________________
૧૭૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
કરે છે.
– કોઈ ભગવંત’ અર્થમાં ઘટાવી “શ્રત-ભગવંત' એવો અર્થ કરે છે.
- દ્વાદશાંગી આદિ સમગ્ર શ્રતને યોગશાસ્ત્ર વૃત્તિકાર યશ, પ્રભાવ આદિ ‘ભગ’થી યુક્ત હોવાથી ભગવંત' કહે છે. (આ ‘ભગ’ શબ્દના વિવેચન માટે સૂત્ર૧૩ નમુત્થણના ‘ભગવંતાણં” શબ્દની વ્યાખ્યા જોવી.)
૦ શ્રેમ કાસમ - આ બંને પદોની વ્યાખ્યા તેમજ
૦ વંદ્વત્તિયા) થી ટમ વડસમ સુધી બધા જ શબ્દોની વ્યાખ્યા સૂત્ર૧૯ “અરિહંત ચેઇયાણ' સૂત્ર મુજબ જાણવી.
-૦- સારાંશ :- શ્રી જિનભાષિત શ્રત - આગમ સર્વથા પ્રકારે પવિત્ર અને પૂજ્ય છે તેના - અથવા - શ્રત ભગવંતના વંદન, પૂજન, સત્કાર, સન્માન આદિ નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું.
| વિશેષ કથન :- સૂત્રનો શબ્દશઃ અર્થ તથા તેનું વિવેચન કર્યા પછી તેમાં ન કહેવાયેલી એવી કેટલી વિશેષ વિગતોનું અહીં કથન કરેલ છે.
– આ સૂત્ર ત્રણ નામોથી ઓળખાવાયું છે – (૧) પુકુખરવરદીવ - સૂત્રના આદ્ય પદને આધારે આ નામ પડેલ છે.
(૨) શ્રુતસ્તવ - ચૈત્યવંદન ભાષ્યમાં પાંચ પ્રકારના સ્તવનો ઉલ્લેખ છે. (૧) શક્રસ્તવ, (૨) ચૈત્યસ્તવ, (૩) નામસ્તવ, (૪) શ્રુતસ્તવ, (૫) સિદ્ધસ્તવ. જેમાં શક્રસ્તવ અર્થાત્ નમુત્થરં સૂત્ર-૧૩ છે. ચૈત્યસ્તવ અર્થાત્ અરિહંત ચેઈયાણ એ ૧૯ભું સૂત્ર છે, નામસ્તવ અર્થાત્ લોગસ્સ એ આઠમું સૂત્ર છે, સિદ્ધ સ્તવ અર્થાત્ સિદ્ધાણંબુદ્ધાણં એ ૨૩મું સૂત્ર છે તેમ કૃતસ્તવ એ આ ૨૨માં સૂત્ર પુકૂખરવરદીવનું નામ છે. કેમકે આ સૂત્રમાં શ્રતની સ્તવના કરાયેલી છે.
(૩) શ્રતધર્મસ્તુતિ – એવું પણ આ સૂત્રનું નામ છે. કેમકે
તીર્થકર દેવોએ જે ઉપદેશ આપ્યો હતો તે તેમના મેધાવી, લબ્ધિ સંપન્ન અને ગણધર નામકર્મના ઉદયવાળા શિષ્યોએ સારી રીતે ઝાલ્યો. મૃતના રૂપે વ્યવસ્થિત સૂત્રબદ્ધ કર્યો હતો. એ રીતે જે સાહિત્ય નિર્માણ થયું, તેને શ્રુતજ્ઞાન રૂપે ઓળખવામાં આવે છે. તેની સ્તુતિ - તેનું ગુણ વર્ણન એ જ આ સૂત્રનો વિષય છે. તેથી આ સૂત્રને શ્રતધર્મ સ્તુતિ પણ કહી છે.
૦ સૂત્રની ગાથાઓમાં વર્ણિત બાબતો :
૦ ગાથા-૧ આ શ્રુતનો ઉદ્ભવ તીર્થંકર પરમાત્માની વાણી થકી થયેલો છે. તેથી પહેલી ગાથામાં તેમની સ્તુતિ કરવામાં આવી છે.
– તેમાં થHફારે શબ્દનું કથન મહત્ત્વપૂર્ણ છે. કેમકે જેઓ શાસ્ત્રો કે વેદોને અપૌરુષેય માને છે, અર્થાત્ તેની ઉત્પત્તિ કોઈ પુરુષ દ્વારા થઈ નથી તેવી માન્યતા વ્યક્ત કરે છે, તે માન્યતા આ શબ્દથી નિરાધાર કરે છે.
– વાણીરૂપી શબ્દોનું પ્રવર્તન પુરુષ વિના થઈ શકતું નથી તો પછી સમગ્ર શ્રત સાહિત્યની રચના ક્યાંથી થાય? વેદો પણ કોઈક ઋષિમુનિ દ્વારા રચિત છે,