________________
૨૨૪
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨ (૨) પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર - આ સૂત્રનું બીજું નામ છે. કેમકે પ્રસ્તુત સૂત્ર વડે પ્રતિક્રમણની સ્થાપના થાય છે. પછી જ આવશ્યકમય એવા પ્રતિક્રમણની ક્રિયાનો આરંભ થાય છે.
બીજું - પ્રતિક્રમણના પાંચ ભેદો ભગવંત મહાવીરના શાસનમાં પ્રસિદ્ધ છે – (૧) દેવસિક, (૨) રાત્રિક, (૩) પાક્ષિક, (૪) ચાતુમસિક અને (૫) સાંવત્સરિક, જેમાં પહેલા બે પ્રતિક્રમણ નિત્ય કરવાના હોય છે. તેમાં દેવસિક કે રાત્રિક પ્રતિક્રમણ, બંનેમાં પ્રતિક્રમણમાં સ્થિર થવા માટેની આજ્ઞા આ સૂત્ર દ્વારા જ માંગવામાં આવે છે. ફક્ત “દેવસિઅ'ને બદલે “રાઈઅ' શબ્દ ત્યાં બોલાય છે. માટે આ સૂત્રનું નામ “પ્રતિક્રમણ સ્થાપના' સૂત્ર પણ યોગ્ય જ છે.
૦ ધર્મસંગ્રહમાં કહ્યું છે કે, આ સૂત્રને સકલ પ્રતિક્રમણના બીજરૂપ જાણવું. સત્તપ્રતિમવનમૂતં .”
૦ આ સૂત્રનું સ્વરૂપ - વસ્તુતત્ત્વનો વિશદ બોધ થવા માટે તેનું કથન બે પ્રકારે કરાતુ હોય છે. (૧) વિસ્તારથી અને (૨) સંક્ષેપથી. જે કથન વિસ્તારથી કરાય છે, તેમાં તે વાતને જુદી જુદી બાજુઓ, જુદા જુદા સંદર્ભમાં કે વિવિધ દૃષ્ટિબિંદુઓથી રજૂ કરવામાં આવે છે. જ્યારે સંક્ષેપથી થયેલું કથન તે વાતને લગતાં વિવિધ દૃષ્ટિબિંદુઓનો સમન્વય કરે છે, તે વિવિધ વર્ણનોના સારને જણાવે છે, સત્ત્વરૂપ હકીકત ટૂંકમાં જણાવે છે.
જેમકે પ્રતિક્રમણ આવશ્યકમાં “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિ આલોઉ ?" એ અતિચાર આલોચના સૂત્રમાં સંક્ષેપમાં અતિચાર આલોચના કરાય છે, “વંદિત્ત સૂત્રમાં આ જ આલોચના તેની તુલનાએ વધુ વિસ્તારથી કરાય છે, આ જ આલોચના “અતિચાર' સૂત્રમાં તેના કરતા અતિ વિસ્તૃત રીતે કરવામાં આવેલ છે.
એ જ રીતે પ્રસ્તુત સૂત્ર પ્રતિક્રમણની ક્રિયાનું સંક્ષિપ્ત કથન છે. તેથી તેમાં પ્રતિક્રમણને લગતી વિવિધ ક્રિયાઓનો સાર ટૂંકમાં જણાવેલ છે. એ છે દુષ્ટ ચિંતન, દુષ્ટ ભાષણ, દુષ્ટ વર્તન અંગે સાચા હૃદયની દિલગીરી. મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિ માટે માફી માંગવી તે.
આ સૂત્ર થોડા ફેરફાર સાથે દૈનિક પ્રતિક્રમણ ક્રિયામાં બે વખત બોલાય છે. (૧) પ્રતિક્રમણ સ્થાપના કરતા (૨) વંદિg (પ્રતિક્રમણ) સૂત્ર પૂર્વે પહેલી વખત સંક્ષેપમાં એકરાર કરાયો છે કે, હું પ્રતિક્રમણમાં સ્થિર થવાને ઇચ્છું છું. (તે માટે) મન, વચન, કાયાની દુષ્ટ પ્રવૃત્તિ સંબંધે હું “મિથ્યા દુષ્કૃત' આપુ છું. બીજી વખત "પ્રતિક્રમણ સૂત્ર” પૂર્વે ગુરુની આજ્ઞા લેવા માટે પૂછે છે કે, મન, વચન, કાયાની સર્વે દુષ્ટ પ્રવૃત્તિ સંબંધે હે ભગવન્! હું શું કરું ? ત્યારે ગુરુ ભગવંત કહે છે કે, “તેનું તું પ્રતિક્રમણ કર" ત્યારે શિષ્ય વંદિg (પ્રતિક્રમણ) સૂત્ર બોલીને પ્રતિક્રમણ કરે છે.
આ રીતે આ સૂત્ર સંક્ષેપમાં પ્રતિક્રમણ સ્વરૂપે કહેવાયેલ છે.