________________
પુકુખરવરદીવડું-સૂત્ર-વિશેષ કથન
૧૭૯
કેટલાંક નામો તેના સૂક્તોમાંથી પ્રાપ્ત થાય છે.
- પુકૂખરવર આદિ અઢીદ્વીપ અર્થાત્ મનુષ્યલોકનો ઉલ્લેખ પણ થયો તે સકારણ છે. આ ભૂમિમાં જ તીર્થકર આદિ ઉત્તમ પુરુષો અને ધર્મનું પ્રવર્તન થાય છે.
૦ ગાથા-૨ આ ગાથામાં મૃતનું મહત્ત્વ વર્ણવી તેને નમસ્કાર કરાયો છે. તે મહત્ત્વ જણાવવા ચાર વિશેષણો મૂક્યા છે. જેનું વર્ણન વિવેચનમાં છે.
૦ ગાથા-૩ આ ગાથામાં શ્રતના ગુણોનું વિશેષ વર્ણન કરાયેલ છે. તેથી સમજું મનુષ્ય તેની આરાધનામાં પ્રમાદ ન જ કરે તેવી ભાવના આ ગાથામાં વ્યક્ત કરવામાં આવી છે.
૦ ગાથા-૪ આ ગાથામાં મૃતધર્મને સંયમનું પોષક અને ચારિત્રધર્મની વૃદ્ધિ કરનાર આદિરૂપે વર્ણવી શ્રતધર્મની સાથે તેના આચરણ અર્થાત્ ચારિત્ર ધર્મની પણ નિત્ય વૃદ્ધિ થવાની ભાવના રજૂ કરાઈ છે.
૦ સંદર્ભ સાહિત્ય :– જિનદાસગણિ મહત્તર રચિત “આવશ્યક સૂત્ર-ચૂર્ણિ.” - હરિભદ્રસૂરિજી રચિત - “આવશ્યકસૂત્ર-વૃત્તિ.” – હરિભદ્રસૂરિજી રચિત - લલિતવિસ્તરા” તથા વૃત્તિ. - શ્રી શાંતિસૂરિજી રચિત - “ચેઈયવંદણ મહાભાસ” - શ્રી દેવેન્દ્રસૂરિજી રચિત - શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (વૃંદાર)વૃત્તિ. - શ્રી માનવિજયજી ઉપાધ્યાય સંગૃહિત - “ધર્મસંગ્રહ ભા.૧.
– શ્રી હેમચંદ્રાચાર્યજી રચિત - યોગશાસ્ત્ર, સ્વોપજ્ઞ વિવરણ આટલાં સંદર્ભ સાહિત્યમાં “પુકૂખરવરદીવડૂઢ” સૂત્રની વિવેચના છે.
આ ઉપરાંત ચૈત્યવંદન ભાષ્ય, વિવિધ આગમો, જૈન ભૂગોળની માહિતી આપતા ગ્રંથો આદિનો પણ વિવેચનમાં ઉપયોગ થયો છે.
૦ છંદ-બંધારણ :
આ સૂત્રમાં ચાર ગાથાઓ છે. ચારે ગાથા અલગ-અલગ છંદોમાં રચાયેલી છે. પહેલી ગાથા “ગાહા” છંદમાં છે. બીજી ગાથા પણ “ગાહા” છંદમાં છે, ત્રીજી ગાથા “વસંતતિલકા” છંદમાં છે અને ચોથી ગાથાનો છંદ “શાર્દૂલવિક્રીડિત” છે. ચારે સુંદર રીતે ગાઈ શકાય તેવા છે.
૦ ક્રિયામાં સ્થાન :
- વર્તમાનકાળે કરાતા દેવવંદનોમાં થોયના બંને જોડાઓમાં ત્રીજી જ્ઞાનશ્રતની સ્તુતિ પૂર્વે આ સૂત્ર બોલાય છે.
– સવાર-સાંજના (નિત્ય)પ્રતિક્રમણમાં ચાર થોયના જોડામાં પણ ત્રીજી સ્તુતિ (થોય) બોલતા પહેલા આ સૂત્ર બોલાય છે. રાઈય પ્રતિક્રમણમાં અતિચાર આલોચનાના કાયોત્સર્ગ પૂર્વે તેમજ દૈવસિક પ્રતિક્રમણમાં જ્ઞાન વિષયક ૨૫ શ્વાસોચ્છવાસ (૧-લોગસ્સ)ના કાયોત્સર્ગ પૂર્વે પણ આ સૂત્ર બોલાય છે. (જ