________________
૨૧૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
સૂત્ર-ર૬ થી દેવસિસ પડિક્કમણે ઠાઉ- સુત્ર
પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર છે
સૂત્ર-વિષય :
આ સૂત્રમાં મન, વચન, કાયાની દુષ્ટ પ્રવૃત્તિ થકી લાગેલા દોષોની માફી માંગવામાં આવી છે.
સૂત્ર-મૂળ :ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિસ પડિક્કમણે ઠાઉં? ઇચ્છે. સવ્યસ્સ વિ દેવસિઅ દુચિંતિએ દુબભાસિઅ દુધ્યિઠિઅ મિચ્છા મિ દુક્કડં. . સૂત્ર-અર્થ :
હે ભગવન્! સ્વેચ્છાએ મને દેવસિક પ્રતિક્રમણમાં સ્થિર થવાની આજ્ઞા આપો.
(શિષ્ય જ્યારે આ પ્રમાણે કહે ત્યારે ગુરુ ભગવંત આજ્ઞા આપે કે, રાહ - પ્રતિક્રમણમાં સ્થિર થાઓ. ત્યારપછી શિષ્ય કહે...)
ઇચ્છે - હું ભગવંતના એ વચનને ઇચ્છું છું - (સ્વીકારું છું)
દિવસ સંબંધી સર્વ પણ દુષ્ટ ચિંતવન, દુષ્ટ ભાષણ અને દુષ્ટ ચેષ્ટા સંબંધી (અર્થાત્ મન, વચન અને કાયાની દુષ્ટપ્રવૃત્તિ) થકી જે-જે અતિચારોનું સેવન થયું હોય, તે સર્વે મારું પાપ મિથ્યા થાઓ.
| શબ્દજ્ઞાન :ઇચ્છાકારેણ - સ્વ-ઇચ્છાએ
સંદિસહ - આજ્ઞા આપો ભગવન્! - હે ભગવંત !
દેવસિય - દિવસ સંબંધી પડિક્કમો - પ્રતિક્રમણમાં
ઠાઉ - સ્થિર થવાને ઇચ્છે - ઇચ્છું છું, સ્વીકારું છું
સબ્યસ્સ વિ - સર્વે પણ દુચિંતિઅ - દુષ્ટ ચિંતવનનું
દુબભાસિઅ - દુષ્ટ ભાષણનું દુચ્ચિઠિઅ - દુષ્ટ ચેષ્ટાનું
મિચ્છા - મિથ્યા થાઓ મિ - મારું (બોલનારનું)
દુક્કડ - દુષ્કત, પાપ 1 વિવેચન :આ સૂત્રથી દેવસિક પ્રતિક્રમણની છ આવશ્યકરૂપ ક્રિયાનો આરંભ થાય છે.