________________
૩૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ અભય, ચક્ષુ, માર્ગ, શરણ આદિ ધર્મની પ્રાપ્તિ થાય. પછી જ સમ્યગૂ દર્શનાદિ મોલોપયોગી ધર્મની પ્રાપ્તિ થઈ શકે. તેથી અરિહંતનું બહુમાન પ્રથમ જરૂરી છે.
અભય, ચક્ષુ, માર્ગ આદિ ક્રમશઃ પ્રાપ્ત થનારા ગુણો છે. અર્થાત્ અભય આવે તો ચક્ષુ પ્રગટે, ચક્ષુ આવે તો જ માર્ગ હોય, તો જ શરણ અને તો જ બોધિ જન્મે. તેથી પહેલું અભય અર્થાત્ આત્મસ્વાથ્ય જરૂરી છે. આ આત્મસ્વાથ્ય વૃતિ’ સ્વરૂપ છે. તે વૃત્તિની પ્રાપ્તિ પૂર્વે કહ્યા મુજબ અરિહંત થકી પ્રાપ્ત થાય છે. માટે અરિહંતો “અભયદાતા' છે.
૦ લઘુ દૃષ્ટાંત – (ભગવંતનો કારુણ્યભાવ કે અભયદાન ગુણ સંદર્ભમાં)
ભગવંત અરિષ્ટનેમિ જ્યારે કુમારાવસ્થામાં હતા ત્યારે તેમનું અતુલબલ જોઈને કૃષ્ણ વાસુદેવે તેમનાં વિવાહ કરાવવાનો સંકલ્પ કર્યો. ઉગ્રસેન રાજા પાસે જઈને રાજીમતી કન્યા માટે માંગણી કરી. વિવાહ માટે સંમત થતા બંને પક્ષે વિવાહની તૈયારી શરૂ થઈ. અરિષ્ટનેમિકુમારની જાન જોડવામાં આવી. જ્યારે અરિષ્ટનેમિ વિવાહ અર્થે ઉગ્રસેન રાજાને ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં જાનૈયાઓના ભોજન માટે સેંકડો પશુ-પક્ષીઓને એકઠા કર્યા હતા. વાડામાં બંધ કરાયેલા પશુઓના કરુણરૂદનથી અરિષ્ટનેમિનું હૃદય દ્રવી ઉર્યું. તે સર્વે જીવોને મરણના ભયથી શોકગ્રસ્ત જાણીને તે સર્વે જીવોને ભયમુક્ત કરવાનાં ભાવથી (અભયદાન બુદ્ધિથી) વિવાહોત્સવને ધિક્કારી પોતાનો રથ પાછો વાળવા સારથીને કહી દીધું. ત્યાંથી પાછા વળી ગયા.
આ છે અરિહંત પરમાત્માનો “અભયદાતાપણાનો ગુણ.' • રવરફુચાi – શ્રદ્ધારૂપી ચક્ષુ(નેત્રો) દેનારાઓને.
– ચક્ષને આપે તે “ચક્ષુઈ’ કહેવાય છે. અહીં ‘ચક્ષુ' શબ્દથી ભાવચક્ષુ અથવા શ્રદ્ધારૂપી નેત્રો સમજવાના છે. કારણ કે તેની પ્રાપ્તિ વિના કલ્યાણકર વસ્તુતત્ત્વનું દર્શન થતું નથી. ધર્મરૂપી કલ્પવૃક્ષના અવંધ્ય બીજ જેવી ઉત્તમ પ્રકારની શ્રદ્ધા અરિહંત દેવો થકી જ પ્રાપ્ત થાય છે, તેથી તેઓને વરવુ' કહ્યા છે.
૦ સમવાય સૂત્ર-૧ની વૃત્તિમાં જણાવે છે કે – અરિહંતો માત્ર અભયદાનપણાના ગુણથી માત્ર અપકાર કરનારાના અનર્થનો પરિહાર કરતા નથી પણ અર્થની પ્રાપ્તિ પણ કરાવે છે. તે દર્શાવવા માટે તેમને “વહુય' પણ કહ્યા છે. ‘ચક્ષુ' અર્થાત્ શ્રુતજ્ઞાન. જેના વડે શુભ-અશુભ વિભાગ કરીને તે આપે છે માટે તેમને ચક્ષુદય કહ્યા. તેઓ શ્રત અને શ્રદ્ધારૂપી ચક્ષુના દાતા છે.
– વવવુદયાપ એટલે ચક્ષુદાતાને. અહીં તત્ત્વજ્ઞાનમાં કારણભૂત વિશિષ્ટ આત્મધર્મરૂપ ચક્ષુ સમજવા બીજાઓ તેને “શ્રદ્ધા' કહે છે. જેમ ચક્ષુ વિનાનો જીવ પદાર્થને જોવા માટે અયોગ્ય છે, તેમ શ્રદ્ધા રહિત આત્મા પણ તત્ત્વના દર્શન માટે અયોગ્ય છે – તત્ત્વને સમજી શકતો નથી. વળી આવી માર્ગાનુસારી શ્રદ્ધા કંઈ સહેલાઈથી પ્રગટ થતી નથી. મિથ્યાત્વરૂપી અંધકાર મંદ પડે ત્યારે જ પ્રગટે છે. કલ્યાણ-ચક્ષુ સમાન તે શ્રદ્ધા પ્રગટ થવાથી જીવને વાસ્તવિક તત્ત્વનું દર્શન થાય છે.