________________
પુખરવરદીવ-સૂત્ર-વિવેચન
૧૭૭ આ અંગે પ્રવિષ્ટને નિયત કૃત' ગણવામાં આવે છે. કારણ કે આ પ્રકારનું શ્રત પ્રત્યેક ક્ષેત્રના પ્રત્યેક કાળના પ્રત્યેક તીર્થંકરના વખતમાં અવશ્ય હોય છે.
-૦- આ સિવાય પાણગ (પ્રકીર્ણક) શ્રતનો પણ ઉલ્લેખ નંદી સૂત્રમાં આવે છે. તે મત અનુસાર પ્રત્યેક તીર્થંકરના પ્રત્યેક શિષ્ય દ્વારા એક-એક પ્રકીર્ણકસૂત્રો રચાવાનો સંભવ છે. જેમકે ભગવંત મહાવીરના ૧૪,૦૦૦ શિષ્યો હતા તો ૧૪,૦૦૦ પયત્રા સૂત્રોની રચના સંભવે છે.
-૦- આ સિવાય અંગબાહ્ય રૂપે પણ શ્રતનો ઉલ્લેખ આવે છે. (જે કથન સૂત્ર-૨૧ સંસાર દાવાનલ સ્તુતિમાં “વીરાગમ” શબ્દની વિવેચના કરતી વખતે નોંધવામાં આવેલ છે.) જેમકે–
- અંગબાહ્ય શ્રુતના મુખ્ય બે ભેદ છે - આવશ્યક, આવશ્યક વ્યતિરિક્ત. – આવશ્યકના છ ભાગ છે. સામાયિકથી પ્રત્યાખ્યાન પર્યંત. – આવશ્યક વ્યતિરિક્તના મુખ્ય બે ભાગ છે કાલિક અને ઉત્કાલિક.
– કાલિક શ્રત - જે શ્રત દિવસની અને રાતની પહેલી અને ચોથી પોરિસિમાં ભણાય તે કાલિક શ્રત.
– ઉત્કાલિક મૃત - જે શ્રત સૂર્યોદય, મધ્યાહન, સૂર્યાસ્ત અને મધ્યરાત્રિ એ ચારેની પહેલી અને છેલ્લી ઘડી (રૂપ અસ્વાધ્યાયકાળ) સિવાય બાકીના સમયમાં ભણી શકાય તે ઉત્કાલિક શ્રુત.
– કાલિક શ્રુતમાં ૨૮ સૂત્રોના નામો પાક્ષિક સૂત્રમાં આપ્યા છે. – ઉત્કાલિક શ્રુતમાં ૩૭ સૂત્રોના નામો પાક્ષિક સૂત્રમાં આપ્યા છે.
– નંદી સૂત્રમાં પણ આ નામો આવે છે. પણ કોઈ કોઈ નામમાં પાક્ષિક સૂત્ર અને નંદી સૂત્ર બંને જુદા પડે છે.
– વર્તમાનકાળે શ્વેતાંબર-મૂર્તિપૂજક સંઘ પ્રણાલી અનુસાર ૪૫ આગમોની સંખ્યા ગણના કરાય છે. તે મુજબ –
– અંગસૂત્રો-૧૧, ઉપાંગ સૂત્રો-૧૨, પન્ના-૧૦, છેદસૂત્ર-૬, મૂલસૂત્ર-૪ અને ચૂલિકા સૂત્રોની-૨ એ પ્રમાણે સંખ્યા જોવા મળે છે.
– (જો કે ઉપાંગસૂત્રોના મધ્યમાં ત્રણે પ્રજ્ઞપ્તિ સૂત્રોના ક્રમ વિશેની માન્યતામાં તફાવત છે, પયત્રાસૂત્રોમાં પણ આઠ પયત્રાઓ વિશે એકમત છે પણ બે પયત્રામાં કોઈ ગચ્છાચાર અને મરણસમાડિ કહે છે તો કોઈ ચંદાવેજઝયે અને વીરસ્તવ કહે છે. મૂલ સૂત્રો-૪ હોવા છતાં ગણનામાં ઓઘ નિર્યુક્તિની સાથે વિકલ્પ પિંડનિર્યુક્તિનો પણ ઉલ્લેખ મળે છે.)
– આ મૂળ સૂત્રો પરની નિર્યુક્તિ, ભાષ્ય ચૂર્ણિ અને વૃત્તિ, (અવયૂરી) એ સર્વે પણ શ્રુત જ ગણાય છે.
૦ માવો - પૂજ્ય, ભગવંત. - આ શબ્દ કૃતનું વિશેષણ છે તે નિર્વિવાદ છે.
– કોઈ તેને પૂજ્યવાચી અર્થમાં ઘટાવી “પૂજ્ય કે પવિત્ર શ્રત" અર્થ [2|12]