________________
પુકૂખરવરદીવ-સૂત્ર-વિવેચન
૧૭૩
– આવશ્યક વૃત્તિ - સંયમ એટલે અનવદ્ય અનુષ્ઠાન અથવા પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થવું તે.
– પ્રશ્નવ્યાકરણ વૃત્તિ - સંયમ એટલે હિંસાથી અટકવું તે અથવા પૃથ્વીકાયાદિ સંરક્ષણ લક્ષણ, અભિનવ કર્મ અનુપાદાન ફળ સ્વરૂપ.
– સૂર્યપ્રજ્ઞપ્તિ - સંયમ એટલે પાંચ પ્રકારના આશ્રવનો નિરોધ.
આ રીતે સંયમ શબ્દની વિવિધ વ્યાખ્યાઓ જોવા મળે છે. પણ અહીં સંયમ શ્રતધર્મના ઉત્તર ધર્મરૂપ હોવાથી “ચારિત્રધર્મ અર્થમાં ગ્રહણ કરાયો છે.
વળી આવશ્યક વૃત્તિ તથા તદ્નસાર યોગશાસ્ત્રાદિ ગ્રંથોમાં સાક્ષીપાઠ આપતા જણાવે છે કે, દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે, “પઢમં નાણું તઓ દયા.” પહેલું જ્ઞાન (મૃત) અને તેનાથી દયા (સંયમ) ધર્મ પ્રાપ્ત થાય છે, તેથી પણ અહીં સંયમનો અર્થ ચારિત્ર ધર્મ યોગ્ય જ છે.
૦ હવે આ સંયમ ધર્મ કેવો છે? તે બતાવવા માટે ચોથી ગાથાના બીજા ચરણમાં સૂત્રકાર સ્વયં જણાવે છે કે
• રેવં-નાક-સુવન્ન-વિરાર-ન-સ્નેહભૂમ-ભાવ - દેવો, નાગકુમારો, સુવર્ણકુમારો, કિન્નરદેવોના સમૂહ વડે સદુભાવથી પૂજાયેલ - ઉપલક્ષણથી સર્વ દેવોએ જે સંયમને સાચા અંતઃકરણથી પૂજેલ છે.
૦ સેવ - દેવો, વૈમાનિક દેવો.
– યોગશાસ્ત્ર વૃત્તિમાં જણાવે છે કે – દેવ શબ્દ ઉપરનો અનુસ્વાર છે, તે છંદશાસ્ત્રના નિયમ પ્રમાણે માત્રા મેળ માટે સમજવો.
– સિદ્ધહેમ શબ્દાનુશાસનના અધ્યાય-૮, પાદ-૧ના સૂત્ર-૨૬માં વિષ્ણુન્દ્ર:પૂરnડપ માં પણ તેવું-ના-સુવUT૦ દૃષ્ટાંત આપેલ છે. તેથી દેવ શબ્દનો અનુસ્વાર કોઈ વિભક્તિ-પ્રત્યય ન સમજવો.
૦ નાTI - નાગકુમાર દેવો. ભવનપતિ દેવોનો એક પ્રકાર છે.
૦ સુવન્ન- સુવર્ણ કે સુપર્ણકુમાર દેવો. આ દેવો પણ ભવનપતિ દેવોનો જ એક પ્રકાર છે.
૦ છિન્નર - કિન્નર દેવો, વ્યંતર જાતિના દેવોનો એક પ્રકાર છે. ૦ પાન - ગણ, સમૂહ. (આ શબ્દ બધાં દેવો સાથે જોડવો)
-૦- અહીં “દેવ, નાગ, સુવન્ન, કિન્નર' એ ચાર દ્વારા જ સંયમધર્મ પૂજિત છે તેમ ન સમજતા ઉપલક્ષણથી એમ સમજવું કે વૈમાનિક, ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક દેવથી સંયમધર્મ પૂજિત છે.
૦ મૂવ-ભાવ - સાચો ભાવ, હૃદયનો સાચો ઉલ્લાસ – અહીં પણ છંદપૂર્તિ માટે તે નો દ્વિર્ભાવ થયેલો છે. ૦ દિU - અર્ચિત, પૂજાયેલા
-૦- ઉક્ત સમગ્ર ચરણનો સાર એ છે કે, સંયમીઓ દેવતા આદિથી હંમેશા પૂજાય છે અથવા સર્વ દેવોએ જે સંયમધર્મને સાચા ભાવપૂર્વક પૂજ્યો છે.