________________
૨૦૧
સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન કરી દીધેલ છે. તેવા, (આ પદનો સંબંધ પછીના ચરણ સાથે છે.)
– ધર્મસંગ્રહમાં જણાવે છે કે, પરમાર્થરૂપે અર્થાત્ કલ્પના માત્રરૂપે નહીં પણ યથાર્થરૂપે જેઓને સર્વ પ્રયોજનોની નિષ્ઠા અર્થાત્ સમાપ્તિ થઈ છે. સર્વ કાર્યો જેઓના યથાર્થરૂપે પૂર્ણ થયા છે એવા.
• સિદ્ધ સિદ્ધિ મા વિલંતુ - સિદ્ધો મને સિદ્ધિ આપો.
– આ સમગ્ર ચરણ પૂર્વે સૂત્ર-૮ ‘લોગસ્સામાં આવી ગયેલ છે, તેનું સંપૂર્ણ વિવેચન ત્યાં જોવું.
૦ ગાથા-સાર :
(૧) ઋષભ જિનથી ચાર, સુમતિ જિનથી આઠ, વિમલજિનથી દશ અને પાર્શ્વ તથા વીર જિન એ રીતે ભરતક્ષેત્રમાં થઈ ગયેલા ચોવીશ જિનવરોને વાંદ્યા (એ પ્રમાણેનો અર્થ “ચેઇયવંદણ મહાભાસની ગાથા ૭૬૯, ૭૭૦માં કર્યો છે.)
આ રીતે ચોવીશે તીર્થકરો જે “પરમાર્થ એટલે મોક્ષથી નિષ્ઠિતાર્થ થઈને - કૃતકૃત્ય થઈને સિદ્ધ ભગવંતરૂપે બિરાજે છે, તે મને સિદ્ધિ આપો.
(૨) પડાવશ્યક બાલાવબોધમાં જણાવે છે કે, અષ્ટાપદ પર્વત ઉપર ભરત ચક્રવર્તીએ કરાવેલા ચતુર્મુખ જિનપ્રાસાદમાં દક્ષિણ દિશાએ ભગવંત સંભવનાથ આદિ ચાર, પશ્ચિમ દિશાએ ભગવંત સુપાર્શ્વનાથ આદિ આઠ, ઉત્તર દિશામાં ભગવંત ધર્મનાથ આદિ દશ અને પૂર્વ દિશામાં ભગવંત ઋષભ અને અજિત - બે. એ રીતે કુલ ચોવીશ તીર્થકરો રહેલા છે. તેમને મે વાંદ્યા છે, તેઓને પરમાર્થથી કંઈપણ કાર્ય કરવાનું બાકી રહ્યું નથી તથા તેઓ સિદ્ધિપદને પામેલા છે, તેઓ મને મોક્ષ સુખ આપનારા થાઓ.
(૩) ધર્મસંગ્રહમાં જણાવે છે કે, શ્રી અષ્ટાપદ તીર્થે દક્ષિણમાં ચાર, પશ્ચિમમાં આઠ, ઉત્તરમાં દશ અને પૂર્વમાં બે એ પ્રમાણે ચોવીશ તીર્થકરને અથવા બીજી રીતે અષ્ટાપદ પર્વતની ઉપરની મેખલામાં ચાર, વચ્ચેની મેખલામાં આઠ, નીચેની મેખલામાં દશ અને બે મળી ચોવીશ જિનને વંદના થાય છે.
(૪) યોગશાસ્ત્ર વૃત્તિમાં જણાવે છે કે, અષ્ટાપદ પર્વત ઉપર ભરત ચક્રવર્તીએ ભરાવેલા અને અનુક્રમે પૂર્વાદિ દિશા સન્મુખ સ્થાપન કરેલા ચાર, આઠ, દશ અને બે એ પ્રમાણે ચોવીશ જિનવરો કે જેઓના સર્વ કાર્યો યથાર્થ પૂર્ણ થયા છે અને તેથી જેઓ સિદ્ધ થયા છે, તેઓને હું વંદના કરું છું, તેઓ મને સિદ્ધિ આપો.
૦ વારિ-૩૬-રણ- ૩ ના વિવિધ અર્થો - (ધર્મસંગ્રહ મુજબ)
(૧) “ચત્તારિ' ત્યાગ કર્યો છે શત્રુઓનો જેમણે એવા - આઠ, દશ અને બે મળીને વીશ તીર્થકરો સમેત શિખર ઉપર સિદ્ધિને પામ્યા છે. તેઓ મને સિદ્ધિ આપો. આ અર્થમાં “ચ-ઉ-વ્વીસ' શબ્દમાંના “ચ અને ઉ બે અવ્યયો જાણવા અને વીસ' થી વશની સંખ્યા અર્થ કરવો.
(૨) ઉપર જણાવ્યા પ્રમાણે “વીશ' સંખ્યાને “ચત્તારિ’ એટલે ચાર વડે