________________
સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિશેષ કથન
૨૦૩
આરંભે ચાર થોયરૂપ દેવવંદનમાં. તેમજ રાત્રિક પ્રતિક્રમણમાં દર્શનાદિ નિમિત્તના ત્રણ કાયોત્સર્ગને અંતે તથા દૈવસિક પ્રતિક્રમણમાં મૃતદેવતા (ભુવનદેવતા)ના કાયોત્સર્ગ પૂર્વે.
– નિત્ય આરાધના રૂપે થતા દેવવંદનમાં બંને વખત ચાર-ચાર થાયના જોડામાં ચોથી વખતની થોય પૂર્વે બોલાય છે.
- ચૌમાસી, મૌન એકાદશી, દિવાળી, ચૈત્રીપૂનમ આદિના દેવવંદનમાં પણ ચાર થોયના જોડામાં આ સૂત્ર બોલાય છે.
૦ આ સૂત્રના નામો :
આ સૂત્રના ત્રણ નામો જોવામાં આવે છે. (૧) સિદ્ધાણંબુદ્વાણ, (૨) સિદ્ધથઈ, (૩) સિદ્ધસ્તવ.
(૧) સિદ્ધાણં બુદ્ધાણં - આ નામ તેના આદ્ય શબ્દોને કારણે છે.
(૨) સિદ્ધસ્તવ - ચૈત્યવંદન (દેવવંદન) ભાષ્યમાં પાંચ સ્તવનો ઉલ્લેખ છે. (જુઓ સૂત્ર-૨ર પુકુખરવરદીવડૂઢે નું વિશેષકથન) તે મુજબ આ સૂત્ર “સિદ્ધસ્તવ' રૂપે પ્રસિદ્ધ છે.
(૩) સિદ્ધથઈ - આ સૂત્રોમાં સિદ્ધોની સ્તુતિ મુખ્ય છે. વળી આવશ્યક ચૂર્ણિ અને આવશ્યકવૃત્તિમાં પણ સિદ્ધોની સ્તુતિ તરીકે ઓળખાવેલ છે. માટે તેને સિદ્ધથઈ કહે છે.
૦ સૂત્રની ગાથામાં વર્ણિત બાબતો :
(૧) ગાથા-૧માં વિવિધ વિશેષણો દ્વારા સર્વે સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ જણાવી તેઓને નમસ્કાર કરવામાં આવેલ છે.
(૨) ગાથા-રમાં દેવાધિદેવ, દેવો દ્વારા નમસ્કૃત અને દેવેન્દ્રો થકી પૂજિત એવા ભગવંત મહાવીરને વંદન કરાયેલ છે.
(૩) ગાથા-૩માં ભગવંત મહાવીરને માત્ર એક વખત પણ નમસ્કાર કરવામાં આવે તો સંસાર સાગરથી તારનાર બને છે, તેમ જણાવીને ભગવંત મહાવીરની સ્તુતિ અને નમસ્કારનું ફળ જણાવેલ છે.
(૪) ગાથા-૪માં ભગવંત અરિષ્ટનેમિને નમસ્કાર કર્યો છે.
(૫) ગાથા-પમાં અષ્ટાપદજી તીર્થે રહેલ ચોવીશે જિનવરોની સ્તુતિ દ્વારા તેમની પાસે સિદ્ધિ-મોલ માટેની પ્રાર્થના કરાઈ છે.
૦ સંદર્ભ સાહિત્ય – ૧. શ્રી જિનદાસગણિ રચિત - “આવશ્યક ચૂર્ણિ" ૨. શ્રી હરિભદ્રસૂરિ રચિત - “આવશ્યક વૃત્તિઓ ૩. શ્રી શાંતિસૂરિજી રચિત - “ચેઈયવંદણ મહાભાસ" ૪. શ્રી હરિભદ્રસૂરિ રચિત - “લલિતવિસ્તરા વૃત્તિ” ૫. શ્રી દેવેન્દ્રસૂરિ રચિત - “શ્રાવક પ્રતિક્રમણ વૃત્તિ” ૬. શ્રી હેમચંદ્રાચાર્ય રચિત - “યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વિવરણ”