________________
૧૭૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
સંયમીઓને દેવતાઓ નમે છે તથા સહાય કરે છે. માટે સંયમનું આ વિશેષણ સાર્થક છે. દશવૈકાલિક સૂત્રમાં પણ આ વાતની સાક્ષી આપતા કહ્યું છે કે, “હેવાવિ તં નમંવંતિ' દેવતાઓ પણ તેને નમસ્કાર કરે છે. જેનું મન સદા “અહિંસા, સંયમ, તપરૂપ” ધર્મમાં રત રહે છે.
- ધર્મસંગ્રહમાં કહ્યું છે કે, જ્ઞાનથી એ સંયમમાં વૃદ્ધિ થાય છે, માટે જ્ઞાનને નમસ્કાર કરું છું - એમ વાક્યનો સંબંધ જોડવો.
૦ હવે ચોથી ગાથાના ત્રીજા ચરણમાં “જિનમત કેવો છે ?" તે કહે છે– • તો જો સત્ય પટ્ટિક ગામમાં -
૦ નોગો - લોક, લોક શબ્દનો અર્થ પૂર્વે સૂત્ર-૧ “નમસ્કાર મંત્ર અને સૂત્ર૮ “લોગસ્સ'માં વિવરણ કરાયેલ છે.
- લોક શબ્દ પૂર્વે ક્યાં ક્યાં આવ્યો છે, તે માટે જુઓ જુઓ સૂત્ર-૨૧ “સંસા દાવનલ૦ સ્તુતિ'ના વિવેચનમાં.
– અહીં નો શબ્દનો અર્થ - જેનાથી જોવાય તે લોક - અર્થાત્ જ્ઞાનગુણ" - તે શ્રુતજ્ઞાનને આધીન છે.
૦ નસ્થ પટ્ટો - જ્યાં પ્રતિષ્ઠિત - પ્રમાણ સિદ્ધ છે. ૦ નમામિ - આ જગતું. -૦- “જગ' શેયપણે શ્રતમાં પ્રતિષ્ઠિત છે - રહેલું છે.
- તાત્પર્ય એ કે - જિનમતરૂપ આગમની સેવામાં આત્મામાં જે જ્ઞાનગુણ પ્રગટે છે, તેનાથી ઓળખાતું જગત્ પણ પરંપર સંબંધથી જૈનાગમમાં જ રહેલું છે.
૦ કેટલાંક “જગત્' મનુષ્યક્ષેત્રને જ માને છે. આ મત અસત્ - ખોટો છે. તેથી જગનું વિશેષણ આપતા સૂત્રકાર જણાવે છે કે
• તેનુષ્ટમથાસુર - ત્રણ લોકના મનુષ્ય તથા સુર-અસુરાદિકને આધારરૂપ. (એવું આ જગત્ છે.)
– ત્રણે લોકમાં મનુષ્ય મધ્યલોકમાં હોય છે અને સુરો-અસુરો સ્વર્ગ તથા પાતાળ લોકમાં હોય છે.
– ઉપલક્ષણથી સર્વ જીવો જેમાં રહેલા છે તે ઉર્ધ્વ, અધો અને તિછલોકરૂપ જગત ‘આધાર’ છે અને તેમાં આધેય રૂપે સર્વ જગત્ જે જૈનમતમાં પ્રતિષ્ઠિત છે. (એવા પ્રકારનો જે ધર્મ–).
• ઘમો વડ - ધર્મ વૃદ્ધિ પામો. અહીં ધર્મ એટલે શ્રતધર્મ. પણ આ મૃતધર્મ કઈ રીતે વૃદ્ધિ પામો - તે જણાવે છે– ૦ તાસ - શાશ્વત, નિત્ય. - શ્રતધર્મ કદી નાશ ન પામે તેમ શાશ્વત રીતે વૃદ્ધિ પામો. – વૃદ્ધિ પામ્યા પછી શું ? અથવા આ વૃદ્ધિ કેવી થાઓ ? • વિનયમો-થ મુત્તર-વૈgs - વિજયથી ઉત્તરધર્મ વૃદ્ધિ પામો. ૦ વિનય - વિજયથી, વિશેષ પ્રકારે જય - તે વિજય, તેથી.