________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
સૂત્ર-નોંધ :
આવશ્યક સૂત્ર આદિ આગમોમાં આ સૂત્રનો કોઈ ઉલ્લેખ પ્રાપ્ત નથી. – પૂર્વાચાર્ય કૃતુ વિધિ દર્શક ગાથાઓ કે વિધિક્રમમાં આ સૂત્રનો ઉલ્લેખ છે, તેથી આ સૂત્ર પ્રાચીન જરૂર છે, પણ તેનું નિશ્ચિત આધારસ્થાન અમોને પ્રાપ્ત થયેલ
નથી.
૨૨૬
સૂત્રની ભાષા પ્રાકૃત છે.
- ઉચ્ચારોની દૃષ્ટિએ આ સૂત્રમાં જોડાક્ષરના ઉચ્ચારોમાં સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. કેમકે ચાર પદોના જોડાક્ષરના ઉચ્ચારણોમાં ભૂલો જોવા મળે છે. જેમકે ‘સવ્વસ્ટ વિ'નું 'સવસ વિ' આદિ.