________________
દેવસિસ પડિક્કમણે ઠાઉં - સૂત્ર-વિવેચન
૨૧૯ તેથી આ સૂત્રને પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર કહ્યું છે. (આ જ પ્રકારનું સૂત્ર-૩૪ સવ્વસ વિ' પણ છે. પરંતુ ત્યાં સૂત્ર બોલવાનો ઉદેશ પ્રતિક્રમણ માટેની આજ્ઞા લેવાનો છે.) અહીં પ્રતિક્રમણનો આરંભ કરવા માટેની આજ્ઞા લેવાનો ઉદ્દેશ છે. ગુર ભગવંત પ્રતિક્રમણમાં સ્થિર થવાની આજ્ઞા આપે, ત્યારપછી દિવસ દરમ્યાન મન વચન, કાયાની દુષ્ટ પ્રવૃત્તિ થઈ હોય તેની સંક્ષિપ્તમાં માફી માંગી લઈ, પછી સામાયિક આવશ્યકરૂપ “કરેમિભંતે" બોલવાપૂર્વક છ-આવશ્યકમય પ્રતિક્રમણ ચાલુ થાય છે.
• છાવરેન - સ્વેચ્છાથી, બળાત્કારે નહીં પણ આપની ઇચ્છા હોય તો, સ્વકીય ઇચ્છાપૂર્વક.
• સંવિદ - આજ્ઞા આપો. આદેશ આપો, અનુમતિ આપો. • ભાવ ! હે ભગવન્! હે પૂજ્ય !
-૦- હે ભગવન્! (હે પૂજ્ય !) આપ આપની ઇચ્છા હોય તો મને આજ્ઞા (આદે, અનુમતી) આપો.
- આ પદ પૂર્વે સૂત્ર-૫ 'ઇરિયાવહીમાં આવી ગયેલ છે ત્યાં તેનું વિસ્તારથી વિવેચન કરેલ છે. તે જોવું.
- આવો જ આદેશ સૂત્ર-૩૬ “અભુઠિઓ' સૂત્રમાં પણ મંગાય છે. – સૂત્ર-૩૪ “સબ્યસ્સ વિ'માં પણ આ જ આદેશ સૂત્રને અંતે છે. - સૂત્ર-૧૧ “જગચિંતામણિમાં પણ આ પ્રમાણે આદેશ મંગાયો છે.
– પ્રત્યેક ક્રિયા ગુરુ ભગવંતની આજ્ઞાપૂર્વક જ આરંભાય-એ આ “આજ્ઞા, યાચના, વચન"નું રહસ્ય છે.
• દેવસિઅ - દેવસિક, દિવસ સંબંધી, દિવસના
– યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વૃત્તિ પ્રકાશ-૩ તથા ધર્મસંગ્રહમાં જણાવે છે કે અહીં “દેવસિઅપથી “દુચ્ચિઠિઅ સુધીના ચારે શબ્દોમાં છઠી વિભક્તિનો લોપ થયેલો છે. તેથી તેનું સંસ્કૃત રૂપાંતર ‘સૈવસિસ્ય' આદિ થાય છે.
– પ્રતિક્રમણના પાંચ ભેદોને આશ્રીને અહીં કેવસિમ શબ્દનો પ્રયોગ થયો છે. જો રાત્રિપ્રતિક્રમણ કરતા હોઈએ તો ર3 ડિઘમ ટાઉં? એમ બોલાય છે.
– ફેવસિઝ અર્થાત્ દિવસના અંત ભાગે કરાતું (પ્રતિક્રમણ)
–દેવસિક (પ્રતિક્રમણ) માટેનો સમય જણાવતા શ્રાદ્ધ વિધિ, ધર્મ સંગ્રહ, આવશ્યક ચૂર્ણિ આદિમાં કહ્યું છે કે
ઉત્સર્ગ માર્ગ અડધો સૂર્ય અસ્ત થયો હોય ત્યારે વંદિત્ત સૂત્ર (પ્રતિક્રમણ સૂત્ર) બોલાય તે રીતે દિવસ સંબંધી પ્રતિક્રમણ કરવું જોઈએ. અપવાદ માર્ગે (કારણે) ત્રીજા પ્રહરથી માંડીને અર્ધરાત્રિ સુધીમાં દૈવસિક પ્રતિક્રમણનો સમય જાણવો.
આ રીતે ‘હેવસિંગ' શબ્દનો અર્થ “રાત્રિ પ્રતિક્રમણ પછીથી દિવસના અંત ભાગ સુધીનો સમય એવો અભિપ્રેત થાય છે.