક્ષરૂપ સુખ પ્રાપ્ત થાય જ છે. એ પ્રમાણે જ્ઞાનનો મોક્ષ આપવાની તાકાતરૂપે વિશિષ્ટ પ્રયોજનને સિદ્ધ કરાવવારૂપ આ ગુણ જણાવ્યો.
-૦- આ ગાથાના ત્રીજા ચરણમાં બે વિભાગ છે. એક ‘ો' શબ્દ, જેનો સંબંધ ચોથા ચરણ સાથે છે અને –
– બીજું મૃતધર્મના માહાભ્યને જણાવતું પદ છે. તે આ પ્રમાણે
• દેવ-તાવ-રસિંહ-દિગસ - દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રોના સમૂહથી પૂજાયેલ (એવા શ્રુતજ્ઞાનને).
- અહીં દેવ અને દાનવ શબ્દથી સુર અને અસુરનું ગ્રહણ કરવામાં આવેલ છે. પણ સુર અને અસુર શબ્દ દ્વારા સુરેન્દ્ર અને અસુરેન્દ્ર જ ન વિચારતા વૈમાનિક, જ્યોતિષ્ઠ, વ્યંતર અને ભવનપતિ એ સર્વેના ઇન્દ્રોનું ગ્રહણ કરવું. કેમકે સર્વે ઇન્દ્રો સમકિતી જ હોય છે.
– “નરિંદ' એટલે નરેન્દ્ર અર્થાત્ ચક્રવર્તી, નૃપેન્દ્ર તેમનો સમૂહ. - શ્રતધર્મ આ સર્વે દ્વારા પૂજાયેલ - અર્ચા કરાયેલ છે.
૦ આ રીતે ત્રણ ચરણોમાં મૃતધર્મનું સામર્થ્ય જણાવ્યા પછી ચોથા ચરણમાં જણાવે છે કે, તે પામીને કોણ પ્રમાદ કરે ? અલબત્ત “ો' શબ્દ ચોથા ચરણમાં નથી, તે ત્રીજા ચરણમાંથી અહીં લાવીને અર્થની વિચારણા કરવાની છે. કેમકે “ો ઘમ' એ રીતે સંબંધ છે.
• ઘમાસ સરભુવનદમ સરે - (ત્રણ ચરણમાં જણાવ્યું તેવા સામર્થ્યવાળા) શ્રતધર્મનો સાર પામીને - તત્ત્વ જાણીને કયા પ્રાણી - કોણ વ્યક્તિ પ્રમાદને કરે ? અર્થાત્ કોઈ ન કરે.
૦ થમ્બર્સ - ધર્મનો, કૃતધર્મનો.