________________
૧૮૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક પ્રતિક્રમણમાં પણ બોલાય છે.)
– ચાતુર્માસિક, મૌન એકાદશી, ચૈત્રીપૂનમ આદિના દેવવંદનોમાં પણ તે-તે પર્વતિથિએ આ સૂત્રનો ઉપયોગ થાય છે.
૦ આવશ્યક સૂત્ર નિર્દિષ્ટ પૂર્વાપર સંબંધ :
– આવશ્યક સૂત્ર-૪૭ની વૃત્તિને અંતે અને સૂત્ર-૪૮ની પહેલાં આ સંબંધનો પ્રતિક્રમણ ક્રિયા અનુસંધાને નિર્દેશ કર્યો છે તે મુજબ -
– દર્શન વિશુદ્ધિ નિમિત્તક કાયોત્સર્ગ કર્યા પછી - શ્રુતજ્ઞાનની પરિવૃદ્ધિનિમિત્તે તથા અતિચાર વિશુદ્ધિ અર્થે શ્રતધર્મ ભગવાનની ઉત્કૃષ્ટ ભક્તિ વડે કરીને કાયોત્સર્ગ કરવા (શ્રુતસ્તવ બોલીને) કાયોત્સર્ગ કરે.
– આ સૂત્ર બાદ પચ્ચીશ ઉશ્વાસ પ્રમાણ (કે અતિચાર આલોચનારૂપ કે આઠ ઉશ્વાસ પ્રમાણે) કાયોત્સર્ગ કરે. ત્યારપછી નમસ્કાર (ઉચ્ચારણપૂર્વ) પારીને વિશુદ્ધ ચારિત્ર, દર્શન, ભૂતાતિસાર મંગલ નિમિત્તે ચરણ, દર્શન, મૃતદેશક સિદ્ધાણં સ્તુતિ કહે. | સૂત્ર-નોંધ :
– આ સૂત્રનો મૂળ પાઠ આવશ્યક સૂત્ર આગમના પાંચમાં કાયોત્સર્ગ અધ્યયનમાં આપેલો છે.
– આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે.
– આ સૂત્રમાં ગાથા-૪ છે, પદ-૧૬ છે, સંપદા-૧૬ છે, ગુરુ વર્ણ-૩૪ છે, લઘુ વર્ણ-૧૮૨ છે, સર્વ વર્ણ-૨૧૬ છે. જો ગુ માવો પદો સિવાયના વર્ણ ગણીએ તો ૨૦૯ વર્ણો છે.
- પાંચ દંડકોમાં આ સૂત્ર ચોથો દંડક છે.
-X
—X
—