________________
દેવસિઅ પડિક્કમણે ઠાઉ - સૂત્ર-વિવેચન
૨૨૩ બાળમુનિએ વારંવાર દેડકીની વિરાધના યાદ કરાવ્યા કરી ત્યારે કમકમુનિ ક્રોધિત થઈને બાળસાધુને મારવા દોડ્યા. માર્ગમાં થાંભલો હતો, તેનો ખ્યાલ ન રહ્યો. સમકમુનિ ત્યાં અથડાઈને મૃત્યુ પામ્યા. મરીને જ્યોતિષ્ક દેવ થયા. ત્યાંથી કૌશિક તાપસરૂપે જન્મ્યા. ત્યાં પણ તેમને અત્યંત ક્રોધનો ઉદય હતો. ક્રોધ ભાવથી તેમની કાયિકપ્રવૃત્તિ કરતા મૃત્યુ પામીને ચંડકૌશિક સર્પ થયા.
આ છે દુષ્ટ ચેષ્ટા-કાયાની દુષ્ટપ્રવૃત્તિનો અશુભ કર્મવિપાક. • મિચ્છા મિ દુ૬િ - મારુ પાપ મિથ્યા થાઓ.
- સૂત્ર-૫ ‘ઇરિયાવહીમાં આ પદની વિવેચના-વ્યાખ્યા આદિ વિસ્તારથી કરાયેલા છે. તેથી સૂત્ર-પમાં જોવું. – આ ઉપરાંત સૂત્ર-૧૦ “સામાઇય વયજૂરો'માં પણ “
મિચ્છા મિ દુક્કડું' પદ આવે છે. પછીના સૂત્ર-૨૭, ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૪માં પણ આ પદ આવવાનું છે. સ્વ દુષ્કૃત્ની ગર્તા માટેનું આ બીજરૂપ અને અતિ મનનીય પદ છે. આ પદ દ્વારા “અતિચારોની જુગુપ્સા” કરાય છે.
-૦- યોગશાસ્ત્ર અને ધર્મસંગ્રહમાં અપાયેલ સૂત્ર-સાર –
હે ભગવંત ! મારા બળાત્કાર (આગ્રહ)થી નહીં, પણ આપની ઇચ્છાથી મને પ્રતિક્રમણ-દોષથી પાછા હઠવાની ક્રિયા-માં સ્થિર થવા માટેની અનુમતિ આપો. (એમ કહીને મૌનપણે ગુરુની સન્મુખ જોતો અટકે) ત્યારે ગુરુ ભગવંત ‘ટાઇટ પ્રતિક્રમણમાં સ્થિર થાઓ તેમ કહે. ત્યારે શિષ્ય – “રૂછું' શબ્દથી તેમના વચનને વિનયથી સ્વીકારે.
દિવસ સંબંધી સર્વ કંઈ અકરણીય કરવાથી કે કરણીયને નહીં કરવાથી થયેલા અતિચારોનું, કેવા અતિચારોનું ?
– આર્નરોદ્ર ધ્યાનરૂપ દુષ્ટ ચિંતવન કરવાથી થયેલા એવા માનસિક-(મનની પ્રવૃત્તિ જન્ય) અતિચારોનું.
– ખરાબ-પાપ વચનો બોલવાથી થયેલા વાચિક અતિચારોનું.
– નિષેધ કરાયેલ દોડવા-કૂદવા વગેરે કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી થયેલા કાયિક (શરીરની પ્રવૃત્તિ જન્ય) અતિચારોનું.
એ સર્વે અતિચારોરૂપ મારું પાપ મિથ્યા થાઓ - એ અતિચારોની હું જુગુપ્સા કરું છું.
i વિશેષ કથન :૦ આ સૂત્રના બે નામો આરંભે જણાવ્યા છે–
(૧) દેવસિઅ પડિક્કમ ઠાઉ - સૂત્ર આ નામ તેના આરંભિક શબ્દોને આધારે પ્રસિદ્ધ થયું છે જેમ સૂત્ર-પમાં ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું ! ઇરિયાવહિયં પડિક્કમામિ ?'થી આરંભ થાય છે, તેને “ઇરિયાવહી સૂત્ર નામે ઓળખવામાં આવે છે, તેમ આ સૂત્ર “દેવસિઅ પડિક્કમeઠાઉ' નામથી પ્રસિદ્ધ થયેલું છે.