________________
૨ ૨ ૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ તેમના આ દુષ્ટ વચનથી સર્વે સંયતીઓના હૃદય ક્ષોભ પામ્યા.
આવા સમયે એક સંયતી-સાધ્વીને થયું કે મારું શરીર એક પલકારા જેટલા અલ્પકાળમાં જ સડી જાય, ટુકડે ટુકડા થઈ જાય તો પણ હું સચિત્ત જળનું પાન આ જન્મમાં કદાપી નહીં કરું અને અચિત્ત જળનો ત્યાગ નહીં કરું. આ સાધ્વીનું શરીર અચિત્ત જળના પાનથી સડી ગયું હોય તે વાત પણ શક્ય નથી. આ પ્રમાણેની શુભ વિચારણા કરતા-કરતા તે સાધ્વી શુક્લધ્યાનમાં લીન બન્યા અને તેણીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
કેવલી સાધ્વીજીએ રજ્જા આર્યાને તેણીને થયેલા કુષ્ઠ રોગનું સાચું કારણ જણાવ્યું કે પ્રવચન દેવતાએ તને આ સજા કરેલી છે, જેનું કારણ તારું અઘટીત વર્તન હતું. ત્યારે રજ્જાઆર્યાએ કેવલીના વચનનો આદર કર્યો અને પોતાના દુષ્ટ ભાષણ માટે પ્રાયશ્ચિત્ત માંગ્યું. ત્યારે કેવલીએ કહ્યું કે, તારા માટે કોઈ જ પ્રાયશ્ચિત્ત નથી. કેમકે સર્વે સાધ્વીઓના હૃદય લોભિત કર્યા છે. દુષ્ટ ભાષણથી અત્યંત કષ્ટદાયી, વિરસ, ભયંકર, બદ્ધ, પૃષ્ટ, નિકાચિત પાપનો પુંજ એકત્ર કર્યો છે.
ત્યારપછી રજ્જા સાથ્વીના શરીરમાં સોળ મહાભયંકર રોગો ઉત્પન્ન થયા. અનંતાભવો સુધી લગાતાર દુઃખ ભોગવ્યું.
કેવળ દુષ્ટ ભાષણનો આ છે અશુભ કર્મ વિપાક. • સુશિકિ -દુષ્ટ ચેષ્ટાનું, ખરાબ કાર્યોનું. – કાયાની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચારો કે દોષોનું.
– યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વૃત્તિના ત્રીજા પ્રકાશમાં તથા ધર્મસંગ્રહમાં જણાવ્યા મુજબ - જેનો નિષેધ કરવામાં આવ્યો છે તેવું દોડવા કૂદવા વગેરે ક્રિયારૂપ ચેખિત - પ્રવૃત્તિ તે ક્ષેષ્ટિત. તેનાથી ઉત્પન્ન થયેલાનું. આ પદ વડે કાયિક અતિચારોનું સૂચન થાય છે.
• લઘુ દૃષ્ટાંત :
ભગવંત મહાવીરથી જે પ્રતિબોધ પામી આઠમા દેવલોક ગયો તે ચંડકૌશિક સર્પની કથા જૈન જગત્માં પ્રસિદ્ધ છે. પણ તેને મળેલ સર્પનો ભવ એ તેના દુશેષ્ટિતપણાનું પરિણામ હતું.
પૂર્વભવે એક ઉગ્રતપસ્વી ક્ષમક સાધુ હતા. કોઈ વખત માસક્ષમણ તપના પારણે બાળમુનિ સાથે વહોરવા નીકળેલા. ચાલતા ચાલતા તેમના પગ નીચે અચાનક કોઈ દેડકી આવી જતા દેડકી મૃત્યુ પામી. પાછા ઉપાશ્રયમાં ફરી ઇરિયાપથ આલોચના કરતા હતા ત્યારે સમકમુનિએ દેડકીની વિરાધનાની આલોચના ન કરી. ત્યારે બાળમુનિએ તેમને યાદ અપાવ્યું કે દેડકીની વિરાધનાની આલોચના કરો. પણ સમકમુનિએ તેમ ન કર્યું. પછી પણ બાળમુનિએ યાદ કરાવ્યું પણ ક્ષમક મુનિએ કહ્યું કે મેં કંઈ દેડકી થોડી મારી છે ?
સાંજે પ્રતિક્રમણ અવસરે દેડકીની વિરાધના યાદ કરાવી. એ રીતે