________________
સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર
૧૮૧
સૂત્ર-૨૩
‘સિદ્ધાણં બુદ્ધાણં-સૂત્ર
સિદ્ધસ્તવ
- સૂત્ર-વિષય :
આ સૂત્રમાં શ્રી સિદ્ધ ભગવંતની સ્તુતિ કરવામાં આવી છે – પહેલી ગાથામાં સિદ્ધ ભગવંતની સ્તુતિ કરેલ છે, બીજી અને ત્રીજી ગાથામાં નિકટના ઉપકારી હોવાથી શ્રી મહાવીરસ્વામીની સ્તુતિ કરવામાં આવેલ છે. ચોથી ગાથામાં શ્રી અરિષ્ટનેમિ પરમાત્માની સ્તુતિ કરાયેલ છે અને પાંચમી ગાથામાં સિદ્ધ થયેલા ચોવીસ તીર્થંકર- પરમાત્માની સ્તુતિ કરવામાં આવેલ છે. | સૂત્ર-મૂળ :
સિદ્ધાણં બુદ્ધાણં, પાર-ગયાણં પરંપર-ગયાણ; લોઅગ્નમુવમયાણ, નમો સયા સબ્ધ-સિદ્ધાણં. જો દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમસંતિ; તં દેવદેવ મહિઅં, સિરસા વદે મહાવીર. ઇક્કો વિ નમુક્કારો, જિણવર-વસહસ્સ-વઢમાણસ્સ
સંસાર સાગરાઓ, તારેઇ નર વ નારિંવા ઉર્જિતસેલ-સિહરે,દિકખા નાણે નિસીડિઆ જલ્સ;
તં ધમ્મ ચક્રવટ્ટિ, અરિઠનેમિ નમંસામિ ચત્તારિ અઠ દસ દો અ, વંદિઆ જિણવરા ચઉવ્વીસ
પરમઠ - નિઠિઅઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ • સૂત્ર-અર્થ :
જેઓ સિદ્ધિપદને પામેલા છે, પોતાની મેળે બોધ પામેલ છે, સંસારસમુદ્રનો પાર પામેલા છે, પરંપરાએ મોક્ષ પામેલ છે અને લોકના અગ્રભાગે પહોચેલ એવા સર્વ સિદ્ધોને સદા નમસ્કાર હો.
જે દેવોના પણ દેવ છે, જેઓને દેવો પણ અંજલિપૂર્વક નમસ્કાર કરે છે. જેઓ ઇન્દ્રો વડે પૂજાયેલા છે એવા શ્રી મહાવીર સ્વામીને હું મસ્તક નમાવીને વંદન કરું છું.
જિનેશ્વરોમાં વૃષભ સમાન એવા શ્રી વર્તમાન (મહાવીર) સ્વામીને કરાયેલો એક નમસ્કાર પણ નર કે નારીને સંસારરૂપ સમુદ્રથી તારે છે.
(૩) જેમના દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ ઉજ્જયંત (ગિરનાર) પર્વતના શિખર