________________
૨૦૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
ભાગતાં પાંચ રહે છે. તેમાં સટ્ટ અને ટ્રસ ઉમેરતા કુલ ૨૩ તીર્થકરો શત્રુંજય ગિરિરાજ ઉપર પધાર્યા છે. તેમને હ ગ એટલે દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે વંદના થઈ શકે છે.
(૩) વળી “ચત્તારિ” અને “અઠ' એટલે ચારને આઠ વડે ગુણતા - ૩૨ થાય છે. તથા ‘દશ” અને “દો'ને ગુણવાથી ૨૦ થાય છે. એ ૩૨ અને ૨૦ મળીને નંદીશ્વર હીપના બાવન શાશ્વતા જિનાલયોને વંદના થાય છે.
(૪) અથવા જે રીતે સમેતશિખરના વીસ તીર્થકરોની ગણના કરી તે જ રીતે મહાવિદેહમાં વિચરતા વીશ વિહરમાનોને વંદના થાય છે.
(૫) વળી “ચત્તારિ' એટલે ત્યાગ કર્યો છે “રાગ દ્વેષાદિ શત્રુઓનો જેમણે એવો અર્થ કરતાં ઉત્કૃષ્ટ કાળે પાંચ મહાવિદેહમાં વિચરતા આઠ ગુણ્યાં દશ ગુણ્યા બે એ રીતે ૧૬૦ તીર્થકરોને વંદના થાય છે.
(૬) તથા દસમાં આઠ ઉમેરતાં અઢાર થાય તેને ચાર વડે ગુણવાથી બોતેર થાય છે. એ રીતે ત્રણે ચોવીસીઓના કુલ ૭૨ જિનેશ્વરોને વંદના થાય છે અને “દો'નો અર્થ દ્રવ્ય-ભાવ બે પ્રકારે વંદના અર્થ કરવો.
(૭) ચારમાં આઠ ઉમેરતા બાર થાય અને તેને દશ વડે ગુણી પછી બે વડે ગુણતાં ૨૪૦ થાય છે. એ રીતે પાંચ ભરત અને પાંચ ઐરવત મળી દશ ચોવીસી થાય છે. તેના કુલ ૨૪૦ તીર્થકરોને વંદના થાય છે.
(૮) આઠનો વર્ગ ચોસઠ અને દશનો વર્ગ સો થાય છે. એ રીતે ૬૪ અને ૧૦૦ મળીને ૧૬૪ થાય છે. તેમાં ચાર અને બે ઉમેરતા ૧૭૦ થાય છે. એ પ્રમાણે અઢીદ્વીપમાં એક સાથે વિચરતાં ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થકરોને વંદના થાય છે.
(૯) વળી “ચાર' એટલે અનુત્તરવિમાન, રૈવેયક, કલ્પોપપન્ન અને જ્યોતિષ્ક એ ચાર દેવલોક, આઠ એટલે આઠ વ્યંતર અને દશ એટલે દશ ભુવનપતિ દેવોના ભવનો ‘દો' એટલે અધોલોક અને તિથ્યલોક રૂપ મનુષ્ય ક્ષેત્રો - એ સર્વ સ્થાનોએ રહેલી ત્રણે લોકની શાશ્વતી અને અશાશ્વતી સર્વે પ્રતિમાઓને વંદન કરવામાં આવે છે.
* (ધર્મસંગ્રહમાં ‘સિદ્ધાણં બુદ્ધાણં'માં જણાવ્યા મુજબના તાર્કિક અર્થો અમે ઉપર જણાવેલા છે. પરંતુ અમારો વ્યક્તિગત મત તેમજ ગ્રંથ અભિપ્રાયાનુસાર અષ્ટાપદ ઉપર રહેલા “ચોવીશ તીર્થકરોની વંદના"નો અર્થ જ યોગ્ય લાગે છે.) *
n વિશેષ કથન :
‘સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રની પાંચે ગાથાઓનું વિવેચન કર્યું તેમાં શબ્દશઃ વિવેચન ઉપરાંત ઉપયોગી માહિતી પણ નોંધેલ છે. છતાં વિવેચન દ્વારા ન કહેવાયેલ એવી કેટલીક વિગતો અહીં વિશેષકથનમાં જણાવવામાં આવે છે–
૦ ક્રિયામાં આ સૂત્રનો ઉપયોગ :
– રાત્રિક અને દૈવસિક પ્રતિક્રમણમાં આ સૂત્ર બબ્બે વખત બોલાય છે. રાત્રિક પ્રતિક્રમણમાં અંતે ચાર થોયરૂપ દેવવંદનમાં અને દૈવસિક પ્રતિક્રમણના