________________
નમુલ્યુશં-સૂત્ર-વિવેચન
૩૭
– આ ભય સ્થાનોને ઠાણાંગ સૂત્ર-૬૦૦ અને સમવાય સૂત્ર-૭માં સાત પ્રકારે વિભાજીત કરાયેલ છે. તેથી સામાન્યથી એવું વિધાન કરાતું હોય છે કે અરિહંતો આ સાત પ્રકારના ભયોને દૂર કરનારા છે. પરંતુ મુખ્યતાએ તો એક જ અર્થ મહત્ત્વનો છે કે અરિહંતો સર્વ જીવોને અભય-દેનારા છે.
(સાત ભયોમાં ઠાણાંગ અને સમવાયાંગમાં માત્ર એક જ ભેદ છે – પાંચમાં ભયરૂપે ઠાણાંગમાં “વેદના ભય' કહ્યો છે, જ્યારે સમવાયાંગમાં ‘આજીવિકાભય’ કહેલો છે.)
(૧) ઇહલોક ભય :- સજાતીય ભય, મનુષ્યને મનુષ્યથી ભય હોવો તે. (૨) પરલોક ભય :- વિજાતીય ભય, તિર્યંચ આદિ અન્ય જાતિનો ભય.
(૩) આદાન ભય :- દ્રવ્ય આશ્રીત, ધન-સંપત્તિ આદિ ચોરો વડે લુંટાઈ જવાનો અથવા દ્રવ્ય અપાર ભય.
(૪) અકસ્માત ભય :- બાહ્ય નિમિત્ત નિરપેક્ષ, આગ, જળપ્રલય, ભુકંપ ઇત્યાદિ કારણે અકસ્માત થવાનો ભય.
(૫) વેદના ભય :- રોગ, વ્યાધિ આદિ કારણે થતી પીડાનો ભય. (અથવા આજીવિકા ભય :- અર્થ નિવડના સાધનો છૂટી જવાનો ભય) (૬) મરણ ભય :- મૃત્યુ પામવાનો, મરણ આવવાનો ભય. (૭) અશ્લોક ભય :- અપકીર્તિ થવાનો ભય.
-૦- (અથવા) જ્ઞાની પુરુષો કૃતિ' નામે ઓળખાતા ધર્મભૂમિકાના કારણભૂત આત્માના વિશિષ્ટ સ્વાથ્યને પણ ‘અભય' કહે છે. તેની પ્રાપ્તિ પણ અરિહંત પરમાત્મા થકી જ થાય છે. કેમકે તેઓ ગુણના પ્રકર્ષને પ્રાપ્ત થયેલા હોય છે. તથા અચિંત્ય શક્તિથી યુક્ત હોય છે.
- સમવાય સૂત્ર-૧ વૃત્તિમાં જણાવે છે કે, પૂર્વે તો નાહ વિશેષણ વપરાયું. આ વિશેષણ તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ માટે પણ તે-તે તીર્થિકના મતે સંભવે છે. તો પછી “અરિહંતો'માં વિશેષતા શું રહેશે ? તેના ઉત્તરમાં સમયવયાનું કહ્યું, જે ભયને આપતા નથી તે.” પ્રાણનું હરણ કરવામાં રસિક એવા ઉપસર્ગ કર્તા પ્રાણીને પણ ભય આપતા નથી અથવા આવા પ્રાણીથી પણ ભય રહેતો નથી માટે તેઓ ‘મય' છે. બીજી વ્યાખ્યા એ રીતે આપી છે કે, સર્વ પ્રાણીના ભયનો પરિહાર કરતી એવી દયા જેનામાં રહેલી છે તેથી તેઓ ‘સામવેદ' કહેવાય છે. આવી દયા વિષ્ણુ-શંકર આદિમાં હોતી નથી. તેથી અભયદાતા એવા અરિહંતને નમસ્કાર કરવાનું કહ્યું.
૦ લલિતવિસ્તરા ટીકામાં જણાવે છે કે – અભય, ચક્ષુ, માર્ગ આદિ પ્રાપ્ત થવામાં અરિહંતો જ કારણભૂત છે. જ્યારે મોક્ષે જવા પૂર્વે ચરમાવર્ત-છેલ્લા યુગલ પરાવર્ત કાળમાં જીવ આવે ત્યારે જ તેને ભવનિર્વેદ જાગે. ભવ નિર્વેદ એટલે સંસાર પર અરુચિ, ભવ્યાત્માને જ્યારે આવી અરુચિ જાગે તો જ અરિહંત પરમાત્મા પર બહુમાન થાય. બહુમાનથી મિથ્યાત્વ-મોહનીયાદિ કર્મોનો ક્ષયોપશમ થાય છે, ત્યારે