________________
૧૭૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
ગ્રંથ, સિદ્ધાંત, શાસન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના અને આગમ એ બધાં એકાઈંક - સમાન અર્થ ધરાવતા પર્યાયવાચી શબ્દો છે.
– આગમોમાં મૃત શબ્દની વ્યાખ્યાઓ આ પ્રમાણે જોવા મળે છે.
– સ્થાનાંગ વૃત્તિ - શ્રત એટલે દ્વાદશાંગી અથવા જે સંભળાય તે શ્રત, શબ્દ પણ ભાવકૃતનું કારણ હોવાથી મૃત જ છે અથવા શ્રત એટલે ગ્રંથ અથવા જે સંભળાય છે કે જેના વડે સંભળાય છે કે જેમાં સંભળાય તે શ્રુત-તેના આવરક કર્મનો ક્ષયોપશમ, આત્માના મૃતોપયોગ પરિણામથી સંભળાય તે મૃત. અથવા જેના વડે અર્થો સૂત્રરૂપે ગુંથાય કે સૂચવાય તે મૃત.
– અનુયોગ દ્વારવૃત્તિ - શ્રુત એટલે સાંભળવું તે. અભિલાષ પ્લાવિત અર્થગ્રહણ સ્વરૂપ ઉપલબ્ધિ વિશેષ.
- દશવૈકાલિક વૃત્તિ, પ્રતિવિશિષ્ટ - અર્થ પ્રતિપાદન ફળ વચન યોગ માત્ર તે
કૃત.
– ભગવતી વૃત્તિ - શ્રત એટલે દ્વાદશાંગીરૂપ અર્પતું પ્રવચન
– પ્રજ્ઞાપના વૃત્તિ - શ્રત એટલે વાચ્ય-વાચક ભાવ પુરસ્સર કારણથી શબ્દથી સંસ્કૃષ્ટ એવી ગ્રહણ હેતુરૂપ લબ્ધિ વિશેષ અથવા શબ્દાર્થના પર્યાલોચન અનુસારે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતો બોધ વિશેષ
– ઉત્તરાધ્યયન વૃત્તિ - શ્રત એટલે સાંભળેલું કે અવધારેલું અથવા કષાય ઉપશમ હેતુ અપાયેલ ઉપદેશ.
– આવી અનેક વ્યાખ્યાઓ આગમમાં જોવા મળે છે.
- વ્યવહારમાં પણ પ્રવચન, શ્રુત, સિદ્ધાંત, આગમ, સમય એ પાંચે પર્યાયવાચી શબ્દો કહ્યા છે.
- મૃત શબ્દથી શ્રુતજ્ઞાન લેતાં તેમાં જે દ્વાદશાંગી છે, તેને અંગપ્રવિષ્ટ કહેવામાં આવે છે. કેમકે અહીં અંગ શબ્દ કૃતપુરુષના અંગરૂપે યોજાયેલ છે.
– નંદીસૂત્રની ચૂર્ણિમાં “સુપુરિસ' સૂત્રપુરુષનો પરીચય આપતા આ પ્રમાણે જણાવેલ છે કે આ સૂત્ર (કૃત) પુરુષના—
(૧) બે પગ છે તે આચાર અને સૂયગડ રૂ૫ બે અંગ સૂત્રો છે. (૨) બે પગના બે નળા છે તે ઠાણ અને સમવાયરૂપ બે અંગસૂત્રો છે.
(૩) બે જાંઘ છે તે વિવાહપન્નતી (ભગવતી) અને નાયાધમકહા એ બે અંગ સૂત્રો છે.
(૪) તેના પીઠ અને ઉદરરૂપે ઉપાસગદસા અને અંતગડદસા નામના બે અંગ સૂત્રો છે. r (૫) તેના બે હાથરૂપે અનુત્તરોવવાઈયદસા અને પહાવાગરણ નામના બે અંગ સૂત્રો છે.
- તેની ડોક રૂપે વિવાગસુય નામનું અંગ સૂત્ર છે. – તેના મસ્તકરૂપે દિઠિવાય નામનું અંગ સૂત્ર છે.