________________
૧૭૫
પુકૂખરવરદીવ-સૂત્ર-વિવેચન
૦ થપુત્તર - ઉત્તર ધર્મ અર્થાત્ ચારિત્રધર્મ - વૃદ્ધિ પામો.
– અન્ય મિથ્યાવાદીઓનો પરાજય કરવા પૂર્વક તેમજ મૃતધર્મથી ચારિત્રધર્મની અધિકતા જે રીતે થાય અર્થાત્ શ્રતના આરાધકોમાં ચારિત્ર ગુણની વૃદ્ધિ થાય તે રીતે વૃદ્ધિ પામો.
– અહીં વદ્દ શબ્દ ફરીથી એટલા માટે જણાવાયેલ છે કે - મોક્ષના અર્થીઓએ હંમેશાં જ્ઞાનવૃદ્ધિ કરવી જોઈએ તેમ જણાવવું છે.
– તીર્થકર નામકર્મના હેતુઓમાં પણ એક સ્થાન બતાવેલું છે - “અપૂર્વજ્ઞાનગ્રહણ”. અપૂર્વ એટલે અભિનવ - નવું નવું જ્ઞાન ગ્રહણ કરવાથી તીર્થકર નામકર્મ બંધાય છે.
૦ સૂત્રની આ ચોથી ગાથાને સળંગ અર્થરૂપે જોઈએ તો – - જે જિનમતમાં જ્ઞાનગુણ રહેલો છે.
- જેમાં આધાર-આધેયરૂપે ઉર્ધ્વ, અધો, તીછ (દેવ-મનુષ્ય)લોકરૂપે જગત્ રહેલું છે.
– જે વૈમાનિક આદિ સર્વે દેવોના સમૂહોથી પૂજિત એવા સંયમ ધર્મનીચારિત્રધર્મની જેનાથી હંમેશાં વૃદ્ધિ થાય છે–
- તે (યથાર્થ) જિનમતને પ્રયત્નપૂર્વક સેવતો એવો હું– હે ભવ્યજનો ! હું પુનઃ નમસ્કાર કરું છું.
– આ જિનમતરૂપ શ્રતધર્મ અન્ય મિથ્યાવાદી મતોનો વિજય કરવાપૂર્વક અને ચારિત્રધર્મની વૃદ્ધિ કરતો કદી નાશ ન પામે તેમ વૃદ્ધિ પામો.
• सुअस्स भगवओ करेमि काउस्सग्गं. वंदण वत्तिआए०
ઉપર કરાયેલી પ્રાર્થના માત્ર મુદ્ર અભિલાષારૂપ નથી કેમકે વસ્તુતઃ તે મોક્ષ સુખના બીજરૂપ છે. તેથી શ્રતધર્મ (ચારિત્રધર્મ)ની વૃદ્ધિ પામો એ પ્રમાણે પ્રાર્થના કરીને મૃતધર્મના જ વંદન, પૂજન, સત્કાર, સન્માન આદિ કરવા માટે કાઉસ્સગ્ન કરતા આ માવો, કહ્યું છે.
– આ માત્ર પરિપાટી નથી, પણ આવશ્યક સૂત્રનું પરયું સૂત્ર છે. તેમજ યોગશાસ્ત્રવૃત્તિમાં પણ જણાવ્યું છે કે, ઉક્ત ભાવો વાળો પાઠ બોલી વંવિત્તિ, આખો પાઠ અરિહંત ચેઇઆણં સૂત્ર અનુસાર બોલવો. ત્યારપછી અન્નત્થ સૂત્ર અપ્રાણ વોસિરામિ સુધી આખું બોલવું. પછી કાયોત્સર્ગ કરવો.
૦ સુસ - શ્રતને, શ્રુતજ્ઞાનને, શાસ્ત્રને.
– શ્રત એટલે પહેલા સામાયિક અધ્યયનથી માંડીને છેલ્લા બિંદુસાર નામક દૃષ્ટિવાદ-બારમું અંગ સૂત્રના છેલ્લા અધ્યયન સુધીની અર્થાત્ દ્વાદશાંગીરૂપ સઘળા શ્રુત-આગમ.
– શબ્દ નિમિત્તથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. - શ્રત એટલે સાંભળેલું, તીર્થકરો પાસેથી સાંભળીને મેળવેલું. – બૃહત્કલ્પ વૃત્તિમાં ભાષ્ય ગાથા-૧૧૭માં જણાવ્યા મુજબ – શ્રત. સૂત્ર,