________________
૧૭૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ તેઓએ આચારાંગથી માંડીને દૃષ્ટિવાદ પર્યન્તના બાર-અંગરૂપ ગણિપિટકને અર્થથી પ્રરૂપેલ છે. આ બાર અંગરૂપ ગણિ-પિટકને (અર્થાત્ આગમશાસ્ત્રોને) જિન-મત કહેવામાં આવે છે.
– આવશ્યક સૂત્ર વૃત્તિ - જિન એટલે તીર્થકર, તેમનું આગમરૂપ પ્રવચન તેને જિનમત કહે છે.
– દશવૈકાલિકસૂત્ર વૃત્તિ - જિનમત એટલે ‘આગમ' અર્થ જ કર્યો છે.
– અહીં નિમg માં પ્રાકૃત વ્યાકરણના નિયમાનુસાર “નમઃ”ના યોગે ચતુર્થીને બદલે સપ્તમી વિભક્તિ વપરાયેલ છે.
૦ નવો - સમૃદ્ધિ, વૃદ્ધિ.
અહીં “નંદી' શબ્દનો અર્થ આવશ્યકવૃત્તિ અને યોગશાસ્ત્ર-આદિ અનુસાર જણાવ્યો છે. બાકી “નંદી' શબ્દ બીજા અનેક અર્થમાં વપરાય છે. જેમકે
બાર પ્રકારના વાજિંત્રોનો સાથે અવાજ, ગાંધારગ્રામની મૂછના, પ્રમોદ, હર્ષ, મતિ આદિ પાંચ જ્ઞાન, વાંછિત અર્થની પ્રાપ્તિ, મંગલ, સમૃદ્ધિ, એક આગમ, વૃદ્ધિ, સાધુની યોગોઠહનની અને શ્રાવકોની ઉપધાનની એક ક્રિયા ઇત્યાદિ. (આ બધાં અર્થો જુદા જુદા આગમોમાં “નંદી” શબ્દની વ્યાખ્યામાં નોંધાયેલા છે.)
માત્ર “અજિત-શાંતિ” સ્તવનો વિચાર કરીએ તો તેની ગાથા-૩૭માં ચાર વખત “નંદ્રિ' શબ્દનો પ્રયોગ કર્યો છે. ચારે વખત તેનો જુદો જુદો અર્થ થયો છે. પહેલી વખત “નંઃિ શબ્દનો અર્થ - સંગીત વિશારદ કે સંગીતથી સ્તવ ભણનાર એવો કર્યો છે. બીજી વખત “નંતી’ શબ્દનો ‘આનંદ’ કર્યો છે. ત્રીજી વખત “નંદી' શબ્દનો અર્થ “સમૃદ્ધિ' કરેલો છે. ચોથી વખતે “નંદી શબ્દનો અર્થ વૃદ્ધિ કર્યો છે.
૦ તથા - સદા, સર્વકાળ, હંમેશાં, નિત્ય. • સંગને - સંયમમાં, ચારિત્રમાં, સંયમ માર્ગમાં.
– અહીં સંયમ શબ્દનો અર્થ સંયમ કે ચારિત્ર કર્યો કેમકે તે અનેક સ્થાને પર્યાય સ્વરૂપે જોવા મળેલ છે, પણ આવશ્યકસૂત્ર-વૃત્તિ અને લલિત વિસ્તરામાં તો શ્રી હરિભદ્રસૂરિજી સંયમનો અર્થ અહીં ચારિત્ર' એ પ્રમાણે જ નોંધે છે. જ્યારે યોગશાસ્ત્ર ભાષાંતરમાં આ સ્થાને બંને અર્થો સ્વીકારીને આ પ્રમાણે જણાવ્યું કે, “ચારિત્રમાં આનંદ અને સંયમમાં વૃદ્ધિ.”
– “સંયમ' શબ્દના અર્થો આગમ સૂત્રાનુસાર આ પ્રમાણે છે
– સ્થાનાંગ વૃત્તિ - સંયમ એટલે પાપથી અટકવું તે, સંયમન કરવું તે. અથવા સંયમ એટલે પ્રાણાતિપાતાદિ ન કરવા તે. અથવા સંયમ એટલે પ્રેક્ષાઉન્મેલા-પ્રમાર્જનાદિ લક્ષણ.
– ભગવતી વૃત્તિ - સંયમ એટલે પ્રત્યુપ્રેક્ષાદિ. અથવા સંયમ એટલે સંવર અથવા સંયમ એટલે પ્રતિપન્ન ચારિત્ર અથવા સંયમ એટલે પૃથ્વીકાયાદિ સંરક્ષણ
– અનુયોગવૃત્તિ - સંયમ - મૂળ ગુણ (પ્રાણાતિપાતાદિ વિરમણ) – નાયાધમકહા વૃત્તિ - સંયમ એટલે સંવર અથવા રક્ષા.