________________
૨૫
દેવસિસ પડિક્કમણે ઠાઉં - સૂત્ર-વિશેષ કથન
૦ દૈનિક ક્રિયામાં આ સૂત્રના ભાવનો સંબંધ :
આ સૂત્રનો મુખ્ય ભાવ કે રહસ્ય છે – મન, વચન, અને કાયાના દુષ્કૃત્ અર્થાત્ મન, વચન, કાયા વડે બંધાયેલ પાપનું “
મિચ્છા મિ દુક્કડં' આપવું એટલે કે માફી માંગવી તે.
પ્રાતઃકાલે (રાત્રિના અંતિમ પ્રહર) રાઈ પ્રતિક્રમણનો આરંભ થાય ત્યારે પ્રતિક્રમણની સ્થાપના અવસરે આ સૂત્ર બોલાય છે. પછી પ્રતિક્રમણ મધ્યે વંદિત્ત સૂત્ર પૂર્વે આ સૂત્ર બોલાય છે. સંધ્યાકાળે પણ એ જ રીતે આ સૂત્ર પ્રતિક્રમણમાં બે વખત બોલાય છે. રાત્રે સંથારા પોરિસિમાં પણ જે છેલ્લી ગાથા બોલાય છે તેમાં આ જ ભાવો “ગં ગં મોur વ” ગાથા દ્વારા રજૂ કરાય છે. અર્થાત્ સૂતા પહેલાં પણ મન, વચન, કાયાથી બંધાયેલ પાપોનું “
મિચ્છા મિ દુક્કડં' અપાય છે અને ઉઠીને પણ પ્રતિક્રણણની સ્થાપના આ સૂત્રથી જ થાય છે.
તે સિવાય પૌષધ કરનાર જ્યારે “રાઈ મુહપત્તિ પડિલેહણની વિધિ કરે છે ત્યારે તે ક્રિયામાં આ સૂત્ર બોલાય છે. જો બાદશાવર્ત વંદનરૂપ બૃહદ્ગુરુ વંદન કરવામાં આવે તો તેમાં પણ આ સૂત્ર બોલાય છે.
પાક્ષિક આદિ પ્રતિક્રમણમાં પણ મોટા (પાક્ષિક) અતિચાર બોલાયા પછી આ સૂત્ર બોલાય છે. ફર્ક માત્ર એટલો કે તેમાં દેવસિઅ કે રાઈઅને સ્થાને પકિઅ કે ચઉમાસિઅ કે સંવર્ચ્યુરિઅ શબ્દ બોલાય છે.
૦ આ સૂત્રના ઉલ્લેખ સંબંધે મહત્ત્વની નોંધ.
– પ્રતિક્રમણ વિધિ સંબંધે ચિરંતનાચાર્ય કૃત્ ૩૩ ગાથાઓનો ઉલ્લેખ યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વૃત્તિના ત્રીજા પ્રકાશમાં થયો છે. આ જ સાક્ષીપાઠની નોંધ શ્રાદ્ધવિધિમાં શ્રી રત્નશેખરસૂરિજી મહારાજે “રાત્રિકૃત્ય” નામના બીજા પ્રકાશમાં પણ લીધેલી છે. આ ૩૩ ગાથામાંની ગાથા-૨માં જણાવે છે કે ચૈત્યવંદન કરી, ચાર ખમાસમણ આપીને પછી ભૂમિ પર મસ્તક સ્થાપી સર્વે અતિચારોનું “મિચ્છામિદુક્કડ' આપવું.
આ ગાથા દ્વારા દેવસિક પ્રતિક્રમણ સ્થાપનાનો ઉલ્લેખ છે. જે કથન પ્રતિક્રમણની વિધિ દર્શાવતા અન્ય ગ્રંથોમાં પણ જોવા મળે છે અને વર્તમાન કાળે દર્શાવાતી પ્રતિક્રમણ સંબંધી વિધિમાં પણ આ પ્રમાણે જ ક્રિયા કરવા અંગેનો નિર્દેશ જોવા મળે છે.
-૦- સૂત્ર-૨૬માં પ્રતિક્રમણ સ્થાપના સ્વરૂપે છે, તે જ સૂત્ર થોડા ફેરફાર સાથે પણ આ જ સ્વરૂપે સૂત્ર-૩૪ છે. તે સૂત્રનું નામ “સબ્યસ્સ વિ' છે. જેને પ્રતિક્રમણની આજ્ઞા માંગવાનું સૂત્ર કહેલ છે.
જો કે પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકામાં તથા પંચપ્રતિક્રમણ સૂત્રાર્થના કેટલાંક પુસ્તકોમાં આ સૂત્ર-૩૪ જુદુ નોંધાયેલ નથી. જ્યારે યોગશાસ્ત્ર વિવરણ અને ધર્મસંગ્રહમાં જે અર્થ અપાયેલ છે, તે હવે પછી કહેવાનારા સૂત્ર-૩૪ના “મૂળસૂત્ર' અનુસાર કહેવાએલ છે.