________________
૨૨૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ વિકમ - પ્રતિક્રમણમાં
- પૂર્વે સૂત્ર-૫ ‘ઇરિયાવહીમાં પ્રતિક્રમણ' શબ્દનો અર્થ ઘણાં વિસ્તારપૂર્વક જણાવાયો છે, તે ખાસ જોવું.
– “પ્રતિક્રમણમાં' શબ્દથી અહીં “દોષથી કે પાપથી પાછા હટવાની ક્રિયામાં" એવો અર્થ સમજીને ચાલી શકાય.
– માત્ર વિધિ સ્વરૂપે વિચારો તો પણ દેવસિક પ્રતિક્રમણ સંબંધી વિધિ અર્થાત્ ક્રિયા માટે (હું સ્થિર થાઉં ?) એમ સમજવાનું રહે.
કહે - સ્થિર થવાને.
– અહીં મૂળ ક્રિયાપદ ટા (થા) છે. આ ક્રિયાપદનો પ્રયોગ પૂર્વે સૂત્ર-૬ ‘તસ્સ ઉત્તરી'માં પણ થયો છે. ફર્ક માત્ર એ કે ત્યાં જ પદથી ક્રિયાપરૂપે દર્શાવેલ છે અહીં ટાર્ડ (ાતુH) પદથી હેત્વર્થ કૃદન્તરૂપે તેનો પ્રયોગ કરાયેલ છે.
• કુષ્ઠ - તેનું સંસ્કૃત રૂપાંતર છે છામિ - હું ઇચ્છું છું. - યોગશાસ્ત્ર વિવરણમાં તેના બે અર્થો જોવા મળે છે :(૧) એ ભગવદુવચનને હું ઇચ્છું છું. (૨) મારે આપની આજ્ઞા પ્રમાણ છે.
(આ શખું રહસ્ય એ પ્રમાણે છે કે, જ્યારે શિષ્યને પ્રતિક્રમણનો આરંભ કરવો હોય ત્યારે તે “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું ! દેવસિઅ પડિક્કમણે ઠાઉ?” એમ પ્રશ્ન કરે છે ત્યારે ગુરુ ભગવંત તેને આદેશ-આજ્ઞા આપતા કહે છે “ઠાએડ” તેના અનુસંધાને ગુરુની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કરવાને માટે શિષ્ય જે શબ્દ બોલે તેને ‘ઇચ્છ” કહે છે.)
૦ આ રીતે ગુરુ ભગવંતની આજ્ઞા પ્રાપ્ત થયા પછી, “ઇચ્છ' શબ્દપૂર્વક તેનો વિનયથી સ્વીકાર કરીને પછી શિષ્ય રજોહરણ (ચરવળા) પર જમણો હાથ (ખુલ્લો) સ્થાપીને પછી પ્રતિક્રમણના બીજભૂત એવા પ્રતિક્રમણ સ્થાપના સૂત્રને બોલે. તેનું વિવેચન આ પ્રમાણે :
• સવ્ય વિ સર્વેનું પણ.
– આ શબ્દનો સંબંધ હવે પછીની ત્રણે પ્રવૃત્તિઓ સાથે છે. (મનની, વચનની, કાયાની સર્વે પણ દુષ્ટ પ્રવૃતિ એવો અર્થ ગ્રાહ્ય છે.).
– યોગશાસ્ત્ર આદિમાં સવ્વસ નો અર્થવિસ્તાર કરતા કહે છે કે, કરવા યોગ્ય ન કરવાથી અને ન કરવા યોગ્ય કરવાથી - જે કોઈ અતિચારો લાગ્યા હોય તે સર્વે અતિચારોનું ગ્રહણ કરવાનું છે.
• યુતિ - દુષ્ટ ચિંતવનનું, ખરાબ વિચારોનું. - મનની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચારો કે દોષોનું.
– યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વૃત્તિના ત્રીજા પ્રકાશમાં તથા ધર્મસંગ્રહમાં જણાવ્યા મુજબ - આર્ત અને રૌદ્રધ્યાન વડે જેમાં દુષ્ટ ચિંતન થયેલું છે તેને “દુશ્ચિતિત' કહેવાય છે. આવા દુશ્ચિતિતથી ઉદ્ભવેલાનું આ પદ વડે માનસિક અતિચારોનું