________________
૨૨૧
છા
છે
દેવસિઅ પડિક્કમણે ઠાઉં - સૂત્ર-વિવેચન સૂચન થાય છે.
– દુર્ઘતિક શબ્દમાં ષષ્ઠી વિભક્તિનો લોપ થયેલો છે. તેથી સંસ્કૃત રૂપાંતર કુત્તિતી થાય છે.
૦ લઘુ દષ્ટાંત :- લક્ષ્મણા નામે એક સાધ્વી હતા. કોઈ વખતે ઉપાશ્રયમાં એકાંતમાં બેઠેલા લક્ષ્મણા સાધ્વીએ ક્રીડા કરતા પક્ષીયુગલને જોઈને ચિંતવ્યું કે આમનું જીવન સફળ છે આ ચકલાને સ્પર્શ કરતી ચકલીને કે જે પ્રિયતમને આલિંગન આપીને પરમ આનંદ-સુખ આપે છે. ભગવંતે પુરુષ અને સ્ત્રીઓને રતિક્રીડા કરતા જોવાનું શા માટે નિવાર્યું હશે ? તેઓ તો વેદ ના દુઃખરહિત હોવાથી બીજાના સુખદુઃખ જાણી શકતા નથી.
પણ ના, ના, ના ભગવંતે જે આજ્ઞા કરેલી છે, તે યથાર્થ જ છે. તેઓ વિપરીત આજ્ઞા કરે જ નહીં. ત્યારપછી તેણી અત્યંત વ્યથિત થયા. પોતે કરેલી દુષ્ટ ચિંતવના વિશે લક્ષ્મણા સાધ્વીને ઘણો જ પસ્તાવો થયો. પછી તેણીએ આલોચના ગ્રહણ કરવા વિચાર્યું. પણ તેણીને થયું કે મારો આ માનસિક દોષ ભગવંત પાસે પ્રગટ કરીશ તો મારા ભાઈઓ, પિતા, માતા આ વાત જાણશે તો દુઃખી થશે. પછી તેણીએ શલ્યપૂર્વક આલોચના કરી ૫૦ વર્ષ સુધી વિકૃષ્ટ તપ કર્યો. આ તપ દરમિયાન આવશ્યક ક્રિયાઓ પણ છોડી નહીં. તો પણ તેણીની શુદ્ધિ ન થઈ.
ત્યારપછી કાળધર્મ પામીને તેનું ભયંકર ભવભ્રમણ ચાલુ થયું. મહાકાલેશકારી ભવો થયા. ૮૨ ચોવીશી સુધી તેણીનું સંસારમાં રખડવાનું બન્યું. તિર્યંચ અને નરકના ઘોર દુઃખો સહન કર્યા.
કેવળ દુષ્ટ ચિંતવનાનો આ છે અશુભ કર્મવિપાક. • ડુમસ - દુષ્ટ ભાષણનું, ખરાબ રીતે બોલાયેલાનું. - વાણીની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચારો કે દોષોનું.
– યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવૃત્તિના ત્રીજા પ્રકાશમાં તથા ધર્મસંગ્રહમાં જણાવ્યા મુજબ - દુષ્ટ અર્થાત્ જેમાં સાવદ્ય-વાણીરૂપ બોલાયેલું હોય છે. દુર્ભાષિત’ તેના વડે ઉત્પન્ન થયેલાનું. આ પદ વડે વાચિક અતિચારોનું સૂચન થાય છે.
– સુમતિમ શબ્દમાં ષષ્ઠી વિભક્તિનો લોપ થયેલો છે. તેથી સંસ્કૃત રૂપાંતરમાં તેનું સુમષિતચ થાય છે.
૦ લઘુદષ્ટાંત :- ભદ્ર નામે આચાર્ય હતા. તેમના ગચ્છમાં ૫૦૦ શિષ્યો અને ૧૨૦૦ સાધ્વીજી હતા. તેમાં એક સાધ્વીજી જુ આર્યા નામે હતા. કોઈ સમયે રજ્જા આર્યાને પૂર્વકૃતુ અશુભ પાપકર્મના ઉદયના કારમે કુષ્ઠરોગ થયો. તેનાથી તેનું આખું શરીર સડી ગયું. તેમાં કૃમિઓ ઉત્પન્ન થઈને તેને ફોલી ખાવા લાગી. ત્યારે ગચ્છમાં રહેલા બીજા સંયતીઓ તેમને પૂછવા લાગ્યા કે અરે ! આ તમને અચાનક શું થયું? ત્યારે તે મહાપાપકર્મી રજા આર્યાએ સંયતીઓને એવો પ્રત્યુત્તર આપ્યો કે આ અચિત્ત જળનું પાન કરવાના કારણે મારું આ શરીર વણસીને નાશ પામ્યું છે.